Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે બધું ઉપયોગથી જ કરે છે. તેથી તે જ સઘળી પર્યાયમાં મુખ્ય છે. દ્રવ્યાર્થિ. કતા એટલે એક અખંડ દ્રવ્ય, દ્રવ્યર્થતામાં દ્રવ્યને આધારે રહેલ પ્રદેશ, ગુણ અને પર્યાય પર દૃષ્ટિ જતી નથી, પણ કેવળ એક દ્રવ્ય પર જ દષ્ટિ રહે છે. એ દૃષ્ટિનું નામ જ દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્યાર્થિક નય પિતાના વિષયને ગ્રહણ કરતી વખતે તેમાં રહેલા અન્ય ગુણોને લેપ કરતો નથી, પણ તેને ગૌણ ગણે છે અને પિતાના વિષયને મુખ્ય ગણે છે.
કોઈ એક કે અનેક ચીજો વિષે એક અથવા અનેક વ્યક્તિઓના વિચાર અનેક જાતના હોય છે. એટલે કે એક જ વસ્તુની બાબતમાં ભિન્ન ભિન્ન વિચારેની ગણતરી કરવામાં આવે તો તે અપરિચિત લાગશે, તેથી તે બાબતના દરેક વિચારને બોધ કર અશકય થઈ જાય છે. તેથી તેમનું અતિસંક્ષિપ્ત કે અતિવિસ્તૃત પ્રતિ પાદન કરવાનું છોડી દઈને મધ્યમમાર્ગથી પ્રતિપાદન કરવું એ નયવાદનું કામ છે. જૈન દર્શનમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા નયને ઉપદેશ અપાય છે. જે કે દ્રવ્યનો વિષય કરનાર દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયને વિષય કરનાર પર્યાયાર્થિક નય છે છતાં પણ ગુણોને વિષય કરનાર ગુણાથિક નયને નહીં માનવાનું કારણ એ છે કે પર્યાયાર્થિક નયમાં જ તેને સમાવેશ થઈ જાય છે, કારણકે ગુણ સહભ ૫ પાન છે. અહીં સૂત્રકારે આત્માને ક બતાવ્યો છે. અને કોઈ કઈ સ્થળે અનેક પગ બતાવ્યો છે, તે એ રીતે તે માન્યતાઓ એક બીજાની વિરોધી જણાય છે. આ પરિ સ્થિતિમાં એ પ્રશ્ન ઉદ્ભવી શકે કે તે માન્યતાઓ વચ્ચેની વિરૂદ્ધતા વ સ્તવિક છે કે અવાસ્તવિક છે ? તે યાદ એ દર્શાવે છે કે ઉપરથી દેખાતી તે વિરૂદ્ધતા વાસ્તવિક નથી, કારણકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મામાં એકત્વ છે અને પ્રદે. શાર્થતા-પર્યાયાકિનયની અપેક્ષાએ આત્મામાં અનેકત્વ છે. એ જ વિષય સંક્ષિપ્તમાં ટીકાકારે આ સૂત્ર દ્વારા સમજાવ્યું છે. | સૂ. ૨ |
“ ગયા” રૂરિ | ટીકાથ– “ વા આત્મા કરતાં ભિન્ન ઘટ પટ (ઘડે, પડદે) આદિ પદાર્થરૂપ અનાત્મદ્રવ્ય કયી દૃષ્ટિએ એકત્વ છે? જે અપેક્ષાએ તે અનાત્મદ્રવ્ય એક તે પરિણામિત્વરૂપ એક દ્રવ્યાર્થતા છે. પુદ્ગલ દ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, અને કાળ એ બધાં અનાત્મ-અછવદ્રવ્ય છે. તેમનામાં જે કે કોઈ દ્રવ્ય સંખ્યાત પ્રદેશ વાળું, કોઈ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશવાળું, અને કોઈ દ્ર અનંત પ્રદેશવાળું પણ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯