Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ભૂમિકા
શ્રીગુરુના પવિત્ર સત્સંગ દ્વારા શિષ્યના સંશયો ટળતા જાય છે અને સમ્યજ્ઞાનનો ઉદય થતો જાય છે. શ્રીગુરુએ કરેલા સમર્થ સમાધાનથી શિષ્યને આત્માના કર્મફળભોતૃત્વ સંબંધી સર્વ શંકાઓનું સાંગોપાંગ નિરાકરણ થયું અને ‘આત્મા કર્મફળનો ભોક્તા છે' એવા સમ્યક્ત્વના ચોથા સ્થાનકની તેને દેઢ પ્રતીતિ થઈ. હવે સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ છ પદોમાંનું પાંચમું પદ – ‘મોક્ષ છે’ એ વિષે શિષ્ય પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે.
ગાથા ૮૭
અત્યાર સુધીમાં શ્રીગુરુએ સચોટ ન્યાય તથા દૃષ્ટાંત વડે દર્શાવ્યું કે આત્મા છે, તે નિત્ય છે અને તે કર્મ બાંધે છે તથા તેનાં ફળ ભોગવે છે. આત્માના અસ્તિત્વ, નિત્યત્વ, કર્મકર્તૃત્વ અને કર્મફળભોતૃત્વ સંબંધીના યુક્તિયુક્ત પ્રતિપાદન દ્વારા શિષ્યની સર્વ મૂંઝવણ ટળતી ગઈ અને તેને સમ્યક્ નિર્ધાર થતો ગયો. શ્રીગુરુનાં વચનામૃતનું જિજ્ઞાસાપૂર્વક શ્રવણ કરીને, અંતરમાં તે અંગે વિચારણા કરતાં શિષ્યને તેનું યથાર્થપણું લક્ષમાં આવતું ગયું અને તે મુક્ત મનથી તેનો સ્વીકાર પણ કરતો ગયો.
જેમ જેમ શિષ્ય શ્રીગુરુનાં વચનામૃત વાગોળતો જાય છે, તેમ તેમ તેની વિવેકશક્તિ વધતી જાય છે અને પરિણામે તેને તત્ત્વનાં ગૂઢ રહસ્યો સમજાતાં જાય છે. વિચારણા આગળ વધતાં શિષ્યના અંતરમાં ફરી એક નવીન શંકાનો ઉદ્ભવ થાય છે. સુવિચારશ્રેણી ઉપર આરૂઢ થતાં શિષ્યને કર્મબંધનથી મુક્ત થવારૂપ મોક્ષ વિષે શંકા જાગે છે. જેવી રીતે જગત અનાદિ-અનંત છે, તેવી જ રીતે શું આત્મા અને કર્મનો સંબંધ પણ અનાદિ-અનંત નથી? કર્મ કરવાં અને તેનાં ફળ ભોગવવાં એવો વ્યવહાર અનાદિ કાળથી ચાલતો આવ્યો છે અને તે અનંત કાળ સુધી ચાલતો રહેશે એમ તેને ભાસે છે. આત્મા કર્મબંધનથી સર્વથા છૂટીને મોક્ષપદ પામી શકે છે એ તથ્ય શિષ્ય નિઃશંકપણે સ્વીકારી શકતો નથી. તે પોતાની શંકાઓ શ્રીગુરુ સમક્ષ રજૂ કરે છે અને સમાધાન માટે શ્રીગુરુને પ્રાર્થના કરે છે.
મોક્ષપદની સિદ્ધિ માટે શ્રીમદે પાંચ ગાથાઓ(૮૭-૯૧)ની રચના કરી છે. તેમાં પ્રથમ બે ગાથાઓ(૮૭-૮૮)માં વિનીત શિષ્ય મોક્ષપદરૂપ પાંચમા પદ વિષે પોતાની શંકાઓ રજૂ કરે છે. અહીં શિષ્ય ‘આત્માનો મોક્ષ સંભવતો નથી' એમ જણાવવા માટે જે દલીલો કરે છે, તેમાં પૂર્વ મીમાંસા દર્શનની છાયા સ્પષ્ટપણે જણાય છે. શ્રીમદે મોક્ષપદને નહીં સ્વીકારનાર દર્શનની પ્રચલિત દલીલ તે દર્શનનું નામ લીધા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org