Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
Cજ્ઞાનધારા OC
સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ – ત્રણેના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય છે.
-
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષદિશાાપુરુષચરિત્'માં દર્શાવ્યું છે તેમ ‘યોગશાસ્ત્ર’ જેવા ગ્રંથો પોતાના માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્વરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘હો’ માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખયાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર’, ‘સ્વોપનટીળા’ તેમ જ ‘વિવેચૂડામળિ’ નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત દયાશ્રય. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસન’નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘ક્રયાશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઈતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘ક્રયાય’ મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન, અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે.
દયાશ્રય ‘ભટ્ટિકાવ્ય’નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ના વ્યાકરણનાં નિયમોનાં ઉદાહરણ આપણા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઈતિહાસને કથાવસ્તુ તરીકે લઈને શ્રી હેમચંદ્રાચાર્યે ‘ક્રયાશ્રય’ની રચના કરી. ‘ચૌલુક્યવંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન’નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘દયાશ્રય’ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ.સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘હ્રયાશ્રય’ એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે.
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org