Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭CC જ્ઞાનધારા OS 2000 | ‘અયોગ-વ્યવચ્છેદિકઢાવિંશિકા અને અન્યયોગવ્યવદઢાત્રિકા' નામની બે દ્વાર્વિશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનોની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે.
“અયોગ-વ્યવચ્છેદિકાદ્રાવિશંકા' માં એમણે જૈન દર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિન શાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અને એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિન શાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિન શાસનની ગુણઆરાધના કરવામાં આવી છે.
“અન્યોગવ્યવચ્છેદદ્વાર્વિશિકામાં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈન દર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ પર ૧૪મી સદીમાં મલ્લિષણે સ્યાદ્વાદમંજરી નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈન સિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ 'સ્યદ્વાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે.
આ બંને દ્વાર્વિશિકા કરતાં વીતરાગસ્તોત્રનો પ્રકાર જુદો છે. વીતરાગસ્તોત્ર'માં ભક્તિભાવથી ઉછળતું. હદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા વીતરાગસ્તોત્ર'ના દરેક વિભાગને પ્રકાશ એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૦૮ શ્લોકો છે. આમાં ક્યાંક શ્રી હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. વીતરાગ સ્તોત્ર ભક્તિનું એક મધુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org