Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TOC જ્ઞાનધારા હOTOS0 ગયો હતો. વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાવવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયો હતો માટે. જ્યારે અડધાં તડ દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે.
લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે -
કામન કાગ ઉડાવતી, પિયુ આયો ઝબકાં
આપી ડી કર લગી, આધી ગઈ તષ્ઠાં’ • આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભય પર પડી.
કાગ ઉડાવણ ધણ ખડી, આયો પીવ ભડક
આધી ચૂદી કાગ-ગલ, આધી હુંય તડા અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે.
ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માગતા કલિકાલસર્વજ્ઞ શ્રી હમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સધ્યિ બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ અને “નિઘંટુશેષ' – એમ ત્રણ સંસ્કૃત ભાષાના કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે “દેશીનામમાલા” અને “રયણાવલિ'ની રચના કરી છે. “અભિધાનચિંતામણિ એ ઈતિહાસ અને ભાષાવિજ્ઞાનની દષ્ટિએ અત્યંત મૂલ્યવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org