Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OC જ્ઞાનધારા 006 ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિપેણ જેવા બાર ચક્રવતી, કૃષ્ણ, ત્રિપૃઇ, સ્વયંભૂ દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રફ્લાદ, જરાસંઘ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ - એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,૦૦૦થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુરુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થંકર અને ભરત ચક્વનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે.
વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાવંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રીતે રચયિતાએ એની ગોઠવણ કરી છે..
“રિષષ્ટિશલાકાપુરષચરિત્ર’ એટલે જૈન કથાનકો, ઈતિહાસ પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ દ્વયાશ્રય કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રાપ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી
, " પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે તેમ જ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે તયાશ્રયકાવ્ય છદોનુશાસન કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજો શાસ્ત્રો પણ રચેલાં છે. તે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારાં જેવા ભાષ્યોને પ્રતિબોધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org