Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી વીતરાગાય નમ: આ અનંતાનંત સંસારમાં જન્મ અને મરણ પ્રાણિમાત્રને વળગેલા છે. માનવીઓ આવે છે અને જાય છે. પણ અને સંસાર, અનંતકાળની સાથે પગરવ માંડતો એની અલૌકિક ગતિએ વહ્યો જાય છે. માનવી પણ એની સાથે
સ્મૃતિ-શેષ થતું જાય છે. માનવી આવ્ય-કેટલું ધન વધાર્યું–કેટલું માન વધાર્યું અને કેટલી નામના વધારી? તેની સાથે જગતને કાંઈ જ નિસ્બત નથી. અનંતાનંત આવ્યા અને અનંતાનંત કાળના ગર્ભમાં લુપ્ત થયા. પણ જેણે સ્વીકાજે, પરકાજે, સમાજકાજે, ધર્મકાજે અને દેશકાજે પિતાના જીવનને ચંદનની માફક ઘસીને અન્યને શાતા ઉપજાવી છે તેવા ભદ્ર પુરુષનું જીવન કાળની રેતી ઉપર પગલીઓ મુકતું જાય છે, જે ભવી છે માટે જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે પ્રેરણાનું ચિરંતન સ્થાન બની ચૂકે છે.
પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ સ્થાનકવાસી તથા સમગ્ર જૈન સંપ્રદાયના ભવી જીવોના હિતાર્થે વયેવૃદ્ધ ઉમ્મર છતાં અ. ભાટ - સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના સહકારથી જૈન આગમેના-શાસ્ત્રોદ્ધારનું કાર્ય કેટલાક વર્ષોથી કર્યું જાય છે. શાસ્ત્રોદ્ધારનું મોટા ભાગનું કાર્ય પૂર્ણતાની ટોચે પહોંચવા આવ્યું છે. છતાં હજી ઘણું કાર્ય બાકી છે. જે પૂજ્ય શ્રી હાલ સરસપુર (અમદાવાદ)ના ઉપાશ્રયે બીરાજી અથાગ કષ્ટ વેઠીને પણ શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે જે શાસનદેવની કૃપાથી પરીપૂર્ણ થશે, એવી આશા રાખીએ છીએ. પૂજ્યશ્રીએ જે શાની ટીકા રચી છે તે પૈકીનું શ્રી-નંદીસૂત્ર આપના હસ્તકમળમાં આજે આવી રહ્યું છે.
શ્રી–નંદીસૂત્ર સરસપુર સંઘના સદ્દગત્ સંઘપતિ શ્રી છગનલાલ શામળદાસ ભાવસાર (માસ્તર) ના સ્મરણાર્થે છપાવી તેમના કુટુંબીજનેએ શાસ્ત્રોદ્ધારના કાર્યને સફળ બનાવવાની દિશામાં સારો એવો ટેકો આપે છે. અને એ માટે શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિ તેઓને આભાર સાથે ધન્યવાદ આપે છે.
શ્રી છગનભાઈને જન્મ સને ૧૮૮૨ ની ૧૫ મી ડીસેમ્બરના રોજ કડી–ઉત્તરગુજરાત મુકામે થયો હતો. તેમના પિતાનું નામ શામળદાસ તથા માતાનું નામ અચલા બહેન હતું. આર્થિક પરીસ્થિતિ સાનુકુળ ન હોવાને કારણે શામળદાસે પિતાનું ભાગ્યનિર્માણ કરવા મૂળ વતન કડી છેડીને પોતાના ત્રણ પુત્રહરગોવનભાઈ, છગનભાઈ તથા મનસુખભાઈને સાથે લઈને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. તે વખતના સરસપુર શ્રી સંઘના આદ્ય સંઘપતિ શ્રી જીવાભાઈ ઘેલાભાઈ ભાવસારે સંપૂર્ણ સહકાર આપી તેમને સરસપુરમાં સ્થાયી બનાવ્યા.
શ્રી નન્દી સૂત્ર