Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪
સાતસેાના વિવી’ગમાસ્તર બનવા છતાં તેમણે કદી પણ પાટલુન પહેતુ જ ન હતું. એકવાર કાઈ કારણસર મજુર મહાજન તરફથી મીલને ઝંપે સભા ભરાઈ હતી. પૂજ્ય ગાંધીજી અને અનસૂયા બહેન હાજર હતા. મીટીંગનુ` કાય શરૂ થતાં ગાંધીજીએ માસ્તરને ખેલાવવા જણાવ્યુ. કારીગર વર્ગ ખાલી ઉઠ્યા, ખાપુ! માસ્તર તે અમારી વચમાંજ બેઠેલા છે. ” સાબરમતિના એ સંત માસ્તરની આ સાદાઇ અને નીરભિમાનપણાને અને પેાતાના કામદારો પ્રત્યેની મમતાને જોઈ નવાઈ પામ્યા.
<<
રીટાયર્ડ થયા બાદ તેમણે પેાતાના સમગ્ર જીવનનું વહેણ પાર્થિવ પ્રવૃતિમાંથી ખસેડી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વાળ્યું. સરસપુરને તે વખતના જીને ઉપાશ્રય ઘણા અગવડ ભર્યા હતા. બારણાં એટલાં નીચાં હતાં કે સાધુ-સાધ્વીજીઓનાં માંથા અથડાય. છગનભાઈ એ નિર્ણય કર્યો કે સાધુ-સાધ્વીજીએને સારી રીતે રાખવાં હાય તેા ઉપાશ્રયના જીર્ણોદ્ધાર જરૂરી છે. પણ સંધ પાસે જરૂરી નાણાં નહતાં. બીજેથી મદદ મળે તેમ ન હતી, તેથીગચ્છાધિપતિ પૂજ્યશ્રી હાથીજી મહારાજ પાસે આશિર્વાદ માગી છĪદ્ધારનું શુભ કાર્ય પેાતાના ભાઈ હરગેાવનદાસ તથા મનસુખભાઈના સહકારથી સ્વખર્ચે શરૂ કર્યું. તે વખતે એમના એક જ્યોતિષી મિત્રે આગાહી કરી કે “ માસ્તર, દૂર રહીને કામ લેજો માથે ખારમા રાહુ ગાજે છે” તેથી દૂર રહીને ઉપાશ્રયના કાર્યની દેખરેખ રાખતા હતા. લલાટના લેખ મિથ્યા થતા નથી. તેમ કારણ ઉપસ્થિત થતાં તેમને ઉપાશ્રયમાં દાખલ થવું પડયું. સીડી ચઢતાં જ લાખ ડની મેાટી કાશ ઉપરથી સીધી તેમના માંથા ઉપર ઘા કરવા ધસી આવી. પણ જેતે ધર્મનુ શરણુ છે તેને મારનાર કેાઈ નથી એ ઉક્તિ પ્રમાણે સાધારણ ઈજા થઈ. તેમના રક્તથી ઉપાશ્રયની ધરતીને તૃપ્તિ મળી અને તે આ ભયંકર વિઘ્નમાંથી અચી ગયા એ દૈવી ચમત્કાર જ કહેવાય.
શાસનદેવની કૃપાથી ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ થયું, છગનભાઇ એક દિવસ પૂજ્યશ્રી હાથીજી મહારાજને સુખશાતા પુછવા છીપાપાળના ઉપાશ્રયે ગયા. પૂજ્યશ્રીએ ઉપાશ્રય અંગે પુછપરછ કરી. છગનભાઇએ શ્રી સધની આર્થીક સ્થિતિ અને કેવા સ જોગામાં ઉપાશ્રય બંધાયા તેની વીતકકથા કહી. પૂજ્યશ્રીએ જણાવ્યું કે ફીકર ન કરશો. શાસનદેવની કૃપાથી સૌ સારાં વાનાં થશે. ચાતુર્માંસ પૂરૂં થએ પૂજ્યશ્રી સરસપુરના ઉપાશ્રયે પધાર્યા અને થાડા દિવસ બાદ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, ઉછામણી સારી થઇ અને તેઓશ્રીના ધર્મોપદેશના પ્રતાપે સરસપુર શ્રી સંધની ઉન્નતિ ઉત્તરાત્તર થતી ગઈ છે.
શ્રી નન્દી સૂત્ર