________________
આનંદઘનજી અને યશવિજયજી
૨૩
૧. આનંદઘનજી અને યશોવિજયજી
* શ્રી આનંદઘનજી અને યશવિજયજી સમકાલીન હતા અને બંનેને પરમાર્થ સંબંધ ઘનિષ્ઠ હતે.
ઉપાધ્યાયજી” નામથી સુપ્રસિદ્ધ મહાપુરુષરતન આનંદઘન અને પરમ પ્રમાણભૂત ગણાતા અને
યશોવિજયજીને શ્રી આનંદઘનજી સ્નપરીક્ષક યશવિજય સાથે દર્શન-સમાગમ એ એમના
જીવનની એક ક્રાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતન સમાજ, એવી પરમ અવધૂત નિગ્રંથ જ્ઞાનદશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામી આનંદઘનજી જેવા સંત પુરુષને ઓળખી ન શક્યો, અને આ “લાલાનંદજીને યથેચ્છ લાભ ન ઉઠાવી શકો, ઘર આંગણે ઉગેલા ક૯૫વૃક્ષને ન આરાધી વાંચ્છિત ફલથી વંચિત રહ્યો. એ સમાજનું મહાદુર્ભાગ્ય અથવા કરાલ કલિકાલને-દુષમ કાળને મહા પ્રભાવ ! પણ તેવું તેવાને ખેંચે. Like attracts like, લેહચુંબક લેહને ખેંચે એ ન્યાયે શ્રી યશોવિજયજી આનંદઘનજીને તેમના યથાર્થ સ્વરૂપમાં ઓળખી શકયા-વર્તમાનમાં પરમ ચેગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજી ઓળખી–ઓળખાવી શક્યા છે તેમ. ખરેખર ! તે જ તેવાને ઓળખી શકે. સાચે ઝવેરી જ ઝવેરાત પારખી શકે. તેમ તે સમયે પણ શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રી આનંદઘનજી જેવા મહાપુરુષરત્નને યથાર્થ સ્વરૂપે ઓળખી શકયા. દર્શનથી