Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCCC જ્ઞાનધારા OિO બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેપ્સ આપ્યો છે. વળી સાંસ્કૃતિક દષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ'ની રચના કરી. જોકે, અમરકોશ કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પાર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ' કરતાં વધુ મળે છે.
અમરકોશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે અભિધાનચિંતામણિમાં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના, ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭૫ અને અગ્નિના ૫૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. “અભિધાનચિંતામણિ'ની કુલ શ્લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય.
અભિધાનચિંતામણિ પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે અનેકાર્થસંગ્રહની રચના કરી. “અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, તેનો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દષ્ટિએ “અભિધાનચિંતામણિ' અને અનેકાર્થસંગ્રહ’ પરસ્પરના પૂરક ગુણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને અનેકાર્થશેષ તરીકે ઉમેરવામાં આવ્યો છે. “અભિધાનચિંતામણિમાં પણ છેલ્લે “શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઉતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પડે તેમ છે.
શ્રી હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે. 'નિબંદુશેષ'.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org