Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર
» રચના આસોવદ-૧, ગુરુવાર, સંવત ૧૯૫૨ શતાબ્દી આસોવદ-૧, સોમવાર, સંવત ૨૦૫૨
) ઉજવણી (( શ્રી પર્યુષણ મહાપર્વ ૨૦૫૨, સપ્ટેમ્બર ૧૯૯૬
એ દશાનિડકા મહોત્સવ ((e રવિવાર તા. ૮ સપ્ટેમ્બર
થી
મંગળવાર તા. ૧૭ સપ્ટેમ્બર
સને-૧૯૯૬
પ્રવક્તા
શ્રી વસંતભાઈ ખોખાણી
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર
રાજકોટ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી. આત્મસિતિ શાસ્ત્ર
પ્રકાશક :
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર
રાજકોટ.
ોન : (0281) 2449992
પ્રથમ આવૃત્તિ : કારતક સુદ પૂનમ, સંવત ૨૦૭૪, તા. ૪-૧૧-૨૦૧૭
પ્રત: : 1000
પડતર કિંમત : રુ 165
વેચાણ કિંમત : રુ 80
વિમોચન : શ્રી રાજયંતિ, ૧૫મો જન્મદિન,
કારતક સુદ પૂનમ, સંવત ૨૦૭૪, તા. ૪-૧૧-૨૦૧૭
મુદ્રક : કિતાબઘર ઑક્સેટ
શ્રોફ રોડ, રાજકોટ.
ફોન : (0281) 2446089
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના >
પરમકૃપાનિધાન શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર’ એટલે સકળ શાસ્ત્રોનો સાર, તત્ત્વજ્ઞાનનો નિચોડ અને વિતરાગનો અગોપ્ય મોક્ષમાર્ગ.
પરમકૃપાળુદેવના પરમસખા શ્રી સોભાગભાઈએ “છ પદના પત્રને કંઠસ્થ કરવો કઠિન હોવાથી તેના પદ્યરૂપની પ્રભુ પાસે માંગણી કરી અત્યંત કરુણાશીલ પ્રભુએ એ યાચનાના ફળસ્વરૂપ નડિયાદ નગરમાં માત્ર દોઢ કલાક જેટલા ટૂંકા સમયમાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય કર્યું. ભગીરથ રાજાએ જેમ સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ કરાવ્યું તેમ કૃપાળુ પ્રભુએ વિતરાગ પુરુષોના હૃદયમાં રહેલ માર્ગબોધરૂપી ગંગાનું પતિત જનોનાં ઉદ્ધાર માટે અવતરણ કરાવ્યું.
જે પવિત્ર ભૂમિ પર કૃપાળુદેવના પવિત્ર દેહના પરમાણુઓ છૂટા પડ્યા છે ત્યાંથી સંવત ૨૦૫ર (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શતાબ્દિ વર્ષ)ના પર્યુષણ પર્વમાં “શ્રી આત્મસિદ્ધિ દશાન્ડિકા મહોત્સવમાં દસ દિવસ સુધી આ ‘આત્મસિદ્ધિ' રૂપી સુરસરિતાનું આચમન આ. શ્રી વસંતભાઈ ખોખાણીએ ખૂબ જ રસપ્રદ, ભાવસભર અને પ્રભાવક શૈલીથી કરાવ્યું. આપશ્રીનો વચનામૃતજીનો અભ્યાસ ખૂબ જ ગહન અને વિસ્તૃત છે જેનો લાભ ભારત વર્ષના અને તેની બહાર વસવાટ કરતા હજારો મુમુક્ષુઓ લઈ ચૂક્યા છે.
નાદુરસ્ત તબિયત હોવા છતાં આપ નિત્ય પ્રતિ રાજકોટના મુમુક્ષુઓને સ્વાધ્યાય વર્તુળમાં આપના ગહન અભ્યાસ અને વિશાળ જ્ઞાનનો લાભ આપો છો, જે આપની પરમકૃપાળુદેવના વચનો પ્રત્યેની નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને પ્રેમ જ સૂચવે છે.
પરમ ઉપકારી રાજપ્રભુના ૧૫૦માં જન્મજયંતિ વર્ષને અત્યંત ઉત્સાહથી અને ભાવપૂર્વક ઉજવવા માટે વિવિધ સંસ્થાઓએ યથાશક્તિ પ્રયાસ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળે કરેલા આવા જ અનેક પ્રયાસોમાંનો એક વિશિષ્ટ પ્રયાસ એટલે આ. શ્રી વસંતભાઈના ભિન્ન-ભિન્ન અવસરે અપાયેલા સ્વાધ્યાયની અમૂલ્ય રચનાઓના પુસ્તકરૂપી ચાર પુષ્પથી બનેલા પુષ્પગુચ્છને પ્રભુચરણે અર્પણ કરવાનો છે. જેનું પ્રથમ પુષ્પ એટલે ‘અપૂર્વ અવસર', બીજુ પુષ્પ “શુદ્ધ સમક્તિનું સરનામું – આત્માના છ પદ અને ત્રીજુ પુષ્પ એટલે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર.”
શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પરમ પાવન ૧૫૦માં જન્મદિને, જે દિવસે પ્રભુ આ અવનીમાં અવતર્યા તે જ દિવસે એટલે કે કારતક સુદ પૂર્ણિમાના દિવસે જ તેમની આ અમૂલ્ય અને ચમત્કારી કૃતિ પરના પુસ્તકનું વિમોચન કરતા અમે અત્યંત ગૌરવ તથા હર્ષની લાગણી અનુભવીએ છીએ.
[3]
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના પ્રકાશનમાં ઉદાર હાથે મુખ્યત્વે આર્થિક સહયોગ કરનાર આ ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી મુરબ્બી શ્રી દલીચંદભાઈ (બાબુકાકા) દામાણીના સુપુત્રી શ્રી જયેન્દ્રભાઈ, શ્રી નિરંજનભાઈ તથા શ્રી શરદભાઈ દામાણી તેમ જ તેઓશ્રીના સમસ્ત પરિવાર પ્રત્યે હાર્દિક અનુમોદન સાથે ટ્રસ્ટીમંડળ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
સર્વ પ્રથમ તો આ પ્રવચનોને કેસેટમાંથી પુસ્તકમાં રૂપાંતરણ હેતુ તેને વારંવાર ઉપયોગપૂર્વક સાંભળીને તેનું અક્ષરશઃ શબ્દોમાં આલેખન હેતુ પ્રણિધાનપૂર્વકનો ભાવ પરિશ્રમ કરનાર મુંબઈના સત્સંગી મુમુક્ષુ બહેન શ્રી જીતુબહેન પ્રત્યે અત્યંત માન અને આદરની લાગણી સાથે તેમનો અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર સાથે આભાર વ્યક્ત કરીએ છીએ.
શ્રેણીના પ્રકાશનમાં વિવિધ સ્તરે પોતાની અમુલ્ય સેવા આપનાર મુમુક્ષુ ભાઈ શ્રી જગદીશભાઈ મહેતા, શ્રી અનિલભાઈ વોરા, શ્રી કે.પી. મિયાત્રાભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. સમયબદ્ધ તેમ જ સુંદર છપાઈ કામગીરી બદલ કિતાબઘર પ્રિન્ટરીને પણ ધન્યવાદ.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ, રાજકોટનો આ નમ્ર પ્રયાસ સર્વે મુમુક્ષુઓના આત્મકલ્યાણનું કારણ બને એ જ મંગલભાવના સહ.
સત્યરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો;
કૃપાળુદેવનું બોધબળ મુમુક્ષુઓનું કલ્યાણ કરો. રાજકોટ
- લી. વિનીત ટ્રસ્ટીમંડળ શ્રી રાજજયંતિ, ૧૫૦મો જન્મદિન
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ કાર્તિક પૂર્ણિમા-૨૦૭૪
[4]
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર આત્મમુક્તિ સ્તોત્ર
વિનય પાઠ આજ્ઞા પાઠ
વર્તમાનમાં કાળદોષના કારણે સધર્મની વિશેષ હાનિ થવાથી પરમાર્થ પ્રાપ્તિનો જોગ દુર્લભ થતા પ્રયોજનભૂત એવા “અંતમાંર્ગ”નું જ્ઞાન વિચ્છેદ થવાથી સનાતન અને શાશ્વત એવા મોક્ષમાર્ગનો બહુ પ્રકારે લોપ થયેલ છે. જિનના મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ
દૂર છે.
આવા વિષમકાળમાં શ્રી જિનેશ્વરદેવના મૂળમાર્ગના પ્રકાશક પરમકૃપાળુ સદ્દગુરૂદેવ શ્રીમદ્ રાજચંદ્રજી એ, આત્માની પ્રતીતિ અને સિદ્ધિરૂપ, આત્માના છપદની સંક્ષેપ છતાં અગોપ્ય પ્રરૂપણા દ્વારા દર્શનના સારરૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના કરેલ છે.
પરમપદના પંથ સમી આ આત્મસિદ્ધિમાં કોઈપણ પંથ, ગચ્છ કે મતસંપ્રદાયના દાર્શનિક કે વ્યવહારિક ભેદથી પર કેવળ આત્માની મુક્તિ હેતુ શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ, આરાધના તથા તેની સિદ્ધિનો મૂળ માર્ગ અચૂક ઉપાય સાથે એક પણે અને અવિરુદ્ધ રૂપમાં આલોકિત થયેલ છે.
| હે ! પરમકૃપાળુદેવ, જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષોનો મૂળમાર્ગ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના રૂપમાં આપ શ્રીમદ્ અનંતકૃપા કરી અમોને આપ્યો છે; તથાપિ પરમાર્થ માર્ગનું પરમ રહસ્ય છે કે પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દઢ નિશ્ચય વર્તે છે તેને જ સત્પષનો આત્મબોધ સમ્યક્ પરિણામી થાય છે.
આથી તે આત્મબોધ અમોને સમ્યક્ પરિણામી થાય તે હેતુથી આપના પરમ ઉપકારનું સ્મરણ કરી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં અત્યંત ભક્તિથી નમસ્કાર કરી આપની આજ્ઞામાં રહેવાનો શુદ્ધ ભાવ દઢ કરી આ આત્મસિદ્ધિ શાસ્ત્ર અર્થાત્ આત્મમુક્તિ સ્તોત્રના મંગલપાઠ માટે, અમો આપની આજ્ઞા આદેશ અને અનુગ્રહની યાચના કરીએ છીએ. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
ૐ શાંતિઃ
[5].
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્રની સ્તુતિ
પતિત જન પાવની, સુર સરિતા સમી,
અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ,
જોગીએ,
જન્માંતરો, જાણતા આત્મ અનુભવ વડે આજ દીધી,
ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી,
જન્મ
ચારૂતર ભૂમિના, નગ૨ નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી,
યાદ નદીની ધરે, નામ નડીયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના,
૫૨મકૃપાળુની
ચરણજ
સંતની, ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં,
સમીપ રહી એક અંબાલાલે તહીં,
ભક્તિ કરી દીપ હાથે ધરીને
એકી કલમે
કરી પૂરી કૃપાળુએ, આસો વદ એકમે સિદ્ધિજીને’.
– પૂ. શ્રી બ્રહ્મચારીજી
[6]
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે ગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦
[7]
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુયોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે હૈં નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪
રીકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાર્ય બમણો થાય. ૧૬ સ્વચ્છંદ મત આગ્રહ ત, વર્તે સરુ લક્ષ સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વિતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહાર્મોહનીય કર્મથી, બુડે ભવજળ માંહી. ૨૧ હોય મુમુક્ષુ વ તે, સમજે એહ વિચાર હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધા૨, ૨૨
[8]
Page #9
--------------------------------------------------------------------------
________________
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
મતાથ લક્ષણ
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદલ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન-અધિકારીમાં જ. ૩૧
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨
લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
[9]
Page #10
--------------------------------------------------------------------------
________________
આત્માથી લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨
ષપદનામકથન
આત્મા છે', ‘તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ'; છે ભોક્તા', વળી “મોક્ષ છે', મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ ષટ્રસ્થાનક સંક્ષેપમાં, ષટ્રદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
[10]
Page #11
--------------------------------------------------------------------------
________________
(૧) શંકા-શિષ્ય ઉવાચ
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪પ
અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંત૨ શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮
(૧) સમાધાન-સદ્ગુરુ ઉવાચ
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ-નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪
૪૯
૫૦
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? ૫૫ [ 11 ]
Page #12
--------------------------------------------------------------------------
________________
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૬
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮
(૨) શંકા-શિષ્ય ઉવાચ
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહ યોગથી ઊપજે, દેહ વિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે-ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
(૨) સમાધાન-સદ્ગુરુ ઉવાચ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬ ૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬ ૫
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
[12]
Page #13
--------------------------------------------------------------------------
________________
ક્રોધાદિ તરતમ્યતા, સાદિકની માંય; પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. ૬૮
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦
(૩) શંકા-શિષ્ય ઉવાચ
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કત્ત કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું કાં નહિ, કાં નહિ જાય. ૭૩
(૩) સમાધાન-સદ્ગુરુ ઉવાચ હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭
[13]
Page #14
--------------------------------------------------------------------------
________________
ચેતન જો નિજભાનમાં, કર્યાં આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.
(૪) શંકા-શિષ્ય ઉવાચ
७८
૭૯
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ફળદાતા ઈશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ८० ઈશ્વ૨ સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧
(૪) સમાધાન-સદ્ગુરુ ઉવાચ
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝે૨ સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂ૨; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
(૫) શંકા-શિષ્ય ઉવાચ
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭
[14]
Page #15
--------------------------------------------------------------------------
________________
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન ક્યાંય. ૮૮
(૫) સમાધાન-સદ્ગુરુ ઉવાચ
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧
(૬) શંકા-શિષ્ય ઉવાચ
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કમોં કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો ક્યો, બને ન એહ વિવેક, ૯૩
કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
(૬) સમાધાન-સદ્ગુરુ ઉવાચ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭
[15]
Page #16
--------------------------------------------------------------------------
________________
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ: અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ, ૯૮
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કા૨ણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
૯૯
રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ ૧૦૦
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત. ૧૦૧
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪
છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
ટ્યસ્પદનાં પદ્મશ્ન હૈં, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર ૧૦૬
જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાથે તે મુક્તિલો, એમાં ભેદ ન કોય. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતર શોધ. ૧૦૯
[16]
Page #17
--------------------------------------------------------------------------
________________
મત દર્શન આગ્રહ તજી, વર્તે ગુરુલક્ષ; લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમક્તિ. ૧૧૧
વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કત તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય. ૧૧૮ શિષ્યબોધબીજ પ્રાપ્તિકથન સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કત્તભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧
[17]
Page #18
--------------------------------------------------------------------------
________________
અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કત્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ.
મોક્ષ કહ્યો નિજહતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિથ. ૧૨૩
૧૨૨
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરૂણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહીં આવે ! ઉપકાર. ૧૨૪
શું પ્રભુચરણ કને ધરું આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન.
૧૨૫
આ દેહાદ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬
પટ્ટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭
ઉપસંહાર
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.
દર્શન પટે સમાય છે, આ પટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મિિત સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આશાસમ પથ્ય નહિ, ઔષધવિચાર ધ્યાન. ૧૨૯ જો ઇચ્છો પરમાર્થ તો, કો સત્ય પુરુષાર્થ; ભસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
[18]
Page #19
--------------------------------------------------------------------------
________________
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સશ્રુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯
સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાશાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ.
[19]
Page #20
--------------------------------------------------------------------------
________________
સહજાત્મસ્વરૂપ પરમગુરુ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર મંગલ આરતી
ૐ જય આત્મસિદ્ધિ પ્રભુ ૐ જય આત્મસિદ્ધિ મંગલમય હિતકારી સહુને સુખકારી
ષટ્પદ ષસ્થાનક સમાયા ષટ્કર્શન પણ તેહ
સમજાવ્યા સંક્ષેપમાં ભાખ્યા જિનવર જેમ
સ્થાનક પહેલે ભાખ્યો આત્મા શુદ્ધ ચેતનાવંત
સ્વ-૫૨ પ્રકાશક ગુણથી સ્થાપ્યો શ્રી ભગવંત સ્થાનક બીજે ભાખ્યો આતમા અસંયોગી નિત્ય સદાય નાશ ન કોઈ કાળે અવિનાશી સત્ રૂપ
સ્થાનક ત્રીજે ભાખ્યો આતમા કર્મનો કર્તારૂપ દ્રવ્યકર્મનો વિભાવે પ્રેરક અનુભવરૂપ સ્થાનક ચોથે ભાખ્યો આતમા કર્મનો ભોક્તારૂપ કર્મ સ્વભાવે પરિણમે ઉદય શુભાશુભરૂપ સ્થાનક પાંચમે ભાખ્યો આતમા શાશ્વત મોક્ષ સ્વરૂપ કર્મ શુભાશુભ છેદતા પ્રગટે શુદ્ધ સ્વરૂપ સ્થાનક છઅે ભાખ્યો આત્મા અપ્રમત્ત સાધકરૂપ રત્નત્રય સુધર્મે થાયે સિદ્ધસ્વરૂપ
શુદ્ધ સનાતન મોક્ષમાર્ગ આ ભાખ્યો શ્રીગુરૂ ‘રાજ’ આસોવદ એકમ દિને ભવ્યજનો હિતકાજ
[ 20 ]
...ૐ જય
...ૐ જય-૧
...ૐ જય-૨
...ૐ જય-૩
... જ્ય-૪
...ૐ જય-૫
... જ્ય-૬
...ૐ જય-૭
...ૐ જય-૮
Page #21
--------------------------------------------------------------------------
________________
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી, અંતર્યામી ભગવાન, ઈચ્છામિ, ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ પરમજ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી, અંતર્યામી ભગવાન, ઇચ્છામિ, ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મયૂએણ વંદામિ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી, અંતર્યામી ભગવાન, ઇચ્છામિ, ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મયૂએણ વંદામિ 3ૐ નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણં શરણં શરણં, ત્રિકાલશરણે, ભવોભવશરણે, સદ્ગુરુશરણં, સદાસર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો, સમયાત્મક વંદન હો; 3ૐ નમોડસ્તુ જયગુરુદેવ શાંતિ, પરમ તારું, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિસુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણો મા હણો’ શબ્દના કરનાર, આપકે ચરણ કમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે. સંસ્થાપિત રહે. સપુરુષોંકા સતસ્વરૂપ મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટંકોત્કીર્ણવત્
સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપમુ, યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદુગર નિત્યમહં નમામિ.
[21]
Page #22
--------------------------------------------------------------------------
________________
ક્રમની કેડીએ
પ્રવચન ૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ગ્રંથ ગૌરવ
પ્રવચન ૨ મંગલ ઉપક્રમ અભિધેય હેતુ ગાથા ૧-૮] • પ્રવચન ૩ શ્રી સદ્ગુરુ માહાભ્ય (ગાથા ૯-૧૬]
પ્રવચન ૪ શ્રી સદગુરુ માહાભ્ય (ગાથા ૧૭-૨૩] પ્રવચન ૫ મતાર્થી લક્ષણો (ગાથા ૨૪-૩૩] પ્રવચન ૬ આત્માર્થી લક્ષણો (ગાથા ૩૪-૪૨]
પ્રવચન ૭ ષટ પદ નામ કથન : પ્રથમ પદ-આશંકા [ગાથા ૪૩-૪૮]
- પ્રવચન ૮ પ્રથમ પદ-સમાધાન [ગાથા ૪૯-૫૮] • પ્રવચન ૯ બીજું પદ-આશંકા-સમાધાન (ગાથા પ૯-૭0
પ્રવચન ૧૦ ત્રીજું પદ-આશંકા-સમાધાન (ગાથા ૭૧-૭૮] પ્રવચન ૧૧ ચોથું પદ-આશંકા-સમાધાન (ગાથા ૭૯-૮૬] પ્રવચન ૧૨ પાંચમું પદ-આશંકા-સમાધાન,
છ પદ આશંકા [ગાથા ૮૭-૯૬] પ્રવચન ૧૩ છઠ્ઠ પદ-સમાધાન મોક્ષના ઉપાય (ગાથા ૯૭-૧૦૩]. પ્રવચન ૧૪ છઠ્ઠ પદ-સમાધાન-મોક્ષહેતું સુધર્મ (ગાથા ૧૦૪-૧૧૧] પ્રવચન ૧૫ મોક્ષમાર્ગ ધર્મનો મર્મ (ગાથા ૧૧૨-૧૧૮] પ્રવચન ૧૬ બોધબીજ પ્રાપ્તિ-પ્રણિપાત સ્તુતિ [ગાથા ૧૧૯-૧૨૭] પ્રવચન ૧૭ ઉપસંહાર : વિવેકસૂત્રો (ગાથા ૧૨૮-૧૩૪] પ્રવચન ૧૮ ઉપસંહાર વિવેકસૂત્રો તથા હેતુપૂર્તિ વિશેષ (ગાથા ૧૩૫-૧૪૨+૨]
[22]
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ગ્રંથ ગૌરવ
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવ, ૧૦૦ વર્ષ પૂર્વે સંવત ૧૯૫૨ના પર્યુષણ નિમિત્તે, રાળજ, કાવિઠા, વડવા, ખંભાત આદિ ક્ષેત્રોમાં વિચરતા હતા.
તે સમયે પૂ. સોભાગ્યભાઈ, સાયલાના મહામુમુક્ષ, પરમકૃપાળુદેવના પરમસખા, તેમણે કૃપાળુદેવને એક પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું કે, પ્રભુ ! છ પદના પત્રની વાંચના તો ચાલે છે, પણ મારા જેવા અભણ અને વૃદ્ધથી આ પત્ર યાદ રહેતો નથી અને આપની જીભ ઉપર તો સાક્ષાત્ સરસ્વતી બીરાજમાન છે, તો અમને આ પત્ર કાવ્ય અથવા પદના રૂપમાં આપો કે જેથી કરીને અમે ખાટલામાં પડ્યા-પડ્યા પણ આત્માનું રટણ કરી શકીએ.”
પરમકૃપાળુદેવે સંવત ૧૯૫૦ની સાલમાં મુંબઈથી આ છ પદનો પત્ર” પૂ. મુનિશ્રીને લખેલો. કારણ કે મુનિશ્રીની માંગણી હતી કે, ‘દશ મહિના થયા તાવ રહે છે. હવે આ દેહ ટકી શકે એવું જણાતું નથી અને સમક્તિ પ્રાપ્ત કર્યા વગર જો દેહ છૂટી જશે તો હે પ્રભુ ! અનંતકાળમાં આવો જોગ થવો વિકટ છે. માટે અમને આત્માની ઓળખ થાય, પ્રતીતિ થાય, સમક્તિ પ્રાપ્તિ થાય, એવું કંઈક સાધન લઈને જઈએ એવી કૃપા કરો.”
મુંબઈથી પરમકૃપાળુદેવે ‘આ છ પદનો પત્ર’ મુનિશ્રીને લખ્યો અને એકાદ વર્ષ પછી એ છે પદના પત્રની એક નકલ સોભાગ્યભાઈ પાસે ગઈ. એના સંદર્ભની અંદર સોભાગ્યભાઈએ આ વાત મૂકી.
પરમકૃપાળુદેવ સંવત ૧૯૫૨માં ફરતાં-ફરતાં આણંદ આવે છે. આણંદમાં આસો સુદ એકમના દિવસે ‘મૂળ-મારગ સાંભળો જિનનો રે” એની રચના કરે છે. અદ્ભુત પદ છે. જિનેશ્વર પ્રણિત શાશ્વત માર્ગ શું છે ? સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યકુચારિત્રનું સ્વરૂપ શું છે ? એ પદ ટુંકાણમાં – અગિયાર ગાથાઓમાં એમણે લખ્યું છે. મનમાં વિચારણા ચાલે છે. આણંદથી ફરતાં-ફરતાં પ્રભુ નડિયાદ પધાર્યા અને નડિયાદમાં આ સોભાગભાઈનો સાયલાથી લખેલ વિનંતી પત્ર એમને મળ્યો અને એ પત્ર વિચારણામાં છે. સાંજના સમયે ફરવા નીકળે છે. મહામુમુક્ષુ અંબાલાલભાઈ સાથે છે. સૂર્યાસ્તનો સમય છે. તળાવની કાંઠે ફરતાં-ફરતાં કુંભનાથ-મહાદેવના મંદિરે આવે છે. ત્યાંની એક નિર્જન ઓરડી ત્યાં બેસે છે, અને અંતઃકરણની અંદર એકદમ જ્ઞાન-સૂર્ય પ્રકાશીત થાય છે. અંબાલાલભાઈને ફાનસ લઈ આવવાનું ફરમાન કરે છે અને પરમકૃપાળુદેવના આજ્ઞાંકિત અનુચર અંબાલાલભાઈ તરતજ ફાનસ તૈયાર કરીને ઊભા રહ્યા અને એ રૂમની અંદરજ લાથી બે કલાકમાં, સંવત ૧૯૫૨, આસો વદ એકમના દિવસે પરમકૃપાળુદેવે એકી બેઠકે, આ “આત્મસિદ્ધિની ૧૪૨-ગાથા અને હેતુપૂર્તિની ૨ ગાથા સહિત ૧૪૪ ગાથાનું સર્જન કરી નાખ્યું.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 23 GિE
Page #24
--------------------------------------------------------------------------
________________
આપણે તો ૧ા કલાકમાં એની નકલ પણ નથી કરી શકતા ત્યારે એમણે તો તત્ત્વનો આવો મૂળભૂત ગ્રંથ ૧ા કલાકમાં લખી નાખ્યો અને અંબાલાલને કહ્યું, આની ચાર નકલ કરો અને હમણાં જણાવ્યું તેમ સોભાગભાઈ, પૂ. મુનિશ્રી, ઘેલાભાઈ અને અંબાલાલભાઈને આપવાનું કહ્યું. આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ અવગાહના કરવા માટે મોકલ્યું અને આ કાળની અંદર એક અદ્ભુત ઘટના, જેને કહીએ આશ્ચર્યનું આશ્ચર્ય બન્યું. તે એ કે એક પુરુષે જન્મથી એવા પ્રકારની ઇચ્છા કરી હતી કે મહાવીરના સત્ય માર્ગનો મારે ઉદ્ધાર કરવો છે. પણ સાથે-સાથે એવી ભાવના કે, મહાવીરના વિતરાગ માર્ગનો ઉદ્ધાર ક૨વા માટે મને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવવો જોઈએ. અને એ ઉદય આવે તો આ સત્યધર્મને ફરીથી સ્થાપિત કરું. કાળ બળને કા૨ણે છિન્ન-વિચ્છિન્ન અને ખંડ-ખંડિત થયેલા જિનેશ્વરના માર્ગનો હું ઉદ્ધાર કરું અને અખંડ અને સનાતન માર્ગની ફરીથી સ્થાપના કરું. એ માટે જે અધિકાર પ્રાપ્ત થવો જોઈએ – તે કર્મનું બાહુલ્ય એટલું બધું છે કે એ અધિકાર પ્રાપ્ત થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય કે ન પણ થાય. કાળ સામે નજર નાખતાં, અંદરથી ભાસ થાય છે એટલે એમણે ૭૦૮નાં પત્રમાં લખ્યું’કે નજ૨ નાખતાં આવો કોઈ પુરુષ બીજો દેખાતો નથી અને ફરીફરીને એ ઉપયોગ પોતાના ઉપર જ આવે છે.’ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ વખતે જે અશુભ ભસ્મગ્રહનું ધર્મ ઉપર આવરણ આવી ગયું હતું, ૨૫૦૦ વર્ષ માટે, તેમાંથી આ માર્ગને પૂર્ણ પ્રકાશિત કરવા માટે ફરી પોતા ઉ૫૨ જ નજર પડે છે.
સર્વસંગ પરિત્યાગ તો ઉદયમાં નથી, પણ દશાનું એટલું બધું ઉચ્ચપણું છે, દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્વળ અનુભવ છે.’ અને આ દશામાંથી આ જ્ઞાનનો સૂર્ય પ્રગટે છે. એ જ માધ્યમ એમણે મુમુક્ષુઓ સાથેનું રાખ્યું છે. “પત્રવ્યવહાર.” એ પત્રવ્યવહારનું માધ્યમ આ પુરુષે પકડી લીધું અને તમામ મુમુક્ષુઓના પ્રતિનિધિ એવા સોભાગભાઈએ, સત્યધર્મનો ઉદ્ધાર કરવા માટે, આ વાત ભગવાન પાસે મૂકી દીધી. હવે તો, તે પરબ્રહ્મ કેવળ નિર્વિકાર છતાં પ્રેમમય પરાભક્તિને વશ છે.’ એ પરબ્રહ્મ ગમે તેવા વીતરાગ હોય પણ કરુણાના સાગર છે. આ જ્ઞાની પુરુષોની કરુણા છે. જગતના જીવો આત્મઅવસ્થાને પામે, સમાધિને પામે, અનઅવકાશે આખો લોક આત્મસ્વરૂપને પામે એવો સનાતન સંપ્રદાય જ્ઞાનીઓનો છે. ઋષભદેવથી માંડીને વધર્માંન સુધીના બધાજ તીર્થંકરોએ આવી કરુણાથી સભર પોતાનું જીવન વિતાવ્યું છે અને મહાત્માનો દેહ બે કારણથી વિદ્યમાન હોય છે. પૂર્વે નિબંધન કરેલાં પોતાનાં કર્મો ખપાવવા માટે અને જગતના જીવોના ઉદ્ધાર માટે. પોતે તો પોતાના કર્મો ખપાવવાનો પ્રચંડ પુરુષાર્થ શરૂ કરી દીધો છે. કેવળ આત્માકારતા થઈ ગઈ છે. દશા તો એવી છે કે દેહનું પણ ભાન રહેતું નથી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આવી દશા ઉપલબ્ધ કરી છે. ઉદયનાં કારણે બાહ્ય કર્મો થયાં કરે છે. લઈએ છીએ, દઈએ છીએ. આત્મા એમાં ક્યાંય લેપાતો નથી. આત્મસમાધિનું અખંડપણું એથી બાધા પામતું નથી.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્મસ્વરૂપની પૂર્ણ પ્રતીતિ વર્તતી હોવાનાં કારણે છે. આવો અદ્ભુત યોગ દેહ ધારણ કરવાનું પહેલું કારણ તો પૂરું થવા આવ્યું છે પૂર્વ કર્મો ખપાવવા). તેમાં પુરુષાર્થ ચાલુ જ છે અને હવે બીજું કામ – જગતના જીવોનું કલ્યાણ કરવાનું છે અને જીવોનું કલ્યાણ શાથી થાય ? સર્વજ્ઞના માર્ગને પ્રકાશિત ક૨વાથી, તીર્થંકરનો જે માર્ગ, સર્વજ્ઞ ૫રમાત્માનો માર્ગ, જે
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 24 ITE
Page #25
--------------------------------------------------------------------------
________________
માર્ગ પૂર્ણ વિતરાગે પ્રરૂપિત કરેલો છે. જે મૂળમાર્ગ જિનેશ્વર પરમાત્માએ બતાવ્યો છે, જેણે પોતાના બધાંજ કર્મોને નામશેષ કર્યાં છે, અનંત ચતુષ્ટય જેમણે જાગૃત કર્યું છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનાં જે ધારક છે, એક પણ ઘાતી કર્મ જેનું હવે વિદ્યમાન નથી, દેહ છતાં જેની દશા દેહાતીત છે. આવા પુરુષોનો પ્રરૂપીત કરેલો માર્ગ – કારણ કે જે સાક્ષાત્ શુદ્ધ ચેતનાને પામ્યા છે એવાં પરમ શુદ્ધ-બોધસ્વરૂપી પુરુષ જે માર્ગ પ્રરૂપીત કર્યો છે, એ માર્ગ સનાતન છે, એ માર્ગ શાશ્વત છે, એ જ જગતના જીવોનું કલ્યાણ કરી શકે.
પૂર્ણ પુરુષના પૂર્ણ ઉર્બોધનથી થયેલો માર્ગ એ જ જગતનાં જીવીનો આધાર છે. આમાં અધુરપ ચાલી શકે નહીં. આમાં ઉણપ ચાલી શકે નહીં. શુદ્ધતાની જ્યાં વાત હોય ત્યાં મલિનતાનો એક અંશ પણ ચાલે નહીં. કૃપાળુદેવ એ તીર્થંકર કોટીના પુરુષ હતા. તેમને તીર્થંકર સાથેનું સાનિધ્ય હતું. તેમણે કહ્યું, તીર્થંકર થાવાની ઇચ્છા નથી. પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવાની ઇચ્છા છે. અને એવું સામર્થ્ય અમે ધરાવીએ છીએ.' આ કોઈ અભિમાનથી કહ્યું નથી. એમણે લખ્યું, 'અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ. પન્ન એ પરમાત્માપણાના અભિમાનથી કહેતા નથી. પણ જગતના જીવો જેઓ અનંત જન્મ-મરણના અનંત ભવચક્રમાં દુઃખી થઈ રહ્યા છે, પીડાય છે, રીબાય છે, અથડાય છે, કુટાય છે, રઝળે છે, કારણ કે તેઓને માર્ગ નથી મળ્યો. તે સૌને પુરુષાર્થ કરવાની, સૌને મુક્તિ પ્રાપ્ત કરવાની, ઇચ્છા છે. તે અનંત સુખને, પરમસુખને પ્રાપ્ત કરવાની ઝંખના છે, પણ તે જીવોને ક્યાંય સુઝ પડતી નથી. કોઈ માર્ગ બતાવનાર નથી અને એ કારણથી રખડે છે એવા જગતના જીવોનો દુ:ખી ચિતાર આ પુરુષથી જોઈ શકાતો નથી. તેથી કરુણાના ઉભરા આવે છે. એટલે લખ્યું છે કે કરુણાદ્ર ચિત્તે અમે આ હ્રદયચિતાર પ્રદર્શીત કર્યો છે.
જિનેશ્વરના માર્ગને અમે અહીંયા કહ્યો છે. આવો જિનેશ્વર પરમાત્માનો, સર્વજ્ઞનો, તીર્થંકરનો માર્ગ, સનાતન અને શાશ્વત માર્ગ ‘આત્મસિદ્ધિમાં કહ્યો છે. જો એનું માહાત્મ્ય વિચારીએ તો આ કાળની અંદર એવું એક અદ્ભુત આશ્ચર્ય થઈ ગયું છે, કે આનો કોઈ પાર આવે એમ નથી. આપણને આવો યોગ થવો એ મહદ્ પુણ્યનું કારણ છે. એક મહ્દ ભાગ્ય છે જીવનની અંદર. આવા કળિકાળમાં, દુઃષમકાળમાં, આવા પડતાં કાળમાં, હળાહળ કળિયુગ, કુંડાવસર્પિણી કાળમાં આવો યોગ આપણને થવો દુર્લભ છે. ભગવાન લખે છે અનેક યુગો પછી આવો દુષમ-કાળ આવે અને એ દુષમ-કાળમાં આવા કોઈ પુરુષનો પ્રાર્દુભાવ થવો એ મહત્ભાગ્ય છે. એટલે લખે છે કે ચતુર્થ કાળમાં પણ ન બની શકે એવો યોગ આ કાળમાં થયો છે.' માહાત્મ્ય સમજાવું જોઈએ. શુદ્ધ વીતરાગનો માર્ગ. ઊંચામાં ઊંચું તત્ત્વજ્ઞાન, સાદ્યમાં સાદા શબ્દોમાં, સુગમમાં સુગમ શૈલીથી સમજાવનારા પુરુષ આપણને મળ્યા છે.
આત્મસિદ્ધિના આ ત્રણ લક્ષણ છે :
૨.
૧. ઊંચામાં ઊંચું તત્ત્વજ્ઞાન, શુદ્ધ, પરમશુદ્ઘ તત્ત્વજ્ઞાન, તત્ત્વનો પરિચય. તત્ત્વનો બોધ સંપૂર્ણ તત્ત્વ. સાદામાં સાદા શબ્દો – કે જે શબ્દો સમજવા માટે કોઈ પંડિતોની કે ડિક્શનરીની આવશ્યકતા નથી. આ શબ્દો આપણા રોજ-બરોજની ભાષાના છે. જો વિશુદ્ધ અંતઃકરણ હોય, નિર્મળ ચિત્ત હોય તો આપણે એ શબ્દોના ભાવ પકડી શકીએ.
શ્રી. આત્મસિદ્ધિ શાસ્ત્ર જ 25
Page #26
--------------------------------------------------------------------------
________________
૩ અને સુગમમાં સુગમ શૈલી – એટલે કે પ્રશ્નોત્તરની શૈલી. જિજ્ઞાસુને સમાધાન આપવાની શૈલી. એક
તત્ત્વજ્ઞાન જો તત્ત્વનારૂપે પિરસ્યા જ કરશું તો એ શુષ્ક બની જાશે કારણ કે નય, પ્રમાણ, તર્ક, ન્યાયના આધાર ઉપર તો આવા શાસ્ત્ર ગ્રંથો ઘણાં લખાઈ ગયા. ઉચ્ચ તત્ત્વજ્ઞાન છે. પણ સૌને એ સુગમ નથી. કારણ કે અનેક નય, પ્રમાણ, જુદાંજુદાં તર્કથી વાત એવી થઈ જાય કે સમજનાર વ પોતાની સાદી સમજથી સમજવા માંગે તો શાસ્ત્રનો પાર પામી શકે નહીં ત્યારે અહીંયા તો જિજ્ઞાસુ એવો શિષ્ય ગુરુને પ્રશ્ન કરે અને તે પ્રશ્નના જવાબ રૂપે, શંકાના સમાધાન રૂપે, એણે જે શંકા કરી છે એનું જ સમાધાન. આખું આત્માનું તત્ત્વજ્ઞાન, તત્ત્વબોધ, આ જગતની અંદર પૂર્ણ આત્મતત્ત્વ જેને કહીએ - આથી જગતમાં બીજું કોઈ શ્રેષ્ઠ તત્ત્વ નથી. એ તત્ત્વ - એ છ દ્રવ્યમાનું એક ચૈતન્ય દ્રવ્ય – તેની સ્થાપના – પ્રરૂપણા ભગવાને સરળભાષામાં કરી છે.
શિષ્ય પ્રશ્ન પૂછે છે કે, ભગવાન ! આ દેખાતો નથી, આને રૂપ નથી, રંગ નથી, વગેરે વગેરે...’ એ શિષ્યએ જે પ્રશ્નો કર્યા છે એનું જ સમાધાન સુગમ શૈલી આને કહેવાય. શંકાજન્ય સમાધાન. શંકા કરી, પ્રશ્ન કર્યો અને તરત જ પ્રતિ-ઉત્તર આપ્યો. એટલે સમાધાન કરીને જે જિજ્ઞાસુપણું છે એને જ શાંત કર્યું, અને માર્ગ આપ્યો.
આવી આત્મસિદ્ધિ આપણે રોજ - એની ૧૪૨ ગાથા બોલીએ છીએ. આ આત્મસિદ્ધિનું શતાબ્દીવર્ષ છે એટલે થયું કે એનો પૂર્ણ સ્વાધ્યાય કરીએ. ભગવાને એક એક ગાથામાં શું કહ્યું છે. આપણી પાસે આવો અમૂલ્ય ગ્રંથ છે જેના માટે એમણે પોતે આત્મસિદ્ધિ શાસ્ત્ર શબ્દ વાપર્યો છે. એમણે પદો લખ્યા છે, પત્રો લખ્યા છે, કેટલાક અનુવાદો કર્યા છે. મોક્ષમાળા, ભાવનાબોધ વગેરે ગ્રંથ એમણે લખ્યા છે. પંચાસ્તિકાય - સ્વરોદયજ્ઞાનનો અનુવાદ કર્યો છે. પદ ઘણા લખ્યા છે. - પરમાર્થના - પણ. આત્મસિદ્ધિ લખ્યા પછી ભગવાને એમાં શાસ્ત્ર શબ્દ ઉમેર્યો છે. શાસ્ત્ર સંપૂર્ણ છે. આવું શાસ્ત્ર આપણા હાથમાં આવ્યું છે.
પર્યુષણ મહાપર્વ જેવું પર્વ છે. શતાબ્દી વર્ષ જેવું વર્ષ છે. આવો યોગ થયો છે. એટલે અહીંયા દશાન્તિકા મહોત્સવનું આયોજન કર્યું છે. આ આત્મસિદ્ધિની આપણે રોજ ભક્તિ કરીએ છીએ. તો ભગવાન એમાં કહેવા શું માંગે છે ? આ આત્મસિદ્ધિ દ્વારા ભગવાન આપણને આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે. ચાલો આપણે આપણા વિશુદ્ધ અંતઃકરણથી ભક્તિભાવથી એમણે જે કહ્યો છે માર્ગ, એમણે જે બતાવ્યો છે ઉપદેશ, એમણે જે શબ્દો કહ્યાં છે એના ભાવ ઉકેલવાનો, એના આશયને પામવાનો, એના રહસ્યને સમજવાનો કંઈક પ્રયત્ન કરીએ. આપત્રી યાતિ, યથાશક્તિ અને ભક્તિના માથા સહિત આપણે બધા મુમુક્ષુઓ પ્રયત્ન કરીએ.
એટલે આપણી દશા તો માનતુંગસૂરિશ્વરજી જેવી છે. શ્રી આદિનાથ તીર્થંકરના સ્તવનમાં એ કહે છે કે હું તારા ગુણગાન કેવી રીતે ગાઉં ? જ્યાં દેવોના ગુરુ ઇન્દ્રો પણ તારી સ્તુતિ કરવાને સમર્થ નથી. હું તો આ મહાસાગરનો પાર પામવાં નાની હોડી લઈને આવ્યો છું. મારી પાસે કોઈ સાધન નથી, હું કોઈ
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 26
Page #27
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનવંત નથી, પણ મારી પાસે ભક્તિનું ભાતું છે. તારા પ્રત્યેનો સમર્પણ ભાવ એ જ મારી મૂડી છે. અને એથી જ તારા દર્શાવેલા માર્ગને સમજવા માટે, હું મારી અલ્પમતિથી, અલ્પશક્તિથી પ્રયત્ન કરું છું. આ સોભાગભાઈ, જેમના કહેવાથી આપણને આ આત્મસિદ્ધિ મળી. તેમણે તેના માટે શું શું કહ્યું છે તે જોઈએ. આપણે આત્મસિદ્ધિ ગ્રંથના માહાભ્યનો વિચાર કરીએ છીએ. તે આત્મસિદ્ધિ સોભાગભાઈના હાથમાં આવી અને તેમણે વાંચી ત્યારે તેમણે શું પ્રતિભાવ આપ્યો ?
આત્મસિદ્ધિ આસો વદ એકમના લખાઈ અને પછી સોભાગભાઈને પહોંચી કે કારતક સુદ સાતમના એ જવાબ(પત્ર) લખે છે. ‘આત્મસિદ્ધિ ગ્રંથ’ ચૌદ પૂર્વનો સાર હોય એમ જણાય છે.” સોભાગભાઈ ૩૦-૩૦ વરસથી અનેક શાસ્ત્રો વાંચીને એના પારગામી થયા હતાં. એ આમ લખે છે. સાયલામાં ૧પથી ૨૦ જણાનું મંડળ હતું. અને તેઓ બધાં શાસ્ત્રોના અભ્યાસી અને યોગના અભ્યાસી હતા. એટલે એમને ચૌદ પૂર્વ શું ? એ બરાબર ખબર હતી. હું તથા ગોળિયા નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ફરી બીજા ગ્રંથની માંગણી કરીએ એવું રહ્યું નથી.” પહેલાં પોતે “આત્મસિદ્ધિ' બાબતનો અભિપ્રાય આપ્યો. અને પછી હવે કહે છે બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી. આ સોભાગભાઈએ કૃપાળુદેવને નવ વર્ષમાં એક હજાર ઉપર પત્રો લખ્યાં છે. વિચાર કરો કે આપણી પાસે આટલી સાધનસામગ્રી હોવા છતાં આપણે જિજ્ઞાસાથી ક્યા જ્ઞાની સાથે આવો જ્ઞાન વ્યવહાર કર્યો છે ?
એમણે તો તત્ત્વનાં કેવાં કેવા પ્રશ્નો કર્યાં છે ? કૃપાળુદેવે જવાબ આપ્યાં એવા ૨૫૦ ઉપરાંત પત્રો આ વચનામૃતમાં સંગ્રહિત થયાં છે. બાકીના પત્રો આપણને ઉપલબ્ધ નથી. અને એ પત્રો જોઈએ ત્યારે એમ થાય કે આખું વીતરાગ-દર્શન અને જિનાગમના રહસ્યો આ પુરુષોએ આ પત્રોમાં ઉદ્ઘાટિત કરી નાખ્યા છે. અહોહો! શાસ્ત્રોના શાસ્ત્રો વાંચીને પાર ન પમાય એવી વાતો કૃપાળુદેવ અને સોભાગભાઈના માત્ર પત્રવ્યવહારનું જો અવલોકન કરવામાં આવે તો અદ્દભુત માર્ગ આપણને મળે. ‘આત્મસિદ્ધિ' ગ્રંથ વાંચતા એમને શું સમાધાન થયું ? અંતરમાં કેવી પ્રતીતિ થઈ ? કે “ફરી હવે બીજા ગ્રંથની માંગણી કરીએ એવું રહ્યું નથી.”
હવે પ્રભુ ! અમે તમારી પાસે બીજો કોઈ ગ્રંથ માંગીએ એમ નથી. બસ Last. આ જે કાંઈ છે તે અમને પૂર્ણ પ્રાપ્ત થઈ ગયું છે. આવો આ ગ્રંથની ઉપલબ્ધિથી એમને સંતોષ પ્રાપ્ત થયો છે. જેણે માંગ્યું હતું કે અમને એવું કંઈક આપો કે અમે મનુષ્ય જીવનને સફળ કરી જઈએ. અમારા આત્માની સિદ્ધિ કરી જઈએ. આ સોભાગભાઈએ “આત્મસિદ્ધિ શાસ્ત્રને સિદ્ધિશાસ્ત્ર’ કહ્યું છે. એ ગમે તેવો મુમુક્ષુ જો ભાવનાથી આની આરાધના કરે તો એના આત્માને સિદ્ધ કરીને પછી જ જાય. સોભાગભાઈ કહે છે હવે બીજા ગ્રંથની માંગણી કરવા જેવું રહ્યું નથી. પ્રભુ ! આમાં જ બધી સમાપ્તિ અને પૂર્ણ તૃપ્તિ થઈ છે.
પોષ સુદ ત્રીજ બુધવારે લખે છે, “આત્મસિદ્ધિ ગ્રંથ' ગોસળિયાએ મુખપાઠ કરી લીધો છે. મારે પણ દોહા-૧૦૧ મુખપાઠ થયાં છે. બાકીનાં થોડે થોડે કરું છું. રોજ રાત અને દિવસ એમાં જ ઉપયોગ રહે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 27 GિE
Page #28
--------------------------------------------------------------------------
________________
છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી.” આ કારતક મહિના પછી પોષ મહિનાની સ્થિતિ. ગોશળિયા વિદ્વાન છે. એટલે એમને ગ્રંથ મોઢે થઈ ગયો છે. સોભાગભાઈને ૧૦૧ દોહા મોઢે થયા છે. અને રાતદિવસ ઉપયોગ એમાં જ રહે છે. આપણે મુમુક્ષુ છીએ, પરમાર્થની સાધના કરવી છે પણ આપણને એ ખબર નથી કે જીવનો ઉપયોગ શેમાં રહેવો જોઈએ ? સોભાગભાઈ પણ દુકાને બેસતા હતા, એને વેપાર, ઘરબાર, પરિવાર તથા બધો વ્યવહાર હોવા છતાં ઉપયોગ ક્યાં હતો ? ‘આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં.
કર્મ અનુસાર, ઉદય અનુસાર પ્રવૃત્તિ તો થયા જ કરે. જે થતી હોય તે થાય. પણ ચિત્તનો ઉપયોગ, આત્માનો ઉપયોગ, જે જ્ઞાન, દર્શન, ચૈતન્ય યુક્ત એવા આત્મામાં જ રહેવો જોઈએ. “મનમહિલાનું રે, વહાલા ઉપરે બીજા કામ કરત.” યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે પતિવ્રતા નારીનું ચિત્તઉપયોગ બીજાં અનેક કામ કરતાં હોવા છતાં પણ, એના પતિમાં જ હોય, એમ આ જ્ઞાનાક્ષેપકવંત - સદુગરનો બોધ જેને પ્રાપ્ત થયો છે એવો મુમુક્ષુ એના ચિત્તની ચૈતન્યની ધારા, જગતનાં અનેક વ્યવહાર કરતો હોય, અનેક કામ કરતો હોય પણ એનો ઉપયોગ તો સદ્દગુરુનાં બોધમાં જ હોય. એ બોધમાં જ ઉપયોગ ઘુમરાતો હોય. એ બોધનું જ રટણ અને ઘોલન ચાલતું હોવું જોઈએ. મુમુક્ષુની આવી દશા હોય.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય;
દીઠા નહીં નિજ દોષ તો તરીકે કોણ ઉપાય ?' આ લય લાગી જાય ! બ્રાહ્મીવેદના જેને જાગી છે તેને જ જાગી છે. કપાળુદેવ લખે છે, આવી વેદના જેને જાગે, અહોરાત્ર એનું જ ચિંતન. દિવસ ને રાત, સુતાં ને જાગતાં, સંસારની કોઈપણ પ્રવૃત્તિ કરતાં દેહ, દેહનું કામ કરે, આત્મા, આત્માનું કામ કરે.
દેહનું કામ – પૂર્વે નિબંધન કરેલાં કર્મો ઉદયમાં જે આવશે તેમ થશે. એમાં જરાક જ ઉપયોગ દેવાય. એટલે વાત પૂરી થઈ જાય. અને આત્માનો ઉપયોગ, આત્માના સ્વરૂપનાં ચિંતવનની અંદર રાખવાનો. સતત નિદિધ્યાસન, સતત ધ્યાન. એટલે કૃપાળુદેવે કહ્યું કે, જે જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનને ઇચ્છતો નથી. કારણ કે એની ભૂમિકા સતત ધ્યાનની અંદરની જ છે.
આપણને પરમાર્થની સમજણ નથી. પરમાર્થની દૃષ્ટિ નથી. એટલે આપણી સ્થિતિ એટલી બધી વિચિત્ર અને ખતરનાક છે કે આપણે પરમાર્થના શાસ્ત્રો જાણીએ છીએ. પણ પરમાર્થની દૃષ્ટિ નથી. પરમાર્થની જાણકારી હોવી અને પરમાર્થ દૃષ્ટિ હોવી આ બંને વાત ભિન્ન છે. જીવનમાં જેને પરમાર્થમય દૃષ્ટિ હોય તેને સમયે-સમયે એ જ ઉપયોગની સાધના અને ઉપાસના હોય. આપણે તો ધર્મક્રિયા કરીએ છીએ ત્યારે પણ ઉપયોગ બહાર હોય છે. આ સમજવાનું છે. સ્વાધ્યાય, સામયિક, પૂજા, દેવવંદન, દેવદર્શન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, ભક્તિ – આ બધી ધર્મક્રિયા કરતી વખતે પણ ઉપયોગની ધારા બહાર હોય છે. અને મનમાં એમ છે કે હું ધર્મ કરી રહ્યો છું. ઉપયોગ નથી. સાચો મુમુક્ષુ, સાચો સાધક, સાચો જિજ્ઞાસુ જે છે તે
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 28 E
Page #29
--------------------------------------------------------------------------
________________
પરમાર્થ દૃષ્ટિવાન છે. એટલે સંસારના કાર્યો કરવા છતાં પણ એનો ઉપયોગ આત્મામાં છે. એનું ચિત્ત આત્મામાં છે. એની ચિંતવનની ધારા આત્મામાં છે.
નરસિંહ, મીરાં, કબીર, રઈદાસ, નિરાંતકોળી – વગેરે સંત પુરુષોનાં ઉદાહરણ પરમકૃપાળુદેવે સોભાગભાઈને પત્રોમાં લખ્યાં છે. આવાં આવાં પુરુષો માર્ગની સમીપ હતા. કારણ કે બહારનો ગમે તે વ્યવહાર કરતાં હોય છતાં પણ, ઉપયોગ તો આત્મામાં જ છે. એટલે એમણે સોભાગભાઈને લખ્યું કે, “મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરંત.” એટલે જગતનું - વ્યવહારનું કોઈપણ કામ કરતાં હોઈએ ઉપયોગ તો સતત સદ્દગુરુનાં બોધમાં જ રહેવો જોઈએ. અહીં સોભાગભાઈ લખે છે, “રાત અને દિવસ ઉપયોગ એમાં જ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું કાંઈ વાંચવાનું મન થતું નથી.” પ્રભુશ્રી પણ કહેતા કે, “મને તો પરમકૃપાળુદેવના વચનો વાંચ્યા પછી બાકીનું બધું તો છાશ બાકળા જેવું લાગે છે. એ તો ભગવાનના બોધમય થઈ ગયા છે. એ જ રટણ ચાલું છે. બીજી બધી વાતો, સંસારની વાતો, બીજા ગ્રંથોની વાતો બધું છાશ-બાકળા જેવું લાગે છે. ક્યાંય ચેન પડતું નથી.
પોષ વદ દસમના ફરી પત્ર લખે છે, “આત્મસિદ્ધિ ગ્રંથ’ ગોળિયો વાંચે છે અને વિચારે છે. તેમજ હું પણ એ ગ્રંથ વાંચું છું. દોહા ૧૩૪ મુખપાઠ કર્યા છે. અને વિચારતાં ઘણો આનંદ આવે છે.” સોભાગભાઈ લખે છે, ‘ગોળિયા વાંચે અને વિચારે છે. આપણે તો હજુ ફક્ત બોલવા સુધી જ પહોંચ્યા છીએ. વિચારવાની ભૂમિકામાં આવ્યા જ નથી. વળી ‘પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો ‘આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો દેહ રહેવો મુશ્કેલ હતો.” એમની ૬ ૫ વર્ષ ઉપરની ઉંમર હશે. અને પાંચ મહિનાથી તાવ આવે છે. એ સ્થિતિમાં એ આત્મસિદ્ધિ ગ્રંથનું સ્મરણ કરે છે. વૃદ્ધાવસ્થા છે. ખાટલામાં પડ્યા છે. છતાં પણ એ જ રટણ છે. એમાં જ ઉપયોગ છે.
આપણે જાતનું અવલોકન કરીએ કે આપણા જીવનમાં પરમાર્થ દૃષ્ટિ છે કે નહીં ? આપણે નિષ્પક્ષપાતપણે પોતાનાં દોષ જોવા પડશે. આ દોષ જોઈશું નહીં તો દોષ ટળશે નહીં. અને દોષ ટળશે નહીં ત્યાં સુધી આ ગુણોની સંપત્તિનું સર્જન થશે નહીં. આત્મિક ગુણો ત્યારે જ પ્રગટશે જ્યારે ચૈતન્ય પર લાગેલાં બધા દોષોના આવરણોને હટાવીશું. આવાં જ્ઞાની પુરુષોનાં વચનો વાંચીને વિચારીએ ત્યારે જ દોષ હટાવવાનો પુરુષાર્થ થશે. “પાંચ મહિના થયા તાવ આવે છે. આપે આત્મસિદ્ધિ ગ્રંથ મોકલાવ્યો ન હોત તો દેહ રહેવો મુશ્કેલ હતો. આપે ગ્રંથ મોકલાવ્યો તેથી જ જીવું છું. આપણી આ ભૂમિકા છે ? સોભાગભાઈને હવે જીવવાની ઇચ્છા જાગી છે. પાંચ મહિનાથી તાવ છે તો પણ - જીવવાની ઇચ્છા જાગી - કારણ કે આ ગ્રંથ મોકલાવ્યો છે તો હવે તો આત્મા લઈને જ જઈશ. તેથી જ જીવું છું.' એમ લખે છે. આપણે દેહની વ્યાધિથી કંટાળીને અનંતવાર દેહ છોડ્યા છે અને અનંત વાર ધારણ કર્યા છે. પણ આત્મત્વ પ્રાપ્ત થયું નથી અને દેહ છોડવા પડ્યા છે. સોભાગભાઈને થયું કે ભલે તાવ આવે છે. તાવ તાવનું કામ કરશે આપણે તો આમાંથી આત્મા પકડી લેવો છે. એટલે હવે જીવવું છે. “આત્મસિદ્ધિ ગ્રંથ વાંચ્યા પછી કોઈ
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 29 [E]=
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન કરવાનો રહેતો નથી. સર્વ ખુલાસા એમાંથી થાય છે. સોભાગભાઈ તો પ્રશ્નો ધોધની જેમ પૂછતા. કૃપાળુદેવ જવાબ લખે કે ન લખે પણ તેમના પ્રશ્નો ચાલુ જ હોય. હવે કહે છે, “કોઈ પ્રશ્ન પૂછવા જેવું રહ્યું નથી.” બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. બધી જ જિજ્ઞાસાનું સમાધાન થઈ ગયું છે. આવા શાસ્ત્રપાઠીને હવે કાંઈ પૂછવાપણું નથી રહેતું તેનું કારણ આળસ નથી. પણ “આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં બધાં જ ખુલાસા થઈ જાય છે. કોઈ પૂછે કે તમે કયા મારગમાં ? અને તમારો ધર્મ કયો ?” તો એને એમ જવાબ દેવા ધારું છું કે, “અમારો આત્મસિદ્ધિ માર્ગ છે અને એ જ ધર્મ છે તો એ જવાબ દેવો ઠીક લાગે છે ?
જેઠ સુદ ચૌદસના છેલ્લો પત્ર લખે છે. દેહ ને આત્મા જુદાં છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન આઠ થયાં, આપની કૃપાથી, અનુભવ ગોચરથી, બેફાટ પ્રગટ જુદો દેખાય છે. રાત અને દિવસ, આપની કૃપાથી આ ચેતન અને આ દેહ એમ સહજ થઈ ગયું છે.” આ પુરુષ આત્મા પામ્યો. આ અનુભવનો વિષય છે. વાદવિવાદ, તર્કનો વિષય નથી. ખંડન-મંડનનો વિષય નથી. કોઈ તાર્કિક ન્યાય અહીં લગાડવો નહીં. આને અનુભવ ઉપર જ લેવાનું. હવે તો ચેતન અને દેહ આપની કૃપાથી સહજ થઈ ગયું છે. હવે તો પ્રયત્ન પણ ન કરવો પડે. આ ભેદજ્ઞાન થયું. શેનાથી ? આત્માસિદ્ધિ ગ્રંથની કૃપાથી કપાળુદેવે આત્મસિદ્ધિ આપી એની કૃપાથી થયું છે. વગર ભયે, વગર શાસ્ત્ર વાંચ્યું, “થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો પચ્ચીસ વર્ષે પણ થાય એવો નહોતો તે ખુલાસો આપની કૃપાથી થોડા વખતમાં થયો છે.
ગોશળિયા વિશે જે આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તો હવે વખતોવખત બોધ આપવાનાં પત્રો લખી અને મોટી પાયરીએ ચડાવજો.” દેહ ને આત્મા પ્રગટ જુદા દેખાય છે તે છતાં કહે છે કે, પ્રભુ ! મોટી પાયરીએ ચડાવજો.’ શેષ રહેલાં કર્મો પણ નિઃશેષ થાય - અશેષ બને. હવે કોઈ ભવાંતરનું પરિભ્રમણ રહે નહીં. એવી માંગણી કરી. “મોટી પાયરી” એટલે “સિદ્ધપદની જ માંગણી કરી. હવે સંસારમાં રહેવું નથી. આ જીવ સમયે સમયે સંસારમાં મરી રહ્યો હતો. તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉદ્ધાર થયો છે. વળી આપની કૃપા વડે વિશેષ ઉદ્ધાર થશે એમ ઇચ્છું છું. આવી પરિણતિ સંસારી જીવની હોય છે. આ સોભાગભાઈએ સંસારી જીવનું નિષ્કર્ષ કહી દીધું કે સમયે સમયે પરપરિણતિ હતી. પરવસ્તુ-પરપદાર્થ-પરભાવ એમાં મોહ બુદ્ધિ, અહંબુદ્ધિ - આસક્તિ એ પરપરિણતિ કહેવાય. જ્યારે ત્યારે સ્વનું પરિણમન થવાને બદલે પરલક્ષી પરિણમન થાય છે. શુભ ભાવ થાય તો ત્યાં રાગથી જોડાઈ ગયો. અશુભ ભાવ થાય તો દ્વેષથી જોડાઈ ગયો.
કોઈ પણ પરવસ્તુ કે પરવ્યક્તિને જોતાં જેવા ભાવ ઉદ્ભવે તેવા ભાવથી જીવ ત્યાં જોડાઈ જાય છે. આ વિભાવ ભાવ છે. એ પરપરિણતિ છે. એ જોયું કે તરત જ એની અંદર રતિ-અરતિ, રુચિઅરુચિ, ઈષ્ટ-અનિષ્ટ, ગમો-અણગમો અને આગળ જતાં જતાં રાગ-દ્વેષ – આ કષાયનું સ્થૂળ સ્વરૂપ છે. પહેલું સૂક્ષ્મ છે. કોઈ વ્યક્તિને જુએ અને હજી જ્યાં નજર મળે ત્યાં આત્મા ભાગી જાય છે. પરપરિણતિ થઈ જાય છે. રાગ-દ્વેષના ભાવ થઈ જાય છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 30 E
Page #31
--------------------------------------------------------------------------
________________
એવી રીતે આ જીવ સંસારમાં સતત, જેટલું જીવીતવ્ય છે, તેટલા આયુષ્યની હર પળ ૫૨પરિણતિમાં ગાળે છે. એટલે સોભાગભાઈ લખે છે, આ જાવ સમયે સમયે પરપતિમાં મરી રહ્યો હતો. એક સમય એવો નથી કે જ્યારે આ વ પરપરિગતિ સિવાય હોય. પર સાથે જ આપણી પરિણતિ છે. સ્વપરિત્રનિ નથી. કારણ કે સ્વની હજુ પ્રતીતિ થઈ નથી. માટે શુભ કે અશુભ પદ્ધિતિ કરવામાં જ અનંતકાળ વિત્યો છે. શુભ-અશુભનું કર્મ ફળ બંધાતું જ જાય છે. અને ફરી એ ફળ ભોગવતાં વખતે શુભ-અશુભમાં જોડાઈ જાય છે. અને આમ જ સંસાર ચાલ્યા કરે છે. આ જ ચકરાવો ચાલે છે એટલે નિવૃત્તિ ક્યારેય થતી નથી. ૫૨૫રિણિતમાંથી નિવૃત્તિ થાય ત્યારે આ વિષ ચક્કર તુટે. આનંદઘનજીએ મહાવીર સ્વામીના ચોવીસમાં સ્તવનમાં આ વાત મૂકી છે.
આલંબન સાધન જે ત્યાગે, પર પાિતિ ને ભાગે રે;
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે રે.’ વીરજી
આમાં ઉત્કૃષ્ટપણે કહ્યું છે, કે હે પ્રભુ ! આત્માપણું તો નિજ પદમાં છે. પણ હું તો અત્યાર સુધી પરપરણિતમાં ભાગતો હતો. પણ વીરપણું તે આતમઠાણે જાણ્યું તુમચી વાણે રે.' આ વીરપણું, આ વીતરાગ પદ એ તો મારા આત્મામાં છે. એવું મને અત્યાર સુધી ભાન નહોતું. હું તો પરપરિગતિમાં હતો.
એવી જ રીતે પૂ. લઘુરાજસ્વામી, જેમને આત્મસિદ્ધિ' મળી અને વરસો સુધી જેમણે આત્મસિદ્ધિનો ચારે બાજુ ગુંજારવ કરાવ્યો છે. કંઈક વોને આ બોધ આપીને પ્રભુના માર્ગની સમીપ લાવ્યા છે. એ એમના ઉપદેશમાં પત્રાવલી ૧૫૬ માં લખે છે, સંવત ૧૯૯૦ - અષાઢ સુદ સાતમના, જુઓ આ સંતના શબ્દો શું છે ? જેથી આપણને એનું માહાત્મ્ય સમજાય, તો હવે આપણે ચુકીએ નહીં. ભગવાનના કહેલા ભાવ શું છે ? તેમણે ક્યાં-ક્યાં બતાવ્યા છે તે સમજવા પ્રયત્ન કરીએ. પ્રભુશ્રી લખે છે, ‘આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. એમાં કોઈ ધર્મની નિંદા નથી, ચૌદ પૂર્વનો સાર તેમાં છે. એટલે ગમે તે ધર્મ માનનાર હોય એની સાથે આત્મસિદ્ધિ વિશે વાત થાય અને તે સાંભળે તો તેને તે રુચે તેમ છે.’
આત્મસિદ્ધિમાં માત્ર આત્મા જ ગાયો છે. કોઈ ધર્મની વાત નથી કીધી. એટલે કે કોઈ ધર્મનું સાંપ્રદાયિક સ્વરૂપ કે ક્રિયાકાંડની વાત આમાં ભગવાને કહી નથી. આત્માનો બંધ કેવી રીતે અને મુક્તિ કેવી રીતે ? આ બંને વાત જ આમાં કહી છે. ‘આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. ગમે તે માર્ગનો, ગમે તે મતનો, ગમે તે શાસ્ત્રનો, ગમે તે ધર્મનો આગ્રહી હોય તો પણ આત્મસિદ્ધિમાં અંદર દર્શાવેલ માર્ગની અંદરના તત્ત્વનો એ વિરોધ કરી શકે એમ નથી. સૌ વર્ષ થયાં આત્મસિદ્ધિ ઉપર અનેક ભાષ્યો લખાયા છે, પણ એનો કોઈ વિરોધ કરે એ સંભવિત નથી. જ્ઞાની પુરુષની વાણીની આ લબ્ધિ છે. તેમની વાણીનું અવિરોધપણું એ એમનું લક્ષણ છે. અને બધા જ ધર્મના, સંઘના, સંપ્રદાયના, મતના મહાનુભવોએ આત્મસિદ્ધિ હાથમાં લીધી છે, અને સર્વશ વીતરાગ પરમાત્માના બોધને સાદી ભાષામાં સમજાવવા ઇચ્છા થાય ત્યારે આ જ દોહા મુખમાંથી નીકળે છે. કારણ કે આથી સરળ અને સુગમ રીતે આત્મા સમજાવી શકાય એવી બીજી કોઈ સ્થિતિ છે નહીં. આ આત્મસિદ્ધિનો ચમત્કાર છે. આત્મસિદ્ધિ
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૰ 31
Page #32
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ સર્વમાન્ય છે. જ્યાં જ્ઞાન છે, જ્યાં ભદ્રિકતા છે, જ્યાં મુમુક્ષતા છે, જ્યાં સાધકતા છે, જે વીતરાગ. માર્ગનો અનુયાયી છે એને આત્મસિદ્ધિની સામે કાંઈ કહેવાપણું નથી.
‘તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે.” આત્મસિદ્ધિમાં ભૂલ દેખનારે સમજવાનું કે ભૂલ મારામાં છે. ‘આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું હિતકારી છે. સોભાગભાઈએ પણ ઉપયોગ એમાં જ રાખવા કહ્યું છે.” આપણે વાતો વીરની કરીએ છીએ. અને વર્તન ઢીલું, ઘેંસ જેવું કરીએ છીએ. એટલે કહે છે થાકી જતા નહીં. ‘સોવાર, હજારવાર આ ગાથાઓ બોલાય તો પણ હરકત નથી. લાખવાર બોલાય તો ય ઓછી છે. તેમાં જણાવેલ આત્મા મારે માન્ય છે. જ્ઞાની પુરુષે તેમાં આત્મા પ્રગટ જણાવ્યો છે. એવી શ્રદ્ધા રાખીને કેડ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. પુરુષાર્થ કર્યા સિવાય કાંઈ બનતું નથી.” સતત આ ગાથાઓ બોલ્યા કરવાનું પ્રભુશ્રી જણાવે છે. કામ કરતાં કરતાં, રસોઈ પાણી કરતાં, ઠામ વાસણ, કચરાં પોતાં, દુકાન-ધંધો, ઘરાક-ઑફિસ, હાલતાં-ચાલતાં, ટ્રાવેલિંગમાં-રસ્તામાં, જતાં- આવતાં, થોડાક ઉપયોગથી કામ કરતા રહેવું. શરીર એના ઉદય કર્મ પ્રમાણે કામ કર્યા જ કરશે. એની ચિંતા નથી કરવાની. તારું મન આત્મસિદ્ધિની ગાથાઓનાં રટણ, મનનમાં સતત રહેવું જોઈએ. અંદરમાં જ્ઞાનધારા ચાલવી જોઈએ. બહારમાં કર્મધારા ચાલ્યા જ કરે. કર્મધારા તો અટકવાની જ નથી. કારણ કે સમયે સમયે કર્મનો ઉદય છે. એટલે આપણી ઇચ્છા હોય તો પણ કર્મધારા અટકવાની નથી. તો જ્ઞાનધારાને શા માટે બંધ કરી દીધી છે ? તેં કર્મધારાની સાથે જ્ઞાનધારાને જોડી દીધી છે. એનાં કરતાં જ્ઞાનધારાને જુદી જ રાખને. કર્મધારા છે એ દેહનું કામ છે. જ્ઞાનધારા છે તે ચૈતન્યનું કામ છે. બેયને જુદા-જુદા કામ કરવા દે. તું ગમે તેટલી જ્ઞાનધારાને સાથે લગાડીશ તો પણ કર્મ તો ઉદય પ્રમાણે થયા જ કરશે. આપણી ઇચ્છા પ્રમાણે કંઈ નહીં થાય. કોઈ કર્મપ્રવૃત્તિ અટકશે નહીં અને સંતાપ થાશે તે વધારામાં. અને નવા કર્મ બંધાય છે.
ભગવાન સરળ માર્ગ બતાવે છે કે હે જીવ ! તું બેય કર્યા કર. બેય થાવા દે. તું ખાલી જોયા કર. સાક્ષી બની જા. પછી લખે છે, “આત્મસિદ્ધિ અમૂલ્ય છે. રિદ્ધિ-સિદ્ધિ અને અનેક ચમત્કારોથી તે ભરેલી છે. પણ સમજાય કોને ? આત્મસિદ્ધિમાં આત્માની રિદ્ધિ-સિદ્ધિ છે. આ સંસારની કે લૌકિક રિદ્ધિસિદ્ધિની વાત નથી. અને જો આ રિદ્ધિ-સિદ્ધિ સમજાય તો પછી જીવ એમાં અટકાય નહીં. એને એનું કામ નથી. પણ એ અપુર્વ વચનો છે. વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય. પણ પરમકૃપાળુ દેવને તો સમજાયું છે ને ?” “મેં તો આત્મા જાણ્યો નથી, સદ્ગુરુ રાજે જાણ્યો છે. એણે જાણ્યો-જોયો અનુભવ્યો એવો આત્મા છું' બસ. આ જ શ્રદ્ધા કર. કે મારા ગુરુને સમજાયો છે. અને મારો ગુરુ પૂર્ણ છે. પહેલાં આવી સપુરુષની શ્રદ્ધા કર. આપ્ત પુરુષની શ્રદ્ધા વિના કોઈ જ્ઞાન ઉપલબ્ધ થાય એમ નથી. આગમ પણ આપ્ત પુરુષની શ્રદ્ધા વિના નહીં સમજાય. નહીંતર આગમ પણ અનર્થનું કારણ બને. આગમ કહેનારા પુરુષોનાં વચનમાં, આ પુરુષ વિશ્વાસ કરવા યોગ્ય છે. એવી અડગ શ્રદ્ધા. અને કૃપાળુદેવ લખે છે, “તીર્થકરના સમવસરણમાં રહેલ નિર્ગથ અને નિગ્રંથનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ એમને કાંઈ જીવ અજીવનું જ્ઞાન હતું, તત્ત્વનું જ્ઞાન હતું, માટે એને સમક્તિ નથી કીધું. પણ માત્ર આ પુરુષ સાચા પુરુષ છે. આ જેમ કહે છે
1
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 32 TE
Page #33
--------------------------------------------------------------------------
________________
એમ જ આત્મા છે, આ જેમ કહે છે તેમ જ મુક્તિનો માર્ગ છે. આવી અચળ શ્રદ્ધા, નિર્વિકલ્પ શ્રદ્ધાના કારણે સમવસરણમાં રહેલ એ નિર્ગથ-નિગ્રંથનીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને – એ ચતુર્વિધ સંઘને સમતિ પ્રાપ્ત થતું હતું.’ કૃપાળુદેવને સમજાયું છે એટલે એ વિશ્વાસ કર્તવ્ય છે. “કર વિચાર તો પામ’ એમાં સર્વ ક્રિયા અને જ્ઞાન આવી જાય છે. પણ તેનું માહાસ્ય લાગવું જોઈએ. વિચાર થવો જોઈએ. શું કહીએ ? પણ યોગ્યતાની ખામી છે. છતાં કહેવામાં તે પુરુષે કંઈ કચાશ રાખી નથી. પછી પત્ર ૨૧માં લખે છે, “બહુ ઊંડી વાત જણાવીએ છીએ કે, ‘આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્યા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે – એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. આ છ પદ સમ્યક્દર્શનનું મૂળ છે. આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજાવું જોઈએ. છ એ છ પદ સપ્રમાણ અને એક બીજાના અવિરોધ પણે સમજાવું જોઈએ. સર્વાગે સમજાવું જોઈએ. એટલે કહે છે, “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ છ પદને સમ્યક્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. આત્મસિદ્ધિમાં એનો વિસ્તાર કર્યો છે. જે બહુ વિચારવા યોગ્ય છે.
મોટા મહાભારત, કુરાન કે જેનનાં આગમશાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી, સર્વ શાસ્ત્રના સારરૂપ, આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાનાં પુસ્તકના આકારે જણાય છે, પણ તે ચમત્કારી વચનો છે. તે લબ્ધિ વાક્યો છે. તે મંત્ર સ્વરૂપ છે.’ લાગે કે આત્માની વાત ફક્ત આઠ પાનાની નાની ચોપડીમાં આવી ગઈ ? તો કહે છે, “ભાઈ ! આ તો મંત્ર સ્વરૂપ છે.’ મંત્ર એટલે પૂર્વના પૂર્વ હોય તે એક શબ્દ-બ્રહ્મમાં સમાઈ જાય. આત્મસિદ્ધિ છે તે મંત્રસ્વરૂપ છે.” એટલે કહે છે હવે અમે બહુ કહેતા નથી.
બીજા એક મુમુક્ષુ પરનાં પત્રમાં પ્રભુશ્રી લખે છે, “આત્મસિદ્ધિ ચમત્કારિક છે. લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાસ્ય સમજાતું નથી. છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે એમ છે.” લબ્ધિઓથી ભરેલી એટલે ? આ લબ્ધિ એટલે જે કોઈ પણ વસ્તુની આરાધના કરતાં એની ફલશ્રુતિ મળે. ફળનું ઉપાર્જન થાય. ફળની પ્રાપ્તિ થાય. એનું માહાસ્ય સમજાવું જોઈએ. આ માહાભ્ય સમજીને દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે એમ છે. એના વગર મનુષ્ય જન્મ આખો એળે વહ્યો જાય.
ઉપદેશ સંગ્રહ-૩ ની અંદર ફાગણ મહિનામાં કહે છે, ‘આત્મસિદ્ધિ અને છ પદનો પત્ર ચમત્કારિક છે. લબ્ધિઓ પ્રગટ કરે છે. રોજ ફેરવો તો પણ કર્મની ક્રોડ ખપે છે. નવે નિધાન અને અષ્ટસિદ્ધિ એમાં રહી છે.” “રાંકને હાથ રતન.” અબુધ, અભણ માણસના હાથમાં રતન આવે તો કાગડો ઉડાડવામાં કે બકરીના ગળે બાંધીને ફરતો હોય, અને કાં છાપરે મૂકી દે. બાળકના હાથમાં જેમ સોનામહોર આપો કે કાંકરો આપો. બેય સરખાં છે. તેમ યોગ્યતા વિના, અધિકારપણા વિના જીવોને એનું માહાસ્ય સમજાતું નથી.” આપણે બાળ જીવો છીએ. એટલે આપણી દશા પણ બાળક જેવી છે. પરમાર્થ માર્ગમાં તો આપણી દશા બહુ દયનીય છે.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 33 E=
Page #34
--------------------------------------------------------------------------
________________
કારણ કે આપણે સાચો પરમાર્થ હજુ સમજ્યા નથી. પરમાર્થની દૃષ્ટિ હજુ આપણા જીવનમાં આવી નથી. અનેક પ્રકારના આગ્રહથી આપણે ઘેરાયેલા છીએ. કૃપાળુદેવ લખે છે કે, “જે મતાગ્રહે આ જીવ ઘેરાયેલો છે તે મતાગ્રહ જ એનું આવરણ છે. ક્યારે પણ આત્માની, કે પરમાર્થની કે ધર્મની વાત આવે ત્યારે આપણા reaction જોવાના. આમ કરાય ને આમ ન કરાય. આમ થાય ને આમ ન થાય. આપણે સ્યાદવાદ જાણતા નથી. આપણી પાસે અનેકાંત દૃષ્ટિ નથી. વીતરાગ માર્ગનું દર્શનનું) હાર્દ આપણે જાણતા નથી. મહત્ત્વ ક્યાં આપવાનું છે ? પણ દરેક જીવને પોતાની માન્યતા છે. પાછું તે માન્યતાનો આગ્રહ પણ છે. દરેકને પોતાનો અભિપ્રાય છે અને અભિપ્રાયનો પણ આગ્રહ છે. આપણી પાસે પરમાર્થ દૃષ્ટિ જ નથી. “મતમાં મુંઝાયેલો આ જીવ “સતુ’ની ઉપલબ્ધિ કરી શકતો નથી. એ જીવ “મતથી મુક્ત થાય તો જ સત્યની સમીપ જાય. ‘મત થી મોકળો થયા સિવાય જીવ ધર્મકરણી કરે ત્યારે અશ્રદ્ધાના ભાવથી કરે જેથી પરિણામ વિપરીત જ આવે. કારણ કે એની પરિણતિ, એના અધ્યવસાય બદલાયા નથી. એ જીવ એમ નથી સમજતો કે હું સર્વજ્ઞ નથી. મારા આગ્રહ ખોટાં પણ હોઈ શકે. બીજાનાં આગ્રહ સાચાં પણ હોઈ શકે.
આપણે સમજવાનું એ છે કે આપણે ક્યાં ક્યાં રોકાઈ જઈએ છીએ ? કૃપાળુદેવે કહ્યું છે, “રોકે જીવ સ્વછંદ તો પામે અવશય મોક્ષ.” જીવને આ સ્વછંદ રોકવાનો છે. યોગ્યતા વિના - અધિકારીપણા વિના જીવને તેનું માહાભ્ય સમજાતું નથી. અલૌકિક ભાવે અને અલૌકિક દૃષ્ટિએ જોવું જોઈએ તે જોવાનું નથી. આ લૌકિક ભાવ નથી. અલૌકિક ભાવ લાવવાનો છે. આ પુરુષ અલૌકિક છે. લોકોત્તર પુરુષે આની પ્રરૂપણા કરી છે. આમાં અલૌકિક માર્ગનું નિરૂપણ કર્યું છે. અને આ માર્ગને પ્રરૂપનારા અનંત મહાજ્ઞાની, તીર્થકર, સર્વજ્ઞ પરમાત્માઓ બધા અલૌકિક આત્માઓ હતા.
કપાળદેવે પ્રથમ ચાર જણને જ આત્મસિદ્ધિ આપી હતી. બીજા કોઈને વંચાવવાની, સંભળાવવાની, મુખપાઠ કરવા આપવાની મનાઈ હતી. માત્ર સોભાગભાઈએ એનું માહાસ્ય જાણ્યું હતું. ‘આત્મા’ આમાં આપ્યો છે એમ એને સમજાયું હતું. અલૌકિક માહા... તેની યોગ્યતા વિના લાગતું નથી. ૫૦૦-૫૦૦ ગાથાઓનો સ્વાધ્યાય કરે તેના કરતાં આ સ્વાધ્યાય અલૌકિક છે. ઝવેરીને જ નંગની કિંમત હોય છે. બાળકને તેની કિંમત હોય નહિ.
જીવને પહેલાં તો યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. જીવે પહેલાં અધિકારી થવાનું છે. એને જિજ્ઞાસા તો જાગવી જોઈએ કે મારે “આત્મસિદ્ધિ સમજવી છે. મારે જાણવું છે કે મારા ભગવાને ‘આત્મસિદ્ધિમાં શું કહ્યું છે ? એ મને મળવી જ જોઈએ. આના માહાભ્યનું વદન થવું જોઈએ. આ ઉત્સવ એનું નિમિત્ત બનવું જોઈએ. અને લક્ષ એ જોઈએ કે આ આત્મસિદ્ધિમાં રહેલો આત્મા મારે જાણવો છે.
આજે જે હોય એ બધાને મુખપાઠ કરવાની આજ્ઞા મળી છે. કારણ, કાળ કઠિન છે. યોગ્યતા આવે તો કામ થાય. જિજ્ઞાસા વધારો. ખામી દૂર કરો. જિજ્ઞાસા જોઈએ તેવી નથી. એનો જ ખપી થાય તો એક ગાથામાં પણ ચમત્કાર છે. તેનું માહાસ્ય સમજાય તો અલૌકિક ભાવ આવે. અહો ! આ તો મને
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 34 E
Page #35
--------------------------------------------------------------------------
________________
મોઢે છે. એમ સામાન્ય કરી નાંખી ભુંડુ કર્યું છે. ગ્રંથ અર્થથી ભરપુર છે તે કોણે જાણ્યું છે ? ગાથા ના ૧૧૫-૧૧૬ એનો વિચાર કર્યો કર્યો છે ? વળી કૃપાળુદેવે કહ્યું છે,
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ,
બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” (૧૧૭) આ ‘કર વિચાર તો પામ” આ લબ્ધિ વાક્ય છે. અત્યારે મુખપાઠ કરવાની આજ્ઞા આપી છે કે જીવ જિજ્ઞાસુ થાય. અને જો જિજ્ઞાસુ થાય તો માર્ગ ક્યાંય મળે એમ નથી તો પાછો અટવાઈ જશે. એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું કે જિજ્ઞાસાને વધારો. ખામી દૂર કરો. જો જીવ જિજ્ઞાસુ થાય તો કામ થાય એમ છે. જીવે મને “આત્મસિદ્ધિ મોઢે છે.” એમ કરીને સામાન્ય કરી નાખ્યું છે. પણ એના ભરપૂર ગહન અર્થ ઉપર લક્ષ છે ? એના ભાવ પકડાય છે ? રોજે રોજ સ્વાધ્યાય કરતાં ભાવ વધતાં જાય છે ? એક એક ગાથાનાં નવાંનવાં અર્થ, નવાં-નવાં ભાવ, નવાં રહસ્યો(આશય) પકડાય છે ? પહેલાં પરમતત્ત્વનો નિશ્ચય કરો કે કૃપાળુદેવે કહેલી આત્મસિદ્ધિમાં પરમ તત્ત્વ સમાયેલું છે. અને પછી એના માહાભ્યથી રોજ એની આરાધના કરતાં એ યથાર્થ સ્વરૂપ, જેવું છે તેવું - મારા હૃદયને વિશે પ્રકાશ કરો. બસ આ જ ભાવના કરવાની છે. વીતરાગનો કહેલો ધર્મ - ભલે સમજાતો નથી, જીવની યોગ્યતા નથી, સત્પષનો યોગ નથી તો પણ - એના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. એમ આત્મસિદ્ધિનું માહાભ્ય વેદાય. એમ આત્મસિદ્ધિની આરાધના થાય. એટલે ફક્ત મોઢે નથી કરવાની, એના અર્થમાં જવાનું છે.
જે લોકોત્તર દેવ તે નમું લૌકિકથી.” એમ થયું છે. લોકોત્તર દેવને નમસ્કાર લૌકિકથી ન કરાય. લોકોત્તર દેવને નમસ્કાર લોકોત્તરથી જ કરાય. ભાવથી કરાય. આત્મસમર્પણથી કરાય. પરમ વિનયથી કરાય. ‘એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ.’ લોકોત્તર વાત પકડાવી જોઈએ. કૃપાળુદેવે આ લોકોત્તરની વાત આત્મસિદ્ધિની ચાર ગાથામાં મુકી દીધી છે. પોતાને શાસ્ત્રજ્ઞ માનનારાં હજી લૌકિકમાં અટકાયેલા છે. ‘ગુરુ રહ્યાં છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વીતરાગ.”
આત્મસિદ્ધિ અદ્ભુત છે. વીતરાગ દર્શનનાં પરમ રહસ્યો એમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. કુંડામાં રત્ન છે. ગમે ત્યારે ભાવ થાય અને ભક્તિથી કોઈપણ ગાથા બોલીને એના અર્થમાં ઊંડો ઊતરી જા તો રત્ન જ પ્રાપ્ત થશે.
“અલૌકિક ભાવે નમવું જોઈએ. અલૌકિક ભાવે જોવું જોઈએ. તેનું સામાન્યપણું થઈ ગયું છે. તેથી અલૌકિક ફળ કેમ થાય ?” જીવે સામાન્ય કરી નાખ્યું છે. બધી જ પૂજા, બધી જ ભક્તિ, બધી જ ક્રિયા કરવી. પણ એમાં લૌકિક વ્યવહાર ન આવવો જોઈએ.
સૌરાષ્ટ્રની અંદર કાનજી સ્વામી - એક અદ્ભુત સંત થયા. એમણે આત્મસિદ્ધિ માટે કૃપાળુદેવ વિશે લખ્યું છે, “ધન્ય છે તેમને. આવા કરાળકાળમાં અનંત ભવનો છેડો વણીને જે એકાવતારી થયા.” આવા દુઃષમકાળમાં જ્યારે ભગવાનનો માર્ગ ચારે બાજુથી લુપ્ત થઈ ગયો છે, એવા કાળમાં, એકાવનારી પણું પ્રાપ્ત કરી લીધું. જગતને કહ્યું, ‘ડંકાની ચોટ ઉપર’ - ‘તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશરે.”
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 35 [E]=
Page #36
--------------------------------------------------------------------------
________________
આ કાળમાં એકાવતારીપણું ! અનંતકાળનાં કર્મો ખપાવ્યાં. કર્મોનો હિસાબ કરી દીધો. ગાંધીજીએ કહ્યું, ‘આપણને તો મોક્ષ થવાને અનંત ભવ બાકી હશે. પરંતુ કૃપાળુદેવ તો વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યાં હતાં. એકાવતારીપણું પ્રાપ્ત કરી લીધું હતું. જેણે આ લોકોત્તર પુરુષને જાણ્યા તે કહે છે, “ધન્ય છે તેમને. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે.” આપણને ગુજરાતી ભાષામાં છે એટલે માહાસ્ય નથી લાગતું. પણ સંતને છે. આ બોધ બીજી ભાષામાં હોત અને હું એને ન સમજતો હોત તો ? ભગવાન ! તમે મારી માતૃભાષામાં આપીને ખૂબ ઉપકાર કર્યો છે.
અમેરિકામાં આત્મસિદ્ધિની ગાથાઓ ન આવડતાં ખૂબ જ અફસોસ થયો. આપણે તો કેટલાં ભાગ્યશાળી છીએ ? એટલે કાનજી સ્વામીએ કહ્યું, ગુજરાતીમાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે. કળશ ચડાવી દીધો છે. ગુજરાતીઓ માટે તો આ એક ગૌરવનો વિષય છે. આની ગરિમા આપણે કેટલી કરીએ ? તેમના એક એક વચનમાં ઊંડું રહસ્ય છે. તેમના અંતઃકરણમાં વીતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન જૈન ધર્મ જયવંત વર્તે, એમાં નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના હતી.” એમને એમ જ હતું કે આ સત્ય ધર્મનો મારે ઉદ્ધાર કરવો છે. આ ઉદ્ધાર કરવા માટે, જૈન શાસનને જયવંતુ કરવા માટે, અને જગતભરમાં વીતરાગ શાસનની પ્રભાવના કરવા માટેની અદમ્ય ઝંખના હતી. શાસનના ઉદ્ધારમાં નિમિત્ત થવાની એમના અંતરમાં ઊંડાણમાં ભાવના હતી. તે દર્શાવે છે,
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, અવશ્ય થશે આ દેહથી, એમ થયો નિરધાર રે.
ધન્ય રે ! દિવસ, આ અહો...” આ આત્મસિદ્ધિના માહાત્મ માટે બ્રહ્મચારિજીએ એક સ્તુતિ લખી છે. આત્મસિદ્ધિ વાંચતાં વાંચતાં એમણે આ પ્રકારે ભક્તિ કરી.
“પતિત જન પાવની, સુરસરિતા સમી,
અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ.' પતિત એટલે પાપીને પાવન કરનારી, અધમનો ઉદ્ધાર કરનારી, એવી જે સુરગંગા-સ્વર્ગલોકની નદી એ મૃત્યુલોકમાં આવી. જેમ સગરના ૬૦,000 પુત્રો મરણ પામ્યા હતા અને અમર કરવા ગંગાએ અવતરણ કર્યું હતું. તેમ અમે મુમુક્ષુઓ અત્યારે દેહભાવથી મરી રહ્યાં છીએ. એને આત્માની અમરતા આપવા માટે આ સુરગંગા આવી છે. પણ એ પતિત પાવની સુરગંગા ધરતી પર કોણ લાવ્યું ?
જનમ જન્માંતરો, જાણતાં જોગીએ,
આત્મ અનુભવ વડે, આજ દીધી.” આનો કહેનાર કોણ છે ? આ શાસ્ત્રને ભાખનાર કોણ છે ? જન્મ-જન્માંતર જાણતો યોગી. યોગની સાધના પૂર્વે થઈ ગઈ છે. એટલે આ ભવમાં એ કરવાની આવશ્યકતા નથી. એમ પત્ર-૭૦૮ માં લખ્યું છે કે, યોગ-સાધન અમે કરીને આવ્યા છીએ.” પૂર્વ જન્મનો આરાધક, પથભ્રષ્ટ યોગી એવો, ફરતોફરતો, અનંતકાળથી સાધના કરતાં-કરતો, જન્મ-જન્માંતરને જાણતો-જાણતો, મહાવીર સ્વામી સાથે અનુસંધાન
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 36
=
Page #37
--------------------------------------------------------------------------
________________
કરતો-કરતો, આ ધરતી ઉપર આવી ચડ્યો. પોતે પણ સોભાગભાઈને કહે છે, “વનની મારી કોયલ જેવો ઘાટ થયો છે. કોયલ કોઈ દી શહેરમાં આવે નહીં. પણ પવનનો સપાટો લાગે તો આવવું પડે એમ કર્મનો થપાટો લાગ્યો છે. અને કે સોભાગ ! અમે આ કાળે આ ક્ષેત્રમાં આવી ગયા છીએ. આ કાળે, આ ક્ષેત્રમાં, આ પુરુષનો જન્મ થવો જોઈતો નહોતો.” આવા જન્મ-જન્માંતર જાણતાં જોગીએ પોતાના અનુભવથી આત્મસિદ્ધિ આપી છે. પોતાને જે સત્યની ઉપલબ્ધિ છે, જેનું વેદન છે એ વાત આપી છે. આ અનુભવની વાતનું જગતમાં કોઈ મૂલ્ય નથી. કારણ કે માર્ગ જ અનુભવગોચર છે. અનુભવથી આપી છે. અને અનુભવથી જ એને ગ્રહણ કરવાની છે. વચનથી નહીં. આપણે આત્મસિદ્ધિની અનુભૂતિ કરવાની છે.
“ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા,
ભવ્ય સૌભાગ્યની વિનંતીથી.” આ સુરગંગાને સ્વર્ગ પરથી ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ જેવાએ તપ કર્યું. તો આ આત્મસિદ્ધિનું અવતરણ કરાવનાર કયો ભગીરથ હતો ? આવા મહાન, તીર્થકર કોટિના પુરુષનાં મસ્તકમાં રહેલ, આવી જ્ઞાનગંગાનું અવતરણ કરનાર એ ભગીરથ હતા ભવ્ય સૌભાગ્ય. કૃપાળુદેવે કહ્યું છે, “હે શ્રી સોભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું. એટલે તને પણ નમસ્કાર ! મુમુક્ષુઓએ ક્યારે પણ સોભાગને વિસ્મરણ કરવા યોગ્ય નથી.” કારણ કે આવી અધમ-ઉદ્ધારિણી, પતિત પાવની, જ્ઞાનગંગા સમી ‘આત્મસિદ્ધિ’ આપણી પાસે છે એનું કારણ સોભાગ છે. એમણે વિનંતી કરી અને ભગવાને એ વિનંતીને માન્ય કરી.
ચરોતર ભૂમિના, નગર નડિયાદમાં,
પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી.” એ ચરોતર ભૂમિમાં જ કૃપાળુદેવે નિવૃત્તિમાં ખૂબ વસવાટ કર્યો હતો. એ ખંભાત, વડવા, રાળજ, સીમરડા, બોરસદ, કાવિઠા, નડિયાદ, આણંદ વગેરે ચરોતર ભૂમિના પ્રદેશોમાં ભગવાન વિચર્યા હતા. એમાં આ નગર નડિયાદમાં પ્રભુએ પૂર્ણ કૃપા કરી. આ પૂર્ણ કૃપાનું સર્જન છે. એણે કૃપા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એવા એ પરમકૃપાળુદેવને આપણે આત્મશુદ્ધિએ નમસ્કાર કરીએ.
‘આત્મસિદ્ધિ કર્તા નમું, રાજચંદ્ર ભગવંત, પરમકૃપાળુ દેવ જે સર્વ સંતના સંત.
સિદ્ધિ-શાસ્ત્ર સર્જન કર્યું. મૂળ માર્ગ અરિહંત, સત્ય ધર્મ મહાવીરનો, ભાખ્યો કરુણાવંત, ભાખ્યો કરુણાવંત.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
-G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 37 E
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૨
મંગલ ઉપક્રમ – અભિધેય હેતુ
(ગાથા ૧થી ૮) a
પરમકૃપાળુદેવે જગતના જીવોને મુક્તિનો માર્ગ બતાવવા આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. જેની ગાથાઓ હવે આપણે સમજવા માટે સ્વાધ્યાય કરીશું.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું; શ્રી સદ્દગુરુ ભગવંત. (૧) જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેઠું એવા શ્રી સદ્દગુરુ ભગવાનને નમસ્કાર કરું છું.
મંગલાચરણની અંદર સર્વ પ્રથમ સદ્દગુરુ ભગવંતને નમસ્કાર કરે છે. શા માટે ? આ આત્મસિદ્ધિનો ઉદ્દેશ શું છે ? જગતના જીવોને દુઃખથી મુક્તિ એ જ બધા શાસ્ત્રોનો લક્ષ છે. દુઃખથી મુક્તિ અને સુખની પ્રાપ્તિ. અનંત, અક્ષય, અવ્યાબાધ એવું સુખ પ્રાપ્ત કરવાનું છે. જીવ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં સુખ અને દુઃખ ભોગવતો જ રહ્યો છે એનું કારણ શું છે ? હે ભગવાન ! હું અનંત દુઃખ પામ્યો છું.
જ્યારથી મારું આ અસ્તિત્વ છે ત્યારથી કેવળ મેં દુઃખ, દુઃખ અને દુઃખનો જ અનુભવ કર્યો છે. આ જીવને દુઃખ શા કારણે મળ્યું ? તો કહે “જે સ્વરૂપ સમજ્યા વિના.” જીવે સ્વરૂપ જાણ્યું નહિ. કૃપાળુદેવે પત્રાંક૩૮૭માં કહ્યું, ‘જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી.” સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળે પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. મુમુક્ષુને પોતાના સ્વરૂપને જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. જીવનું સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાં પડે. પોતે પોતાને ભૂલી ગયો છે; તેથી જ સત્સુખનો તેને વિયોગ છે.
હું કોણ છું ? મારું સ્વરૂપ શું ? દેહ ? કે જે વિનાશી છે તે ? કે અંદર રહેલું ચૈતન્ય ? ખબર નથી સ્વરૂપનું અજ્ઞાન એટલું બધું છે કે પ્રાથમિક ભૂમિકામાં એટલું ખબર છે કે દુઃખ મેળવ્યા કરું છું. અનાદિકાળથી અનંત પરિભ્રમણ અને દુઃખની પ્રાપ્તિનો જ અનુભવ છે. આ વાત શંકા વિનાની છે. જ્ઞાની
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 38 E
Page #39
--------------------------------------------------------------------------
________________
પુરુષ કહે છે કે તારા અનંત દુઃખનું કારણ તું સ્વરૂપને સમજ્યો નથી એ છે. તારું સ્વરૂપ શું છે ? કૃપાળુદેવ કહે છે કે સ્વરૂપ તો સહજ છે. પરદ્રવ્યથી મુક્ત છે. અસંગ છે. મન-વચન-કાયાના ત્રણે યોગથી રહિત છે. આ સ્વરૂપ તો સહજ છે. પરંતુ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભુલ થતી આવી છે. જેણે પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી. એણે પછી જીવનના બાકીના વ્યવહાર કેવી રીતે કરવા એની ખબર ન હોય.
જેમ કે એક ગાંડો માણસ હોય, તેને હોશ ન હોય એ ગમે તેમ બોલે. ગમે તેવી ચેષ્ટા કરે, ગમે તે પ્રકારનો વ્યવહાર કરે, અભદ્ર વ્યવહાર કરે છે – કેમ કે એને ખબર નથી કે એ પોતે કોણ છે ? એને એ જાણકારી થવી જોઈએ કે એ પોતે કોણ છે. જેમ છોકરો તોફાન કરતો હોય તો આપણે કહીએ કે ‘આટલો મોટો થયો તોયે તોફાન કરે છે ?” એટલે એ મોટો થયો એ જાણકારીનો એને અભાવ છે. એ ક્યા ઘરનો છે ? એનું ખાનદાન કયુ ? આ બધી જાણકારીનો એને અભાવ છે. આ લૌકિક દૃષ્ટિનું દૃષ્ટાંત છે. જેટલાં-જેટલાં પ્રમાણમાં વ્યક્તિને પોતાનું ઓળખાણ હોય તેટલાં-તેટલા પ્રમાણમાં, તે વ્યક્તિનો વ્યવહાર ઓળખાણની સાથે સુસંગત હોય. માણસ જો વિશેષ પદવી ધરાવતો હોય તો રસ્તા વચ્ચે ખાવા કે લાઈનમાં ઊભા રહેવામાં એને પોતાની position નડે છે. કારણ કે પોતાનું ઓળખાણ છે તેથી તેવો જ વ્યવહાર કરશે; જે વ્યવહારમાં સુસંગતતા, ભદ્રતા, સાલસપણું અને સૌજન્યતા હોય.
વિશ્વમાં જે છ દ્રવ્ય છે એમાં તું કોણ છે ? એ આ જીવને ખબર નથી. જ્ઞાનીએ પ્રારંભ કર્યો છે. પરમાર્થમાર્ગનો પ્રારંભ સ્વરૂપની સમજણ મેળવવાથી થશે. પોતાનું ઓળખાણ કરવાનું છે. જીવ પોતાને જ ભુલી ગયો છે. અને પોતાને ભૂલી જવા રૂપ અજ્ઞાનના કારણે જ એને સસુખનો વિયોગ છે. એટલે શરૂઆતમાં જ કૃપાળુદેવે મોક્ષમાળાની અંદર આ પાયાનો પ્રશ્ન કર્યો છે.
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ?” હું કોણ છું ? ક્યાંથી થયો છું? મારું ખરું શું સ્વરૂપ છે ? અને આ બધા સંસારની વળગણા છે તે કોના સંબંધના કારણે છે ? કયા કારણે છે ? રાખવા કે છોડી દેવા ? મારાં છે કે મારાં નથી ? આનો વિચાર જેણે કર્યો છે, માત્ર સ્વરૂપનો જેણે વિચાર કર્યો છે, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” A journey towards Salvation begins with the first questions 'Who am I ? Hall યાત્રાનો પ્રારંભ “હું કોણ છું?” અહીંથી થાય છે. “કકત્વ ? કો અહં ? કો મે માતા, કો મે તાતઃ ? કુતઃ આગતઃ ?’ હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? મારા મા-બાપ કોણ છે ? વેદ, ઉપનિષદ, આગમો, અધ્યાત્મનું આખું દર્શન, વેદકારથી માંડીને રમણ મહર્ષિ સુધી બધાની આજ શરૂઆત છે. Who am I? હું કોણ છું ?
આ સ્વરૂપ જીવ સમજ્યો નથી. તેના કારણે અનંતકાળથી એ દુઃખી થાય છે. “સમજાવ્યું તે પદ નમું આવું કોઈ શાશ્વત પદ છે. જે મને “શ્રી સદ્દગુરુ ભગવંતે સમજાવ્યું. આજે આપણે જેને ઓળખીએ છીએ તે પર્યાય છે. પદ નથી. ‘પદ' તો મૂળ શુદ્ધ તે ‘આત્મપદ' મારું પદ છે એ તો આત્મા છે. પદ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 39
Page #40
--------------------------------------------------------------------------
________________
ત્રિકાળાઅબાધિત હોય છે. એ પદ જેણે સમજાવ્યું – કે તું આ દેહ નથી. તું આ ગતિ નથી, તું આ યોનિનો જીવ નથી. આ બધાં સગાં, સંબંધી, ભાઈ, ભાંડુ, કાકા, મામા, ભત્રીજા આ કોઈ તારું સ્વરૂપ નથી. એ તો વિનાશી છે. પલટાતું છે. પર્યાય છે. પદ નથી. પદ તો શાશ્વત હોય, ત્રિકાળાબાધિત હોય. મૂળ શુદ્ધ તે આત્મપદ, સોગી જિનસ્વરૂપ ' એવું મારું પદ જેણે સમજાવ્યું તે સદ્ગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું.
?
અને પદ કહેતાં છ એ પદની સ્થાપના અહીં મૂકી દીધી. કોણ દુઃખ પામ્યો ? તો કે ‘હું’. કેટલું દુઃખ પામ્યો ? ‘અનંત’. અનંત દુઃખ પામનાર કોણ ? આ દેહ કે આત્મા ! દેહ ત્યાં નીકળી ગયો. તેથી ‘આત્મા' છે અને ‘નિત્ય” છે. એ પદની ત્યાં સ્થાપના થઈ. એ “સમજાવ્યું તે પદ નમું.” એટલે એ પદ’ છે તે તે મોક્ષ પદ છે. એટલે એની પણ સ્થાપના થઈ. પામ્યો દુઃખ અનંત.’ શાથી ? તો કહે તું જ કર્મનો કર્તા’ છો. અને તું જ તે કર્મનો ભોક્તા' છો. એ જ સુખ-દુઃખની રમત છે. જો તું તારા (મોક્ષ)પદમાં હો તો દુઃખનો પ્રશ્ન નથી. એટલે આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, એ જ કર્મનો કર્તા છે અને ભોક્તા છે. અને કર્તા-ભોક્તા છે એટલે જ આ સંસાર પરિભ્રમણ ચાલે છે. સુખ-દુઃખનું ચક્ર ચાલે છે. એ પદ છે તે મૂળ શુદ્ધ આત્મપદ છે અને એ સમજાવનાર જે છે તે સદ્ગુરુ ભગવંત છે. કે જેમની બધી ગ્રંથી છેદાઈ ગઈ છે. અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ છે. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તે ભગવાન કહેવાય. સદ્ગુરુ એ જ છે કે જેને પોતાનું આત્મસ્વરૂપ પૂર્ણપણે પ્રગટ્યું છે. માટે સદ્ગુરુને ભગવાન કહ્યાં છે. એવા એ સદ્ગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું.
તો આ પહેલી ગાથામાં સ્વરૂપની ઓળખાણ નથી. તેથી આ અનાદિનું અનંત દુઃખ છે, મૂળ પદનું, પોતાના મોક્ષપદનું ભાન નથી, કર્મરહિતનું પદ એ મૂળપદ છે. એને ભાવકર્મ નથી. દ્રવ્ય કર્મ નથી, નો કર્મ નથી. જ્ઞાન-દર્શન એવો હું આત્મા, શુદ્ધ ચૈતન્ય એ મારું પદ છે. તે શાશ્વત છે. ત્રિકાળાબાધિત છે. જે મારો સ્વભાવ છે. આ પદ મને સમજાવનાર શ્રી સદ્ગુરુ ભગવંત છે. જે ભાગ્યવાન છે. જેમણે આ પદ પ્રાપ્ત કર્યું છે. અનુભવ્યું છે અને એણે મને સમજાવ્યું છે. જીવમાં સમજણનો અભાવ છે. જીવ સ્વરૂપ સમજ્યો નથી. ત્યાં આવીને બધું અટકી ગયું.
હવે સદ્ગુરુએ પદ સમજાવ્યું, સમજવું એટલે શું ? તો કે જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણવું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતા એ બંને એક જ છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યાં છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણની નિવૃત્તિ ન થઈ.’ (૬૫૧) જે સમજ્યા તે શમાયા. સંસારમાં આ જે બધી ઉતાપ છે તેનું કારણ સમજણનો અભાવ છે. આ બધા અધુરા ઘડા છલકાય છે. અહંભાવ અને મમત્વભાવની પ્રેરણાથી સંસારમાં આ બધું આપણું ડહાપણ ચાલે છે. પોતાના સ્વરૂપને સમજ્યા છે તે તો બધા સ્વરૂપમાં શમાઈ ગયા છે. અને જ્યાં સુધી સ્વરૂપ સમજ્યો નથી ત્યાં સુધી દુઃખ છે. અને આ પદ સદ્ગુરુએ સમજાવ્યું છે. માટે એ ભગવાન છે.
શ્રી. આત્મસિદ્ધિ શાસ્ત્ર 40
Page #41
--------------------------------------------------------------------------
________________
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. (૨)
પરમકૃપાળુદેવ હવે કહે છે, આ વર્તમાન કાળ, હુંડાવસર્પિણી કાળ, કરાળકાળ, કળિયુગ, દુઃષમકાળ, દુઃખે કરીને સત્સંગ પ્રાપ્ત થાય એવો આ કાળ, દુ:ખે કરીને ‘સત્’ સાંભળવા મળે, સત્પુરુષ મળે. સત્સંગ મળે, એ બધું આ કાળની અંદર ઘણું દુષ્કર છે. બાકીનું બધું સરળ છે. પુદ્ગલનું સાધન, પુદ્ગલની સામગ્રી, પુદ્ગલના સુખો એ તો આ કાળમાં વધારે ને વધારે સુગમ છે. રોજ નવાં-નવાં સુખો અને નવીનવી રોજની પ૦૦ આઈટમો દુનિયામાં બહાર પડે છે. Worldની Marketમાં સુખની સામગ્રી, ભોગ ઉપભોગની સામગ્રી રોજની minimum ૫૦૦ બહાર પડે છે. એક cosmetic ની કેટલી item હશે ? એક સાબુ કેટલા પ્રકારનાં હશે ? કપડાં કેટલાં પ્રકા૨ના હશે ? Hair oil કેટલા પ્રકારનું હશે ? દાઢી કરવાના સાબુ અને બ્રશ કેટલા પ્રકારના હશે ? દંત-મંજન કેટલા પ્રકારના હોય છે ? વિચાર કરો ! આ જીવની શરી૨ અને શરીરના ભોગ ઉપભોગના સાધનોની રોજ કેટલી આઈટમ બજારમાં આવતી હશે ? આ કાળમાં એની દુઃષમતા નથી. એ તો વધતું છે, કેવાં Telephone, કેટલા પ્રકારના T.V., કેસેટો, મનોરંજનના સાધનો, સંચારના માધ્યમો કેવા કેવા પ્રકારનાં શોધાયાં છે ! ૫૦ વર્ષ પહેલાં આમાનું કાંઈ જ નહોતું. છતાં જ્ઞાની પુરુષો આ કાળને દુઃષમ કહે છે કારણ કે મોક્ષમાર્ગનો લોપ છે.
આ કાળમાં બાકી બધુંય છે. પરિભ્રમણનો માર્ગ વધુ સુગમ થયો છે. સંસારમાં રખડવાનો માર્ગ વધુ મજબુત થયો છે. એમણે first-class roads બનાવ્યા છે. ચૌદ-રાજલોકમાં પરિભ્રમણ કરવું હશે તો હવે ગાડી ક્યાંય અટકે નહીં એવા national highway આપણી પાસે છે. ક્યાંય પંચર પણ ન પડે એવી પ્રકારના ચારે ગતિમાં પરિભ્રમણના રસ્તાઓ બની ગયા છે. સંસારમાં રઝળપાટના રસ્તા ખુલ્લાં થઈ ગયા છે. અને મોક્ષમાર્ગ લોપ થઈ ગયો છે. પહેલાં મોક્ષમાર્ગની કેડી હતી. જે કેડી જ્ઞાની પુરુષોએ કંડારી હતી. તેના ઉપર સંતપુરુષો ચાલતા હતા. જે કેડી પણ આજે અદૃશ્ય થઈ ગઈ છે.
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ’
જગતના જીવોને આવું આ પોતાનું સ્વરૂપ સમજવા માટે, પદ પ્રાપ્ત કરવા માટે, માર્ગ તો જોઈએ જ. અને અત્યારે આ કાળમાં આ માર્ગ અદૃશ્ય થઈ ગયો છે. લુપ્તપણાને પામ્યો છે.
વિચારવા આત્માર્થીને, ભાખ્યા અત્ર અગોપ્ય.’
પરમકૃપાળુદેવ કહે છે, આ વર્તમન કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે પ્રગટરૂપમાં કહીએ છીએ.’ અમે જીવને પોતાની મુક્તિનો માર્ગ, મોક્ષમાર્ગ, સંસારના પિરભ્રમણથી છૂટવાનો માર્ગ, જો સ્વરૂપ નહીં સમજે તો ભવિષ્યમાં પણ અનંત દુઃખ પામશે, એનાથી છૂટવાનો જે માર્ગ તે મોક્ષમાર્ગ – જે આ કાળમાં લોપ થયો છે, તે ફરીથી પ્રગટરૂપમાં કહીએ છીએ.
回
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 41
11]
Page #42
--------------------------------------------------------------------------
________________
‘ભાષ્યો અત્ર અગોપ્ય.’ કૃપાળુદેવે શબ્દપ્રયોગ વાપર્યો છે, ‘અગોપ્ય’. અગોપ્ય એટલે કંઈ પણ વસ્તુ છૂપાવ્યા વિના, યથાતથ્ય, ખુલ્લંખુલ્લાં, જેવો શ્રી વીતરાગે મોક્ષમાર્ગ ભાખ્યો છે તેવો જ. તે જ પ્રકારે આ માર્ગ અમે કહીએ છીએ. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નથી. સંપૂર્ણ માર્ગ, વિશુદ્ધ માર્ગ – એ અમે અહીં ભાખ્યો છે. અહીં કહે છે, મોક્ષનો માર્ગ કંઈ બહાર નથી. પણ આત્મામાં છે.’ અને તે માર્ગ અગોપ્ય, યથાતથ્ય, કંઈ પણ છૂપાવ્યા વિના કહીએ છીએ. આ આ ગ્રંથનું અભિધેય છે. આ આત્મસિદ્ધિ ગ્રંથનો ઉદ્દેશ છે કે કાળબળના કારણે છિન્ન-વિછિન્ન થયેલા, છેદ-વિચ્છેદ પામેલા, ખંડ-ખંડિત થયેલા, મોક્ષમાર્ગને અગોપ્ય રૂપની અંદર ભગવાને જગતના જીવોની સામે ખુલ્લો કરી દીધો. આ આત્મસિદ્ધિ ગ્રંથનો હેતુ છે.
કેના માટે આ મોક્ષમાર્ગ અગોપ્યરૂપમાં ભગવાને કહ્યો ? આત્માર્થી માટે. વિચારવા આત્માર્થીને ભાષ્યો અત્ર અગોપ્ય.' આ આત્માર્થી સિવાયના જીવો માટે નથી. જે જીવોને એ માર્ગે જવું છે, જેને ઝંખના છે, જેને એ માર્ગે જવાની ઇચ્છા છે તેના માટે એ માર્ગ ખુલ્લો હોવો જોઈએ, સુગમ હોવો જોઈએ. સ૨ળ હોવો જોઈએ. જેને એ માર્ગે નથી જવું તેને તો જે ગામ ન જવું હોય એની દિશા શું કામ પૂછવી ? જો મોક્ષ મેળવવાની ઇચ્છા ન હોય, જો સંસારથી હજુ થાક લાગ્યો ન હોય, જો પરિભ્રમણમાં અને સંસારનાં સુખમાં આનંદનું વેદન થતું હોય તેના માટે ભગવાન આ માર્ગની વાત કરતાં નથી. માટે બીજી જ ગાથામાં કહ્યું કે જેને આત્મા પામવો છે એવા આત્માર્થીને ઉદ્દેશીને આ ગ્રંથ કહ્યો છે. જેને આત્માનો અર્થ સારવો છે એવો આત્માર્થી. એવા જગતના જીવો છે જેને આત્માર્થ પામવો છે તે બધા આત્માર્થી છે. તેવા આત્માર્થીને અમે વિચારવા માટે આ મોક્ષમાર્ગ કહીએ છીએ. કારણ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. મોક્ષમાર્ગનું જ્ઞાન વિચારવાથી થાય. આ તો અત્યંતર માર્ગ છે. અને અત્યંતર માર્ગ વિચારણાથી ખૂલે છે. માટે એમ કહ્યું છે કે, આત્માને કર્મથી મુક્ત કરાવો. કર્મબંધના હેતુઓથી અટકાવે, સ્વરૂપની સંપ્રાપ્તિ કરાવે તે મોક્ષમાર્ગ છે. કેવળ સમવસ્થિત શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ. અને તેનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. આવો મોક્ષ માર્ગ આત્માર્થી જીવો વિચારી શકે માટે અમે અહીં કહીએ છીએ.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરૂણા ઊપજે જોઈ. (૩)
ભગવાને અહીં આત્માર્થી જીવોના બે પ્રકાર કહ્યાં છે. કોઈ ક્રિયાને જ વળગી રહ્યાં છે; અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યાં છે; એમાં જ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે.’
પહેલી ગાથામાં ભગવાને કહ્યું, જગતના જીવો મૂળ પદનું સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખને પામ્યા છે. બીજી ગાથામાં કહ્યું કે, કાળ બળને લીધે, પુદ્દગલનું, ભૌતિકતાનું સામ્રાજ્ય, materialism, સુખના સાધનની એટલી બધી વિપુલતા, અધિકતા છે અને પુદ્ગલનું, પૈસાનું, ધનનું એટલું બધું મહત્ત્વ વધી ગયું છે કે જગતના જીવોને આ સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ લોપ થઈ ગયો છે.
回
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 42
Page #43
--------------------------------------------------------------------------
________________
ત્રીજી ગાથામાં કહે છે જેને માર્ગ પામવો છે એવા જીવો જગતમાં બે પ્રકારનાં છે. જે ધર્મની સાધના કરે છે, જેને આત્માને પ્રાપ્ત કરવો છે તે જીવોની સ્થિતિ કેવી છે તેનું ભગવાને બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. આ આત્માર્થી જીવોનાં વર્ગ કહ્યાં છે. અહીં સંસારી જીવની વાત નથી કરી.
આત્માર્થી જીવોમાં એક વર્ગ માત્ર ક્રિયાજડ થઈ રહ્યો છે, અને બીજા શુષ્કજ્ઞાનમાં ઊતરી ગયા છે. અને બંને વર્ગના જીવો માને છે કે અમે આ મોક્ષનો માર્ગ આચરી રહ્યા છીએ. આનાથી જ અમને મોક્ષ મળશે. કે મૂળ પદની પ્રાપ્તિ થશે. ભગવાન કહે છે આ જોઈને અમને કરુણા આવે છે. અરેરે ! જ્યાં આ વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી, એવી મિથ્યા માન્યતામાં જગતનાં જીવો, ધર્મના નામે મિથ્યા વાસનાઓને પોષે છે. અને કોઈ એમાં ક્રિયાજડ અને કોઈ શુષ્કજ્ઞાની. આ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ નથી. આ જ્ઞાની પુરુષને જીવોની આવી દશા જોઈ કરુણા આવે છે. એ કહે છે કે, “ઘણું કરીને વર્તમાનમાં, શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કહ્યો છે અથવા તો બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ કહ્યો છે. અથવા સ્વમતિ કલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી, કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કચ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી, પરમાર્થ માર્ગ પામવામાં સ્તંભભૂત થાય છે.” (૨૨)
જગતનાં જીવો કાં તો શુષ્ક ક્રિયામાં રહી ગયા અને કાં તો શુષ્ક જ્ઞાનમાં રહી ગયા છે. કોઈએ શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપી છે અને કોઈએ પોતાની સ્વમતિ કલ્પનાએ અધ્યાત્મશાસ્ત્રો વાંચી નિર્ણય કરી નાખ્યો છે કે મોક્ષનો માર્ગ આ પ્રકારનો છે. આ કલ્પના છે. જેમ દોડતા હોઈએ અને થાંભલો આડો આવી જાય તો જીવ અથડાય, પછડાય. તેમ પોતાની માન્યતાના આગ્રહથી જીવ પછડાય છે. રઝળે છે. અને માર્ગ મળતો નથી. ‘માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યાં એવાં પ્રવાહમાં ન પડતાં, યથાશક્તિ વૈરાગ્ય આદિ અવશ્ય આરાધી, સદ્દગુરુનો યોગ પ્રાપ્ત કરી, કષાય આદિ દોષ છેદવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો એવો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો.’ કારણ કે ગતના જીવોનો આ પ્રકાર છે. એક કહે છે કે ક્રિયા કરવી જ નહિ.
જગતના જીવોનું કપાળદેવે ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. એમાં એક પ્રકારનાં જીવ કહે છે કે ક્રિયા કરવી જ નહિ, ક્રિયાથી તો દેવગતિ પ્રાપ્ત થાય. બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. ચારે ગતિની રઝળપાટ ચાલુ રહે માટે સદાચરણ પુણ્યના હેતુ જાણીને કરતાં નથી ને પાપનાં કારણો સેવતાં અટકતાં નથી. આ પ્રકારનાં જીવોએ કાંઈ કરવું જ નહીં. અને મોટી મોટી વાતો જ કરવી એટલું જ છે. આ પ્રકારનાં જીવોને અજ્ઞાનવાદી તરીકે મુકી શકાય. આ જીવનું ડહાપણ છે. ક્રિયા જીવ કરી શકે જ નહીં. ક્રિયા દેહ કરે છે ક્રિયાથી કંઈ ન થાય. દેવગતિ જ મળે અને સંસારની રઝળપાટ તો ચાલુ જ રહે. આવી પ્રકારની મિથ્યા માન્યતા, પોતાની કલ્પનામાં રાચ્યા રહે છે. જીવ ધર્મની ક્રિયાનો નિષેધ કરે છે અને પાપનાં કારણો સેવતો અટકતો નથી. તો એ બીજી ક્રિયાનું ફળ તો મળશે જ. જ્યારે જીવ સામાયિક, દેવદર્શન, વગેરે શુભ ક્રિયા ન કરતો હોય ત્યારે તે બીજી એના સિવાયની ક્રિયા તો કરતો જ હોય છે. કારણ કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણતિ તો થયા જ કરે છે. અને તે પરિણતિ જ્યારે શુભ ન હોય ત્યારે અશુભમાં
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 43
=
Page #44
--------------------------------------------------------------------------
________________
P
હોય. તો એ અશુભ ક્રિયાનું ફળ તો પ્રાપ્ત થશે જ. એટલે કૃપાળુદેવ કહે છે, “પાપનાં કારણો સેવતાં અટકતો નથી.” કૃપાળુદેવે તો આપણી આંખ ઉઘડે એવું સત્ય કહ્યું છે.
બીજો વર્ગ, ‘એકાંત ક્રિયા કરવી, તેથી જ કલ્યાણ થશે.” એમ માને છે. કાંઈ વાંચવાની, સમજવાની જરૂર નથી. રોજ જે કીધું છે તે ક્રિયા કર્યા કરો. એવું મનમાં રાખી, સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મુક્તા નથી. આવા જીવોને ક્રિયાવાદી અથવા ક્રિયાજડ ગણવા જોઈએ. આવા ક્રિયાજડ જીવોને આત્માનો લક્ષ હોય નહિ.
અને ત્રીજો વર્ગ કહે છે, “અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહિ. એ તો જ્ઞાનસ્વરૂપ છે. ત્રિકાળ જ્ઞાયક છે. આત્મા તો કર્તાય નથી અને ભોક્તાયે નથી. માટે કંઈ નથી.” આવું બોલનારાઓ શુષ્ક અધ્યાત્મી, પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકતાં નથી. આવું જગતના જીવોનું સ્વરૂપ છે. તેમાં કાં તો ક્રિયાજડ છે, કાં તો શુષ્ક જ્ઞાની છે. આવા જીવો બંને પ્રકારનાં ભૂલ્યા છે. અને પરમાર્થ પામવાની વાંછાં રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે. તે માત્ર તેમનો દુરાગ્રહ તે અમને પ્રત્યક્ષ દેખાય છે.
આ ગાથામાં કહે છે કે, જગતના જીવો જે આત્માર્થી છે, ધર્મ કરી રહ્યાં છે પણ ધર્મનું એક પડખું પકડીને જે એકાંતમાં છે, એકાંગી થયા છે, કાં તો ક્રિયાજડ અને કાં તો શુષ્ક જ્ઞાની - એવી સ્થિતિમાં છે અને મોક્ષનો માર્ગ માની રહ્યા છે તે જોઈને અમને કરણા ઉપજે છે. હવે આગળ ભગવાન એનું સ્વરૂપ સમજાવે છે.
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ;
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાડ આઈ. (૪) બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યાં છે.” જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે. પણ લોકસંજ્ઞાએ કરે તો એનું ફળ હોય નહીં. જે ક્રિયા કરવાથી અનેક ફળ પ્રાપ્ત થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ માત્ર મોક્ષ થાય તે જ હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ સંસારના હેતુઓ છે. કોઈ ક્રિયાના જો અનેક ફળ થતાં હોય, તો તે ક્રિયા ખોટી છે. આનંદઘનજીએ ચૌદમા શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં આ વાત મુકી છે,
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે;
ક્લ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.”
નE
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 44 GF
Page #45
--------------------------------------------------------------------------
________________
એક ક્રિયા કરી જો અનેક ફળ મળતાં હોય તો તે ક્રિયા ખોટી છે. પણ સર્વ ક્રિયાઓનું ફળ એક માત્ર મોક્ષ આવવું જોઈએ. માત્ર આત્માની મુક્તિ. એ પ્રકારનું હોય તો જે ક્રિયા મોક્ષાર્થે ન થાય તે સફળ છે નહીં. માત્ર તે સર્વ ક્રિયા સંસારની હેતુ બની જાય. માટે બાહ્યક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માનીને અભિમાન કરે છે. માટે ભગવાને કહ્યું છે જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના, માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મમાં રહેલાં વિકાર મટતાં નથી. બાહ્ય ક્રિયા, અંતર્મુખવૃત્તિ વગરનાં વિધિ-નિષેધમાં કંઈ પણ વાસ્તવિક કલ્યાણ થતું નથી. જે ક્રિયા યંત્રવતું, ક્રિયાજડ પણે, અનઉપયોગપણે કંઈ પણ ભાવ ફૂરણારૂપ અંતરભેદ વિના કરવામાં આવે છે તે કેવળ દ્રવ્ય ક્રિયાનું ઉદાહરણ છે. ઉપયોગરહિત ક્રિયાજડ અપ્રધાન, એ મોક્ષમાર્ગમાં અપ્રશસ્ત છે. આખો જિનમાર્ગ મુખ્યપણે ભાવ ઉપર રચાયો છે. ભાવ એ જ એનું જીવન છે. તે ન હોય તો ખાલી ખોખું જ રહે છે. ક્રિયાજડને અંતરભેદ રૂપ અધ્યાત્મનો સ્પર્શ લેશમાત્ર હોતો નથી. ભાવને સ્પર્શતા નથી. અંતર્ભેદને અનુભવતાં નથી. અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. આ ક્રિયાજડનું સ્વરૂપ.
અંતર ભેદાવું જોઈએ. અંતર જ્યારે ભેદાય, અંતરની અંદરનું સંતું છે તે જ્યારે એને સ્પર્શે, પોતાના ચૈતન્યને એ જ્યારે સ્પર્શે ત્યારે જગતના ચૈતન્ય પ્રત્યે એને આત્મિયતાનો ભાવ થાય. નહીં તો ધાર્મિક માણસ જેવો નિર્દય જગતમાં કોઈ જોવા નહીં મળે. કેટલી-કેટલી ક્રિયા કરવા છતાં તેની સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ હોય છે. જગતનાં જીવોની પણ એ યત્ના કરતો નથી. જગતના જીવોની એ મૈત્રી ચિંતવી. શકતો નથી. જગતનાં જીવોનું હિત કરી શકતો નથી. અને પોતાના સ્વાર્થ માટે તે ગમે તેટલી નીચ કક્ષાએ જઈ શકે છે. અને પુષ્કળ ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં જીવ કષાયમાંથી જરાય નિવૃત્ત થઈ શકતો નથી. કુટુંબમાં ક્લેશ અને સંકલેશ ચાલે છે. ધંધાની અંદર કપટ અને છેતરપીંડી ચાલે છે. ચારે બાજુ લોકોને છેતરવાં અને ધન પ્રાપ્ત કરવું, ગમે તે પ્રકારનાં કપટયુક્ત આચાર કરવા, આ ધર્મનું લક્ષણ નથી. આટલી ક્રિયા કર્યા પછી, જિનેશ્વરનાં દર્શન કર્યા પછી, જિનેશ્વરના માર્ગની આરાધના કર્યા પછી જો અંતર ભેદાયું નથી, જગતનાં જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થભાવનું જાગૃતપણું ન આવ્યું તો ક્રિયા માત્ર ક્રિયાજડ છે. અંતર્ભેદ થયો નથી. અંતર્ભેદ હોય તેને જગતના જીવો પ્રત્યે અનુકંપા પ્રગટે.
ધર્મ ન બીજો દયા સમાન. ભાખ્યું ભાષણમાં ભગવાન.” ક્રિયાજડમાં દયા નહીં હોય, જગતનાં જીવોની મૈત્રી નહીં હોય. એટલે ભગવાને કહ્યું કે આવી ક્રિયા જડતાથી અનાદિનો દોષ નહીં ઘટે. માટે જ્ઞાનનો વિચાર કર. જિન માર્ગ આખો ભાવ ઉપર છે. તારી ભાવ સૃષ્ટિમાં, જગતના સર્વ ચેતન-આત્માઓ પ્રત્યે આત્મિયતાનો ભાવ હોવો જોઈએ. અને ત્યારે જ આ જીવ કહી શકે,
ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુમે, મિત્તિમે સત્વભુએસ, વેરે મઝે ન કેણઈ.”
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 45 E
Page #46
--------------------------------------------------------------------------
________________
મારે કોઈ સાથે વેર નથી એમ ક્યારે કહી શકે ? જ્યારે એનું અંતર ભેદાયું હોય ત્યારે. આ અંતર ભેદાય, અજ્ઞાનનાં આવરણ ભેદાય અને અંદર ચૈતન્યનો સ્પર્શ થાય ત્યારે જગતનાં બીજા જીવ રાશિ પ્રત્યે જીવને દયાનો ભાવ પ્રગટે. નહીંતર જીવ દયા-દાન ને પણ જીવનમાંથી કાઢી નાખે. ક્રૂરતા એ જીવનું લક્ષણ નથી. કરુણા એ જીવનું લક્ષણ છે. અહીં ક્રિયાજડનું સ્વરૂપ બતાવ્યું. હવે આગળ શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ કહે છે.
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી;
વર્તે મોહાવેશમાં, શુષ્કરીની તે આંહી. (૫) બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી. મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યાં છે.
આવાં શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયવાણી આ પ્રકારે બોલે છે. આત્માને વળી બંધ કેવો ? એ તો. નિબંધ છે, અબદ્ધ છે, અસ્કૃષ્ટ છે. આત્મા કોઈથી બંધાતો નથી. આત્માને કોઈ બાંધી શકતું નથી. મોક્ષ
ક્યાં છે ? તું જ મોક્ષ સ્વરૂપ છો. આ મોક્ષ થવાપણું છે જ નહીં. આત્મા સદાયે મુક્ત જ છે. તેને કોઈ બાંધી શકે જ નહીં. અરૂપીને વળી રૂપી બાંધે ?” અનેક પ્રકારની આવી તત્ત્વજ્ઞાનની વાતો નિશ્ચય નયનાં વાક્યો બોલ્યાં કરે. અને પાછા પોતે વર્તે મોહાવેશમાં. અને પોતાનું વર્તન મોહને આધિન થઈને, વૃત્તિઓને આધિન થઈને, વિષય કષાયને આધિન થઈને છે, અને કહે છે આત્માને કંઈ સ્પર્શતું જ નથી. ખાય છે કોણ ? તો કહે દેહ ખાય છે. જીભ ખાય છે. તું નથી ખાતો તો કોણ ખાય છે ? ખાવાનું જીભ માંગે છે ? તો જીવ નીકળી જાય પછી દેહ ખાઈ શકશે ? સંયોગી ક્રિયા અને સંયોગી ભાવનું જેને ભાન નથી તે આવી, આત્માને બંધ નથી, આત્માનો મોક્ષ નથી, તું જ મોક્ષ સ્વરૂપ છો - એવી નિશ્ચયનયની વાતો કહ્યાં કરે અને મોહાવેશમાં વર્યા કરે.
જીવને સાચી સમજણ નથી કે આત્મા કેમ બંધાય છે ? કૃપાળુદેવે આ વાતને બહુ સરસ રીતે કહી છે :
ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત,
જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ?” અરૂપી એવો આત્મા, રૂપી એવા જડ પુગલ પરમાણુને ગ્રહણ કરીને કર્મથી બંધાય છે. અને જીવને એ સમજણ નથી. જિનેશ્વર પરમાત્માએ આ કેવો અદ્દભુત જિનસિદ્ધાંત કહ્યો છે. પણ જીવ સ્થૂળ બુદ્ધિથી વિચારે એટલે એમ જાણે કે આત્મા બંધાય જ નહીં. એને કોઈ બાંધી શકે જ નહીં. એને કોઈ સ્પર્શી શકે જ નહીં. એ તો સદાય અબદ્ધ છે. જ્ઞાની પુરુષ કહે છે, "દૂગલ દ્રવ્યનો જીવ સાથે સંબંધ થવો તેને બંધ કહે છે. કૃપાળુદેવે લખ્યું છે કે, ‘આત્મા છે.” અને તેને કોઈ પણ કારણથી બંધ છે. એ વાતનો કોઈ કાળે પણ સંશય નહીં થાય. આ અસાર સંસારને વિશે જે મુખ્ય ચાર ગતિ છે તે કર્મ બંધને લીધે
1
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 46
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થાય છે. બંધ વિના ગતિ નથી. જીવ મનુષ્યગતિમાંથી નારકીમાં ગયો, ના૨કીમાંથી દેવલોકમાં ગયો, દેવલોકમાંથી તિર્યંચમાં ગયો. આ બધું ભટકવાનું માત્ર કર્મબંધને લીધે જ થયું છે. જો કર્મને લીધે ગતિ ન બદલાતી હોત તો મનુષ્ય યોનિમાં રહેલો જીવ અનાદિકાળથી મનુષ્ય જ થવો જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે, ગતિ આગતિ કાં શોધ ?’
આ ગતિ કેમ છે ? આ ચૌદ રાજલોકમાં આથડવાનું, રઝળવાનું કેમ થાય છે ? કારણ કે જીવને કર્મનો બંધ થાય છે. જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. જીવને બંધ છે. માટે જ સંસાર છે. એટલે કહે છે, ગમે તે કાળમાં કર્મ છે અને તેનો બંધ છે. અને તેની નિર્જરા છે. અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ મોક્ષ છે. માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપનું ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે. અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે. અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. નવ પૂર્વ જેટલું શ્રુત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાનો જ્ઞાની તેને બહુ શ્રુત અજ્ઞાની’ કહ્યો છે તો અલ્પવ્રુત શુષ્કજ્ઞાનીની તો વાત જ શી ?” ચૌદ પૂર્વ ભણ્યો હોય ને આત્માનું જ્ઞાન ન હોય તો તે અજ્ઞાન છે.
જો હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં;
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં’
ગમે તેટલું ભણ્યો હોય પણ જો જીવને જાણ્યો નહીં, આ દેહ અને આ ચેતન, એને જો યથાર્થ રૂપમાં જાણ્યું નથી તો બધું જાણેલું તે અજ્ઞાન છે. આત્માને પુદ્ગલ સાથેનો સંબંધ જાણવાનો છે. એટલે એકલું અધ્યાત્મસ્વરૂપનું ચિંતવન કરવાથી શુષ્કાની થાય, ઉન્મત્ત દશા થાય, અને સ્વચ્છંદ આવી જાય. અને આ બધું જીવને રખડાવના૨ છે. કૃપાળુદેવે સરસ વાત લખી છે, અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગ આદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકતા આદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે. અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે.’ પાત્રતા પહેલાં જોઈએ. જો ઊંચું તત્ત્વજ્ઞાન એમને એમ વિચાર્યા વિના, અધિકાર વિના, જીવ સાંભળે તો એને રખડવાનો પ્રસંગ ઊભો થાય છે. આવી રીતે જગતના જીવો મોહની અંદર વર્તન કરતા હોય અને આત્માને બંધ નથી આવી શુષ્કજ્ઞાનની વાત કરે, તથાકથિત ક્યાંયથી વાંચી લીધું, કોઈ એકાદ વાક્ય કે એકાદો શબ્દ શાસ્ત્રમાંથી પકડી લીધો અને પછી અસંગત અને અસંબંધ વાતો કરે તે જીવ શુષ્કજ્ઞાની કહેવાય.
કૃપાળુદેવે લખ્યું છે, દાનક્રિયા કરવાની શાસ્ત્રમાં ક્યાં હા પાડી છે અને ક્યાં ના પાડી છે તે ભૂમિકા, તે અપેક્ષા સમજવાની છે.’ કે સાધુ અવસ્થામાં દાન ન હોય અને ગૃહસ્થ અવસ્થામાં દાન સિવાય કંઈ ન હોય. ગૃહસ્થ જે દ્રવ્યનું ઉપાર્જન કરે છે એણે દાન કરવું જ જોઈએ. જીવદયા, પરોપકાર, માનવ અનુકંપા આ ગૃહસ્થનો ધર્મ છે. અને કોઈ સર્વસંગ પરિત્યાગી છે. તો એના માટે આ દાનધર્મ નથી. એમણે તો જ્ઞાનદાન, બોધિદાન, એ કરવાનું હોય છે. સાધુઓ જ્ઞાનદાન કરે. સંસારીઓ દ્રવ્યદાન કરે. વસ્તુને વસ્તુના સ્વરૂપે સમજવાની છે. જૈન દર્શન સ્યાદવાદ બતાવે છે. અનેકાંત દૃષ્ટિથી કહે છે. એકાંતે કોઈ વસ્તુનો નિષેધ નહીં. પરંતુ આવા શુષ્કજ્ઞાની શાસ્ત્રનું આવું વચન એકાંતિક પકડી લઈને પરોપકાર,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 47
1
Page #48
--------------------------------------------------------------------------
________________
દાન વગેરેનો નિષેધ કરે છે અને પોતે લોભમાં ને મોહકષાયમાં વર્તે છે. એને કોઈ જીવની અનુકંપા થતી નથી. તો આ ધાર્મિકતા કે આધ્યાત્મિકતાનું લક્ષણ ખરું ? કરુણા-હીન વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ કહી શકાય ? શક્ય નથી. એટલે અહીં સમજાવ્યું કે જગતમાં મોક્ષમાર્ગની આરાધના કરનારા જીવોના બે વર્ગ છે. એક ક્રિયાજડ અને બીજો શુષ્કજ્ઞાની. ક્રિયાજડ એ માત્ર ક્રિયા કરે. અંતર ભેદાય નહિ અને કોઈપણ જાતની જ્ઞાનની કોઈ વિચારણા કરે નહીં. તત્ત્વનો વિચાર ન કરે. શેના માટે કરીએ છીએ એનો પણ વિચાર ન કરે, અને યંત્રવત ક્રિયા કરે. બીજો શુષ્કજ્ઞાની, કે જે કહે કે કોઈ ક્રિયા કરવી જ નહીં. ક્રિયાથી આપણું કંઈ થવાનું જ નથી. અને ક્રિયાને અને આ જીવને કંઈ લેવાદેવા નથી. જીવ બંધાતો નથી.
જીવનો મોક્ષ થતો નથી. મોક્ષ સમજાય છે, થતો નથી. એ લોકો મોહાવેશમાં વર્તતા હોય છે. આ બંનેનું વર્તન સમજાવીને કૃપાળુદેવ હવે મોક્ષમાર્ગની અંદર એક અદ્ભુત માર્ગ પ્રકાશે છે.
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન
તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. (૬) વૈરાગ્ય ત્યાગ આદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય, ત્યાં પણ જો આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે.’
જગતના જીવોએ અધિકાર માંગ્યો. આ વૈરાગ્યની ઉપાસના કરવી જોઈએ. જ્યાં સુધી વૈરાગ્ય અને ઉપશમ જીવમાં આવતાં નથી. ત્યાં સુધી સિદ્ધાંત બોધ સમજી શકાતો નથી. તત્ત્વ જીવનમાં પરિણમન પામતું નથી. ભૂમિ શુદ્ધ ન હોય તો વરસાદ ગમે તેટલો પડે બીજ ઊગી શકે નહીં. ક્ષેત્ર વિશુદ્ધિ વિના પાક ન થાય. વાસણ સ્વચ્છ ન હોય તો એમાં કોઈ વસ્તુ રહી શકે નહીં. આવી પાત્રતા જ્યાં સુધી જીવ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એને તત્ત્વજ્ઞાનનો બોધ થતો નથી. એનું ચિત્ત નિર્મળ થવું જોઈએ. એની બુદ્ધિ નિર્મળ થવી જોઈએ. વિકારી દૃષ્ટિ હોય, વિકારી મન હોય, વિકારી ચિત્ત હોય, તો તત્ત્વનું પરિણમન કેવી રીતે થાય ? કયા આધારે થાય ? નિર્વિકાર થયા વિના, મન નિર્મલ કર્યા વિના આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ? ભૂમિકા માટે - પાત્રતા થવા માટે ભગવાન કહે છે, વૈરાગ્ય આદિ સાધન છે. તે વૈરાગ્ય આદિ સફળ ત્યારે જ થાય જો આત્મજ્ઞાન થાય તો. આત્મજ્ઞાન ન થયું અને ત્યાગ-વૈરાગ્ય કર્યો - હઠયોગીઓની જેમ. તેઓ કેટલો ત્યાગ-વૈરાગ્ય કરે ? ચાલીસ દિવસ ખાડો ખોદીને અંદર પુરાઈ રહે. એક પગે ચાર-ચાર મહિના ઊભા રહે. હિમાલય જેવી ઠંડી હોય તો ત્યાં પણ ઉઘાડે શરીરે એક પગે ઊભો હોય. આ હઠયોગી - જેના માટે કૃપાળુદેવે કહ્યું,
દઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો,
જય ભેદ જપે, તપ ત્યોંહિ તપે.” - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 48
Page #49
--------------------------------------------------------------------------
________________
સૂરજ અને ખડકની જેમ તપતો હોય, પણ જો આત્મા પ્રાપ્ત ન થાય તો એ વૈરાગ્યની કિંમત કેટલી ? ત્યાગ કર્યો એની કિંમત કેટલી ? કાંઈ જ નહીં. કારણ કે આત્મજ્ઞાન થાય તો જ એ ત્યાગ અને વૈરાગ્યની સફળતા છે. હવે આ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું ? કૃપાળુદેવે અહિં બહુ સરસ રહસ્ય કહ્યું કે,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન.” આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું નિદાન-કારણ શું? કેમકે કારણ વિના કાર્યની નિષ્પતિ થાય નહીં. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું ? તો કે ત્યાગ-વૈરાગ્ય આરાધવા અને ત્યાગ અને વૈરાગ્યને સફળ કરવા શું કરવું ? તો કહે ‘આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ શેનાથી થશે ? ત્યાગ અને વૈરાગ્યથી. બંનેને અહીં જોડે લીધાં. ત્યાગ-વૈરાગ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં લક્ષ સાથે કરવાં. સાધન વિના સિદ્ધિ થાય નહીં. તો ત્યાગ વૈરાગ્ય એ આત્મજ્ઞાન થવાનાં સાધન છે.
વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે. તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત ભવનું મૂળ છેદે છે. વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યથી સદ્દગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્વળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્ય આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું.” કપાળદેવે અહીં બંનેનો સમન્વય કર્યો છે. કે જ્ઞાનપ્રાપ્તિ વિના વૈરાગ્ય સફળ નથી તે સાચું. પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ ત્યાગ-વૈરાગ્ય એ જ સાધન છે.
“પ્રથમ આયુધ શસ્ત્રો) બાંધતા અને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે. તેમ પ્રથમથી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યું કામ આવે છે. અને આરાધના થઈ શકે છે. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. અને વિચાર વિના વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વિચાર વિના જ્ઞાન આવે નહીં. જીવન વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય, આશ્રયભાવ અને ભક્તિનું બળ વધે, તેમ-તેમ સત્પુરુષનાં વચનનું અપૂર્વ અને અદૂભૂત સ્વરૂપ ભાસે છે. અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે.”
જીવમાં જેમ જેમ ત્યાગ-વૈરાગ્યનું બળ વધે, તેમ-તેમ સદૂગરનો બોધ જીવમાં પરિણામ પામે. અને પરિણામ પામે એટલે નિવૃત્તિના જ ઉપાયો છે તે સહજમાં સિદ્ધ થાય છે. આવું અદ્દભુત બળ ત્યાગવૈરાગ્યનું છે. ત્યાગ-વૈરાગ્ય એ પાયો છે. અંતઃકરણને નિર્મળ કર્યા વિના, અહંત, મમત્વ જીવમાંથી હઠશે નહીં. જગતના પુદ્ગલ પદાર્થોમાં જે મોહાસક્તિ છે, મોહબુદ્ધિ છે, મારાપણું છે તે જીવમાં ત્યાગ-વૈરાગ્ય નહીં આવે તો, ખસશે નહીં. વૈરાગ્યનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં વિરાગ નહીં આવે. અને વિરાગ વગર વીતરાગ નહીં થવાય. વિરાગ એટલે ધર્મનો, આત્માનો, અધ્યાત્મનો વિશેષ પ્રકારનો રાગ. વૈરાગ્યથી વિરાગમાં આવી વિરાગથી વીતરાગમાં જવાશે, જીવે એકેક તબક્કા ક્રમવાર લેવા પડ્યાં. અધ્યાત્મ સંસ્કૃતિનો પાયો ત્યાગ છે, ભોગ નથી. ભોગથી જ્ઞાન પ્રાપ્ત ન થાય. ભોગથી આત્મજ્ઞાન ન પ્રગટે, વૈરાગ્યથી
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 49 SિE
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રગટે. સંસારના એક પણ પદાર્થમાં જીવની આસક્તિ હોય, તેનું મન રોકાતું હોય ત્યાં સુધીમાં આત્મસાક્ષાત્કાર થવો મુશ્કેલ છે.
કૃપાળુદેવ મુંબઈની પેઢીમાં બેસતા હતા. અને ગાંધીજી રોજ એમને મળવા જાય. બંને નવયુવાન હતા. ૨૪-૨૫ વર્ષની ઉંમર હતી બંનેની. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ક્યારે કોઈપણ વસ્તુ પર મોહાસક્તિ એમને થઈ હોય એવું જોયું નથી. એમના-કૃપાળુદેવના જીવનમાં નીતરતો વૈરાગ્ય હતો. ઝવેરીબજારમાં હીરા-માણેક-મોતીનો વેપાર કરતો એવો આ જ્ઞાની એના જીવનમાં કોઈ આસક્તિ જોઈ નહીં. ‘અપૂર્વ-અવસર’ પદ તો ૩૦મેં વર્ષે કૃપાળુદેવે લખ્યું છે. પણ ગાંધીજી લખે છે કે એ પદની પહેલી બે ગાથામાં વર્ણવેલો વૈરાગ્ય, મેં પેઢી ઉપર બેઠેલા કવિશ્રીના જીવનમાં એવો નીતરતો વૈરાગ્ય જોયો હતો. એના જીવનમાં વૈરાગ્ય નીતરતો હતો. અને એના લખાણમાં ‘સત્’ નીતરતું હતું. એટલે એમણે લખ્યું કે, ‘રાગને કાઢનાર જાણે છે કે રાગ-રહિત થવું એ કેટલું દુષ્કર છે.’ પરંતુ એવી રાગ-રહિત વીતરાગી દશા કવિશ્રીને સ્વાભાવિક હતી. સહજ હતી. કારણ કે જગતની કોઈ ચીજમાં એ લેપાયા નહોતા. આવી દશાથી આત્મજ્ઞાન પ્રગટતું હોય છે. વૈરાગ્યની-જનની અકેલી ઉદાસિનતા.’ એટલે પહેલાં સંસાર પ્રત્યે વૈરાગ્ય આવવો જોઈએ. સંસારનો થાક લાગવો જોઈએ. નિર્વેદ નામનો ગુણ પ્રગટશે પછી જ જીવનમાં સંવેગ આવશે. સંવેગ એટલે મોક્ષની અભિલાષા. મોક્ષ પ્રત્યેનો વેગવંત પ્રયત્ન એટલે સંવેગ. સંસારથી થાક્યો હોય એ જ જીવ મોક્ષ માર્ગે વેગવંત ચાલી શકે. બાકી હજુ સંસારમાં સુખ વેદાય છે એવો જીવ મોક્ષમાર્ગે કેમ ચાલી શકશે ? એટલે અહીં કહ્યું છે કે વૈરાગ્યની ભૂમિકા પહેલાં જોઈશે. જે દિવસે કોઈ પણ જીવને આત્મજ્ઞાન થશે. તે દિવસે વૈરાગ્યની ભૂમિકામાં થશે. ભોગની ભૂમિકામાં નહીં થાય.
ભરત ચક્રવર્તીને અસ્સિાભુવનમાં જે પૂર્ણ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો તે ભોગની ભૂમિકામાં કે વૈરાગ્યની ભૂમિકામાં ? આભૂષણ પહેરવાનાં ભાવમાં જ્ઞાન થયું કે એક આભૂષણ છટકી ગયું અને એની નશ્વરતા વિચારી એમાં જ્ઞાન થયું તો જ્ઞાન વૈરાગ્યની ભૂમિકામાં થયું.
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં તફાવત આ જ છે. પૂર્વની સંસ્કૃતિનો પાયો ત્યાગ છે. પશ્ચિમની સંસ્કૃતિનો પાયો ભોગ છે. જીવનની અંદર સુખની સામગ્રી, ભોગ-ઉપભોગ, comforts & convenience એ આધુનિક જીવનનું લક્ષણ છે. ત્યારે આ દેશના લોકોએ વેદકાળમાં ઉપનિષદની અંદર એક પ્રશ્ન કર્યો છે; ભંતે ! કો ભાગયવંતઃ ” હે ભગવાન ! આ જગતમાં ભાગ્યશાળી કોણ ?” અહીં ઋષિએ એના શિષ્યને જવાબ આપ્યો છે, ‘કૌપિનધારી, ખલુ ભાગ્યવંતા.’ ‘હે શિષ્ય ! જેણે આ શરીર પર માત્ર કૌપિન ધારણ કર્યું છે તે જ આ જગતમાં ખો ભાગ્યશાળી છે.’ આ આર્યદેશની સંસ્કૃતિ છે. વ્યક્તિ પાસે કેટલા બંગલા-ગાડી છે, કેટલી બેંક બૅલેન્સ છે, એનાથી અહીં વ્યક્તિનું માપ નહીં નીકળે. અમેરિકામાં તો first ten fortune નું list બહાર પડે છે. એમાં એ વ્યક્તિની સંપત્તિ કેટલી છે ? સ્થાવર અને જંગમ મિલકત કેટલી છે ? તે પ્રમાણે નંબર અપાય છે. પણ આ દેશમાં તો વ્યક્તિમાં ત્યાગ-વૈરાગ્ય કેટલો છે ? એના ઉ૫૨થી વ્યક્તિની ઊંચાઈ મપાય છે. ત્યાગ એ વ્યક્તિની મહાનતાનું સાધન છે.
回
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 50
Page #51
--------------------------------------------------------------------------
________________
આપન્ને રસ્તે ચાલ્યા જતા હોઈએ અને આપણને કોઈની મારુતિ, કે zen ગાડી સામે મળે કે કોઈ મિનિસ્ટરની ગાડી મળે તો કોઈ ફરક પડતો નથી. પણ રસ્તે જતાં કોઈ એવા તપસ્વી, જ્ઞાની પુરુષ, અકિંચન, અપરિગ્રહી એવા મહાત્મા મળે, સંતપુરુષ મળે તો આપણે આપણા વાહનમાં જતાં હોઈએ તો પણ થોભાવીને એમના દર્શન કરીએ. અને આપણે ધન્યતા અનુભવીએ. પાવન થઈએ. આવા પાદવિહારી, ભિક્ષાચારી સંતને જોઈને ભાગ્યશાળી થઈએ. આ દેશની અંદર વ્યક્તિની ઊંચાઈ માપવાના માપદંડ, એની મહાનતા માપવાનાં સાધન – એનામાં ત્યાગ-વૈરાગ્ય કેટલા પ્રમાણમાં છે તે છે. માટે ભગવાન કહે છે, આ અધ્યાત્મ સંસ્કૃતિ છે. જ્ઞાનને પામવા માટે સર્વ પ્રથમ વૈરાગ્ય અને ઉપશમ જોઈશે. વૈરાગ્ય અને ઉપશમ એ બે ધર્મરથના પાયા છે, ચક્ર છે. એના આધાર ઉપર ધર્મરથ ચાલી રહ્યો છે. જો વૈરાગ્ય અને ઉપશમની ભૂમિકા નહીં હોય તો તત્ત્વજ્ઞાનનો બોધ કે શાસ્ત્રના જ્ઞાનના અંકુરો આ અંતઃકરણની ભૂમિ ઉપર ઊગી શકશે નહીં.
ઉકરડાની અંદર બીજ ઊગતું નથી. ઉદ્યાનની અંદર પુષ્પ ખીલી શકે છે. તો ત્યાગવૈરાગ્ય અંતરની ભૂમિને શુદ્ધ કરે છે. હવે આગળ કહે છે,
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજમાન. (૭)
જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય, અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આર્કીક્ષા ન રાખે. તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્ય આદિ હોવાથી તે પૂજા સત્કાર આદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય.'
ભગવાન કહે છે ત્યાગ-વૈરાગ્ય જેને ચિત્તમાં નથી તેને જ્ઞાન ક્યાંથી થાય ? વૃત્તિઓનું ઉત્પન્ન થવું ચિત્તમાં છે. આપણે દેહથી ત્યાગ ઘણો કરીએ છીએ. ચિત્તથી ત્યાગ કેટલો ? ચિત્ત-શબ્દ બહુ વિચારવાનો. ચિત્તમાં ત્યાગ એટલે વસ્તુ પ્રત્યે આસક્તિ ભાવ ન હોવો તે. વસ્તુ પ્રત્યે મોહબુદ્ધિનો અભાવ. વસ્તુ હોય છતાં તેના પ્રત્યે તેનું મમત્વ ન હોય. તેને કહેવાય ચિત્તમાં ત્યાગ,
આલોચનાના પાઠમાં આ વાત આવે છે.
“અહીં સમદષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરગત ન્યારો રહે, જ્યું ધાવ ખીલાવે બાળ.
આયા કે ગવર્નેસ હોય તે છોકરાને ખવડાવે, પીવડાવે, નવડાવે, એની માવજત કરે. પણ એને અંતરથી છોકરાં પ્રત્યે મમત્વ નથી. કારણ કે એને અંતરથી પુરી શ્રદ્ધા છે કે આ મારો નથી. અને આ મારો થવાનો પણ નથી.’ એના ચિત્તમાં બાળક પ્રત્યે કોઈ માતૃત્વનો ભાવ નથી. કાળજી જનેતા-મા કરતાં પણ સારી લે છે. અને છતાં ભાવ માતૃત્વની નથી.
મુનિમજી પેઢી પર હોય. વેપાર ધંધો કરતા હોય. પણ અંદરમાં ભાવ માલિકીનો નથી. પગારદાર
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -51
Page #52
--------------------------------------------------------------------------
________________
તરીકે ફરજ બજાવે છે. શેઠને પેઢીમાં લાખ રૂપિયાની ખોટ ગઈ કે લાખ રૂપિયા કમાણી થઈ મુનિમને તેથી શું ફરક પડવાનો ?
સુખી હું તેથી કોને શું ? દુઃખી હું તેથી કોને શું ?” સરસ્વતીચંદ્રની કવિતામાં આ વાત કહી છે. જગતની સ્થિતિ આવી છે. વૈરાગ્ય ચિત્તમાં હોવો જોઈએ. જ્યાં ચિત્તમાં વૈરાગ્ય જાગે છે ત્યાં ત્યાગ ટકી શકે છે. એટલે નિષ્કુળાનંદજીએ એવું ભજનમાં ગાયું છે, ત્યાગ ન ટકે રે, વૈરાગ્ય વિના.” જો વૈરાગ્ય વૃત્તિ ચિત્તમાં નહીં હોય તો ત્યાગ ટકી શકશે નહીં. ત્યાગ કરવાના ઉભરા આવશે. આ છોડી દઉં, પેલું છોડી દઉં એવા ભાવ થશે. બાધાઓ લેવાતી જશે. અંતરથી જો ચિત્તમાં વૈરાગ્ય જાગ્યો નહીં હોય, તો ત્યાગ ટકી શકશે નહીં. અને એનું પરિણામ વિપરીત આવવાની પણ સંભાવના છે. જો ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ નહીં હોય તો, જે વસ્તુ છોડી હશે, એના નિયમની કાળ-મર્યાદા પુરી થતાં, ચાતુર્માસ પુરું થતાં, ગુરુ મહારાજ અહીંથી બીજે પધારે અને બાધા પુરી થાય એટલે તે વસ્તુ પર તુટી પડે. અથવા તો જે પ્રમાણે છૂટ રાખી હોય તે પ્રમાણે વર્તે. કારણ કે ચિત્તમાં ત્યાગ-વૈરાગ્ય નથી. વૃતિમાં ત્યાગ નથી. અને એવો ત્યાગ નદીમાં પુર આવે એવો હોય છે. જે મૂળથી નુકશાન વધારે છે. એટલે એવો બાહ્ય ત્યાગ હોય ત્યારે કાળમર્યાદા પુરી થાય ત્યારે જે થોડાં સગુણોના છોડ ઊગ્યાં હોય એને પણ મૂળમાંથી નદીના પૂરની જેમ તાણીને લઈ જાય. એકે સદ્ગુણ રહેવા દે નહીં.
ઘણીવાર સાંભળીએ છીએ કે આ ભાઈ કે બહેનને દીક્ષાના ભાવ હતા. અને એની Historyમાં આટલાં વર્ષીતપ, સોળભથ્થાં, અઠ્ઠાઈ વગેરે તપસ્યાનું લીસ્ટ હોય. અને વર્તમાન જીવનમાં કેવળ અસંયમ દેખાય. આનું કારણ ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ હતી જ નહીં. તેથી સંપૂર્ણપણે સંસારમાં લપેટાઈ જાય. ચિત્તમાં વૈરાગ્ય ન હોય એને જ્ઞાન ન થાય. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. બંને એકલા હોતાં નથી. અને જ્યાં વૈરાગ્ય હોય અને જ્ઞાન ન હોય ત્યાં સમજી લેવું કે આનો વૈરાગ્ય ખોટો છે. દૂધના ઉફાણા જેવો છે. પાણીના પૂર જેવો છે. આ વૈરાગ્ય) જાશે ત્યારે જીવનનું સત્ત્વ અને જીવનનાં સદ્દગુણોને પણ લઈ જાશે. “વાસ્તવિક સુખ વિરાગમાં છે. માટે જંજાળ મોહિનીથી આજે અત્યંતર મોહિની વધારીશ મા.” વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” એમ કૃપાળુદેવે મોક્ષમાળામાં લખ્યું છે. ભોમિયો એટલે માર્ગ બતાવે તે.
જેના અંતઃકરણમાં ત્યાગ-વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયાં નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમ કે મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી.” પ્રતિબિંબ સ્વચ્છ દર્પણમાં પડે. પણ જે દર્પણમાં મલિનતા હોય તેમાં પ્રતિબિંબ પડી શકે નહીં. તેમજ માત્ર ત્યાગ-વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાનું આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચર્યપણું છે. જેથી તે ત્યાગ-વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે, માનાર્થે, સર્વ સંયમ આદિની પ્રવૃત્તિ થઈ જાય. જેથી સંસારનો ઉચ્છેદ ન થાય. માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ આત્મજ્ઞાનને પામે
હીં. અહીં કપાળદેવ ભયસ્થાન બતાવે છે. જો જીવ ત્યાગ-વૈરાગ્ય સહિત આત્મજ્ઞાનની સાધના ન કરે તો પૂજા-સત્કાર આદિ પામવાનું શરૂ થઈ જાય. જરાક ત્યાગ-વૈરાગ્ય આવે કે પૂજા-સત્કાર-માન-બહુમાન
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 52 IF
Page #53
--------------------------------------------------------------------------
________________
કરવાનું ચાલુ થઈ જાય. જેને લીધે જીવનું અટકવું થઈ જાય. જીવ રોકાઈ જાય. એટલે સંયમથી જાવ પડી જાય. પૂજા, સત્કાર, પ્રસિદ્ધિ, યશ કામના, નામના, બહુમાન, લોકપ્રસિદ્ધિ, આની અંદર પડેલો જીવ આત્માની મુક્તિનો માર્ગ ભુલી જાય છે અને બહુધાામોટા ભાગે) આ જ અનુભવમાં આવે છે. જગતના જીવોને પ્રશંસા અને સત્કાર બહુ મીઠા લાગે છે. આ બંને દુર્ગુણ છે.
દા. ત. આપણે ચા-કૉફી જેવા પીણા છોડ્યાં હોય તો તે છોડ્યા એના કરતા વધારે માહાત્મ્ય કેટલાં વર્ષથી છોડ્યાં એનું છે, જેણે ચા છોડાવી છે એ વ્યક્તિને, તને વ્યસનની ગુલામીમાંથી છોડાવવો છે. પણ ત્યાં છોડવાનું માન વેદાય છે. તું આ કોઈપણ પદાર્થનો માનસિક રીતે ગુલામ ન થા. આ બંધાણ - આ વ્યસન એ ખતરનાક છે. એટલે જ્ઞાની પુરુષોએ ઉપકાર કરીને કહ્યું હોય, જેથી સાધના કરવામાં કોઈ બાધા ન આવે. ચા આત્મજ્ઞાનમાં આડી નથી આવતી. એનું બંધાણ સાધનામાં નડે છે. ચાની તાકાત વધારે છે કે આત્માની તાકાત વધારે છે ? પણ આ બધું કહેવાની પાછળ જે હેતું છે તે હેતુ સમજતો નથી. અને આવાં ત્યાગ-વિરાગમાં પૂજા, સત્કાર, માન, યશ, પ્રશંસા અને વાહ-વાહમાં અટકી ગયો. ભગવાન કહે છે જો આ સ્થિતિ થઈ ગઈ તો તું તારું ભાન ભૂલી જઈશ. તો ભૂલે નિજમાન.' તને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ રહી જાશે. અને તું ત્યાગ-વિરાગમાં અટકી જઈશ. માટે અટકવાની પણ ના પાડી છે. અને હવે આનો બીજો અર્થ સમજીએ. આ અનેકાંત છે. અટકે ત્યાગ-વિરાગમાં તો ભૂલે નિજમાન.” ત્યાગ-વિરાગ કરતાં તું અટકી જઈશ તો પણ તારું ભાન ભૂલી જઈશ અને ત્યાગ-વિરાગ કર્યાં પછી અટકી જઈશ તો પણ તારું ભાન ભૂલી જઈશ. ત્યાગ-વિરાગ કરતાં પાયામાં અટકી જઈશ તો પણ લક્ષ ચુકી જઈશ. “અટકે શબ્દ બંને અવસ્થામાં લાગુ પડે. આપન્નાથી કંઈ ન થાય, એમ કહીને ત્યાગ-વિરાગ કરતાં અટકી જાય તો આત્માની મુક્તિનો માર્ગ મળશે નહીં. અને ત્યાગ-વિશગ કર્યા પછી પણ ત્યાં અટકવાનું નથી પણ આત્માની મુક્તિમાં આગળ વધવાનું છે.
હવે અહીં આ સમજાવ્યું કે આ ક્રિયાજડ ફક્ત ક્રિયા કરે છે અને અંતર્ભેદ કરતો નથી. આ શુષ્કજ્ઞાની કોઈ પણ પ્રકારના કર્મથી છુટવાના ઉપાય કે સાધના કરતો નથી. એટલે બંને આમાં જ મોક્ષનો માર્ગ માની બેસી ગયા છે. માટે ભગવાને કહ્યું કે આ ત્યાગ અને વિરાગ એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મનું સ્વરૂપ સંયમ છે. એ સંયમ - એ વૈરાગ્ય આદિ આરાધવાના છે. કારણ કે તે આત્મજ્ઞાન થવાનાં કારણ છે. એ સાધન નહીં હોય તો તને જ્ઞાન પણ નહીં થાય. અને ત્યાગ-વૈરાગ્ય આદિ સાધનમાં તારે અટકી જવાનું પણ નથી. આ બધું જાણ્યા પછી મુમુક્ષુ મુંઝાઈ ગયો કે ક્રિયા કરવી કે નહીં ? ત્યાગ-વૈરાગ્ય કરવા કે નહીં ? કૃપાળુદેવને તો આપણને આત્મસિદ્ધિનો માર્ગ કહેવો છે એટલે એમણે કહ્યું કે, જો ભાઈ ! આ અનેકાંત માર્ગ છે. સ્યાદ્વાદ શૈલી છે. દરેક વસ્તુને, પદાર્થોને જ્ઞાનીઓ સંભવિત અનેક દૃષ્ટિકોણોથી સમજાવે છે. એમાં હે જીવ ! તારે શું કરવાનું છે તે સમજી લે.’
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮)
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષના લક્ષણો છે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -53
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્માર્થી કોણ ? જ્યાં જે વાત, જે પ્રમાણમાં, જે ભૂમિકાએ, જે ક્રમમાં, યથા પદવી, યથા ક્રમ, યથા શ્રેણી, પોતે જ્યાં ઊભો છે ત્યાં યથા પ્રકારે સમજે, કે હું ક્યાં અટકું છું ? મારી મુશ્કેલી ક્યાં છે ? મારી નિર્બળતા ક્યાં છે ? what is my weakness ? ત્યાં એ weakness ને, એ નિર્બળતાને દૂર કરવા માટે ‘તહાં સમજવું તેહ.” પોતાની નબળાઈને સમજવી. અને ત્યાં ત્યાં તે તે આચરે.” એ નબળાઈને દૂર કરવા માટે જ્ઞાનીઓએ જે ઉપાયો કહ્યાં છે તે તે આચરે. ‘શ્રી જીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશ કીધાં છે. એમાંથી મારે ક્યો લેવો ? તો કે જે ક્રિયા અને ઉપદેશ તને આત્માની ઉજ્વળતા તરફ લઈ જાય, ચિત્તની નિર્મળતા તરફ લઈ જાય, વૃત્તિઓના નિવર્તન તરફ લઈ જાય, એ તારા માટે હિતકારી છે. માટે મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવનું લક્ષણ જ એ છે કે જ્યાં જે યોગ્ય છે તે સમજવું અને ત્યાં તે આચરવું. કૃપાળુદેવે કહ્યું છે કે સમજવાનો અર્થ જ એ છે કે ત્યાં તે તે પ્રકારે આચરે.
જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગ વૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્ય આદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું. એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે.'
અત્રે ‘સમજવું’ અને ‘આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની કામના જેને છે તે પણ આત્માર્થી કહેવાય.’
વીતરાગ માર્ગનું, જૈન દર્શનનું એક અદ્ભુત સ્વરૂપ તે આ અનેકાંત માર્ગ છે. અનેકાંતવાદ એટલે કોઈ પણ વાત એકાંતે ન પકડાય. એનો એક જ દૃષ્ટિકોણ ન હોય. એક જ નથી એનું મૂલ્યાંકન ન હોય. એક વાતના અનેક પડખાં છે, અનેક સ્વરૂપ છે. અનેક પાસાં છે. અનેક દૃષ્ટિકોણ છે. આ બધાં દૃષ્ટિકોણોથી સમજવું પડે. કેમકે જીવની અવસ્થા જુદી જુદી છે. જગતની અંદર અનંત અજ્ઞાની છે. એમાંથી કોઈ બે અજ્ઞાની લ્યો તો તેઓ પણ કોઈ રીતે અને કોઈ વાતે સમાન નથી. કેટલા માણસો રોજ જન્મે છે અને મરે છે. કોઈ બે ચહેરા પણ એકસરખાં હોતા નથી, શરીરની કોઈ સંરચના પણ એકસરખી હોતી નથી. બે વ્યક્તિની અંગુઠાની છાપ પણ એક હોતી નથી. સહી હજી કોઈ ડુપ્લિકેટ કરી શકે, છાપ ડુપ્લિકેટ થઈ શકે નહીં. એક ઝાડના બે પાંદડા પણ એક સરખાં નથી. એક વ્યક્તિની બે આંખ પણ એક સરખી નથી. એની વિશેષતાઓ જો વિચારીએ તો બંનેના કર્મ પણ સરખાં નથી. બંનેનો પુરુષાર્થ પણ સરખો નથી. એની ભવસ્થિતિ એની કાળલબ્ધિ, એની સમજણ, એની વિચારશક્તિ કંઈ પણ એકસરખું નથી. નથી એમનો ક્ષયોપશમ સરખો. જગતમાં અજ્ઞાની અનંત, અને બે અજ્ઞાની સમાન નથી. પણ જગતમાં જેટલાં જ્ઞાની પુરુષ થયાં છે, અનંતા સિદ્ધ થયા છે તે સર્વ સમાન છે.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 54 EF
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩
શ્રી સદ્ગુરુ માહાન્યા
a (ગાથા ૯થી ૧૬)n
જ્ઞાની પુરુષોની અનંતી કૃપા અને અમાપ ઉપકાર આપણા ઉપર છે. જેમણે આ સંસાર સાગર પાર કરવાની વિદ્યા જાણી અને જગતના જીવોને એ માર્ગ બતાવ્યો. અનંત સંસાર પરિભ્રમણ કરતાં જીવને એના સ્વરૂપનું ભાન કરાવ્યું. કે જે સ્વરૂપનાં ભાન વિના આ જીવ અનાદિકાળથી જન્મ-મરણના ફેરાં કરે અને અનેક પ્રકારની પોતાની મિથ્યા માન્યતાથી પ્રયોગો કર્યા કરે પણ એને દુ:ખથી મુક્તિ મળે નહીં. એ એને સ્વરૂપનું સાચું ભાન કરાવી, મોક્ષનો માર્ગ બતાવનારા જ્ઞાની પુરુષોની કરુણા અનંતી છે. એના ઉપકાર અમાપ છે.
પરમકૃપાળુદેવે આવા લુપ્ત થયેલા મોક્ષમાર્ગને ઉદ્યોત કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રકાશ્ય. આ કાળમાં જ્યારે વીતરાગનું શાસન છિન્નવિચ્છિન્નતાને પામ્યું ત્યારે સર્વજ્ઞનો માર્ગ, વીતરાગનો માર્ગ, તીર્થકરોનો શાશ્વત અને સનાતન માર્ગ, અખંડ એવો માર્ગ પરમકૃપાળુદેવે ખુલ્લો કર્યો.
આઠમી ગાથામાં મુમુક્ષુઓને જણાવ્યું કે જ્યાં જે યોગ્ય હોય તે સમજે, અને જે સમજે તે આચરવાની ઇચ્છા રાખે, કામના રાખે તે સાચો મુમુક્ષુ છે. તત્ત્વ અને વ્યવહાર હંમેશાં સાથે જોડાયેલા છે. દર્શન અને આચાર જુદાં નથી. ધર્મનો અર્થ જ એ કે શુદ્ધ તત્ત્વ અને શુદ્ધ વ્યવહાર એક જ સિક્કાની બે બાજુ. સિક્કાની બે બાજુ બરાબર હોય તો જ એ સિક્કો ચલણી સિક્કો બની શકે. તેમ જ ધર્મમાં શુદ્ધ તત્ત્વ અને શુદ્ધ વ્યવહાર એક જ સિક્કાની બે બાજુ છે. મંત્ર અને વિધિ આ બધાં સાથે જ રહેલાં છે. મંત્રને વિધિથી જુદો ન કરી શકાય. એમ વિચારને આચારથી જુદો ન કરી શકાય. એમ આ દર્શનને વ્યવહારથી જુદું ન પાડી શકાય. એટલે અહીં કહ્યું કે જે સમજીએ તે આચરવાનું, અને તે જ મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. મુમુક્ષુ હવે કહે છે, હે ભગવાન ! જ્યાં સનો લોપ થયો છે. સત્સંગનો લોપ થયો છે અને સપુરુષની પણ પ્રાપ્તિ દુર્લભ એવા આ કાળમાં તમે જવાબદારી તો અમારા ઉપર મુકી દીધી કે,
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું કેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (૮)
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 55
=
Page #56
--------------------------------------------------------------------------
________________
પણ ભગવાન અમને યોગ્ય લાગે એમ વર્તતાં તો આ અનાદિ ભવ રખડ્યા. શું કરવું ? ભગવાન ફરી એક સુંદર મજાનો અધિકાર આપે છે. કેમ કે સદ્દગુરુ માર્ગ બતાવે છે. કારણ આત્માર્થી જીવો માર્ગ ભુલ્યા છે. આ બધી વાત આત્માર્થી જીવોને લગતી છે. બીજા કોઈ જીવોને લગતી નથી. સંસારી જીવો કે ભવાભિનંદી જીવો માટે કોઈ વાત જ નથી. એનું અહીં કોઈ સ્થાન જ નથી. જેને સંસાર વહાલો છે એના માટે અહીં કોઈ વિચારણા જ નથી. મૂળ મારગ તો જિનેશ્વરનો એણે જ સાંભળવાનો છે કે જેને,
નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ મારગ સાંભળો જિનનો રે.'
જેને ભવદુઃખ વહાલું હોય, એમાં મીઠાશ વેદાતી હોય એને જિનેશ્વરનો મૂળ મારગ કામનો જ નથી. જિનેશ્વરનો માર્ગ તો સંસારનું નિકંદન કાઢી નાખશે. તારા સંસારને ઊભો નહીં રહેવા દે. તારે એકોતેર પેઢી તારવી છે ને ? તો એકોતેરની વાત તો દૂર રહી પણ તારી જે ચાલુ પેઢી છે ને એ પણ. ઊભી નહીં રહે. કારણ કે સંસારના તાણાવાણાનો નાશ કરવો એજ કામ જિનેશ્વરના માર્ગનું છે. પણ આ મૂર્ખ જીવ એમ સમજે છે કે મારે સંસારે ઊભો રાખવો છે અને મોક્ષ પણ મેળવી લેવો છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે, “સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું બંને અસુલભ છે.” ભાઈ આ બની શકે એવી વાત નથી. હવે તું મુંઝાયો હોય તો હજી અમે તને માર્ગ કહીએ છીએ. આત્માર્થી જીવ માટે માર્ગનો બીજો વિકલ્પ. આજે બીજા અધિકારમાં ‘સદ્દગુરુ માહાભ્ય’ ઉપર વિચારણા કરીએ. સદ્દગુરુના માધ્યમથી માર્ગને કેવી રીતે સમજવો ?
સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. (૯) શિષ્યને મુંઝવણ છે કે પ્રભુ ! મને જે પ્રકારે યોગ્ય લાગે તે રીતે સમજવું અને પછી તે પ્રમાણે આચરવું એ બહુ કઠિન વાત છે. ભગવાન કહે છે તું અહીં અપેક્ષા સમજ. જગતમાંથી, કે સંસારમાંથી કે વાતડાહ્યા લોકોની વાતમાંથી જે યોગ્ય લાગે તે સમજવાની અહિં વાત નથી. ભૂલીશ મા! આ વાત તો આત્માર્થી જીવ માટે થાય છે. હવે તારે આત્માર્થ પ્રાપ્ત કરવો છે તો એમાં જે યોગ્ય લાગે તે સમજવાનું અને તે આચરવાનું. તો વાતનું અનુસંધાન હવે આત્માની અપેક્ષાએ છે. સંસારની અપેક્ષાએ નથી. આ જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે એટલે એ અજ્ઞાનમાં છે. “જ્ઞાનીના અભિપ્રાયથી જે જીવ બોધ પામે છે અને સમ્યકુદર્શન થાય છે.” અને સમ્યક્દર્શન જીવના પરિભ્રમણનો અંત લાવી શકે છે. માટે વાત કરી કે,
સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 56 E=
Page #57
--------------------------------------------------------------------------
________________
કેટલી સરસ શૈલી છે ! આગળ કહ્યું કે તને જ્યાં જ્યાં જે જે યોગ્ય લાગે તે સમજવું અને આચરવું. હવે અહીં કહે છે કે, “ત્યાગી દઈ નિજ પક્ષ.” તારો પક્ષ તો તારે છોડી જ દેવાનો છે. કેમ કે અત્યાર સુધી તને જે યોગ્ય લાગે તેણે તો તને પરિભ્રમણ કરાવ્યું છે. એનાથી તો તું સંસારમાં રઝળ્યો છો અને રખડ્યો છો. ચૌદરાજલોક, ચારગતિ, ચૌર્યાશીલાખ યોનિમાં અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં તારા પક્ષના કારણે આથડ્યો છો, કુટાતો, પીટાતો ગતિ અને આ અગતિમાં ઠોકરો ખાધી છે અને દરદર પીટાયો છો. આ નિજપક્ષ ન છોડવાના કારણે, અનંત કષ્ટ અને અનંત દુઃખો સહન કર્યા છે. માટે તારો પક્ષ, તે જે સુખ પ્રાપ્તિનો માર્ગ માન્યો છે એને બાજુ પર મુકી દે. પહેલું કામ એ કરવાનું છે. પહેલાં તું સદ્દગુરુનો બોધ સાંભળ. સદ્દગુરુની સેવા કર. અને એમાંથી તને યોગ્ય લાગે તે સમજ. અહીં સંસારીની વાત નથી. ‘ત્યાગી દઈ નિજ પક્ષ.” પહેલા વહેલાં, જીવને અનાદિકાળનું જે અજ્ઞાન છે, જે ભ્રાંતિ છે, જે મિથ્યાત્વ છે તે જ મોટો પ્રતિબંધ છે. જૂઠી માન્યતા, જૂઠો અભિપ્રાય અને એમાં જ મમત્વ. જીવ કહે છે હું મુક્તિનો માર્ગ જાણું છું.' અરે તું મુક્તિનો માર્ગ જાણતો હોય તો આટલા કાળથી શા માટે રખડ્યો ? જ્ઞાનને, સને પામવાનું પહેલું પગથિયું છે – હે પ્રભુ ! હું કંઈ જાણતો નથી. મને કોઈ સમજ નથી. એટલે નિજપક્ષ - મારો પક્ષ” છે એ પહેલાં છોડી દેવાનો છે. મારી પાસે કોઈ પક્ષ નથી. હે પ્રભુ ! અનંતના પરિભ્રમણમાં મેં ક્યારેય મોક્ષને પામવાની વિચારણા કરી નથી. એટલે મારી પાસે પરિભ્રમણનું દર્શન છે. મુક્તિનું દર્શન નથી. સંસારમાં રઝળવાનું અને રખડવાનું જ્ઞાન જ મારી પાસે છે. પણ મુક્તિનું જ્ઞાન નથી. જ્ઞાની પુરુષ કહે છે કે, “સેવે સદ્દગુરુ ચરણને.” તું સદ્દગુરુના ચરણ સેવ. કારણ કે જે વાત તારે પામવાની છે તે ચર્મચક્ષુનો વિષય નથી. તારું જ્ઞાન, તારો બધો જ અભિપ્રાય, તારી બધી જ માન્યતા એને જ આધારિત છે કે જે તેં જગતમાંથી ચર્મચક્ષુથી જોયું છે અને જાણ્યું છે. તું દુનિયા ફર્યો હોય કે, બહુ છાપાં વાંચતો હોય તો દુનિયાદારીનું તારું જ્ઞાન થોડું વધારે હોય. અને જે ગામડામાં રહેતો હોય કે કાંઈ બહુ વાંચ્યું ન હોય તો એનું દુનિયાદારીનું જ્ઞાન થોડું ઓછું. પણ જ્ઞાની કહે છે કે આ વિષય ચર્મચક્ષુ કે કર્મેન્દ્રિયનો નથી.
‘બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુકે ચરણ, સો પાવે સાક્ષાત.” આ વાત ‘બિના નયન’ની છે. ઈન્દ્રિયનો વિષય નથી. પણ ‘બિના નયન પાવે નહીં – આંખ વગર તને મળશે પણ નહીં.
ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે
આનંદઘનજીએ કહ્યું છે, હે ભાઈ ! તું આંખે છાજલી કરીને ચરમ નયણે મારગ જોવાનો પ્રયત્ન કરીશ તો પણ ક્યાંય માર્ગ મળશે નહીં. અને છતાંય માર્ગ જોવા માટે જોઈએ તો નયન જ. ચર્મચક્ષુથી માર્ગને શોધવા જતાં તું આખો સંસાર ભૂલી ગયો. ચમા લગાવ્યા, બાયનોક્યુલર લીધું. દુરબીનનો ઉપયોગ કર્યો પણ માર્ગ દેખાયો નહીં. અરે અંતરીક્ષમાં ગયો કે સિદ્ધ-શિલાનો માર્ગ ક્યાં છે ? તે જોવા
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 57 TE
Page #58
--------------------------------------------------------------------------
________________
માટે. હે મુર્ખ જીવ ! આ આંખનો વિષય નથી. આ બહિરજ્ઞાનનો વિષય નથી. આનંદઘનજી મહારાજ કહે છે “નયણ તે દિવ્ય વિચાર !” આ દિવ્ય-વિચાર એ જ નયણ છે. આ અંતરીક્ષનો માર્ગ છે. અંતરદૃષ્ટિનો માર્ગ છે. આ અંતરીક્ષ - જ્ઞાનચક્ષુ જો ખુલી જાય તો માર્ગ દેખાય. અંતરચક્ષુ ખુલ્યાં નથી અને ચર્મચક્ષુના નંબર ઉતારવાનો પુરુષાર્થ ચાલે છે. આપણો બધો જ ઉપક્રમ બાહ્ય છે. પણ આ મોક્ષમાર્ગ એ ચર્મચક્ષુનો વિષય નથી. તું ઑપરેશન કરાવ, ગમે તેવા લેન્સ પહેર, અંદર મણી નખાવ કે જેથી બધું બરોબર દેખાય. પણ તારો અંદરનો મણી ઊઘડ્યો ? જ્ઞાનમણી, અચિંત્ય ચિંતામણી એવા આત્મ રત્નના ભેદ પ્રકાશિત થયા ? જ્ઞાનાવરણીય કર્મ હટાવવાના છે. અહિં તો મોતિયાના પડળ હટાવવાની વાત ચાલે છે. જો જ્ઞાનાવરણીયના પડળ હટશે તો આ અંતરદષ્ટિ પ્રાપ્ત થાય કેમ કે આ વિષય દિવ્ય-દષ્ટિનો વિષય છે. એટલે કહે છે કે, “સેવે સદ્દગુરુ ચરણને.”
‘સેવે સદ્દગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.” આ નયન કોણ આપે ? આ દૃષ્ટિ પ્રાપ્ત ક્યાંથી થાય ? સદ્દગુરુના ચરણ વિના તારો કોઈ ઉદ્ધાર નથી. “પામે તે પરમાર્થને આજ સુધી સંસારાર્થ દૃષ્ટિ હતી. જેવો સદૂગરના ચરણમાં ગયો કે પરમાર્થ દૃષ્ટિ થઈ. પરમાર્થ એટલે પરમ શુદ્ધ આત્મા અને તેને પામવાનો માર્ગ. જગતમાં જો કંઈ પામવા જેવું હોય તો આ પરમાર્થ જ છે. શુદ્ધ ચેતન તત્ત્વ અને તેનું અનુસંધાને તે માર્ગ. તે પરમાર્થ. તે પરમાર્થ જીવને પરમપદ તરફ લઈ જનાર છે. એવા પરમાર્થની સાધના કરવી છે. હવે અમારે પરમાર્થ આરાધવો છે. જે પરમાર્થથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. તે પરમાર્થ પામે. કોણ ? જેણે સદ્દગુરુના ચરણ સેવ્યા છે. કેવી રીતે સેવ્યાં છે ? સદૂગરને મળ્યા પછી એક વિધિ કરવાની છે. ત્યાગી દઈ નિજપક્ષ'. પોતાનો પક્ષ પોતાનું ડહાપણ પહેલાં છોડીને પછી સરુનાં ચરણ સેવવાનાં છે. હે પ્રભુ ! હું કંઈ જાણતો નથી. આ ભૂમિકામાં આવીને સદ્દગુરુનું શરણ સ્વીકારવાનું છે.
પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ;
પિછે લાગ સત્યરુષક, તો સબ બંધન તોડ.” આ વાત તો પાયાની છે. સદૂગરની પાછળ લાગ પણ પહેલાં જે તારા સ્વચ્છંદના છંદ કર્યા છે ને એને છોડવાનાં છે. અને તો જ તું પરમાર્થનો માર્ગ લઈ શકીશ અને તને નિજ પદનો લક્ષ થશે. આજ સુધી સંસારમાં આપણે કરેલો પુરુષાર્થ નિજપદની પ્રાપ્તિ માટેનો નથી. અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, આપણે કરીએ છીએ. પણ કોઈને ધનવાન થવું છે, કોઈને માલિક થવું છે. કોઈને સંપત્તિ પ્રાપ્ત કરવી છે. કોઈને પદ જોઈએ છે. કોઈને પ્રતિષ્ઠા જોઈએ છે. કોઈને સંસારના અનેક પ્રકારનાં લાભ છે તે પ્રાપ્ત કરવા છે. આ અર્થ પરષાર્થ અને કામપુરુષાર્થ તે નિજ પદ માટેનો નથી. આ દેહપદમાં જીવને ઊંચામાં ઊંચી અવસ્થા જોઈએ છે. આને શરીરને હૃષ્ટપુષ્ટ કરવાની ચિંતા છે. ઓફિસમાં પ્રમોશન મેળવવાની ચિંતા છે, શરીરને દેખાવડું, રૂપાળું કરવાની ફીકર છે. આ જીવને દેહપદમાં રસ છે. એને બંગલા, ફેક્ટરી, માન, પ્રતિષ્ઠા, સત્કાર, બહુમાનમાં જ રસ છે. એને દેહપદને આડે ક્યારેય નિજપદનો લક્ષ થયો જ નથી. સવારથી રાત
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 58
=
Page #59
--------------------------------------------------------------------------
________________
સુધી દેહપદના સુખ માટે જે પુરુષાર્થ થાય છે. એવો જ પુરુષાર્થ મારે નિજપદની પ્રાપ્તિ માટે કરવાનો છે કે મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. મને જે આ મારા મુક્તિના આવરણો છે તે તુટે, આ સંસારના બંધનો જે છે તે છેદાય અને આ પરિભ્રમણથી હું નિવૃત્ત થાઉં – એવો લક્ષ હજુ સુધી જીવને થયો નથી. અને એ લક્ષ ન થવાના કારણે એના જીવનમાં એ અર્થ અને કામ બે જ પુરુષાર્થ કરે છે કેમ કે, ધર્મ હજુ જીવનમાં પ્રાપ્ત થયો નથી. અને તેથી મોક્ષનો લક્ષ થયો નથી હજુ સુધી જીવને. અને એ લક્ષ ન થવાના કારણે
જીવમાં બે જ પુરુષાર્થ જાગે છે અર્થ અને કામ. કેમ કે ધર્મ પ્રાપ્ત થયો નથી એટલે મોક્ષનો લક્ષ થયો નથી, અને કાં તો મોક્ષનો લક્ષ નથી એટલે ધર્મ પુરુષાર્થ જાગતો નથી.
ચાર પુરુષાર્થ આધારિત ધર્મ કીધો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મનું અધિષ્ઠાન છે. અને મોક્ષનું લક્ષ છે. એમાં વચ્ચે અર્થ અને કામ – એ બંને મર્યાદાઓની વચ્ચે ચાલતો પુરુષાર્થ છે. પણ જગતના જીવોએ કાં તો હજુ ધર્મનો સ્વીકાર કર્યો નથી અને કાં તો ધર્મને પોતાની માન્યતાના આધાર ઉપર લીધો છે, કે જે ધર્મને અર્થ અને કામ સાથે જોડી દીધો છે. કારણ કે લક્ષનો અભાવ છે. એટલે જીવ ! સદ્ગુરુનું શરણ લે. સદ્દગુરુ સિવાય આ માર્ગ કોઈ પમાડી શકે એમ નથી. કૃપાળુદેવે કહ્યું છે કે, “સદ્દગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે, એ કાંઈ વગર કારણે કહ્યું નથી. માર્ગ તો સપુરુષથી જ છે. અનાદિથી ભ્રાંત એવા જીવને, પોતાને, પોતાની મેળે, પોતાના નિસ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એમાં સંશય કેમ થાય છે ?” અશક્ય છે. ‘જીવ નિજછંદે ચાલીને અનંતકાળ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે.” આ સદ્ગુરુ કેવા હોય ? અમારે કેવા સદ્દગુરુના ચરણ સેવવાનાં? એનું ઓળખાણ શું ? એના લક્ષણ શું ?
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧૦) ‘આત્મધ્યાનને વિષે જેની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર-તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે. માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેની વિચરવા આદિની ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી જુદી પડે છે અને ષટ્રદર્શનના તાત્પર્યને જાણે છે તે સદ્ગુરુના લક્ષણો છે.”
આપણને ‘સમદર્શિતાનો શબ્દ આપ્યો. ‘ઉદયપ્રયોગનો શબ્દ આપ્યો. ‘ઉદય’ અને ‘પ્રયોગ’ આ બે વસ્તુ કેવી રીતે હોય. પણ એમણે ‘ઉદયપ્રયોગ’ કહીને અપ્રયોગની અવસ્થા કહી. કેમ કે જ્ઞાનીઓને વળી પ્રયોગ કેવો ? આત્મા તો સ્વભાવે અક્રિય છે. પ્રયોગે સક્રિય છે. કૃપાળુદેવે વ્યાખ્યાનસારમાં લખ્યું છે કે આત્મા સ્વભાવે અક્રિય છે અને પ્રયોગે સક્રિય છે. તો અહીં દેહધારી છે ત્યાં સુધી એને ક્રિયા તો છે જ. તો એ ક્રિયા ક્યા આધારે થાય છે ? એનું પ્રેરકબળ ક્યું ? એનું ચાલકબળ ક્યું ? તો કહે “પૂર્વ પ્રયોગ’. ઉદય પ્રયોગ. પૂર્વે નિબંધન કરેલાં કર્મો જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ અનાયાસે, સહજપણે, સ્વાભાવિકપણે કર્મને આધિન થઈને એની ક્રિયા ચાલ્યા કરે. અને આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિર રહે. પરમકૃપાળુદેવે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 59 EE
Page #60
--------------------------------------------------------------------------
________________
પોતાની દશાનું વર્ણન કરતાં કહ્યું છે કે, ‘આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે અને દેહ એકબીજાના આભાસે કંઈ ને કંઈ ક્રિયા કર્યા કરે છે. એમને ઉદયપ્રયોગ એટલે વિચરવા આદિની ક્રિયામાં ઇચ્છા પ્રયોગ નહીં પણ સહજ અવસ્થા. ઉપયોગમય નિરિચ્છાપણું. પરમાં કે ઉદયમાં એકત્વ બુદ્ધિ નહીં, ઉત્સુક પરિણામ નહીં. આ અપ્રયોગ અવસ્થા. પ્રયોગ શબ્દ જ બહિરદૃષ્ટિપણું સૂચવે છે. કપાળુદેવે આ ગાથાના વિશેષ વર્ણનમાં જણાવ્યું છે કે,
સ્વરૂપસ્થિત, ઇચ્છારહિત, વિચરે પૂર્વ પ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત સદ્દગુરુ લક્ષણ યોગ્ય.” ‘પૂર્વ પ્રયોગ એટલે પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી વિચરે છે. વિચરવા આદિની જેની કામના નથી એવી એની સ્થિતિ છે.” જેમ કુંભારનો ચાક હોય અને એને ગતિ આપવામાં આવે અને ગતિ આપ્યા પછી દંડ ખસેડી લેવામાં આવે અને ત્યાર પછી કુંભાર ઘટની રચના કરે. દંડ ખસેડ્યા પછી પણ ચાકની ગતિ ચાલુ જ રહે છે. એ જે ચાકની ગતિ છે તે પૂર્વે દંડનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેના કારણે છે. એમ જ્ઞાનીએ પૂર્વે જ કર્મો નિબંધન કરેલા છે એ દ્રવ્યકર્મોના વિપાકના ઉદયના કારણે દેહાદિ જે ધારણ કર્યા છે અને દેહાદિના કારણે જે કર્મ સંયોગો ઉદયમાં આવ્યા છે, સંયોગો ઉત્પન્ન થયા છે અને જે સંગપ્રસંગ આદિ જીવને વર્તે છે તે વર્તનાની અંદર માત્ર પૂર્વના કર્મના વિપાકનું ઉદયપણું જ છે અને એ અવસ્થા એ એની પ્રયોગ અવસ્થા છે. ત્યાં જ્ઞાનીનું ઇચ્છાપણું નથી. નિરિચ્છાપણું છે. જ્ઞાની ઉદયમાં એક રૂપ થતો નથી. તેઓની દેહાદિ પ્રયોગ ક્રિયા પૂર્વ પ્રારબ્ધ વેદી લેવા પુરતી જ છે. કારણ કે તેઓ સંપૂર્ણપણે ઇચ્છારહિત છે. અને ઇચ્છારહિત હોવાના કારણે એમને પસંયોગોમાં, પરભાવમાં એકત્વ બુદ્ધિ નથી, ઉત્સુક પરિણામ નથી. દેખીતી સક્રિયતા છતાં આ એક અપ્રયોગ અવસ્થા છે.
ઇચ્છાપ્રયોગ એ સક્રિય અવસ્થા છે. પણ અહીં ઉદયપ્રયોગમાં આત્માના સંદર્ભમાં એ અવસ્થાને ઉદયપ્રયોગ અવસ્થા કૃપાળુદેવે કહી છે. અહીં એને સહજ અવસ્થા એમ ગણી શકાય. કૃપાળુદેવે કહ્યું છે, જ્ઞાની ઇચ્છા સહિત છે કે ઇચ્છારહિત છે એમ બંને પ્રકારે કહેવું ઘટતું નથી. કારણ કે જ્ઞાની ઇચ્છારહિત પણ નથી અને ઇચ્છાસહિત પણ નથી. કારણ કે જ્ઞાની સહજસ્વરૂપે સ્થિત છે. આવું જ્ઞાનીનું અદ્ભુતપણું કૃપાળુદેવે ઉદયપ્રયોગમાં કહ્યું છે. સંસારના આપણે જીવો, પ્રાયે આપણી વર્તના, આપણી સંસારની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક ચેષ્ટા ઇચ્છા પ્રયોગ છે. આપણા વિભાવયોગમાં આપણા મનનું રંજીતપણું છે. ઉદયયોગ કવચિત જ છે. સામાન્ય રીતે જગતના જીવો એવું કહે છે કે, “શું કરીએ ? અમારે તો આવો ઉદય છે એટલે કરવું પડે છે. પણ હકીકતમાં તો ઇચ્છા જ જોડાયેલી હોય છે. જગતમાં કોઈ પણ ક્રિયા કરતાં આપણે તેમાં જોડાઈ જઈએ છીએ. કૃપાળુદેવે કહ્યું કે, “ન ચાલતાં કરવો પડે એવો વ્યવહાર અને ઉદયપ્રયોગ કહી શકીએ. કે જે વ્યવહાર કરવામાં પણ ખેદ અને પશ્ચાતાપ, કરતી વખતે પણ ખેદ અને પશ્ચાતાપ અને કર્યા પછી પણ ખેદ અને પશ્ચાતાપ વર્તે, એવો જે વ્યવહાર છે – જે વ્યવહાર ન ચાલતાં કરવો પડે એવા વ્યવહારને જ્ઞાનીઓએ ઉદયપ્રયોગ કહ્યો છે.”
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 60
=
Page #61
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવ કહે છે, “અમે તો પરેચ્છા અનુસાર જીવીએ છીએ. અને પરેચ્છાનુચારીને શબ્દભેદ હોતો નથી.’ અન્યની (પરની) ઇચ્છા, એટલે કે જડ એવા કર્મોદયની – એવા ઉદયની ઇચ્છાને આધીન વર્તીને હરિઇચ્છાએ દોરેલો ક્રમ જેમ દોરે એમ દોરાઈએ છીએ. અમે બધી જ લેવા દેવાની પ્રવૃત્તિ કરીએ છીએ પણ એમાં આત્મા પ્રવર્તતો નથી. અને દેહભાવ દેખાડવો પણ પાલવતો નથી. આવી અદ્ભુત દશા જ્ઞાનીની વર્તતી હોય છે. સદ્ગુરુનાં લક્ષણમાં સદ્ગુરુનું આવું નિરિચ્છાપણું આપણને ભાસ્યમાન થવું જોઈએ. પ્રયોગ શબ્દ જ બર્હિદૃષ્ટિપણું સૂચવે છે. અને એ બર્હિદષ્ટિપણું જ્યાં સુધી જીવને વર્તે છે ત્યાં સુધી પર સાથેની એકતાબુદ્ધિ, પર સાથેની સ્પૃહા, એ જીવમાં રહેલી જ છે. ઇચ્છાનો જ્યારે નાશ થાય ત્યારે જ જીવ કર્મના બંધનથી છૂટી શકે છે.
હે જીવ ! કયા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’
જ્યાં સુધી આ ઇચ્છા, વૃત્તિનું બાહ્યપણું, પ૨સંયોગમાં, ૫૨ભાવમાં, ૫૨૫દાર્થમાં આ જીવની વૃત્તિ અંતરમાંથી ઉઠે અને એ વૃત્તિ બહાર જાય અને એને ઇચ્છા થાય એટલે તે પ્રકારનો વ્યવહાર પ્રગટે અને એ વ્યવહા૨ એકરૂપતાનો ભાવ સર્જે છે. અને આ એકરૂપતાના ભાવમાં રુચિ-અરુચિ, રિત-અરિત, રાગ-દ્વેષનાં પરિણામો થાય છે. આને ઉત્સુક પરિણામો કહે છે અને જે પરિણામો જીવનાં કર્મ બંધનું કારણ બને છે. આવી પ્રકારની સ્થિતિ માટે કૃપાળુદેવ કહે છે કે, વિભાવ-યોગ પણ બે પ્રકારે છે. એક વિભાવયોગ ઉદયનો છે અને બીજો વિભાવયોગ રંજીતપણાએ છે. ‘હાથનોંધ’માં કૃપાળુદેવે આ ઇચ્છાયોગને પણ સરસ રીતે મુક્યો છે કે, ઉદયયોગમાં – ઉદય પણ બે પ્રકા૨નો છે. એક પ્રદેશોદય અને બીજો વિપાકોદય. વિપાક ઉદય બાહ્ય છે. દેખીતી રીતે વેદાય છે. જ્યારે પ્રદેશ ઉદય અંદરથી વેદાય છે. પદાર્થ પ્રત્યેનો ગમોઅણગમો એવો જે ભાવ છે એ જ્યારે જીવની વૃત્તિ બાહ્ય પ્રવર્તે ત્યારે થતો હોય છે. એટલે એ બાહ્યભાવ જ્યારે પ્રગટે ત્યારે એમનો વિભાવયોગ છે તે રંજીતભાવે કરેલો વિભાવયોગ છે.
કૃપાળુદેવ તો કહે છે કે અમારો વિભાવયોગ, રંજીતભાવે હોય કે ઉયિક ભાવે હોય, પણ જ્યાં સુધી એ મટ્યો નથી ત્યાં સુધી અમને ચિત્તની શાંતિ કે સમાધિ થવી સંભવિત નથી. આવો વિચરે ઉદય પ્રયોગ.’ આ ઉદયપ્રયોગ વર્તમાનમાં છે. અને એ વર્તમાનમાં થતો પ્રયોગ ઇચ્છા વિનાનો છે. ઉદયપ્રયોગ છે એ પૂર્વે નિબંધન કરેલાં કર્મો એ આજે ઉદયમાં આવ્યા છે અને એના કારણે જ્ઞાનીની વિચરવા આદિની ક્રિયા છે. ઇચ્છારહિતપણું હોવાને કારણે ત્યાં વર્તમાન ઉદયપણું સંભવિત નથી. વર્તમાન વિભાવયોગ ત્યાં સંભવિત નથી.
પણ આજે તો હે પ્રભુ ! પૂર્વપ્રયોગની ક્યાં વાત કરીએ ? ઇચ્છાનાં કારણે આજે અમારે તો વર્તમાન પ્રયોગ પણ છે. ઇચ્છા પ્રયોગ પણ છે. અને હવે અમે તો આયોજન પ્રયોગમાં પણ છીએ. ભવિષ્યના બધાં જ આરંભ સમારંભનું આયોજન કરતો એવો આ જીવ સમરંભ, સમારંભ અને આરંભે કરીને ત્રિવિધ પ્રકારે કર્મોના બંધ કર્યા જ કરે છે. અને એનું કારણ પૂર્વના કોઈ કર્મના વિપાકના કારણે એની
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 61
11]
Page #62
--------------------------------------------------------------------------
________________
સંસારની પ્રવૃત્તિઓ ચાલે છે એવું નથી. પરંતુ ખરેખર તો પોતાના મનની વર્તમાન ઇચ્છાઓ પરના સંયોગોમાં થતી-અંદરથી ઉઠતી વૃત્તિઓ અને વૃત્તિને લીધે થતી ઇચ્છાઓ અને તે ઇચ્છાઓની પૂર્તિ માટે કરવામાં આવતા વ્યવહાર, અને તે વ્યવહારને કારણે થતાં કષાય પરિણામ. કારણ કે જગતના વ્યવહાર કષાય પરિણામ વિના થવા સંભવિત નથી. એ કષાય પરિણામના કારણે અને એમાં પણ એ વ્યવહાર જ્યારે આયોજનના રૂપમાં કરવામાં આવે કે પૂર્વપ્રયોગ નહીં, વર્તમાન પ્રયોગ નહીં પણ અહીં તો ભવિષ્યનો પ્રયોગ - કે જે સ્થિતિ આવવાની નથી તે પણ ઊભી કરીએ છીએ. એટલે એવો જે આયોજન પ્રયોગ છે એમાં રહેનારા જીવોને કર્મનો બંધ સતત થયા કરે છે. આવો વિભાવભાવ સમજવો જોઈએ.
જ્ઞાનીઓએ આવા સંસારમાં રહેવાનું હોય છે. પરંતુ એટલે જ કહ્યું છે કે મહાત્માનો દેહ બે કારણે વિદ્યમાન છે. એક તો પૂર્વે નિબંધન કરેલાં જે કર્મો છે તેનું વેદન કરી તેથી નિવૃત્ત થયું છે. અને બીજું કારણ - જગતનાં જીવોનું કલ્યાણ કરવું. ઇચ્છા નામની કોઈ ચીજ જ્ઞાનીના સ્વરૂપની અંદર સંભવતી નથી. આત્મભાવે કરીને કે રંજીતભાવે કરીને કોઈ પણ ક્રિયાયોગ જ્ઞાનીને સંભવિત નથી. આવું જ્ઞાનીનું અદૂભૂત સ્વરૂપ કપાળુદેવે કહ્યું છે. જેમાં વિચરે ઉદયપ્રયોગની અવસ્થામાં સહજ અવસ્થા અને અપ્રયોગની અવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે અને પછી કહે છે – ‘અપૂર્વવાણી પરમશ્રુત સદ્દગુરુ લક્ષણ યોગ્ય.” – આ લક્ષણ “અપૂર્વવાણી”. જ્ઞાનીની વાણી અપૂર્વ હોય છે. જ્ઞાનીનાં વચનો પૂર્વાપર અવિરોધ હોય છે. એ ક્યારે પણ – સવારે કાંઈ બીજું કહે, બપોરે બીજું કહે – રોજ ફેરફાર થાય એવી એમની વાણી હોતી નથી. એમની વાણી તો એવી અપુર્વ છે. અર્થાતુ નિજ અનુભવસ્થિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે.
કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીને ઓળખવા હોય તો એના વેણ અને નેણ જોવાં. વેણ અને નેણથી જ્ઞાની પુરુષ, મહાત્મા પુરુષ ઓળખાય છે. એની વાણીમાં અનુભવનો આધાર હોવાના કારણે જ્ઞાનીની વાત ત્રણ કાળમાં ફરે નહીં. એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાય હોય છે જ્યારે અનંતા જ્ઞાનીનો એક જ અભિપ્રાય હોય છે. કારણ એટલું જ કે જ્ઞાનીની વાણીમાં અનુભવનું સામર્થ્ય છે. અનુભૂતિનો રણકાર છે. અને સત્યની ઉપલબ્ધિ તર્કથી નહીં, વાદ-વિવાદથી નહીં અનુભૂતિથી થઈ શકે છે. સાકરનો સ્વાદ જ્યાં અનુભવમાં આવે ત્યાં પછી કોઈપણ પ્રકારના વિવાદને અવકાશ રહેતો નથી. ત્યાં બધાની સર્વસંમતિ હોય છે. ત્યાં અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય નિજસ્વરૂપની બાબતમાં એક જ સરખો હોય છે. સમાન હોય છે. કારણ કે એ અનુભવના આધાર ઉપર એની વાણી હોય છે. શબ્દભેદ પડી શકે. શબ્દ એ ભાષાવર્ગણાના પરમાણુઓ છે. અને કાળે કાળે, ક્ષેત્રે ક્ષેત્રે ભાષાનું સ્વરૂપ બદલાય છે. એનો અર્થ - Dictionary meaning – બદલાય, એની વ્યાકરણની સમાસ સંધિઓ બદલાય. પરંતુ ભાષા ભિન્ન ભિન્ન હોવા છતાં એનો ભાવ એક છે. કાળ અનુસાર યુગે યુગે ભાષા બદલાય. પણ ત્રણે કાળમાં જ્ઞાનીના વચનનો, એની વાણીનો, ભાવ, અંતરઆશય, રહસ્ય, ભેદ કદી ન બદલાય. ત્રણે કાળમાં જ્ઞાનીની વાતમાં એકપણું જ હોય. એ જ જ્ઞાનીના વચનનું લક્ષણ છે. અને એટલા જ માટે જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ પારખવો હોય તો એની વાણીથી પારખી શકાય. હર કોઈ અવસ્થામાં, કોઈપણ વિષય સંબંધી જ્ઞાનીએ વાત કરી હોય તો એની વાતમાં આત્માર્થનો
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 62 SિE
Page #63
--------------------------------------------------------------------------
________________
જ લક્ષ હોય. અને આત્મા, અનુભવજન્ય એનું તત્ત્વ હોવાના કારણે એની વાતમાં ક્યાંય ફેર પડે નહીં. એટલે જ પરમકૃપાળુદેવ આત્માને કેવી રીતે પામવો – તે સમજાવતાં કહે છે,
“તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું.” ભાઈ ! તારે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ આત્મસ્વરૂપ તને કેવી રીતે મળી શકે ? કોની પાસેથી મળી શકે ? અને આ માટે કેની વાત માનવી ? કોનું સાંભળવું ? સત્યાસત્યનો નિર્ણય કોના વચનને આધારે કરવો ? અજ્ઞાનીની વાત તો સંદર્ભે - સંદર્ભે બદલાય, સમયે સમયે વાત બદલાય, વ્યક્તિએ વ્યક્તિએ વાત બદલાય. સ્થાન-સ્થાન પર વાત બદલાય. આવી અજ્ઞાનીની વાણીમાં વિચિત્રતા હોય, વિરોધાભાસ હોય અને વિસંગતતા હોય છે. જ્ઞાનીની વાણી તો ‘એક’ હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. એ ‘એક જે છે તે અનંતા જ્ઞાનીઓ કોઈપણ કાળે એક જ વાત કહે. અરે ! જે વર્ધમાને કહ્યું એ જ આદિનાથ કહી ગયા છે. અને આદિનાથથી વર્ધમાન સુધી થયેલા ચોવીસે ભગવાને જે વાત કહી છે તે જ વાત પૂર્વે થઈ ગયેલા અનંતા તીર્થકરોએ કહી છે. વાતમાં ક્યાંય ભેદ નથી. શબ્દભેદથી ભાવભેદ ઉત્પન્ન થતો નથી. એવું તો જ્ઞાનીની વાણીનું પૂર્વાપર અવિરોધપણું છે. “જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.
વાણી ધર્મે વર્તતું શ્રુત પણ કોઈ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે એ એમનો ગુણ છે.” જ્ઞાનીની વાણીમાં વિરોધ નથી. કારણ કે અનુભવ છે. આવું જ્ઞાનીની વાણીનું અદ્ભુતપણું છે. અને અજ્ઞાનીની વાણીમાં વિરોધ ઠામ-ઠામ અને ઠેર-ઠેર દેખાય છે. એટલે જ અજ્ઞાનીની વાણીમાંથી જીવને સિદ્ધાંતબોધ કદાપી, ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં. જેને સિદ્ધાંતબોધ સમજવો છે, તત્ત્વને જાણવું છે, સમ્યક્દર્શનની પ્રાપ્તિ કરવી છે, અને જ્ઞાનીપુરુષની દેશના લબ્ધિની ઉપલબ્ધિ એ અનિવાર્ય હોય છે. અને એટલા માટે જ પરમકૃપાળુદેવ કહે છે, “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને આ જીવ બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તેને જ સમ્યક્દર્શન થાય છે. કારણ કે જ્ઞાનીનો અભિપ્રાય ત્રણ કાળમાં એક જ હોય છે. આવા જ્ઞાનીના વાણીના અભૂતપણાથી જ્ઞાની અને અજ્ઞાનીનું ઓળખાણ થાય છે. જીવ એનો ભેદ પાડી શકે છે. સાચો મમક્ષ આ ભેદ પરખી લે છે. જેમ મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખે છે. એ મુમુક્ષુ મહાત્માના દેહ ઉપર દૃષ્ટિ કરે અને મહાત્માની દશાનું ભાન એને થાય. એના નેણમાં રહેલી અવિકારી દૃષ્ટિ – આ વૈરાગ્યસભર મુમુક્ષુ પારખી લે છે કારણ કે, “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય’ અને જે મુમુક્ષુ સ્વયં જગતની મોહાસક્તિથી મુંઝાયેલો હોય તે આ પ્રકારની જ્ઞાનીની નિરાગીદશા, એની નિર્વિકાર દષ્ટિ એ તરત જ પારખી લે છે. એમ એ મુમુક્ષનું અંતરૂચહ્યું અને એના હૃદયના ભાવો જ્ઞાનીની વાણીમાંથી ઊઠતા ભાવોને પકડી લે છે. એ ભાવોનો પ્રતિભાવ મુમુક્ષના અંતરમાં એવો થતો હોય છે કે એ વાણી સાંભળતા જ લાગે છે કે જરૂર - આ કોઈ પ્રાપ્ત પુરુષ છે અને આ કોઈ આપ્ત પુરુષ છે. કારણ કે જ્ઞાનીની કોઈપણ વાણીમાં વિરોધ થવો સંભવિત નથી. જ્યારે અજ્ઞાનીની વાણીમાં એકવાર કંઈ બોલે -
-G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 63 GિE
Page #64
--------------------------------------------------------------------------
________________
બીજીવાર બીજું બોલે, કોઈને કંઈ કહે, બીજાને બીજું કહે. એક વાત કહેતી વખતે સ્વરૂપનું નિરૂપણ કંઈ કરે, બીજી વાત કહેતાં બીજું નિરૂપણ કરે. આવી પ્રકારના તર્કે તર્કે એના નિર્ણયો બદલાય. વાદેવાદે એના અભિપ્રાય બદલાય.
આવી અજ્ઞાનીની વાત જેનું કોઈ ઠેકાણું નથી - એવી વાતમાં પરમ તત્ત્વનો, આત્મતત્ત્વનો, પરબ્રહ્મનો પાર પામી શકાતો નથી. વીતરાગનાં માર્ગમાં કહેલાં તત્ત્વો ઘણાં ગહન છે અને ગંભીર છે. અને એ ગંભીર તત્ત્વોને પામવા માટે આવી અપૂર્વ વાણીવાળા પુરુષ એ સદ્ગુરુનું લક્ષણ છે. કે જે સદ્ગુરુનાં લક્ષણમાં એને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે કે પછી સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના આધાર ઉપર એના આખા જીવનનો ઉપક્રમ ચાલી રહ્યો છે. આવું જ્ઞાનીના માર્ગની અંદરનું અપૂર્વપણું અને અવિરોધપણું છે અને એ અપૂર્વપણું જ જગતના જીવોને જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ પાડે છે. આવું અપૂર્વપણું પ્રાપ્ત થયા પછી જ્યારે જ્ઞાનીના મુખેથી સગરના મુખેથી જીવ વીતરાગનો માર્ગ જ્યારે શ્રવણ કરે છે ત્યારે એને જિન, જિનનું સ્વરૂપ, જિનનું દર્શન, જિનની અંતરંગ દશા, એનું યથાર્થ ઓળખાણ થાય છે. અને આવો જ્ઞાનીનો યોગ તો થયો છે પણ આવા જ્ઞાનીનું ઓળખાણ થયે, સ્વરૂપનું ઓળખાણ થયે જ જીવમાં આત્માની અનુભૂતિ પ્રગટે છે. આત્માનો સાક્ષાત્કાર થાય છે.
જ્ઞાનનું લક્ષણ જ એ છે કે ત્રણ કાળમાં જ્ઞાનીના માર્ગમાં કાંઈ બદલ થાય નહીં. સદ્દગુરુના લક્ષણનો વિચાર કરીએ છીએ. જગતના જીવોને માર્ગ તો પામવો છે અને જ્ઞાનીનું ઓળખાણ થયા વિના માર્ગ મળશે નહીં, અને કપાળદેવ કહે છે કે જેની પાસેથી ધર્મ પામવો છે તેણે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. આંધળો થઈને સદ્દગુરુને ગોતી લઈશ મા ! તારી અંધ દૃષ્ટિ તને સુગુરુને બદલે કોઈ કુગુરુના પનારે ચડાવી દેશે. જે પામ્યો નથી તે તને પમાડી નહીં શકે. આનંદઘનજી મહારાજ કહે છે, અંધોઅંધ પલાય એવો ઘાટ થઈ જશે. પણ સદ્ગુરુને શોધવા હોય તો એની ચોક્સાઈ કરવી. કૃપાળુદેવે લખ્યું છે કે અમારી પરીક્ષા કરજો – ખંભાતના મુમુક્ષુઓને લખ્યું છે અને તમે જેમ જેમ પરીક્ષા કરશો તેમ તેમ તે રાજી છે. “અધ્યાત્મકલ્પદ્રુપમાં મુનિશ્રી સુંદરસૂરિ આચાર્યજી કહે છે કે ‘ગુરુની ચોકસાઈ કરવી.” એમાં આપણે કોઈ અપરાધ નથી કરતા કે એમાં વિનય ચુકી જવાની કોઈ વાત જ નથી. પણ આ પરમતત્ત્વને પમાડનાર પુરુષ એ પરમતત્ત્વ પામેલો હોવો જોઈએ. કારણ કે વીતરાગનો નિયમ છે કે, “માર્ગને પામેલો જ માર્ગને પમાડશે.” જે સ્વયં આલોકિત છે એ જ બીજાના હદયનાં અંધકારને દૂર કરી શકશે. અજ્ઞાનતિમિર-અંધકાર કોણ દૂર કરે ? સદ્દગુરુ અંજન જો કરે.
‘અજ્ઞાન-તિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા આંખમાં એ જ્ઞાનરૂપી સળીથી અંજન કરે. સદ્દગુરુ અંજન કરે. બીજું કોઈ ન કરે. અહીં અંતર્થક્ષની - અંતરનેત્રની વાત થાય છે. માટે સુગુરુ જ જોઈએ અને એ સુગુરુની ઓળખાણ એના લક્ષણથી કરવી. એની વાણી, એના નેણ અને વેણ એમાં વૈરાગ્ય નીતરતો હોય. આ સગુરુને ઓળખવાનું લક્ષણ છે. અને “પરમશ્રુત” એટલે સદ્ગુરુ ગીતાર્થ હોય. પારગામી હોય. શાસ્ત્રો કેટલા ભણ્યાં છે એની ચિંતા નહીં કરવાની. પણ એના એક એક વચનમાં શાસ્ત્રોનો સાર આવી જતો હોય. પાંચ પંદર શાસ્ત્રો પોતાની માન્યતાના પકડી એમાં જ ફક્ત mastery હોય એ સદ્દગુરનું
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 64 GિE
Page #65
--------------------------------------------------------------------------
________________
લક્ષણ નથી. સદ્દગુરનું લક્ષણ એ છે કે એ જે વાત કરે એમાં એની વાતનો કોઈ પણ શાસ્ત્રમાં વિરોધ ન આવે. અધ્યાત્મદર્શનનું રહસ્ય છે એને જાણે છે. કૃપાળુદેવ કહે છે, “છ એ દર્શનના તાત્પર્યને જે જાણે છે.” એટલે શું આ બધું ભણવા બેસે ? જ્ઞાનરાશી તો અગાધ છે. વિરાટ છે. પણ એમની દૃષ્ટિ એવી નિર્મળ છે, વિશદ્ધ છે કે એના કથનમાં કોઈ દર્શન વિરોધ ન પામે. એના કહેવામાં કોઈ નય દુભાય નહીં. સ્વાધ્યાયમાં આવ્યું છે કે, “કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમારો નમસ્કાર છે. પરમકૃપાળુ દેવે પોતાનું ઓળખાણ આપ્યું છે કે “એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે.”
આ પરમશ્રુતપણું સમજવાનું છે. ગીતાર્થ, પરમાર્થમાર્ગના દાર્શનિક રહસ્યોને જે જાણે છે પછી ભેદભેદમાં નથી રહેતો. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે ‘નય-નિક્ષેપ કે પ્રમાણ એનું કોઈ ભાન રહ્યું નથી. બધા ભેદ હવે વિસારે પડી ગયા છે. પોતાને જ્ઞાની કહેવડાવતા એવા જગતના જીવો હજી ભેદમાંથી અને નવમાંથી બહાર નીકળી શક્યા નથી. મત-ભેદ વિનાનો માર્ગ એ જ મોક્ષ માર્ગ છે. ‘મત-ભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી.’ મત હોય ત્યાં સની ઉપલબ્ધિ હોય નહીં. મત અને સતુ સાથે રહી શકે નહીં. તો ગીતાર્થ ગુરુ પારગામી સની ઉપલબ્ધિ માટે, એનું રહસ્ય શું છે ? તે જાણે છે. કોઈપણ શાસ્ત્ર વાંચતા એમાં સારભુત વાત શું છે અને આત્માની સાથે શું સંબંધીત છે. તે જાણી લે છે. બાકીનું બધું કોરે મુકી દે છે. આમાંથી લેવા જેવું શું છે ? ગ્રહણ કરવા જેવું શું છે ? આયધર્મ પકડે. કૃપાળુદેવે એના માટે એક શબ્દ કહ્યો છે, ‘સતુપુરુષના અંતઃકરણમાં મર્મ રહ્યો છે. શાસ્ત્રમાં ધર્મ રહ્યો છે. અને જીવને ધર્મનો મર્મ જાણવાનો છે. અને મર્મજ્ઞ જે છે, શાસ્ત્રના મર્મી જે છે એને પરમકૃતપણું કહ્યું છે. કેમ કે એમની વાતમાં જગતના તમામ અધ્યાત્મદર્શનની વાત આવી જાય છે. નિચોડ આવી જાય. આવા સદૂગરનાં પાંચ લક્ષણ - (૧) આત્મજ્ઞાન, (૨) સમદર્શિપણું, ૩) વિચરે ઉદયપ્રયોગ - ઇચ્છા પ્રયોગ નહીં, અપ્રયોગ અવસ્થા, (૪) અપૂર્વવાણી અને (૫) પરમશ્રત. સદ્ગુરુ લક્ષણ યોગ્ય. આવા લક્ષણ સદ્ગુરુનાં હોય.
પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧) જૈનદર્શનમાં આ ગાથાએ જબરદસ્ત ક્રાંતિ કરી છે. વર્તમાનમાં જે વિદ્વજનો છે, વિચારકો છે, તાત્ત્વિક વિચારણાવાળા જે છે - તેઓને ‘આત્મસિદ્ધિની આ ગાથાએ ખંભિત કરી દીધા છે. પરમકૃપાળુદેવે એમાં એક અદ્દભુત અપેક્ષાવાદ મૂક્યો છે, સ્યાદવાદનું એવું કથન કરી નાખ્યું છે કે સામાન્ય જીવો તો મુંઝાઈ જાય. જ્યાં સુધી જીવને પૂર્વે થઈ ગયેલા એવા જિનની વાત ઉપર જ લક્ષ રહ્યા કરે અને તેનો ઉપકાર કહ્યા કરે અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્દગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પ્રત્યક્ષ જિનોના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય.” શ્રી મહાવીરે બેધડક રીતે આ જગતના કર્તાને ઉડાડ્યો. મોક્ષમાળાના પાઠમાં કૃપાળુદેવે લખ્યું છે, “મધ્યમ વયના ક્ષત્રિય પુરુષે જગતકર્તા રૂપ ઈશ્વરને ઉડાડ્યો તે એણે આ જગતના તત્ત્વના રહસ્ય અને ગુપ્તભેદ જાણ્યા વિના કર્યું હશે ?” કે જગતની ગુપ્ત રચનાના ભેદને જાણ્યા વિના ઈશ્વરને
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 65 EF
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉડાડ્યો હશે ? એમ અહીં પરમકૃપાળુદેવે જિનેશ્વરના પરોક્ષ ઉપકાર કરતાં પ્રત્યક્ષ સગરના ઉપકારને વધારે બળવાન, વધારે ઉપકારી જણાવ્યો છે તે એના ગુપ્તભેદને જાણ્યા વિના કર્યું છે ? અદ્ભુત છે !
‘આત્મસિદ્ધિમાં તો જેટલું અંદર ખેડાણ કરીએ એટલો નવો-નવો પ્રકાશ પડતો જાય. કઈ અપેક્ષા છે આમાં ? શું કહ્યું છે ? પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીનાં ગાણા ગાયા કરે અને વર્તમાનની અંદર સામે પ્રત્યક્ષ સદ્ગુરુ હોય અને એની ઉપેક્ષા કરે અને એનું ઉપકારીપણું જો જીવથી વેદાય નહીં તો એને આત્મવિચાર ઉત્પન્ન જ ન થાય. કારણ કે એ પરોક્ષના ગુણ ગાયા કરે છે પણ એનાથી એને આત્મદર્શન થવાની યોગ્યતા તો આવી જ નહીં. અને સામે પ્રત્યક્ષ સદૂગુરુ હોય અને એમાં રહેલું ચેતન એને જો ન દેખાય તો ગુણ-ગાન શું કામના ? એ જીવ શું સમજ્યો ? એનામાં એનાથી શું પરિણમન આવ્યું ? ઓળખી તો શક્યો નહીં. ‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર. પ્રત્યક્ષ સદ્દગુરુ છે એ ભ્રાંતિના છેદક છે. જીવનો જે દોષ હોય એને જાણે અને કઢાવી શકે. એ જીવ જ્યાં ભૂલ્યો હોય ત્યાંથી એ ભૂલ સુધારીને એને આગળ વધારે. એને માર્ગમાં આગળ વધવા ધક્કો આપે. એ ભૂલભૂલામણીમાં પડ્યો હોય તો ભોમિયા જેવું કામ કરે. અને એને યોગ્ય રસ્તે ચડાવી દે. આવા પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ મને પ્રાપ્ત થવો જોઈએ. આવા સદૂગુરનો યોગ થવો સમાપ્ત થાય છે ત્યારે ધરતી ઉપર મોક્ષમાર્ગ પણ વિચ્છેદતા ને પામે છે. આ ભરતખંડની અંદર શ્રુતકેવળી એવા જંબુસ્વામી છેલ્લો મોક્ષે ગયા પછી મોક્ષમાર્ગ અદેય થવા લાગ્યો. જંબુસ્વામી પછી કોઈ મોક્ષે ગયું નથી એમ કહે છે.
કારણ આવો પ્રત્યક્ષ સદ્દગુરુ – તીર્થકર કોટીનો પુરુષ એનું જીવને ઓળખાણ થયું નથી. જીવ પરોક્ષ જિનના ઉપકાર ગાયા કરે છે પણ પરોક્ષ જિનના સ્વરૂપને ઓળખ્યા વિના ગાયા કરે છે. એટલે આ વાત અહીં મૂકી છે. તે ગહન છે. કે પ્રત્યક્ષ સદ્ગુરુ તને જિનનું ઓળખાણ કરાવશે કે જેના તું ઉપકાર ગાશ. જિનનું સ્વરૂપ કેવું છે ? જિન કેવા છે ? જિન કોણ ? અરિહંત છે એ સિદ્ધનું સ્વરૂપ દર્શાવે છે. અરિહંત છે એ સિદ્ધપદ શું છે એ જીવને બતાવે છે. માટે નમસ્કાર મહામંત્રમાં પહેલો નમસ્કાર અરિહંતને છે અને બીજો નમસ્કાર સિદ્ધને છે. મારે થાવું છે સિદ્ધ. અને ભૂલથી જો બીજી ભ્રાંતિમાં ચડી ગયો તો જેમ વિનાયકને બદલે વાનરનું ચિત્ર દોરાઈ જાય એવું બની જશે. એમ આ સદ્દગુરુ છે એજ મને આ સિદ્ધ પરમાત્માનું ઓળખાણ કરાવી શકે. કારણ કે સિદ્ધ પરમાત્મા અરૂપી છે. અમૂર્ત છે. એનું સ્વરૂપ કેવળ અનુભવગોચર છે. એ હવે વાણીનો વિષય નથી. તો આવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ હું મારી રીતે તો નહીં સમજી શકું. મને કોઈ આવો સદૂગરનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. અને એ યોગ પ્રાપ્ત કરવામાં કોઈપણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતુ પ્રાપ્ત કરી શકતો નથી.
સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે. સતુ સમજાય છે. સતુનો માર્ગ મળે છે. સતુ પર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.” (પ-૧૯૮). કારણ કે આ ગુરુ એ માર્ગ પ્રકાશક છે. એ પદ પ્રકાશક છે. ભ્રાંતિ ન થવી જોઈએ. એટલે અહીં કહે છે કે પ્રત્યક્ષ એવો ભ્રાંતિનો છેદક પુરષ જોઈએ. એની શોધ કરવાની છે. અને જ્યારે જીવ મોક્ષને પામે છે – તદ્દભવગામી જીવ હોય એ આવા સદૂગરના સાન્નિધ્યમાં જ હોય. આ એક
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 66 EE
Page #67
--------------------------------------------------------------------------
________________
નિમિત્ત-નૈમિત્તિકનો નિયમ છે. અથવા તો મોક્ષમાર્ગની આ વ્યવસ્થા છે કે જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે એ આવા ગુરુની સમીપ જ હોય છે. આવી એક નિયતિ છે. આને નિયતિ કહેવાય. આ નિયતિનું સ્વરૂપ સમજવું હોય તો પરમકૃપાળુદેવના જીવન ઉપર જઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે આવા અદ્ભુત જ્ઞાની અને અંદરથી જેને ભારોભાર વૈરાગ્ય છે, જેને જગતમાં કોઈ ઇચ્છા કે તૃષ્ણા રહી નથી, એવા પુરુષને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવ્યો, આ ક્ષેત્રમાં આ કાળમાં. કાંઈક પાંચ સમવાયકારણમાં નિયતિ એક કારણ છે. એ નિયતિને આપણે સમજી નહીં શકીએ કારણ કે એ અત્યંત તીવ્રજ્ઞાનદશા થાય ત્યારનો વિષય છે. અત્યારનો નથી. એટલે આપણા તર્કના આધારે આપણને એનો ઉકેલ મળી શકશે નહીં. ભગવાન મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ. દેશનામાં ખામી નહોતી કે મહાવીરના સર્વજ્ઞપણામાં પણ કંઈ ઉણપ નહોતી. ઋજુવાલિકા નદીના કિનારે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થઈ ચુક્યું હતું. છતાં પહેલી દેશના નિષ્ફળ ગઈ. રાતોરાત વિહાર કરીને ભગવાન મહાવીર અપાપા નગરીમાં પહોંચ્યા. અને ત્યં જઈ તેમણે ગણધર ગૌતમની ઉપલબ્ધિ થઈ. ભગવાનને દસમના દિવસે કેવળજ્ઞાન થયું અને અગિયારસના દિવસે તીર્થની સ્થાપના કરી. નિયતિ. જૈન દર્શને જે પાંચ સિદ્ધાંત કીધા છે એમાં એક નિયતિ.
કૃપાળુદેવે એક જગાએ હાથનોંધમાં લખ્યું છે, અહો ! નિયતિ. મહાવીરે દીક્ષા પણ એકલા લીધી અને મોક્ષે પણ એકલા ગયા.’ બીજા તીર્થંકરો કેટલા જીવો સાથે મોક્ષે ગયા છે. એ મોક્ષે જાય ત્યારે કેટલાય જીવો સાથે જાય એનું વર્ણન કલ્પસૂત્રમાં આવે છે. પૂર્ણ પુરુષની કોઈ ઉણપ નથી. એ તો એવો જ તીર્થંકર છે જેવા આદિનાથ છે. આદિનાથ અને વર્ધમાનમાં ક્યાંય ભેદ દૃષ્ટિ આવવી ન જોઈએ. પણ નિયતિને સમજવાનો આપણે થોડો પુરુષાર્થ કરીએ છીએ. આવી નિયતિ મોક્ષગામી જીવને જોઈશે જ. માટે એણે સદ્ગુરુની શોધ કરવી. એની ઝંખના કરવી. જ્યાં ત્યાંથી મને સદ્ગુરુ પ્રાપ્ત થાય એવી ઝંખના. ઝુરણા કરવી. અને કૃપાળુદેવે એક પત્રમાં આશ્વાસન આપ્યું છે, આવી ઝંખના, આવી કામના અને આવી લય લાગશે એમાં ને એમાં એને સદ્ગુરુ મળી જાશે.’ એનો યોગ થવો તો ઉત્તમકાળમાં પણ દુર્લભ જ છે. પણ આ કાળમાં પણ જીવ જો તથારૂપ યોગ્યતા પ્રાપ્ત કરે તો સદ્ગુરુનો યોગ તો મળી રહેશે.
ખંભાતના મુમુક્ષુઓને લખ્યું, યોગ્યતા પ્રાપ્ત કરશો તો, વધારશો તો, સદ્ગુરુના યોગે ધર્મ તો મળી ૨હેશે.’ એની ચિંતા કરશો નહીં કે અવળો પુરુષાર્થ કરતા નહીં કે પહેલાં સદ્ગુરુ મળે પછી ધર્મ કરું. આવી વાત નહીં કરતાં, કારણ કે યોગ્યતા વગર તું સદ્ગુરુને ઓળખી નહીં શકે. સદ્ગુરુને કોણ ઓળખે ? વૈરાગી. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ.’ ઘટમાં વૈરાગ્ય નથી તો ગુરુ નહીં ઓળખાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે.’ સંસારનો અભિલાષી કે ભવાભિનંદી જીવ સદ્ગુરુનો શોધ કરે તો એને નહીં મળે. અરે ! જેને તીવ્ર ઝંખના લાગી છે એને ગુરુ મળે. ટંકારાથી નીકળેલો મૂળશંકર ગુરુ, ગુરુ શોધતો શોધતો જાય અને પંદર પંદર વર્ષની સાધના પછી એને મથુરાના કિનારે ગિ૨જાનંદ સરસ્વતીનો યોગ થાય. અને બેરિસ્ટર એવો બંગાળનો નરેન્દ્ર અમાપ બુદ્ધિચાતુર્યવાળો એ નરેન્દ્ર વિવેકાનંદ થાય પણ ત્યારે જ જ્યારે સત્ય શું છે એની પ્રાપ્તિ કરવા માટે ગુરુની લય લાગે. મારે કોઈ સદ્ગુરુને શોધવા છે એવી લય લાગે ત્યારે એને રામકૃષ્ણ ૫૨મહંસ જેવો કોઈ વિ૨લ પુરુષ પ્રાપ્ત થાય. આ યોગ્યતા, આ ઝંખના, આ અદ્ભુત ઝુરણા ! આ ઝુરણા
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 67
Page #68
--------------------------------------------------------------------------
________________
થવી જોઈએ. જેને ઝુરણા નથી એને સદ્ગુરુ પણ મળે નહીં. વૈરાગ્યમંડિત એવું ચિત્ત એ ઝુરણાનું સાધન છે. એટલે અહીં જબરજસ્ત ક્રાંતિ કરી નાખી. જિનેશ્વર કરતાં અહીંયા પરમકૃપાળુદેવે, પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપકારની અધિકતા કીધી. એટલે કોઈને થયું કે જિનેશ્વરના માર્ગનો લોપ થઈ ગયો અહિં તો. જિનેશ્વરના માર્ગની વિરાધના, અવહેલના થઈ ગઈ. કૃપાળુદેવે સદ્ગુરુનો મહિમા ગાતાં-ગાતાં જિનેશ્વર કરતાં તે પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર અધિક કીધો. પણ આ તો પૂર્ણજ્ઞાની છે. ભગવાનના ધ્યાન બહાર કાંઈ હોય નહીં. આ તીર્થંકર કોટિનો જ્ઞાની છે. આની કક્ષા અને આની દશાનું પહેલાં આપણને ભાન થવું જોઈએ. એટલે પછીની ગાથાની અંદર એમણે તરત જ સમાધાન આપી દીધું.
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. (૧૨)
ભાઈ ! જે જિનનો મહિમા તારા અંતરમાં વસ્યો છે. એ જિનનું સ્વરૂપ તને સદ્ગુરુ વિના કોણ સમજાવશે ? ‘સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શું થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે.’ ભાઈ ! તું જિનના પરોક્ષ ઉપકારની વાત કરશ પણ તને શું ઉપકાર થાય જો તું જિનનું સ્વરૂપ નથી સમજતો તો ? આ જિનનું સ્વરૂપ, પરમ શુદ્ધ, ચૈતન્ય અવસ્થા, સર્વ પ્રકારના રાગ-દ્વેષથી રહિત, સર્વ પ્રકારનાં કર્મથી રહિત, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત, પરમ શુદ્ધ ચૈતન્ય. પ્રદેશે પ્રદેશે જેનું ચૈતન્યઘન છે એવું એનું સ્વરૂપ જ્યાં સુધી તું સમજીશ નહીં ત્યાં સુધી તને પરમેશ્વરની બાબતમાં, ભગવાનની બાબતમાં અનેક કલ્પના જ રહેશે કે એ તો સુખનો દાતા છે. દુ:ખનો હર્તા છે. આવી મિથ્યા કલ્પનાઓ ચાલી આવશે. અને આ જિનપદ છે એ જ નિજપદ છે.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’
આ જિનપદ અને નિજપદ એક જ છે. હવે જે તને જિનપદનો ઉપકાર છે તે જિનપદ તને કોણ સમજાવશે ? આ જિનસ્વરૂપ આત્મા ક્યારે થાય ? સમજનારનો આત્મા જિનપદને ક્યારે પામે ? જિનનું સ્વરૂપ યથાર્થ, જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જ યથાતથ્ય, તીર્થંકરે જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવો જ મારો આત્મા છે - એ યથાર્થ સદ્ગુરુ વિના બીજું કોણ કહે ? માટે જગતના જીવોને અરિહંત જેવો ઉપકાર બીજા કોઈનો નથી. જ્ઞાની અને સદ્ગુરુના ઉપકારની તોલે કોઈ ન આવે. બધી જ ભ્રાંતિનું નિવારણ કરે. સંશયનો છેદ કરે. ભેદના ભેદ બતાવે. અને જીવની દૃષ્ટિ પલટાવે. દૃષ્ટિરાગમાંથી દૃષ્ટિબોધ આપે. નહીં તો જીવ દૃષ્ટિરાગમાં ફસાઈ જાય. માટે અહીં કહ્યું કે સદ્ગુરુનો ઉપકાર એટલા માટે જ છે કે એનાથી જિનનું સ્વરૂપ સમજાય છે. એટલે એ જિનની જ આરાધના છે. જે પરોક્ષ જિન છે એને જ સારી રીતે અને અધિક સમજવા છે. માટે સદ્ગુરુનો ઉપકાર છે. પરમકૃપાળુદેવે અમને મહાવીરનો માર્ગ બતાવ્યો છે. અમને મહાવી૨નું વિશેષ ઓળખાણ કરાવ્યું છે. અમને તીર્થંકરનો અને સદ્ગુરુનો માર્ગ શું છે એ આ
回 શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 68 ᄆ
Page #69
--------------------------------------------------------------------------
________________
સદ્દગુરુએ બતાવ્યું છે. માટે અમારે મન તો આ સદ્દગુરનું મહત્ત્વ અદ્ભુત છે કે જેણે અમને તીર્થકરનું ઓળખાણ કરાવ્યું. જેણે સનાતન, શાશ્વત એવો આ માર્ગ અમને ઓળખાવ્યો, દર્શાવ્યો. અમે તો હે પ્રભુ ! મતના, પંથના, ગચ્છના, સંઘના, સંઘાડાના, સંપ્રદાયના અંધારામાં જ અટવાતા હતા. ધર્મના નામે મોહાંધ અને મતાંધ બનીને અથડાતા હતા અને મિથ્યાવાસનાઓ અને મિથ્યાક્રિયાઓમાં જ રાચી રહ્યા હતા. સત્યનો કોઈ પ્રકાશ અમારા જીવનમાં પ્રભુ ! પ્રકાશિત થતો નહોતો કારણ કે અમને જિનના સ્વરૂપની જ ખબર નહોતી.
હે પરમકૃપાળુદેવ ! આપે આ અમાપ કૃપા કરીને જિનનું સ્વરૂપ ઓળખાવ્યું. જિનનો માર્ગ ઓળખાવ્યો. અને જે સદૂગરના ઉપદેશથી જે જીવ જિનનું સ્વરૂપ સમજે છે એનો-સાંભળનારનો આત્મા, સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે છે. અમારે તો જિનની દશાને પામવી છે. નિજપદનો લક્ષ થયો અને જિનપદ એ જ મારુ પદ છે, નિજપદ છે.
જિનવર થઈ જે જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.’ આનંદઘનજી મહારાજે પણ આ જ વાત કરી કે તું જિન થઈને જિનની પૂજા કર. જિન થઈને જિનની ભક્તિ કર. જિનનું સ્વરૂપ બરાબર લક્ષ સામે રાખ. અને જ્યાં સુધી નિજસ્વરૂપ પ્રગટ થયું નથી ત્યાં સુધી તું જિનના સ્વરૂપને નજર સામે રાખજે. કારણ કે બારમાં ગુણસ્થાનક સુધી એ જિનના સ્વરૂપના અવલંબનની જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે. સત્કૃતનું અવલંબન લેવાનું છે. “કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” આ બધો સગરનો બોધ – બધાં શાસ્ત્રો એક જિનેશ્વરના સ્વરૂપનું ઓળખાણ કરાવવા માટે છે અને એ જિન અને તારા નિજ સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવી પ્રતીતિ કરાવવા માટે છે કે જેથી શાસ્ત્રોનો વાંચનાર, શાસ્ત્રોનો સમજનાર જિનને ઓળખે અને જિનની દશાને પામે. માટે આ સગરનો ઉપકાર અધિક મહત્ત્વનો છે કે જે જિનને યથાર્થ ઓળખાવે છે.
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સગુરુયોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. (૧૩) જે જિનાગમ આદિ આત્માના હોવાપણાનું તથા પરલોક આદિ હોવાપણાના ઉપદેશ કરવાવાળા શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદૂગરનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે. પણ તે સદૂગર સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય.
સાહેબ ! પ્રત્યક્ષ સગુરુનો યોગ ન હોય તો અમારે શું કરવું ? કેટલી સરસ જ્ઞાનીની કરુણા છે ! કે આ માર્ગ સનાતન છે. શાશ્વત છે. પ્રત્યેક જીવ પામી શકે એમ છે. એને અવલંબન જોઈએ. એ અવલંબનની તરતમ્યતા હોય. કોઈ સારું, ઉત્તમ નિમિત્ત મળી જાય અને કોઈ થોડું મધ્યમ નિમિત્ત મળી જાય. કંઈ વાંધો નહીં. પણ નિમિત્ત તો જોઈએ. નિમિત્ત વિના, સ્વચ્છેદથી આ માર્ગ પામી શકાય એમ નથી. માટે અહીં કૃપાળુદેવે પ્રત્યક્ષ સદ્ગુરુની અવેજીમાં એક નવીન દૃષ્ટિ આપી. એટલે પરમકૃપાળુદેવને માનનાર જે લોકો છે જેમાં સ્વાધ્યાયનું મહત્ત્વ ખૂબ છે. રોજ પ્રતિદિન સ્વાધ્યાય કરવો. જીવને યોગ્ય
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 69 E
Page #70
--------------------------------------------------------------------------
________________
બનાવવો અને સ્વાધ્યાય કરવો. તત્ત્વ શું છે એ જાણવાની જિજ્ઞાસા અને તત્ત્વ શું છે એ સમજવું. પણ સ્વાધ્યાય કેવી રીતે કરવો ? કોનો કરવો? શેનો કરવો ? એટલે અહીં કહે છે કે, “આત્મા આદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર.” જ્યાં આત્મા જ ગાયો છે. જ્યાં આત્મસ્વરૂપની જ પ્રરૂપણા કરવામાં આવી છે. એવાં શાસ્ત્રો પ્રત્યક્ષ સગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર.” એવાં શાસ્ત્રો આ જગતના સુપાત્ર જીવોને માટે આધારરૂપ છે. સુપાત્રતા પહેલાં કહી.
પાત્ર વિના વસ્તુ ન રહે, રાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવાં એવો સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. પહેલા પાત્ર થા. પછી શાસ્ત્ર. અને પછી સદ્ગુરુ. જો સદ્ગુરુ મળ્યાં તો એમાં શાસ્ત્ર આવી ગયું. અને બીજી અપેક્ષાએ જો શાસ્ત્ર મળ્યું તો સદગર મળી ગયાં. કારણ કે શાસ્ત્ર કહેનાર સદગર છે. આ અજ્ઞાનીનો બોધ નથી. પૂર્વે પામેલા જ્ઞાનીઓનો બોધ છે. એ પણ સદ્ગુરુ જ છે. કૃપાળુદેવે લખ્યું છે કે, સત્રનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે એના વિયોગમાં, એમણે કહેલો બોધ પ્રત્યક્ષ સદ્દગુરુ તુલ્ય માનવો. તો શાસ્ત્ર મળ્યાં એને સંગુરુ મળી ગયાં. અને સદ્ગુરુ મળ્યાં એને શાસ્ત્ર મળી ગયાં. આપણી પાત્રતા કેવી છે એના આધાર ઉપર આ બધું છે. આપણી પાત્રતા નહીં હોય તો પ્રત્યક્ષ સગુરુ મળશે તો પણ ઠેકાણું નહીં પડે. અને શાસ્ત્ર મળ્યા એનો પણ કોઈ ઉપયોગ નહીં. કોઈ ઉપકાર નહીં થાય જો પાત્રતા નહીં હોય તો. બધાનો આધાર સુપાત્રતા. એટલે ત્યાં કહ્યું છે કે, ‘ત્યાં આધાર સુપાત્ર.” અહીં ફક્ત શાસ્ત્ર હાથમાં લઈને બેસી રહેવાનું નથી. પહેલાં સુપાત્રતા કીધી છે. આ સુપાત્રના લક્ષણો, ‘વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. (પ-૪૦)
કૃપાળુદેવે કહ્યું કે, “શાસ્ત્રનો અભ્યાસ નિયમપૂર્વક, ઈન્દ્રિય નિગ્રહપૂર્વક કરવો જોઈએ. શાસ્ત્ર એમને એમ નહીં વાંચવાના. શાસ્ત્ર વાંચતા પહેલાં કંઈક સંયમનો સ્વિકાર કરવાનો. કોઈ નિયમ લઈને શાસ્ત્ર વાંચવાના. એટલે એ નિયમથી ખ્યાલ આવે કે આ શરીરથી પર કોઈ તત્ત્વની વાત હું વાંચું છું. જીવને એનું સમયે-સમયે ભાન થાય. આવો કોઈ નિયમ હોય, આવું કોઈ તપ હોય, આવો કોઈ નિગ્રહ કર્યો હોય અને પછી શાસ્ત્રનું વાંચન થાય. આપણે ત્યાં ભારતવર્ષની અંદર આ શાસ્ત્રવાંચનની પરંપરા છે. આવા શાસ્ત્રો જે વાંચે તે વ્રતધારી બને. એ કોઈ નિયમ લે. જીવનમાં કોઈ સંયમ ધારણ કરે. કોઈ પણ નાનો નિયમ - જે મને સતત સ્મરણ કરાવે કે અત્યારે હું દેહ, સંસાર અને દેહના વિષય અને કષાયથી પર છું. અને એમ પર રહીને મારે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનો છે. ત્યારે આત્મા અકષાય ભાવમાં આવે છે અને મોક્ષની સમીપ જાય છે. આ જિતેન્દ્રિયપણાથી ઇન્દ્રિયોનો પ્રભાવ ઓછો થાય છે. અને ચૈતન્યના પ્રભાવની બહુલતા થાય છે એટલે શાસ્ત્રોનો પરમાર્થ સમજાતો જાય છે.
ગમે તે પ્રકારનું વર્તન હોય, બેફામ સ્વછંદ હોય, ગમે તે પ્રકારની ઉશ્રુંખલતા હોય અને શાસ્ત્ર વાંચીને આપણે પરમાર્થ પામીએ એવી આ વાત નથી. એ શક્ય નથી. ગીતાના અને જ્ઞાનેશ્વરીના
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 70
=
Page #71
--------------------------------------------------------------------------
________________
પાઠ કરતાં કોઈને જોયાં છે ? શ્રાવણ મહિનામાં પાઠ શરૂ કરતાં પહેલાં નિયમ લે કે મને આ નહીં ખપે. આ બધું ક્રિયા-કાંડમાં ખપાવી ન દેવું. આપણી અલ્પબુદ્ધિથી કોઈ નિર્ણય ન કરવો. અપેક્ષાએ સમજવાનું. કે મેં આજે રોજના ઉપક્રમ કરતાં કોઈ વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે. અને વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે ત્યારે જીવનમાં જિતેન્દ્રિયપણું પહેલાં સાધ્ય કરવું પડશે. આત્માની પ્રભુતાનો અભ્યાસ કરવો છે અને શરીરની, દેહની, દેહના સુખસાધનની ગૌણતા કરવી નથી તો નહીં ચાલે. એ ગૌણ કર્યા સિવાય અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત ચૈતન્ય અને શક્તિથી યુક્ત એવો પ્રત્યક્ષ આત્મા મને પ્રાપ્ત થાય એવી આત્માની વાત કરવી છે તો એ નહીં બની શકે.
દેહસુખની અંદર, દેહાધ્યાસની અંદર શાતાશીલિયાપણું, સુખાશીલિયાપણું તે છોડવું નથી. જરાક દસ મિનિટ વહેલું ઊઠવું પડે તો પણ આકરું લાગે છે. અરે ભાઈ ! આ પર્વના) દિવસોની અંદર આત્માને જરા જાગૃત કર કે મારે મારા આત્મા માટે જવું છે. જરાક શરીર ઉપર થોડીક કઠોરતા આવે, થોડો નિગ્રહ આવે, થોડો મન ઉપર નિગ્રહ આવે, થોડી સંકલ્પશક્તિ આવે, થોડો શુભભાવમાં જવા માટે આપણા આત્મવીર્યને આત્મપ્રભાવને જગાવ. એને તું કસોટી ઉપર મુક. ખૂબ વિચારવાનું છે. આ ગુણો છે. “આધાર સુપાત્ર.” સદ્ગુરુ અને સસ્તુશાસ્ત્રની વાત કરે છે કે જે સુપાત્ર છે એને જ એ બંનેનો આધાર છે. સુપાત્ર નથી એને ગુરુ હોય તોય શું ? એટલે કૃપાળુદેવે પત્રાંક-૨૧૨માં કહ્યું, “જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવા પ્રત્યક્ષ, દેહધારી, વિદ્યમાન સત્પુરુષનો જોગ આ જીવને પૂર્વે અનંતવાર થયો છે તો પણ ઓળખાણ થયું નથી.પ્રત્યક્ષ જોગ અનંતવાર થયો છે. પ્રત્યક્ષ માટે વિદ્યમાન’ અને ‘દેહધારી’ શબ્દ વાપર્યો છે. અનંતકાળના પરિભ્રમણમાં કોઈ જ્ઞાની ન મળ્યા? અત્યારે કોઈ જ્ઞાની નથી. પણ ચોથા આરામાં સમકિતીઓનું પ્રભુત્વ હતું. ઓહોહો ! કેટલા જ્ઞાની ! જ્યારે તીર્થકર વિચરતાં હોય ત્યારે સમ્યકુદૃષ્ટિ આત્માઓની ધરમાળ હોય. ત્યારે આપણે પણ હતા. અનંતા તીર્થંકરો થયા અને આપણે પણ અનંત કાળથી રખડીએ છીએ. તો ? એક એક તીર્થકરને ઓછામાં ઓછા બે-બે કરોડ કેવળીઓ હોય. આ જઘન્યની વાત છે. ઉત્કૃષ્ટની વાત નથી. અને એક-એક કેવળજ્ઞાનને ૯-૯, ૧૦-૧૦ કરોડ સમકિતીઓ હોય, અને એક સાથે ૧૭૦ તીર્થકરો વિચરતાં હોય, ત્યારે કેટલા કેવળજ્ઞાની અને સમકિતી આત્મા હોય ? જગચિંતામણી ચૈત્યવંદન” જરા વાંચી લેવું. અર્થ સાથે વાંચવું અને સમજવું. ફક્ત કડકડાટ બોલી ન જવું. એ બોલતી વખતે પણ મન બીજે ભમતું હોય. એનો અર્થ એના ભાવ પકડવા જોઈએ કે આ શકશુક સ્તન છે. એમાં ગણધર શું કહે છે ? આમાં એક-એક લીટીમાં એક-એક ગાથામાં કેટલા ભાવ છે ! કેટલાં કેટલાં કેવળીને અને વિદ્યમાન સાધુઓને આ સ્તવનમાં નમસ્કાર કર્યો છે એની સંખ્યા આપી છે. કારણ કે એ સર્વજ્ઞ છે. એને બધા કાળની સંખ્યાનું ત્યાં જ્ઞાન છે. જગચિંતામણીમાં સવારના પહોરમાં કેટલા નમસ્કાર થાય છે ! એટલે આવા પ્રત્યક્ષજ્ઞાની મળે તો પણ એનું ઓળખાણ થતું નથી એનું કારણ જીવમાં સુપાત્રતા નથી. જો સદુગરનો યોગ ન હોય તો ત્યાં તું આત્માદિ અસ્તિત્વના એવાં શાસ્ત્ર તું વાંચ. અને બીજું કહે
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 71T
Page #72
--------------------------------------------------------------------------
________________
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. (૧૪)
અથવા સદ્ગુરુએ જે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય તે શાસ્ત્રો, મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવા આદિનો હેતુ તે ભ્રાંતિ છોડી દઈ અને માત્ર આત્માર્થે વિચારવાં
મારું શાસ્ત્ર છે અથવા બીજાએ કહ્યું છે એવા મમત્વથી ન વાંચવા. જે છે તે મતાંત૨નો ત્યાગ કરી, શ્રાંતિ છોડીને વાંચવા. કૃપાળુદેવે લખ્યું છે કે, 'માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતાં જેમાં સત્પુરુષોના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખશો. જેથી મત-મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં.’ આપણને નયનું કે ન્યાયનું જ્ઞાન ન હોય, આપણે જો વ્યાકરણનો અભ્યાસ ન કર્યો હોય તો આપણે નયમાં પડવું નહીં. એ આપણને અવળું પકડાવી દેશે. આપણને તો Balance છે નહીં. મધ્યસ્થતા તો છે નહીં. જેને સંપૂર્ણ જ્ઞાન હોય તેને જ ખબર પડે. પછી કહે છે કે ઉપશમ અને વૈરાગ્યથી જેટલો સિદ્ધાંત બોધ સમજાશે નેટલો તર્કથી નહીં સમજાય. વાદ-વિવાદ અને તર્કની પરંપરા એ માર્ગને પામવાનો રસ્તો નથી. માર્ગને પામવાનો રસ્તો એ સરળતા છે. શાનીની ભક્તિ છે અને જ્ઞાની પ્રત્યેની અવિચલ શ્રદ્ધા છે. એટલે કહે છે કે રોજ આવાં શાસ્ત્રો વાંચવા કે, “જે શાસ્ત્રથી, જે શ્રુતથી અસંગતા ઉલ્લો તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે.” એમ કૃપાળુદેવ કહે છે. સગતતા થાય. સંસારથી તારી ઉદાસીનતા વધે. સંસારનાં પ્રસંગમાં રાચી-માચીને દોડતા હોઈએ તો આપણા પગ જરા થંભે આપણી ગતિ જરા ધીમી પડે. સંસારમાં વિષય-કષાયમાં આવેશ અને ઉભરા આવતા હોય એ થોડા શમી જાય. વિષય-કષાય મંદ થાય. આવું જે વાંચન છે તે કરવું. “ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સન્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.' આવી પાત્રતા જાગૃત કર એમ અહીં કહ્યું છે. મુક્તિ થવાનાં કારણ કાં સદ્ગુરુ અને કાં સત્શાસ્ત્ર કહ્યાં. પણ એ સફળ ક્યારે થાય ? કારગત ક્યારે થાય ?
રીકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોકા;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. (૧૫)
જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે. એનું નામ સ્વચ્છંદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે. અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષને પામ્યા છે એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે.
સ્વચ્છંદ નામનો દોષ – હું માનું છું તે જ સાચું હું કરું છું તે જ સાચું, મને બધી ખબર પડે છે. મને બધી જ સમજ છે. આમ પોતાના ડહાપણે ચાલ્યો જાય. અને ઘણીવાર સતનો નિષેધ કરતો જાય. એટલો બધો આવેગમાં ને ઉન્માદમાં આવી જાય. કૃપાળુદેવે એને ઉન્મત્તપ્રલાપ દશા કીધી છે. એટલી બધી ઉન્મત્તતા આવી જાય જીવમાં. કે જ્ઞાનીના માર્ગને બાજુ પર રાખી દે – ખસેડીને ચાલ્યો જાય. તો કહે છે આ જીવ સ્વચ્છંદથી માર્ગ પામવાનો નથી. એ જો સ્વચ્છંદ રોકે તો એ જીવ અવશ્ય મોક્ષને પામે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 72
Page #73
--------------------------------------------------------------------------
________________
કારણ કે અનંત જીવો આ રીતે મોક્ષને પામ્યા છે. સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે, “જ્ઞાનીની આજ્ઞાએ વર્તતાં અનંતા જીવો મોક્ષે ગયા છે એમ આખા જગતનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર સ્વામી અમને કહેતા હતા.” (પ-૧૯)
એ જ વાત કપાળુદેવે અહીં કરી કે આ જીવ સ્વચ્છંદને રોકે તો અવશ્ય – પછી મોક્ષે જવું એના વશની વાત નથી. પછી ન ઇચ્છે તો પણ એને મોક્ષે જવું પડે. એ અવશ્ય. અને અવશ્યનો બીજો અર્થ ચોક્કસ. without fail એમાં question does not arise. અવશ્ય. જો સ્વચ્છંદ રોકી દઈશ તો ચોક્કસ મોક્ષે જાઈશ અને બીજું સ્વચ્છંદ રોકી દઈશ તો પછી તું અવશ છો. તું બીજે ક્યાંય જઈ જ નહીં શકે. ચોકક્સ મોક્ષે જ જઈશ. અવશપણે મોક્ષ પ્રાપ્ત થાય તે અવશ્ય. આત્મસિદ્ધિમાં શબ્દોની તો ચમત્કૃતિ ભરી છે. આ ભગવાનનું ભાષાનું ઐશ્વર્ય કોઈ અદ્ભુત છે ! આપણને એમ થાય કે દેશનાની વાણી કેવી હશે ? કૃપાળુદેવ લખે છે કે, “આ અમે જે લખીએ છીએ તે જિનાગમ જ છે.” દેશનાની વાણી સાંભળવાની કદાચ રહી ગઈ હોય, કદાચ સ્મરણમાં ન હોય તો ફરીથી આપણને આ વાણી સાંભળવાનો લાભ મળ્યો છે.
પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. (૧૬) આ સ્વચ્છંદને લીધે સદ્ગુરુ મળે, સશાસ્ત્ર મળે, મનુષ્ય થયો હોય, આર્યભૂમિમાં જન્મ્યો હોય, વીતરાગનું શાસન મળ્યું હોય, જૈન કુળમાં, ઉચ્ચ ગોત્રમાં, સારી મતિ પ્રાપ્ત થઈ હોય, ખાવા-પીવાના વાંધા ન હોય એવું પુણ્ય ઉપાર્જન કરીને આવ્યો હોય. ૫૦૬૦ વર્ષના આયુષ્યમાં કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે – માંગવું ન પડે એવી પરિસ્થિતિ હોવા છતાં આ જીવ મોક્ષને પામતો નથી. કારણ કે પોતાના સ્વચ્છંદના કારણે પામતો નથી.
પ્રત્યક્ષ સદૂગુરુના યોગથી આ સ્વચ્છંદ રોકાય છે. બાકી જો પોતાની ઇચ્છાએ બીજા ઉપાયો કર્યા કરે તો સ્વચ્છંદ બમણો થાય છે. આ જીવ સ્વછંદને કારણે મોક્ષ પામતાં અટકી ગયો છે. એના બધા અપેક્ષીત સાધનો મળ્યાં છે. ઉત્તમ નિમિત્ત પ્રાપ્ત થયાં છે પણ આ જીવને અને મોક્ષને છેટું પડી ગયું છે એનું એક જ કારણ છે. ભગવાન કહે છે જીવને પોતાનું ડહાપણ બહું આડું આવે છે. આ જીવ પોતાનું ડહાપણ મુકીને એકવાર નક્કી કરે કે ભગવાન ! આ માર્ગે મારું જે કાંઈ જ્ઞાન, જે કાંઈ બુદ્ધિ, જે કાંઈ મતિ છે તે મતિ મારે લગાવવી નથી. યશોવિજયજી મહારાજે આઠદૃષ્ટિની સઝાયમાં કહ્યું,
“શાસ્ત્ર ઘણાં મતિ થોડલી; શિષ્ટ કહે તે પ્રમાણ.” આમાં તો શિષ્ટ કહે તે મને કબુલ. આમાં તો મારું ગજું નથી. અને કૃપાળુદેવે તો આવા સ્વચ્છંદી જીવોને બહુ સરસ કહ્યું છે,
-G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 73 GF
Page #74
--------------------------------------------------------------------------
________________
“જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન;
અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” આ જિન પ્રવચનનો તાગ મેળવવા, પાર પામવા અતિ મહિમાન પણ થાકી જવાનો છે. અને કાં તો જે મતિમાન છે તે અતિ થાકી જવાનો છે. થાકે અતિ મતિમાન. જે પોતાને મતિમાન એટલે કે બુદ્ધિમાન સમજે છે તે અતિ થાકી જશે. અથવા તો બહુ બુદ્ધિમાન છે – અતિ મતિમાન તે પણ થાકી જાશે. એ પાર પામી શકશે નહીં. માટે સદૂગરનું આલંબન લેવું. સદૂગરના આલંબનથી જે આ તારો સ્વચ્છંદ છે તે ટળશે. સ્વચ્છંદ એટલે આ પ્રકારની પોતાના આગ્રહની દૃઢ માન્યતા. કે હું કહું છું તે જ સાચું. હું સમજું છું તે જ સાચું. એ માન્યતાને નિરસ કરવી જોઈએ. તો જીવ અવશ્ય મોક્ષને પામશે. આ સિવાયનો બીજો જે કાંઈ ઉપાય કરવામાં આવશે કે – થોડું વધુ ભણી લઉં – બીજા શાસ્ત્રો વાંચી લઉં – આ અભ્યાસક્રમ કરી લઉં – આ તાલિમ લઈ આવું – આનાથી તો સ્વચ્છંદ બમણો થાશે. વાંદરાને દારૂ પીવડાવીએ એવું થાશે. એક તો વાંદરો હતો. એમાં એણે દારૂ પીધો. એમાં એને વીંછી કરડ્યો અને એમાં પાછો ભૂતનો સંચાર થયો. શું થાય ? એમ આ જીવ સ્વચ્છંદમાં તો હતો. એમાં સદ્દગુરુનાં શરણ વિના પોતાના ડહાપણે બીજા ઉપાય કરવા ગયો તો શું થયું ? એનો સ્વછંદ અનંતગણો વધી ગયો. જ્ઞાનીએ કહ્યું, હવે આ પાર પામી શકશે નહીં. આ તો અભવી થઈ ગયો. માટે સ્વચ્છંદ ને ટાળો.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે.
[ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 74 GF
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪
શ્રી સદ્ગુરુ માહાન્યા
| (ગાથા ૧૭થી ૨૩)
અનંત અને અમાપ ઉપકાર આ જીવ ઉપર જ્ઞાની પુરુષોનો છે. કોઈ ઋણ આપણે વાળી શકીએ એમ નથી. જન્મ આપનાર મા-બાપ, વ્યવહારિક શિક્ષા આપનાર શિક્ષક, કે કોઈ આર્થિક મદદ કરનાર, કે બિઝનેસમાં મદદ કરનાર, કે નોકરી આપનાર – આ બધાનો બદલો વાળી શકાય. પરંતુ અનંત કરુણા કરીને જેણે ભવભ્રમણમાંથી છૂટવાનો માર્ગ બતાવ્યો, જીવને મુક્તિનો માર્ગ બતાવ્યો એવા સદ્દગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે અને કોઈ કાળે વાળી શકાય એમ નથી. આવો અમાપ ઉપકાર સદ્દગુરુનો છે. આ સદ્દગુરુના ઉપકારનો મહિમા ગાતા-ગતાં, કૃપાળુદેવે “આત્મસિદ્ધિમાં પંદર ગાથાઓમાં એનું માહાભ્ય મુક્યું છે. આઠ ગાથાઓથી વિચારણા આપણે કરી. બાકીની ગાથાઓ ઉપર હવે વિચારણા કરીશું.
સદ્દગુરુથી જીવ પરમાર્થને પામે. સદ્ગુરુને ઓળખવાના લક્ષણ ભગવાને જણાવ્યા. સદ્ગુરુથી આ જીવનો સ્વછંદ ટળે. અને સદ્દગુરુનો યોગ ન હોય ત્યાં સદ્દગુરુએ બતાવેલાં અને બોધેલાં શાસ્ત્રો સુપાત્ર જીવને ઉપકારી થાય. પરમકૃપાળુદેવ સદ્દગુરુનાં પાને-પાને ગુણ ગાય છે. કેવો પરમ ઉપકાર છે ! કારણ કે આ અનંત દુઃખથી છોડાવનાર સદ્દગુરુ છે. એના ઉપકારનો મહિમા વાણીથી કહ્યો જાય એમ નથી. કથ્થો કથાય તેમ નથી. એટલે હવે ભગવાન કહે છે,
સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું; કારણ ગણી પ્રત્યક્ષ. (૧૭) સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત’ કહ્યું છે.
જૈન દર્શનમાં જીવને મોક્ષ માર્ગ પામવાનું પહેલું પગથિયું, પહેલું સોપાન “સમકિત” છે. ‘સમકિતથી એની ધર્મ આરાધના મોક્ષ લક્ષી થાય છે. એનો પ્રત્યક્ષ પુરુષાર્થ જીવના કર્મના બંધનોને કાપવાની અંદર મદદરૂપ થાય છે. અસરકારી થાય છે. આવું સમકિત-સમ્યક્દર્શન પ્રાપ્ત કરવાનું છે. અનાદિ-કાળથી જે રખડપટ્ટી અને રઝળપાટ થયાં તે અજ્ઞાનનાં કારણે થયાં. મિથ્યાત્વના કારણે થયાં. સમસ્ત કર્મનું મૂળ અજ્ઞાન છે, પોતાના નિજસ્વરૂપનું, આત્માના ભાનનું અજ્ઞાન છે. એ મિથ્યાત્વની ભ્રાંતિ જ્યારે ટળે છે ત્યારે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 75 GF
Page #76
--------------------------------------------------------------------------
________________
સમ્યક્દર્શન એનો પાર્યો છે. ચતુર્થ ગુણસ્થાન અને ગુન્નસ્થાનઆરોહા ક્રમમાં કહ્યું છે. આ જીવને સમકિત ક્યારે પ્રગટે ? એની પહેલી ભૂમિકા કઈ ? એ સમિકતનો ક્રમ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં એવો અદ્ભુત કહ્યો છે ! કે આટલા વખત સુધી આ જીતને સમક્તિ કેમ પ્રાપ્ત થતું નથી. એટલે આ ગાથામાં આપણને એવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે કે, સ્વચ્છંદ, મત આમહ તા વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું.” એને સમકિત છે.
'કારણ ગણી પ્રત્યક્ષ.’ આને પ્રત્યક્ષ સમકિત થવાનું કારણ છે. એમ ભાખિયું છે – જિનેશ્વર ભગવંતોએ, વીતરાગોએ. જે મતભેદે આ જીવ મહાયો છે તે મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. આ જીવને સમિકત ન થવાનું મુખ્ય કારણ એ છે કે એ સદ્ગુરુના લક્ષે કે તેની આજ્ઞાએ વર્તતો હોય તો પણ એણે હજી પોતાના સ્વચ્છંદ, મત અને આગ્રહ છોડ્યા નથી. પોતાનું બધું ચાલુ રાખીને વાત માન્ય કરે. મારી ખીલી ખસે નહીં. મહાજન મારા મા-બાપ. તમે કહો તે સાચું. બસ સાહેબ આજ્ઞા ફરમાવો. એ સાહેબ ગમે તે કહે આજ્ઞા આજ્ઞાના ઠેકાો રહે અને એણે તો જે ધાર્યું હોય એ જ અવળચંડાઈ કરે. એમાં કાંઈ ફેર પડે નહીં. ગમે તેટલું સમજે, ગમે તેટલો બોધ સાંભળે, હા જી હા કરે, એ જ સત્ય, એ જ સત્ય એમ કહે – પણ પોતાના મત અને માન્યતામાંથી જરાપણ બસે નહીં. આ જગતમાં માત્રસને વ્યવહારિક તાલિમ આપીને સંપૂર્ણપણે બદલી શકાય, ફેરવી શકાય. પણ ધર્મની અંદર એને જે અવળી શ્રદ્ધા હોય એ તોડવી દુષ્કરમાં દુષ્કર છે. એણે ધર્મને નામે જે શ્રદ્ધા ગ્રહણ કરી લીધી એમાંથી એને ટસથી મસ કરવો બહુ આકરો છે.
સ્વચ્છંદ – એ આ તે માની લીધેલું પોતાનું ડહાપણ છે. અધુરપને કારણે જીવ પોતે કરેલો નિર્ણય એ સ્વચ્છંદ. મતિ કલ્પનાના આધારે જીવે બાંધી લીધેલો અભિપ્રાય, ભ્રાંતિને લીધે કરેલો નિર્ણય. પરમાર્થમાં અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થમાં પરમાર્થબુદ્ધિ – આ સ્વચ્છંદના લક્ષણ છે. આ ખસે નહીં કોઈ દિવસ. આ સ્વચ્છંદને કારણે એણે એક મત નક્કી કરી લીધો છે. અને એ મતનો પાછો આગ્રહ ઉપસ્થિત કર્યો છે. જ્ઞાની ભગવંતો કહે છે જીવને સમકિત ન થવાનું મુખ્ય કારણ કે જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ એને મુખ્ય આવરણ છે. ભાઈ ! તારું આવરણ બીજું કાંઈ નથી. તેં જ પોતાની મેળે, પોતાની આજુબાજુ જાળું ગુંથી લીધું છે કરોળિયાની જેમ. આ જાળું તારે જ ભેદવું પડશે. તો જ તું નીકળી શકીશ. મતભેદથી અનંતકાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો.' પત્રાંક-૩૬. આત્મા ધર્મ ન પામ્યો એનું કાર૪ મતભેદ, સ્વચ્છંદ-મત આગ્રહ.' સ્વચ્છંદથી પોતે મત નક્કી કરી લીધો. કેટલાય મત ચાલે છે સંસારમાં. એમાંથી પોતે પોતાને ગમતો, ફાવતો મત ગોઠવી લીધો અને પછી એનો આગ્રહ ઉપસ્થિત કર્યો. ભગવાન કહે છે, પોતાના સ્વચ્છંદ, મત અને આગ્રહ એ બધું છોડીને જે સદ્ગુરુ લક્ષે વર્તે - એટલે કે સદ્ગુરુએ જે લક્ષ બંધાવ્યો છે તે લક્ષે વર્તવાની શરૂઆત કરે તો સમકિત પામે.
અત્યાર સુધીનું એનું વર્તન કયા આધાર ઉપર છે ? સ્વચ્છંદ-મત અને આગ્રહના આધાર ઉપર છે. આ ત્રણ પરિબળના આધાર ઉપર જીવની વર્તના છે. આ વર્તના બદલાય, સમૂળગી બદલાય – કેવી રીતે બદલાય ? એનો આધાર શું ? એનું અધિષ્ઠાન શું ? એનું પ્રેરણાબળ અને ચાલકબળ કર્યું ' તો કહે
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 76
Page #77
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુએ જે લક્ષ બંધાવ્યો છે, સદ્ગુરુએ જે લક્ષ કરાવ્યો છે – એમના બોધના લક્ષે જીવ જ્યારે વર્તવાનો નિર્ણય કરે ત્યારે આ પ્રત્યક્ષ કારણ ગણ્યું છે જીવને સમકિત થવાનું. એટલે કહ્યું છે કે, સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે એને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં લેવા યોગ્ય છે. આ વચનના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.’
-
પત્રાંક ૭૧૯માં કૃપાળુદેવે આ વાત મુકી છે. સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે.’ કે ગમે તે ધર્મ કરો પણ સત્પુરુષે બતાવેલ માર્ગે જ હું ચાલીશ. મારે તારું વચન પ્રમાણ.’ એ જ મારો ધર્મ. સત્પુરુષે કહેલ આજ્ઞા એ જ મારો ધર્મ. ‘બાળા, ઘમ્મો. ગળાપ તવો.' અનંતા પુરુષો આજ્ઞાનું આરાધન કરીને માર્ગ પામીને મોક્ષે ગયા. એમ સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું, જગત આખાનું દર્શન જેણે કર્યું છે એવા મહાવીરે અમને આમ કહ્યું. ‘સત્’ પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે તેણે સૌથી પ્રથમ એવો નિશ્ચય કરવો કે હું કંઈ જાણતો નથી. અને પછી સત્’ની પ્રાપ્તિ માટે સદ્ગુરુનાં શરણે જવું. તેને સત્ પ્રાપ્ત થાય છે.’ ‘સેવે સદ્ગુરુકે ચરણ, સો પાવે સાક્ષાત્.' આ એને સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે અને અહીં ભગવંત કહે છે કે જેણે પોતાનો સ્વચ્છંદ, જેણે પોતાનો મત, જેણે પોતાનો આગ્રહ છોડ્યો છે અને સદ્ગુરુએ જે લક્ષ કરાવ્યો છે, સદ્ગુરુના બોધના લક્ષે જેણે લક્ષ બાંધ્યો છે તે અનુસા૨ વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય છે – એમાં જે નિર્વિકલ્પ થયો છે, એમાં જે શ્રદ્ધાવાન થયો છે – આવા પુરુષને સમિકત છે. કારણ પ્રત્યક્ષ છે કે એણે પોતાના મમત, પોતાનું અહંત્વ અને મમત્વ એનો ત્યાગ કર્યો છે.
છ પદના પત્રમાં ભગવાને લખ્યું છે કે, “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ અને મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીઓએ દેશના પ્રકાશી છે.' જેવો અહં અને મમત્વ ભાવ નિવૃત્ત થયો, અને જેવી આશા-આધીનતા આવી કે એને સમકિત થયું. આ પ્રત્યક્ષ કારણ - સૌભાગભાઈએ સમિકત અંગે પ્રશ્ન કર્યો છે. અને પત્રાંક ૭૫૧માં કૃપાળુદેવે લખ્યું છે કે, ‘આત્મસિદ્ધિ’માં ત્રણ પ્રકારનાં સમકિત કહ્યાં છે. એમાં પહેલું સકિત - જ્ઞાની પુરુષોના સત્પુરુષોના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, આપ્ત પુરુષની ભક્તિરૂપ આશ્રય – અને એ નિશ્ચયથી વર્તવાની જેને શ્રદ્ધા થઈ છે એને અમે પહેલું સમિકત કહ્યું છે. પહેલું સમિકત બીજા સમિકતનું કારણ અને બીજું સકિત ત્રીજા સમિતનું કારણ છે.’ કૃપાળુદેવે તો એનું એટલું મહત્ત્વ કહ્યું છે કે ત્રણેમાંથી ગમે તે સકિત આવે – પ્રાપ્ત થાય અને એ જીવ જો આજ્ઞાના આરાધનમાં રહે તો એને પંદરથી વધારે સોળમો ભવ નથી.
=
સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ.’ સત્પુરુષની પ્રત્યક્ષ આજ્ઞા, સત્પુરુષનો બોધ એટલે કે સત્પુરુષ અને સત્પુરુષ રચિત શાસ્ત્ર આ જીવને સમકિતનું કારણ છે. જીવ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાનીની આજ્ઞાનો ઉપાસક જ્ઞાન પામે.’ સમકિત પામે. એને જ આત્મદર્શન થાય. એટલે અહીં કહ્યું કે, તીર્થંકરના સમોવસરણમાં જે નિગ્રંથ-નિથિનીઓ શ્રાવક-શ્રાવિકાઓ હતા તે બધાને જીવાજીવનું તાત્ત્વિક જ્ઞાન હતું માટે સમકિત કહ્યું છે એમ નહીં. પરંતુ આ આપ્ત પુરુષ છે. આ સાચા પુરુષ છે. આ જેમ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે. અને એ આપ્તપુરુષ પ્રત્યેની ભક્તિ એના કા૨ણે કંઈક જીવોને એ વખતે સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ છે. અને વાસ્તવમાં જીવાજીવનું જ્ઞાન પણ આવી સત્પુરુષ પ્રત્યેની આસ્થા
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર。 77 마
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રગત્વે જ થાય છે. ત્યાં સુધી સિદ્ધાંતોધ પણ જીવમાં આવી શકતો નથી. કાનથી બહુ ઊંચા શબ્દો સાંભળીએ કે ઊંચી ઊંચી તત્ત્વજ્ઞાનની વાતો કર્યા કરીએ એનાથી જ્ઞાન ન આવે. જ્ઞાન અંતરની પરિણતિથી આવે. અને એ અંતરની પરિણતિ ચિત્તની નિર્મળતા, વૈરાગ્ય અને ઉપશમથી આવે. ભક્તિભાવ અને સતપુરુષની પ્રત્યેનો આશ્રય – આવી આશ્રય ભક્તિ જેને દૃઢ થઈ છે એને સાદા વચનોથી અને સાદા વાક્યોથી પણ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. એટલે કૃપાળુદેવે કહ્યું,
નહીં ગ્રંથમાંહી શાન ભાખ્યું, જ્ઞાન નહિ વિચાતુરી; નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, શાન નહિ ભાષા ઠરી.’
જ્ઞાન એ ચાતુર્યનો વિષય નથી, એ બુદ્ધિના વિલાસનો વિષય નથી, એ તર્ક અને કુતર્કનો વિષય નથી. એ વાદ અને વિવાદનો વિષય નથી. અમે બહુ ઊંચું વાંચીએ છીએ અને સાંભળીએ છીએ આવું તો ક્યાંય સાંભળ્યું નથી. આ જ શ્રેષ્ઠ છે એમ કહેવાથી જ્ઞાન નહીં થાય. જ્ઞાન લેનારની ભૂમિકા શું છે ? એની પાત્રતા શું છે ? એ પોતાના સ્વચ્છંદમાંથી, મતમાંથી અને આગ્રહમાંથી મુક્ત થયો છે ? અને એને એ કહેનાર સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ છે ? વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વચિ અને સત્પુરુષ પ્રત્યેની આશ્રયભક્તિ – એ નિશ્ચયથી જેને જ્ઞાન થાય છે એને સદ્ગુરુનો એક શબ્દ – શિષ્ય વ્યાખ્યાનાં.’ તો ગુરુનું મૌન એ પણ શિષ્યને માટે વ્યાખ્યાન છે.
છે
*ગુરુનો મૌન.
-
ચંડકૌશિકને ભગવાને કઈ ભાષામાં પ્રતિબોધ કર્યો ? ભાષા કંઈ મહત્ત્વની નથી. ભગવાને માત્ર તેના તરફ દૃષ્ટિ કરી અને ચંડકૌશિકે પણ ભગવાન તરફ માત્ર સૃષ્ટિ કરી. શાસ્ત્રકારો કહે છે, સર્વો કહે છે, કેવળીઓ કહે છે કે ચંડકૌશિક પ્રતિબોધ પામ્યો ભગવાન મહાવીરથી. આ પ્રતિબોધ કઈ ભાષાથી પામ્યો ? કયા નયથી પામ્યો ? કયા સિદ્ધાંતોથી પામ્યો ? કયા ભેદ-પ્રભેદથી પામ્યો ? માત્ર ચંડકૌશિકની મનની ભૂમિકા. ભગવાનની સામે દૃષ્ટિ કરી અને જે અહોભાવ પ્રગટ્યો. અને તે અહોભાવ પ્રગટતાં પૂર્વજન્મનું જ્ઞાન થયું. આ ક્રોધ અગ્નિમાં બળતાં-બળતાં ત્રણ-ત્રણ જન્મારા ચાલ્યાં ગયા છે. અને સામે શિતલ, અમી વરસાવે એવા પુરુષની સામે ષ્ટિ કરે છે. બુઝ ! ચંડકૌશિક બુઝ !' ભગવાન કહે છે. કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામીએ આવી રીતે સમજાવ્યું છે. અને ચંડકૌશિક પ્રતિબોધ પામે છે. એટલે ગુરુનું એક વચન કે એક વાક્ય બસ છે. પણ શિષ્યની પાત્રતા ઉપર આધાર છે. એટલે સમિત ક્યારે થાય ? કેવી રીતે થાય ? કેવી રીતે સમકિત પ્રગટે ! સમકિત પ્રગટવાનું કારણ શું ? કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. સમકિત એ કાર્ય છે. તો એનું કારણ તો કંઈક હોવું જ જોઈએ.
પરમકૃપાળુદેવે આ ગાથામાં સદ્ગુરુનાં માહાત્મ્યમાં કહ્યું છે કે સદ્ગુરુનો ઉપકાર તો કહી શકાય એમ નથી. પરોક્ષ જિન કરતાં પણ વિશેષ ઉપકાર છે. અને એનાં શાસ્ત્રો – એ સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે એના કહેલાં શાસ્ત્રો, એણે કહેલો માર્ગ, એણે બોધેલો માર્ગ એનાથી જીવને જ્ઞાન મળે. કારણ કે પ્રત્યક્ષ સત્પુરુષથી અને સત્પુરુષનાં શાસ્ત્રથી જીવને જિનનું સ્વરૂપ સમજાય અને જિનનું સ્વરૂપ સમજાય તો જ જીવને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય. જિન અને નિજ જુદાં નથી.
શ્રી આત્મસિનિશાન - 78
Page #79
--------------------------------------------------------------------------
________________
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” આ બધા શાસ્ત્રોનો લક્ષ પણ એ જ છે. અને પ્રત્યક્ષ સદ્ગરનાં યોગનો લક્ષ પણ એ જ છે કે જીવને જિનનું સ્વરૂપ સમજાવું જોઈએ. ‘ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ.” અને આ ત્યારે જ સમજાય જ્યારે એ સદ્દગુરુના ઉપદેશને, સદ્દગુરુના શાસ્ત્રમાં કહેલાં બોધને, પોતાના સ્વચ્છંદ, મત આગ્રહ છોડીને ગ્રહણ કરે. અને જો કારણ આપે તો કાર્ય પ્રગટે. આ જીવ કારણ આપતો નથી. સમકિત-સમકિત કર્યા કરે છે. સમક્તિના ગુણગાન ગાયાં કરે છે. પણ સમકિતના પડિકાં બજારમાં વેચાતા નથી. થનારની જો ભૂમિકા નથી તો સમકિત નહીં થાય. કૃપાળુદેવે સોભાગભાઈને પત્રમાં લખ્યું છે કે, ‘તમે મુનિને સમજાવવાની વાત છોડી દો. એમની દશા એવી છે કે સાક્ષાત્ તીર્થકરનું વચન પણ એમને પરિણામ આપશે નહીં. માટે તમે એ કડાકુટ છોડી દો.” અને અહીં તો બધાને પાંચ મિનિટમાં સમકિત જોઈએ છે. કોઈના વાંસા થાબડવાની, ભભૂત નાખવાથી કે શક્તિપાત કરવાથી સમકિત નહીં થાય. અનાદિકાળથી જીવે આ જ કર્યું છે. પણ પ્રભુ ! સમકિત માટે પહેલ-વહેલાં તો તું ચોખ્ખો થયો નથી. પ્રભુશ્રી કહેતા, “ચોખ્ખો થઈને આવ. પછી વાત કર.” તારી બધી જ સ્વચ્છેદરૂપી મલિનતા આગ્રહ મુકીને, નિર્મળ ચિત્તથી, વિશુદ્ધ બુદ્ધિથી, સમર્પિતભાવથી આવ. ભગવાન પાસે. હું કાંઈ જાણતો નથી. એને સમકિત થાય. આ કારણ છે અને કાર્ય પ્રગટે છે. આમાં ભગવાને સમકિત અંગેનો સુંદર બોધ આપ્યો છે.
માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. (૧૮) માન અને પૂજા સત્કાર આદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, એ સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.
જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” કૃપાળુદેવે કહ્યું છે મનુષ્યગતિમાં રહેલા જીવને માન કષાય એ મોટામાં મોટો શત્રુ છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર અનંતાનુબંધી કષાય જીવને અનંતનું પરિભ્રમણ કરાવે એવી કષાયની ચોકડી છે. પણ ત્યાં ભગવાને ક્રોધાદિ કષાય શબ્દ નથી મુક્યો. માનાદિક કષાય કહ્યો છે કારણ કે મનુષ્ય ગતિમાં જે કષાયનું પ્રબળપણું છે, જેનો પ્રભાવ છે અને જે ભલભલા મુનિશ્વરોને પછાડે છે, ભલભલા તપસ્વીઓને અને યોગીશ્વરોને જે ઊંચી દશામાંથી નીચે લાવી દે છે તે કષાય તે માન કષાય છે. કારણ કે જીવને મનુષ્ય પર્યાયની અંદર પોતાનો અહં એટલો બધો વેદાય છે ! તિર્યંચ બિચારો શું માન કરે ? એનો માલિક ચાબુક લઈને ઊભો હોય. એ જીવ બીચારો શું માન કરે ? આ મગતરા જેવો માનવી જ આ દુનિયામાં માન કરે છે અને પૂજા સત્કાર આદિની એને ખૂબ કામના છે. જરાક કંઈક થાય એટલે એનું માન એને વેદાય છે. કાંઈક કરે – થોડાક પૈસા કમાય તો યે એને માન વેદાય છે. ગામમાં જતો હોય તો સામેથી પૈસા આપીને, હારતોરા મંગાવીને પોતાનો સત્કાર સમારંભ ગોઠવાવે. એટલે એને માનની ભૂખ છે. જરાક ભણી આવ્યા એટલે સત્કાર સમારંભ રાખે ! અરે ભાઈ !
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 79
Page #80
--------------------------------------------------------------------------
________________
લખેશરીના દિકરા ફોરેન નહીં ભણે તો શું કોળી-વાઘરીના છોકરાં ભણશે ? ડૉલર ખર્યા છે તો ભણે. એમાં શું નવાઈ ? એના ગુણગ્રામ ગાવાવાળાં યે મળી રહે.
પૂજા, સત્કારની કામના જેટલી સંસારીજીવોને છે એટલી જ ક્યારેક ધર્મમાં પડેલા કહેવાતા ધર્મગુરુઓની અને કહેવાતા ધાર્મિક નેતાઓની પણ છે. રાજકારણ તો છેલ્લાં પગથિયે છે. પણ ધર્મની અંદર, સર્વસંગ પરિત્યાગ કરીને આવેલા જીવોની અંદર પણ આ લાલસા જે છે, પૂજા, સત્કાર, મનાવાની કામના જે છે તે મનુષ્યની મોટામાં મોટી નિર્બળતા છે. આ માન કષાયનું સ્વરૂપ છે. એ સૂક્ષ્મ છે. એટલે માયા કરે. માન કષાયને પોષવા માયા કરે. એટલે કેટલો પોતે સારો છે એ દેખાડવાનો દંભ કરે. માયાના કારણે કપટ યુક્ત આયોજન થાય. ચારે બાજુ લોકોને ખબર પડે કે કેટલા વ્રત લીધા છે. કેટલા તપ લીધા છે, કેટલા વાગે ઉઠે છે, શું કરે છે ? શું નથી કરતો ? આ બધો પ્રભાવ વધારવા ચારે બાજુ પ્રચારતંત્ર ગોઠવે. આ માયા. અંદરમાં પડેલું માન. પછી કહેશે અમારે ધર્મની પ્રભાવના કરવાની છે. શાસનની પ્રભાવના નહીંતર કેમ થાય ? શાસન તો શાસનને ઠેકાણે છે. એનો શું ધર્મ છે, એનો શું મર્મ છે ?
વીતરાગના ધર્મનો મર્મ સમજવાનો છે. માયા કરે. અને પછી માયામાંથી એને લોભ જાગે. પ્રશંસાનો, કીર્તિનો, યશનો લોભ જાગે. એ લોભ એવો જાગે કે એક જગ્યાએ કાર્યક્રમ થાય તો પચાસ જગ્યાએ ખબર પડવી જોઈએ એવા આયોજન થાય. ચારેબાજુ પુસ્તકો મોકલવા, છાપાના કટીંગ મોકલવા, ફોટા મોકલવા, બધાને ખબર પાડવી આ લોભ છે. ખબર નથી કે એક કષાય જીવને ક્યાં લઈ જાય છે. ભગવાને એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એમના જ શબ્દોમાં કહીએ તો, “બાહુબલીજી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા તો પણ આત્મજ્ઞાન થયું નહીં. કારણ કે માન અત્રે ચાર ધનધાતી કર્મનું મૂળ થઈને વર્તતું હતું. જેણે નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને બાર મહિનાની દશા સફળ ન થવા દીધી – કોણે ? માનનો એક સૂક્ષ્મ કણિયો રહી ગયો હતો. જ્યારે સદગુરુ એવા ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે તે માન વ્યતિત થયું અને કેવળજ્ઞાન પ્રગટ થયું.” બાર-બાર મહિનાની આવી સાધના સફળ ન થવા દીધી. માન કષાય બહુ ભયંકર છે. જરાક પદ, પદવી, જરાક સ્થિતિ સારી થઈ, જરાક પાંચમાં પૂછાણો, કુટુંબમાં મોવડી થયો, નાતમાં જરાક પૈસાદાર ઘર થયું, બે વેવાઈ જરાક સારા મળ્યાં, એમાં તો ઊભો ઊભો નાચે છે. અને બધાને નચાવે છે. આમાં શું મોટો જગન કર્યો ? કેટલાં જીવો સાથે વૈમનસ્ય-વેરઝેરની ગાંઠ બાંધે છે. કારણ કે એ એમ સમજે છે કે બધાથી હું ઊંચો. હું મોટો.
આ ફક્ત મનુષ્ય યોનિમાં જ બને છે. એટલે ભગવાન કહે છે કે “માનદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય.” હે ભાઈ ! આ માન – આ તારો શત્રુ છે. તું ગમે તે ક્ષેત્રમાં હોઈશ કંઈને કંઈ ઉપલબ્ધિ થશે. તું ધર્મના ક્ષેત્રમાં હોઈશ તો પણ ઉપલબ્ધિ થશે. તું અર્થના ક્ષેત્રમાં હોઈશ તો પણ કંઈક ઉપલબ્ધિ થશે. જે કાંઈ પ્રયાસ કરીશ એની સફળતા તો મળશે જ. પણ એ સફળતામાંથી તને માન કષાય જાગશે. સારું બોલતાં આવડ્યું, સારું ગાતા આવડ્યું, સારું લખતાં આવડ્યું - કે જીવથી એકે ગુણ જીરવાતો નથી. એક સુંદર વાક્ય છે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે.” અહીં ગામના દોષ જોવાની વાત જવા
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 80 ]િ=
Page #81
--------------------------------------------------------------------------
________________
દઈએ. તો પોતામાં રહેલાં ગુણો સહન કરતાં આવડે છે ? જીરવતાં આવડે છે ? કૃપાળુદેવે ચાર વાક્ય લખ્યાં છે કે, તો જ જગતમાં જીવવું નહીંતર ન જીવવું. “જગત આત્મારૂપ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ આ જગતમાં જીવવું.”
“પરના દોષ જોવામાં ન આવે.' – આ વાંચતા મજા આવે. પણ ત્યાં એમ પણ લખ્યું છે કે પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. અનંત ગુણ જીવમાં પ્રગટે, રિદ્ધિ-સિદ્ધિ પ્રગટે, અનંત લબ્ધિ પ્રગટે- કૃપાળુદેવે લખ્યું છે, “મુનિઓ ! આ માર્ગમાં રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે. ઓળંગીને ચાલ્યા જાજો.” આ માર્ગમાં જેવા ભગવાનના વચનો હાથમાં લેશો. એટલો બધો તમારો પ્રભાવ જોગ જાગશે, પુણ્યનું એટલું પ્રકૃષ્ટ બળ જાગશે, પણ જોજો એના કારણે ક્યાંય માન કષાયમાં ફસાઈ જાતા નહીં. માન મોટો શત્રુ છે. “જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.” જીવને કહે છે તું સદ્દગુરુના શરણમાં જા. કૃપાળુદેવે તો ઉપદેશનોંધમાં કહ્યું છે કે, “માન રૂપ કષાય ઓછો થાય તો બાકીના કષાય તો એની મેળે ઓછા થઈ જાશે.”
તું માન-અપમાનમાંથી જરા હળવો પડ. જરા ધીરો થા. અને તારી બુદ્ધિ ચતુરાઈ, હોશિયારી, તારી ઉપલબ્ધિ, તારી ગુણ સંપદા એને તારા પુરતી રાખ અને સહન કરતાં શીખ. બીજા એની પ્રશંસા કરે એવી અપેક્ષા કર મા ! બીજા ઈ જાણે એવી અપેક્ષા કર મા ! તું તારી મોટાઈને સહન કર. જગતનો જીવ મોટાઈને સહન કરી શકતો નથી. આ માન અને મોટાઈ એને સત્યની ઉપલબ્ધિ થવામાં આડા આવીને ઉભા રહે છે. કૃપાળુદેવે લખ્યું છે કે, “ધર્મમાં પણ મોટાઈ એ તો ધર્મનો દ્રોહ છે.” માન કષાય એ આપણી નબળાઈ છે. એ આપણને બતાવનાર સદ્ગુરુનો મોટો ઉપકાર છે. ભગવાન કહે છે કે સદ્ગુરુનું શરણ લઈ લઈશ તો તારો માન કષાય ચાલ્યો જાશે. હવે આ માન કષાય શેનાથી જાય? માનનો પ્રતિપક્ષ છે વિનય. હવે અહીં નવો વિષય છેડાય છે. જેમ અગિયારમી ગાથામાં કૃપાળુદેવે સદ્ગરના માહાભ્યનાં જે વિષય મુક્યો છે એમ હવેની ગાથામાં સદૂગરના વિનય પ્રત્યેની અદૂભૂત વાત, કોઈ જબરજસ્ત ઊંચાઈએ પકડે છે.
જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન. (૧૯). જે સદ્દગુરુ ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદ્ગુરુ હજુ છવસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્દગુરુની વૈયાવચ્ચ કરે.”
જે સદ્ગુરુના ઉપદેશથી, એ પ્રત્યક્ષ કે એના શાસ્ત્રથી, બોધથી, પામ્યો કેવળજ્ઞાન. સદગુરુના ઉપદેશથી શિષ્ય કેવળજ્ઞાનને પામ્યો. પૂર્ણ સર્વજ્ઞતા, પૂર્ણ વીતરાગપણું, તેરમું ગુણસ્થાનક, નિર્વિકલ્પ એવું સ્વરૂપ - પામ્યો કેવળજ્ઞાન ! દેહ છતાં નિર્વાણની અવસ્થા ! તદ્ભવ મોક્ષગામી એટલે કેવળજ્ઞાન. પરમશુદ્ધ, અસંગ, અરૂપી, અમૂર્ત, એવો આત્મા યથાતથ્ય, ચૈતન્યમય. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે જીવનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એવું પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સદ્ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થાય. અને ‘ગુરુ રહ્યાં છદ્મસ્થ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 81
=
Page #82
--------------------------------------------------------------------------
________________
પણ” અને આ ઉપકારી સદ્ગુરુ કોઈ કર્મની બાહુલ્યતાના કારણે, કોઈ પુરુષાર્થની મંદતાના કારણે, કોઈ નિયતિના કારણે, કોઈ કાળલબ્ધિના કારણે - ગમે તે કારણ હોય, પાંચ સમવાયમાંથી કોઈ પણ કારણ હોય - પણ ગુરુ છઘ0 રહ્યાં. એટલે ગુરુના જ્ઞાનને હજુ આવરણ છે, ગુરુને હજુ નિરાવરણ કેવળજ્ઞાન થયું નથી અને જે શિષ્યને કેવળજ્ઞાન થયું તે તો ભગવાન થઈ ગયા. તો હવે શું થાય ? તો કહે “ગુરુ રહ્યા. છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.”
આ વિનયનો માર્ગ શિષ્ય થયા ત્યાંથી શરૂ કર્યો તો ક્યાં સુધી લઈ ગયા ? પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું ત્યાર પછી પણ વિનય ! ગુરુ હજુ સાધક અવસ્થામાં છે અને શિષ્ય હવે સિદ્ધ અવસ્થામાં છે – અને સિદ્ધ અવસ્થામાં ભગવાન થયા છે તે શિષ્ય ગુરુનો વિનય કરે છે. “વિનય કરે ભગવાન.” ક્યારેક સિદ્ધાંતના મતભેદમાં કોઈને આ વાત ન બેસે. કારણ કે લૌકિક દૃષ્ટિવાળા જીવોને આવી અલૌકિક વાત કદાચ ન બેસે. કોઈ શાસ્ત્રમાં આ વાત મળે કે ન મળે, કપાળદેવે કહ્યું છે, ‘ચિંતા ન કરવી. અમે જે કહ્યું છે તે આગમ પ્રમાણ માનીને ચાલજો.” એટલે અહીં કહે છે, સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું માહાસ્ય જ્ઞાન છે. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તે ભગવાન છે. અને ભગવાન મહાવીરે પોતાની અંતિમ દેશના ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયનો માર્ગ ! ગુરુ છદ્મસ્થ હોય તો પણ એનો વિનય કરે. શાસ્ત્રોમાં એવા કથાનકો આવે છે.
ચંદ્રરૂડાચાર્ય - એનો શિષ્ય એક રાતમાં જ કેવળજ્ઞાન પામે છે. શિષ્ય ગુરની મશ્કરી કરે છે અને ગુરુ એને પકડીને દીક્ષા આપે છે. પછી શિષ્યને થયું કે ગુરુએ મને દીક્ષા તો આપી. પણ આજે જ મારાં લગ્ન થયાં છે. હવે જો મારા સંબંધીઓ જાણશે તો તમને મારશે. માટે આપણે રાતોરાત વિહાર કરીએ. ગુરુ વૃદ્ધ અવસ્થાની અંદર શિષ્ય નવોદિત, તાજો, યુવાન અને હાલમાં જ પરણેલો. એણે ગુરુને ખભે બેસાડ્યા કારણ કે ગુરુ પાસે દીક્ષીત થયો છે. ખભે બેસાડીને ગુરુને લઈ જાય છે ! આખી રાત વિહારનાં કષ્ટ સહન કરે છે. અંધારી ઘોર રાતની અંદર પગલાં ક્યાં મુકે છે ખબર નથી. ક્યાંક ખાડાટેકરાં, ક્યાંક ઉંચે ચડે, પડે. એટલે ગુરુને ક્રોધ આવે છે. કારણ કે ગુરુ વૃદ્ધ અવસ્થામાં હેરાન થાય છે. અને ગુરુ એને માથામાં મારવા માંડે છે કે મને કેટલું કષ્ટ પડે છે. તું દેખતો નથી ? જોઈ જોઈને ચાલ. અને શિષ્ય ભાવ કરે છે કે અહોહો ! આ ગુરુ ! મને મુક્તિનો માર્ગ બતાવનાર, મને દીક્ષીત કરનાર અને એમને મારા થકી આ પીડા, વેદના ભોગવવી પડે છે.
આવા પશ્ચાતાપનું વેદન કરતો કરતો શિષ્ય જાળવી-જાળવીને ડગલાં મુકે છે પણ કેડી તો અંધારી છે, જંગલની વાટ છે. પણ આ શિષ્યનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ આ વિચારધારામાં એટલો ઉત્કૃષ્ટપણાને પામે છે કે ચાલતાં ચાલતાં કેવળજ્ઞાન થાય છે. મારા ગુરુને મારા થકી આવું દુઃખ, વેદના, કષ્ટ થાય છે. એનું નિમિત્ત હું બનું છું. અને એનો મારા ઉપર કેટલો ઉપકાર છે ! જેણે મને સંસાર પાર કરાવવાની જવાબદારી લીધી છે અને હું રસ્તો પાર કરાવી શકતો નથી. આ ભાવ એટલા ઉત્કૃષ્ટ થાય છે કે એમાં કેવળજ્ઞાન થાય છે. મધરાત પછી કેવળજ્ઞાન થતાં આખું જગત દશ્યમાન થાય છે. શિષ્યને માર્ગ દીવા જેવો ચોખ્ખો દેખાય છે. સ્વ પર પ્રકાશક એવું ચૈતન્ય જાગ્યું છે અને પછી તો પગલાં બરોબર
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 82 GF
Page #83
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થિત પડે છે. ગુરુ પ્રશ્ન કરે છે કે, અત્યાર સુધી મને હેરાન કર્યો અને હવે આ માર્યો ત્યારે ઠેકાણે આવ્યો ?” એટલે કહ્યું કે, પહેલાથી બરાબર ચાલતું હતું ને ? હવે કેમ બરાબર ચાલે છે ? ગુરુજી ! હવે આપની કૃપાથી માર્ગ મને પ્રકાશિત થયેલો દેખાય છે.’ અને ગુરુ ચંદ્રરૂડાચાર્ય ચોંકે છે. આવી અંધારી મેઘલી રાતે પોતાનો જ હાથ પોતાને ન દેખાય એવા ઘોર અંધકારમાં આને માર્ગ દેખાય છે એટલે પગલાં સરખાં પડે છે એનું કારણ શું ? તો કહે, 'પ્રભુ ! આપની કૃપાથી જ્ઞાનનો પ્રકાશ થયો છે.” પ્રતિપાતી કે અપ્રતિપાતી ? કયું જ્ઞાન ? ‘અપ્રતિપાતી’ – એટલે જે જ્ઞાન આવ્યા પછી જાય નહીં. ‘પ્રતિપાતી’ એવું કે ઝબકારા આપીને વયું જાય. તો “અપ્રતિપાતી’ ગુરુ ઠેકડો મારીને નીચે ઊતરી જાય છે. શિષ્યને વંદના કરે છે. પણ શિષ્ય - ભગવાન થયેલો શિષ્ય પોતાનો વિનય ચુકતો નથી. ગુરુની સેવા કરીને એને પાર ઉતારે છે. પુષ્પચુલા નામની સાધ્વી, વયોવૃદ્ધા ગુરુ મહારાજ છે. સ્થિરવાસ છે, ક્યાંય વિહાર કરી શકે એમ નથી. અને માત્ર પોતાની સાધના કરવા માટે રોકાઈ જાય છે. કે આ ગુરુમહારાજની સેવા કોણ કરશે ? એ સેવા કરવા રોજ ગોચરી લાવીને ગુરુમહારાજ પાસે મુકે, સાધ્વીજી આજ્ઞા લઈને પછી જ પોતાની સાધનામાં ચાલ્યા જાય. એક દિવસ ગુરુએ પ્રશ્ન કર્યો કે, "પુચુલા, આ ચારે બાજુ વરસાદ છે અને વરસાદમાં તમે ગોચરી લેવા ગયા હતા. અને સૂચિત પાણીમાં જો તમારો પગ પડ્યો હોય તો ગોચરી તો દુષિત થાય. તમેઆવી ગુરુ સેવા કરો છો " તો કહે, ના પ્રભુ ! હું આપને દુષિત આહાર ક્યારેય પણ આપું નહીં. આપ તો મારા ગુરુ છો. હું અચિત પાણીમાં ગઈ હતી’ સચિત પાણીનો સ્પર્શ મેં કર્યો નથી. ગોરાણીજીએ પૂછ્યું, 'શું જ્ઞાન થયું છે ? પુચુલા કહે, “આપની કૃપાથી” પ્રતિપાતી કે અપ્રતિપાતી ” અપ્રતિપાતી’ પુષ્પચૂલા જવાબ આપે છે.
ગુરુ છદ્મસ્થ અને શિષ્ય કેવળજ્ઞાની હોવા છતાં ગુરુનો વિનય કરે. ઉપાશ્રયમાં સુતા છે ચંદનબાળા અને મૃગાવતી. ચંદનબાળા પાસે મૃગાવતીએ દીક્ષા લીધી છે. અને ચંદનબાળાએ એક દિવસ ઠપકો આપ્યો કે, વીર પ્રભુની વાણી સાંભળવા આપણે જઈએ પણ આપણો સાધુ ધર્મનો આચાર કહે છે કે સમયસર ઉપાશ્રયમાં પાછા આવી જવું. પણ સૂર્ય ને ચંદ્ર દેશના સાંભળવા આવ્યા હતા ને એટલે સૂર્યાસ્તનો ખ્યાલ ન રહ્યો. ઉપયોગ ન રહ્યો. એટલે એમણે ગોરાણીની ક્ષમા માંગી. પ્રાયશ્ચિત લીધું. પણ રાત્રે સુતાં અંતર કોરી ખાય છે કે મારા ગોરાણીને મને કહેવું પડ્યું. એનો પશ્ચાતાપ અંદર જાગે છે. પશ્ચાતાપની શુદ્ધિની અંદર કોટિ કર્મો ખપતાં જાય છે, ખપતાં જ જાય છે. અને એમાં ને એમાં એને શાન થાય છે. સર્પ ચાલ્યો જાય છે. ચંદનબાળાના હાથ પાસેથી પસાર થાય છે. ઘોર અંધારી રાત્રિ છે. ઉપાશ્રયમાં દીવાનો કોઈ સંભવ નથી. મૃગાવતીને થાય છે કે આ સર્પ કદાચ મારી ગોરાણીનો જીવ લઈ લેશે. એણે ગોરાણીનો હાથ જરાક ખસેડ્યો. સર્પ ચાલ્યો ગયો. ચંદના જાગી ગયા. સાધુઓની ઉંઘ યોગનિંદ્રા જ હોય. શું થયું ?” હાથને કોણે સ્પર્શ કર્યો ? ક્ષમા કરજો. મેં આપના હાથને ખસેડ્યો. કૈમ ? સર્પ ચાલ્યો જતો હતો. તમે સર્પને જોવી જ રહા.' કેવી રીતે " તમારી કૃપાથી જ્ઞાન પ્રકાશ થયો.' પ્રતિપાતી કે અપ્રતિપાત ” ‘અપ્રતિપાની જ્ઞાન થયું.' મૃગાવતીને કેવળજ્ઞાન થયું. સાધ્વી ચંદનબાળા હજુ છાસ્ય છે. શાસ્ત્રમાં અનેક ગાથાઓ આવે છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર 83
.
Page #84
--------------------------------------------------------------------------
________________
કુર્માપુત્ર-ગૃહસ્થ અવસ્થાની અંદર કેવળજ્ઞાન થયું છે. અને પોતાના મા-બાપની સેવા કરવા માટે થઈ, છ મહિના સંસારમાં રોકાયા છે. આપણા આગમની અંદર કથાઓ ભરી પડી છે. એક એક રહસ્યો છે. ક્યાંય એકાંત કીધો જ નથી. સ્યાદવાદ છે. જૈન દર્શનને સમજવું હશે તો વિશાળ બુધ્ધિ, મધ્યસ્થતા, સરળતા' ખૂબ સમજવું પડશે. પ્રત્યેક જીવની સ્થિતિ જુદી હોય છે. પ્રત્યેક પરિસ્થિતિ જુદી હોય છે. તત્ત્વમાં કોઈ ભેદ નથી. પણ તત્ત્વના પ્રાગટ્યની અંદર, અવસ્થાની અંદર, સ્થિતિની અંદર, સાધનાના પ્રકારની અંદર, વ્યક્તિ, વ્યક્તિએ, અલગ-અલગ પ્રકારનું સામર્થ્ય પ્રગટતું હોય છે. એવું આ જીવનું સામર્થ્ય છે. એવી આ કર્મોની વિચિત્રતા છે. એને સમજવી જોઈએ. ગુરુ છદ્મસ્થ અને શિષ્યને જો જ્ઞાન થાય તો એ શિષ્ય એનો વિનય કરે. વિનય કરે ભગવાન.’ કૃપાળુદેવે આ વાત મૂકી પણ આ વાતને તરત જ અધિકાર આપવો જોઈએ. કારણ કે ૨૫૦ વર્ષ થયા - આ વાન શાસ્ત્રમાંથી લુપ્ત થઈ ગઈ છે. અથવા એના અર્થઘટન બદલાઈ ગયા છે. કેટલાય લોકોને વિક્ષેપનું કારણ થશે. કે કેવળી વળી છવાસ્થને વંદન કરે ? એનો વિનય કરે ? એની વૈયાવચ્ચ કરે ? એટલે ભગવાને એનો ખુલાસો જાતે જ આપી દીધો.
?
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.
(૨૦)
‘એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે
શ્રીમદ રાજચંદ્રજી જેવા આ યોગેશ્વરે, આ જ્ઞાનેશ્વર, આ જ્ઞાનાવતારે અહીં ખુલાસો આપ્યો છે. ‘એવો માર્ગ વિનય તો.” સદ્ગુરુના બોધથી ભગવાન થયેલો શિષ્ય સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. વિનય કરે. આવો વિનયનો માર્ગ “ભાખ્યો શ્રી વીતરાગ ’ આ પૂર્ણપુરુષે આ માર્ગ પ્રકાશ્યો છે. “આત્મસિદ્ધિ” વાંચતા કોઈ જગ્યાએ સંદેહ ન થાય. કોઈપણ જગ્યાએ જીવ રોકાઈ ન જાય કે આ શું કીધું ? એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. આ સુલભબોધિ કે આરાધક જીવ જ આ માર્ગ સમજે. આ કોઈ શાસ્ત્રપાઠીનું કામ નથી. એ વિટંબણાવાદમાં પડી જાશે. આનાથી આત્માને શું ઉપકાર થાય ? ગુરુના વિનયથી આત્માને શું ઉપકાર થાય ? આ તો કોઈ સુલભોધિ આત્મા કે આરાધક જીવ જ સમજી શકે. ગૌતમ ગણધર જેને દીક્ષા આપે તે કેવળજ્ઞાન પામે. આ લબ્ધિના નિધાન કેવા ! તેમના હાથે દીક્ષા લ્યોને તદ્ભવ કેવળજ્ઞાન અને મોક્ષ. વાત પુરી થઈ ગઈ. પણ ગૌતમને કેવળજ્ઞાન થતું ન હતું. તેઓ એક સાથે પ∞ શિષ્યોને દીક્ષા આપે. અને પાંચસોએ પાંચસો કેવળજ્ઞાન લઈને ભગવાનની પર્ષદમાં આવે. તીર્થંકરના સોવસરણની અંદર બાર પયંદા હોય. બાર પપંદામાં કેવળીઓની પર્ષદા જુદી હોય. જ્યાં કેવળજ્ઞાનીઓ બીરાજે. બાકીના બધા બીજે બીરાજે. અને ગૌતમ જેને દીક્ષા આપે તે કેવળીની પર્ષદામાં બીરાજે અને ગૌતમસ્વામી જોયા કરે. ભગવાન સ્મિત કરે.
કેવો અદ્ભુત આ માર્ગ ! અને છતાંય બધા જ ગૌતમનો એવો જ વિનય કરે. ગૌતમથી જેનાં બધાં જ ભવભ્રમણ છેદાઈ ગયું, અનંતકાળના બંધનો જેના તુટી ગયા, કોટિ કર્મો જેનાં નામશેષ થયાં,
સંતશ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 84
Page #85
--------------------------------------------------------------------------
________________
દુઃખનું કારણ એવો સંસાર જેનો વિનષ્ટ થયો એવા ગુરુ પ્રત્યે વિનય-ગુરુ છદ્મસ્થ હોય તો પણ. કારણ કે જેના કારણે મને આ જ્ઞાન પ્રાપ્ત થયું. જેના કારણે મને ભવકટી થઈ, જેનાથી હું મુક્ત થયો. સત્ય ધર્મની મને ઉપલબ્ધિ થઈ. એ ગુરુ, એ પોતાની સાધનામાં ગમે તે પ્રકારે હોય પણ એ ગુરુ પ્રત્યેનો આ જીવોનો વિનય કેવો હોય ! આત્માને શું ઉપકાર થાય ? તો ભગવાન કહે છે વિનયભક્તિ એ તો મુમુક્ષુઓનો ધર્મ છે. આ વિનયની શરૂઆત મુમુક્ષતા આવે ત્યારથી શરૂ કરવી તે સિદ્ધ થાય ત્યાં સુધી. સાધક દશામાં વિનય. શ્રાવક દશામાં વિનય. આ વિનયથી ધર્મની શરૂઆત થાય. એ ભગવાન થાય, સિદ્ધ પરમાત્મા થાય ત્યાં સુધી વિનયનો માર્ગ આરાધવાનો છે. કારણ કે એનો મૂળ હેતુ એ છે કે પ્રથમ અવસ્થામાં વિનય એ અહંનું વિસર્જન કરે છે. અહંનું વિલોપન કરે છે. અને એથી આગળ વધતી અવસ્થામાં મૂળપદની પ્રાપ્તિ કરાવે છે. મૂળહેતુ એનો એ છે કે જીવ મૂળપદને પામે. આ વિનયમાર્ગનો હેતુ છે.
મૂળપદ એટલે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે જેણે પ્રાપ્તિ કરવી છે એણે સદ્દગુરુના ચરણ સેવવા. અને જેણે સદ્દગુરુનાં ચરણ સેવવાં છે એણે “હું કાંઈ જાણતો નથી’ એવો નિશ્ચય પહેલાં કરવો. અને જાણ્યા પછી પણ જે કાંઈ હું જાણું છું તે આ ગુરુના કારણે જાણું છું. આમણે મને દૃષ્ટિ આપી છે. આ ગુરુએ મારી આંખમાંના તિમિર અંધકારને તોડી, જ્ઞાન અંજન શલાકા કરી મારા અંતરીક્ષ ઉઘાડ્યા છે. તે ગુરુનો મારા ઉપર ખૂબ ઉપકાર છે. હું ગમે તે અવસ્થા આજે પામ્યો છું તે આ ગુરનાં કારણે. આ એનો ઉપકાર વેદે છે. અને આ ઉપકારનું વેદન જીવને નીચે પડવા દેતો નથી. કપાળદેવે પત્રાંક-૧૭માં બીજી એક રહસ્યભૂત વાત લખી છે કે ઉમશમ શ્રેણીમાં ચડેલાને પડવાનો બહુ ભય છે. ક્ષપકશ્રેણીવાળો જીવ સીધો નીકળી જાય. પણ ઉપશમ શ્રેણીવાળો પણ આજ્ઞાનું આરાધન કરે ત્યાં સુધી પડતો નથી. માર્ગનું જાણવું, ન જાણવું ગુરુને સોંપી દીધું. આપણે તો આજ્ઞાનું આરાધન કરવું. આજ્ઞાનો. આરાધક છેલ્લે સુધી પતિત થતો નથી. કોઈ શાસ્ત્રમાં આ વાત મળે તો ઠીક છે. ન મળે તો ચિંતા કરતા નહીં. આવી અદ્દભુત વાતે !
આ શ્રીમદ્ રાજચંદ્રજીની વચનામૃતની અંદર વીતરાગધર્મના મર્મ, રહસ્ય, આ ભેદ-પ્રભેદ, આ અંતર આશય, ભરી-ભરીને પડ્યા છે. કૃપાળુદેવે તે વચનોને બિરદાવ્યા છે. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુઓને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે અને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે છે. અને આ વિનય માર્ગમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી નિગ્રંથ પ્રવચન' ભગવાને ગણધરોને કહ્યું. ‘ભંતે તત્વ કીમ્ ?” “હે પ્રભુ ! તત્ત્વ શું છે ?’ એમ ગણધરોએ ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને કહ્યું, ઉપનેવા, વિઘનેવા, ધ્રુવેવા.” ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ગુણ અને પર્યાયથી યુક્ત એવું આ દ્રવ્ય તે ધ્રુવ છે. અને એની પર્યાય પલટતી છે. એનો વ્યય થાય છે. અને તે દ્રવ્ય તો નિત્ય છે. સદાય છે. દ્રવ્ય દ્રવ્ય તરીકે સનાતન છે. ત્રિકાળ છે અને એના ગુણ પણ ત્રિકાળ છે. એક પણ ગુણ એમાં વધઘટ થાતો નથી. એક એના આધાર ઉપર દ્વાદશાંગીની રચના ગણધરોએ કરી દીધી.
કૃપાળુદેવ કહે છે, આ દ્વાદશાંગીનો સાર વિનય માર્ગ છે. “નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી અને ષટ્રદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીઓના બોધનું બીજ આ છે.” – સદ્દગુરુના શરણે જવું. વિનયથી
G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 85 GિE
Page #86
--------------------------------------------------------------------------
________________
જવું. હું કંઈ જાણતો નથી એવા અહંનું વિસર્જન કરીને પછી જવું. જેને સને પ્રાપ્ત થવાની દૃઢ મતિ થઈ છે એણે પ્રથમ આ નિશ્ચય કરવો. સુલભબોધિપણું જીવમાં આવ્યા વિના બોધ ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય તો પણ પરિણામ ન પામે. ગમે તેટલું ઊંચું તત્ત્વજ્ઞાન હોય તો પણ સુલભબોધિપણું ન હોય તો પરિણામ ન પામે. વાસણ મલિન હોય તો કલાઈ એને લાગી શકે નહીં. વસ્ત્ર મેલું હોય તો ગમે તેટલો ઉંચા પ્રકારનો રંગ એના ઉપર ચડે નહીં. દિવાલને પણ ઘસ્યા પછી જ રંગ ચડે. અને જગતનું ઊંચામાં ઊંચુ તત્ત્વજ્ઞાન - બોધ એમને એમ ચડી જાય જીવને ? ભાઈ ! શક્ય નથી. ભગવાન કહે છે, આ વિનયમાર્ગ છે તે અહંના વિસર્જનનો માર્ગ છે, અહંના વિલોપનનો માર્ગ છે, અહંનું વિસર્જન કરીને પછી તું સદ્દગુરુના શરણે જા. આવું મહત્ત્વ કીધું. પણ પછી આનો કોઈ ગેરલાભ લઈ જાય તો ? એટલે કૃપાળુદેવે કહ્યું,
અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ ;
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. (૨૧) આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્દગુરુ પોતાને વિષે સદ્દગુરુપણુ સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે.
આવો સરસ મજાનો વિનયનો માર્ગ ઠોકી-ઠોકીને શ્રી વીતરાગે કહ્યો છે. જગતના જીવોમાં સુલભબોધિપણું આવે. અને આવો વિનયમાર્ગ આરાધે, આવી નમ્રતા, સરળતા આવે અને એનો કોઈ અસદ્દગુરુ લાભ લઈ લે તો? કે તમે મારી ઉપાસના કરો. પ્રભાવના કરો. આ અસગુરુ ! કોણ અસગુરુ ? તો કહે જેને આત્મજ્ઞાન નથી. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન પણ જે જાણતા નથી. જેની પાસે માત્ર કુળ પરંપરાની માન્યતા છે. અજ્ઞાન આશ્રિત જે બેઠા છે. જે કુળ, પરંપરાને જે પરિપાટી ચાલતી હોય એના કારણે ધર્મના વડા કહેવાય છે. એને જ્ઞાનને કારણે ગુરુપદ નથી. ગુરુ કોને કહેવાય ? જેની પાસેથી જ્ઞાન મળે. આત્મજ્ઞાન મળે. આત્મજ્ઞાન સિવાયની બાકીની બધી વાત તો વ્યર્થ છે. પરમાર્થ માર્ગમાં આત્મજ્ઞાન ન હોય તો બાકીના જ્ઞાનને શું કરવું છે ? એ તો બધાં જ મૂળ વગરનાં ઝાડ જેવાં છે. એનો કોઈ હેતુ નથી. અસગુરુ એ જે આત્મજ્ઞાનને, આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી. આ તો કુળગુરુ, પરંપરાને ગાદીના વારસ એ બધા થઈને બેસી ગયા છે. એટલે કહે છે કે, ‘આવો વિનયમાર્ગ કહ્યો, તે કરાવવાની શિષ્ય આદિ પાસે ઇચ્છા કરીને જો કોઈપણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્દગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે.”
કોઈ એવો ગુર, શિષ્ય પાસે આવો વિનય કરાવે આવી ખોટી શ્રદ્ધા કરાવે અને પોતામાં સદ્દગુરુપદ આરોપિત કરે – સદ્ગુરુ છે નહીં – સદ્દગુરુનાં લક્ષણો – આત્મજ્ઞાન, તો કહે નથી. બાકીનું બધું જ્ઞાન છે, દેહ વિદ્યા બધી છે પણ આત્મવિદ્યા નથી. દોરા-ધાગા, જ્યોતિષ, મંત્રવિદ્યા બધું જ જ્ઞાન છે. દુનિયાદારીનું જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. ‘સમદર્શિતા' – સમદશીપણું નથી. રાગ-દ્વેષ, ઈષ્ટ-અનિષ્ટ, ગમો-અણગમો બધું જ છે. આ શ્રાવક આ અમારા અનુયાયી, આ શિષ્ય મારો, આ બીજે ન જવા જોઈએ. બીજા સંઘાડાવાળા અહીં ન આવવા જોઈએ. આ સમદેશીપણું નથી. આત્મજ્ઞાની સદ્ગુરુનાં પાંચ લક્ષણો કહ્યાં છે. આ લક્ષણો
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 86
=
Page #87
--------------------------------------------------------------------------
________________
જેનામાં નથી તે અસદ્દગુર, આત્મજ્ઞાન જેનામાં નથી, સમદર્શીપણું જેનામાં નથી. મારા-તારાનો ભેદ છે. આ સંપ્રદાય મારો, આ સંઘાડો મારો, આ શિષ્ય મારાં, આ શ્રાવકો મારા, આ પુસ્તકો મારાં. આ પોતાનું કુંડાળું કરીને બેઠા છે. એમાં એને ગમો ને અણગમો દેખાય. કોઈ મોટા શ્રાવક આવે તો એનો પક્ષપાત દેખાઈ આવે. આ સંસારનું સ્વરૂપ છે. આ વાસ્તવિકતા છે.
આ મુમુક્ષુ સમુદાય આજે અસદ્દગુરુથી ઘેરાયેલો છે. ‘વિચરે ઉદયપ્રયોગ’ તે લક્ષણ પણ નથી. પૂર્વ પ્રયોગ નથી. આ તો ભવિષ્યના આયોજનમાં છે. તે ઇચ્છા પ્રયોગ’ અને ‘આયોજન પ્રયોગમાં વિચરે છે. ત્રણ પ્રયોગમાં આ જીવ ચાલે છે. ઉદય પ્રયોગમાં પોતાને કાંઈ કરવું નથી. જે કાંઈ આ દેહની ક્રિયા થઈ રહી છે. તે માત્ર પૂર્વે નિંબધન કરેલાં કર્મોનો વિપાક છે. જે રીતે ખાવા-પીવાની, આવવા-જવાની ક્રિયા ચાલી રહી છે તે કર્માધિન સ્થિતિ છે. આ પૂર્વ-પ્રયોગ. અને “ઇચ્છા પ્રયોગ પોતાની ઇચ્છાથી હું આમ કરું - હું તેમ કરું. હું અહીં જાઉં - ત્યાં જાઉં - આ બધું “ઇચ્છા પ્રયોગ’ અને ત્રીજું ‘આયોજન પ્રયોગ.’ હું આમ કરીશ - આનું ડેવલપમેન્ટ કરીશ. હજી આટલા project કરવાના છે. આ તો આયોજનવાળા છે.
ક્યાં ઉદય ? ક્યાં ઇચ્છા અને ક્યાં આયોજન ? ક્યાં પૂર્વ પ્રયોગ, ક્યાં વર્તમાન પ્રયોગ અને ક્યાં ભવિષ્ય પ્રયોગ ? આ અસદ્દગુરુનાં લક્ષણમાં ‘આયોજનપ્રયોગવાળા અસદ્દગુરુ છે. આયોજન ન કરાય.
ભારતવર્ષમાં એવા સંતો પણ વિદ્યમાન છે જે કાલે ક્યાં જવાના છે તે કહે નહીં. લોકો દર્શન કરવા જાય ત્યારે વિહાર કરી ગયા હોય. કોઈને ખબર ન હોય. કોઈ જાણે નહીં. પાછા ન આવે ત્યારે ખબર પડે કે સંત પધાર્યા નથી. અને તપાસ કરાવતાં ખબર પડે કે બાજુના ગામથી પણ આગળ નીકળી ગયા છે. આ સંતની દશા. ક્યાંય કોઈ આયોજન નથી, કોઈ ઇચ્છા નથી. નિરિચ્છાથી વિચરે છે. એ કહે નહીં કે આવતીકાલે અમે તમારે ત્યાં ગોચરી લેવા આવશે. જ્યાં જેવો યોગ થવાનો હશે ત્યાં થશે. જો કર્યતંત્રમાં અને શ્રદ્ધા ન હોય તો મારા તમારા જેવા મુમુક્ષુઓને શું શ્રદ્ધા આવવાની ? “ઉદય પ્રયોગ’ એ તો જ્ઞાનની કસોટી છે. આત્મા તત્ત્વજ્ઞાનને, બોધને પામ્યો છે કે નહીં ? ઉદયપ્રયોગ. શાસ્ત્રમાં મર્યાદા કીધી છે. શાસ્ત્રમાં આચારમાં બાંધા બાંધ્યા છે. ગૃહસ્થ માટે પણ. શ્રાવકો માટે અને સાધુ માટે પણ. જો અમુક રીતે કરતાં એની પ્રાપ્તિ થાય તો ભલે. અને અપ્રાપ્તિ થાય તો એનો હરખ શોક કરવો નહીં. શ્રાવકે પણ પ્રમાણિકતાથી, નીતિથી, નેકીથી, ન્યાયથી દ્રવ્યનું સંપાદન કરવું. ઉપાર્જન કરવું. પણ ન્યાયથી ન થાય તો બેઈમાનીની, અનીતિની ભ્રષ્ટાચારની આપણને છૂટ આપી નથી.
સાધુ ધર્મની અંદર પણ અમુક પાંચ પચીસ ઘરની છૂટ રાખીને બીજી છૂટ આપી નથી. ધર્મના બાંધા બહુ સરસ છે. એને સિદ્ધાંત સાથે સંબંધ છે. પણ જ્યાં આત્મજ્ઞાનનો અભાવ હોય ત્યાં સિદ્ધાંત બાજુ ઉપર રહી જાય અને વ્યાવહારિકતા આવીને ઉભી રહી જાય. વિચરે - ઉદયપ્રયોગ. અસદ્દગુરમાં આ લક્ષણ પણ નથી. ‘અપૂર્વવાણી.” અને વાણીનું તો કંઈ ઠેકાણું જ નહીં. કોને શું કહેશે ? કાલે શું બોલ્યા ? આજે શું બોલ્યા ? આવતીકાલે શું બોલશે ? કાંઈ જ નિશ્ચિત નથી. વાત-વાતમાં ફરી જાય. એને કોઈ સમજી ન શકે. એને કોઈ ઓળખી ન શકે. એના અભિપ્રાય બદલાયા કરે. ‘અપૂર્વવાણી’ તો જ્ઞાનીની હોય. અને પરમશ્રત. છ દર્શનના રહસ્યને જાણે શ્રતના પારગામી ગીતાર્થપણું. આશય પકડે. ધર્મનો મર્મ
ના
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 87 GF
Page #88
--------------------------------------------------------------------------
________________
અંતઃકરણની અંદર હોય. કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ આપે. અને એ ઉકેલમાં જગતના જીવોનું કલ્યાણ અને મંગલ જ હોય. એકાંતે હીતકારી એવો વીતરાગનો માર્ગ છે. અનેકાંતનો માર્ગ, એકાંતે જીવને હીતકારી છે. એનાથી અકલ્યાણ થવાનો સંભવ નથી.
કૃપાળુદેવે કહ્યું છે, “અનેકાંત એવો માર્ગ પણ સમ્યકએકાંતની પ્રાપ્તિના હેતુઓ છે. હિતકારી છે. કલ્યાણકારી છે. જીવોને માટે મંગલમય છે. અસગુરુમાં આ એકેય લક્ષણ હોય નહીં. આ વિનયમાર્ગનો બે રીતે લાભ લેવાય. અશ્રુ પોતામાં સદ્ગુરુપણું સ્થાપિત કરી અને શિષ્યો પાસે મનાવા, પૂજાવાના, સત્કારના આરંભ સમારંભ કરાવ્યા જ કરે. એમાંથી નવરા જ ન પડે. ચાર મહિના આવા જ આયોજન ચાલ્યા કરે.” ભગવાન કહે છે, અસગુરુ આવો લાભ લે તો એની દશા શું થાય ? અને બીજો વિનયમાર્ગનો લાભ શિષ્ય લઈ જાય. ગુરુના નિમિત્તે અસદ્દગુરુને દઢ કરે. એ ગુરુની શ્રદ્ધા કરે. એને મોટા કરે. એના માટે મેળાવડા કરે. કારણ કે પોતાનો હેતુ સરે છે. પોતે ત્યાં મોવડી થાય છે. પોતે ત્યાં પ્રમુખ અને ટ્રસ્ટી થાય છે. એના નામના ફરફરિયાં વહેંચાય છે. અને પછી એ બધા પ્રકારનો નાણાનો વ્યવહાર પોતે ચલાવે છે. એમાં એને રસ છે. આ વિનયમાર્ગમાં અસદ્દગુરુને દઢ કરે અને નીચો નમી નમીને નમસ્કાર કરે. શિષ્ય પણ અસદ્દગુરુ તત્ત્વને દઢ કરે. ગુરુ પણ એને દઢ કરે.
ધર્મમાં જે ગુરુપદનું મહત્ત્વ છે. તેનો લાભ લઈને જો આવી પ્રકારે વર્તે તો શું થાય ? મોહનીય કર્મ બંધાય. ક્યાંક એને લોભ કષાય છે. ક્યાંક માન કષાય છે. ક્યાંક ક્રોધ છે. ક્યાંક કામ છે. ક્યાંક રતિ
અરતિ છે. ક્યાંક હાસ્ય-શોક છે. મોહનીય કર્મના અનેક પ્રકાર છે. આવા મોહનીય કર્મની અંદર પડીને શિષ્ય કે ગુર, સાધક કે એના માર્ગદર્શક આ વિનયનો લાભ લે અને સમાજમાં એવી પરિસ્થિતિ ઉભી કરે કે મુમુક્ષુ જીવ ખોટા માર્ગે જાય. કૃપાળુદેવે તો બહુ જ સખત શબ્દોમાં કહ્યું છે, ‘આ કુગુરુઓએ તો મુમુક્ષુઓને લુંટી લીધા છે.” એનો જેટલો લેવાય એટલો લાભ લીધો છે. આ દેશની ધરતીમાંથી પુરૂં થયું તો વિદેશની ધરતી પર લાભ લેવાય છે. આજે એ જ ચાલી રહ્યું છે. બંને રીતે ચાલી રહ્યું છે. લેવાવાળા પણ આને આગળ કરે છે. આ તો સાપ ને ઘેર પરોણો સાપ, એવો ખેલ થયો છે. અંધેઅંધ પલાય. આનંદઘનજીએ પણ પોકાર કરી કરીને કહ્યું છે કે, “ભગવાન ! તારા શાસનની સ્થિતિ તો જો. આંધળો આંધળાને દોરે એવો ઘાટ થયો છે.” કૃપાળુદેવ કહે છે, “મોહનીયનું સ્વરૂપ વારંવાર વિચારવા યોગ્ય છે.” મોહિનીએ મહામુનિશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધાં છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી અને રખડાવી માર્યા છે.'
આ જીવ મોહનીયમાં જો પડી ગયો તો પછી આગળ નહીં વધાય. અહં અને મમત્વ એનું સ્થળ સ્વરૂપ છે. અને એમાં જો જીવ ફસાય તો “બૂડે ભવજળ માંહી.” બધાં કર્મોની જે સ્થિતિ છે - કાળસ્થિતિ તેમાં સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય કર્મની છે. ૭૦ કોડાકોડીનું કર્મ બંધાઈ જાય. બીજા કર્મની ૩૦ કોડાકોડી - ૨૦ કોડાકોડી એમ હોય. આ મોહનીય કર્મ બંધાય એને અનંત સંસારનો અનુબંધ થાય. અને જીવ છૂટી ન શકે. ભગવાને શબ્દ વાપર્યો બૂડે ભવજળ માંહી’ ભવજળમાં તરતો હોય તો ક્યાંક
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 88 E=
Page #89
--------------------------------------------------------------------------
________________
કોક દિવસ લાકડું હાથમાં આવી જાય. ક્યાંક કોઈક દિવસ કોઈનો સહારો મળી જાય. પણ બૂડી જાય તો પછી શું થાય ? બહુ ભયંકર શબ્દ છે – ‘બૂડવું.’ બહુ ભયંકર ફલશ્રુતિ છે.
આ વિનયમાર્ગનો ગેરલાભ અસદ્ગુની આ પ્રકારે શ્રદ્ધા કરવી કે અસદ્ગુરુએ આ પ્રકારે શ્રદ્ધા કરાવવી આ બંને ખોટું છે. એટલે કહ્યું છે કે જીવને સંસાર પરિભ્રમણના જે જે કારણો છે તેમાં મુખ્ય કારણ પોતે જે જ્ઞાન માટે શંકિત છે તે જ્ઞાનનો ઉપદેશ કરવો.’ કૃપાળુદેવના એક-એક શબ્દો હૃદયમાં ચોંટ આપી જાય એવા છે. પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી સમજે કે પોતાનો મત-મતાંતરનો માર્ગ છે. આનાથી કલ્યાણ થાય નહીં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે. એટલે પ્રગટમાં તે માર્ગની રક્ષા કરે. મારો છે માટે મમત્વનો પ્રશ્ન બનાવી દે. માનનો પ્રશ્ન બનાવી દે, ત્યાં મારાં સગાં છે - વેવાઈ છે - આ આયોજન તો મારે કરવાં જ પડશે. જુઓ ! અલૌકિકની અંદર લૌકિકના ત્રાજવાં-તોલાં દાખલ કરી દે. એના કાટલાપોતાના બેરોમિટર દાખલ કરી દે. પ્રગટમાં રક્ષા કરે. હૃદયમાં ચવિચળ છતાં – પોતે હ્રદયમાં ચળવિચળ છે. સમજે છે કે આ મુક્તિનો માર્ગ નથી. સંસારનો માર્ગ છે. આમાં તો કષાયને પોષણ મળે છે. વિષયને પોષણ મળે છે. છતાં પોતાના શ્રદ્ધાળુઓને ‘આ માર્ગ યથાયોગ્ય જ છે.’ એમ ઉપદેશવું’ એ પરિભ્રમણનું સૌથી મોટું કા૨ણ છે.
મહા મોહનીય કર્મથી બુડે ભવજળ માંહી આ માર્ગ તો અદ્ભુત છે. પણ માર્ગનો ગેરલાભ લેનારાને ફ્લશ્રુતી પણ વિકટ પ્રાપ્ત થાય છે. ભગવાન ! તમે આવી અર્થ ગંભી૨ વાત કરો તે કોણ સમજે ? આ કોને ખ્યાલ આવે ! તમે સદ્ગુરુનો ઉપકાર કર્યો, આવો વિનય માર્ગ કર્યો કે ભગવાન પણ ગુરુનો વિનય કરે. તો આ બધું કોણ સમજશે પ્રભુ ? ‘આત્મસિદ્ધિ’ની અંદર જ એક-એક વાત મુકે અને ભગવાન એમાં જ બધા ખુલાસા આપે. હે ભાઈ ! પ્રત્યક્ષ સદ્ગુરુ જિનેશ્વર કરતાં ઉપકારી એટલા માટે કે જિનેશ્વરનું સ્વરૂપ કોણ સમજાવશે ? આપણને 1 જિનેશ્વરનું સ્વરૂપ સમજ્યા વિના આપણે મુક્તિને કેવી રીતે પામી શકીશું ! આપણે જિન થયું છે. આત્માને મુક્ત કરવો છે. જગતના સૌ જીવોને જિન થવુંછે. માટે જિનને કોણ ઓળખાવે ? સિદ્ધ થવું છે. તો સિદ્ધને ઓળખાવનાર અરિહંતને પહેલાં નમસ્કાર કરો પ્રભુ ! નહિ તો સિદ્ધ ઓળખાશે નહીં. સિદ્ધને ઓળખ્યા વગર આપણે સ્વરૂપ કેમ પામશું ? અને આ માર્ગ કેવી રીતે એમની પાસેથી પમાય ? તો કહે વિનયથી પમાય. અને માર્ગ પામ્યા પછી પન્ન વિનયનો ભાવ ચાલુ રહે. આ વાત કોણ સમજશે ?
હોય મુમુક્ષુ વ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર.
(૨૨)
જે મોક્ષાર્થીજીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે અથવા અસદ્ગુરુને વિષે પોતે સદ્ગુરુની શ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે.
મુમુક્ષુ, જીવ આ વાત સમજી જશે ભાઈ ! આ પરમાર્થના માર્ગમાં જીવ તો બે પ્રકારનાં છે. એક
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 89
Page #90
--------------------------------------------------------------------------
________________
ક્રિયાજડ અને બીજો શુષ્કજ્ઞાની. આ બંને મતાર્થી છે. અને જે જીવ યોગ્ય હોય તે સમજે અને તે પ્રમાણે આચરે. સદ્ગુરુના બોધથી જ જેણે લક્ષ લીધો છે અને સમકિતનું કા૨ણ જેણે પ્રગટ કર્યું છે એ તો મુમુક્ષુ છે. ૫રમાર્થ માર્ગના આ બે પ્રકારના જીવની વાત છે. તો જે મુમુક્ષુ હશે તે સમજી જશે. અને જે મતાર્થી હશે – એટલે કે ક્રિયાવાદી કે શુષ્કજ્ઞાની હશે તે નહીં સમજે. ૫૨માર્થ માર્ગે ચાલનારા જીવના બે ભેદ – (૧) મુમુક્ષુ, (૨) મતાર્થી. મતાર્થીના પાછા બે ભેદ (૧) ક્રિયાજડ, (૨) શુષ્કજ્ઞાની. તો જે મુમુક્ષુ હશે ને તે જ આ વાતને સમજી શકશે. કેમ કે કૃપાળુદેવે ૩૩૫ ના પત્રોંકમાં કહ્યું, 'માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો (જ્ઞાની જેવો) થાય છે, અને તે જ ઉત્તમ મુમુક્ષુ જાણવો.' માત્ર જ્ઞાનીને ઓળખે. એમના લક્ષણો તો કહ્યાં જ છે.
માત્ર જ્ઞાનીને ઇચ્છવા - એમના યોગની ઇચ્છા કરવી અને પછી જ્ઞાની મળે તો એમને ઓળખવા. ઓળખાણ થાય પછી ભજવા. ભજએ એટલે જ્ઞાની થાય. જ્ઞાનીને ભજવાથી તે જ્ઞાની થાય. મવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યપ્રતીતિ આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે.’ આ જ્ઞાની પ્રત્યેની ભક્તિ, સભ્યપ્રતીતિ, અચળ પ્રેમ આવે તો જીવ એની દશાને પામે. જુઓ. આપણે જિન થવું છે, જિનની દશાને પામવી છે તો એ જ મુમુક્ષુ જાણવો. પણ પાછી મુશ્કેલી ત્યાં છે કે જીવ જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કરે છે. જગતને રૂડું દેખાડવા અનેતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી.’ (૩૭) ‘સાચો મુમુક્ષુ એ એ જ કે જે રૂડું હોય તે જ આચરે.' જગતને રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ આચરે નહીં. પણ રૂડું હોય તે જ આચરે. આ મુમુક્ષુનું લક્ષણ છે.
આ
આવા કોઈ જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થાય ત્યારે વે મુમુક્ષુદશામાં આવવા પ્રયત્ન કરવો. આ બહુ પ્રાથમિક ભૂમિકા છે. હે નાથ ! અમે કંઈ ન થઈ શકીએ તો આ જીવનમાં મુમુક્ષુ તો બનીએ જ. હજી મુમુક્ષુ દશાના ઠેકાન્ના નથી ને આપણે વાત મોક્ષની કરીએ છીએ. કૃપાળુદેવે આ મુમુક્ષુ શબ્દ એટલો બધો પ્રચલિત કર્યો છે આધ્યાત્મિક જગતમાં કે બસ ! સદ્ગુરુ મુમુક્ષ, સ્વાધ્યાય, ભક્તિ, સીંગ - શબ્દોનું એટલું બધું નવું મૂલ્યાંકન આપ્યું છે કૃપાળુદેવે, એટલી બધી હિંમત આપી છે કે એ શબ્દોનું માહાત્મ્ય વધી ગયું છે. હું મુમુક્ષુ છું.' એમ કહેતાં કેટલી બધી જવાબદારી આવી જાય, અને મોક્ષમાર્ગનો એ જીવ કેટલો આરાધક બની જાય છે. મુમુક્ષુપદ મુમુક્ષુ થાઈશ તો જ તું આ બધું સમજીશ. જો સંઘસંઘાડા-સંપ્રદાયમાં જાઈશ તો તું મનાર્થી છો. તો તને નહીં સમજાય અને મતાર્થી જીવનું લક્ષણ કહીએ છીએ,
હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ;
તેહ મતાર્થી લક્ષણો; અહીં કહ્યાં નિર્પક્ષ. (૨૩)
જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહી નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે.
શ્રી આત્મસિનિશાન - 90
Page #91
--------------------------------------------------------------------------
________________
ખાટલે મોટી ખોડ કે પાયો જ ન મળે. તેમ આ મતાર્થી જીવની પહેલામાં પહેલી ખામી, ઉણપ, અધુરપ તે એ જ કે એને આત્માનો લક્ષ જ નથી. અને જે કંઈ લક્ષ થાય તે સંસાર ગત જ હોય. એને આત્માનો લક્ષ ન થાય. મારે આત્મા પ્રાપ્ત કરવો છે, પણ જો હું કર્મથી છૂટું તો જ આત્મા પ્રાપ્ત થાય. નહિંતર ન થાય. કર્મબંધ તૂટે તો જ જીવને પોતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. કર્મબંધ તોડવા માટે રાગદ્વેષથી મુક્ત થવાનું છે. તો જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે.’ રાગ દ્વેષ ગયે ગમે તે સ્થિતિમાં અને ગમે ત્યાં બેઠા મોક્ષ થાય. આત્મા પ્રગટે. જે દર્શનથી, જે અનુપ્રેક્ષાથી આત્મત્વ પમાતું હોય, જે ક્રિયાથી, જે સાધનથી આત્મા પમાતો હોય તો ત્યાં મતમતાંતરની કોઈ અપેક્ષા ન કરવી. આવાં અદ્ભુત ગુણો મુમુક્ષુનાં કહ્યાં છે. અને મતાર્થીમાં આ એકેય ગુણ ન હોય. એમને આત્મા મળે કે ન મળે, સમારંભ સરખો થવો જોઈએ. સંપ્રદાયનું મહત્ત્વ જળવાવું જોઈએ. એને લૌકિક માનનો લક્ષ છે. આત્માનો લક્ષ જ નથી. એટલે ભગવાન કહે છે “મતાગ્રહને વિશે તો ઉદાસ થવું જોઈએ. પરંપરાએ પણ જો મતાગ્રહ આવશે તો જીવ ત્યાં માર્યો જાય છે. કુળ પરંપરામાં જીવ માર્યો જાય છે. ભગવાને ઉપદેશછાયા-૧૧માં કહ્યું છે, 'માટે મતોના કદાગ્રહોની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું. દૂર રહેવું.” જીવનો સ્વભાવ એવો છે કે સ્થિર રહી શકતો નથી. તરત મતવાદમાં ઘસડાઈ જાય. ખેંચાઈ જાય.
કૃપાળુદેવ આપણને મુમુક્ષુઓને ઓળખે છે. એટલે પત્રાંક ૩૮૨માં એમણે કહ્યું, જો જીવથી સત્સંગ થયા પછી પણ કદાગ્રહ, મતમતાંતર આદિ દોષ ન મુકી શકાતા હોય તો પછી એણે છૂટવાની આશા કરવી નહીં.’ સત્સંગ થયા પછી પણ આગ્રહ ન મુકાય ? વાત બધી કૃપાળુદેવ કહે છે એ જ સાચી છે પણ મારો સંપ્રદાય, મારો મત છોડાય નહીં. ત્યાં જ મારા બાપદાદા જતા હતા. હું ત્યાં ટ્રસ્ટી છું. હું કારોબારીમાં છું. એમ લૌકિક વ્યવહારને જાળવવામાં જ હોય. સત્સંગ થયા પછી પણ આ કદાગ્રહ અને મતમતાંતર આદિ દોષ જીવમાંથી નિવૃત્ત ન થતો હોય તો એણે છૂટવાની આશા કરવી નહીં. ભગવાને બીજું કાંઈ ન કહ્યું. જેમ મોહનીય કર્મ બાંધીને કુગુરુના પદમાં કહ્યું કે, બૂડે ભવજળ માંહી’ તો અહીં કૃપાળુદેવ કહે છે કે, 'દીનબંધુની વ્યવસ્થા જ એવી છે કે છૂટવાના કામીને બાંધી શકતો નથી. અને બંધાવાના કામીને છોડતો નથી. એની વ્યવસ્થા જ એવી છે. સત્સંગ થયા પછી પણ જીવથી જો કદાગ્રહ, મતમતાંતર આદિ દોષ ન મુકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.’ તો ભાઈ ! સમજ. આ બધા મત બંધનનું કારણ છે. ‘જીવ મતભેદે પ્રહાયો છે. આ મતભેદ જ એને આવરણ છે.’ હવે આ પ્રભુએ તો એને ઊંચી પાયરીએ ચડાવવો છે એટલે શિષ્યને મતમતાંતરમાંથી છોડાવવો છે. અત્યાર સુધી જે કરતો હતો. કોઈ ક્રિયાજડ, કોઈ શુષ્કજ્ઞાની અને એમાં જ મોક્ષમાર્ગ માનતા હતા એમાંથી એને હટાવ્યા અને કહ્યું કે, “આવો ! સત્પુરુષ પાસેથી માર્ગ લો. પ્રાપ્ત થયેલા પુરુષ પાસેથી માર્ગ લો. એના આ લક્ષણ છે. એની પાસેથી આત્મા શું છે - એ સમજો. એ ગુરુનો વિનય કરજો. આત્મા પામી જાવ તોયે વિનય કરજો. અને એવા વિનયનો ક્યાંય ગેરલાભ લેતા નહીં, તમે ન લેતા અને અસદ્ગુરુને લેવા દેતા નહીં. આ ગહન વાત છે. પણ જે મુમુક્ષુ હશે તેને સમજાઈ જશે. પત્ર મતાર્થી હશે તો નહીં
સંતશ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 1
Page #92
--------------------------------------------------------------------------
________________
સમજાય. તે તો ઠીક પણ વિપરીત સમજી બેસશે. “હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર.’ મતાર્થીમાં એટલા અપલક્ષણ છે કે દૂધમાંથી પોરાં કાઢે. ગોશાળાની જેમ. વીર પ્રભુ પાસેથી માર્ગ તો ન લીધો. વીર પ્રભુનું સાન્નિધ્ય છોડ્યું, એનું શિષ્યત્વ છોડ્યું અને પાછો સામો થયો કે અમે સર્વજ્ઞ છીએ - તમે નથી. આ મતાર્થી જીવ વિપરીત - ઉલટો નિર્ધાર કરી લે. માટે આવું મતાર્થીપણું જીવમાં આવવું ન જોઈએ. આત્મા ભલે બે-ચાર ભવ મોડો પ્રાપ્ત થાય, પણ મતાર્થીપણું આ ભવની અંદર જીવમાંથી નીકળી જ જવું જોઈએ. અને સત્સંગ થયા પછી ફરી મતાર્થીપણું દાખલ ન થવું જોઈએ. એટલે ભગવાને આ જીવ માર્યો ન જાય એટલે એને વિનયથી સદ્ગુરુનું શરણ લઈને એમની આજ્ઞામાં વર્તવાનું સૂચન કર્યું.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
[ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 92 EF
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ
મતાથ લક્ષણો.
u (ગાથા ૨૪થી ૩૩) D
શ્રી ‘આત્મસિદ્ધિ’ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ પર્યુષણ પર્વમાં આપણે આત્મસિદ્ધિ દશાન્ડિંકા મહોત્સવ ઉજવી રહ્યા છીએ. જીવન મુક્તિનો માર્ગ મળે. અનંત કાળનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એટલે પર્યુષણ પર્વની આરાધના કરવાની છે. એ પર્યુષણમાં જો મોક્ષમાર્ગની ગવેષણા ન થાય, એની જો વિચારણા ન થાય તો આ આરાધનાનો હેતુ શું ? આ કાળમાં પરમ આત્મજ્ઞ અને પરમ સમયજ્ઞ, મહાન વિરલ વિભૂતિ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ જીવોને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરીને એમણે જગત ઉપર અનંતો ઉપકાર કર્યો. કારણ કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો, કોઈએ આત્માને ગાયો તો કોઈએ મોક્ષને ગાયો. પણ મોક્ષમાર્ગ રહી ગયો. અને જો મોક્ષમાર્ગ ન જાણીએ તો મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય ?
કોઈ માર્ગની રીત તો જોઈએ ને. આ રીત છે તે બહુ મહત્ત્વની છે અને સામાન્ય સાધકને તો મોક્ષની રીત જ પ્રથમ જોઈએ. આત્મા કેમ મળે ? મોક્ષ કેમ પ્રાપ્ત થાય ? અને આ કાળની વિષમતા એવી કે મોક્ષમાર્ગનો લોપ થઈ ગયો. આત્માની અને મોક્ષની વાત કરનારા પણ માર્ગના અજાણપણાને લીધે કોઈ ક્રિયાજડ થઈ ગયા તો કોઈ શુષ્કજ્ઞાની થઈ ગયા. ભગવાને “આત્મસિદ્ધિમાં કહ્યું અમને આવા જીવને જોઈને કરુણા આવે છે. કોઈ વાત એકાંતે પકડીને બેસે એ આત્માર્થી જીવનું લક્ષણ નથી. સાચો આત્માર્થી તો જ્યાં જ્યાં જે યોગ્ય હોય તે માન્ય કરે. એને સમજવાનું છે. અને જે પોતાના દિલ અને દિમાગ ખુલ્લા રાખે એને જ સમજણ મળી શકે. સમજણ એ અંતર્થક્ષનો વિષય છે. અને આવો માર્ગ સમજાવવા માટે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી આ જગત ઉપર અદ્દભુત ઉપકાર કર્યો.
જ્યાં જેટલું યોગ્ય છે એટલે માન્ય કરવાની જેની કોઈ તત્પરતા નથી, મનની સ્થિતિ નથી, એવા જગતના ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવોને - પરમાર્થમાર્ગની સાધના કરતાં હોવા છતાં ભગવાને મતાર્થી કહ્યાં. અને આના માટે એક જ ઉપાય છે. માર્ગને પ્રાપ્ત થયેલા પુરુષનું શરણ. સદ્દગુરુનું શરણ.
એમનો બોધ જ જીવને માર્ગ પમાડી શકે. સદ્દગુરુના આશ્રય વિના મોક્ષમાર્ગની જે જે કલ્પના છે તે માત્ર ભ્રાંતિ છે. એ જીવનો સ્વછંદ છે. “સદગુરુની આજ્ઞાને ઉપાસ્યા વિના જે મોક્ષનો નિર્ણય કરે છે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 93
=
Page #94
--------------------------------------------------------------------------
________________
તે પોતાના સ્વચ્છંદના ઉદયને વેઠે છે.’ આ વસ્તુ સ્થિતિ છે. સદ્ગુરુના પ્રત્યક્ષ યોગ જેવું એકે ઉપકારી સાધન જીવને નથી. અને આવા યોગના વિયોગમાં પરમ સદ્ગુરુએ કહેલાં પરમ બોધનો આશ્રય અને એની ભક્તિ-સુપાત્રતા કેળવીને કરવી એના જેવો જીવને બીજો કોઈ આધાર નથી. એ બોધ ત્યારે જ પરિણમે, એ યોગ ત્યારે જ ફળીભૂત પામે જ્યારે જીવમાં વિનય માર્ગ હોય. આ જ્ઞાની પુરુષ પ્રત્યે વિનય આવવો જોઈએ. અરિહંતપદ પ્રાપ્ત થયા પછી પણ વિનયની મહત્તા આ પુરુષે ગાઈ છે.
વિતરાગમાર્ગના અદ્ભુત રહસ્યોને એમણે સાદી ભાષામાં આત્મસિદ્ધિમાં ગ્રંથિત કર્યા છે. એ વિતરાગ માર્ગમાં વિનયનું મહત્ત્વ શું છે એ તો કોઈ મુમુક્ષુ જીવ જ સમજી શકશે. જેને તર્કમાં, વાદવિવાદમાં, બુદ્ધિચાતુર્યમાં કે વાક્ચાતુર્યમાં જ રસ છે તે કોઈ દિવસ પરમાર્થ માર્ગનું રહસ્ય-ભેદ સમજી નહીં શકે. પણ જે મુમુક્ષુ છે, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, સત્યની ઉપલબ્ધિ કરવી છે, અને સત્’રૂપ થવું છે - તેને આવો દૃઢ નિશ્ચય થયો છે, અને હું કાંઈ જાણતો નથી એવો નિર્ણય કરી સદ્ગુરુના શરણે જે જાય છે તે જીવ પરમાર્થમાર્ગના રહસ્યને પામે છે. પરમકૃપાળુદેવે કહ્યું કે આ બધી વાત, સદ્ગુરુનો ઉપકાર, શાસ્ત્રનો ઉપકાર, સ્વચ્છંદનો નાશ, વિનયની આરાધના, આ તો મુમુક્ષુ જીવ હોય તે જ સમજે. જે મતાર્થી હોય તે આ માર્ગને સમજી નહીં શકે કારણ કે તે ક્રિયાજડત્વ અને શુષ્કતામાં અટકી ગયા છે. એને આત્માનો લક્ષ જ ન થાય. હોય મતાર્થી તેહને થાય ન આતમ લક્ષ.’ આ મોટામાં મોટું મતાર્થી જીવનું નબળું પાસું હોય તો એ છે કે એને આત્માનો લક્ષ ન થાય. કારણ કે એની ગતિ છે ને એ ‘સત્’ને શોધવામાં નથી, મતમાં સ્થિર થયેલી છે. એટલે મતનો આગ્રહ કરવામાં, મત સ્થાપિત કરવામાં, મતનું આધિપત્ય બધા સ્વીકારે એના ઉપાય કરવામાં જ એ રચ્યોપચ્યો છે. એનો બધો પુરુષાર્થ મતની પ્રભાવના કરવામાં અને મતનું દુનિયામાં ઉત્કૃષ્ટપણું સ્થાપિત કરવામાં જ ચાલે છે. અને હું કહું છું એ સાચું છે’ એમ બધા માને એમાં જ એ ધર્મ માને છે. હોય મતાર્થી તેહને થાય ન આતમલક્ષ, તેહ મતાર્થી લક્ષણો અહીં કહ્યાં નિર્પેક્ષ.’ - આ લક્ષણો આપણામાંથી કાઢવાના છે.
પરમકૃપાળુદેવે લુપ્ત થયેલા મોક્ષમાર્ગને - આ ધરતીનું અમૃત એવા આત્મસિદ્ધિશાસ્ત્ર’માં ખુલ્લંખૂલ્લાં - અગોપ્ય રીતે આપણને બતાવ્યો છે. મને અને તમને આ મોક્ષમાર્ગનો લક્ષ થવો જોઈએ. માર્ગ ખબર હશે તો મંઝીલે પહોંચાશે. ગાડી હાથમાં હોય, જવાની બધી તૈયારી થઈ ગઈ હોય, ક્યાં જવું છે એ પણ ખબર હોય પણ એનો રસ્તો-માર્ગ ખબર ન હોય તો કઈ રીતે જવાય ? કોલંબસ જેવો ઘાટ થઈ જાશે. નીકળ્યો તો એક દેશ શોધવા. પહોંચ્યો બીજા દેશમાં. એમ તારે જવું છે મોક્ષમાં પણ જો માર્ગ ખબર નહીં હોય તો પહોંચી જઈશ રખડપટ્ટીમાં. મોક્ષમાર્ગ - આ વર્તમાનકાળમાં, લુપ્ત થયેલા મોક્ષમાર્ગને પરમકૃપાળુદેવે કૃપા કરીને પ્રગટ રીતે, અગોપ્ય - ખુલ્લંખુલ્લા ભાખ્યો છે, જે માર્ગ અનંતા જ્ઞાનીઓએ કહ્યો છે. અને ચાલનારને માર્ગની ગરજ છે. લક્ષ મળી જશે. માર્ગે ચાલતાં-ચાલતાં ગામ મળી જશે. ચાલવા માટેનો રસ્તો સાચો મળી જશે તો ખ્યાલ આવશે કે આ સ્થાન બહુ મજાનું છે. અહીં વિશ્રામ ક૨વા જેવું છે. સ્થાન જાણવામાં હશે પણ જો રસ્તાની ખબર નહીં હોય તો ગમે તેટલી યાત્રા કરશું તો પણ મંઝિલ મળશે નહીં. મુમુક્ષુને મોક્ષમાર્ગનું આવું મહત્ત્વ કૃપાળુદેવે બતાવ્યું. પણ એ માર્ગ ત્યાં સુધી
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 94
1
Page #95
--------------------------------------------------------------------------
________________
જીવને નહીં મળે જ્યાં સુધી જીવમાં મતાર્થપણું છે. અને આ મતાર્થી કોણ ? ધર્મની અંદર જેની મિથ્યા માન્યતા છે તેની વાત થાય છે, જે ધર્મનું આરાધન કરે છે, જેને ધર્મ મેળવવો છે. આ વાત ધર્મને ન માનનારાની થતી નથી. આ મતાર્થ એવું આવરણ છે કે તે જીવને મોક્ષ માટે આત્માનો લક્ષ થવા દેતું નથી. હવે આ મતાર્થીના લક્ષણો ભગવાને બતાવ્યા છે તે આપણે જોઈએ.
બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય;
અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. (૨૪) જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. આ મતાર્થીનું પહેલું લક્ષણ.
ભગવાન કહે છે, “જીવ ખોટા સંગથી અને અસદ્ગુરુથી, અનંતકાળથી રખડ્યો છે. મતાથી તે કે જે ભ્રાંતિથી, કલ્પનાથી, ખોટા અભિપ્રાયથી ધર્મની આરાધના કરે છે, અને માને છે કે હું કરું છું તે મોક્ષનો માર્ગ છે. આવી જેની મિથ્યા શ્રદ્ધા છે તે મતાર્થી જીવનું લક્ષણ છે. ધર્મમાં ન માનતો હોય એવા નાસ્તિકને તો તરત પકડી પડાય કારણ કે તે તો આખો દિવસ વેપાર, વ્યવહાર, અનાચાર, અનીતિ, અધર્મ આ જ બધું આચરે છે. પણ ધર્મમાં રહેલો મતાર્થી કેવી રીતે પકડાય ? કે જે વધારે ધાર્મિક બની દંભ ને પોષતો હોય, અને અમે તો એ શ્રેણીમાં નથી ને ? હવે આપણે આપણને જ ઓળખવાનો પુરુષાર્થ કરવાનો છે કે, મુમુક્ષપણાના નામ હેઠળ અમે તો મતાર્થી નથી ને ? અમારી અમને પોતાને ઓળખવામાં ભૂલ તો નથી થતી ને ? અમે તો અમને મુમુક્ષુ માનીએ છીએ. માટે પરમકૃપાળુદેવે જે મતાર્થીના લક્ષણ કહ્યાં છે તે જાણીએ, કારણ કે તે લક્ષણો મુમુક્ષુતા સાથે સુસંગત થતા નથી. પહેલું લક્ષણ મતાર્થીનું એ કહ્યું છે કે બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં એવા ગુરુને સત્ય માને, એટલે કે સાચા માને. કે જે ગુરુએ બહારથી વસ્ત્રો બદલાવ્યા છે. વેશ બદલાવ્યો છે, મુપતિ બાંધી હોય, હાથમાં કમંડળ કે માળા રાખ્યા હોય, કપાળમાં ત્રિપુંડ તાણ્યા હોય. બાહ્ય ત્યાગ સામાન્ય આપણા જીવનમાં જે હોય તેનાથી થોડી વિશેષતા. વેશ-પરિવર્તન - બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. અંતરંગમાં જે જ્ઞાન જોઈએ તે નથી. ગુરુનું લક્ષણ જ્ઞાન છે. જેને આત્માનું જ્ઞાન છે. સ્વરૂપમાં જેને સ્થિરતા છે. જે સંસારથી કેવળ ઉદાસીન થઈને નિસ્વરૂપમાં સ્થિર થયો છે.
‘સ્વરૂપસ્થિત-ઇચ્છારહિત” આવા સદ્દગુરુનાં લક્ષણ કહ્યાં છે. આવું એકે લક્ષણ જેનામાં ન હોય અને બાહ્ય ત્યાગથી ખોટાં ભભકા કરી દીધાં હોય, દંભ, ડોળ, આડંબર આ બધું જેનામાં હોય એવો જ્ઞાન વિનાનો ગુરુ, અને બાહ્ય ત્યાગ જોરદાર પણ અંતરંગમાં ત્યાગ નહીં, એવા ગુરુને સત્ય માને – સાચાં માને એ મતાર્થી જીવનું લક્ષણ. એ બાહ્ય ત્યાગથી મુંઝાઈ જાય. બાહ્યથી ભરમાઈ જાય, બાહ્યથી પ્રભાવમાં આવી જાય, અને આવા ગુરુને સાચાં માને. ભગવાં કપડાં હોય અને હાથમાં ચિપિયા ખખડાવ્યા હોય એનું માહાભ્ય ગણે કે અહોહો ! અમારે ત્યાં સંત પધાર્યા છે. માર્ગ સ્પષ્ટ છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 95
=
Page #96
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષ, ધર્મના માર્ગે આગળ વધ્યો છે તો એણે હવે ઉઘાડી આંખે જવાનું છે. આંખ બંધ કરી દેવાથી આપણો માર્ગ આપણને મળશે નહીં. જ્ઞાન એ ગુરુનું ઓળખાણ છે, લક્ષણ છે, જ્ઞાન એ જ ગુરુનો મહિમા છે. બાહ્ય ત્યાગ નહીં. બાહ્ય ત્યાગ સાથે જ્ઞાન હોય તો ઉત્કૃષ્ટ, જ્ઞાન સાથે ત્યાગ આવે તો ઉત્કૃષ્ટ. એના જેવું તો એકેય નહીં. પણ જ્ઞાન ન હોય ને ફક્ત બાહ્ય ત્યાગ હોય – તે પણ પાછો અંતરંગ ત્યાગ નહીં, અંતરંગમાં કોઈ ઉદાસીનતા નહીં, વિષય-કષાય જરાય નબળાં પડ્યાં નથી. વૃત્તિઓ એટલી જ જોર મારે છે. યશ-પૂજા-કામના-મનાવાના સમારંભ-સત્કાર બધું યથાવત્ છે. એવા ગુરુની અંદર ભરમાવું નહીં. ‘અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ.” આ મતાર્થી જીવની બીજી નબળાઈ. કે કુળધર્મના ગુરુ છે એમાં જ મમત્વ. એમાંથી જીવ ક્યાંય આઘોપાછો થાય નહીં.
ઉપદેશછાયા ()માં કૃપાળુદેવે કહ્યું છે કે, “કુળ-ગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાભ્ય સાંભળવાનું પ્રમાણ છે. અમે સત્સંગ કરીએ છીએ અને સદગરનાં પ્રવચન સાંભળીએ છીએ તો એના માહાસ્યનું પ્રમાણ શું ? તમે સત્ સાંભળો છો એનું પ્રમાણ શું ? તો કહે કુળ-ગચ્છનો આગ્રહ મુકાવો તે. જો આ આગ્રહ મુકી શકાતો ન હોય તો સમજી લેવું કે સત્સંગના માહાત્મનું કોઈ પ્રમાણ નથી. આપણે તો કુળ ધર્મના, કુળદેવતામાં, કુળગુરુમાં ને આ અમારા ગચ્છના છે માટે અમારા ગુરુ છે, અમારા મતના છે, અમારા સંઘાડામાં છે – આ બધી વ્યવહારિક કલ્પનાઓ છે. એવી વ્યવહારિક કલ્પનામાં રહીને જો મમત્વ કરે તો જ્ઞાની કહે છે મમત્વ એ જ બંધ, અને બંધ એ જ દુઃખ. આ મમત્વ, મારાપણું જીવનમાં આવે અને તે પણ જ્ઞાનપૂર્વક નહીં, મતના આગ્રહપૂર્વક તે મતાર્થી છે. આ મહારાજ કેમ ઉપાય છે ? મહા જ્ઞાની છે. એટલા માટે નહીં પણ એનો વેશ કેવો છે ? એના ચિન્હ કેવા છે ? એના ઉપકરણ કેવા છે ? અને મારા કુળનો છે. મારા ગચ્છનો છે ? સંપ્રદાયના છે તો એ ગુરુ મારા. આ મતકુળના આગ્રહ અને મમત્વ જીવને બહુ નુકશાન કરે છે.
એટલે ભગવાને કહ્યું – ઉપદેશછાયા - ૮માં - કહ્યું કે, “કુળધર્મ જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે. કુળધર્મ ગમે તેવા દૂષણવાળા હોય તો પણ પોતે માન્યા છે એટલે સાચા લાગે છે.” કુળ ધર્મ દુષણવાળા છે એમ માને તો પણ સાચા લાગે અને એનો બચાવ કર્યા કરે. હવે ધર્મની અંદર ભ્રાંતિ નહીં ચાલી શકે. અત્યાર સુધી આવું જ ચાલ્યું. આ કૃપાળુદેવે આવીને મુમુક્ષને ભ્રાંતિમાંથી ઊઠાવી લીધા. કે માની લીધેલા દુષણયુક્ત તારો કુળધર્મ હોય તો તે સાચો નથી. અંધશ્રદ્ધા હોય. ખોટી પરંપરા હોય. ક્રિયાકાંડની જડતા હોય, ન કલ્પનિય, ન ઇચ્છનિય એવા - ગમે તે પ્રકારનાં આચાર પળાતાં હોય, ભગવાનના શાશ્વત માર્ગથી વિપરિત આચાર થતા હોય તો યે એ મારો છે. એની મમતા, એનો મોહ, એની ઉત્તેજના, એની પ્રેરણા એની અનુમોદના - આ બધાં પાપ બંધના કારણો છે. જીવોને માર્ગ તો મળશે નહીં. પણ અનેક જીવોને ભ્રમિત થવાની અનુમોદના સિવાય આપણાથી કંઈ નહીં થાય. દૂષણવાળો ધર્મ, કુળધર્મનો છે માટે મારો છે એ ચાલી ન શકે. વિતરાગના ધર્મમાં પરિગ્રહ ન હોય. પંચ મહાવ્રતના ધારક હોય તે વિતરાગના ધર્મના ગુરુ હોય. કંચન કામિનીનો ત્યાગ નથી, જે પૈસા રાખે, પરિગ્રહ રાખે, આવા બધા દૂષણ જેનામાં હોય, જેના જીવનમાં અદત્તાદાન જેવી કોઈ ચીજ નથી, ગમે તે પ્રકારનો વ્યવહાર જેને
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 96 SિE
Page #97
--------------------------------------------------------------------------
________________
માન્ય છે એવા ગુરુ ફક્ત પોતાના છે માટે એની અનુમોદના કરવાની છે તો એના જેવી જગતમાં બીજી કોઈ ભ્રાંતિ નથી, અને ભ્રાંતિ જેવું જગતમાં કોઈ પાપ નથી.
આપણે દૂષણ માનતા હોઈએ છતાં એ દૂષણને નિભાવવા અને એનો બચાવ કરવો. ભગવાન કહે છે હવે બહાર આવો. ધર્મના નામે આત્મા સાથે ઘણી છેતરપીંડી આપણે કરી છે. શુદ્ધ ધર્મને હું પામ્યો નથી. પ્રભુ ! હું ક્યારે શુદ્ધ ધર્મને પામીશ ? અને શુદ્ધ ધર્મને પામ્યા વિના આ જીવને મુક્તિનું કારણ કેવી રીતે ઉપસ્થિત થાય ? એટલે અહિં કહે છે, “અભિનિવેશ જેવું એકેય પાખંડ નથી.” વચનામૃત આંક-૨૧માં – બોધ વચનમાં ભગવાને લખ્યું છે, ‘અભિનિવેશ' – મમત્વના આધાર ઉપર રહેલી માન્યતા તે અભિનિવેશ. એના જેવું એકેય પાખંડ નથી. મતાર્થીનું પહેલું લક્ષણ ગુરુ ઓળખવામાં ભૂલ.
જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ;
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. (૨૫) જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિ રોકી રહે છે; એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપે જાણવા યોગ્ય છે તે જાણતો નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે.
આ મતાર્થીનું બીજું લક્ષણ. આ મતાર્થી છે તે ધર્મનો, મોક્ષમાર્ગની આરાધક છે પણ તેની બુદ્ધિ રોકાઈ જાય છે. મતના આધાર ઉપર તેની આરાધના છે. તેની બુદ્ધિ ક્યાં રોકાઈ જાય છે ? તો કહે જિનેશ્વરનો દેહ કેવો છે ? તેની કાયા કેવડી છે ? એનું સંઘયણ કેવું છે ? એની સમવસરણની સિદ્ધિ કેવી છે ? એમાં ચમત્કાર શું છે ? ભગવાન જ્યાં જાય ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય, ભગવાન આકાર લે નહીં, લે તો કોઈ દેખે નહીં. ભગવાન ચાલે તો કમળદળની સ્થાપના થાય - આવા ચમત્કારના મહત્ત્વની અંદર જ જેની બુદ્ધિ રોકાઈ ગઈ છે. અને જેણે ઈશ્વરત્વ અને પરમાત્માનું મહત્ત્વ આવી બાહ્ય વિભૂતિ, વૈભવ અને ચમત્કારથી જ માન્યું છે. એટલે જ મારો દેવ મહાન છે, મારો ઈશ્વર મહાન છે આવી જેની કલ્પના છે અને એમાં જ રોકાયેલો રહે છે. જેની સાથે વાત કરે તેની સાથે ભગવાનની વાણીની વાત કરે, ભગવાનને શું હોય અને શું ન હોય એની વાત કરે.
જે જિન દેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ.’ કાં તો સમવસરણનું વર્ણન કર્યા કરે. એ કેવું છે ? કેટલા જોજન છે ? એનો મહિમા ગાયા કરે. મહિમા તો આત્માનો ગાવાનો છે. એને જ જિનેશ્વરનું વર્ણન સમજે છે. જિનનું વર્ણન એમના સ્વરૂપથી નહીં પણ બાહ્ય વિભૂતિ અને બાહ્ય ઐશ્વર્યથી સમજે છે. કપાળદેવે લખ્યું છે કે જિનેશ્વર ભગવંત જાય ત્યાં સોનૈયાની વૃષ્ટિ થાય અને ન પણ થાય – પણ ન થાય એટલે એ ખોટા એમ નહીં. ક્યારેક ક્યારેક આવી ભ્રાંતિ પણ આવે. સૌભાગભાઈએ કૃપાળુદેવને એક પુસ્તક મોકલ્યું. જેમાં લખનારે પોતાના ગુરુના કેટકેટલા
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 97
=
Page #98
--------------------------------------------------------------------------
________________
ચમત્કારોનું વર્ણન કર્યું હતું. કૃપાળુદેવે એક લીટીમાં જવાબ લખી નાખ્યો કે ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી.” યોગને સિદ્ધ કરવો તો આત્માનો જે પ્રભાવ છે તેનાથી. એટલે કૃપાળુદેવે એક સરસ મજાનું દૃષ્ટાંત લખ્યું છે.
દક્ષિણમાં દિગમ્બર સંપ્રદાયમાં સમંતભદ્ર નામના એક મહાન આચાર્ય થઈ ગયા અને આ આચાર્યે “દેવાગમ્ સ્તોત્ર” નામનું એક જબરજસ્ત સ્તોત્ર લખ્યું અને સ્તોત્રની પહેલી જ ગાથાની અંદર સુંદર રીતે એ સ્તોત્રનું ઉપોદ્ઘાત એટલે કે ઉદ્ઘાટન કર્યું, અને કહે છે કે, “હે વિતરાગ દેવ ! હું સમવસરણમાં બિરાજમાન જિનેશ્વર ! હૈ જિનેન્દ્ર ! તું સમવસરા આદિ સિદ્ધિ ભોગવે છે માટે તું અમારે મન મહાન એમ નથી. આ દેવતાઓ આવે છે, ચામર વિઝાય છે, આ સ્વર્ગમાંથી પારિજાતના પુષ્પોની ધારા થાય છે માટે નું મહાન એમ નથી. તેટલાથી તારું મહત્ત્વ નથી. તું સદ્દેવ છો એનું વાસ્તવિક મહત્ત્વ આ બધાની વચ્ચે હોવા છતાં તારામાં રહેલી વિતરાગતા છે.’ અમે તો તારી વિતરાગતાને ભજીએ છીએ. તારા બાહ્ય વૈભવને નહીં. સોનામહોર વસે તો યે શું ? અને ન વરસે તો યે શું ? અમારે એની સાથે કંઈ સંબંધ નથી. અમે તો તારી વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ. તારી વિતરાગતાની આરાધના કરીએ છીએ. તારી વિતરાગતાની અમે ઉપાસના કરીએ છીએ. અમારે પણ વિતરાગ થવું છે. અમારી એવી કલ્પના નથી કે અમે ચાલીએ ત્યાં સોનાના કમળ થાય કે ભિક્ષા માટે જઈએ તો સોનામહોર વ૨સે. એવું આયોજન તો ચક્રવર્તી કરી શકે. અને દેવલોકના દેવોને ઈન્દ્ર પણ આવી માયાવી રચના કરી શકે છે. અમને એવી માયાવી રચનામાં કોઈ રસ નથી. એ તો બધી પુદ્ગલની રચના છે. આત્માના અદ્ભુત સામર્થ્યને લીધે આ રચના તો આપોઆપ ગોઠવાઈ જાય છે. એમાં કંઈ પ્રયાસ કરવો પડતો નથી. અને કાંઈ તારી સદૈવ તરીકે સ્થાપના કરી છે તે તારું સમવસરણનું માપ લઈને નથી કરી. તારા રત્નજડિત સિંહાસન કે સુવર્ણના ગઢ જોઈને નથી કરી. હે જિનેશ્વર દેવ ! હે વિતરાગ ! અમે તો તારી પૂર્ણ વિતરાગતા જોઈને તને સદેવ તરીકે સ્થાપ્યા છે.
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા.' હું સમવસરામાં બિરાજમાન છે ત્યારે પન્ન જગતનું એક પરમાણું તને સ્પર્શ કરી શકતું નથી. આવી તારી અંતરંગ વીતરાગતા ! હૈ સર્વજ્ઞ પરમાત્મા ! આવા સૃષ્ટિના મહદ્ પ્રભાવ જોગમાં – જગતની વિભૂતિ અને ઐશ્વર્યનો ધારક હોવા છતાં તું અસંગ છે અને નિર્લેપ છે. આવું તારું અદ્ભુત સ્વરૂપ એ જ તારું સદ્ભવપણું છે. અને એને જ અમારી વંદના છે. માટે જે જીવ મતાર્થી છે તેણે ભગવાનના બાહ્ય વર્ણન, બાહ્ય વિભૂતિ, બાહ્ય ચમત્કાર અને બાહ્ય પ્રભાવ જોગથી પ્રભાવિત થઈને એના ગુણગાન ગાવામાં પોતાની બુદ્ધિને રોકી રાખી છે. એને ભગવાનની અંતરંગદશાનું ઓળખાણ થતું નથી. ભગવાનની નિગ્રંથતા, એની અંદર રહેલી દશા – એ દશાનું જો ઓળખાણ ન થાય તો દેવનું ઓળખાણ શું કામનું ? બાહ્ય ઓળખાણમાં તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જાશું, આવી સમસ્યા સર્જાઈ હતી.
-
દેવલોકમાં ચર્ચા ચાલી કે આ જગતમાં આવા સમ્યક્ શ્રદ્ધાવાન શ્રાવકો હોઈ શકે ખરા ? જે પરમાત્માની વિતરાગતાને ઓળખે છે, એની અંતરંગ દશાને ઓળખે છે અને એમાં જ એની શ્રદ્ધા છે. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 98
Page #99
--------------------------------------------------------------------------
________________
જેની શ્રદ્ધા બાહ્ય આડંબરથી કે સમવસરણથી નથી. દેવલોકમાં કહ્યું કે, “હા. ભગવાન મહાવીર વિચરે છે એના શાસનમાં એવા શ્રાવકોને એવી શ્રાવિકાઓ છે. અને એમાંથી એક સુલસા શ્રાવિકા છે.” હવે અંબર નામના દેવને પરીક્ષા કરવાનું મન થયું. અંબર કહે કે, “બને નહીં. માણસ માત્ર લોભીયો છે. એને ચમત્કાર કે રિદ્ધિ-સિદ્ધિ બતાવશો એટલે એ તરત જ નમસ્કાર કરવાનો છે. અંબરે જાતજાતના ૩૫ લીધા. ઈન્દ્રમાયા નગરી સર્જી. અનેક પ્રકારનાં ચમત્કારિક રૂપ ધારણ કર્યો. સુલતા એને નમસ્કાર કરતી નથી. સુલસાને અંતરંગદશાનું દર્શન છે. એ કહે છે, “મારા ભગવાન આ નહીં.” છેલ્લે અંબરે પોતાની તમામ શક્તિથી સમવસરણની રચના કરી, અને બેસી ગયો. સુલસા કહે છે, “સર્વશ તો એક જ હોય, બે ન હોય.” સાક્ષાત્ ભગવાન થયો. પણ સુલતાનું અંતઃકરણ ભગવાનની દશાને ઓળખે છે. એના અંતર્થક્ષ ઓળખે છે. લોકો કહે છે, ચાલો અમે દેશના સાંભળવા જઈએ છીએ. તુલસી ના પાડે છે. “આ સમવસરણ છે, બધા જ લક્ષણ છે, દેવતાઓ આવ્યા છે, ચામર વીંઝાય છે, ત્રણ ગઢની રચના છે, અશોક વૃક્ષ છે, સિંહાસન છે, પાદપીઠની રચના છે.” સુલસા કહે છે, “સર્વજ્ઞ તો એક મહાવીર જ. એના સિવાય બીજા હોઈ શકે નહીં.”
જૈન દર્શનમાં આવા કેટલાય ઉદાહરણ છે. એક શ્રાવિકાની સમ્યક્દર્શનની શુદ્ધતા કેટલી છે ! ક્યાંય ભરમાય નહીં. પ્રભાવ જોગથી ચકાચૌંધ થાય નહીં. પણ આ જીવ તો લોકસંજ્ઞાએ ચાલે છે. માણસ બહુ ભેગું થાય ત્યાં જવાનું કામ છે કે જ્યાં ત્યાગ-વૈરાગ્ય ને આત્માની વાત ચાલે ત્યાં જવાનું હોય ? જ્ઞાનીને અને દેવને ઓળખવાના. આ ઇચ્છા વિનાના દેવ, ગ્રંથિ વિનાના ગુરુ, પંચમહાવ્રતના ધારક, અપરિગ્રહી ગુર, કંચન-કામિનીના ત્યાગી એવા ગુર. જૈન દર્શન, સાચા મુક્તિના માર્ગે જાવું હશે તો સાચા દેવ-ગુર અને ધર્મના તત્ત્વને ઓળખવું પડશે. એની ઓળખાણ નહીં હોય, અને બાહ્ય પ્રભાવમાં ખેંચાઈ જશું તો એમાં જીવનું કલ્યાણ નથી. જીવને મુક્તિનો માર્ગ નહીં મળે. વિતરાગ કથીત ધર્મની પ્રરૂપણા નહીં થાય. વર્ણન સમજે જિનનું. આને મતાર્થીને) ગુરનું ઓળખાણ કેવું ? તો કહે બાહ્યત્યાગ. દેવનું ઓળખાણ કેવું ? તો કહે ચમત્કાર અને વિભૂતિ. આ બીજું લક્ષણ. આમાં એની બુદ્ધિને રોકીને બેઠો છે. ભગવાન મતાર્થીનું ઓળખાણ આપે છે કે આપણે જાણે-અજાણ્યે ભૂલ કરતા નથી ને ? જો આવા દોષ હોય તો આપણે અંર્તદષ્ટિ કરીને દોષનું નિવારણ કરવું છે. પરના દોષ નથી જોવાના. પોતાના જોવાના.
ભગવાન કહે છે કે તું જે મોક્ષમાર્ગ માનીને બેઠો છે એમાં તું મતાર્થીની કક્ષામાં આવે છે ? કે મુમુક્ષની કક્ષામાં આવે છે ? ભગવાને શાસ્ત્ર લખ્યું મુક્તિના માર્ગનું. આત્મસિદ્ધિ શાસ્ત્ર - મોક્ષ માર્ગ બતાવવા લખ્યું. પણ એમાં પહેલાં દસ ગાથામાં મતાર્થીના લક્ષણ કહ્યાં. કારણ કે તે લક્ષણ આપણામાં નથી ને ? તે જોવાનું છે. અદ્ભુત કૃપા જ્ઞાની પુરુષોની છે. સંતોની કૃપા અને કરુણા. અમાપ હોય છે. આપણી ભૂમિકાને શુદ્ધ કરવાની ખેવના એ સંતો કરે છે કે આની ભૂમિકા શુદ્ધ છે ? આ બીજ વાવીએ એ ઉગે છે ? ઉગી શકે એવી સંભાવના છે ? ક્ષેત્ર વિશુદ્ધિ વિના પુષ્પરાવર્ત મેઘ વરસે તો પણ કામનો શું?
પ્રત્યક્ષ સદ્દગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. (૨૬)
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 99 E
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતાકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દૃઢ મુમુક્ષુ છે એવુ માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે.
આ મતાર્થી જીવ પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ક્યારેક થાય તો અવળો ચાલે. ‘વર્તે દૃષ્ટિ વિમુખ.’ એનાથી ઊંધો ચાલે. એનાથી દૂર ભાગે. એને એ ગુરુ અનુકૂળ ન પડે. કારણ કે એને જ્ઞાનીની દૃષ્ટિએ ચાલવું નથી. લોકની દૃષ્ટિએ ચાલવું છે કે લોક ક્યાં જાય છે ? મેળો ક્યાં ભેગો થાય છે ? ટોળું ક્યાં જાય છે ? Majority ક્યાં છે ? જેમ Democracy is a science of majority and majority consists fools. મૂર્ખાઓની પણ બહુમતી હોઈ શકે છે. એમાં જ્ઞાની એક જ હોય. એટલે સામાન્ય જનસમુદાય છે એ ટોળાનો અભિવાદક છે. એટલે અહીંયા કહે છે કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ મળ્યો હોય તો પણ વર્તે દૃષ્ટિ વિમુખ.’ જીવ જ્ઞાની પુરુષથી પીઠ ફેરવી લે. જીવ લોકદૃષ્ટિ જ્યાં સુધી વમે નહીં અને એમાંથી એની અંતવૃત્તિ ન છૂટે ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં કોઈ શંકા નથી.’
કૃપાળુદેવે આંક-૭૨૩માં કહ્યું છે, જ્ઞાનીની દૃષ્ટિથી વિમુખ થવાથી કલ્યાણનો માર્ગ નહીં મળે.’ જ્ઞાનીની દૃષ્ટિ અંતર્ગત થાય તો જ જ્ઞાનીનો લક્ષ પકડાય. લોકદૃષ્ટિને છોડી દે. કૃપાળુદેવ તો કરુણાસભર વાક્યો લખે છે. એમણે તો આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. કહે છે જ્ઞાનીની દૃષ્ટિને પકડી લે. ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ તો વાસ્તવિક ધર્મનો દ્રોહ છે.’ ઉપદેશનોંધમાં ભગવાને જણાવ્યું છે. શું કર્યું છે ? અસદ્ગુરુને દૃઢ કરે નિજ માનાર્થે મુખ્ય.’ અસદ્ગુરુને દૃઢ કરવાનું કારણ શું ? તો કે જીવનું માન ત્યાં જળવાય છે. આપણું નામ, આપણું પદ, આપણી પ્રતિષ્ઠા, બૉર્ડ ઉ૫૨ નામ આપણું લખાય છે, પત્રિકામાં સહી આપણી થાય છે. જીવનના અંત સુધીની બધી વ્યવસ્થા મતાર્થી જીવ કરી લે છે. કારણ કે એને છેલ્લે સુધી મિથ્યાત્વ રાખવું છે. એને તો સંસારમાં ભવોભવ આવું જ બધું જોઈએ છે. એને તો પ્રમુખ થવું છે, મંત્રી થવું છે, સચિવ થવું છે. અભિલાષા તો નિજમાનની વધારે છે અને નિજમાનમાં તો બસ આવું જ ચાલ્યા કરે. જીવને ખબર નથી કે મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ માન કોનું ? ચક્રવર્તીનું. એનાથી બીજી શ્રેષ્ઠ પર્યાય મનુષ્યગતિમાં નથી. માણસ તરીકે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદ ચક્રવર્તીનું છે. એનો વૈભવ ઈંદ્રને ઝાંખો પાડે એવો હોય છે. એ ચક્રવર્તી વિમાનમાં પ્રવાસ કરે છે અને ચિત્રકૂટ પર્વત પર આવે છે. ચિત્રકૂટ પર્વત ૫૨ આજ સુધી થયેલા બધા ચક્રવર્તીઓના નામ લખેલા હોય છે. એટલે વિમાન ઊભું રાખી એ પર્વત પર પોતાનું નામ લખાવાનો ચક્રવર્તીએ આદેશ આપ્યો. એટલે શિલ્પી ત્યાં જઈને પાછો આવ્યો કે, ભગવાન ! પૂર્વે એટલા બધા ચક્રવર્તી થયા છે કે તમારું નામ લખવાની ક્યાંય જગ્યા નથી.’ ચક્રવર્તી પોતે પર્વત પાસે જાય છે. તો બીજા ચક્રવર્તી આગળના કોઈ ચક્રવર્તીનું નામ ભૂંસીને પોતાનું લખતો હતો. આ ચક્રવર્તીને જ્ઞાન થયું કે આવા તો અનંત ચક્રવર્તી થઈ ગયા. આ કોઈનું નામ ભુંસે છે તો કાલે મારું નામ પણ ભુંસાઈ જશે. આવી સંસારની અવસ્થા છે. ‘અસદ્ગુરુને દૃઢ કરે.’ એવું આ મતાર્થી જીવના લક્ષણમાં કહ્યું છે. ચારે બાજુ ઠંભી, ઢોંગી, આડંબરયુક્ત એવા લોકોને મોટા કરે, એની વાહવાહ કરે, એના સત્કાર
૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 100
11]
Page #101
--------------------------------------------------------------------------
________________
સમારંભ કરે, એમાં ધર્મની પ્રભાવના નથી. પોતાના માનની ખેવના છે. આ મતાર્થી. જીવ જ્યારે માન કષાયમાં આવે છે ત્યારે કેટલી બધી અધમ કક્ષામાં એ ઉતરી જાય છે.
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન;
માને નિજ મત વેશનો, આગ્રહ મુક્તિ નિદાન. (૨૭) દેવ-નારકાદિ ગતિના “ભાંગા” આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે.
ભગવાન અદ્દભુત કરુણા કરીને આપણને મતાર્થીનું ઓળખાણ આપે છે. જીવ ક્યાંય ભૂલ ન કરે. મોક્ષમાર્ગની આરાધના ઓછી થાય તો જીવને વાંધો નથી પણ ખોટી થાય - એમાં ભૂલ થાય તો જીવને બહુ નુકશાન કરશે. મનુષ્યગતિમાં ભૂલ ન થાય. સમ્યકત્વની પ્રાપ્તિ ભલે મોડી થાય. કૃપાળુદેવ કહે છે કે, જે વસ્તુ પ્રાપ્ત કરવી છે તે પ્રાપ્ત થવામાં થોડો વિલંબ થાય તો વિલંબ સહન કરજો પણ ભ્રાંતિનું ગ્રહણ કરશો નહીં. માર્ગ મળવામાં થોડીવાર લાગે. આ ભવમાં કદાચ ફેંસલો ન આવે, કંઈ વાંધો નહીં. ઉતાવળ નહીં કરતાં. અનંતકાળ આમને આમ વ્યતિત થયો છે. પણ જો સંજ્ઞી પંચેન્દ્રિયના મનુષ્ય પર્યાયમાં એક ભૂલ કરી, કે ખોટો સંસ્કાર પડ્યો તો ભવાંતરમાં અનંતભાવ સુધી સાચું નજરે આવવા નહીં દે. સતુની સમીપ આ જીવ જઈ નહીં શકે.
એટલે ભગવાને પત્રાંક ૬૯૨માં કહ્યું છે, “દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો, પણ જીવનું કલ્યાણ થયું નહીં. પણ એ જ મનુષ્યદેહની સાર્થકતા છે – કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. અને એના આશ્રયે આ દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે.” ભલે સમકિત ન થાય, કર્મો થોડાં બાકી રહે, પરિભ્રમણ થોડું બાકી રહે, પણ પ્રભુ ! તારા આશ્રયે આ દેહ છૂટે. સતુના આશ્રયે. સત્પુરુષના આશ્રયે. જ્ઞાનીપુરુષના આશ્રયે. મતાર્થ નહીં. માનાર્થ નહીં. કેવળ સત્યાર્થ. આ મનુષ્ય જન્મમાં સને ઓળખવાની દૃષ્ટિ અને મતના મમત્વમાંથી મુક્તિ – એટલું તો થઈ શકે કે નહીં ? ઓછામાં ઓછું આપણે એટલું લક્ષ તો રાખીએ કે, “હે પ્રભુ ! અનાદિકાળના કુસંસ્કારોને લીધે મારું જે પરિભ્રમણ ચાલુ છે, અનંત દુઃખનો હું ભોક્તા છું. તો એટલું તો હું આ ભવમાં કરું કે મારા જીવનમાંથી આ મતને હું દૂર કરીને જાઉં અને ‘સતુ’ની ભક્તિ અને ‘સતુ’નું ઓળખાણ લઈને જાઉં.’
એટલે જ કપાળદેવે કહ્યું કે આવો મનુષ્યદેહ મળ્યો છે તો આ અનંતના જન્મ-મરણના ચક્કરમાંથી એક આંટો તો ઓછો કર. ‘તો યે અરે ! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો.” એક આંટો ઓછો થાય એટલું તો કર. તો શું કરવું ? તો કહે – ધર્મના નામે આવી મિથ્યા કલ્પનાઓ છે, મિથ્યા ભ્રાંતિઓ છે. એમાંથી તારી જાતને મુક્ત કર. જીવ શું માને છે ? “દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન.” આ શ્રુતજ્ઞાન કયું ? તો કે નરકગતિ, દેવગતિ, તિર્યંચ ગતિ, મનુષ્યગતિ એના કેટલા દંડક, એની કેટલી યોનિ ? એની અંદર શું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 101 E=
Page #102
--------------------------------------------------------------------------
________________
થાય? એ નરકગતિનું માપ શું ? દેવગતિનું માપ શું ? એમાં વિમાન કેટલાં ? જીવ કયાં જાય ? નરકગતિમાં ગરમી કેટલી હોય ? ‘દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન.” એક જણ મેરૂ પર્વતની બુહ ચર્ચા કરતો હતો. કૃપાળુદેવે કહ્યું, “તારે મેરૂ પર્વતનો contract લેવો છે ?’ ‘એ કેવડો હોય ? કેટલા જોજનનો હોય ? કેટલું પાણી આવે ?’ તારે આ બધાનું શું કામ છે ? તારે આત્માનું કલ્યાણ કરવું છે કે નહીં?
કોઈએ પૂછ્યું, “પ્રભુ ! વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે અને શાસ્ત્રમાં આવે છે કે પૃથ્વી થાળી જેવી ગોળ છે. આમાં સાચું શું ?” કૃપાળુદેવે કહ્યું, ‘તને કેવી ગમે ? દડા જેવી હોય તો ગમે કે થાળી જેવી હોય તો ગમે ?? તો કહે, “અમને શું ખબર ? અમે તો અજ્ઞાની છીએ.’ ‘તો તને અજ્ઞાની એવા વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ છે કે સર્વજ્ઞના વચનમાં વિશ્વાસ છે ?” તીર્થંકરપદમાં પહેલાં શ્રદ્ધા છે ? તો પૃથ્વી કેવી છે એ વાત બાજુ પર મુકી દે, અને તીર્થકરે બતાવેલા માર્ગે ચાલ્યો જા તો પૃથ્વી દડા જેવી હશે કે થાળી જેવી હશે તને મોક્ષમાર્ગે જતાં આડી નહીં આવે. તારા આત્માની મુક્તિના માર્ગમાં, એની સાધનામાં, એની આરાધનામાં પૃથ્વી તને આડી નહીં આવે. એટલું કહું છું. બિનપ્રયોજનભૂત વાત. અને આવું જાણે તેને મતાર્થી જીવ જ્ઞાની ને વિદ્વાન માને. અરે ! નરકની વાત કરે તો આઠ દિવસ સુધી નરકની જ વાત કર્યા કરે. પણ ભાઈ ! અમારે ત્યાં નથી જાવું. જે ગામ જાવું ન હોય એની દિશા પૂછવાની જરૂર ખરી ? ના રે ના !
એક મુમુક્ષ હતા. તે એકેન્દ્રિય જીવ વિશે બહુ પુછપુછ કરતા હતા. કૃપાળુદેવે કહ્યું, “કેમ એકેન્દ્રિયમાં જાવું છે ?” આ પંચેન્દ્રિય મનુષ્યપણું મળ્યું છે તો પરમગતિની આરાધના કરવાની છે કે એકેન્દ્રિયની ચિંતા કરવાની છે ? જ્ઞાની પુરષ લક્ષ કરાવે છે. આ મતાર્થી જીવ અટવાઈ જાય છે. તે દેવગતિ અને નરકગતિ આદિના વર્ણનને શ્રુતજ્ઞાન સમજીને બેઠો છે. શ્રુતજ્ઞાન તો એ છે કે આત્માના ગુણો, આત્માનું સ્વરૂપ, આત્મા પરિભ્રમણથી કેમ મુક્ત થાય એ બધું જેમાં કહ્યું છે. “બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહી છે તે દર્શન મુક્તિનું કારણ છે. અને તે કહેવાને યોગ્ય જો કોઈ હોય તો તે તીર્થકર છે એમ અમે માનીએ છીએ, અને આ કાળે, આ ક્ષેત્રે, એ તીર્થકરનો આશય જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે કહીશું એમ અમારું દઢપણે માનવું છે.” ભાઈ ! આ બંધ અને મોક્ષનું શાસ્ત્ર આપણને હિતકારી છે. ગતિનું શાસ્ત્ર આપણને હિતકારી નથી. કઈ કઈ ગતિમાં આયુષ્ય કેટલું ? પલ્યોપમ કેટલું ? સાગરોપમ કેટલું ? કોડાકોડી કેટલાં ? એનો મોક્ષ ક્યારે થાય ? આવી નિરર્થક ચર્ચામાં તારું આયુષ્ય વહ્યું જાય છે. ઋષભદેવ મહારાજાની જેમ જો આયુષ્ય ૮૫ લાખ પૂર્વ વર્ષનું હોય ને તો આવી ચર્ચા કરીએ તો બરાબર. પણ આયુષ્ય ૬૦-૭૦ વર્ષનું છે ત્યાં આવી આત્માને હિતકારી નથી એવી નિરર્થક ચર્ચા શા માટે કરવી ?
જ્યાં કાળ અનિયત છે, આયુષ્ય અલ્પ છે, કર્મની બહુલતા છે, પુરુષાર્થની મંદતા છે અને ક્ષયોપશમનું તો ઠેકાણું જ નથી, વિનય નથી, વિવેક નથી. એ સમયે મહત્તાની અને મુદ્દાની વાત પકડ. આ ચારે ગતિની ભાંજગડ છોડ. તારે જવું છે રખડવા ચારે ગતિમાં ?
‘દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન.” શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ભગવાન કહે છે, “શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વ શાંતિરસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 102 EF
Page #103
--------------------------------------------------------------------------
________________
એવા શાસ્ત્રનો પરિચય તે સશ્રુતનો પરિચય છે. જેમાં આત્મા ગાયો છે. જેમાં આ આત્માના નિસ્વરૂપની મહત્તા ગાઈ છે. એ શ્રુતનો તું આધાર લઈ લે. ભાઈ ! આ ગતિના શ્રત છે તે તો પરિભ્રમણના શાસ્ત્ર છે. આ જીવ ચૌદ રાજલોકમાં જ્યાં જ્યાં પરિભ્રમણ કરે છે એનું વર્ણન છે. એટલે કૃપાળુદેવે કહ્યું, “પૃથ્વી આદિકનું જેમાં વર્ણન છે એવાં શાસ્ત્રો વાંચવાની બદલે, જેમાં આત્મા અને એની ગુણસંપદાનું વર્ણન વધારે છે એવા આત્માદિ અસ્તિત્વનું જેમાં નિરૂપણ છે એવાં શાસ્ત્રોનો તું અભ્યાસ કર.” એને સત્કૃત કહેવાય છે. પણ “માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન.” આ બીજું લક્ષણ. પહેલાનો મત, પોતાનો વેશ, એનાથી જ મુક્તિ થાય એવો આગ્રહ. ‘આગ્રહ મુક્તિ નિદાન.” મારો મત અને મેં જ માનેલો વેશ. હાથમાં કંમડલ છે કે પાત્ર છે, દંડ છે કે રજોહરણ છે, શ્વેતાબંર છે કે દિગંબર છે, નિલાંબર છે કે પીતાંબર છે – આના ઉપર મોક્ષ થાશે કે નહીં એ નિર્ણય કરે છે. બાહ્ય લિંગ, ચિન્હ, વેશ, મુપત્તિ, માળા - એના આધાર ઉપર જીવના મોક્ષનો નિર્ણય થાય ? આ પદાર્થની એટલી તાકાત હોય ? આ સાધનો આત્મા કરતાં સર્વોપરી હોય ? એ સૌથી ઉત્કૃષ્ટ હોઈ શકે ? મોક્ષ એ તો અંતરની દશા છે. “દશા તે દશા છે. વાત તે વાત છે.”
કૃપાળુદેવે કહ્યું છે, “આમ લખ્યું હોય તો મોક્ષ થાય અને આમ ન લખ્યું હોય મોક્ષ ન થાય અને બંને લખ્યું હોય તો? તો પણ જીવની પોતાની યથા યોગ્યતા ન હોય, જીવ પોતે જ્યાં સુધી કષાયથી રહિત ન થાય, રાગ-દ્વેષ જ્યાં સુધી એનામાં હોય, એની પરિણતીથી મુક્ત ન થાય ત્યાં સુધી મોક્ષ સંભવે નહીં. મોક્ષ માળાથી નથી, મોક્ષ ચિન્ડથી નથી, મોક્ષ લિંગથી નથી, મોક્ષ વેશથી નથી, વર્ણથી નથી. મોક્ષ જીવની શુદ્ધતાથી છે. વિષય-કષાયની મલિનતાથી આ જીવ જેટલો શુદ્ધ થાય, એના પોતાના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મના આવરણો જેટલાં દૂર થાય, એટલો આ જીવ મોક્ષની સમીપ છે. નિજ મત અને નિજ વેશ એ તો દેશ, કાળ અને ગચ્છની સમાચારી છે. એ બધાં જ પોતાને સ્થાને યોગ્ય છે. કારણ કે ઉત્તમ નિમિત્ત વિના ઉત્તમ ભાવ પણ પ્રદર્શિત થતા નથી. પણ એના કારણે એ ભાવ ના જે સાધનો છે એને સાધ્ય ન માની લેવા. સાધનો ઉત્કૃષ્ટ છે. સિનેમાના થીયેટરમાં બેઠા હોય અને ઉપાશ્રયમાં બેઠા હોય ફરક પડે કે નહીં ? T. V. જોતાં હોય અને જિનેશ્વરની પ્રતિમાના દર્શન કરતાં હોય - ફેર પડે કે નહીં ? પડે જ. જીવના ભાવની ઉત્કૃષ્ટતાના આવા ઉત્કૃષ્ટ નિમિત્તો છે. ઉત્તમોત્તમ સાધનો છે. જે સર્વજ્ઞ ભગવાનોએ અને જ્ઞાની પુરુષોએ કહ્યાં છે. પણ એ સાધનોમાં દેશ-કાળ અનુસાર ભેદ હોય. કૃપાળુદેવે કહ્યું,
‘લિંગ અને ભેદો જે વ્રતનાં રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. મૂળ મારગ..”
પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ સચેલક હતા. મહાવીરનાં સાધુઓ સચેલક અને અચેલક બંને હતા. તો ભાઈ ! અચેકથી જ મોક્ષ એવો આગ્રહ તને કોણે પકડાવ્યો ? આ ડહાપણ ક્યાંથી આવ્યું ? પાર્શ્વનાથના સાધુ તો રંગબેરંગી વસ્ત્રો પહેરતાં હતાં. યુગલિયાના સમયની અંદર આખી વ્યવસ્થા જુદી જ હતી. પાત્રભેદે, દેશભેદે અને કાળભેદ, ધર્મની સાધનાનું જ સ્વરૂપ છે એના મહાન આચાર્યો ગીતાર્થ જ્ઞાનીઓ - એના બાંધા બાંધે છે. તેઓ એના અધિકારી છે. અરિહંતપદ, સિદ્ધપદ પછી આચાર્યપદની
E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 103 GિE
Page #104
--------------------------------------------------------------------------
________________
સ્થાપના કરી છે. આ આચાર્યોએ કામ અનુસાર મુમુક્ષુઓને મોક્ષ માર્ગ બતાવવા માટે તે સમયને અનુસાર ભેદ પાડ્યા હોય.
પણ આ બધા જ સાધન છે, બધા જ નિમિત્ત છે. પણ આ સાધન છે, વ્રતના ભેદ છે, લિંગ છે, ચિન્હ છે, એમાં દોષ નથી. પણ એ સાધનનો દૂરાગ્રહ થાય એ દોષ છે. એ સાધનનું મમત્વપણું, એમાં થયેલી એકાંત માન્યતા એ જો દઢ થાય અને મારામાંથી મુમુક્ષુતા ચાલી જાય અને મતાર્થીપણું દૃઢ થાય તો એ સાધન મારા માટે ઝેર જેવાં છે. તો આ નિમિત્તનું મહત્ત્વ ક્યાં સુધી ? દેવાનું મહત્ત્વ ક્યાં સુધી ? જો એ મારા રોગને દૂર કરે તો જ. રોગને નિર્મૂળ ન કરે એવું ઔષધ મારે શું કામનું ? ડાયાબીટીશના દર્દીને સાકરની મીઠાશ શું કામની ? સાકરમાં દોષ નથી. પણ એ સાકરથી જો શરીરમાં વિકાર ઉત્પન્ન થાય, એને એ આપત્તિનું કે મરણનું કારણ બને તો એ સાકર પણ ઝેર સમાન છે. એમ આવા સાધનનો આગ્રહ એ મોક્ષના નહીં મતાર્થના કારણ બને છે. “માને નિજ મત વેશનો આગ્રહ મૂક્તિ નિદાન. કપાળદેવે લખ્યું છે, “જીવ મતભેદ આદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી.” સાધન તો સરસ મળ્યાં, નિમિત્ત સરસ મળ્યાં, પણ મતાર્થ અને મતભેદનું કારણ થયાં - અને મતભેદનું કારણ થયાં કારણ કે ગુરુ અસગર હતા. એણે જ બધું દઢ કરાવ્યું. કે આ સાધનથી જ મોક્ષ થાય. બીજી રીતે નહીં. આ નકારની ભાવનામાં ચાલ્યા ગયા. નિષેધાત્મક દૃષ્ટિકોણ દૃઢ કરાવી દીધો. અને એને આ સાચું છે એની મહત્તા વધારે છે પણ એ ધર્મ પામવાનું માહાભ્ય નથી.
અમારો ધર્મ સાચો. અમારા આચારમાં ઘણી જ ઉત્કૃષ્ટતા. બીજાના આચાર શિથિલ છે. આવી જ વાત અને આવા જ આગ્રહમાં જીવ રોકાઈ ગયો. મારા ધર્મના આવા ઉપકરણો ઉત્કૃષ્ટ હોવા છતાં એના અનુયાયીઓમાં મતાર્થ દઢ થાતો હોય અને મુમુક્ષુતાનો નાશ થતો હોય, મારી આત્મગુણ સંપદાનો નાશ થતો હોય તો એ ઉત્કૃષ્ટ ઉપકરણો મને ઉપકારી થાય કે અપકારી થાય ? આ ઉત્કૃષ્ટ સાધન મારા હિતનું કારણ ન થયાં. કારણ કે મારામાં દૃષ્ટિવાદ આપી દીધો. અને જ્ઞાની પુરુષ કહે છે, “કામ-રાગને સમાપ્ત કરવો સરળ છે પણ દૃષ્ટિરાગને મારવો મહા કઠિન છે.’ કામ-રાગ નિર્મૂળ કરી શકાય. પણ આ દૃષ્ટિરાગ ભયાનક છે. પોતાના મતનો, વેશનો, સંપ્રદાયનો, ગચ્છનો, શાસ્ત્રનો – આ દૃષ્ટિરાગ અને એની અંદર બેઠેલો જે દુરાગ્રહ છે - જે પડદો છે. કે આજ સાચું છે” – આ પકડ આત્માનો ગુણ નથી. એ દુરાગ્રહ જીવને મારી નાખે છે. એટલે એનું પરિણામ એ આવે કે એ બીજાનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકે નહીં. બીજાના દોષ જ જોયા કરે.
કોઈ જીવમાં ભદ્રિકતા હોય તો પણ એને ખોટો ઠેરવે કારણ કે એ જીવ પોતાના મતાર્થીના) માર્ગે ચાલતો નથી. સામાયિક આમ જ કરાય, આમ જ બેસાય, આમ જ ઉઠાય. આ ક્રિયા જ જોયા કરે. જીવને ક્રિયા સાથે સંબંધ છે કે ભાવ સાથે સંબંધ છે ? આ સાધન જો ઉત્કૃષ્ટ હોવા છતાં મતાર્થીપણું જો દઢ કરતાં હોય તો મને ઉપકારી નથી. “શ્રી જિને સહસ્ત્રાગમે ક્રિયાઓ કહી છે. આ બધા આચારના બાંધા બીજા જ્ઞાની સિવાય કોઈ અજ્ઞાનીએ નથી આપ્યા. કારણ કે આપણી આખી વાતનું કેન્દ્ર જ્ઞાની પુરુષ છે. અને લોકો ધર્મમાં ચાલનારા છે તેની જ આ વાત છે. આપણને જે મતાર્થ પ્રાપ્ત થયો તે ધર્મમાંથી જ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ... 104
=
Page #105
--------------------------------------------------------------------------
________________
થયો. કારણ કે આપણે અસદ્ગુરુની ઉપાસનાના રવાડે ચડી ગયા. મતમતાંતરમાં પડી ગયા. ધર્મના સ્વરૂપને ભૂલી ગયા. વિતરાગ ભૂલાયો, અને વિતરાગની બાહ્ય વિભૂતિના ઐશ્વર્યો, ચમત્કારો એ યાદ રહી ગયું. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, આમાં આપણે પડી ગયા. મહારાજ સાહેબને પણ પૈસા દઈ આવે, પરિગ્રહમાં પાડે. આ કહેવાતા ધર્મના ધારકો અને તારકો, ધર્મના ધુરંધરો એવા શ્રાવકો - આ બધી ભ્રાંતિમાંથી નીકળવું પડશે. મુમુક્ષુ સમુદાયે આ બધામાંથી પોતાની જાતને કાઢી લેવી પડશે. કારણ કે એને આત્માર્થી બનવાનું છે.
લહવું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.
(૨૮)
વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી અને હું વ્રતધારી છું.’ એવું અભિમાન ધારણ કર્યું છે. કવચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ્ય બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે ૫૨માર્થ ગ્રહણ કરે નહીં.
આ મતાર્થી જીવ વૃત્તિના સ્વરૂપને જાણતો નથી, વ્રતનું અભિમાન લઈને બેઠો છે, ૫૨માર્થ ગ્રહણ કરતો નથી. કારણ લેવા લૌકિક માન’. એને લૌકિક માન જોઈએ છે. જીવ જો એક સાદું કે સાચું વ્રત કરે તો એમાં મનગુપ્તિ આવે. કોઈને કહેવાય નહીં. મારી અંતરંગની ગમે તેટલી સાધના હોય એને મારાથી બહાર પ્રકાશિત ન કરાય અને સાધનાનું એક રહસ્ય છે, કે જેટલી જેટલી સાધના આપણે કરતા હોઈએ, એમાં આપણને જેટલી ઉપલબ્ધિ થાય, એનો જેટલો લાભ થાય, અને આત્મતત્ત્વની જેટલી જેટલી અનુભૂતિ થાય, , એ જેટલી પ્રકાશિત કરવામાં આવે એટલું એનું બળ તુટી જાય. જેટલું એનું બાહ્ય મહત્ત્વ બતાવવામાં આવે એટલું એનું બળ તુટી જાય. એનું તેજ વિલય થાય. એ બળ અંદર હોય અને પૂર્ણતાને પામે ત્યારે જ આત્મસ્વરૂપ પ્રકાશે.
એટલે બારમા ગુણસ્થાનક સુધી સાધક આ જ પ્રકારે સાધક રહે છે. માટે તેરમા ગુણસ્થાનકે એનું પૂર્ણ પ્રકાશિત તત્ત્વ ઉદિત થાય છે. એનું આત્મતત્ત્વ, એનું ચૈતન્ય પૂર્ણ પ્રકાશિત થાય છે. ત્યાં સુધીમાં ક્રમશઃ જેટલી લબ્ધિ, ઉપલબ્ધિ, જેટલી શક્તિ, જેટલું સામર્થ્ય, જેટલી સ્થિરતા, જેટલો ધર્મનો પ્રભાવ, કોઈ એવા બોધે, કોઈ એવી સાધનાએ, કોઈ એવા અનુષ્ઠાન આપણા જીવનની અંદર આવે અને આપણને લાગે કે, સ્થિરતા સારી રહે છે. શાંતિ અનુભવાય છે. સમાધિ થાય છે, ધ્યાનમાં વિકલ્પનું પ્રમાણ ઘટે છે – વગેરે જે કંઈ અનુભૂતિ થાય તે પોતાની જાતમાં શમાવી દેવાનું. સિદ્ધિને શમાવી દેતાં શીખવાનું છે.
જે સમજ્યા તે જ શમાયા. અધુરા છે તે છલકાયા.
જીવ એક દિવસ સામાયિક કરે તો બીજે દિવસે જ કહે કે મને લાભ થઈ ગયો. શું લાભ થાય ? બીજા પાસે બોલાય જ નહીં. કોઈ દિવસ પોતાની સાધનાની ઉપલબ્ધિને, સાધનાના તેજને વિલય થવા દેતા નહીં. કેટલાય સાધકો એવા છે જેની સાધનાની દશ વર્ષ પહેલાં ઉત્કૃષ્ટતા હતી, એને જોઈને લાગે કે
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 105
1
Page #106
--------------------------------------------------------------------------
________________
આ જીવ કેટલો અંતર્મુખ છે. પણ એ સાધનાનું માહાસ્ય બતાવવામાં, એના ગુણગાન કરવામાં, એની મહત્તામાં સાધનાનું તેજ વિલય થઈ ગયું. બહિર્મુખ વૃત્તિ જોર કરી ગઈ. કેટલા પ્રયાસ પછી અંતર્મુખતા આવી હતી. તે અંતર્મુખતા ચાલી ગઈ, સાધનાનો પ્રભાવ હતો, એ સાધનાના ફળને એણે બહાર પ્રકાશિત કર્યું. ભગવાન કહે છે, વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને વ્રતના અભિમાનને લઈને બેઠો છે. એક નાના વ્રતનું - ચોવિહાર કે નવકારશી જેવા વ્રતનું પણ એને અભિમાન છે. ગામ આખામાં ગાજતો ફરે. આ જીવને ચોવિહાર છે એવું બતાવ્યા વિના ચેન પડે નહીં અને કોઈ પૂછે નહીં ત્યાં સુધી મજા આવે નહીં. ત્રણ ઉપવાસ કરે અને ત્રણ દિવસ સુધી કોઈ શાતા ન પૂછે તો આ જીવને અશાતા, અશાંતિ, અજંપો થઈ જાય. આ તપ શાંતિ કે સમાધિ માટે કરવાનું છે તો આકુળતા કેમ આવી જાય છે ? ઘરમાં કોઈ શાતા ન પૂછે તો જીવ બેબાકળો બની જાય. નાના એવાં વ્રતના પણ અભિમાનમાં રહેલો આ જીવ તપને પચાવી શકતો નથી. સાધનાને પચાવી શકતો નથી. આત્માના અદ્દભુત ગુણ, આત્માની અદ્ભુત શક્તિ, આત્માનો મહદ પ્રભાવ, જોગ જીવનમાં ઉત્પન્ન થાય. નાનું એવું તપ, દૃષ્ટિ સિદ્ધિ, સ્પર્શ સિદ્ધિ, નવનિધિ અને અષ્ટ મહાસિદ્ધિ જીવનમાં જાગૃત કરે. સમયે સમયે શુદ્ધ ભાવથી કરેલી આરાધના, એક નમસ્કાર મંત્ર ભવ સાગરને પાર પમાડે. એવી તાકાત જૈન દર્શનના યોગમાં છે. એક સામાયિક મોક્ષનું કારણ છે. એક નમસ્કાર જીવને તારી દે. આચાર્ય સિદ્ધસેન દીવાકરસૂરિશ્વરજી મહારાજે આ શ્લોક લખીને મહત્તા આપી છે.
इक्कोवि नमुक्कारो जिणवर :स्स वर्धमाणस्स,
संसार सागराओ तारेई नरं वा नारी वा. કે જિનેશ્વર વર્ધમાન સ્વામીને એક સાચા અંતઃકરણના ભાવથી કરેલો રૂવિ નમુવારો, - એક જ નમસ્કાર, એ નર હોય કે નારી અને સંસાર સાગરથી પાર કરાવી દે છે. જીવ નક્કી કરે કે હું હજાર ખમાસણા કરીશ. ભાઈ ! તું ભાવથી એક જ નમસ્કાર કર તો બસ છે.
બે વૈજ્ઞાનિક ફરવા નીકળ્યા. એક ગણિતશાસ્ત્રી અને બીજો ખગોળશાસ્ત્રી. બંનેએ વિચાર કર્યો કે આ ધરતીપૃથ્વી) અને આકાશ વચ્ચે અંતર કેટલું ? એટલે ગણિતશાસ્ત્રીએ હિસાબ માંડીને જવાબ આપ્યો કે ‘આટલું'. પછી ખગોળશાસ્ત્રીએ કહ્યું કે, એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી એમ માછલીઓ ગોઠવતા જઈએ તો કેટલી માછલી જોઈએ કે આપણે આકાશને અડી શકીએ ? એટલે ગણિતશાસ્ત્રી માછલીનો હિસાબ કરવા માંડ્યો. એણે કહ્યું, ‘કાગળ-પેન્સિલ જોઈએ. એના વિના આટલો મોટો સરવાળો, ગુણાકાર નહીં થાય.” કાગળ-પેન્સિલ લાવ્યા તો કહે હવે મારે કેક્યુલેટર જોઈએ. એના વિના નહીં થાય. જીવની દશા તો જુઓ. એના બધા જ ગણિત કેક્યુલેટરના આધાર ઉપર છે. ૨ + ૨ = ૪, કેક્યુલેટર કહે તો જ સાચું. – એટલે અહીં ગણિતશાસ્ત્રીએ કહ્યું કે હવે હું ગણિત માંડીને સાંજે કહીશ. એટલે ખગોળશાસ્ત્રીએ કહ્યું, “ભાઈ ! હિસાબ માંડવો રહેવા દે. આમાં અસંખ્ય માછલીની જરૂર નથી. One is quite enough if it is a long enough.’ એક જ માછલી બસ છે જો એ લાંબી હોય તો. એની
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 106
Page #107
--------------------------------------------------------------------------
________________
ઊંચાઈ અહીંથી આકાશને અડી શકે એવી હોય તો એક જ માછલી બસ છે. પછી આમાં તારે વધારે ક્યાં જરૂર છે ?
એમ આ વ્રત. એક સામાન્ય-નાનું એવું વ્રત બસ છે. એક માષ-તુષ કરતો ઋષિ કેવળજ્ઞાનને પામે. એક કોળિયા લેતો કડગડુ મુનિ કેવળજ્ઞાનને પામે. ભાવની મહત્તા છે. જૈન દર્શન ભાવ ઉપર બિરાજમાન છે. વૃત્તિ તમારી શાંત થઈ છે કે નહીં ? શિષ્ય ગુરુને કહ્યું કે, “હે પ્રભુ ! તમે રોજ આ જૈનશાસનના પ્રવચનની વાત કરો છો પણ આ દ્વાદશાંગી, જેમાં અગિયાર અંગ અને બાર ઉપાંગ છે. આ વાત અમારી સમજમાં આવે એમ નથી. સર્વજ્ઞનો બોધ આવો કઠિન ! જેના પર આ ગણધરોએ દ્વાદશાંગી રચી છે તે અમે કાંઈ સમજી શકીએ એમ નથી.” ગુરુએ કહ્યું, ‘લ્યો, અમે તમને તેનો સાર કહીએ છીએ. વૃત્તિઓને શાંત કરવી.” આ દ્વાદશાંગીનો સાર. વૃત્તિઓ બે પ્રકારની છે. (૧) બાહ્ય વૃત્તિ, (૨) અત્યંતર વૃત્તિ – બાહ્યવૃત્તિ એટલે આત્મામાંથી બહાર વર્તવું તે. (૨) આત્મામાં પરિણમવું, આત્માની અંદર શમાવું તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થાય તો અંતરવૃત્તિ રહે. જીવ બહાર કયાં સુધી ભમેબહારનું મહત્ત્વ હોય તો. મહત્ત્વ ન હોય તો જીવની વૃત્તિ અંદરમાં જ રહે.
આપણે વાંચતા હોઈએ અને બહાર બેન્ડવાજા વાગે તો વૃત્તિ બહાર જાય. કારણ કે એનું મહત્ત્વ લાગે છે. સીધો હિસાબ છે. જો એનું મહત્ત્વ ન હોય તો વૃત્તિ અંદર જ રહે. આ વૃત્તિ ઉઠે છે તો બહારના માહાભ્યને કારણે. ક્રિકેટનું માહાભ્ય લાગે તો સામાયિકને માળા જીવ પડતા મુકી દે છે. માળામાં એટલી એકાગ્રતા થઈ હોય પણ બહારનું માહાભ્ય એ લીનતા તોડાવી દે છે. કેવી દશા છે ! “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું'. પદાર્થનું તુચ્છપણું ન ભાસે ત્યાં સુધી વૃત્તિ બાહ્યમાં ફરે. તે બાહ્ય વૃત્તિ. અને આત્માની રમણતા ! પોતાના
સ્વરૂપની રમણતા ! શાંતિ ! સમાધિ ! સ્થિરતા ! એનો અનુભવ. એનું મહત્ત્વ અધિક. મને શાંતતા પ્રાપ્ત થાય. મારી વૃત્તિઓ શાંત થાય. તો એ કહે છે કે એ અંતર્વતિ છે. માટે દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિ બહાર જતી ક્ષય કરવી અને અંતર્વતિને અંદર આરાધના કરવી. એ જ જ્ઞાનીની આજ્ઞા છે. ઉપદેશછાયામાં આજ્ઞા આપી છે, “જે જે વૃત્તિ સ્ફરે, જે જે ઇચ્છા કરે, તે આશ્રવ છે. તે તે વૃત્તિનો વિરોધ કરે તે સંવર છે.” સંવરનું સીધું ગણિત-ઉઠતી વૃત્તિનો નિરોધ કરવો કે નહીં, મારે નથી જોઈતું. ઘડીભર કદાચ અચકાટ થશે કેમ કે અનાદિના સંસ્કાર જોર કરે છે. પણ છતાં ઉપયોગની જાગૃતિ રાખે કે નહીં – આ અત્યારે નથી કરવું. આ ધર્મ આરાધનાનો સમય છે. અને ન કર્યું તો વૃત્તિનો વિરોધ થયો. આ સંવર. તત્ત્વજ્ઞાન સાંભળવા શું જાશે ? કે આશ્રવ શું? ને સંવર શું ? અંદર વૃત્તિ ઉછળી, ઇચ્છા થઈ તે આશ્રવ. અને તે વૃત્તિનો વિરોધ કરી આત્મા ધ્યાનની પ્રવૃત્તિમાં રહ્યો તો સંવર. ‘અનંત વૃત્તિઓ અનંત પ્રકારે ફુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. દરેક પદાર્થને વિશે ફુરાયમાન થતી બાહ્ય વૃત્તિઓને અટકાવવી. અને તે વૃત્તિના પરિણામને અંર્તમુખ કરવા.”
અહીં જ્ઞાની પુરુષો બતાવે છે કે લૌકિક માનને કારણે આ જીવ, આ રીતે, પરમાર્થની આરાધના કરતો નથી. પરમાર્થ નથી પકડતો એ વૃત્તિ અને વ્રતના નિયમની અંદર, વ્રતમાં લૌકિક માનમાં લેપાઈ જાય છે. અને પોતાનો આત્માર્થ ચૂકી જાય છે.
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 107 E
Page #108
--------------------------------------------------------------------------
________________
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. (૨૯) અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ટ’ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચય નયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્દગુરુ, સશાસ્ત્ર તથા વૈરાગ્ય વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈ સાધન રહિત વર્તે.
આ મતાર્થી જીવની મુશ્કેલી તો જુઓ. કહે છે નિશ્ચય નયની વાતો શબ્દમાં ગ્રહણ કરે. એની IDictionary ઘણી ઉંચી. આત્મજ્ઞાન ઓછું પણ ભાષા ઊંચી. એવા High શબ્દો હોય કે કોઈને ન સમજાય એટલે એ સમજે કે મારું જ્ઞાન ઘણું ઊંચું, હું ઘણું જાણું છું. આવો એક મિથ્યા અહંકાર અંદર કામ કરતો થઈ જાય. એને માત્ર શબ્દો ગ્રહણ કરવાં છે. બીજું કાંઈ તો ગ્રહણ કરવુ નથી. ‘સમયસાર’ કે યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. માત્ર કહેવા રૂપે, અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્દગુરુ, સશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. અને “લોએ સવ્યવહારને.” બધી જ શુદ્ધ ક્રિયાઓ, બધા જ સદ્વ્યવહાર, બધા જ સાધનો અને બધી જ પ્રકારની સાધના એનો નિષેધ કરે. એમ કહે કે, “એ બધું તો બાહ્ય છે.” આ મતાર્થીનું અપલક્ષણ છે. સારા શબ્દો પ્રાપ્ત થયા એટલે સવ્યવહારનો લોપ કર્યો, અને વ્યવહારને લોપ કરવાથી તીર્થનો લોપ થાય છે. માર્ગનો લોપ થાય છે. તત્ત્વ તો ઊભું રહે છે. પણ તે તત્ત્વ પામવું કેવી રીતે ? અનંતા તીર્થકરો, અનંતા જ્ઞાનીઓ જે માર્ગે સાધના અને આરાધના કરીને ગયા. અને એના કારણે એવું જે શાશ્વતું તીર્થ અને શાશ્વતો ધર્મ સ્થપાયા એનો એણે વ્યવહારથી લોપ કર્યો. ' અરે ! ધર્મ તો એવો સિક્કો છે કે જેની એક બાજું તત્ત્વ છે અને બીજી બાજુ વ્યવહાર છે. આવું ધર્મનું સ્વરૂપ છે. ઉત્કૃષ્ટ તત્ત્વ અને ઉત્કૃષ્ટ આચાર (વ્યવહાર). એ બંનેનો સમન્વય ત્યારે જ ધર્મ કહી શકાય. ધર્મની વ્યાખ્યા જ એ છે કે જે આત્માને સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, ધર્મ જીવને પડતો અટકાવે, એવી કોઈ સાધના, એવો કોઈ વ્યવહાર, એવી કોઈ જીવનમાં શુદ્ધ ક્રિયા કે જેના અવલંબનથી જ્યાં સુધી આ જીવ દેહ યુક્ત છે, યોગ યુક્ત છે, ત્યાં સુધી એ યોગ જીવને બંધના હેતુ છે – માટે એ શુદ્ધ ક્રિયા વડે જીવનમાં સ્થિરતા રાખે. કપાળદેવ કહે છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ – ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની.” એ દેહથી ભિન્ન એવા ચૈતન્યનું જ્ઞાન થયા પછી પણ મન-વચન-કાયાના ત્રણે યોગની સ્થિરતા કરવાની છે. અને ત્યારે ચોથા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધીનો આ ગુણસ્થાનક આરોહણ ક્રમ જ્ઞાની પુરુષોએ અભુત રીતે જૈન દર્શનમાં કહ્યો છે.
જૈન યોગ છે. જૈન યોગને પણ સમજવો પડે. કે જ્ઞાની પુરુષ માટે પણ સાધના કેવી કઠિન કીધી છે. અને આ તો હજી વિચારદશામાં નથી ત્યાં સવ્યવહારનો લોપ કરી દીધો, સાધન બધા બાજુએ મુકી દીધાં, અને કહે છે કે સાધનાની કોઈ આવશ્યકતા નથી. આ બધું મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, કોલાહલ છે,
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 108 E
Page #109
--------------------------------------------------------------------------
________________
આવું તો અનંતવાર કર્યું - એમ બફાટ કરવા મંડ્યો. આ જીવને મુક્તિ મેળવવાનો માર્ગ નથી. ભગવાન કહે છે કે, “સાધનરહિત થાય.” જીવ જ્યારે સાધન રહિત થાય છે, ત્યારે એની દશા શું થાય ? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કારીગર હોય, જાણતો હોય બધું, પણ સાધન ન હોય તો કામ શું થાય ? ‘અસ્ત્રા વિનાનો હજામ અને ફરસી વગરનો સુથાર' શું કામના ? એમ આની પાસે જ્ઞાન ઘણું ઊંચું છે - પણ હથોડા વિનાના લુહાર’ જેવો ઘાટ થાય છે.
જ્ઞાની પુરુષ કહે છે, “જે જીવો બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપવામાં, એને લોપવામાં જ મોક્ષમાર્ગ સમજે છે - આની સમજણ જ એકાંતિક અને અધુરી, અને પાછી દુરાગ્રહ યુક્ત – તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે.” (પ-૪૨૨) સાચી સમજણ છે નહીં અને હાથમાં શબ્દો આવી ગયાં છે, અને માર્ગનો લોપ કરવામાં પ્રવૃત્તિ કરે છે. જે તીર્થકરોએ તીર્થની સ્થાપના કરી - તે આ પામર માર્ગનો ઉચ્છેદ કરવાની શરૂઆત કરી. આ જ રીતે જીવ અનંતાનુબંધી કર્મ બાંધે છે. તે તીર્થકરના માર્ગનો જે જીવ લોપ કરવા નીકળ્યો છે તેને અનંતાનુબંધી સિવાય બીજું શું બંધાય ? પત્રાંક૫૧૩માં ભગવાન કહે છે કે, “મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. અને તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર, સત્સંગ, સતુશાસ્ત્ર અને સદ્ગત – એ ઉત્તમ સાધન છે.” “સપુરુષના આશ્રયે આ સાધન કરે તો એ સાધનો મહાઉપકારના હેતુ છે.” એમ ઉપદેશછાયામાં ભગવાન કહે છે. સાધન તો ઉપકારી છે. સાધન છોડી દઈશ તો તારી પાસે કાંઈ નહીં બચે. સાધન માત્ર આશ્રયે લેવાના છે. તારા સ્વચ્છંદથી કરીશ તો એ સાધન પણ તને હિતકારી થશે નહીં.
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ;
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. (૩૦) તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે.”
આ બીજીવાર બૂડવાની વાત આવી. ઓલા અસદ્દગુરુ મહામોહનીય કર્મથી ભવસાગરમાં ડૂબે. આ મતાર્થીજીવ પણ પાછળ ભવસાગરમાં ડૂબે. આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. કારણ કે જ્ઞાનદશા પામે નહીં, અને સાધનદશા તો છોડી દીધી છે. (વોસરાવી દીધી છે.) ભગવાન કહે છે, ફક્ત તે જીવ જ નહીં પણ તેનો જે સંગ કરે - ભાઈબંધી કરે તે પણ ભવમાં બૂડે. ભગવાન કહે છે, જેણે સદ્વ્યવહારનો લોપ કર્યો છે અને નિશ્ચયનયને માત્ર શબ્દમાં ગાયો છે. એના માટે અમારે કાંઈ કહેવા જેવું રહેતું જ નથી. પણ એનો સંગ જે કરે તે પણ બૂડે ભવજળ માંહી.
એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. (૩૧)
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 109 E
Page #110
--------------------------------------------------------------------------
________________
‘એ જીવ મતાર્થમાં જ વર્તે છે, કેમ કે ઉપર કહ્યાં જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનુ-અધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે ગણાય.”
આ જીવ પણ પોતાના માનકષાયને પોષવા માટે પરમાર્થને પામી શકતો નથી. નિજમાન’. બધા જ અપલક્ષણના મૂળમાં માને છે. સ્વચ્છેદ છે. એ અનુ-અધિકારી બને છે. મતાર્થી જીવને પરમાર્થ પામવાનો અધિકાર મળતો નથી. અને અધિકાર વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી.
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૩૨) ‘જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્ય-અસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળો મોક્ષમાર્ગને પામવા યોગ્ય - એવું તેનું ભાગ્ય ન સમજવું.”
આ મતાર્થી જીવના દુર્ભાગ્યની શું વાત કરવી ? આ ધર્મમાં આવેલા જીવની વાત છે – જેના કષાય હજુ ઉપશાંત થયા નથી, કષાયોનું શમન નથી, અંતરંગની અંદર, ચિત્તમાં જે વૈરાગ્ય જોઈએ તે વૈરાગ્ય નથી, સત્યને સ્વીકારવામાં જેને સરળતા નથી. જ્ઞાની પુરુષે જે આશય કહ્યો છે, હેત કહ્યો છે, રહસ્ય કહ્યું છે તે સ્વીકારવાની જેને સરળતા નથી. અને મધ્યસ્થતા નથી. જે વાત જુદા જુદા પ્રકારે જે રીતે કહેવામાં આવી છે તેનું કારણ એકી સમયે બધું એક સાથે કહી શકાતું નથી. સત્ય, સંપૂર્ણપણે એક જ સમયે પ્રકાશિત થઈ શકતું નથી, કારણ કે સત્ય પૂર્ણ છે પણ વાણીનો યોગ અપૂર્ણ છે. તીર્થકર ભગવાન પણ જે સ્વરૂપને સંપૂર્ણપણે ન કહી શક્યા, વક્તવ્યપણે જેટલું કહેવાયું તે જ કહ્યું. અવક્તવ્ય તો અવક્તવ્ય જ રહ્યું કારણ ‘અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” તો પછી સામાન્ય જગતના જીવ જે કહે તેમાં અધૂરપ કે ઉણપ હોય જ. માટે મધ્યસ્થસ્તા રાખવી. કે આ જે કંઈ કહેવામાં આવ્યું છે અને હું જે જાણું છે તે તો પૂર્ણ જ્ઞાનના અંશરૂપે છે. બીજું પણ સત્ય છે. આવો એને દૃઢ નિશ્ચય થવો જોઈએ. મતાર્થી જીવે આ દુર્ભાગ્યમાંથી બહાર આવવું જોઈએ.
લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ;
હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. (૩૩) ‘એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાનો હેતુ એ છે કે કોઈપણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવના લક્ષણ કહીએ છીએ : તે લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખ સામગ્રીના હેતુ છે.’
છેલ્લે પરમકૃપાળુદેવ કહે છે, આ મતાર્થીના લક્ષણ અમે કહ્યાં, આવા કરુણાવંત જ્ઞાનીએ પણ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 110 EF
Page #111
--------------------------------------------------------------------------
________________
આપણને આકરી લાગે, ન ગમે, થોડીક આપણને ખૂંચે એવી ભાષામાં કહ્યાં. એવી વાણીમાં કહ્યાં કારણ કે આ મતાર્થીના લક્ષત્ર તારામાં હોય તો કાઢવાના છે. મનાઈ જાવા કાજ.' તારામાંથી આ મતાર્યના લક્ષણો જાય. (અમે જાવાની વાત કરી છે. જોવાની વાત નથી કરી.) એટલા માટે કીધાં છે. અને હવે આત્માર્થીના લક્ષણો તને કહું છું. કા૨ણ કે તે લક્ષણો આત્માર્થી જીવને સુખ-સાજ છે. સુખની સામગ્રી છે. સુખનાં સાજ છે. જેની અંદરથી સુખ પ્રાપ્ત થશે એવા આ લક્ષણો છે. એવા આ આત્માર્થીના લક્ષણ તું પ્રાપ્ત કર. અને જે મતાર્થીના લક્ષણો તારામાં છે - અને પાછો એ લક્ષણોનો તને દુરાગ્રહ બંધાઈ ગયો છે તે લક્ષણોથી તું વિમુક્ત થા. મતાર્થીના લક્ષણો આપણે આ સ્વાધ્યાયથી જાણ્યા. તો હવે તેથી વિમુક્ત થઈએ અને જ્ઞાનીની આપણા ઉપર અનંત કૃપા વરસો !
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 111
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૬
આત્માર્થી લક્ષણો
1 ગાથા ૩૪થી ૪૨) 0.
અનંતી કૃપા જ્ઞાનીપુરુષોની આ જીવ ઉપર છે કે જે જ્ઞાની પુરુષોએ આ અનાદિના પરિભ્રમણમાં અનંત દુઃખ પામતા એવા જીવને મુક્તિનો માર્ગ બતાવ્યો. આ કાળમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ, આપણી ગરવી ગુજરાતી ભાષામાં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા, જગતના જીવોને આ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી. એ આત્મસિદ્ધિના જુદા જુદા અધિકાર ઉપરની આપણી વિચારણા ચાલુ છે. જગતના જીવો, જેને આત્મા પ્રાપ્ત કરવો છે, મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેના, કૃપાળુદેવે બે પ્રકાર કહ્યાં – (૧) આત્માર્થી (૨) મતાર્થી. બંને આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને એવા મતાર્થી જીવમાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનો સમાવેશ થાય છે. એવા મતાર્થી જીવના ભગવાને અઢાર લક્ષણ આપણને કહ્યાં છે કે, (૧) જ્ઞાન વગરનાં બાહ્ય ત્યાગીને ગુરુ માને, (૨) કુળ અને મત સંપ્રદાય ગુરમાં મમત્વ રાખે, (૩) જિનેશ્વરના દેહ અને સમવસરણ આદિ વિભૂતિથી જ જિનનું ઓળખાણ કરે, () સદ્દગુરુના યોગમાં વિમુખ બને, (૫) નિજમાનના હેતુએ અસદ્દગુરુને દૃઢ કરે, (૬) ગતિ, યોનિ વગેરેના ભેદ ભાંગાને શ્રુતજ્ઞાન સમજે, (૭) મુક્તિ માટે પોતાના જ મત, માન ને વેશનો આગ્રહ રાખે, (૮) વૃત્તિના સ્વરૂપથી તદ્દન અજાણ, (૯) વ્રતના અભિમાનથી યુક્ત, (૧૦) લૌકિક માનના હેતુએ વ્રતનું અગ્રહણ, (૧૧) શબ્દોમાં જ સિદ્ધાંતોની વાતો જાણે, (૧૨) વ્યવહાર માર્ગનો લોપ કરીને સાધન રહિત બને, (૧૩) જ્ઞાનદશા નહીં પામવા યોગ્ય એવું અનઅધિકારીપણું, (૧૪) સાધનદશા જેણે ગુમાવી દીધી છે એવું અનઅધિકારીપણું, (૧૫) એ જીવના દુર્ભાગ્યની અંદર, કષાયનું ઉપશમન નહીં, (૧૬) અંતરમાં વૈરાગ્ય નહીં, (૧૭) જીવમાં કોઈ સરળતા નહીં અને (૧૮) વિચારમાં કોઈ મધ્યસ્થતા નહીં – એવાં અઢાર અવગુણથી યુક્ત એ મતાર્થી જીવના લક્ષણોની આપણે વિચારણા કરી. ભગવાને આ અઢાર અવગુણ એટલા માટે કહ્યાં કે જીવોનો મતાર્થ જાય. અને હવે આત્માર્થી જીવના લક્ષણો કહે છે. જેનાથી જીવ આત્માર્થને પામે. કયા જીવમાં આત્માર્થનો નિવાસ થાય ? તો કે ભગવાને કહ્યાં છે એ લક્ષણોમાં જીવની સ્થિતિ નિર્માણ થાય તો ત્યાં આત્માર્થ પ્રગટ થાય. એવાં ક્યાં લક્ષણો એવી કઈ ગુણસંપદા પ્રાપ્ત કરીએ તો જીવમાં સાચો આત્માર્થ પ્રગટે ?
તો હવે આત્માર્થીના લક્ષણો વિચારીએ.
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 112 Gિ
Page #113
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. (૩૪)
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે, નું સંમતિ પાસદ તું મોતિ પાસ' – જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાત્રે એમ આચારંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાન રહિત હોય તો પણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે.’
ભગવાન કહે છે કે, “આત્મજ્ઞાન જ્યાં છે એને જ ગુરુ માનવા. આત્માર્થી જીવનું પહેલું લક્ષણ એ કે એવા ગુરુનો શોધ કરે કે જેને આત્મજ્ઞાન છે. સ્વરૂપમાં જેની સ્થિરતા છે, પોતાના નિજ ભાનની અંદર જે સ્થિર થયો છે એવો પુષ, એ જ ગુરુ મનાવાને યોગ્ય છે એ જ સાચો ગુરુ છે. તે સાચા ગુરુ હોય.’ સાચા ગુરુ વિના સાચા દેવનું ઓળખાણ ન થાય. સાચા ગુરુ વિના સાચા ધર્મનું સ્વરૂપ આપણે સમજી ન શકીએ. આ ગુરુ જ એવા છે કે જે દેવને ઓળખાવે છે. અને એની પ્રાપ્તિના માર્ગ માટે ધર્મનું સ્વરૂપ બતાવે છે. માટે પહેલી પસંદગી એ કરવાની છે કે ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.” મુનિપણું એટલે પ્રયોજન વિના બોલવું જ નહિ એ મુનિપણું. રાગ-દ્વેષ, અજ્ઞાન વિના યથાસ્થિતિ વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલવું પડે તો તે મૌનપણું જ છે. ગુરુનો ઉપદેશ એ મૌનપણું છે. કારણ કે તે રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત છે. તો આવા સાચા ગુરુને માનવા. જિન શાસનની અંદર ત્રણ પ્રકારનાં ગુરુ કહ્યાં, પથ્થર જેવા ગુરુ, કાગળ જેવા ગુરુ અને કાષ્ઠ સમાન ગુરુ પથ્થર જેવા ગુરુ તો પોતે પણ બૂડે અને બીજાને પણ બૂડાડે. કાગળ જેવા ગુરુ થોડી વાર તરે. પણ કાંઈ લાંબુ ટકે નહીં. પણ કાષ્ઠ સ્વરૂપ ગુરુ પોતે તરે અને બીજાને પણ તારે.
તિનાણું, તારયાણં, બુદ્ધાણં બોહિયાણું, મુત્તાણં મોઅગાણું.’
આ સનું લક્ષણ જૈન દર્શનમાં છે. જે સ્વયં તરે છે, અન્યને તારે છે, જે સ્વયં બૌધિ ને પ્રાપ્ત થયા છે, અન્યને પ્રાપ્ત કરાવે છે, જે મુક્ત થયા છે અને અન્યને મુક્ત કરાવી શકે છે. આવું જેનામાં તા૨ક બળ છે એ ગુરુ છે. એ સાચા ગુરુ છે. જે તારે તે તીર્થ. એવા તીર્થંકર - કે જેનામાં જગતના જીવોને તારવાનું સામર્થ્ય છે. માત્ર પોતે તરી જાય તે તો શ્રુત કેવળી આપણે ત્યાં કહ્યાં છે. પણ તીર્થંકરની વિશેષતા એ છે કે તે તીર્થંકર પણ અરિહંત, એ અરિહંતની વિશેષતા એ છે કે એમાં એવી વિભૂતિના ગુણો હોય છે કે જે ગુણોને લીધે એ જગતના જીવોને તારવાનું સામર્થ્ય ધરાવે છે. આવા તારક પરિબળવાળા ગુરુ એ જ સાચા ગુરુ હોય. બાકી કુળગુરુની કલ્પના તો આત્માર્થી જીવ લક્ષમાં લેતો નથી. કુળના ગુરુ, મતના ગુરુ, સંઘાડાના ગુરુ, ગચ્છના ગુરુ, પરંપરાના કારણે ગુરુ એવા ગુરુની ‘કલ્પના પણ આત્માર્થી નહિ જોય.’ કારણ કે જ્ઞાનની અપેક્ષાએ બધું કાલ્પનિક છે. પરમાર્થીની અપેક્ષાએ આ બધું કલ્પના છે. કલ્પના એટલે માત્ર પોતાના મનની ધારણા - ઉપજાવેલી વાત. એમાં કાંઈ સત્ નથી. એને કલ્પના કીધું છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 113
Page #114
--------------------------------------------------------------------------
________________
આત્માનો અર્થી - આત્માર્થી - જેને આત્મા પ્રાપ્ત કરવો છે તે પુરુષ કુળગુરની કલ્પના ન કરે. કપાળુદેવ કહે છે કે “કલ્પિતભાવમાં ક્યાંય ભૂલ્યા જેવું નથી.” આવા કુળના ગુરુ, મતના, ગચ્છના, સંપ્રદાયના ગુરુની કલ્પનામાં સાચો આત્માર્થી જીવ - ક્યાંય રોકાતો નથી.
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્ત આજ્ઞાધાર. (૩૫) પ્રત્યક્ષ સદ્દગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાતુ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્દગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદ્દગુરુ યોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્દગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્દગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિત પણે વર્તે.”
આ આત્માર્થી જીવનું લક્ષણ. એ પ્રત્યક્ષ સદ્દગુરુની પ્રાપ્તિને પરમ ઉપકાર માને. હજરાહજુર, વિદ્યમાન, પ્રત્યક્ષ, દેહધારી, રૂબરૂ, એવા સદ્દગુરુની પ્રાપ્તિ જો થાય તો એ જીવ સમજે કે મારા જીવનમાં આ પરમ ઉપકાર થયો છે. પૈસો, ધન-સંપત્તિ, માન-પદવી મળે, પૂજા-સત્કાર થાય, સન્માન સમારંભ થાય, આ જીવનનો ઉપકાર નથી. બહોળું કુટુંબ, લાડી, વાડી, વજીફા, આ જીવનનું કોઈ સાર્થક્ય નથી. આ કોઈ ઉપકાર નથી. આમાં જીવનું કોઈ મંગલ, કે કોઈ કલ્યાણ થાય એમ નથી. ૬૦-૭૦ વર્ષના જીવનમાં આવો પરિગ્રહ-માન કે પ્રશંસા મળશે પણ જીવન તો પુરું થશે. કારણ કે એ બધું દેહાધિન છે.
આયુષ્યનો યોગ પૂરો થયે, આ તારી રચેલી દુનિયા, આ કલ્પનાની અને સપનાંની દુનિયા, બધું ભસ્મીભૂત થઈ જશે. એ જ પદવી, એ જ બધા સન્માન પત્રો એમને એમ પડ્યાં રહેશે. અને પસ્તીના ભાવમાંય કોઈ લેવા તૈયાર થાશે નહીં. “આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા’. આ તો મનુષ્યભવ મળ્યો છે, પંચેન્દ્રિયપણું છે, સંજ્ઞીપણું છે, કંઈક સમજ છે અને કંઈક આત્માનું કલ્યાણ કરવાની ભાવના હોય અને સદ્ગુરુની જો પ્રાપ્તિ થાય તો એના જેવો જીવનમાં બીજો એકે ઉપકાર નથી. કોઈ માર્ગ બતાવનાર મળી જાય. ભૂલો પડેલો મુસાફર રઝળતો હોય, આથડતો હોય, કુટાતો-પીટાતો હોય અને ગ્રીષ્મના તાપથી શ્રમિત થઈ ગયો હોય, થાકી ગયો હોય, શરીર કામ ન કરતું હોય, લોથપોથ થઈ ગયો હોય, એ સમયે કોઈ ભોમિયો મળી જાય તો ? એ ભોમિયો માર્ગદર્શન કરી મુકામે પહોંચવાનો માર્ગ બતાવે એના જેવો ઉપકાર કોનો ?
એમ જો પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ થાય તો આ છે મુમુક્ષુ-આત્માર્થી છે એ એને પરમઉપકારનું કારણ ગણે છે. મારા જીવનમાં બાકી બધા તો લૌકિક ઉપકાર કરે. આ તો અલૌકિક ઉપકાર કરે. બાકીના જગતના જીવો જે ઉપકાર કરશે તે તો આ દેહ પૂરતો જ, આ આયુષ્ય પુરતો જ મર્યાદિત છે. આ જન્મ પુરતો જ છે. જ્યારે સદ્દગુરુનો ઉપકાર જન્મ-જન્માંતરમાં, ભવ-ભવાંતરમાં, અને ભવનાં પરિભ્રમણને કાપનારો, કર્મના બંધનને તોડનારો થશે. જીવને પોતાના શુદ્ધ પદને પ્રાપ્ત કરાવનારો થશે. આજ નહીં તો કાલ, પરંપરાએ, સગરના બોધના સંસ્કારો જો જીવમાં દૃઢ થયા હશે તો જીવનું મુક્તિ તરફ પ્રયાણ થશે. આજ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 114 E
Page #115
--------------------------------------------------------------------------
________________
સુધી અજ્ઞાનમાં રખડતો આવ્યો છે. કર્મના કારણે ગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચ કે નારકી – એમ ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં અનંતો કાળ ચાલ્યો ગયો છે કારણ કે માર્ગદર્શક હજુ કોઈ મળ્યો નથી. યાત્રા સતત અનંતકાળથી ચાલુ છે. અને આ યાત્રિક જુદા જુદા રૂપ બદલ્યા કરે છે. ક્યારેક ઘોડો તો ક્યારેક ગધેડો, ક્યારેક પશુ તો ક્યારેક પક્ષી, ક્યારેક નારકીનું રૂપ ધારણ કરે છે તો ક્યારેક મનુષ્યનું રૂ૫ ગ્રહણ કરે છે. ક્યારેક દેવની જેમ ઉડવાનું પણ સામર્થ્ય પ્રાપ્ત કરે છે, પણ આ રખડપાટનો અંત નથી આવતો. આ રઝળપાટ પુરી થતી નથી.
અનંતની યાત્રાએ કોઈ છેડો વણી શકાતો નથી. કારણ કે આ દેહલક્ષી ઉપકારો પ્રાપ્ત કરવામાં જ આ જીવ રોકાઈ રહે છે. જે કાંઈ કામ થશે તે તારા સંસાર પૂરતાં મર્યાદિત છે. એ સંસાર તો તારા આયુષ્ય સાથે સંકલિત છે. હમણાં પડદો પડી જાશે અને નાટકનો ખેલ બદલાઈ જશે. World is a stage. આ પૃથ્વીના પટ ઉપર - આ સૃષ્ટિમાં જીવ નવાં નવાં રૂપ ધારણ કરે છે, નવાં નવાં સ્વાંગ સજે છે. પરમ ઉપકાર જો હોય તો તે સદ્ગરનો છે કે જે આપણને અનંતની યાત્રાનો છેડો વણી દે. અને આત્માર્થી જીવને જો આવા સદ્દગુરુનો યોગ થાય તો “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” મતાર્થી જીવ, સદ્દગુરુનો યોગ થાય છે, તો વિમુખ ચાલે, ઊંધો ચાલે. પરંતુ આત્માર્થી જીવને સદ્દગુરુનો યોગ થાય તો મન-વચન અને કાયાના યોગના એકત્વથી સદ્ગુરુની આજ્ઞાને સેવે. સદ્ગુરુની આજ્ઞાને ઉપાસે અને સદ્ગુરુના ચરણમાં પોતે અર્પિત થઈ જાય. ‘આજ્ઞાધાર’ – આજ્ઞાનો ધારક બને - સદ્દગુરુની આજ્ઞાનો - પત્રાંક ૧૬૬માં પરમકૃપાળુદેવ કહે છે કે, “કોઈ પણ પ્રકારે સદ્દગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.”
જીવ માયિક વાસનાથી સંસારના ચક્રમાં ફસાઈ ગયો છે. એની જે વાસનાઓ છે, તૃષ્ણાઓ છે, તે બધી માયિક છે. છેતરામણી છે, વંચક છે, એને ભાન ભૂલાવે છે. એમાંથી એને જો મુક્ત થવું હશે તો આવો કોઈ સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થાય, આવો કોઈ સદ્દગુરુનો બોધ એને મળે, જે “સતુ'નું સ્વરૂપ સમજાવે, અને એને આ નશ્વર શરીરના જન્મની, આયુષ્યની, નિષ્ફળતા અને વિફળતા બતાવે, અને આત્માની સફળતા બતાવે તો આત્માર્થી જીવ તો એવા સગુરુને ત્રણે યોગથી અર્પિત થઈ જાય. જેને કહીએ “સર્વ રૂટણ આત્મ સમર્પણમ્' Dedication in total. સદ્દગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા, જ્યારે અર્પણ કરવાની છે ત્યારે નિઃશંક બનીને, નિઃસંદેહ બનીને કરવાની છે. કશું જ, કોઈપણ મતનો તેમાં ભેદ રાખવાનો નથી. એવી શ્રદ્ધા કરીને સદ્ગુરુનાં ચરણમાં અર્પિત થવાનું. પરમકૃપાળુદેવે કહ્યું છે, “બીજું કાંઈ શોધમાં. માત્ર એક સતપુરષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (૭૬)
આ કહેનાર પુરુષ - જગતના જે કોઈ જીવો ઊભા છે મોક્ષની પ્રાપ્તિ માટે, તેને પડકાર કરીને કહે છે જાઓ ! સદૂગરની ઉપાસના કરો. સતુપુરુષના બોધ પ્રત્યે અર્પિત થાવ. નિઃશંકિત બનો. અને પછી જો મોક્ષ ન મળે તો આવો મારી પાસે. જાવ ! હું તમને મોક્ષ આપીશ. આ મારું અભય વચન છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 115 E
Page #116
--------------------------------------------------------------------------
________________
જગતના જીવોને જબરજસ્ત આશ્વાસન, આ પરમગુરુએ આપ્યું છે. આ કોઈ મંત્રીએ Election વખતે આપેલું વચન નથી. આ તો એક સત્પુરુષ પોતાના અંતઃકરણથી મુમુક્ષુ જીવોને કહે છે કે તમને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાજો. હું તમને આપીશ. મોક્ષને આપવાનું સામર્થ્ય જેની પાસે છે. આત્માનો રણકાર અને ભણકાર જેમાં છે, એવા સામર્થ્યજ્ઞવાળો પુરુષ જગતના જીવોને કહે છે કે, “હે જીવો ! તમે એક સત્પુરુષને શોધી લો. સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.”
જો જો સદ્ગુરુને શોધવામાં ક્યાંય કુગુરુને ભટકાઈ પડતા નહીં. ક્યાંક, ઝાકઝમાળ, બાહ્ય અહંકાર, દોર, દમામ, બાહ્ય ત્યાગ, આવામાં ક્યાંય ભટકાઈ પડતા નહીં. સદ્ગુરુને શોધવા જવામાં ક્યાંય ભેખડે ભરાતા નહિ. ક્યાંક એનું માન અને ક્યાંક તમારો માન-કશાય જાગશે. કોઈ તમને ફુલાવશે, વ્યવસ્થાપક બનાવશે અને આ જીવ એ પ્રશંસાના હિંચકે ઝૂલવા લાગશે. આ જગતમાં હિંચકા નાખનાર ઘણા છે. કોઈક થોડા ઝૂલા નાખશે - પ્રશંસાના - ત્યાં આ જીવ સદ્દગુરુને શોધવાને બદલે પોતાના માનમાં બેસી જવાનો છે. અરે ભાઈ ! તું કયા હેતુથી અને શું કામ કરવા નીકળ્યો છે ? “જે મહાકામ માટે તું જભ્યો છો” ભગવાને કહ્યું છે સગુરુનો શોધ કર. અને તું તારું સ્થાન શોધીને ત્યાં બેસી ગયો. તારું માન પોસાય છે એટલે અસગરુને દઢ કરવા લાગ્યો ? ભાઈ ! “નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી.” સદ્દગુરુને ઓળખવાના આ ભગવાને માપદંડ આપ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ એક-એક ડગલે ને પગલે મુમુક્ષુને માર્ગદર્શન આપ્યું છે. કોઈ વાતમાં મુમુક્ષુને એમ જ મુકી નથી દીધો. ડગલે ને પગલે મુમુક્ષુને દૃષ્ટિ આપી છે, સહારો આપ્યો છે. ચિન્હ આપે છે, એંધાણ આપે છે, મૂલ્યાંકન આપે છે કે તારે આવી રીતે સદ્ગુરુને શોધવાના છે. આવું એનું ઓળખાણ છે, આવાં એના લક્ષણ છે, અને આવા પ્રકારનાં ભય સ્થાન છે. ભયસ્થાનમાં પણ તું ક્યાંય રોકાતો નહીં. આવા આત્માર્થી જીવની, મનમાં એક સ્થિતિ બહુ સ્પષ્ટ હોય છે. જે આત્માર્થી છે એની મનની ભૂમિકા કેવી હોય ?
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. (૩૬) ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ. બીજો નહીં.”
આત્માર્થીના લક્ષણની વાત ચાલે છે. એમાં બહુ જ clear કહ્યું છે. “મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. તે માર્ગ આત્મામાં રહ્યો છે.” આંક-૫૪માં ભગવાને સ્પષ્ટતા કરી છે. જે વાટેથી શ્રી મહાવીર તર્યા છે.” મહાવીર, રામ, કૃષ્ણ કોઈને તરવાનો માર્ગ ભિન્ન નથી. જે કર્મથી મુક્ત થયા તે તરી ગયા. હિસાબ ચોખ્ખો છે. એ બુદ્ધ હોય, મહાદેવ હોય, શંકર
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 116 E=
Page #117
--------------------------------------------------------------------------
________________
હોય, પરબ્રહ્મ હોય, શિવ હોય, બ્રહ્મા કે વિષ્ણુ હોય, જે નામ દેવા હોય તે દઈ શકાય. શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું, કુમારપાળ મહારાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બ્રાહ્મણોએ કાન ભંભેર્યા કે જૈન આચાર્ય છે. તમે એને રાજગુરુ તરીકે બેસાડ્યા છે. પણ તમારા આ ધાર્મિક કાર્યમાં હેમચંદ્રાચાર્ય અનુમોદના ક૨શે નહિ, કારણ કે એ તો જૈન મુનિ છે. એટલે સોમનાથના મંદિરમાં આવવાના નહીં. કરો પરીક્ષા !
તેઓને એમ કે આ જૈનગુરુનો કાંકરો કાઢી નાખીએ. કુમારપાળ રાજાને થયું, એમ બને નહીં. મારા ગુરુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ! એનો આવો ઉદ્દાત્ત દૃષ્ટિકોણ - વિતરાગ શાસ્ત્રની જેણે રચના કરી છે અને કુમારપાળ મહારાજાને જેણે ધર્મનાં સિંચન કર્યાં છે. રખડતા કુમા૨પાળને જેણે રાજગાદી સુધી પહોંચાડ્યો છે. ખંભાતમાં શાસ્ત્રના ભંડારમાં જેને છૂપાવી દીધા હતા શત્રુથી બચાવવા માટે, અને ઉપાશ્રયની અંદર પણ અભયદાન આપનાર એ શ્રી હેમચંદ્રાચાર્ય, અને કુમારપાળને ગાદીએ બેસાડ્યા પછી એ રાજ્યના-ગરવી ગુજરાતના એ વિદ્યાગુરુ અને પ્રજાના સંસ્કાર ગુરુ બની ગયા હતા.
કુમારપાળે એને વિનંતી કરી કે રાષ્ટ્રના ગૌરવ સમા સોમનાથના ઉદ્ધારનું કાર્ય પૂર્ણ થયું છે. અને એની પ્રાણ પ્રતિષ્ઠામાં હે ગુરુદેવ ! આપ આશીર્વાદ આપવા પધારશો.’ ગુરુએ કહ્યું, “બેશક ! તમે એવું મુર્હુત જોવડાવજો કે જેથી અમે વિહાર કરીને પાટણથી સોમનાથ પહોંચી શકીએ.’ ત્યારે તેઓ સિદ્ધરાજની રાજધાની સિદ્ધપુર પાટણમાં હતા. સોમનાથનું મંદિર પ્રભાસ પાટણમાં છે. એટલે બ્રાહ્મણોને થયું કે સોમનાથની બાજુમાં ચંદ્રપ્રભુનું ચૈત્ય છે. ત્યાં ઉપાશ્રયમાં બેસશે. એ કાંઈ મહાદેવના મંદિરમાં આવશે નહીં. પણ ઇતિહાસ કહે છે કે સોમનાથના મંદિરમાં જઈ હેમચંદ્રાચાર્યે સ્તોત્રની રચના કરી એ એમાં કહે છે, ભવનાં બીજના અંકુરોનો જેણે નાશ કર્યો છે એ તું શંકર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, એ જિનેશ્વર હોય, બુદ્ધ હોય - કે કોઈપણ હોય, મારા તને નમસ્કાર છે !’ આનંદઘનજી પણ ચોવીશીના પદમાં ગાય છે –
રામ કહો, રહેમાન કહો, કોઈ કહો મહાદેવ રી;’
અરે ! અમારે તો જે કર્મથી મુક્ત થયા છે, સંસાર પરિભ્રમણ જેણે સમાપ્ત કર્યું છે, ભવનાં બીજરૂપ અંકુરોનો જેણે નાશ કર્યો છે, આત્માના શુદ્ધ ચૈતન્ય સામર્થ્યને જેણે પ્રગટ કર્યું છે. અને તમારે જે નામ આપવું હોય તે આપો. અમે તો એને નમસ્કાર કરીએ છીએ. કારણ કે અમારે એ જ પદને પામવું છે. માનતુંગસૂરીશ્વરજી મહારાજે ભક્તામર-સ્તોત્ર’ની અંદર પણ એ જ કહ્યું, ‘તમે જ સાચા બુદ્ધ છો ! તમે જ સાચા શંકર છો ! તમે જ સાચા વિધાતા છો ! હે દેવાધિદેવ ! તમે જ સાચા જગતના ત્રાતા છો !” કોઈને - કોઈ પણ મહાન આચાર્યોને વાંધો નથી. હેમચંદ્રાચાર્ય હો કે માનતુંગસૂરીશ્વરજી હો કે પછી આનંદઘનજી હો – કોઈને વાંધો નથી. વાંધો તો બધા મતાર્થી જીવોને છે. આત્માર્થી જીવને કોઈ વાંધો નથી. એને તો પરમાત્માનું સાચું ઓળખાણ છે. અને તે ઓળખાણ તે – કર્મ કટે સો જિન વચન.’
કર્મને કાપવાના છે. પરમકૃપાળુદેવે સીધી વાત કરી. જિનેશ્વરના વચન કયા ? તો કે જીવને કર્મથી છોડાવે તે. બાકી નહીં. હે ભાઈ ! આમ ત્રણ કાળમાં પરમાર્થના માર્ગ બે હોય નહીં. એક જ હોય. પાત્રભેદે, દેશકાળ ભેદે, સમયભેદે એના સ્વરૂપ જુદાં-જુદાં હોય. પરંતુ માર્ગ એક જ છે. સમ્યજ્ઞાન,
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 117
11]
Page #118
--------------------------------------------------------------------------
________________
સમ્યક્દર્શન અને સમ્યફચારિત્ર – આ ત્રણેની એકતા થાય. આ ત્રણે અભેદ રૂપે, એક પણે અને અવિરુદ્ધપણે આ જીવની અંદર પરિણામ પામે, ત્યારે વર્તે તે આત્મા રૂપ. ત્યારે જીવનો મોક્ષ થાય. પછી તે ગમે તે દર્શનમાં હોય, પણ આ દશા જેની થઈ હોય તે મુક્તિ ને પામે. કર્મના અને રાગદ્વેષના પોટલાં સાથે રાખીને મોક્ષે જવાતું નથી. વાત એક જ છે. રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય તો મોક્ષ થાય. જૈન દર્શન સિદ્ધાંતની દૃષ્ટિએ બહુ સ્પષ્ટ છે. આના જેવો ગણિતાનુયોગ બીજો કોઈ જગતમાં નથી. ગણિતાનુયોગ એટલે ચોક્કસ વાત. લગભગ કે આશરે – એવી વાત નહીં. કદાચની વાત નહીં. અષ્ટકર્મથી રહિત થયા તો સિદ્ધ છો. ચાર ઘાતિકર્મનો નાશ કર્યો છે, તું અરિહંત છો. છત્રીસ ગુણો પ્રગટ થયાં છે, તે આચાર્ય છો. પચ્ચીસ ગુણ પ્રગટ કર્યા છે તો તું ઉપાધ્યાય છો. સત્યાવીશ ગુણ પ્રગટ કર્યા છે તો તું સાધુ છે. આમાં ગુણ-માપ-આંક બધું નક્કી છે. આ સ્પષ્ટ બેરોમીટર છે. આમાં ક્યાંય લગભગની કે ઉડામણીની વાત નથી. આ સ્પષ્ટતાની વાત છે. આ ગણિતાનુયોગ છે.
એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને
આવો ત્રણે કાળમાં જે એક છે, અખંડ વહેતો તે મોક્ષમાર્ગ. શાશ્વત, ક્યારેય ખંડિત થતો નથી. એ પરમાર્થ પ્રત્યે જે પ્રેરે, જે દોરે, જે લઈ જાય, એવો જે કોઈ પણ વ્યવહાર હોય તે અમને સમ્મત છે. પરમાર્થ પંથ - જૈન માર્ગ શું ? કપાળુદેવ કહે છે, “રાગ-દ્વેષ અજ્ઞાનનું જવું તે.” “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. ગાંધીજીએ આફ્રિકાથી પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ શું છે ?” “જીવને પોતાના
સ્વરૂપમાં સ્થિર કરાવે તે ધર્મનું સ્વરૂપ છે.” જૂઠાભાઈને પત્રમાં લખ્યું અને ઇચ્છાશંકર ત્રિપાઠીને પણ લખ્યું – મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પણ લખ્યું, જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.” ચૌદ વર્ષ પહેલાં લખાયેલી એમની પુષ્પમાળામાં એમણે એક વાક્ય લખ્યું જે વાક્ય વાંચીને ગાંધીજી અને વિનોબાજી ઝૂમી ઉઠ્યા હતા. “ભાઈ ! તું ગમે તે ધર્મમાં માનતો હો તેનો મને પક્ષપાત નથી. પણ જે રાહથી સંસારમળનો નાશ થાય તે રાહને અને તે સદાચારને તું સેવજે. ગાંધીજી કહે છે, “આ તો એનો આત્મયોગ છે. આની શું વાત થાય ? આને તો પૂર્વ જન્મની સાક્ષી છે. આ તો કોઈ જન્મ-જન્માંતરનો યોગીશ્વર છે.” એટલે એમણે મનસુખરામ સૂર્યરામને લખ્યું કે, “મને આ મત કે તે મતની આકાંક્ષા નથી. પણ રાગરહિત થવાની પરમ જિજ્ઞાસા છે. એને માટે જે જે સાધન કરવાં જોઈએ તે કરવાં એવી મારી દૃઢ માન્યતા છે. અને એના માટે મહાવીરના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે.” કારણ કે મહાવીરે જગતને રાગદ્વેષથી રહિત થવાનો, કર્મથી રહિત થવાનો માર્ગ કહ્યો છે. બોધ આપ્યો છે અને આત્માની જે મલિનતા છે, તે તેમાં રહેલાં કર્મ છે, અને કર્મનું કારણ તે જીવનાં કષાય, રાગ અને દ્વેષ છે. ત્રણ કાળમાં માર્ગ એક જ સ્વરૂપ છે, અખંડિત છે, એવા પરમાર્થ તરફ જે સાધન લઈ જાય, જે સાધનથી તે પરમાર્થ પ્રાપ્ત થાય તે અમારે સમ્મત છે.
આત્માર્થી જીવ કોઈ ક્રિયા-કાંડ કે વિધી-વિધાનથી બંધાયેલો નથી. એક જ વિચાર કે આનાથી મારાં રાગ-દ્વેષ ઓછાં થશે ? આનાથી કર્મના બંધન ઓછાં થશે ? વિષય-કષાયની મંદતા થશે ? જો થતી હોય તો તે ગમે તે સાધન હોય તું કર. લક્ષ એક જ કરવાનો છે કે આનાથી મારાં કષાયભાવનાં પરિણામ
| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 118 GિE
Page #119
--------------------------------------------------------------------------
________________
મંદ થાય છે ? “પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા, સરુ, સતુશાસ્ત્ર, સમિતિ, ગુપ્તિ, અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. એમ અવશય જીવે એવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેનાથી અવશ્ય પરમાર્થને પામી શકાય. આમ કહેવાનો શાસ્ત્રનો આશય છે.”
શાસ્ત્ર તો કહે છે ભાઈ ! ઉપવાસ થાય તો કર. ન થાય તો ન કર. ઓછું ખા. રાગદ્વેષ ઓછાં કર. મોહ ઓછો કર. વિષય-કષાયમાંથી તું નિવૃત્ત થા. પાછો ફર. સંસારની અને પરપદાર્થની મોહિનીમાંથી તું પાછો ફર. દેહની આસક્તિથી તું જોડાયેલો છો. અને તેના કારણે સંસાર તરફ તારો લુબ્ધતાનો ભાવ છે, એના કારણે, ખોટી માન્યતાના કારણે આ ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયની જે ચોકડી છે, જે જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે, અને તને જે પરપદાર્થની આસક્તિ છે, મમત્વ છે, એમાં જે લુબ્ધતા છે, તારો અહંભાવ છે તેને કારણે તારા જીવનમાં આ કષાયો જોર પામે છે. કષાયોને પોષણ મળે છે. એનાથી તું વિરક્ત થા. સાચો માર્ગ વિરક્તિનો છે. વિરતિનો માર્ગ છે. આ સંસારમાં વૈરાગ્ય શિરોમણી ભતુહરિ મહારાજાએ વૈરાગ્ય શતક'ની રચના કરી. એમાં કહ્યું, “સંસારના સત્તર પ્રકારનાં ભય બતાવ્યાં જેમ કે ભોગમાં રોગનો ભય, રૂપમાં લુંટનો ભય, દ્રવ્યમાં રાજાનો ભય, આવી અનેક બાબત બતાવી જે સર્વમાં ભય જ રહેલો છે.” કોઈએ પૂછ્યું, ‘આ તમે બધે ભય-ભય જ બતાવો છો તો સંસારમાં અભય જેવું ખરું કે નહીં ?” એમણે કહ્યું, ‘એક વૈરાગ્ય જ અભય છે. આ સંસારમાં જેને વૈરાગ્ય છે એને કોઈ ભય નથી. ભય ભોગીને હોય, વૈરાગીને ન હોય.
એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. (૩૭) ‘એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, રિદ્વસિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં - એ રોગ જેના મનમાં નથી.”
આ પાયાની વાત. આત્માર્થી જીવ એ સમજે છે કે સાચા ગુરુ મારે શોધવા છે. એનો પરમ ઉપકાર મારા જીવનમાં છે. ત્રણે કાળમાં માર્ગ તો એક જ હોય. અને એ માર્ગ જે મને બતાવે, તે તરફ પ્રેરણા કરે, તે સાચો વ્યવહાર જે બતાવે તે મારા સાચા ગુરુ છે. એમ અંતરમાં વિચારે. “અંતરમાં’ ઝરણા જાગી છે. અંતરમાં વિચારવું અને દિમાગથી-બુદ્ધિથી-તર્કથી વિચારવું એમાં ફરક છે. આપણે તર્કથી, અનુમાનથી, વાદવિવાદના ધોરણથી અને પરને લક્ષમાં રાખીને વિચારીએ છીએ. કે હું સારો કેમ લાગું ? એટલે એ વિચારમાં દંભ હોય. સામાને કેમ સારું લાગે ? તો ત્યાં આડંબર હોય. સ્વાર્થ હોય, માન બુદ્ધિ હોય. અંતરથી વિચાર કરવો છે તો પછી કોઈને સારું લાગે, ખરાબ લાગે - જગતની પરવા નથી.
મારું હિત શેમાં છે ? મારું કલ્યાણ શેમાં છે ? માટે વિચાર સ્વદૃષ્ટિએ કરવો છે. આને જ જ્ઞાનીઓ વિચાર કહે છે. બાકી આપણે જે વિચાર કરીએ છીએ એને તો જ્ઞાનીઓએ કલ્પના કીધી છે. કલ્પનાને જલ્પના છે. અને એ વિચાર નથી પણ મનના વિકાર છે. વિચાર તો એ છે કે જેમાં જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે, એની પ્રાપ્તિનો વિચાર કરે, અનંત અવ્યાબાધ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાનો
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 119 EE
Page #120
--------------------------------------------------------------------------
________________
વિચાર કરે. બાકી બધા વિચાર એ તો પરિભ્રમણના વિકાર છે. એને કલ્પના કીધી છે. જીવ પ્રાયે કલ્પનામાં હોય છે. કારણ કે એનો વિચાર પરલક્ષી હોય છે. ક્યારેય અંતરથી વિચાર નથી કરતો. Talk thy self. તારી જાત સાથે વાત કર.
ગાંધીજી કહેતા Listen the voice of silence – અંતરાત્માના અવાજને સાંભળવા માટે કોશિશ કર. દુનિયાના કોલાહલમાં એટલો બધો પડ્યો છે, તારી શ્રવણેન્દ્રિય બાહ્ય ઉપયોગમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ છે કે અંતરમાં ઉઠતો અવાજ, બહુ નજીકમાં રહેલા સ્વરૂપનો અવાજ તને સંભળાતો નથી. એટલે જ્ઞાનીઓએ પ્રાર્થના કરવાનું કહ્યું છે. પ્રાર્થના કર. તારી જાત સાથે સંવાદ કર. બધાને appointment આપશ - ક્યારેય પોતાને પણ આપ. કે દસ મિનિટ આ દુનિયા સાથે મારે કાંઈ સંબંધ નથી. બધા જ plug ખેંચી લે. બધા જ connection કાઢી નાખ. અને અંતરાત્મા સાથે દસ મિનિટ માટે સંવાદ કર.
હે જીવ ! કયા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ;
જબ ઇચ્છાકા નાશ તબ, મીટે અનાદિ ભૂલ.' અને અંદરથી જે જવાબ મળશે તે સત્યનો રણકાર હશે. છૂટવાની વાતનો ભણકાર હશે. ‘હે જીવ ! અનાદિકાળથી તું પરમાં ને પરમાં, માયામાં ને આસક્તિમાં ડૂબી રહ્યો છો. ક્યારેક તો તારો વિચાર કર. આ મનુષ્ય જન્મમાં આવો અવકાશ પ્રાપ્ત થયો છે અને તને આ સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું છે અને આવા ભારતવર્ષની અધ્યાત્મ ભૂમિમાં તારો જન્મ થયો છે, ઉંચ ગોત્રમાં તારો જન્મ થયો છે અને એવી પુણ્યાઈ લઈને આવ્યો છે કે ખાવા-પીવાની તને કોઈ તકલીફ પડે એમ નથી, બે ટંક ભોજન તો મળી રહેશે તો આવી ભોગ લાલસામાં, અને જગતના ભોગ પરિભોગની અંદર તું આ મનુષ્ય જન્મને વૃથા ગુમાવવાની મૂર્ખાઈ શું કામ કરે છે ? વિચાર કર.”
| ‘અવસર બેર બેર નહીં આવે.” આનંદઘનજી પોકાર કરીને કહે છે, “એમ વિચારી અંતરે શોધે સગુયોગ. તું એક સદ્દગુરુને શોધજે. સમ્રાટ સિકંદર જગતને જીતવા નીકળ્યો હતો. એના ગુરુ ડાયોજીનસને થયું અત્યારે રોક્યો રોકાશે નહીં. અને મારું કીધું માનશે નહીં. સિકંદરે એમાં પૂછ્યું, “હે ગુરુદેવ ! હું તમારા માટે વિદેશથી શું gift લાવું ?” ગુરુએ કહ્યું, “તું દુનિયા જીતવા જાય છે. જ્યારે ભારતવર્ષને જીતીને આવે ત્યારે ત્યાંથી એક સંતને લેતો આવજે.” અને જીતીને પાછો જતો હતો, ભારવર્ષમાંથી સોનારૂપાનો અખૂટ ભંડાર અને વણજારની વણજાર ભરાય એટલો ખજાનો લઈને જતો હતો ત્યારે એને યાદ આવ્યું કે એને ગુરુએ એક સંતને લઈ જવાનું કહ્યું છે. અને કહ્યું કોઈ બાવાને શોધીને લઈ જઈએ. આમેય આ દેશમાં બાવાનો ક્યાં તોટો છે ? અહીં અમેરિકા નથી કે પૈસાના આધાર ઉપર આ દેશની સંસ્કૃતિનું જીવન હોય.
ત્યાગ અધિષ્ઠિત સંસ્કૃતિ છે આ દેશની. અહીં દ્રવ્ય હોવું એ ગૌરવ નથી. દ્રવ્ય ન હોવું એ ગૌરવ છે. એનું ભાન સાથે છે. એનું ગૌરવ સાથે છે. “કક ભાગ્યવંતા ભંતે ?” આ સંસારની અંદર
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 120 TE
Page #121
--------------------------------------------------------------------------
________________
ભાગ્યવંત કોણ છે ? “કૌપિનધારી ખલુ ભાગ્યવંતા.” “હે શિષ્ય ! જેણે માત્ર એક કૌપિન ધારણ કરી છે - લજ્જા માટે - એ જ સંસારમાં ભાગ્યશાળી છે. અહીં Bank Balance ઉપર ભાગ્યશાળીની ગણતરી થતી નથી. બંગલા-wealth tax-Estate duty એના આધાર ઉપર અહીં ભાગ્યશાળીની ગણતરી થતી નથી. કંચન-કામિનીના ત્યાગી છે તે અહીં ભાગ્યશાળી ગણાય છે. સૈનિકો સંતને લેવા જાય છે કે તને અમારો બાદશાહ બોલાવે છે. તારે અમારી સાથે આવવાનું છે. તું નસીબદાર છો કે Alexander The Great - એણે તને સામેથી તેડું મોકલ્યું છે. અને ઓલા સંત કહે છે, ધ્યાનમાં બેઠા હતા, સૂર્યની આતાપના લેતા હતા – ભાઈ ! તું જરા આઘે ઉભો રહે. મારી સાધનામાં વિક્ષેપ થાય છે.” સૈનિક કહે છે, “આખો દિવસ ભીખ માંગવા જાય છે. અને આ તો સામેથી સમ્રાટ બોલાવે છે.” સંત કહે છે, “હું આવીશ નહીં.” બહુ લાંબો સંવાદ ચાલે છે. છેલ્લે સમ્રાટ કહે છે કે, “એને સમજાવો નહિંતર હું એનો શિરચ્છેદ કરી નાખીશ.” સમ્રાટની આજ્ઞાનો આ તો અનાદર છે અને તે પણ આવા મામુલી બાવા દ્વારા થાય ? તારી હેસિયત શું ? તારી મજાલ શું ? કેમ કે એને હેસિયતના ખ્યાલ જુદા છે. પદ, પદવી, પ્રતિષ્ઠા અને પૈસો એને એ હેસિયત માને છે. સૈનિક જઈને કહે છે. સંત કહે છે, “તારા બાદશાહને કહેજે, કે તલવારથી તો તું આ દેહના ટુકડા કરી શકીશ. પણ આત્મા તો અમર છે.'
“નૈન છિદંતી શસ્ત્રાણી, નૈનં દહતિ પાવક,
ન ચૈને કલે દન્તાયયો, ન શોષયતિ મારુતા” અરે ! તારા બાદશાહને કહે કે, શસ્ત્રોથી અમને કોઈ છેદી શકે એમ નથી, વાયુ સુકવી શકે એમ નથી, મેઘ ભીંજવી શકે એમ નથી, અગ્નિ બાળી શકે એમ નથી. અમે તો સનાતન છીએ. અજર, અમર છીએ. આવું આત્મસ્વરૂપનું ભાન જે ભૂમિમાં છે એવી અધ્યાત્મ ધરતીમાં અમે જન્મ લીધો છે અને વિતરાગ પરમાત્માનું શાસન મળ્યું છે. અને આવો નિગ્રંથગુર, કોઈ કાળની અંદર મળે નહીં એવો – મહાન આશ્ચર્યજનક એવા લોકોત્તર દેવનો આજે યોગ થયો છે. હવે આત્માર્થી જીવ સદ્દગુરુનો શોધ કરે છે. અને સદ્દગુરુના શોધમાં એક જ દૃષ્ટિકોણ છે ‘આત્માર્થ સિવાય બીજો કોઈ એને મનમાં રોગ નથી. આપણને તો હજાર રોગ છે. મોક્ષ મેળવવો છે પણ તે પહેલાં ભેગું List ઘણું મોટું છે. ઘરનું ઘર કરવું છે, છોકરાને ઠેકાણે પાડવા છે, વેવાઈવેલા સારા ગોતવા છે, તબિયતની સરખાઈ કરવી છે, છોકરાનાં છોકરાને પરણાવવો છે, હજુ વિદેશ જાવું છે, ઘણું જોવું છે, ભેગું ઘણું List છે. આ પૂરું થાય ક્યારે અને મોક્ષ થાય ક્યારે ? આની તો અનંત તૃષ્ણા છે. કૃપાળુદેવ કહે છે કે, ‘તૃષ્ણા અનંત છે.” આ જીવની તૃષ્ણા અનંત છે. એને મેરૂ પર્વત જેટલી સુવર્ણ રાશી આપોને તો પણ આની તૃષ્ણાનો અંત આવે એમ નથી.
પણ અહીં તો આત્માર્થી જીવનું લક્ષણ બતાવે છે. એને ક્યારે પણ પૂછો, એ કહેશે, પ્રભુ ! મારે તો મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. આ મારો દેહ કાલે જતો હોય તો આજ જાય, આ મારો સ્વપન જેવો સંસાર એનો નાશ થાય તો પણ મને એની કોઈ ચિંતા નથી. મને બસ એક જ ચિંતા છે કે “મને અનાદિ કાળથી રખડતાં જે નથી પ્રાપ્ત થયું એવાં મારા સ્વરૂપની શાંતિ, સમાધિ, સમતા જોઈએ છીએ.”
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 121 [E]=
Page #122
--------------------------------------------------------------------------
________________
કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ.’ ‘અનાદિથી ભ્રાંત એવા જીવને, સદ્ગુરુના યોગ વિના, પોતાની મેળે નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એમાં સંશય કેમ હોય ?” પોતાની મેળે આ સ્વરૂપનું ભાન નહીં થાય. સદ્દગુરુ હશે તો બતાવશે. અને સદ્દગુરુ બતાવે એટલે બધા જ ધર્મનું તાત્પર્ય આવી ગયું કે બસ ! એક ‘આત્માર્થ.” આત્માને ઓળખવો, આત્માને પ્રાપ્ત કરવો અને આત્મસ્વરૂપમાં રમણતા થવી. એમાં સ્થિરતા થવી. આ બધા જ દર્શનનો ઉદ્દેશ છે. કપાળુદેવ કહે છે, “સર્વ દર્શને એ ઉપદેશ.’ આ અધ્યાત્મ દર્શનની વાત છે. ભોગભૂમિનાં દર્શનો જુદાં છે. પણ પૂર્વની જે સંસ્કૃતિ છે એમાં મુખ્ય છ દર્શન, અને એના બીજા પેટા દર્શનોમાં મુખ્ય કેન્દ્ર આત્મા છે. દેહ નથી. “કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.’ આત્માની ઓળખાણ થાય તો અનંતા કર્મો બે ઘડીમાં નાશ પામે. અને સદ્દગુરુ એ કર્મને ટાળવાનું એક નિમિત્ત છે. કારણ છે. સદ્દગુરુથી કર્મ ટળી શકે છે. આવો આત્માર્થી જીવ - તેને એક જ ઝંખના છે “કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.”
જેમ અર્જુનને એક જ લક્ષ હતો કે પક્ષીની આંખ વીંધવાની છે અથવા ભારતમાં કહે છે રાધાવેધ - એક થાંભલામાં અનેક ચક્રો આડા, અવળાં, ઊભા, ફરે તેમાં ઉપર પૂતળી હોય અને તેની જમણી આંખ, પાણીમાં તેનું બીંબ જોઈને વીંધવાની હોય એને કહે છે રાધાવેધ. આવું કઠિન કામ. પણ એક જ લક્ષ. જેમ સંસારમાં જીવને અનેક ચક્કર છે, કુટુંબના ચક્કર છે, સગાં વહાલાંના ચક્કર છે, વેપારના ને વ્યવહારનાં ચક્કર છે, આ બધા ચક્કરમાંથી એની દૃષ્ટિ કયાં હોય ? કેવળ આત્માની મુક્તિ. આવો રાધાવેધનો લક્ષ જીવની અંદર બંધાવો જોઈએ. ‘કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.” સંસારમાં અને લાગણીમાં તણાઈ જા મા. કોઈ જીવ તારો કાયમનો સગો નથી.
હા, આત્મા ત્રિકાળ છે. તારી સાથે જ છે. ગમે તે પર્યાયમાં, ગમે તે ગતિમાં, ગમે તે અવસ્થામાં, તારો આત્મા તારી સાથે છે. એ જેટલો પ્રબળ બન્યો છે ત્યારે તેં સુખનો અનુભવ કર્યો છે. એ જેટલો નિષ્ફળ થયો છે ત્યારે તે દુઃખનો અનુભવ કર્યો છે. અને એવું જ બન્યું છે કે આજ સુધી તું દુઃખી જ થયો
છો. ‘પામ્યો દુઃખ અનંત.” કારણ કે તે ક્યારેય ચૈતન્યનું સામર્થ્ય, આત્માની પ્રભુ સત્તા, એનું ગૌરવ, એની માટે મેં ક્યારેય કોઈ પુરુષાર્થ કર્યો નથી. જ્યારે પુરુષાર્થ કર્યા ત્યારે સંસારના જ રોદણાં રોયા છે. ક્યારેય તારું કલ્યાણ થયું નહીં.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૩૮) ‘જ્યાં કષાય પાતળા પડ્યાં છે, માત્ર એક મોક્ષ પદ સિવાય બીજા પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય.”
“ભાઈ ! આવો આત્માર્થ ક્યાં હોય ?” ભગવાન ! તમે આત્માર્થી જીવનાં લક્ષણ તો કહો કે જેને કામ એક આત્માર્થનું જ હોય. અમને એની દશા તો કહો. ભગવાન આત્માર્થીના અહીં લક્ષણ બતાવે છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 122 E
Page #123
--------------------------------------------------------------------------
________________
‘કષાયની ઉપશાંતતા.” ક્રોધ, માન, માયા, લોભ આદિ જે કષાય છે, હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ બધાનો કષાય – પચ્ચીસ પ્રકારનાં કષાય જૈન દર્શનમાં કહ્યાં છે તેની ઉપશાંતતા. “ઉદયમાં આવવાના કષાયોને શમાવે’ કૃપાળુદેવે દશાનું પહેલું લક્ષણ કહ્યું છે. સમ્યફદશા પ્રાપ્ત કરવી હોય તો કષાયોનું શમન. એ કષાયોને એવી રીતે શમાવી દો કે ફરીથી પોતાની સ્થિતિને પ્રાપ્ત ન થાય. ‘વાળ્યો વળે જેમ હેમ.” યશોવિજયજી મહારાજે કહ્યું કે જેમ તેમ વળી શકે એમ તું વળ. ગમે તેવી સંસારમાં સુખદ-દુઃખદ, અનુકૂળ-પ્રતિકૂળ, પરિસ્થિતિ આવે તો તેમાં વિહ્વળ થા મા ! તારી જાતે સ્થિર થા.
ગીતામાં ભગવાન કૃષ્ણ, બીજા અધ્યાયની અંદર સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં આજ કહ્યું છે. લાભાલાભો - જ્યાજ્યો સંસારમાં જય-પરાજ્ય, લાભ-અલાભ, મૃત્યુ-શોક, ભય – આ બધું ચાલ્યા જ કરશે. એકાંતે ત્રિવિધ તાપે બળતો આ સંસાર છે. આ જ સંસારનું સ્વરૂપ છે. એમાં કષાયનો સહારો લેવા જઈશ તો તું પાર નહીં પામી શક. કોઈ એમ સમજે છે કે અમે કષાયનો સહારો લઈને બાજી જીતી જઈશું. ક્રોધ તો કરવો જ જોઈએ, ગરજી-ગરજીને બોલે, વેર કરે, દ્વેષ કરે, એમ સમસ્યાનો ઉકેલ નહીં આવે ભાઈ ! માન કરે. માનમાં રચ્યા-પચ્યો રહે. માયા કરે. આનું બુરું કેમ કરવું ? અહિત કેમ થાય ? કેમ કાસળ કાઢી. નાખવું? આનું કામ કેમ ન થાય? આના સુખમાં બાધા કેમ ઉત્પન્ન થાય ? આ બધાં છળકપટ છે. માયા છે. આ બધી વંચના છે. પણ આ કરવામાં તે જગતને છેતરતો નથી. જાતને છેતરે છે. અને આ આત્મવંચનાનું મહાપાપ છે. આત્મવંચના કરનાર ક્યારેય પણ આત્મસુખ કે આત્મશાંતિ પામી શકે નહીં. લોભ. જે હોય તે બધી વસ્તુ લઈ જ લેવી છે. બસ. સંગ્રહ અને પરિગ્રહની વૃત્તિ. આ બધા કષાય આધારિત જીવનના મંડાણ કર્યા છે. જ્ઞાની કહે છે કે આત્માર્થી જીવ પહેલાં વહેલાં બધા કષાયને શાંત કરી નાખે. એકેય કષાય નહીં જોઈએ. ક્રોધ આવે તો તેણે શાંત થઈ જવાનું. કષાય ઉદયમાં આવે તો એને શાંત પાડવાના.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.” ભગવાન કહે છે, “ક્રોધ કર. પણ તારી ક્રોધિત અવસ્થા પ્રત્યે ક્રોધ કર. પર પ્રત્યે ક્રોધ નથી કરવાનો. આ ‘કષાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ.” એક જ અભિલાષા એને જીવનમાં છે. બાકી સંસારની બધી અભિલાષા એણે છોડી દીધી છે. એને જૈન પરિભાષામાં કહે છે “સંવેગ. પહેલાં કષાયોનું શમન એ “શમ.’ પછી ‘સંવેગ.” મોક્ષ તરફ ધસતો જીવનો ભાવ એને દોટ મુકવી છે મોક્ષ તરફ. વેગ છે એના જીવનમાં, એના વીર્યમાં, એના પુરુષાર્થમાં - મોક્ષ પ્રત્યે. મોક્ષના પુરુષાર્થમાં એ વેગવંત છે. અને Zizurs stell Diez 24 GELR1 9. He is indifferent, passimist. gui 24 Ell gold 247 gold-u કાર્યની વાત છે અને એની અંદર કોઈ રસ નથી. પણ જ્યાં મુક્તિનું કામ છે ત્યાં એ વેગવાન છે. ગાંધીજીએ કૃપાળુદેવ માટે લખ્યું કે એ તો વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. ગાંધીજીએ કૃપાળુદેવને નહોતા
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 123
=
Page #124
--------------------------------------------------------------------------
________________
ઈડરના પહાડમાં જોયાં, નહોતા ઉત્તરસંડાનાં જંગલમાં જોયા કે નહોતા ચરોતરનાં પ્રદેશમાં જોયા. એમણે તો એમને એમની ઝવેરી બજારની પેઢી ઉપર જોયા હતા અને તે પણ એમની પચ્ચીસ વર્ષની ઉંમરે. ગાંધીજી ત્યારે છવ્વીસ વર્ષના હતા. બેરિસ્ટરી કરીને આવ્યા હતા. અને કૃપાળુદેવ વેપારમાં હતાં. પણ ત્યારે એમણે જોયું કે આની જાત વેપારીની નહીં પણ વિતરાગીની છે. આપણે તો અનંત ભવ રખડવું પડશે. પણ આને તો હવે એક ભવ બસ થશે. લાખોનો વેપાર ચાલે છે, સોદા થાય છે, વિદેશ સાથે વેપાર ચાલુ છે, હિરા-માણેકના વેપાર ચાલે છે, દ્રવ્યસંપન્નતા પણ એટલી છે. છતાં દૃષ્ટિ આ છે. સંવેગ જીવનમાં જ્યારે જાગે છે ત્યારે આખો સંસાર ખારો ઝેર લાગે છે.
મીરાંના જીવનમાં જ્યારે સંવેગ આવે છે ત્યારે ચિત્તોડના ગઢ ઉપરથી મીરાં ધડ ધડ કરતાં ઉતરી જાય છે. એ મહારાણી વિચાર નથી કરતાં કે બહાર ક્યાં જઈશ ? રાત્રે ક્યાં મુકામ કરીશ ? ખાવા કોણ દેશે ? મેવાડની આ મહારાણી ચિત્તોડથી ઉતરી, ઊંટ પર બેસીને નીકળી ગઈ હશે અને રાજપરિવાર સાથેનો નાતો કાપી નાખ્યો હશે, ત્યારે એનો સંવેગનો ભાવ કેવો હશે ? વિચાર તો કરીએ.
જે ધરતીના આપણે સંતાનો છીએ, તે ધરતીનો ઇતિહાસ, તે ધરતીના ઐતિહાસિક પાત્રો ! કેવાં અદ્ભુત ચરિત્રો આ જીવનની અંદર છે ! સંવેગ જીવનમાં જાગે ! શાલીભદ્રને જ્યારે જીવનમાં સંવેગ જાગ્યો. અરે ! જેના જીવનમાં સમૃદ્ધિની છોળ ઉછળે અને શ્રેણિક રાજા પણ જેના દર્શન કરવા આવે કે મારા રાજ્યમાં આવો શ્રેષ્ઠિ કોણ છે કે મારી રાણી એક રત્ન કંબલ ખરીદી ન શકી, અને જેની માએ સોળ સોળ કંબલ ખરીદીને બત્રીસ વહુને ટુકડા કરીને પગ લૂછવા આપી દીધા. પગ લૂછીને એ કંબલ પાછા મેત્રાણીને આપી દીધા. રાજ દરબાર પણ જ્યાં પાછો પડી ગયો. એવા શાલીભદ્રના વૈભવના દર્શન કરવા શ્રેણિક રાજા આવે છે. આ ઐશ્વર્ય દેવોને પણ શરમાવે. કારણ કે એના પિતા દેવગતિમાં ગયા છે અને શીલભદ્રનું પુણ્યાતિપુણ્ય એટલું બધું ઉત્કૃષ્ટ છે – એ પુણ્ય એટલું બધું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે કે રોજ સ્વર્ગમાંથી ૯૯ પેટી કુબેરના ભંડાર જેવી, વસ્ત્ર, આભુષણ, રત્ન, માણેકની મોકલાવે છે. આ કેદી. વાપરવી ? એક પેટી આવે તો ૯૯ પેઢી તરી જાય. અહીંયા તો રોજ એના પિતા એને ૯૯ પેટી મોકલે છે. શાસ્ત્રકારોએ એનું વર્ણન કર્યું છે. અને એ શાલીભદ્રને જ્યારે જીવનમાં સંવેગ જાગ્યો કે અરે ! મારા માથે રાજા ! ઉહાપોહ થયો. કૃપાળુદેવ લખે છે કે એને ઉહાપોહ થયો. મારા આ ચૈતન્યનો કોઈ અન્ય સ્વામી હોય ? મારો સ્વામી તો હું જ. અને હવે મારે મારા સ્વામીત્વને સ્થાપિત કરવું છે. શાલીભદ્રએ નક્કી કર્યું. વૈભવ છોડે છે. બત્રીસ રાણીઓ અને વૈભવને છોડીને આ શાલીભદ્ર ભગવાન મહાવીરના સમવસરણમાં જઈને સંયમની દીક્ષા લે છે. અને દીક્ષા લઈને - સંવેગ કેવો છે ! – કે ત્યાં ને ત્યાં અનશનના પચ્ચખાણ લે છે. અને વૈભાર ગીરીના પહાડ ઉપર જઈ અનશન કરીને ઊભા છે અને એક મહિનાના અનશન પછી દેહને ત્યાગી દે છે. સંવેગ શું ચીજ છે ! આ સંવેગ શબ્દ, ભારત સિવાય આ દુનિયાના લોકોને શું ખબર પડે ? અને આ સંવેગનો બીજો meaning કઈ Dictionary માં શોધવા જાવો ? આ અદ્ભુતતા છે ! આ આપણી, દેશની સંસ્કૃતિનું મહામૂલું ધન છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 124
=
Page #125
--------------------------------------------------------------------------
________________
શમ, સંવેગ પછી “ભવે ખેદ.” આત્માર્થીનું આ ત્રીજું લક્ષણ ‘ભવે ખેદ.’ હવે સંસારમાં પરિભ્રમણ કરવું નથી. કૃપાળુદેવે એક મુમુક્ષુ સાથે વાતચીતમાં કહ્યું, “હવે અમારે નવી મા કરવી નથી.’ મૃગાપુત્રએ કહ્યું, “માડી ! મેં વીપ્રભુની વાણી સાંભળી છે. હવે સંસારમાં રહેવાની ઇચ્છા નથી. સંયમની આજ્ઞા આપો. માતા અને પુત્ર વચ્ચેનો આ અદ્ભુત સંવાદ મુનિઓએ ગાયો છે. પુત્રની વાત સામે માતાની કોઈ દલિલ ટકી શકતી નથી. માતૃપ્રેમ પણ પાછો પડે છે. કારણ કે એ પ્રેમ પણ આખરે તો લૌકિક છે. સંસારમાં ઊંચામાં ઊંચો પ્રેમ માતાનો પ્રેમ છે. નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ. પણ આને આત્માનો પ્રેમ લાગ્યો હતો. એટલે પુત્રની વાત એ પ્રભુત્ત્વવાળી સાબિત થઈ. માએ પણ કહ્યું કે, “બેટા ! જા, તું વીપ્રભુ પાસે સંયમ લે. પણ મારી એક માંગણી છે, તારી પાસે. તું સંયમ એવો પાળજે કે હવે કોઈ બીજી મા તારે ન થાય.” એટલે તદ્ભવ મુક્તિગામીના આશીર્વાદ મા આપે છે અને દીકરો માને અભયવચન આપે છે કે, ‘તું મારી છેલ્લી માં છે. આ હું તને વચન આપુ છું.’ આ નિર્વેદ, હવે એને ભવ કરવો નથી. દુનિયાની સર્વે વસ્તુ એના માટે ગૌણ છે. “આત્માથી સૌ હીન.” ભગવાને એવું પત્રમાં લખ્યું કે, “ફરી આત્મભાવે કરીને સંસારમાં જન્મવાની નિશળ પ્રતિજ્ઞા છે. હવે અમે અમારી ઇચ્છાથી સંસારમાં જન્મ લઈશું એવું બને એમ નથી. “ભવે ખેદ.” હવે ફરી જન્મવું નથી.
પ્રાણીદયા. જગતમાં જેટલા ચૈતન્ય દ્રવ્ય છે તે ગમે તે ગતિમાં હોય, પણ પ્રાણને ધારણ કરનાર તે પ્રાણી કહેવાય. આ ચૈતન્ય આત્માઓ જ્યાં સુધી મુક્ત થયા નથી ત્યાં સુધી આ દશ પ્રાણને ધારણ કરીને પરિભ્રમણ કરી રહ્યા છે. આવા પ્રાણને ધારણ કરનાર પ્રાણી કહેવાય અને જેને ચૈતન્યનો મહિમા છે એને આવા પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા અને દયાનો ભાવ હોવો જોઈએ. અને એટલે મહાવીરના સંદેશમાં પહેલી મૈત્રી. જગતના જીવો સાથે મૈત્રી. એના સુખ-દુઃખની સંવેદના. એના પ્રત્યે અનુકંપા-જગતના દુઃખી થતા જીવો પ્રત્યે કરણા જેને નથી એને ધર્મ કોઈ દિવસ આત્મસાત થાય નહીં.
ભાનું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દયો પ્રાણીનો દળવા દોષ.”
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.’ સોળ વર્ષની ઉંમરે લખાયેલી મોક્ષમાળામાં ભગવાને ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. ધર્મનું સ્વરૂપ દયા છે. જગતમાં છ દ્રવ્ય છે એમાં એક જ જીવ દ્રવ્ય છે. બાકીની બધી રમત અજીવની છે. અજીવને કાંઈ લેવાદેવા નથી. પણ આ જીવ દ્રવ્ય પ્રત્યે જેને અનુકંપા નથી, સંસારના પરિભ્રમણથી, જન્મ-જરા-મરણ આદિના દુઃખોથી, પૂર્વે પોતે કરેલા અજ્ઞાનજનિત કર્મોના કારણે દુઃખી થતાં, પીડિત થતાં, આવા જીવો પ્રત્યે જેને અનુકંપા નથી. જીવોને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચાવવા માટે એને સહાયતા કરવી, મદદરૂપ થવું, પરોપકાર કરવો. વ્યાસજીએ ઉપનિષદની રચના કરી, મહાભારત લખ્યું, અઢારપુરાણની રચના કરી. શિષ્ય પૂછ્યું, “ભગવાન અમે આ અઢારપુરાણ ક્યારે વાંચીએ ? તમારા સર્વ ધાર્મિક સાહિત્યનો સાર કહી શકો એમ છો ?” વ્યાસજીએ કહ્યું, “હા.” પરોપકારાય પુણ્યાય, પાપાય પરપિડનું.” ભાઈ ! પરોપકાર જેવું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર છે 125
=
Page #126
--------------------------------------------------------------------------
________________
આ જગતમાં કોઈ પુણ્ય નથી. અને બીજાને પીડા આપવા જેવું આ જગતમાં કોઈ પાપ નથી ' તુલસીદાસજીએ વાલ્મીકીએ લખેલા રામાયણની ‘રામ-રિત-માનસ’ના રૂપમાં નવરચના કરી. અદ્ભુત મહિમા એનો ગાયો. પણ એમાંથી આપણે ગ્રહણ કરવા યોગ્ય સૂત્ર એક જ, પરહિત, સમ ધરમ નહીં સરસાઈ, ૫૨ પીડન સમ નહીં અધમાઈ.’
બીજાને પીડા આપવા જેવી દુનિયામાં બીજી કોઈ અધમાઈ નથી. પોતાના થોડા સુખને ખાતર અનેક જીવોને કો ઊભા કરી દેવાં. કૃપાળુદેવના જીવનનો પ્રસંગ છે કે 'રાયચંદ દૂધ પીએ છે. લોહી નહીં.” ધંધો કરવાનો મતલબ એ નથી કે કોઈને લૂંટી લેવો. પૈસા કમાવાનો એ મતલબ નથી કે ગમે તે પ્રકારની અનીતિ અને ભ્રષ્ટાચાર કરીને કોઈને ઘરબાર વિનાનો કરી મૂકવો. આ કોઈ અર્થ-ઉપાર્જનનો નિયમ નથી. ભાઈ ! ધર્મના આધાર ઉપર, ધર્મના અનુષ્ઠાન ઉપર, કામ અને અર્થની વ્યવસ્થા હોય એવી આ ભારતવર્ષમાં ધર્મની વ્યાખ્યા છે. એવા આ દેશમાં ધર્મના બાંધા છે. આ તો ઋષિ સંસ્કૃતિ છે. આ ઋષિમુનિઓએ, ત્યાગીઓએ, તપસ્વીઓએ, આ જીવનના બાંધા બાંધ્યા છે, કે જગતના કોઈ જીવ, પ્રાણીમાત્ર પણ દુઃખ ને ન પામે. જો આ આચારસંહિતાને આપણે સાચવી શકીએ તો પ્રાણીદયા’ આવે. ‘દયા
ધર્મકા મૂલ હૈ. પાપ મૂલ અભિમાન.
·
તુલસી, દયા ન છાંડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ.’
દયા ક્યારેય છોડવી નહીં. દયા વિનાનો માનવી, નિષ્ઠુર બને છે કે જેને જગતના ચૈતન્ય દ્રવ્ય પ્રત્યે દયા નથી. કેમ કે જે દુઃખી થાય છે એમાં જડ દુ:ખી થતું નથી. નાનું જંતુ પણ ચૈતન્ય છે એ દુઃખી થાય છે. નાનો એવો જીવ દુભાય છે તો ત્યાં ધર્મ નથી. વનસ્પતિમાં જીવ છે એ તો આજનું વિજ્ઞાન આજે જાણે છે. જૈનદર્શને તો ક્યારનું કહ્યું છે કે પાણીમાં, વાયુમાં, અગ્નિમાં, પૃથ્વીમાં, વનસ્પતિમાં અનંતા જીવો છે. એટલે કૃપાળુદેવે તો એક કાવ્યમાં અદ્ભુત કહ્યું છે
પુષ્પ પાંખડી જ્યાં દુ:ભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.’
ભાઈ ! એક પણ જીવને દુઃખ દઈને તારે જગતના પદાર્થનું સુખ મેળવવું એવી જિનેશ્વરદેવની આજ્ઞા નથી. પ્રાણીયા એ ધર્મનું અધિષ્ઠાન છે.
સત્ય, શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાા;
દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ.’
ભાઈ ! આ બધાનો આધાર દયા છે. આવી પ્રાણીદયા જ્યાં હોય ત્યાં આત્માર્થનો નિવાસ થાય.
એવો આત્માર્થી જીવ પોતાના આત્માર્થને પામી શકે.
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. (૩૯)
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 126
O
Page #127
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરયોગ ન મટે.’
જીવે પોતાના માટે આવી દશા નિર્માણ કરવાની છે. મહત્ત્વ દશાનું છે. જ્યાં સુધી જીવ આવી દશા ઉત્પન્ન કરતો નથી ત્યાં સુધી કંઈ ફળ નથી. કૃપાળુદેવે પત્રાંક ૩૯૭માં લખ્યું છે, “માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.” તું ક્યા તત્ત્વજ્ઞાનમાં અને કઈ ફીલોસોફીમાં માને છે – એનું કંઈ ફળ નથી. ફળ દશાનું છે. કે તું જે માને છે એવી તારી પોતાની દશા છે. જે તત્ત્વજ્ઞાન ને હું માનું છું, જે તત્ત્વજ્ઞાનને હું આદર આપું છું, જે તત્ત્વજ્ઞાનમાં મારી શ્રદ્ધા છે, જે તત્વજ્ઞાનમાં મારી ભક્તિ છે, તે તત્ત્વજ્ઞાનને અનુરૂપ મારી જીવનની દશા છે ? આવી દશા જ્યાં સુધી થઈ નથી – એટલે કે, કષાયો ઉપશાંત થયા નથી, અંતરમાં વૈરાગ્ય જાગ્યો નથી, મોક્ષની અભિલાષા વેદાતી નથી, ભવભ્રમણનો થાક લાગ્યો નથી, અને જગતના જીવો પ્રત્યે અનુકંપા જાગતી નથી. આવી દશા જીવમાં જ્યાં સુધી ન આવે, ‘જીવ લહે નહીં જોગ’ - આવી યોગ્યતા જીવમાં આવી નથી – યોગ્યતા દશાથી છે – વાતોથી નથી – બાકીની લૌકિક ઉપલબ્ધિથી, પણ યોગ્યતા નહીં આવે. હું ધર્મસ્થાનકમાં છું, હું ટ્રસ્ટી છું, ધર્મગુરુ છું, ઉપદેશક છું, પ્રવચનકાર છું, વ્યાખ્યાનકાર છું, ચારેબાજુ આટલું-આટલું કરાવું છું, એનું કોઈ મહત્ત્વ નથી ભાઈ ! તારી યોગ્યતાના આધાર ઉપર જ્ઞાનીઓ નિર્ણય કરે કે આત્માર્થ કોણ પામશે ? જ્યાં સુધી આવી દશા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ જીવ મોક્ષમાર્ગને પામે નહીં.
કૃપાળુદેવે પત્રાંક ૬૪૩માં લખ્યું છે કે, ‘ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” આ વાતનો વિષય નથી. “વાત તે વાત છે. દશા તે દશા છે. પત્રાંક ૧૯૮માં ભગવાને કહ્યું છે, “બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે.” આગળ કહે છે, “જે જ્ઞાન કરીને ભવાંત થાય, તે જ્ઞાન સુગમ પણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે.” જ્ઞાન તો દશા હોય તો થાય. અને તે જ્ઞાન એવું કે જેનાથી મારે ભવાત કરવી છે. પરિભ્રમણ ચાલુ નથી રાખવું. એટલે કહે છે કે જ્યાં સુધી આવી યોગ્યતાને જીવ પ્રાપ્ત કરતો નથી – આ ચાર ગુણો, (૧) કષાયની ઉપશાંતતા, (૨) મોક્ષની અભિલાષા, (૩) ભવ પરિભ્રમણનો ખેદ અને (૪) જગતના જીવોની – પ્રાણીઓની દયા અને અનુકંપા. આ જ્યાં સુધી જીવનમાં ચરિતાર્થ થતા નથી, આવી દશા આવતી નથી, ત્યાં સુધી આ જીવ યોગ્યતા પ્રાપ્ત કરતો નથી. અને યોગ્યતા વિનાનો જીવ, અધિકાર વિનાનો જીવ, મોક્ષમાર્ગ પામે નહીં, મોક્ષમાર્ગ. પરમ શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ. નિર્વિકલ્પ સ્વરૂપ તે મોક્ષ અને તે મોક્ષ પદની પ્રાપ્તિ જે રીતે સુગમ બને તે મોક્ષમાર્ગ. આવો મોક્ષમાર્ગ. મારો આત્મા જે કર્મથી મલિન છે, કષાયોથી મલિન છે, મોહનિય કર્મથી ઘેરાયેલો છે, આખા જગત પ્રત્યેના આસક્તિ ભાવથી ગળાડૂબ છે, જગતના વિષયો અને કષાયોની અંદર લુબ્ધ થયેલો છે, એવા મારા જીવનો કોઈ પ્રભાવ પ્રગટતો નથી. અંદર અમૂલ્ય એવું ચૈતન્ય છે પણ એનો કોઈ પ્રભાવ દેખવામાં આવતો નથી, કારણ કે આવરણ ઘણું છે. મલિનતા ઘણી છે. અંદર તો શુદ્ધ દ્રવ્ય પડ્યું છે. પણ આવરણ ઘણું ગાઢ છે.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 127 [E]=
Page #128
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં જ્ઞાનીઓ કહે છે – આ ગાઢ મિથ્યાત્વ છે. સ્વયં પ્રકાશિત એવું આ સ્ફટિક જેવું સ્વરૂપ – એના ઉપર વિષય-કષાયના આ જીવે એવા ચીંથરા વીંટ્યા છે, કે અંદરનું તેજ બહાર પ્રકાશિત થઈ શકતું નથી. જે આલોકિત છે તે તિરોહિત સ્વરૂપમાં પડ્યો છે. એની ચૈતન્ય જ્યોતિ પ્રગટાવવાની જરૂર નથી. એ સ્વયં જ્યોતિ છે. પ્રગટેલી જ છે. આવરણ હટાવવાના છે. આવી પ્રાથમિક યોગ્યતાના ગુણો પ્રાપ્ત કર્યા વિના, મોક્ષમાર્ગ પામે નહીં અને મોક્ષમાર્ગ નહીં પામે ત્યાં સુધી મટે ન અંતરરોગ. ક્યો રોગ છે ? ‘આત્મભ્રાંતિ સમ રોગ નહીં. રોગ એક જ છે. કૃપાળુદેવ કહે છે, “આ જીવ પોતાને ભૂલી ગયો છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાનને કારણે તેને સસુખનો વિયોગ છે.” (પ-૨૦O) તો રોગ આ છે. જીવ પોતાને ભૂલી ગયો છે. જેમ એક ગાંડો હોય, એનું ખાવું-પીવું, ઉઠવું-બેસવું, બોલવું – બધું બરાબર છે. પાંચે ઇન્દ્રિયો સાબુત છે. શરીરની તાકાત પણ બરાબર છે, પણ એને પોતાનું નામ, ગામ, ઠામ, સગાં-વ્હાલાં કાંઈ ખબર નથી. એ પોતાને ભૂલી ગયો છે તેમ આ જીવ પોતાને ભૂલી ગયો છે. આ કહેવાતા જગત ડાહ્યા લોકો, માન-સન્માન અને વિષય-કષાયમાં ડૂબેલા જીવને પૂછો તો ખરા કે, ‘તું કોણ છો ?
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વળગણા છે ? રાખું ? કે એ પરિહરું ?' પહેલામાં પહેલો આગમ ગ્રંથ ‘આચારંગ સૂત્ર.” અને એમાં પહેલાં શ્લોકમાં ભગવાને કહ્યું, ‘આ જીવ ક્યાંથી આવ્યો છે? પૂર્વથી, પશ્ચિમથી ? ઉત્તરથી, દક્ષિણથી ? ઉપરથી-નીચેથી ? ઊર્ધ્વગતિથી-અદ્યોગતિથી ? અને ક્યાં જવાનો છો ?” તારે ક્યાં જાવું છે ? કેટલા સમયથી રખડશ ? આ યાત્રા ક્યારે આરંભી ? કેટલી લાંબી યાત્રા થઈ ? હજુ ક્યાંય પહોંચ્યો ? કેમ લક્ષ નથી પહોંચતો ? શંકરાચાર્યજીએ મહામુદુગર સ્તોત્રની અંદર લખ્યું છે. “કક – ? કુતઃ આવતઃ ? કોન માતઃ ? કૌન તાતઃ ?” કોણ તારા માત-કોણ તારા તાત ? તું ક્યાંથી આવ્યો છો ? ક્યાં તારે જાવાનું છે ? આ કંઈ ખબર છે ? સરનામા વિનાનાં આપણે એવા તો ભૂલ્યા ભટકતા પડ્યા છીએ અને પછી ભગવાનને કહીએ છીએ કે, ‘હરિ તારાં નામ છે હજાર ! ક્યા નામે લખવી કંકોત્રી ?” પણ તારા પોતાના સ્થાનનું જ ક્યાં ઠેકાણું છે ? ભગવાન કહે છે તું તારું સરનામું ગોતી લે એટલે પત્યું. કારણ કે તારું ને મારું સરનામું એક જ છે. બહુ મુશ્કેલી છે જીવને. મટે ન અંતર રોગ.' આ એનો અંતરનો રોગ છે એ મટે નહીં, જ્યાં સુધી એનામાં જોગ્યતા આવી નથી ત્યાં સુધી અને આવી જોગ્યતા આવે તો થાય શું ?
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય;
તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. (૪૦) એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. (૪)
આવે જ્યાં એવી દશા – આવી દશા નથી આવી ત્યાં સુધી બધું છાશ-બાકળા જેવું છે. માટે ત્યાં સુધી વાત જ ન કરવી. આવી દશા જ્યારે આવે, કષાયો શાંત થઈ ગયા છે, સંવેગ જાગ્યો છે,
GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 128 EF
Page #129
--------------------------------------------------------------------------
________________
સંસારનો થાક લાગ્યો છે, પ્રાણીમાત્ર તરફ હવે દયા ને અનુકંપા જાગી છે – આવી યોગ્યતા પ્રાપ્ત થઈ છે ત્યારે ભગવાન કહે છે, “હવે યોગાનુયોગ થવાનો છે. જીવની યોગ્યતા આવી. ‘સદ્દગુરુ બોધ સુહાય.” હવે તને સદ્ગુરુનો બોધ શોભશે કારણ કે તું દશાવાન જીવ છો. માટે હવે તને સદ્ગુરુના બોધનું કંઈક પરિણમન થશે. સુહાય એટલે શોભે. જેમ સોનામાં સુગંધ ભળે તે સૌહોય. સોના જેવી શુદ્ધતા હોય તો અત્તર ઠલવાય. ઉકરડાની અંદર અત્તરની બાટલી ખાલી કરીએ તો શું વળે ? એમ આ જીવની જ્યારે યોગ્યતા આવે, ઉદ્યાન જેવું જ્યારે જીવન બની જાય, સદ્ગુરુનો બોધ ત્યારે સુહાય અને તે બોધ સુવિચારણા,
ત્યાં પ્રગટે સુખદાય.” અને એ બોધથી તારા જીવનમાં સુવિચારણા પ્રગટશે. સદ્દગુરુના બોધના આશ્રયે પ્રગટશે. તે વિચારણા પ્રગટ સુખ આપે એવી સુખદાયી હશે અને જ્યાં સુવિચારણા પ્રગટશે ત્યાં શું ચમત્કૃતિ થશે ? કૃપાળુદેવે આખો મોક્ષ માર્ગ આ બે-ત્રણ ગાથામાં સુંદર રીતે વણી લીધો છે.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. (૪૧) “જ્યાં વિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને
પામે ?
અને જ્યાં પોતામાં સુવિચારણા પ્રગટી, ‘ત્યાં પ્રગટે નિજ જ્ઞાન.” તો પોતે જ સુવિચારણા પ્રગટી - એટલે વિચારમાં લીન થયો. આત્મચિંતનના કારણે એને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયું. હું કોણ છું ? એનો અહેસાસ થયો. કોઈ કહે, કે કોઈ ચોપડીમાં લખ્યું હોય તેથી આત્મા ન મળે. જીવ સ્વયં જ્યારે ચિંતનની ધારામાં જાય છે, જ્ઞાનની ધારા જ્યારે અંદર ઉપયોગમાં જાય છે, ઉપયોગથી ઉપયોગની એકતા થાય છે, વૃત્તિ જ્યારે બહાર સંસારથી પાછી ફરી અને જીવનું સામર્થ્ય, પોતાના સ્વરૂપની ચિંતન ધારામાં
જ્યારે જાય છે ત્યારે આવી સંવેદનની ચિંતનધારામાં એને પોતાના સ્વરૂપનો ભાસ થાય છે. એટલે ત્યાં પ્રગટે નિજજ્ઞાન. આજ સુધી એને દુનિયાનું જ્ઞાન હતું. એને બધાની બધી જ વાતની ખબર હતી. દુનિયાની એવી કોઈ વાત નહોતી જેની એને ખબર ન હોય. કોણ કમાયું ? કોણે નુકશાન કર્યું ? કોઈ વ્યક્તિ એવી નહોતી કે જેના વિશે એને ખબર ન હોય એમ બને. આજ સુધી જીવ પરજ્ઞાનની અંદર મુસ્તાક હતો. હવે એને નિજજ્ઞાન પ્રગટે છે. અત્યાર સુધી એને દુનિયાદારીનું જ્ઞાન હતું. encyclopidia મોઢે હતું. પણ તારા આત્માનું તને ભાન નથી. સંસારનું પરિભ્રમણ ઊભું જ છે. encyclopidia લખનારો પણ ક્યાંય નરકની અંદર સબડતો હશે. તું એની ચિંતા શું કામ કરશે ?
તે શાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.? જેવું તેને બીજજ્ઞાન થયું છે, કે જે બહારની દુનિયાનો મોહ હતો, પર પદાર્થ, પર-સંયોગ, પરસંગ અને પરભાવ – એની અંદર જે આસક્તિ હતી, તે આસક્તિમાં ઉદાસીનતા આવી ગઈ. અને તારો મોહ ક્ષય થવા માંડ્યો. હવે લાગ્યું કે આત્મા જેવું પ્રગટ ચૈતન્યદ્રવ્ય જગતમાં કોઈ નથી. બહારનું તો બધું વિનશ્વર છે. અંદર બેઠેલો શાશ્વત છે. જગતનું રૂપ તો પલટાતું છે. આજે તડકો, છે તો કાલે છાંયો છે. ઉગવું અને આથમવું – આ જગતનું સ્વરૂપ છે. હું જેને વળગી રહ્યો
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 129
=
Page #130
--------------------------------------------------------------------------
________________
છું એ નશ્વરતા છે. એ તો વિનાશી સુખ છે. એ સંયોગો ટકે એમ નથી. આ તો થોડા સમયના બધા સંગાથ છે. ‘દુઃખ-સુખ વાદળાં, ચેતને શામળાં, કલ્પનારૂપ – ના કોઈ સાચું.’ આ બધી તો કલ્પના છે. પણ પોતાની અંદર રહેલા સ્વરૂપને ઓળખવાથી, પોતાનો મોહ ક્ષય થાય. આવો જીવ નિવાર્ણપદને પામે એટલે કહે છે
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષટ્રપદ આંહી. (૪૨) જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદ રૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું.”
આ જીવમાં, આ સુવિચારણા જેનાથી ઉપજે, પ્રગટે અને જેના કારણે મોક્ષ માર્ગ સમજાય. આ જીવે મોક્ષમાર્ગ વાંચ્યો છે. ઘણીવાર, સાંભળ્યો છે અનંતવાર, પણ સમજ્યો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.” સમજ્યો નથી. સમજે તો શમાઈ જાય. ‘સમજ્યા તે શમાઈ ગયા.” એમ આ જીવે અત્યાર સુધી સમજણ નથી કેળવી. સમજણનો અભાવ એ જ એની આ દુર્ગતિનું કારણ છે. એટલે કહે છે કે આ સુવિચારણા આવશે એટલે તને સમજાશે. કારણ કે તારી વિચાર કરવાની પદ્ધતિ અત્યાર સુધી હતી તે ખોટી હતી. કલ્પનાની હતી. સ્વચ્છંદની હતી. સ્વચ્છંદ અને કલ્પનામાં જીવ પોતાની માન્યતા પ્રમાણે ચાલતો હતો એટલે એને એકે તત્ત્વની ઉપલબ્ધિ થતી નહોતી. હવે તને મોક્ષ માર્ગ સમજાય એવી વાત, એવો મોક્ષનો માર્ગ અમે તને ગુરુ-શિષ્યના સંવાદરૂપે કહીએ છીએ. “ભાખું ષપદ આંહી.” કૃપાળુદેવે અહીં બેતાલીસ ગાથા પછી આત્મસિદ્ધિની શરૂઆત કરી છે. આત્માને પછી ઓળખાવે છે. પહેલાં બેતાલીસ ગાથા સુધી તો કહ્યું, કે જગતના લોકો જુદું-જુદું માને છે. એમાં મતાર્થી ઘણા છે. એમાં તું મતાર્થીના લક્ષણ છોડ. આત્માર્થી થા. આત્માર્થી થા તો આત્માની વાત કરીએ. એવી દશા આવે તો અમારો બોધ સહાય. અત્યાર સુધી કહેલી દશા આવે તો પછી તેતાલીસમી ગાથામાં કહેલો બોધ પરિણમશે. જો દશા ન આવે તો બધું નકામું છે.
ગુરુ-શિષ્યનો સંવાદ, ભારતવર્ષની અંદર તત્ત્વજ્ઞાનની શૈલીનું સ્વરૂપ અદ્ભુત છે. અહીં ઉપનિષદમાં તો કહે ગુરુ-શિષ્યનો સંવાદ, ક્યાંક નચિકેતા, અને યમરાજ, ક્યાંક શ્રોતકેતુને ઉદ્દાલક. ઋષિના ચરણમાં બેસીને જિજ્ઞાસુ શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ એને તત્ત્વજ્ઞાન સમજાવે. મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રના મેદાનમાં, અર્જુન પ્રશ્ન પૂછે અને ભગવાન શ્રીકૃષ્ણ અને સમાધાન આપે. અનેક જગ્યાએ આ રીતે સંવાદની શૈલીનું સ્વરૂપ. સમવસરણની અંદર ગૌતમ ગણધર ૬૦,000 - પ્રશ્ન પૂછે અને ભગવાન મહાવીર એના સમાધાન આપે. ‘ગૌતમ-પૃચ્છા' નામનું પુસ્તક છે. કૃપાળુદેવ પોતે જ શિષ્યના રૂપની અંદર આત્માને સંબંધિત પ્રશ્નો ઉભા કરી અને સમાધાન આપે છે. આખી આત્મસિદ્ધિ ગુરુ શિષ્યના સંવાદથી ભાખી છે. તત્ત્વજ્ઞાનનું અદભૂત સ્વરૂપ એમાં છે. સંવાદ શૈલીથી જે સમજાય. આપણા પોતાના મનની મુંઝવણ, આપણો પોતાનો
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 130 [E]=
Page #131
--------------------------------------------------------------------------
________________
સંશય, આપણા મનની ગુંચ ક્યારેક આપણે પૂછી ન શકીએ. કારણ કે કેમ પૂછાય એ જ ખબર નથી. શું પૂછવું એ જ ખબર નથી. પણ અહીં તો ગુરુ પોતે જ શિષ્યની મૂંઝવણનો ઉકેલ આપે છે. અને કહે છે, આવ ! અમે તને આત્મસિદ્ધિનો માર્ગ, મોક્ષનો માર્ગ ગુરુ-
શિષ્યના સંવાદથી આપીએ છીએ. તારી ભૂમિકાથી અમારે તને સમજાવવો છે.જુઓ આ સંવાદની શૈલી. શિષ્યની ભૂમિકાથી ગુરુ એને સમજાવે. એ આ ભારતવર્ષના અધ્યાત્મ દર્શનની અદ્દભુત ચમત્કૃતિ છે. દુનિયામાં આવી ચમત્કૃતિ ક્યાંય જોવા નહીં મળે. ક્યાંક તો ઉપદેશક જ બોલ્યા કરતા હશે અને શુષ્કજ્ઞાનની વાતો થતી હશે. અહીં તો શિષ્ય અજ્ઞાન અવસ્થામાં પ્રશ્ન પૂછતા જાય અને ગુરુ એને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપતા જાય, આત્માનું જ્ઞાન આપે અને આત્મા પમાડી દે. આત્મા હાથમાં આપે અને શિષ્ય કહે કે હા પ્રભુ ! તમે મને આત્મા આપ્યો ! એવો અદ્ભુત આત્મસિદ્ધિનો સંવાદ હવે આપણે વિચારીશું.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 131
=
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭
ષટ્પદ નામ કથના
પ્રથમ પદ : આશંકા
(ગાથા ૪૩થી ૪૮)]
આ કાળમાં સર્વશ પરમાત્મા પ્રરૂપિત જે મોક્ષ માર્ગ લુપ્ત થયો છે તેને અગોપ્યરૂપમાં પ્રગટ કરનાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત “આત્મસિદ્ધિ-શાસ્ત્ર'નો આપણો સ્વાધ્યાય ચાલુ છે.
આ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા, આત્માનો વિચાર થવા માટે જીવે આત્માર્થી થવું જોઈએ. અને આત્માર્થી થવા માટે મતાર્થીના લક્ષણો આપણા જીવનમાંથી દૂર થવા જોઈએ. આત્માર્થી જીવની દશા કેવી હોય એના ચૌદ ગુણો - લક્ષણો આપણે જોયાં. કઈ દશામાં આવીએ તો ધર્મ આપણા જીવનમાં પરિણિત થાય ? સત્યની ઉપલબ્ધિ કઈ દશામાં થાય ? દશા વિના આ દિવ્યતાની પ્રાપ્તિ ન થાય.
૧. આત્મજ્ઞાની મુનિને સાચા ગુરુ માને. ૨. કુળ-મત-સંપ્રદાય આદિના ગુરુની કલ્પનાને માને નહીં. ૩. પ્રત્યક્ષ સદ્દગુરુ યોગને પરમ ઉપકારી ગણે. ૪. ત્રણ યોગે કરીને આવા ગુરુના યોગમાં આજ્ઞાંકિત બને. ૫. ત્રણે કાળને વિષે એક જ અને અખંડિત એવા પરમાર્થ માર્ગની શ્રદ્ધા કરો. ૬. જે વ્યવહાર પરમાર્થને પ્રેરતો હોય તે વ્યવહારને સમ્મત કરે. ૭. અંતરમાં વિચાર કરીને સદ્ગુરુની શોધ કરે. ૮, આત્માર્થ સિવાય જેને બીજી કોઈ અભિલાષા નથી. મનોકામના નથી. ૯. સંસારની કોઈ ઇચ્છા કે તૃષ્ણા કે વાસનાનો કોઈ રોગ હવે મનમાં રહ્યો નથી. ૧૦. જેનાં જીવનમાં કષાયોનું ઉપશમન કહેતાં શમ છે.
GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 132 IF
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧. મુક્તિની અભિલાષા કહેતાં સંવેગ છે. ૧૨. ભવભ્રમણને વિશે ખેદ કહેતાં નિર્વેદ છે. ૧૩. પ્રાણીમાત્ર પ્રત્યે દયા કહેતાં અનુકંપા છે અને ૧૪. સાચા સદ્ગરના બોધની આસ્થા કહેતાં અસ્તિત્વનો ગુણ છે.
દશાના ચૌદ લક્ષણોથી યુક્ત જે જીવ છે અને જ્યારે સદ્દગુરુનો બોધ થાય છે ત્યારે એ બોધ એના જીવનમાં સુવિચારણાને પ્રગટ કરે છે. જે સુવિચારણાના પ્રભાવે કરીને એને નિજજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ નિજજ્ઞાનના આધાર ઉપર એ અનાદિના મોહ કર્મનો ક્ષય કરે છે. અને એ મોહનો ક્ષય થતાં એ નિર્વાણપદને પામે છે. આવી દશા બતાવીને હવે પરમકૃપાળુ દેવ આત્માનું જે સ્વરૂપ છે, આત્મસિદ્ધિમાં જે મંત્ર છે, તે આપણને હવે કહે છે.
ષટ્રપદ નામ કથન. આત્માની આત્માના ષટ્રપદની સ્થાપના કરતાં સદ્ગુરુ પ્રકાશે છે.
આત્મા છે, તે નિત્ય છે', “છે કર્તા નિજ કર્મ';
છે ભોક્તા', વળી “મોક્ષ છે, “મોક્ષ ઉપાય સુધર્મ.” (૪૩) આત્મા છે, તે આત્મા નિત્ય છે', ‘તે આત્મા પોતાના કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, તેથી મોક્ષ થાય છે, અને તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે.”
પટુ-સ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ;
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. (૪૪) ‘એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્રદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે.'
ભગવાને આજ વાત કહી છે. જે આત્મસિદ્ધિ - છ પદના પત્રમાંથી ઉદ્ભવી તે પત્રનાં પ્રારંભમાં પરમકૃપાળુદેવ લખે છે કે, “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગુદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.” આ છ પદ છે તે સમ્યગુદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક છે. જીવને સમ્યગુદર્શન પ્રાપ્ત થયે જ મોક્ષમાર્ગ સમજાય છે. અને મોક્ષમાર્ગ સમજાયાથી જ મોક્ષમાર્ગની આરાધના થાય છે. અને મોક્ષમાર્ગની આરાધના કરવાથી જ મોક્ષની ઉપલબ્ધિ થાય છે. માર્ગના આરાધન વિના લક્ષની સિદ્ધિ થતી નથી. તો આ છ પદ કોણે કહ્યાં છે ? શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવાં જ્ઞાની પુરુષોએ – આત્માનું જેવું સ્વરૂપ છે યથાતથ્ય - તેવા સ્વરૂપની જેણે પ્રાપ્તિ કરી છે, એવાં જ્ઞાની પુરુષોએ આ છ પદ કહ્યાં છે. જ્ઞાનીની પૂર્ણ કક્ષા છે. નિરાવરણ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન જેને પ્રગટ્યું છે. અંશિકની વાત નથી. પૂર્ણતાની વાત છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવાં જ્ઞાની પુરુષો. નિજ સ્વભાવમાં અખંડ સ્વરૂપે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 133
Page #134
--------------------------------------------------------------------------
________________
જેની સ્થિરતા અને રમણતા છે. એવાં મહદ્પુરુષોએ આ છ પદને સમ્યગ્દર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક તરીકે કહ્યાં છે. સમ્યગ્દર્શન ક્યાં રહેલું છે ? સમ્યગ્દર્શન કઈ વિચારણાથી થાય ? સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું છે ? તો કહે આત્માને યથાતથ્ય જાણવો. આત્માને એના પૂરા સ્વરૂપમાં જાણવો. એક અંગથી જાણવો એમ નહીં. આત્મા ત્રણે કાળે જે જે પ્રકારે, જે જે સ્થિતિમાં, એની જે જે અવસ્થા સંભવિત છે એ છ એ અવસ્થાને જાણવી. માત્ર એક અવસ્થા પરમાર્થની છે એ જાણવાથી આત્મા પ્રાપ્ત ન થાય.
આત્માની મૂળ અવસ્થા કઇ છે ? આત્માની પરિભ્રમણની અવસ્થાનું કારણ શું છે ? અને એ પરિભ્રમણની અવસ્થામાંથી એ પોતાના શુદ્ધ સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરે ! અને એ શુદ્ધ પદને પ્રાપ્ત કરવા માટેની આત્માની આરાધક અવસ્થા કઈ છે ? આ બધા – આ છએ છ પદ સર્વાંગીકરૂપમાં જ્યારે જાણવામાં આવે ત્યારે આવા જીવને આત્માની સિદ્ધિ થાય છે. આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ વિષયનું અધૂરું જ્ઞાન હોય તો એ વિષયની પ્રાપ્તિ ન થાય. ક્યાંક ને ક્યાંક અટકાઈ જાય. કારણ કે આપણે એને સર્વાંશે અને સર્વાંગે જાણતા નથી. અને એક અંશને કે એક અંગને જાણીને એ દિશામાં પ્રયત્ન કર્યો તો બાકીના અંગ છૂટી જાય છે, અને છૂટી જાય છે એટલે એ વસ્તુ પૂર્ણતાએ પ્રાપ્ત થતી નથી. એટલે કૃપાળુદેવે અહીં, આ ગાથામાં, આત્માના છ પદની સ્થાપના કરી. કે પહેલાં છ પદથી યુક્ત એવા આત્માને સમજવો જોઈશે. અને એ છ પદની અંદર પહેલી વાત –
૧. આત્મા છે :
જેમ જગતની અંદર અન્ય પદાર્થો છે, અને એ પાર્થો દૃશ્યમાન છે એટલે દેખાય છે પણ અરૂપી, અમૂર્ત અને અદૃશ્ય એવો આત્મા પણ છે. અને જે આત્મા છે તે આત્મા નિત્ય છે. ૨. આત્મા નિત્ય છે
ન
જગતના જે પદાર્થો છે તે તો આજે છે અને કાલ નથી. આપણે જે પદાર્થ છે એની માન્યતા કરીએ છીએ ને કાળની અપેક્ષાએ કોઈ સો વર્ષ - કોઈ બસો વર્ષ - કોઈ પાંચસો વર્ષ પણ અનાદિકાળ કોઈ વસ્તુ નથી. નહીં તો જગતની અંદર ખંડેરો ન હોય. બધી જ વસ્તુ સમયવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. આત્મા છે એટલું જ નહીં, પણ ત્રણે કાળમાં છે તે આત્મા નિત્ય છે. સ્વ પર પ્રકાશક ગુણ આત્માનો છે. સ્વ પર પ્રકાશક પોતાને જાણે છે અને જગત આખાને જાણે છે. તે આત્મા સમયવર્તી નથી ત્રિકાળવર્તી છે, એટલે નિત્ય છે. જે આત્મા છે તે પોતાના...
૩. કર્મનો કર્તા છે :
પ્રત્યેક આત્મા કર્મથી બંધાયો છે. તે કોઈ બીજાના કર્મથી નથી બંધાયો. કોઈ બીજાએ કર્મ કર્યા અને આ જીવ બંધાયો એવી વિશ્વમાં વ્યવસ્થા નથી. આત્મા જો બંધાયો છે, એની જો બદ્ધ અવસ્થા છે, એ મલિન છે. એની સંસારી અવસ્થા છે, એનું કારણ જો કર્મ છે તો એ કર્મનો કર્તા પોતે છે. આત્મા કર્મનો કર્તા નથી' એમ જે કોઈ કહે છે તે ઘોર અજ્ઞાન છે. આત્મા પોતાના કર્મનો કર્તા પોતે જ છે અને જે કર્મ એણે કર્યાં છે એનો એ પોતે જ ભોક્તા છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 134
O
Page #135
--------------------------------------------------------------------------
________________
૪. કર્મનો ભોક્તા છે:
જે કર્મ જીવે કર્યાં છે તે બીજું કોઈ ભોગવે નહીં. પોતે જ પોતાના કર્મનો ભોક્તા છે. બીજાના કરેલાં કર્મ પોતે ભોગવી રહ્યો છે એવો ભાવ મનમાં આવે તો એ પણ ખોટું છે. આત્મા પોતે જ પોતાના કરેલાં કર્મનો તે ભોક્તા છે. વિશ્વની વ્યવસ્થામાં પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે. આ સ્વતંત્રતા એટલી બધી ચોક્કસ પ્રમાણમાં છે કે એના બંધના કારણો પણ પોતાનાં જ છે. અને એનાં મુક્તિનાં કારણો પણ પોતાનાં છે. સુખ-દુઃખનો એ ભોક્તા છે. આકુળતા-અનાકુળતાનો ભોક્તા છે. તે પોતે જ, પોતે ઉત્પન્ન કરેલી એવી કર્મસ્થિતિનો ભોક્તા છે. પણ એની એક ચમત્કૃતિ છે. તે એ કે એથી એનો... ૫. મોક્ષ છે :
એટલે કે કર્મના કર્તાપણામાંથી અને કર્મના ભોક્તાપણામાંથી આ આત્મા છૂટી શકે છે. આ છૂટી શકવાનું અધ્યાત્મ-વિજ્ઞાન આના ઉપર Base થયું છે. જ્ઞાનીઓએ, તીર્થકરોએ, સર્વજ્ઞોએ આ તત્ત્વ શોધી કાઢ્યું. મોક્ષ તત્ત્વ. બાકી તો બધું જ દુનિયામાં અનાદિકાળથી હતું. ‘બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે કહેવામાં આવી છે તે દર્શન જીવને સમીપ મુક્તિનું કારણ છે. અને આવી બંધ-મોક્ષની યથાર્થ વ્યવસ્થાને કહેવાને યોગ્ય જો કોઈ હોય તો તે શ્રી તીર્થકર છે. અને એવા તીર્થકરનો અંતર આશય આ ક્ષેત્રે, આ કાળે, જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે છીએ. એવું અમે દઢપણે માનીએ છીએ.” કૃપાળુદેવે બીજે પણ આ વાત સરસ રીતે લખી છે. બધાં જ દર્શનનો નિષ્પક્ષપાતપણે મેં વિચાર કર્યો. વેદાંત, સાંખ્ય આદિ બધા દર્શનનો. પણ બંધ અને મોક્ષની વ્યવસ્થાનો જ્યાં વિચાર કર્યો ત્યાં એ દર્શન અટકી ગયાં છે.” બંધન શાથી ? અને મોક્ષ શાથી ? બસ ! આ પાંચમું પદ, આત્મા કર્મના કર્તાપણામાંથી અને ભોક્તાપણાથી મુક્ત થઈ શકે છે. અનાદિથી આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે. અને તેથી અનાદિથી અનંત પુદ્ગલ પરાવર્તનનો સંસાર આ આત્મા ભોગવી રહ્યો છે. છતાં પણ એનાથી એ મુક્ત થઈ શકે છે. અને એ મુક્ત થઈ શકે છે એ માત્ર તત્ત્વજ્ઞાન નથી. એની સાથે વ્યવહાર જોડાયેલો છે. માટે એ... ૬. મોક્ષનો ઉપાય છે :
મોક્ષનો માર્ગ છે, અને એ માર્ગ છે એ સુધર્મ છે. મોક્ષનો માર્ગ છે, અને માર્ગ હોય તો એ માર્ગમાં ચાલવું પડે. માર્ગને આરાધવો પડે. એને વ્યવહાર કહેવાય છે. જૈન દર્શનમાં આ વ્યવહારને પહેલાં બરાબર સમજી લેવો પડે. લક્ષની પ્રાપ્તિ જે કરાવે છે, જે ઉપાય કરતાં જીવને ઉપેય તરફ દોરી જાય, આવા આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે. તે સાચું તત્ત્વજ્ઞાન છે. ધર્મનાં બે પાસા છે. એક એનું દાર્શનિક પાસું અને બીજું એનું વ્યવહારિક પાસું. એ દાર્શનિક પાસું છે એ નિશ્ચયનું પાસું છે. અને વ્યવહારિક પાસું છે એ એની સાધનાનું - આરાધનાનું પાસું છે. અને બંને પાસાથી જ ધર્મ કહેવાય. ધર્મ ક્યાંય એકાંગી નથી. આપણે તો આપણા મતના અભિમાનના કારણે ધર્મને એકાંગી બનાવી નાખ્યો. ધર્મ એટલે કાંઈ જાણવું તે નહીં, ધર્મ એટલે આરાધવું. ધર્મનું સાચું સ્વરૂપ વ્યવહારથી છે. પણ યોગ્ય દર્શન. દર્શન પૂર્ણ અને તે દર્શન તરફ - તે પરમાર્થ તરફ પ્રેરે તે વ્યવહાર. આ બંનેનો સમન્વય એને જ્ઞાનીઓએ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 135
=
Page #136
--------------------------------------------------------------------------
________________
ધર્મ કહ્યો છે. અને પરમકૃપાળુદેવે એને સુધર્મ શબ્દ મુક્યો છે. આત્મસિદ્ધિમાં ‘સુધર્મ' શબ્દ મુક્યો છે. સુધર્મ એટલે “પ્રેરે તે પરમાર્થને’ - જીવને પરમાર્થ તરફ લઈ જાય તે ધર્મ. એટલે આ જીવે કર્તાપણું કર્યું છે, ભોક્તાપણું કર્યું છે. પણ તેથી મુક્ત થવા સુધર્મ આચર્યો નથી. એટલે કે આરાધવાપણું કર્યું નથી. માટે આત્માનું આ છઠું પદ – આ મનુષ્ય ભવમાં આરાધવાનું છે. કે જો તું છઠું પદ આરાધીશ તો પાંચમાં પદને અવશ્ય પામીશ. માટે છ એ પદનો સમન્વિત વિચાર, છ એ પદનો સપ્રમાણ વિચાર, છ એ પદનો યથાસ્થિત વિચાર તે સમ્યક્દર્શન છે. સર્વાગે સમજણ. સંપૂર્ણ સમજણ. એક બીજાના અવિરુદ્ધભાવે સમજણ. આત્માના એક પદના આધારે, ત્રીજા-ચોથા પદનો નકાર નહીં કરવાનો.
અંધોઅંધપલાય - એની જેમ. આંધળાઓ હાથીને ઓળખવા બેઠા તો કોઈ કહે હાથી સૂપડા જેવો છે, અને કોઈ કહે થાંભલા જેવો છે. આ દષ્ટાંત શાસ્ત્રમાં ઠેર-ઠેર આવે છે. એમ જેના હાથમાં આત્માનું નિશ્ચયસ્વરૂપ આવ્યું તે કહે કે આત્મા આવો જ છે. આ જ ધર્મ, બીજું બધું અધર્મ. બધું જ મિથ્યાત્વ. આવી પ્રકારના મતાર્થની અંદર અંધ બનીને આત્માનું ત્રીજું પદ, કે ભાઈ ! આત્મા કર્તા છે.” તે પદ જાણતા જ નથી. ભાઈ ! કર્મનો કર્તા આત્મા સિવાય કોણ થાશે ? આત્મા ભોક્તા છે. એ કર્મનો ભોગવટો કોણ કરશે ? ગૌતમને પણ જ્યારે આત્મા વિશે શંકા હતી ત્યારે ભગવાન મહાવીરે એને કહ્યું કે, “હે ગૌતમ ! તમે જગતના જીવોને યજ્ઞ આદિ કરાવો છો, કર્મકાંડની ક્રિયા કરાવો છો, પૂર્ણ ક્રિયા કરાવો છો - એનો ભોક્તા કોણ ? એનું ફળ કોણ ભોગવશે ? આ જીવ અત્યારે મરી જાય તો ? જીવ છે, તે નિત્ય છે. આ સત્કાર્ય એટલા માટે જ થાય છે. તે સત્કાર્ય ફળદાયી છે. સફળ છે અને તેનું ફળ ભોગવનાર અમર છે. સારું કામ હશે કે ખરાબ કામ હશે. સુકૃત કે દુકૃત, એના ફળનો ભોગવટો એ જ જીવ કરશે જે ભાવથી એ કૃત્ય સાથે જોડાયો છે. બીજો કોઈ એના ફળનો ભોગવટો કરશે નહીં. કેવી ન્યાયસંપન્ન વાત ! આ સમ્યગ્ગદર્શન માટેના આ છ પદની, જો યથાર્થ સમજણ, ખૂબ શાંતિપૂર્વક, ગંભીરતાથી અને સપ્રમાણ, સગીપણે કે એની વિચારણા થાય નહીં તો સમ્યક્દર્શન પ્રગટ થાય નહીં, એમ અનંતા જ્ઞાનીઓએ કહ્યું છે. આત્માના કોઈ એક કે બે પદને જાણવાથી સમ્યક્દર્શન નથી. આત્માના છ એ પદનો સમન્વય કરીને, એના વિચાર કરીને, જ્યારે આ જાણવામાં આવે ત્યારે જ જીવને સમ્યક્દર્શન છે. સમ્યક્દર્શન થતાં જીવનમાં સમ્યકુધર્મ પ્રગટે છે. સમ્યક્દર્શનના અભાવમાં ધર્મ પણ સમ્યપણે પ્રગટ થતો નથી. અને જો ધર્મ સમ્યકપણે પ્રગટ થાય તો સમ્યકુલક્ષની પ્રાપ્તિ થાય. સમ્યકુલક્ષ – જીવને પોતાનું યથાતથ્ય સ્વરૂપ, જેવો આત્મા તીર્થંકર પરમાત્માએ, પરમ શુદ્ધ અવસ્થામાં કહ્યો છે, એવા પરમ શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિનો થાય.”
એટલે કૃપાળુદેવે અહીં ખીમજી દેવજી નામના મુમુક્ષુ હતા તેમને પણ એ વાત કરી કે, કેટલાક વખતથી એક મહાન ઇચ્છા અંતઃકરણની અંદર પ્રવર્તી રહી છે. આજે તમને જણાવું છું. તમે સમયે સમયે એનો વિચાર કરજો. નિરંતર એનું સંશોધન કરજો. કે આત્મા છે, તે આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્યા છે, આત્મા કર્મનો ભોક્તા છે, તેથી એ મુક્ત થઈ શકે છે અને મુક્ત થવાના ઉપાય પણ છે. - આ છએ મહાપ્રવચન - ષટપદ - એનું નિરંતર સંશોધન કરજો.’ પ્રવચન. તીર્થકરની દેશનાને, તેમની વાણીને પ્રવચન
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 136 GિE
Page #137
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. પ્રકષ્ટ વચન અને પ્રવચન કહેવાય. ત્રણે કાળ જે સિદ્ધાંતની દૃષ્ટિએ યથાતથ્ય રહે અને પ્રવચન કહેવાય. જૈન દર્શનમાં તો નિગ્રંથના વચન તે પ્રવચન. આપણા વચનામૃતજીમાં પહેલું શીર્ષક છે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” પછી નીચે લખ્યું છે, “નિગ્રંથ પ્રવચન’. તો ખીમજી દેવજીને એ મહાપ્રવચનનું સંશોધન કરવાનું જણાવ્યું. જ્યારે મુનિશ્રીએ પૂછ્યું, ત્યારે તેમણે પણ કહ્યું, “શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવાં જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદ – સમ્યક્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક છે.” “હે મુનિ ! જો સમકિત પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો, આ દેહ છૂટી જાય તે પહેલાં જો જીવે પોતાના સ્વરૂપની યથાર્થ સમજણ કેળવવી છે, એનું ભાન મેળવવું છે, તો તમે આ છ પદને વિચારજો.”
મહાત્મા ગાંધીજીએ કૃપાળુદેવને આફ્રિકાથી પત્ર લખ્યો હતો. કૃપાળુદેવે તેમને ડરબન પત્ર લખ્યો હતો તેમાં પણ આ વાત મુકી છે. પત્રાંક-૫૭૦ માં. “આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, એથી એને મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય એ ધર્મ છે. – આ છ પદ આત્માના, જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.” આ ગાંધીજીને લખ્યું છે ત્યારે ગાંધીજીની ઉંમર ૨૭ વર્ષની હતી. મુંબઈમાં સંપર્ક થયા પછી તેઓ આફ્રિકા ગયા. ત્યાં એમને ધર્મ પરિવર્તન કરવાનો ભાવ આવ્યો. ત્યારે કપાળદેવ એમને દિશા-દર્શન કરે છે. પોતે તો વ્યવહારમાં બેઠા છે. કર્મના વ્યવહાર પ્રપંચનો કારમો ઉદય આવ્યો છે, છતાં પણ આવા વિષમ ઉદયમાં પરમાર્થ માર્ગની પ્રભાવના સતત ચાલુ છે. એટલે પેઢી ઉપર બેઠાં, લાખોનાં વેપાર કરતાં હોવા છતાં, આવા પરમાર્થના વેપાર – અનંત જ્ઞાન નિધાનના વેપાર, આ પુરુષ પેઢી ઉપરથી કરે છે. લોકો કહે છે, કૃપાળુદેવ હીરા-માણેકનો વેપાર કરતા હતા. અરે ભાઈ ! પેઢી ઉપરથી આવા હજારેક પત્રો લખાયા છે. પેઢી ઉપર બેસીને એમણે આત્માનો વ્યાપાર કર્યો છે. પરમાર્થનો વેપાર કર્યો છે. અરે ! એની કોઈ કિંમત આંકી શકાય એમ નથી. ગાંધીજી જેવાને પણ સ્વધર્મમાં સ્થિર કરાવી દીધાં. ગાંધીજીને લખે છે, “આ છ પદ વિચાર કરીને જેને સિદ્ધ થાય - ‘ઉપજે તે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન.”
જીવને હજુ આત્મ વિચાર આવ્યો નથી. આપણને જે વિચારોની ભરમાળ છે તે માત્ર કલ્પના છે, મિથ્યા માન્યતાઓ છે, આપણી તૃષ્ણા અને વાસનાઓનું એ શાબ્દિક સ્વરૂપ છે. બીજું કાંઈ નથી. આપણને લાગે છે કે આપણે બહુ વિચાર કરીએ છીએ પણ એ ભ્રાંતિ સિવાય કાંઈ નથી. કારણ કે આપણા વિચારને એક પણ સત્ પદાર્થ સાથે સંબંધ નથી. આપણે અસત્ પદાર્થ, અસત્ સંબંધ, અસતુ સંયોગ અને અસત સ્થિતિ સંબંધી જ વિચારણા કરીએ છીએ. એટલે એ અસવિચાર એ વિકાર છે. કારણ કે એ મોહજન્ય છે. કારણ કે આપણને પદાર્થ પ્રત્યે કાં તો રુચિ છે કાં અરુચિ છે, કાં ગમો છે, કાં તો અણગમો છે, કાં તો ઇષ્ટપણાની કે અનિષ્ટપણાની ભાવના છે. એટલે આપણે ગમે તેટલો વિચાર કરીએ, પણ એના પાયામાં મોહ છે, અસત્ છે. એટલે એ વિચાર એ ભ્રાંતિ છે. જ્ઞાની પુરુષના બોધથી, આવા પ્રાપ્ત પુરુષોના વચનોની, આપ્ત પુરુષોનાં વચનોની પ્રતીતિથી જે જીવ વિચાર કરે છે, એ સૂત્ર પર વિચાર કરે છે ત્યારે જ ખરેખર જીવનમાં વિચાર ઉદ્દભવે છે. અને આ વિચારથી નિજજ્ઞાન પ્રગટ થાય છે
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 137 EF
Page #138
--------------------------------------------------------------------------
________________
એમ કૃપાળુદેવ કહે છે. કારણ કે વિચારનું સૂત્ર સત્ છે. સતુ'ને બતાવનાર 'સતુ જોઈએ. આ વિચારનું સૂત્ર સત્ હોવાથી એ વિચારણાથી જ્ઞાન પ્રગટે છે. જેમ આપણે બધા ઉદાહરણો જોયા. ચંડરૂદ્રાચાર્યના શિષ્ય-વિચારણા, પુષ્પચુલા વિચારણા, ભરતચક્રવર્તી વિચારણા, આત્મલક્ષી વિચારણા, સત્ કેન્દ્રિત વિચારણા. સનો યથાતથ્ય વિચાર કરવાથી નિજ્ઞાન પ્રગટે છે. અને નિજ્ઞાન પ્રગટતાં અનાદિનો જે મોહ હતો તે વિનષ્ટ થાય છે. મોહ નષ્ટ થતાં, મોહ આધારિત જે કર્મો હતાં તેનું જોર તુટી જાય છે. સાધન ગમે તે હોય પણ આપણે ખૂબ સમજીએ કે માર્ગ કેવા પ્રકારનો છે ? ગાંધીજીને ફરી આગળ કહે છે કે, પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી, એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે.' જો પૂર્વનો અભ્યાસ - એનું બળ કામ આવતું હશે તો જ ભગવાન આમ કહે ને ? આ આત્માની નિત્યતાની વાત સમજાય છે ? ધર્મની આરાધના, મુક્તિના માર્ગ તરફ લઈ જાય એ વાતની શ્રદ્ધા બેરો છે ?
-
આ કુટુંબનો પનારો, આ શારીરિક નબળાઈ, સ્વાસ્થય સારું ન હોવું, સગાં-સંબંધીઓનો સાથ ન હોવો, સંસારની ઉપાધિ, ઉકળાટ, ઉતાપ - આ બધાંને લઈને કાંઈ થાતું નથી એમ ન સમજ. તું તો નિત્ય છે. આ બધી તો સ્વપ્નની દુનિયા છે. બધું જ ચાલ્યું જાશે. કાં તો તું ચાલ્યો જઈશ. અને કાં તો એ બધાં ચાલ્યા જશે. આ તો તું જીવે છે ત્યાં સુધીનો બધો જમેલો છે. અરે ! એક સમય માટે પણ જો સદ્ધર્મની આરાધના કરી હશે તો તે કદાપિ નિષ્ફળ જતી નથી. અને દેહધર્મની આરાધના જીવનભર કરી હશે તો પણ જેવો શ્વાસ ગયો કે નિષ્ફળ - કરોડોની ઉપલબ્ધિ કરી, કેટલીય પદવી લીધી, નોબલ prize મેળવ્યું, International નામનાઓ મેળવી, પણ જે ક્ષણે છેલ્લો શ્વાસ લીધો કે બધું નિષ્ફળ. એ દેહની સાથે એનો પૈસો, એની નામના, એની પદવી, એની પ્રતિષ્ઠા બધું સળગી જાય છે. પણ આત્માની અંદર જે સંસ્કાર પ્રાપ્ત કર્યો છે, સના બોધથી અને પરમતત્ત્વની શ્રદ્ધાથી આ સંસ્કાર - જીવ ગમે તે ગતિમાં જાય પણ - એના આત્માને જાગૃત કરે છે. અને થંભાવી દે છે. એના પરિભ્રમણને રોકી દે છે. આવો સંસ્કાર જીવમાં જોઈએ. કૃપાળુદેવ કહે છે, પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી, અત્યારે પણ અભ્યસ કરવો. જેટલો સમય મળે એટલો, જીવનમાં છેલ્લા શ્વાસ સુધી વિતરાગ દર્શનનો અભ્યાસ કરવો. સત્પુરુષનાં બોધનું વાંચન વારંવાર કરવું, એનું જ પુનરાવર્તન, સતત એ જ શબ્દોનું ઘોલન, એનું જ રટણ, એ જ કર્યા કરવાથી સમ્યક્દર્શનને પ્રાપ્ત કરાવે એવા આત્માના છ પદનો વિચાર ઉત્પન્ન થશે. અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.' જો પૂર્વના અભ્યાસનું કંઈ ભાથું લઈને જીવ ન આવ્યો હોય તો આ જન્મમાં પણ શક્ય છે. ભાથું બાંધી લે. સત્સંગના આશ્રયથી - તેનો તું આશ્રય કર.
મોટા પુરુષોએ જે બોધ કહ્યો છે, જ્યાં સત્ વસે છે, જ્યાં સત્ન પ્રાપ્ત પુરુષ બીરાજમાન છે, અથવા જ્યાં સને પ્રાપ્ત એવા આપ્ત પુરુષોના વચનની વિચારણા થાય છે, એવાં મુમુક્ષુ વો, આત્માર્થી જીવો જ્યાં ભેગાં થાય અને કેવળ સની વિચારણા થાય અને સત્સંગ કહેવાય. અને પરમકૃપાળુદેવે આ સત્સંગનું અદ્ભુત માહત્મ્ય મુક્યું છે. પ્રત્યેક જીવને પોતાના સમવયી, સમસ્વભાવી, આવાં તો બે-ચારપાંચ, સંસારના કોઈ પણ ક્ષેત્રમાં બેધ છે, અને કોઈ પણ અવસ્થામાં સંસાર પ્રાપ્ત થયો હોય, તો પણ સતપુરુષનાં વચનને લઈને રોજ કલાક-દોઢકલાક સતુની વિચારણા કરવી. ભક્તિભાવથી કરવી. નિર્મળ
= શ્રી આત્માસિદ્ધિ-શાસ્ત્ર - 138
Page #139
--------------------------------------------------------------------------
________________
અંતઃકરણથી કરવી. સંસારની વાસનાઓને બાજુ પર મુકીને કરવી. આ સત્સંગના આશ્રયથી વિચાર ઉત્પન્ન થવાનો જીવને જોગ થાય છે. આ વિચાર ઉત્પન્ન થયા વિના જો દેહ છૂટી જાય તો આ સંજ્ઞીપણું નકામું થઈ જાય. પછી બીજી એવી કેટલીય પર્યાય છે કે જેમાં જીવને વિચાર સાથે સંબંધ નથી. ૮૩,૯૯,૯૯૯ યોનિ છે, મનુષ્ય સિવાયની જેમાં વિચાર સાથે સંબંધ નહીં આવે. અત્યારે વિચાર ઉત્પન્ન કરી લઈએ એવું સાધન પ્રાપ્ત થયું છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે, “વિચાર સહિત વાચાશક્તિ વર્તે છે એવો મનુષ્ય પ્રાણી, કલ્યાણનો સૌથી વિશેષ અધિકારી છે.” કારણ કે આની પાસે વિચાર સહિત વાચાશક્તિ છે. એટલે ભાષા
છે. બીજા પ્રાણીઓને ભાષા નથી. દુઃખનું વેદન છે. ભાષા નથી. તો સમજણ કેવી રીતે કેળવે ? ભાષા વિના એકબીજા જીવો પર ઉપકાર કરવો શક્ય નથી.
“પરસ્પરોપકારો ગ્રહો જીવાણું.” તો એટલા માટે દેશના લબ્ધિ ક્યારે મળે ? ભાષા. આવી ભાષા ફક્ત મનુષ્ય યોનિમાં રહેલી છે, કે જ્યાં એ બોલી શકે છે, સાંભળી શકે છે અને વિચારી શકે છે. આવો અદ્ભુત યોગ, આવું અનુપમ સાધન અને પ્રાપ્ત થયું છે. અનાદિકાળના પરિભ્રમણમાંથી આવા ઉત્કૃષ્ટ સ્થાનના Junction ઉપર આવીને એ ઊભો છે. એટલે કહ્યું કે મનુષ્યનો જન્મ એ મોક્ષનો દરવાજો છે. બારણું છે. પણ ત્યાં બે રસ્તા છે, બે પાટિયા માર્યા છે. એક બાજુ “મોક્ષ માર્ગ” લખ્યું છે. બીજી બાજુ ‘સંસાર તરફ જવાનો માર્ગ લખ્યું છે. બીજો છે “પરિભ્રમણનો માર્ગ.” હવે ભાઈ ! વિચાર કરી લે કે તારે
ક્યાં જાવું છે ? કારણ કે અત્યારે જ આવું પાટિયું વાંચવાનો અવકાશ છે. પશુ કે પક્ષી થાઈશ, તિર્યંચમાં હોઈશ – ત્યારે શું આવા પાટિયા વાંચવાનો ? મોક્ષ માર્ગની આરાધના કર. કે તારા સંસારને સંક્ષેપ કર. કર્મોના બંધન તોડ. આ બધું ત્યારે કોણ કહેશે ? નિકષ્ટમાં નિકૃષ્ટ જીવની ગતિ, નાના-નાના જંતુ, કરોળિયા, મચ્છર, એ બધી યોનિમાં ગયેલો જીવ આ જ છે. જીવ બધાં જ સમાન છે. આ જ જીવ અજ્ઞાનથી પરિભ્રમણ કરી આવી બધી અવસ્થાઓને ધારણ કરે છે અને ત્યારે વિચારનો કોઈ યોગ ઉત્પન્ન થવો સંભવતો નથી. આ વિચાર નો યોગ મનુષ્ય ભવમાં સત્સંગના આશ્રયથી થાય છે. માટે સત્સંગને અધિકાધિક મહત્ત્વ આપવું.
જેમ બાકી બીજા સંગ કરીએ છીએ જેવા કે દુકાને જઈને ઘરાકોનો સંગ કરીએ છીએ, ઑફિસમાં જઈને Boss નો Sub-ordinates નો સંગ કરીએ છીએ, ફરવા જઈએ ત્યારે મિત્ર મંડળનો અને ઘરમાં જેમ કુટુંબનો સંગ કરીએ છીએ પણ ભાઈ ! તું આ “સ”નો સંગ કરશે ? સત્સંગના આશ્રયથી આ વિચાર ઉત્પન્ન થાય છે. કૃપાળુદેવે કહ્યું આત્માના છ પદ, આત્મા છે, તે આત્મા નિત્ય છે, જે આત્મા નિત્ય છે તે જ આત્મા પોતાના કરેલા કર્મનો કર્યા છે, જે આત્મા કર્મનો કર્યા છે તે જ આત્મા પોતાના કર્મનો ભોક્તા છે, તે આત્મા કર્મના કર્તા-ભોક્તા-પણામાંથી મુક્ત થઈ શકે છે, અને તે મુક્ત થવા માટેનો ઉપાય છે અને તે ઉપાય સુધર્મ છે. સુધર્મ-સાચો ધર્મ. ધર્મની યથાતથ્ય ઓળખાણ. ધર્મનું દાર્શનિક સ્વરૂપ અને વ્યવહારિક સ્વરૂપ. એને સુધર્મ કહેવાય છે. તો જે પ્રમાણથી આ જણાય તે વારંવાર વિચારવા યોગ્ય છે. સમ્યકદર્શન સ્વરૂપ એવા શ્રી જિનના ઉપદેશેલાં આ છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 139
=
Page #140
--------------------------------------------------------------------------
________________
છે.” આ છ પદનું નિરૃપણ શ્રી જિને કર્યું છે. જીવ આત્માર્થી છે. સદૂગરનો બોધ થયો છે. આ છ પદ છે તે જ સદ્દગુરુનો બોધ છે.
‘આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય;
એ બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” હવે સદ્દગુરુનો બોધ મળ્યો છે તો સુવિચારણામાં ઊતરી જા. વિચાર કર. અતિશય કરીને વિચાર કર, એટલે કે મુશ્કેલી હોય કે સંસારની બીજી કોઈ ઉપાધિ હોય તો પણ, એ ઉપાધિને બાજુ પર રાખીને પણ તું આ વિચારણા કર. સતુપુરુષના બોધનો, શ્રી જિનેશ્વરે કહેલાં આત્માના સ્વરૂપનો, અનંતા જ્ઞાનીઓ, જેઓ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એમણે અનુભવના આધારે જે કહ્યું છે એનો તે વિચાર કર. કેમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધિપણું છે. અમે એને પ્રમાણભૂત ગણીએ છીએ. અમે એને ચકાસી લીધા છે. તું ચિંતા કર મા. માત્ર આ છ પદનું સ્વરૂપ ભગવાને કહ્યું છે એટલે નહીં પણ આત્માના આ છ પદ ‘સપ્રમાણ’ છે. પ્રમાણ સહિત છે. કોઈ પણ વાત પ્રમાણથી સિદ્ધ થાય. જ્ઞાનીઓ કહે છે અને એને પ્રમાણથી સિદ્ધ કર્યા છે. It has been proved. સાબિત થઈ ચુકેલા છે. માટે તું એની વિચારણા કર.
આ છ સ્થાન અમે સંક્ષેપમાં કહીએ છીએ. આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ પદ છે, તેનો ઉપાય છે. તે ઉપાય તે સુધર્મ. આ વાત સંક્ષેપમાં મૂકી છે. આ એક શબ્દમાં કૃપાળુદેવનું આપણને ઓળખાણ મળે છે. યુગ એવો યોગી. આ છ પદ સંક્ષેપ કહ્યાં છે કારણ કાળ. સંક્ષેપનો કાળ છે. અત્યારે ૮૦ લાખ પૂર્વના કે નેમિનાથ ભગવાન જેવા ૫૦ હજાર વર્ષના કે પાર્શ્વનાથજીની જેમ ૧OOO વર્ષના આયુષ્યનો કાળ નથી. આ કાળની અંદર આયુષ્ય અનિયત છે. જેમ જેમ કાળ દુઃષમતાને પામે છે તેમ-તેમ જીવનું આયુષ્ય એકદમ અનિશ્ચિત થતું જાય છે. આ કાળમાં અકાળ અવસાન કે એકાએક અવસાનના જ સમાચાર મળે છે. આ કાળની અંદર હવે કોઈ ગણતરીના હિસાબે ચાલી ન શકે. “દોરી તુટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે ?” અરે ભલા માણસ ! આયુષ્યના દળિયા ખલાસ થઈ જાય પછી એ જીવ જ્યાં હોય, જે અવસ્થામાં હોય ત્યાં દેહ છોડે છે. જીવ નીકળી જાય પછી દેહની એક પણ ક્રિયા ન થાય. લીધેલો શ્વાસ બહાર ન નીકળે. પીધેલું પાણી ગળે ન ઊતરે. બન્નેની કેટલી ભિન્નતા છે છતાં જીવને ખ્યાલ નથી આવતો કે દેહને આત્માની આ અવસ્થા સંયોગી છે.
આ આયુકર્મપૂરું થાય એટલે બધાં સંબંધો પૂરાં થાય. માટે જ્ઞાની કહે છે કે અમે સંક્ષેપમાં એટલા માટે કહીએ છીએ કે આ કાળના જીવોને ટાઈમ ઓછો છે. ‘એટલે આ પર્યુષણમાં નહીં, આવતા પર્યુષણમાં ધર્મ કરશું, આ વર્ષે ધંધો સારો છે, કમાઈ લઈએ, હજુ છોકરાં-છોકરી ઠેકાણે પાડવા છે. આ બધું જીવનું ડહાપણ ભાઈ ! તું મૂકી દે, કાલ કોઈને માટે થોભવાનો નથી. આ આદર્યા અધૂરા રહેશે અને તું ચાલ્યો જાઈશ તો ધર્મ ક્યારે કરીશ ? માટે જેટલા સમય પુરતી મૈં તત્ત્વની વિચારણા કરી તે જ સાચું છે. આ કાળની અંદર જો કોઈ સાધન આપણી પાસે હોય તો તે વિચારણાનું સાધન છે. કાળ અનુસાર સાધનો પણ બદલાય છે. જેમ-જેમ મનુષ્યના આયુષ્યનો કાળ અલ્પ આવે છે તેમ-તેમ મનુષ્યની વિચારશક્તિ, બુદ્ધિબળની તીવ્રતા વધે છે. આજે તો ત્રણ વર્ષના છોકરાને એટલી બધી સભાનતા અને સજાગતા છે કે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 140 T=
Page #141
--------------------------------------------------------------------------
________________
જેટલી પહેલાં પંદર વર્ષે પણ નહોતી. આ તો જન્મજાત પુદ્ગલનાં જ્ઞાની છે. જન્મજાત ચાલાક, જન્મજાત હોંશિયાર, જન્મજાત ચતુરાઈ. પણ આ બધી ચતુરાઈ ભૌતિક પદાર્થ વિશેની છે. ખરી હોશિયારી, ચતુરાઈ ૫૨માર્થમાર્ગને વિશે હોવી ઘટે છે.
માટે એ સમયે ઓછાં આયુષ્યની અંદર વિચારનું સાધન મોટું છે. એટલે અમે બધું સંક્ષેપમાં કહીએ છીએ અને વિચારવાનું કામ તમારા ઉપર મૂકીએ છીએ. પહેલાં જ્ઞાનીઓ વિચારતા, કાળ દીર્ઘ હતો અને એ પ્રમાણે બોધ આપતા. ઋષભદેવ ભગવાનનો કેવળજ્ઞાનની અવસ્થાનો સમય એક લાખ પૂર્વ વર્ષ આયુષ્યનો હતો. એમણે એક લાખ પૂર્વ વર્ષ સુધી જે ઉપદેશ આપ્યો તે મહાવીરે બાર વર્ષ આપ્યો. આદિનાથ અને વર્ધમાનનાં માર્ગમાં કંઈ ભેદ નથી. તત્ત્વમાં કંઈ ભેદ નથી. ઉપદેશ તો બન્નેનો એક જ છે. તોયે ભગવાન તો ઉપદેશ આપતા. એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળી પર્યાય હતી. તેથી તેટલા વર્ષ ભગવાને ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરની કેવળી પર્યાય ત્રીસ વર્ષ. કેળવજ્ઞાન થયા પછી ભગવાને ત્રીસ ચોમાસા
કર્યાં. એમણે એટલો કાળ ઉપદેશ આપ્યો. કૃપાળુદેવનું આયુષ્ય તો ફક્ત ૩૩ વર્ષનું જ હતું. અને એમાં પણ એમને લાગ્યું કે હવે કોઈ આવો ઉપદેશ આપવાનો યોગ બને એમ નથી. એટલે પત્રના રૂપમાં આત્મસિટિ' લખી દોઢ કલાકની અંદર એક લાખ વર્ષના ઉપદેશમાં જે વાત કહેવાય ને તેમણે આત્મસિદ્ધિમાં દોઢ કલાકમાં સંક્ષેપમાં કહી. તેમણે કહ્યું મેં જે વાત સંક્ષેપમાં કહી તે તમે વિસ્તારથી વિચારજો. કારણ He had no time, તમે બધા બુદ્ધિમાન છો, મતિમાન છો વિચારજો. Expand and extend your thoughts deepen your thoughts.
ખૂબ ઊંડા ઊતરો. અમારી કહેલી વાતનું નિરંતર ધ્યાન કરજો. કૃપાળુદેવ કહે છે વાંચન કરો, શ્રવણ કરો અને પછી મનન કરો અને મનન પછી નિદિધ્યાસન કરો. અનુપ્રેક્ષા કરો. એનું ધ્યાન કરો. કોઈ પણ એક સૂત્ર હાથમાં આવ્યું કે ‘હું આત્મા છું’ તો હું આત્મા છું કે નહીં ? એના plus point, minus point, fore points, against point, બધાનો વિચાર કરીને ધ્યાનમાં તે દિવસે એક એજ સૂત્રનો વિચાર કરો કે હું આત્મા છું કે કોણ છું ? જેમ વિચારશો તેમ અંદરથી પ્રકાશની ઉપલબ્ધિ થશે. અહીં એ વાત મૂકી છે કે પટ્ સ્થાનક સંક્ષેપમાં અને પછી ચમત્કૃતિ બતાવી છે કે, ષટ્ દર્શન પણ તેહ.' પ્રભુ ! આવું વિતરાગ દર્શન ! તમે છ સ્થાનક (પદ) તો આત્માના સંક્ષેપમાં કહ્યાં, પણ જગતની અંદર અધ્યાત્મના જે છ દર્શન છે તે પણ આમાં આવી જાય છે. આ કેટલું બધું synthesis થઈ ગયું. કેટલું બધું ઘનીભૂત થઈ ગયું. આ વિચાર કેટલો ઘનિષ્ટ, intensified કેટલો થયો ? એટલે કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે આ છે દર્શન – પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે. અને તે દ્વારા જે મોક્ષમાર્ગને પ્રતિબોધે છે, તેવા છ દર્શન છે.’
જગતમાં એક ભૌતિક સંસ્કૃતિ અને બીજી આધ્યાત્મિક સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ એ પુદ્ગલ ઉપર આધારિત છે અને પૂર્વની સંસ્કૃતિ આત્મિક તત્ત્વ ઉપર આધારિત છે. આત્મિક તત્ત્વ ઉપર આધારિત છે એણે વિચારણામાં આત્માને કેન્દ્રમાં રાખ્યો છે. બીજાએ ભૌતિક પદાર્થને કેન્દ્રમાં રાખ્યો છે. આત્માની વિચારણા માટે અહીં જે પ્રક્રિયા ચાલી એના વૈજ્ઞાનિકો આ ધરતી પર પેદા થયાં. સપ્તસિંધુના કિનારે,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 141
Page #142
--------------------------------------------------------------------------
________________
હિમાલયની ગુફાઓમાં, નર્મદાને તીરે, વિંધ્યાચળની પહાડી ઉપર, એવા એવા ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, એ બધા મહાન વૈજ્ઞાનિકો થયા. દુનિયામાં ભૌતિક પદાર્થનો અભ્યાસ કરનાર આઈન્સ્ટાઈન જેવા જ વૈજ્ઞાનિકો છે એવું નથી. આત્માના પદાર્થનો અભ્યાસ કરનાર પણ બધા વૈજ્ઞાનિકો જ છે. વિશ્વામિત્ર, ગૌતમ, મહાવીર આ ચોવિશ તીર્થકરો. એની આખી પરંપરા, હરિભદ્રાચાર્ય એવી આ વૈજ્ઞાનિકોની પરંપરા નાભિરાયશ્રી આદિનાથથી કરીને શ્રીમદ્ રાજચંદ્ર સુધીની પરંપરા. અવધુત વૈજ્ઞાનિકોની પરંપરા છે. જેને પરમાર્થી વસ્તુને ચકાસી અને સિદ્ધાંતના બાંધા બાંધ્યા છે. આ પરંપરા છે જેણે જગતને આ વસ્તુ અને સિદ્ધાંત બતાવ્યા છે. ભૌતિક વૈજ્ઞાનિકો, ગેલેલિયો, ન્યુટન આજે કંઈ વાત કહે – કાલે બીજો વૈજ્ઞાનિક આવીને એને ખોટી prove કરે. આઈન્સ્ટાઈને કહ્યું મેં મારી અર્ધી જિંદગી નવી-નવી શોધ કરવામાં કાઢી અને બાકીની અર્ધી જિંદગી એ શોધો ખોટી હતી એમ સાબિત કરવામાં કાઢી. એકે કહ્યું પૃથ્વી ગોળ છે, બીજાએ એનું ખંડન કર્યું. આટલા મતભેદ છતાં બધાને noble prize મળે.
આ જગતનો ક્રમ તો જુઓ અને આપણે કહીએ કે એ કેવો જ્ઞાની છે ! એનો એકે સિદ્ધાંત સો વર્ષ પણ ટકી શકતો નથી. સિદ્ધાંત બદલાવવા પડે છે. કારણ કે વિજ્ઞાનની બધી વાતો assumption ઉપર હોય, ધારણા ઉપર. ધારો કે – ધારો કે પવન ન હોય તો દીવો સળગે. પણ પવનનું, વાયુનું બળ દીવા કરતાં વધારે હોય તો દિવેલ હોવા છતાં દીવો ઠરી જાય. વળી બીજાએ કહ્યું કે જો ફોટો (કાચ) મૂકવામાં આવે તો પવન હોવા છતાં દીવો ઠરે નહીં – આ વાતમાં શું ઠેકાણું છે ? આજની વાત કાલ ટકી શકતી નથી અને આ જ્ઞાનીઓએ, અનંતા તીર્થકરોએ કહેલો માર્ગ, આજે પણ સત્યની કસોટી ઉપર, અનુભવની એરણ ઉપર, એ જ છે. આ માર્ગમાં જે-જે નવા વૈજ્ઞાનિકો થાય છે, તે વૈજ્ઞાનિકો, આગળના વૈજ્ઞાનિકોએ જે-જે કહ્યું છે તેનો છેદ નથી ઉડાડતા પણ તેઓ એમ કહે છે કે એમણે જેમ કહ્યું તેમ જ વસ્તુસ્થિતિ છે. અમારા અનુભવમાં, અમારા પ્રમાણમાં એજ આવે છે. એટલે આદિનાથ પણ એમ કહે છે કે અગાઉના તીર્થકરો કહી ગયા એમ જ વસ્તુસ્થિતિ છે. અને વર્ધમાન પણ એજ કહે અને રાજચંદ્ર પણ એજ કહે કે, “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યાં છે એવા અનંતા જ્ઞાની પુરુષોએ જે પદાર્થનું સ્વરૂપ કહ્યું છે તે યથાતથ્ય છે. અહીંના વૈજ્ઞાનિક ડીટો કરીને બધા એક બીજાની વાતને પ્રમાણ આપે અને પશ્ચિમના વૈજ્ઞાનિકો દરેક એક બીજાનો છેદ ઉડાડે.
આ ધર્મની વાત કેટલી અદ્દભૂત છે. આ વાત સરખી રીતે સમજીએ તો કેટલો આનંદ આવે ? કેવાં દર્શનમાં આપણો જન્મ છે ! એની ગરિમા કેવી છે ? એનું ગૌરવ થવું જોઈએ. આપણને તો હજી આ દેશમાં જન્મવાનો અફસોસ રહ્યા કરે છે. પશ્ચિમના દેશોના અભરખા રહ્યા કરે છે. હે દુર્ભાગી જીવ ! તું કાંઈ તો સમજ. અનંતકાળમાં આવા પ્રકૃષ્ટ પુણ્યના સંચયથી તું વિતરાગ શાસનમાં આવી ગયો. અધ્યાત્મ ભૂમિ ભારતવર્ષમાં આવી ગયો અને વિચારની પરિપાટીના આધાર ઉપર, વસ્તુના સ્વરૂપ ઉપર, છ દર્શનની
જ્યાં ઋષિમુનિઓએ રચના કરી, હજારો વર્ષ તપ કરી જેણે પરાર્દષ્ટિ પ્રાપ્ત કરી છે – ઋષિ એટલે દેખનાર – who is seer – એ ચર્મચક્ષુની પર જેનાં અંતર્થક્ષ ખુલ્યાં છે એવી ધરતીમાં આપણો જન્મ થયો છે. આ માનવ જીવનની ગરિમા તો સમજીએ. આ જીવને મહાવીરનાં માર્ગનું કોઈ ગૌરવ નથી. એ
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 142 [E]=
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સંસ્કૃતિનો વારસદાર છે એની ગરિમા એને નથી અનુભવાતી ષટ્કર્શન જિન અંગ ભત્રીજે.' કે પરમાત્મા ! સર્વજ્ઞ ! વિતરાગ જિનેશ્વર ! તારામાં તો છએ દર્શન આવીને સમાય છે. કૃપાળુદેવ રાજચંદ્રજી કહે છે, આ છ પદ અમે જે કીધાં છે તે સંક્ષેપમાં તો કીધાં છે, એમાં આખો વિતરાગ દર્શનનો સાર તો અમે મૂક્યો છે પણ છ એ દર્શન પણ એમાં જ આવી જાય છે. અધ્યાત્મની દૃષ્ટિએ, વિચારની પરિપાટી ઉપર, સત્ય શોધનના પુરુષાર્થના આધાર ઉપર, જે અનંતા જ્ઞાનીઓએ જુદીજુદી પ્રકારનાં જે પ્રયોગ કર્યા છે અને એના આધા૨ ઉપ૨ જે નિષ્કર્ષ મેળવ્યો છે, જેને દર્શન કહેવાય છે તે પણ આ છ પદમાં સમાવિષ્ટ થાય છે. આ બધું આપણને ‘સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ.’ આ બધું જ્ઞાનીએ આપણને શું કામ કીધું ? આટલી વિશાળ ગ્રંથરાશિની રચના ! વિસ્તારથી પણ કીધું અને સંક્ષેપમાં પણ કીધું. કારણ કે કેટલાય જ્ઞાનીઓએ આનાં રહસ્ય કાઢી-કાઢી, ભાષ્ય, ચુર્ણી, ટીકા – અનેક વસ્તુ લખી આના ઉપર કે જગતના જીવો ! જુઓ. આ કેવી અદ્ભુત જ્ઞાન ખજાનો ભર્યો છે. આ તો રત્નાકર છે. જ્ઞાનનિધિ અને જ્ઞાનવારિધિ છે. એટલે એમણે તો આખી ગ્રંથરાશિનું સર્જન કર્યું. આગમ, સૂત્રો, ચુર્ણો એનાં ભાષ્ય, એની ટીકાઓ, એનાં વિવેચનો કેટલું બધું મળ્યું છે !
આ બધું જ્ઞાનીઓએ કહ્યું છે. આ એક જ લક્ષ બંધાવા કહ્યું છે. ‘સમજાવા પરમાર્થને.’ જેથી કરીને જીવ પરમાર્થ = પરમ + અર્થ - સમજે. કોઈ પણ પ્રકારે આ જીવ પરમાર્થને સમજે. ‘સમજાવા’ છે. ‘સમજાવવા’ નથી. પ્રત્યેક જીવે વિચાર કરવો કે મારે આનાથી પરમાર્થને સમજવો છે. અનાદિની જે પરમાર્થ સંબંધી ભ્રાંતિ છે એને ટાળવી છે. પણ જીવ સમજાવાને બદલે સમજાવવાના વેપારમાં પડી ગયો છે. અહીં તો જાતે સમજવાની વાત છે. બીજાને સમજાવવાની વાત નથી. સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ તેહ કૃપાળુદેવે પણ કેટલી બધી ઉદારતા બતાવી છે કે ષટ્દર્શન પણ જેણે બાંધ્યા છે તેણે પણ બહુ ડહાપન્ન વાપર્યું છે. કેમ કે જે ભૂમિકામાં જીવ હોય, તે ભૂમિકામાં એને તત્ત્વનું દર્શન કરાવવું જોઈએ અને એ કરાવ્યું છે. પણ જીવ પોતાની મેળે સ્વરૂપ સમજવા જાય તો બેસે નહીં. કારણ કે તે બેસવું તે સત્પુરુષના આશ્રર્ય થાય. જે પુરુષે – જે સ્વરૂપ સમજાવ્યું છે તે એનો આશ્રય લઈને સમજીએ, તો જ સમજાય. આ પરમાર્થ માર્ગ સમજવામાં, કોઈ પણ પ્રકારે ૫રમાર્થ સંબંધે, મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં.' ક્યાંય કલ્પનામાં જાવું નહીં જે કાંઈ સમજવું છે તેમાં જ્ઞાનીના વચનનું અવલંબન લેવું. બારમા ગુણસ્થાનક સુધી શ્રુતનું અવલંબન લેવું. અનંતા જ્ઞાનીઓએ જે કહ્યું છે તે શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ છે. એ શ્રુતનું અવલંબન રાખજે. સ્વચ્છંદમાં ક્યારેય જઈશ મા. સ્વચ્છંદને પરમાર્થ માર્ગમાં મહા દુઃશ્મન કહ્યો છે.
આ છ પદની વાત કરી. હવે આત્માના પ્રથમ પદની વિચારણા કરીએ. આ આત્મસિદ્ધિગ્રંથ’ સંવાદના રૂપમાં છે. શિષ્ય એ શંકા કરે અને ગુરુ એનું સમાધાન આપે. શિષ્ય એકદમ અજ્ઞાનમાં છે. હું કાંઈ જાણતો નથી. આપે જે આત્માના છ પદ કહ્યાં તે તત્ત્વજ્ઞાન સંબંધી મારું કોઈ જ્ઞાન નથી. મારી તો ઉલ્ટાની એમાં ભ્રાંતિ છે. ભ્રમણા છે. હે પ્રભુ ! હું હવે તમને મારી વાત કહું છું તે સાંભળો અને પછી હે સમાધાન આપો.’ આપે તો આત્માના છ પદ કહ્યાં કે આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, પોતાના જ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૭ 143
Page #144
--------------------------------------------------------------------------
________________
કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય છે. પણ હું તો કાંઈ જાણતો નથી. હવે શિષ્ય આશંકાના રૂપમાં પૂછે છે – શિષ્ય એટલે આપણે બધાં જીવો – આપન્ના મનની વાત, આપણા મનની મૂંઝવા, આપણી અનાદિની ગુંચ, અનંતકાળના પરિભ્રમણનું કારણ, આપણું અજ્ઞાન – એ અજ્ઞાનની વાત શંકાના રૂપમાં – શિષ્યના મોઢે આ વાત સદ્ગુરુ સ્વયં કહે છે. કારણ કે જ્ઞાની મુમુક્ષુને ઓળખે છે. જેમ મુમુક્ષુનાં નેત્રો – અજ્ઞાન હોવા છતાંયે – મુમુક્ષુતાને લીધે માત્માને ઓળખે છે તેમ આ મહાત્મા પણ મુમુક્ષુને ઓળખે છે કે આ સાચો મુમુક્ષુ છે કે નહીં ? સાચો ધર્મ પામવા આવ્યો છે કે ડોળ કરે છે ? જિજ્ઞાસુ છે કે નહીં ? સદ્ગુરુને તો આ બધી જ ખબર પડે કે આ શિષ્ય સાચો છે કે નહીં ? આ ગુરુને, આ શિષ્ય સાચો છે એવી પ્રતીતિ થાય છે. આ શિષ્ય સાચો છે, આત્માર્થી છે. આ તો કાળબળના કારણે, લુપ્ત થયેલા મોક્ષમાર્ગને કારણે, મતાર્થમાં ભેરવાઈ પડયો છે, કાં તો ક્રિયાજડમાં અને કાં તો શુષ્કજ્ઞાનમાં અટવાઈ ગયો છે. પણ છે સાચો. કારણ કે એના કષાય ઉપશમ થઈ ગયાં છે, મોક્ષની અભિલાષા જાગી છે, એને હવે ભવભ્રમણનો થાક લાગ્યો છે, એ સંસારથી કંટાળ્યો છે, અને પ્રાણીઓ ઉ૫૨ એને દયા વર્તે છે. સ્વાર્થી નથી. જગતના જીવો ઉપર અનુકંપાના ભાવ સાથે આવ્યો છે. ગુરુએ પણ આ શિષ્યને ચકાસી લીધો કે આ શિષ્ય સાચો છે.
?
હવે અજ્ઞાન ભૂમિકામાં રહેલાં સાચા શિષ્યની જિજ્ઞાસા કેવી હોય છે ? તે આત્મસિદ્ધિમાં સમજવા જેવું છે. આત્મસિદ્ધિમાં જેમ ગુરુનું સમાધાન ઉત્કૃષ્ટ છે તેમ શિષ્યના પ્રશ્નો પણ ઉત્કૃષ્ટ છે. કારણ કે આ ગુરુએ છ યે દર્શન જે છે તે શિષ્યની શંકામાં મૂક્યાં છે.
આશંકાનું પ્રથમ પદ :
નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. (૪૫)
**દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી; તેમ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત્ જીવ નથી "
શિષ્ય કહે છે, “સાહેબ ! આપે કહ્યું 'આત્મા છે.' પણ આત્મા ક્યાંય દેખાતો નથી. આ જીવ તો જેટલું દેખે એટલું માને. આ અજ્ઞાન અવસ્થાનું લક્ષણ છે કે જેટલું દેખે એટલુ માને. નથી જણાતુ રૂપ.’ આ દેખાતો તો નથી પણ આ આત્માનું એકેય રૂપ નથી. અમે સ્થૂળ દૃષ્ટિથી, નરી આંખોથી જોવાનો પ્રયત્ન કરીએ. પણ રૂપ હોય તો દેખાયને ? કાંઈક રૂપ હોય તો પકડાયને ? કારણ કે અમારી પાસે સાધન આંખ છે. આંખથી વસ્તુને પકડવી છે તો એની સ્થૂળતા હોય તો દેખાય. પદાર્થનું સ્થૂળ સ્વરૂપ હોય તો દેખાય. દા. ત. રસ્તા પર પડેલો પથરો અને જો પદાર્થનું સૂક્ષ્મ સ્વરૂપ હોય તો એનું રૂપ હોય તો દેખાય. પાણીમાં કચરો હોય, કસ્તર હોય, કાંઈ કાળુ-કાળુ દેખાય તો રૂપથી પકડાય. પણ આત્માનું તો કાંઈ રૂપ પણ નથી. બીજો કોઈ અનુભવ નહીં. આંખની વાત જવા દઈએ. તો કાનથી, નાકથી, જીભથી કે સ્પર્શથી પણ આત્માનો અનુભવ થતો નથી. માટે નિર્ણય આપી દીધો શિષ્ય) કે 'તેથી ન જીવ સ્વરૂપ.' આ જીવના
આ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 144
Page #145
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપની આપે વાત કરી તે વાત બેસતી નથી. કારણ કે નથી દેખાતો, નથી સંભળાતો, નથી સુંઘાતો, નથી ચખાતો કે નથી સ્પર્શતો. માટે એણે નિર્ણય આપ્યો કે ભગવાન ! જીવનું સ્વરૂપ નથી. તમે જીવની વાત કરતા હો તો ભલે કરો ?
ભગવાન કહે છે, બીજી શંકા હોય તો પણ કહી દે. જેથી પૂરેપૂરું સમાધાન મળે. આત્મા સંબંધી જે પ્રકારનાં સંશય હોય તે ખૂલ્લે-ખૂલ્લા કહે. જેમ ડૉક્ટર પાસે રોગની વાત છૂપાવાય નહીં તેમ સદ્ગુરુ પાસે પણ પોતાની જે સંશયાત્મક સ્થિતિ છે તેની વાત છૂપાવાય નહીં. એટલે આ બુદ્ધિશાળી શિષ્ય બીજો વિકલ્પ કર્યો.
અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. (૪૬) ‘અથવા દેહ છે તે જ આતમા છે. અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાતુ એ સૌ એકના એક દેહરૂપે છે. માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એંધાણ એટલે ચિન્હ નથી.”
શિષ્ય કહે છે, ભગવાન ! ખરેખર તો દેહ છે એ જ આત્મા છે. કાં મારી પાંચ ઇન્દ્રિયો જે છે, એને તમે આત્મા કહેતા હશો. આ શરીર તો જડ છે, પણ આંખ જુએ છે, કાન સાંભળે છે. માટે આ જે જાણપણાનો ગુણ છે – ઈન્દ્રિયોનો. માટે ઇન્દ્રિયો તે જ આત્મા છે, કારણ કે તે બધું જાણે છે. માટે ઇન્દ્રિયો છે તે આત્મા છે. ઇન્દ્રિયો સિવાયનો શરીરનો ભાગ છે તે જડ છે. અને પાંચ ઇન્દ્રિયો છે તે જાણે છે માટે કદાચ એને તમે આત્મા કહેતા હો. તેથી હું એમ માનું છું કે કાં તો આખો દેહ તેજ આત્મા છે. અને કાં તો તેના part તે આત્મા છે. અથવા પ્રાણ.” આ શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા હશે. કારણ કે ઇન્દ્રિયો પણ શ્વાોશ્વાસ છે ત્યાં સુધી જ કામ કરે છે. લોકો પણ એમ કહે – મરણ વખતે – કે છેલ્લા શ્વાસોચ્છવાસ છે. આણે અંતિમ શ્વાસ લીધા. તો તમે આ શ્વાસને જ આત્મા કહેતા હશો. કદાચ આ આખું શરીર, તે ન હોય તો આ જાગતી ઇન્દ્રિયો – કે જેનાથી આખા જગતનો વ્યવહાર ચાલે છે – અને તે ન હોય તો મારા આખા શરીરનો જેનાથી વ્યવહાર ચાલે છે એ શ્વાસ – એ જ આત્મા હશે.
કારણ કે શ્વાસ ન હોય તો શરીરનો કોઈ વ્યવહાર ચાલે નહીં. આ શિષ્યની બધી શંકાને બરાબર પકડીએ. આવી આપણી જ્યાં-જ્યાં ભ્રાંતિ છે તે તોડવાની છે. “મિથ્યા જુદો માનવો.” – આ શરીર, અથવા જગતનો વ્યવહાર જેનાથી ચાલે છે તે ઇન્દ્રિયો અથવા મારા શરીરનો વ્યવહાર જેનાથી ચાલે છે તે શ્વાસ સિવાય બીજો કોઈ આત્મા હોય તે માન્યતા તો મિથ્યા લાગે છે. ખોટી લાગે છે. અર્થ વગરની ને હેતુ વિનાની લાગે છે. કારણ કે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ એનાથી બીજું કાંઈ વિશેષ – આત્મા હોય - તે માન્યતા બંધબેસતી નથી. કારણ કે જેટલું હું જાણતો હતો એટલે મેં કહ્યું. માટે બીજું કાંઈ હોય તો તે મિથ્યા છે. કેમ મિથ્યા છે ? “નહીં જુદું એંધાણ.' કારણ કે કાંઈ નિશાની નથી. તો નિશાની વિના કેવી રીતે માનવું કે, શરીર, ઇન્દ્રિયોને પ્રાણથી જુદું આત્મતત્ત્વ છે ? કોઈ જુદું એંધાણ આત્માનું છે નહીં. માટે હે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 145 E
Page #146
--------------------------------------------------------------------------
________________
ભગવાન ! મને તો દેહ છે તે જ હું છું, એમ દેહમાં જ આત્માબુદ્ધિ, આ ભ્રાંતિનું સ્વરૂપ, મિથ્યાતત્ત્વનું સ્વરૂપ છે. શિષ્યને આ વિકલ્પ આવ્યો કે આત્મા છે તે શરીર છે ? ઇન્દ્રિયો છે ? શ્વાસોચ્છવાસ કે પ્રાણ છે ? હવે તર્ક મૂકે છે.
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. (૪૭) અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ?”
શિષ્ય ભગવાનને પૂરેપૂરી શંકા કહે છે. હવે તર્ક કરે છે, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ ?” જો આત્મા ખરેખર હોય, તેનું અસ્તિત્વ જો હોય, તે જો કોઈ પદાર્થ હોય, તો જણાય કેમ નહીં ? આ આત્મસિદ્ધિનો શિષ્ય છે. કોઈ ગમાર નથી. આ શિષ્ય ખરો જિજ્ઞાસુ છે. “સતુ'ની પ્રાપ્તિ કરવી છે. “સતુ' સમજાઈ જાય તો “સતુને અર્પિત થઈ જાવું છે. જો મને આ ‘સતુ’ સમજાઈ જાય તો મારે સતુને આરાધવું છે. આવો શિષ્ય કહે છે હે ભગવાન ! આત્મા જો હોય તો જણાયા વિના રહે ? આ ઘડો છે, આ કપડું છે, ઘટ-પટ એમ જગતની અંદર અનંતા પદાર્થો છે. આ બધાય જણાય છે. કોઈ આંખથી જણાય, કોઈ દૂરબીનથી જણાય, કોઈ સ્પર્શથી જણાય, કોઈક સાંભળવાથી જણાય, કોઈ ચાખવાથી જણાય કોઈ સુંઘવાથી જણાય, ઘણા પદાર્થ છે જગતમાં – દેખાય નહીં તો પણ જણાતા હોય – દા. ત. પવન. દેખાતો નથી પણ feel થાય છે. ગંદકી જાતી હોય તો દુર્ગધથી ખબર પડે. પુષ્પ કે સેન્ટમાં સુગંધ છે. દેખાતી નથી છતાં જણાય છે. વસ્તુ છે. અસ્તિત્વ છે. સ્થૂળ નથી, આંખેથી દેખાતું નથી છતાં ગંધનું અસ્તિત્વ છે. શબ્દ છે. તેનું અસ્તિત્વ છે તો કાનથી સંભળાય છે. આંખથી પદાર્થ દેખાય છે, કાનથી સાંભળી શકીએ છીએ, જગતમાં સુગંધી કે દુર્ગધી, નાકથી પકડાય છે, આ દુનિયામાં વિવિધ પ્રકારનાં રસ છે, ષડરસનાં ભોજન થાય છે, આ જે કાંઈ વનસ્પતિ ઉગે છે તેના combination થી જો કાંઈ વિવિધ દ્રવ્ય સામગ્રી બને છે, એ બધાને એનો સ્વાદ છે. એ જાણી શકાય છે. નહીંતર દૂધપાક અને છાસબાકડામાં ભેદ શું લાગે ? મિષ્ટાન્ન અને ફરસાણમાં ભેદ પડે કે નહીં ? આ બધું જીભથી જણાય છે. તમે રસની વાત કરો. ગંધની વાત કરો બધું જણાય છે. વાયુ સ્પર્શથી જણાય છે. અગ્નિમાં ઉષ્ણતા છે તે સ્પર્શથી જણાય છે. જગતના પુદ્ગલની કોઈ પણ વાત કરી એ જણાયા વિના રહે જ નહીં. કદાચ અમારી સંવેદના ચાલી ગઈ હોય તો પણ બીજા સાધનો લગાડીને જાણી શકાય. પણ હે ભગવાન ! આ ઘટ-પટ આદિ વસ્તુ છે એટલે જણાય છે. આ આત્મા જો હોય તો જણાય કેમ નહીં ? આ શિષ્યનો તર્ક છે કે જગતમાં જેટલા પદાર્થો છે તે કોઈને કોઈ પ્રકારે જણાય છે પણ આત્મા જો હોય તો જણાય તો ખરો ને ? દુનિયામાં હજારો વસ્તુ છે. બધી જણાય છે. પણ આત્મા હોય તો જણાય ને ? જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તે શી રીતે જણાય ? આમ ગુરુ પાસે તર્ક મુકી દીધો. અને તર્ક કરીને વાત બરાબર ગુરુ પાસે મુકી દીધી – હવે દડો ગુરુના compound માં નાખી દીધો.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 146 EF
Page #147
--------------------------------------------------------------------------
________________
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય;
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. (૪૮) માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોગટ છે, એ મારા અંતરની શકાનો કંઈ પણ સદુપાય સમજાવો. એટલે સમાધાન હોય તો કહો.”
આ શિષ્ય પ્રજ્ઞાવાન છે. એણે કહ્યું, ‘માટે છે નહિ આતમા.” આણે તો શંકા કરવાને બદલે તર્કથી સાબિત કરી દીધું કે – માટે છે નહિ આતમા. – ભાઈ તને નિર્ણય કરવા ક્યાં કહ્યું'તું ? આ આત્મસિદ્ધિના ગુરુ શિષ્યનો અદૂભૂત સંવાદ છે. આપણે ક્યાં ભૂલ ખાઈએ છીએ તે આમાં બતાવ્યું છે. કે જ્ઞાનીની વાત સાંભળ્યા પહેલાં આપણે તત્ત્વ વિશેનો નિર્ણય આપી દઈએ છીએ. સત્યને સમજ્યા પહેલાં આપણે સત્ય વિશેનો આપણો ચુકાદો આપી દઈએ છીએ. આ આપણું દોઢ ડહાપણ એ જ આપણો સ્વચ્છંદ, ભગવાનને પૂછતાં-પૂછતાં કહી દીધું કે “માટે છે નહિ આતમાં.” અને પછી કહ્યું કે અમે જેમ અમન-ચમનથી રહીએ છીએ એમ રહેવા દયો. આ ત્યાગની વૈરાગ્યની વાત ક્યાં લાવ્યા ? કારણ કે ‘મિથ્યા મોક્ષ ઉપાય.” મોક્ષનો ઉપાય હેતુ વગરનો છે. કારણ કે આત્મા જ નથી તો મોક્ષ કોનો ? જેના માટે આ બધા તપ કરવાનાં છે, જેના માટે આ વૈરાગ્ય ધારણ કરવાનાં છે, જેના માટે થઈને આ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરવાની છે, જેના માટે થઈને આ બધાં વ્રત કરવાનાં છે તે જો આત્મા જ ન હોય તો શેના માટે કરવાનાં છે ? આ તો ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી’ એના જેવું થયું. “માટે છે નહીં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય.’ આણે તો પાંચેય પદનું જજમેન્ટ દઈ દીધું. કારણ કે “મોક્ષનો ઉપાય છે.” તે તો છઠું પદ છે.
સદ્દગુરુએ કહ્યું, શિષ્ય તને ખબર નથી. આ પ્રાપ્ત કરવાનો એક ઉપાય છે. અને તેની જાણકારી મારી પાસે છે. ગુરુની વિશેષતા શેમાં છે – જીવોને શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ કરાવવા માટે, તેનો સુધર્મ એવો ઉપાય, જાણે છે. એ ઉપાય જાણે છે એટલે એ ગુરુ છે. રોગ ન હોય તો ડૉક્ટરનું શું કામ છે ? કેસ ન હોય તો વકીલનું શું કામ છે ? એમ અહીં મોક્ષનો ઉપાય બતાવે તે ગુરુ. પણ આ શિષ્ય તો કહે છે કે, ‘આત્મા જ નથી.’ ‘મિથ્યા મોક્ષ ઉપાય.’ તો પછી ગુરનું શું કામ છે ? પણ પાછો આ શિષ્ય છે તે સાચો છે. એટલે એણે કહ્યું ભગવાન ! આ જે મેં વાત કરી તે મારી અંતર શંકા છે. પ્રભુ ! આ બાહ્ય વિચારીને - કે ઉપલક હું તમારી સાથે ચર્ચા નથી કરતો. ડહાપણથી નથી કરતો. મને તો અંતરથી આ બધી શંકા થાય છે. કે આ દેહ હશે, ઇન્દ્રિયો હશે, કે પ્રાણ તે આત્મા હશે ? આનું કાંઈ જુદું એંધાણ નથી. આ આત્મા ન હોય તો તેના મોક્ષ કરવાના ઉપાય શું ? તે ઉપાય કરવાનો હેતુ શું ? આ આત્મા જો હોય – તો જેમ દુનિયાના હજારો પદાર્થોનું જ્ઞાન થાય છે તેમ આનું જ્ઞાન કેમ થતું નથી ? આ અંતરનો વલોપાત છે ? જેને આવી લય લાગે છે, જેને બ્રહ્મને પામવાની બ્રાહ્મીવેદના જાગી છે, જેને આત્મસ્વરૂપને પામવાની આવી લય લાગી છે - તે આ શિષ્યની પ્રથમ ભૂમિકા છે, કે જેનામાં જિજ્ઞાસાનો અગ્નિ પ્રજ્વલિત થયો છે. ઉપનિષદનો શિષ્ય છે કે જેને તત્ત્વની જિજ્ઞાસા છે. એને જ જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. “સતુ’ની પ્રાપ્તિ, ‘સત'ના જિજ્ઞાસને થાય છે. આવી જિજ્ઞાસા જેને સુક્ષ્મ બોધ પ્રાપ્ત કરવાની જાગી છે. ‘મહાવીરના બોધને પાત્ર કોણ ?”
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 147 =
Page #148
--------------------------------------------------------------------------
________________
કૃપાળુદેવે એના દશ લક્ષણ કહ્યાં છે. “સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી.” એમ શિષ્યને બોધની અભિલાષા જાગી છે. શિષ્યને જે જિજ્ઞાસા છે એનું સ્વરૂપ એ છે કે, દલિલ કરવા ખાતર દલિલ નહીં. તર્ક ખાતર દલિલ નહીં, પોતાના અભિમાન કે મદ ખાતર દલિલ નહીં. અંતરની જિજ્ઞાસા. કોઈ વ્યવહારિક ચાતુર્ય કે લૌકિક પ્રતિષ્ઠા, પદ કે જ્ઞાન એ બધું બાજુએ મૂકીને માત્ર સની જિજ્ઞાસુ - આત્માર્થી છું. આ અંતરની શંકા છે. એને ભગવાને આશંકા કીધી છે. સત્યને પામવાની તાલાવેલી છે. તમન્ના છે, ઝરણા છે, વેદના છે. અનાદિના પરિભ્રમણ છતાં સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. માર્ગ મળતો નથી. અનેકવાર જુદી જુદી રીતે માર્ગની ઉપાસના કરી છે. પણ સની પ્રાપ્તિ થઈ નથી. આ અનંતનું પરિભ્રમણ મારું નિરર્થક કેમ થાય છે ? કેમ માર્ગ મળતો નથી ? આ રીતે જે મુંઝાયો છે. આવી જેની મુંઝવણ છે તે ખરો શિષ્ય. કપાળદેવ લખે છે, ‘અનંતકાળનું મુંઝન ટાળવાનું છે.” આ મુંઝવણ મારી સાચી છે. એટલે શિષ્ય કહે છે, “હે ભગવાન ! હું જે કાંઈ કહ્યું છે તે અંદરના ભાવથી કહું છું. આ મારી અંતરની શંકા છે. આ આત્મા ક્યાં છે ? હોય તો કેમ જણાતો નથી ? જો ન હોય તો મોક્ષના ઉપાય કરવાનાં બંધ કરી દઈએ. નહીંતર બાવાના બેય બગડશે. સાચા ગુરુ મળ્યા એટલે શિષ્ય તડ-જોડના માર્ગે પૂછે છે. જો આત્મા હોય તો મોક્ષના ઉપાય શરૂ કરી દઈએ. અને આત્મા જો નથી તો અમે સંસારના માર્ગે પાછા જાઈએ. આ રીત શિષ્ય પોતાની શંકાઓ મુકી છે. અંતરશંકા મુકી છે. આ તાલાવેલી ! આ ઝરણા ! આ ઝંખના ! આ તમન્ના ! આ વેદના ! કપાળુદેવે આ વેદનાને રોજની પ્રાર્થનામાં મુકી દીધી.
પ્રભુ ! પ્રભુ ! લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય ?'
આવી વેદના, ઝંખના લાગ્યા પછી શિષ્ય કયો ઉપાય માંગે છે ? “સમજાવો સદુપાય.” ભગવાન ! અમારી આશંકાને ટાળે એવો ઉપાય બતાવો સત્ + ઉપાય માંગે છે. જે ઉપાયનું પણ હોવાપણું છે. ઉપાય છે તે વ્યવહાર છે. આખું જૈન દર્શન યાદવાદથી સમજવું પડશે. વ્યવહાર છે. શિષ્ય કહે છે, આપ જે કહેશો તે ઉપાય તો સદ્-ઉપાય જ છે.
આગળની લીટીમાં આજ શિષ્ય કહે છે કે, “મિથ્યા મોક્ષ ઉપાય.’ અને આવું તો આજે ઘણા અજ્ઞાનથી પણ કહે છે કે મોક્ષનો બધા ઉપાય મિથ્યા છે. પણ આ શિષ્ય કહે છે, “ના પ્રભુ ! આ તો મારી અંતરની શંકા છે. માટે તમે સદુપાય બતાવો.” આવી સ્વસ્થ ઝંખના જ્યારે જાગે છે, આવી સ્વસ્થ ભૂમિકા જ્યારે છે, ત્યારે એ ભૂમિકામાં સત્યનું દર્શન થાય છે. અને ગુરુ “આત્મા છે.” એ આત્મપદની સ્થાપના કરે છે અને શિષ્યની આશંકાનું સમાધાન કરે છે.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 148 GિE
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૮
પ્રથમ પદ - સમાધાન.
u (ગાથા ૪૯થી ૫૮)].
સદ્દગુરુએ તો જિજ્ઞાસુ ને કીધું કે છ પદથી યુક્ત આત્મા છે. એમાં પહેલું પદ ‘આત્મા છે.” અને છેલ્લું પદ “મોક્ષનો ઉપાય છે.” અને શિષ્ય તો શંકા કરી કે આત્મા જ નથી. તો પછી મોક્ષના ઉપાયનો તો પ્રશ્ન જ રહેતો નથી. question does not arise - કારણ કે આત્મા દેખવામાં આવતો નથી. એનું વર્ણ કે રૂપ કઈ જણાતું નથી. બીજી ઇન્દ્રિયો દ્વારા પણ એ આત્માનો કોઈ અનુભવ થતો નથી, અને કાં તો દેહ, ઇન્દ્રિયો કે આ શ્વાસ એ જ આત્મા છે. શરીરથી આત્મા અલગ હોવાનું કોઈ એંધાણ છે નહીં જો આત્મા શરીરથી જુદો પદાર્થ હોય તો, જેમ જગતના અન્ય પદાર્થો, ઘટ, પટ આદિ જણાય છે તેમ આત્મા કેમ ન જણાય ? માટે પ્રભુ ! આ આત્મા છે નહીં અને તમારા મોક્ષના ઉપાયની વાત મિથ્યા છે. આ શિષ્યએ આત્માના અસ્તિત્વના નકારથી આત્માના છઠ્ઠા પદનો નકાર કરી દીધો. હવે સદ્ગુરુ કહે છે, ભાઈ ! સાંભળ. ગુર શા માટે સમાધાન આપે છે ? કારણ કે શિષ્યની જે શંકા છે ને તે અંતરની છે. જરા બોલવામાં અવિવેક થઈ ગયો હોય તો માફ કરજો. મારે તો આ અંતરની શંકા છે. અને મારે તો પ્રભુ ! સદુપાય જોઈએ છે. મારી શંકાનું સમાધાન કરે એવો સદુપાય મને આપો. અને ગુરુએ પહેલું પદ ‘આત્મા છે.” એની સ્થાપના કરી. અને જો આ પહેલું પદ, ‘આતમાં છે એ બરાબર બેસી જાય તો જ અધ્યાત્મમાં આપનો પ્રવેશ છે. જો આત્મા જ નથી એવી શંકામાં અને સંશયમાં આપણે હોઈએ તો આપણો આખો ધર્મ પ્રયત્ન શંકા સાથે થાય છે. સંદેહ સાથે થાય છે. સંશય સાથે થાય છે. અને શંકા સાથે કરવામાં આવતો કોઈ પ્રયત્ન ફળદાયી થાય નહીં. ગીતામાં કહ્યું છે – “સંશયાત્મા વિનશ્યતિ.” શંકા કરનાર એ તો પોતાનો સર્વનાશ નોતરે છે. માટે શંકા કાઢી નાખવી. અને અધ્યાત્મનું કેન્દ્ર, અધ્યાત્મનો આધાર એ તો આત્મા છું' એ પહેલા પદની શ્રદ્ધા છે. તો શંકામાંથી શ્રદ્ધામાં આવવું. અને શ્રદ્ધામાં આવવા માટે આપણી જે કલ્પના છે એનો ત્યાગ કરવો. સગુરુના બોધ વસ્તુનું સ્વરૂપ વિચારવું અને નિર્ણય લેવો. સદ્ગુરુ હવે
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. (૪૯)
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 149
=
Page #150
--------------------------------------------------------------------------
________________
દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાતુ તને દેહ ભાસ્યો છે. પણ આત્મા અને દેહ બંને જુદાં છે, કેમ કે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે.’
સદ્ગુરુ કહે છે તને અનાદિથી દેહાધ્યાસ છે. એક વાતનો આપણે અભ્યાસ કરતાં હોઈએ, તે વારંવારનો અભ્યાસ અધ્યાસ થઈ જાય છે. અધ્યાસ એટલે – અભ્યાસ એટલો બધો પાકો થઈ જાય કે પછી કોઈ પણ જાતના ધ્યાન વિના, પ્રયત્ન વિના, આયાસ વિના, અનાયાસે, સ્વાભાવિક, સહજ પણે જે ક્રિયા થાય એને અધ્યાસ કહેવાય. આ જીવને અનાદિકાળથી, અનંતના પરિભ્રમણમાં, એણે દેહનો જ અભ્યાસ કર્યો છે. જ્યારે અભ્યાસ પાકો થઈ જાય ત્યારે અધ્યાસ થઈ જાય. જેમ બહેનોને રસોઈનો અભ્યાસ પાકે પાકો થઈ જાય પછી તે અધ્યાસ થઈ જાય. રોટલી ગોળ જ વણાય. એ વાતો કરતાં કરતાં પણ રસોઈ સહેલાઈથી કરી શકે. કારણ કે એનો અધ્યાસ થઈ ગયો છે. જેને પાણી ભરવાનો અધ્યાસ થઈ ગયો હોય ને, એ પાણી ભરેલાં બેડાં માથે મૂકીને હાલતાં જાય, ટપાકા મારતાં જાય છતાં બેડું પડે નહીં. અધ્યાસ થઈ ગયો છે. આ જીવને દેહનો અધ્યાસ થઈ ગયો છે. અધ્યાસ તો સાચો યે થાય અને ખોટો યે થાય. અનાદિકાળથી દેહરહિત ક્યારેય થયો નથી. એટલે એને અભ્યાસ કરતાં કરતાં દેહનો અધ્યાસ થઈ ગયો. આ દેહનો અધ્યાસ થવાના કારણે એને આત્મા છે એ જ દેહ ભાસ્યો. એ પોતાને એટલો ભૂલી ગયો કે, દેહની સારસંભાળ, દેહની આળપંપાળ, દેહની અંદર જ મોક્ષ બુદ્ધિ રાખતાં રાખતાં, એ અધ્યાસની ભૂમિકામાં આવવાથી દેહ તે જ હું.” એવી પાકટ અવસ્થામાં પહોંચી ગયો.
એટલે જ્ઞાની કહે છે, “ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહમાન.’ હવે એવી મુસીબત થઈ ગઈ છે કે તને આત્મા જ દેહ જેવો લાગે છે. જેમ ઘણા માણસોને વળગણા એવી હોય - ઘરનું મમત્વ એવું લાગે કે ઘર જ પોતે છે. ઘણાને પોતાની મોટરગાડીની મહત્તા એટલી બધી હોય કે, - એનો એવો અધ્યાસ થઈ જાય કે – ગાડીને નવડાવવામાં, ધોવડાવવામાં, સાફ રાખવામાં એ ગાડીમય થઈ જાય છે. એવી ઘણાને પોતાની ચીજ પ્રત્યે પણ એટલી આસક્તિ હોય કે ઘણીવાર જાત ભૂલાઈ જાય. જાતનું ભાન ભૂલાઈ જાય ત્યાં સુધીનો અધ્યાસ થાય એટલે વસ્તુ સાથેની એકરૂપતા, દ્રુપતાની ભૂમિકામાં આવી જાય. એમ આ જીવને અનાદિકાળથી દેહનો અધ્યાસ થવાના કારણે સગુરુ ભગવંત ફરમાવે છે કે એટલે જ તને દેહ આત્મા જેવો લાગ્યો અને તે કહેવા લાગ્યો કે દેહ છે એ જ આત્મા છે. પણ ભાઈ ! બંને ભિન્ન છે. બંને ભિન્ન લક્ષણથી પ્રગટ છે. આ બેયના લક્ષણો તો તું જો. તારા અધ્યાસમાંથી પાછો ફર. જે મોહબુદ્ધિ, જે
એકરૂપતા, જે તદાકાર થઈ ગયો છે, એમાંથી થોડોક પાછો ફર અને આ બેય પદાર્થના લક્ષણ ઉપર વિચાર કર. બંનેના પ્રગટ ભિન્ન લક્ષણો છે. આ દેહ છે તે ઉત્પન્ન થયો છે. આત્મા ઉત્પન્ન થયો નથી. દેહ છે એ વિનાશી છે. આત્મા અવિનાશી છે. દેહ છે તે રૂપી છે. આત્મા અરૂપી છે. દેહ છે તે ઉપયોગ વિનાનો છે. આત્મા ઉપયોગી છે. દેહ છે એ જડ છે. આત્મા ચેતન છે. આ લક્ષણ તો જો. આ બંનેના પ્રગટ લક્ષણ જુદા જુદા છે. લક્ષણ એટલે “લક્ષ્ય અનેન ઇતિ લક્ષણમ્' જેનાથી લક્ષ્યનો લક્ષ થાય છે. ઓળખાણ થાય છે. લક્ષ્ય આત્મા છે. તેનું ઓળખાણ થાય. કોઈપણ પદાર્થનું લક્ષ કરવું હોય તો એના
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 150 GિE
Page #151
--------------------------------------------------------------------------
________________
લક્ષણો જાણવા. “પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી જણાય.” એના લક્ષણ પ્રગટ થાય એટલે એની ખબર પડે. એમ આત્મા અને દેહ એ બંનેના લક્ષણ ભિન્ન છે. એક નથી. બંનેને એક જ લક્ષણ લાગુ પડતું નથી. બંનેના લક્ષણ ભિન્ન છે. પણ આ તો તને માત્ર દેહાધ્યાસ – દેહમાં આત્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે. આને અધ્યાસને કહેવાય છે મિથ્યા આરોપણ. ભ્રાંતિ દેહનું આરોપણ આત્મામાં કરી નાખ્યું છે. માટે તને આત્મા નથી એવો ભાસ થાય છે, અને આ દેહ છે તે આ આત્મા છે એવી તને મિથ્યા શ્રદ્ધા થાય છે. પણ હવે જો તું બંનેના લક્ષણ જોઈશ તો તને લાગશે કે બંને પદાર્થ જુદા છે. લક્ષણથી જુદા છે. ગુણથી જુદા છે. ધર્મથી જુદા છે. ભાઈ ! દરેક પદાર્થને પોતાના લક્ષણ છે. એ એનું પ્રગટપણું બતાવે છે. ધર્મ છે એ એની વર્તના બતાવે છે અને ગુણ છે એ એનું સામર્થ્ય બતાવે છે. તો દેહને અને આત્માને એક નહીં માન. એને લક્ષણથી જો. પછી ધર્મથી જો. અને પછી ગુણથી જો. તો પદાર્થનું પરિક્ષિણ કરવું હોય તો આ રીતે એને ગણથી. લક્ષણથી. ધર્મથી જોઈને બંને એકરૂપ છે કે ભિન્ન છે તે નક્કી કર. જે પદાર્થનું પ્રગટપણું છે એ એના લક્ષણથી છે, પ્રગટપણાથી જો તું જોઈશ તો તને દેખાશે કે ચૈતન્ય છે તે આત્માનું લક્ષણ છે. ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. તત્વાર્થસૂત્રની અંદર ઉમાસ્વાતીજી મહારાજે – જૈન ધર્મનું જે તત્ત્વજ્ઞાન છે તેને સૂત્રાત્મક પરિભાષાની અંદર શમાવી લઈ સૂત્રો આપ્યાં છે. તેમાં બીજા અધ્યાયનું આઠમું સૂત્ર છે – “ઉપયોગો જીવ લક્ષણમ્.” જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જેનાથી અન્ય પદાર્થનો બોધ થવો તે. જાણકારી થવી તે. ભાન થવું તે. પ્રતીતિ થવી તે. તો પ્રતીતિ જીવને થાય. જડને ન થાય. જડને જાણકારી હોય નહીં. જડમાં ઉપયોગપણું સંભવે નહિ. જીવમાં જ્ઞાન દર્શન નામના ગુણ છે. એ ગુણનો ધર્મ ઉપયોગ છે. સતત પરિણમન છે. અને એ ધર્મને કારણે - એ ઉપયોગને કારણે જીવ ગમે તે ગતિમાં, ગમે તે યોનિમાં, ગમે તે અવસ્થામાં હોય તો પણ તેનામાં અંશે પણ જાણપણું હોય - હોય ને હોય જ.
જેથી કરીને એ જીવને આખા જગતનો બોધ થાય. એમાં તારતમ્યતામાં ફેર પડે. પણ એની સંવેદના જાગૃત હોય. એનું જાણપણું જાગૃત હોય. નાનામાં નાના જંતુને પણ એક સંજ્ઞા તો હોય જ. પ્રત્યેક જીવને ઓછામાં ઓછી પણ આહારસંજ્ઞા તો હોય જ. ભય સંજ્ઞા હોય, મૈથુન સંજ્ઞા હોય, નિદ્રા હોય. ‘આહાર, નિદ્રા, ભય, મૈથુન ચ.” આ બધાં જ જીવોની અંદર જે સંજ્ઞા છે તે એનો જ્ઞાન દર્શન ઉપયોગ છે. નાનો જંતુ પણ તડકામાંથી છાયામાં જાય. અને એને પણ ભયની ખબર પડે. ધરતીકંપ થવાનો ભય પ્રાણીઓ પારખી શકે છે અને ભાગીને સુરક્ષિત સ્થાનમાં પહોંચી જાય છે. પક્ષીઓ - જો ભય જાગે તો ચિચિયારી અને કિલકિલાટ કરી મુકે છે. આપણને ખબર ન પડે. પણ જો ક્યાંક અગ્નિ પ્રગટ થયો તો અમુક પ્રકારનાં જંતુઓને, પક્ષીઓને તરત જ ખબર પડી જાય. કારણ કે એની આ સંજ્ઞા છે. અને એનું આ જાણપણું છે. અને જ્યાં જીવ છે તે જ જાણી શકે, જ્યાં જીવ નથી એવા પદાર્થ - જડ પદાર્થ - તે ન જાણી શકે. મકાનને ખબર ન પડે કે ધરતીકંપ થાવાનો છે. પણ મકાનમાં રહેલાં ઉંદરને ખબર પડે કે ધરતીકંપ થઈ રહ્યો છે. એટલે એ દર છોડીને ભાગી જાય. સાંપ એ પોતાના દરમાંથી નીકળી જાય. જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ છે. ઉપયોગ છે તે જ્ઞાન-દર્શન નામના ગુણનું પ્રગટ લક્ષણ છે. ‘ઉપયોગો જીવ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 151
=
Page #152
--------------------------------------------------------------------------
________________
.
લક્ષણઃ જ્ઞાની પુરુષ સદ્દગુરુભગવંત કહે છે કે ભાઈ ! તેં આ બંનેની એકરૂપતા કરી છે. હવે ક્રમશઃ મારી સાથે ચાલ્યો આવ. તો પહેલાં કહ્યું પ્રગટ લક્ષણથી દેહ ભિન્ન છે. આત્મા ભિન્ન છે. અને આ ઉપયોગ જે - જીવનું લક્ષણ છે તે અસાધારણ લક્ષણ છે. એટલે કે જે લક્ષણ જીવમાં છે એ લક્ષણ, અન્ય કોઈપણ અજીવ દ્રવ્યમાં નથી. એટલે કૃપાળુદેવે પત્રાંક ૬૪માં કહ્યું છે કે એવું લક્ષણ ન પકડવું જે એકમાં હોય અને બીજામાં પણ હોય.
આપણે કહીએ કે જીવ અરૂપી છે. તો આકાશ પણ અરૂપી છે. તો ભેળસેળ થઈ જાય. આપણે કહીએ કે જીવ નિરંજન છે તો ધર્માસ્તિકાય નિરંજન ખરું કે નહીં ? હા. નિરંજન છે. તો ઉપયોગ નામનું એક લક્ષણ એવું છે ચૈતન્યનું, સ્વપપ્રકાશક, કે જીવ દ્રવ્યને છોડીને બીજા પાંચ દ્રવ્યમાં આ ઉપયોગ નામનું લક્ષણ નથી. માટે પ્રગટ લક્ષણ પકડવાનું. અને તે લક્ષણ પણ ખાસ, અસાધારણ, વિશિષ્ટ લક્ષણ હોય. કે જે અસાધારણ લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં સંભવી ન શકે. અને બીજું - લક્ષણ એવું પકડવું જોઈએ કે જે એક જ જીવમાં નહીં પણ બધા જ જીવમાં હોય. સિદ્ધ જીવમાં પણ ચૈતન્ય હોય, અને નિગોદના જીવમાં પણ ઉપયોગનું લક્ષણ હોય. તેથી જ એ ત્યાં દુઃખની અનુભૂતિ કરી શકે. નારકીના જીવમાં પણ હોય. તો આ ઉપયોગ એ જીવનું લક્ષણ છે અને તમામ જીવરાશીમાં એ લક્ષણ હોય જ. પછી, ફરી કહે છે આ લક્ષણ અમુક અવસ્થામાં હોય અને અમુક અવસ્થામાં ન હોય એવું ખરું ? ના. ગમે તે અવસ્થામાં આ જીવ હોય, જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ નામનું લક્ષણ છે. એની માત્રામાં ફેર પડે. એની જાતમાં ફેર પડે નહીં. સદ્ગુરુ કેટલો તર્કબદ્ધ આત્મા સમજાવે છે. જૈન દર્શનના તત્ત્વના આધાર ઉપર ‘ઉપયોગો જીવ લક્ષણમ્'. જ્યાં જ્યાં ઉપયોગ છે, સંવેદના છે, જાણપણું છે, ચૈતન્યપણું છે, પ્રતીતિપણું છે, ત્યાં જીવ છે.
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન;
પણ તે બંને ભિન્ન છે, જેમ અસિને મ્યાન. (૫૦) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે, અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે. પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બંને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બંને જુદાં જુદાં છે.”
ભાઈ ! આ અનાદિકાળના અભ્યાસથી તું અધ્યાસમાં વયો ગયો. મિથ્યા આરોપણ કર્યું. આત્મા ઉપર દેહનું આરોપણ કરી અને આત્માને દેહસ્વરૂપ માની લીધો, દેહને જ આત્મા માની લીધો. કહે છે તું એના પ્રગટ લક્ષણથી જો તો બંને ભિન્ન છે. બે પદાર્થ જો એકરૂપ થઈને પડ્યા હોવા છતાં ભિન્ન છે એમ આત્મા અને દેહ બંને ભિન્ન છે. અહીં ભગવાને સરસ ઉદાહરણ આપ્યું કે ભાઈ ! આની ભિન્નતા છે જેમ અસિ ને મ્યાન.” મ્યાનમાં તલવાર પડી હોય તો બંને એકસરખાં, એકરૂપ, તદાકાર ભાસે. પણ જોઈએ તો બંને જુદાં છે. તરવાર મ્યાનથી જુદી છે. મ્યાન તલવારથી જુદી છે. આ બંને ભિન્ન છે. વસ્ત્રથી જેમ શરીર જુદું છે તેમ આત્માથી દેહ જુદો છે. વસ્ત્ર શરીરની સાથે પહેરેલું હોવા છતાં જેમ દેહથી જુદું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 152
=
Page #153
--------------------------------------------------------------------------
________________
છે. તેમ આ દેહને અને આત્માને સંબંધ છે. ફરી કહે છે ક્ષીર અને નીર ભેગાં થઈ ગયાં હોય તો દૂધ જેમ દૂધ છે અને પાણી, પાણી છે તેમ. લોહ અને અગ્નિ. તપાવેલું લો. લુહારની કોઢમાં જોયું હોય તો લોઢું ગરમ કરે એટલે લાલચોળ સળિયો બહાર નીકળે. એમાં લોઢું પણ છે અને અગ્નિ પણ છે. બંને એકરૂપ છે. અણુએ અણુની અંદર બને છે. અગ્નિના અણુ અને લોખંડના અણુ બંને એક જ ક્ષેત્ર સાથે છે. છતાં બંને જુદાં છે. લોઢાનો સ્વભાવ જુદો. અગ્નિનો સ્વભાવ જુદો. સંયોગે કરીને ભેગાં થયા છે. પાછું લોઢાને અગ્નિમાંથી બહાર કાઢી નાખો તો થોડો સમય પછી અગ્નિ એમાંથી ચાલ્યો ગયો હશે. ઉષ્ણતા નીકળી ગઈ. એકરૂપ હોય તો અગ્નિ એમાંથી જાય નહીં. ગરમ કર્યા પછી કાયમ ગરમ રહેવું જોઈએ. પણ ઉષ્ણતા છોડી દે છે કારણ કે બંનેનું અસ્તિત્વ ભિન્ન છે. દૂધ અને પાણીનું અસ્તિત્વ ભિન્ન છે. લોહ અને અગ્નિનું અસ્તિત્વ ભિન્ન છે. બાવીસમાં પાઠમાં કૃપાળુદેવે શ્રી ચિદાનંદજી વિરચિત “સ્વરોદયજ્ઞાન” નામના શાસ્ત્રનું ભાષાંતર કર્યું છે. એમાં એક ગાથા બહુ સરસ મુકી છે.
જૈસે કશુંક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ;
દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ.” જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી. મરી જતો નથી. તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે. એટલે કે નાશ પામતો નથી.” દેહ છે તે જીવની કાંચળી છે. અને કાંચળી જેમ સર્પથી જુદી છે તેમ દેહ છે તે આત્માથી જુદો છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી એની બધી ક્રિયાઓ સર્પને આધિન છે. સર્પ હાલે તો કાંચળી હાલે. સર્પ આઘોપાછો થાય તો કાંચળી આઘીપાછી થાય. પણ સર્પનો વિયોગ થતાં કાંચળી એક પણ ક્રિયા કરી શકતી નથી. આત્માનો વિયોગ થાય તો આ શરીરનું હાલવું-ચાલવું, બેસવું-ઉઠવું, ખાવું-પીવું, હુન્નર-કારીગરી, Art, ઉદ્યોગ બધું કરવાનું બંધ થઈ જાય. આ સરસ કારીગરી કરે છે, આ સરસ લખાણ કરે છે, આ બહુ સરસ બોલે છે, બહુ સરસ ગાય છે, બહુ સરસ નાચે છે, ક્યાં સુધી ? આ તો કાંચળી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી. જેવો સર્પનો સંબંધ છૂટી ગયો કે એમાંની એક પણ ક્રિયા કાંચળી કરી શકે નહીં. એટલે અહીં ભગવાન કહે છે કે, “જેમ એક પણ ક્રિયા સાપના વિયોગમાં કાંચળી કરી શકતી નથી. તેમ દેહ અને જીવનો સંબંધ છે.” જીવ અને દેહનો સંબંધ આ રીતે છે. બધી જ ક્રિયા આત્માએ પૂર્વે કરેલાં કર્મ, જીવ સાથે બંધાયેલા કર્મ પ્રમાણે થાય છે. કર્મ જીવ સાથે બંધાયા છે. કાંચળી એટલે કે દેહ સાથે નથી બંધાયા. નહીંતર તો
જ્યારે દેહનો અગ્નિસંસ્કાર કરીએ ત્યારે કર્મનો પણ અગ્નિ સંસ્કાર થઈ જાય. આ બધું ખૂબ જ ઉપયોગ રાખીને સમજવાનું.
કર્મ તો આત્મા સાથે જોડાયેલા છે. અને જ્યાં સુધી એનો વિપાક-ઉદય થયો નથી, કાળ સ્થિતિ પાકી નથી ત્યાં સુધી દેહ બદલાય તો પણ કર્મ તો રહે જ. અને દેહની જે કાંઈ ક્રિયા, ગતિ, વિધી જે કાંઈ છે તે આત્માની સાથે રહેલા કર્મના ઉદયના ભાવને લીધે તેમજ આત્મા જ્યાં સુધી વિભાવભાવમાં છે ત્યાં સુધી દેહની ક્રિયા છે. જ્યારે એને જ્ઞાન ભાવ પ્રગટશે પછી એ નથી. એ પ્રકારે “જીવ અને કાયા પદાર્થ પણે જુદાં છે.” આંક ૫૦૯માં કૃપાળુદેવ કહે છે, “જીવ અને કાયા પદાર્થ પણે જુદાં છે.” બંને જુદાં પદાર્થ
[ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 153 GિE
Page #154
--------------------------------------------------------------------------
________________
છે. બંને ભિન્ન છે. different entity. “પણ સંબંધપણે સહચારી છે. સાથે જ છે - જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે; તે જીવને ભાસ્યામાં આવતું નથી. તથાપિ ક્ષીરનીરવત્ જુદાંપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.’ છે જુદાપણું છતાં સહચારીપણું છે. કૃપાળુદેવે પત્રાંક ૬૯૨માં કહ્યું, “સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે.’ દેહનો વિયોગ ક્યારે થાય ? કે જે જે કર્મો ભોગવવા માટે આ દેહ બંધાયો છે, એ કર્મો પુરાં થઈ જાતાં, આ દેહનું પ્રયોજન રહેતું નથી. તે દેહ પછી ગમે તેવો રૂડો, રૂપાળો, નિરોગી હોય તો પણ હવે આત્માને તેનું કાંઈ કામ નથી. કેમ કે જીવને કર્મનો ભોગ છે, તે દેહથી ભોગવવાનો છે. અને એટલા માટે દેહને ‘નોકર્મ’ કહ્યું છે. ‘નોકર્મ’ દ્વારા કર્મ ભોગવાય છે. મારા કર્મો અનંત પ્રકારના ઉદયમાં આવતા હોય, ધારો કે મને અશાતા આવવાની હોય અને મારી તાકાત હોય તો બહારના બીજા બધાં જ નિમિત્તોને હું દૂર કરી દઉં – પણ શરીરમાં જ વ્યાધિ ઉત્પન્ન થાય તો ? આ અશાતાનો ભોગવટો આ દેહથી જ ભોગવાશે. દેહ સાધન થઈને આવ્યું છે. હવે આનાથી છટકી શકાય ખરું ? બીજાં કોઈ સગાં-સંબંધીથી તકલીફ પડતી હોય તો જુદા રહેવાય, ગામ છોડી દેવાય, છૂટાં થવાય, એને ગામ છોડાવી દેવાય. બધું થઈ શકે. પણ શરીર થકી અશાતા આવીને કર્મનો ભોગવટો આવ્યો તો હવે શું કરીશ ? જ્યાં સુધી પ્રારબ્ધયોગે, આ દેહથી, જીવને કર્મ ભોગવવાના છે, ત્યાં સુધી એનું સંબંધપણે સહચારીપણું છે. પણ જે સમયે એ કર્મો ભોગવવાના પૂરા થયાં તે સમયે દેહ રહેતો નથી. કૃપાળુદેવે બહુ સરસ કહ્યું છે કે આ જીવ નિર્વાણપદ ક્યારે પામે છે ? ‘તો જ્યાં કર્મ શેષ રહેતાં નથી. કર્મ બચતાં નથી, ત્યાં એને દેહ ધારણ કરવાપણું રહેતું નથી. આ જીવ દેહ ધારણ કરવાપુર્ણ કરે છે કારણ કે એના શેષ કર્મો બાકી છે. જો જીવે બધા જ કર્મો ખપાવી દીધાં હોય તો દેહ ધારણ કરવાપણું ન રહે.’ એટલે એમણે લખ્યું છે,
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
ધન્ય રે દિવસ ! આ અહો ! આ અહો !' તેમણે જોયું કે આ દેહથી ભોગવાય નહીં એવા થોડાં કર્મો અવશેષ બાકી રહી ગયાં. અને આયુષ્યનો કાળ પુરો થઈ ગયો. આયુ પૂર્ણ થયું અને કર્મ અવશેષ રહ્યાં. જ્ઞાનદશા યથાવત્ રહી. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. તે જ અદ્ભુત આશ્ચર્ય છે.’ આત્માની જે અદ્ભુત દશા છે કર્મ ક્ષય કરવાની, અને એ અબંધ દશા છે એ તો પ્રાપ્ત થઈ ગઈ છે. પણ કોઈ એવો વિચિત્ર યોગ થયો છે અને એ વિચિત્ર યોગમાં જો કેવળજ્ઞાન થઈ ગયું હોય તો શેષ કર્મોને ભોગવવાં ‘સમુદ્દાત' કરી લેત. ચૌદ રાજલોકમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને જેટલા કર્મ પરમાણું બાકી હોય એનો સ્પર્શ કરી, ચાર સમય જાતાં અને ચા૨ સમય વળતાં-માં સંપૂર્ણ કર્મને નામશેષ કરી નાખત. પણ કેવળજ્ઞાન પ્રગટ થયું નથી. અને કર્મનો અવશેષ બાકી રહી ગયો છે. અને એથી જ આ જ પુરુષ કહે છે કે, કોઈ પણ કાળે જન્મવાની ઇચ્છાને એણે સર્વથા રૂંધી છે. અને હવે ફરી જનમવું નથી એવી નિશ્વળ પ્રતિજ્ઞા છે.’ એ જ પુરુષ કહે છે કે કર્મનો ભોગવટો તો દેહ સિવાય થાશે નહીં અને
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 154 (E
Page #155
--------------------------------------------------------------------------
________________
કર્મને સાથે લઈને તો કોઈ મોક્ષે જઈ શકે નહીં. કર્મનું પોટલું ઉપાડીને મોક્ષમાં જઈ શકાતું નથી. ભગવાન કહે છે,
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,’ મોક્ષે જવું હશે, એ પદ પ્રાપ્ત કરવું હશે ત્યારે એક પણ કર્મ ખપાવ્યા વિના ચાલશે નહીં. એટલે આ ભગવાન કહે છે કે, “એક દેહ હવે અમને બસ છે કે અવશેષ કર્મ ભોગવી લેવાં છે. એવો દેહ અને આત્માનો, જીવ અને કાયાનો સંબંધ છે. બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ. કર્મો અનંતા છે. અને આયુષ્ય એક જ ભવનું બંધાતું જાય. જો એ જ ભવની અંદર અનંત કર્મોને, કોઈ આત્માના સામર્થ્યથી, નામશેષ કરી નાખે તો દેહ ધારણ કરવાપણું છે જ નહીં. કર્મની સાથે દેહનો સંબંધ નથી. કર્મના ભોગવટા સાથે દેહનો સંબંધ છે. તપ અને જ્ઞાનબળથી કર્મોને નામશેષ કરે તો દેહ ધારણ કરવો. પડે નહીં. એટલે અનંત કર્મ હોય, ૭0 કોડાકોડી સાગરોપમનું કર્મ બાંધ્યું હોય અને આયુષ્ય તો વધારેમાં વધારે ૩૦ કોડાકોડી સાગરોપમનું જ બંધાય. તો શું બે ભવનું આયુષ્ય સાથે બંધાય ? ના. ન બંધાય. એક જ ભવની અંદર પણ જીવ આ ૭0 કોડાકોડીને ધારે તો સમાપ્ત કરી શકે. આત્માનું સામર્થ્ય આ છે. આ જૈન વિજ્ઞાન છે. ગણિતાનુયોગ છે. જબરજસ્ત છે. અહીં જેમ અસિને મ્યાન જુદાં છે. ઘડાનો જોનાર જેમ ઘડાથી જુદો છે, શરીર અને વસ્ત્ર જુદું છે.એમ આત્મા અને દેહનો સંબંધ છે. એ માત્ર સહચારીપણે છે. મ્યાન અને તલવારનો સંબંધ સહચારીપણે છે. એકરૂપ નથી. તદાકાર નથી. મ્યાન તલવાર થતી નથી. તલવાર મ્યાન થઈ જતી નથી. એમ આ જીવ કાયા રૂપે પરિણમતો નથી. કાયા જીવ રૂપે પરિણમતી નથી. આ બંને તદ્દન ભિન્ન છે. સાપને કાંચળી જેવા છે. સાપ ચાલ્યો જતાં કાંચળી સ્વયં કાંઈ કરી શકે નહીં, કારણ કે જડ છે. કાંચળીમાં કોઈ તત્ત્વ નથી, અને ઉપયોગ લક્ષણ પણ નથી.
આ બે ગાથામાં શિષ્યને ભૂમિકા બંધાવે છે. કે તેં જે આત્માના અસ્તિત્વનો ઈન્કાર કર્યો તેનું કારણ આ તારું અનાદિનું મિથ્યાત્વ, આ તારી ભ્રાંતિ, આ તારો દેહાધ્યાસ એટલો બધો થઈ ગયો છે કે તને દેહથી ભિન્ન આત્માનું અસ્તિત્વ ભાસતું નથી. બંનેના પ્રગટ લક્ષણ જુદાં છે. પદાર્થપણે બંને જુદાં છે. એકમેકને કાંઈ સંબંધ નથી. માત્ર સંયોગિક સંબંધ સિવાય કંઈ નથી. બંનેના ગુણ જુદાં. લક્ષણ જુદાં. ધર્મ જુદાં. અને એમાંયે દેહ છે એ તો સાવ જડ. કાંઈ કરી શકે નહીં. જે કાંઈ ક્રિયા થઈ શકે તે બધી આત્માથી જ થાય. ચૈતન્યનું સામર્થ્ય અદ્ભુત છે. અને આ અધ્યાત્મ દર્શને ચૈતન્યનો મહિમા ગાયો છે અને પશ્ચિમના વિજ્ઞાને જડનો મહિમા ગાયો છે. અને હજુ ગાઈ રહ્યા છે. આ દેશમાં કહે છે કે, ચૈતન્ય તત્ત્વનું સામર્થ્ય તમારે ક્યાંય માંગવા જાવું નહીં પડે. કોઈ આપશે તો મળશે એવું પણ નથી. જ્ઞાની કહે છે પ્રગટ લક્ષણ તો જો. આ ઉપયોગ નામનું તારું લક્ષણ પોતાનું છે. તારી પોતાની આટલી શક્તિ ! બંને જુદાં છે. પદાર્થ પણે જુદાં છે. લક્ષણ, ગુણ, અને ધર્મથી જુદાં છે. પણ અનાદિકાળના અધ્યાસના કારણે એટલી બધી તારી અભાનતા થઈ ગઈ કે તારો આ ઉપયોગ એટલો નામશેષ થઈ ગયો કે એના કારણે તને આ બંને એકરૂપ દેખાણાં. હવે તારી શંકાઓનું સમાધાન વિચારીએ.
જે દૃષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૫૧)
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 155
Page #156
--------------------------------------------------------------------------
________________
‘તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમ કે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળ-સૂક્ષ્મ આદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી, એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે.’
શિષ્ય પૂછયું હતું કે આત્મા “નથી દૃષ્ટિમાં આવતો અને નથી જણાતું રૂ૫.” આ તો દેખાતો પણ નથી અને એનું કોઈ રૂપ પણ જણાતું નથી. આ ભગવાને જવાબ દીધો, કે દેખનાર કોણ છે ? જે દૃષ્ટા છે દૃષ્ટિનો.” તને દૃષ્ટિથી દેખાતો નથી. પણ આ દૃષ્ટિનો માલિક કોણ છે ? આ દૃષ્ટિ ગુણનો ધારક કોણ ? આ દેહની તાકાત નથી. ચેતનની તાકાત છે. દેખે છે કોણ ? મડદું દેખે છે કે જીવતો જાગતો માણસ દેખે છે ? આપણે કહીએ છીએ કે એ નહીં દેખી શકે કારણ કે એનામાં જીવ નથી. તો દેખનાર તો જીવ થયો. જે દૃષ્ટા છે દૃષ્ટિનો.” એ જે દેખનાર છે ને એ જ આત્મા છે. જે જાણે છે રૂ૫.” આ કાળું છે - ધોળું છે, લાલ છે, પીળું છે, આવું છે, તેવું છે, રૂપાળું છે, કદરૂપું છે. આ બધા રૂપને જાણનાર કોણ ? તારું શરીર રૂપને જાણે છે ? ના. જીવ હોય તો જ જણાય. જીવ ન હોય તો રૂપ જાણી શકાય નહીં. અને પછી મેં કહ્યું, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ.” ભગવાન કહે છે, “અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવસ્વરૂપ.” બધી ઈન્દ્રિયોના પ્રયોગ કરીએ, નાક, કાન, આંખ, તો બધા અનુભવની બાદબાકી થાશે પણ અનુભવકર્તાની બાદબાકી નહીં થાય. અનુભવર્તાના અભાવમાં કોઈ ચીજનું જ્ઞાન નથી. અને એના સર્ભાવમાં આખા જગતનું જ્ઞાન છે. તારાં બધા તર્ક, જજમેન્ટ, અભિપ્રાય, ન્યાય, તારી બધી પ્રવૃત્તિ આત્માને આધિન છે. જો એક આત્માને બાદ કરીશ તો પછી ગાય કોણ ? સાંભળે કોણ ? બોલે કોણ ? ખાય કોણ ? પીએ કોણ ? અબાધ્ય અનુભવ જે રહે – બધા જ અનુભવને બાદ કરતાં-કરતાં આંખના, કાનના, નાકના, જીભના – પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયો જ્ઞાનીઓએ કહ્યાં છે અને તે ત્રેવીશ વિષયના ભેદ અને ભાંગા તો અનંત છે.
આ જૈન દર્શન છે. એના મંડાણ અનંતમાં થયા છે. અનંત –(માઈનસ) અનંત = અનંત that is Jainism. આ અનંતનું ગણિત સમજાવું જોઈએ. જગતમાં જીવો કેટલાં? અનંત. દ્રવ્યની આખી સૃષ્ટિ છે. એમાં એક જીવ દ્રવ્ય છે. બાકીનાં પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ કેટલાં? અનંત. એમાંથી મોક્ષે કેટલાં ગયા ? અનંત. સંસારમાં કેટલાં? અનંત. એમાંથી કેટલાં મોક્ષે જશે ? અનંત. બાકી કેટલાં રહેશે ? અનંત. અરે પ્રભુ આ જૈન દર્શન ! અને એનો ગણિતાનયોગ ! સર્વજ્ઞપણે જરા ખ્યાલમાં લેવું. આ તીર્થકરનું સર્વશપણું ! એની સર્વજ્ઞતાની અંદર, આ આખા વિશ્વનું સ્વરૂપ જોઈને કહ્યું છે ! ભગવાન મહાવીરે કાળને મુઠ્ઠીમાં લીધો. અને એણે કંઈક જીવોને ઉર્ધ્વ ગતિમાં જોયા. અધોગતિમાં જોયા, ઉપર ચડતા જોયા. આ કેવું સ્વરૂપ છે ! કૃપાળુદેવે મહાવીરની સર્વજ્ઞતાનું દર્શન કરાવ્યું છે. અદ્ભુત છે ! અને પછી એક વાક્ય લખ્યું કે જે જ્ઞાન મહાવીર વિશે હતું તે જ જ્ઞાન જગતના સર્વ જીવો વિશે છે. આવિર્ભાવ થવું જોઈએ. જ્ઞાન અપેક્ષાએ મહાવીર અને મુમુક્ષુમાં કોઈ ભેદ નથી. સત્તામાં પડેલું જ્ઞાન સમાન છે. આવિર્ભાવ થવું જોઈએ. જે જ્ઞાનથી મહાવીરે જગતને જોયું હતું તે જ જ્ઞાન જગતના સર્વે જીવોમાં છે. પણ તે જ્ઞાન તિરોહિતપણાને પામ્યું છે. મોહના કારણે, અજ્ઞાનના કારણે, કર્મબંધના કારણે, એ જ્ઞાનસ્વભાવ મંદ થઈ
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 156 EE
Page #157
--------------------------------------------------------------------------
________________
ગયો છે. ઝાંખો થઈ ગયો છે. ભગવાન કહે છે, “અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ.” આ જીવ સ્વરૂપ તે એ કે, બધા જ અનુભવને બાદ કરતાં કરતાં, જેના અસ્તિત્વને બાદ કરી શકાય નહીં. જીવના અસ્તિત્વને બાદ કરો તો બાકી બધું મીડું થઈ જાય. પણ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જેટલા ગણિત માંડવા હોય, માંડી શકાય. પાંચ ઇન્દ્રિયોના વિષયો, આંખના, કાનના, નાકના, જીભના, શરીરના જેટલા વિષય અને એના અનંતગુણા ભેદપ્રભેદ આ બધાનો અનુભવ લેવો હશે તો આત્માને બાદ કરી શકાશે નહીં. શિષ્ય પૂછ્યું છે, “બીજો પણ અનુભવ નહીં,' ગુરુએ કહ્યું, આત્માના સદ્ભાવમાં - જીવના સદ્ભાવમાં આ બધા અનુભવ લઈ શકાશે. જીવનો સદૂભાવ જો નથી તો દેહથી એકપણ અનુભવ મળે એમ નથી. ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.”
છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઈન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન. (૧૨) કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ ઈન્દ્રિય દીઠેલું તે કર્મેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઈંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે, તે પાંચે. ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા’ છે. અને ‘આત્મા’ વિના એકેક ઈન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે.
શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે, દેહ જ આત્મા અથવા ઈન્દ્રિય, પ્રાણ.’ એટલે શિષ્યનું કહેવાનું એમ હતું કે આ ઈન્દ્રિયો છે ને તે આત્મા છે. એટલે સદ્ગુરુ એને સમજાવે છે કે હે શિષ્ય ! તારા અંતરમાંથી જે શંકા નીકળી છે, એના સમાધાનનો પણ અંતરથી વિચાર કર. આ ઈન્દ્રિયને જ્ઞાન છે એ કેવું છે ? ઈન્દ્રિય પાંચ છે. તો પાંચે ઈન્દ્રિયો એક બીજાના વિષયને જાણતી નથી. આંખને કાનનું જ્ઞાન નથી, કાનને નાકના વિષયનું જ્ઞાન નથી. નાકને જીભના વિષયનું જ્ઞાન નથી. જીભને સ્પર્શનું જ્ઞાન નથી. “છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન.” “પાંચે ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન'. આ પાંચે ઈન્દ્રિયોના, અનંત વિષયો જે છે, એનો જે અનુભવ છે, એનું જ્ઞાન કોને થાય છે ? જોવાનું જ્ઞાન આંખને થયું. આંખે જોયું કે બહુ સરસ છે. પણ જો બહેરો હોય તો સાંભળી ન શકે. દશ્ય સરસ છે. પણ કાંઈ ખબર પડતી નથી. અને જે રેડિયો ઉપર કોમેન્ટ્રી સાંભળે તે કેવો ફટકો લગાવ્યો તે જોઈ શકે ? કાન તો ખુલ્લાં હતા પણ કાનથી કાંઈ જોવાતું નથી. કોળિયો આપણે મોઢામાં જ મુકીએ. બીજે ક્યાંય મુકાય નહીં. સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન હોય તે ગમે ત્યાં મુકવાથી સ્વાદ આવે નહીં. જીભ ઉપર મુકવાથી જ સ્વાદ આવે. કારણ કે જીભનો વ્યાપાર સ્વાદને પારખવાનો છે. આમ પ્રત્યેક ઈન્દ્રિયને પોતાના સ્વક્ષેત્રની મર્યાદામાં જ જ્ઞાન છે. અનુભવ છે. દરેક ઈન્દ્રિયને પોતાના સિવાયની બીજી ઈન્દ્રિયના વિષયનો અનુભવ નથી.
“છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન.” પણ આંખનું, કાનનું, જીભનું, નાકનું, સ્પર્શનું - બધાનું જ્ઞાન જેને છે તે “જીવ' છે. તું એમ કહેશે કે ઈન્દ્રિય તે આત્મા છે. તો કઈ ઈન્દ્રિયને આત્મા’
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 157 E=
Page #158
--------------------------------------------------------------------------
________________
ગણવી ? આંખને, કાનને, નાકને, જીભને ? ભગવાન કહે છે, “ભાઈ ! એની અંદર જે ઉપયોગ છે, ઉપયોગ લક્ષણ, જ્ઞાન અને દર્શન. એટલે આ બધા ઈન્દ્રિયોના વ્યાપારની અંદર, એમાંથી જે અનુભવરૂપી જ્ઞાનની ધારણા બંધાય છે જીવને – તે જ્ઞાન કોને છે ?” “પાંચ ઈન્દ્રિયના વિષયનું - સમુચ્ચયજ્ઞાન - સમગ્રપણે અનુભવ - તે આત્માને એનું ભાન છે.” ઈન્દ્રિયોને જ્ઞાન અને આત્માને ભાન. અનુભવસહિતની જે જાણકારી છે એને ભાન કહેવાય. અનુભવસહિતની જે પ્રતીતિ છે તેને ભાન કહેવાય. કે જેને અનુભૂતિનો સ્પર્શ છે. નહીં તો જ્ઞાન કહેવાય. હું જાણું છું કે આ વસ્તુ first-class છે. સાકરમાં મીઠાશ છે - એવું મેં વાંચ્યું એટલે કહું છું. પણ મીઠાશનું ભાન છે ? મીઠાશ કેવી હોય એ ખબર છે ? સાકર ખાનારને માત્ર મીઠાશનું જ્ઞાન નથી પણ સાથે અનુભૂતિ છે એટલે જ્ઞાન સાથે ભાન છે.
ડૉક્ટર અને દર્દી હોય તો ડૉક્ટરને દર્દનું જ્ઞાન છે, ભાન નથી. આખી રાત તરફડિયા માર્યા હોય, સખત પીડા હોય, સહન ન થાય એવું દર્દ હોય તો ડૉક્ટરને એની જાણકારી છે - જ્ઞાન છે - પણ ભાન નથી. એનું ભાન તો દર્દીને જ છે. રસ્તામાં ભીખારીને સખત ભૂખ લાગી હોય તો આપણે જાણી શકીએ. આપણને જાણકારી છે એ ભૂખ્યો છે. પણ ભૂખના દુઃખનું ભાન આપણને નથી. એની ભૂખનું, એની તૃષાનું, એના દુઃખનું ભાન તો તેને જ હોય કે જે જીવ અનુભવે છે, વેદે છે, જેને એની અનુભૂતિ છે, દર્દની જેને અનુભૂતિ છે એને દર્દનું ભાન છે. અને જેણે દર્દના ચોપડા વાંચ્યા છે અને એનું જ્ઞાન છે. અહીંયા ભગવાને આ “ભાન' શબ્દનો પ્રયોગ અનેકવાર કર્યો છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોનું આત્માને ભાન છે. જ્ઞાનીની વાણીમાં કોઈ દિવસ વિરોધપણું આવે નહીં. ‘ભાન' પ્રતીતિપૂર્વક, અનુભૂતિ પૂર્વકની જાણકારી એને ‘ભાન” કહેવાય. પાંચ ઈન્દ્રિયના વિષયની દરેક ઈન્દ્રિયને પોતપોતાના વિષયની જાણકારી છે. આંખને આંખના વિષયની પુરેપુરી જાણકારી છે. પણ આંખને ભાન નથી. ભાન તો અંદર રહેલાં જીવને છે. દા.ત. આ દશ્ય ખતરનાક છે. ન જોવાય. એ જીવ નક્કી કરે. કાન તો સાંભળવાનું કામ કરે પણ આ “સુશ્રાવ્ય છે કે કુશ્રાવ્ય’ છે એ તો અંદર રહેલો જીવ નક્કી કરે. કારણ કે એને ભાન છે. બાકી કાન નક્કી ન કરી શકે કે આ ભાષા બરાબર નથી. કે આ ભાષા બોલાય નહીં. જીભ તો સ્વાદ નક્કી કરી દયે. પણ આ અમૃત છે કે ઝેર છે એનું ભાન કોને છે ? આત્માને. જીવ ઈન્દ્રિયોથી ભિન્ન છે. ઈન્દ્રિયો, પોતાના વિષયમાં, સ્વક્ષેત્રની મર્યાદામાં જ એમની જાણકારી હોઈ શકે. પોતાના ક્ષેત્રની બહાર એમની જાણકારી નથી. ઈન્દ્રિયો તો Information આપે. પણ એનું જે understanding છે. એની જે સમજણ છે તે તો જીવની છે. એ faculty જીવની છે. જીવની એ સંપત્તિ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઈન્દ્રિયનું લક્ષણ નથી. એટલે કહે છે, “પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” આત્મા જ પાંચે ઈન્દ્રિયના વિષયનું સંકલન કરે છે. પાંચે ઈન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયને જાણે છે. કોઈ પણ ઈન્દ્રિયને, અન્ય ઈન્દ્રિયના વિષયમાં અંતઃપ્રવેશ નથી. તેની સત્તા પોતાના સ્વક્ષેત્ર પૂરતી મર્યાદિત છે. પણ આત્માની સત્તા છે તે ભાન છે જે બધી જ ઈન્દ્રિયોના બધા જ પ્રકારના વેપારને જાણે છે. અનુભવસહિત જાણે છે.
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. (૧૩)
ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 158 EF
Page #159
--------------------------------------------------------------------------
________________
દેહ તેને જાણતો નથી, ઈન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ.”
કૃપાળુદેવે ઉપદેશછાયામાં એક સરસ વાક્ય મુક્યું છે કે, ‘આત્મા નીકળી જાય, એટલે કે જીવના અભાવમાં આ શરીર તો મુડદા સમાન છે અને ઈન્દ્રિયો ગોખલા જેવી છે. દિવાલોની અંદર રહેલા ગોખલાનું શું મહત્ત્વ ? દિવાલમાં એક ખાડો છે, અવકાશ છે તે ગોખલો કહેવાય. એમ આ ઈન્દ્રિયો ગોખલા જેવી છે. એને પૂરવી પડે. ગોખલામાંથી યુવાક થાય. એટલે આત્મા નીકળી જાય ત્યારે ઈન્દ્રિયોને દબાવવી પડી. આંખો બંધ કરવી પડે. કાનમાં પૂમડાં નાખવા પડે. નાકમાં પૂમડાં નાખવા પડે. મોટું બંધ કરવું પડે. “અથવા દેહ જ આતમાં, અથવા ઈન્દ્રિય પ્રાણ” એ શંકાનું ગુરુ સમાધન આપે છે કે, દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય, પ્રાણ.” હે શિષ્ય ! આ દેહ, ઈન્દ્રિયને પ્રાણ પોતે પોતાને પણ જાણતા નથી અને પોતાની સ્વેચ્છાએ ચાલતાં નથી. શું જોવું-શું ન જોવું એ કોણ નક્કી કરે છે ? આંખ કે આત્મા ? જીવ નક્કી કરે છે. આપણે બરાબર ઉપયોગ મૂકી આપણા અનુભવોને યાદ કરી જાવાના. આપણે, આંખ ખુલ્લી હોય છતાં ન જોતાં હોઈએ એવું બને ખરું ?
T.V. સામે બેઠા છીએ. T.V. ચાલુ છે. આપણી આંખ ખુલ્લી છે. આપણે કોઈક વિચારમાં છીએ. અને એવા વિચારમાં છીએ કે કોઈની સ્મૃતિમાં છીએ. કોઈના સ્મરણમાં છીએ, કોઈ વિચારમાં કે ઉલઝનમાં ફસાઈ ગયા છીએ. તો આંખ ખુલ્લી હોવા છતાં આપણે તે દૃશ્ય જોઈ શકતા નથી. ધ્યાન ત્યાં નહોતું. પોતાનો ઉપયોગ જ્યારે બીજી જગ્યાએ હોય અને ઉપયોગ આંખમાં ન હોય તો, આંખની સત્તા હોવા છતાં, એનું function હોવા છતાં, એની કામગીરી હોવા છતાં – જોવાની કામગીરી હોવા છતાં, આંખ જોઈ શકતી નથી - ગમે તેટલો મોટો અવાજ પણ ઉપયોગ ન હોય તો સાંભળી શકાતો નથી. તો આ ઈદ્રિયોથી કામ કઈ રીતે થાય છે ? ‘આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” કાનની તાકાત ગમે તેટલી હોય, ખૂબ દૂરનું સાંભળવાની તાકાત હોય પણ તે સત્તા કાનની નથી, આત્માની છે. ગમે તેટલી સરસ અવલોકનની શક્તિ છે પણ આંખની સત્તાથી જોવાય છે કે આત્માની સત્તાથી ?
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.” પાંચે ઈન્દ્રિયના વિષયનું સમુચ્ચય, સમુહાત્મક, ચિંતનાત્મક, સમગ્ર જ્ઞાન કરનાર આત્મા છે. દેહની, પ્રત્યેક ઈન્દ્રિયની, પ્રાણની સત્તા, સ્વક્ષેત્રથી મર્યાદિત છે. દેહ, ઈન્દ્રિયોને પ્રાણ અચેતન છે - જડ છે - એટલે તેનામાં જાણપણું નથી. એટલે ક્યાં પ્રવર્તવું, ક્યાં ન પ્રવર્તવું એનું જાણપણું - જે-તે ઈન્દ્રિયમાં નથી. અને ઈન્દ્રિયોના વિષયોનું અનુભવજ્ઞાન અને પ્રવર્તન, એ જીવની સત્તા વડે થાય છે. જીવનું ઉપયોગ નામનું લક્ષણ છે, તેના વડે થાય છે. જીવ જ્યાં ઉપયોગ દેયે ત્યાં દેખાય. જીવ ઉપયોગ ન દે તો દેખાય નહીં,
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 159
=
Page #160
--------------------------------------------------------------------------
________________
સંભળાય નહીં, ખાતાં હોવા છતાં સ્વાદનો ખ્યાલ આવે નહીં. જો મન અસ્વસ્થ થઈ ગયું હોય તો કેટલું ખાધું ? શું ખાધું ? એની પણ ખબર રહે નહીં. તો દોષ જીભ નામની ઈન્દ્રિયમાં નથી. પણ ઈન્દ્રિયની સત્તા નથી. આત્માની સત્તા વિના ઈન્દ્રિયનું પ્રવર્તન નથી. દરેક ઈન્દ્રિયને પોતાના વિષયની જાણકારી છે. દરેક ઈન્દ્રિય પોતપોતાના વિષયમાં નિષ્ણાંત છે. છતાં પણ જો આત્માની સત્તા ન હોય. એની પ્રેરણા શક્તિ ન હોય, જીવ જો પ્રેરણા ન આપે તો આ એકે ઈન્દ્રિય કામ કરે નહીં. પોતાની સ્વયં પ્રેરણાથી, સ્વયં ફુરણાથી આ એકે ઈન્દ્રિય કામ કરી શકે એમ નથી. આ આપણો નિત્ય અનુભવ છે. આંખ હોવા છતાં આપણે દેખતા ન હોઈએ, કાન હોવા છતાં આપણે સાંભળતા ન હોઈએ. નાક હોવા છતાં આપણને ગંધ આવે નહીં અને જીભ હોવા છતાં આપણે સ્વાદ પારખીએ નહીં અને સ્પર્શ હોવા છતાં પણ બરછટ જમીન છે કે ઠંડી છે કે ગરમી છે તે ખબર ન પડે. આવો કોઈ અનુભવ ન થાય. પૈસા કમાવા જાય ત્યારે સ્પર્શેન્દ્રિય શક્તિ કામ ન કરતી હોય. એનામાં શક્તિ છે પણ અત્યારે ઉપયોગ ઉઘરાણીમાં છે. ઈન્દ્રિયમાં નથી. “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” આ સગુરુ શિષ્યને સમાધાન આપે છે. શિષ્ય દેહને, ઈન્દ્રિયને, પ્રાણને આત્મા માને છે. એનાથી બીજું કાંઈ જુદું છે જ નહીં એમ શંકા કરે છે. “મિચ્યો જુદો માનવો’ એમ કહે છે કારણ કે બીજું કોઈ એંધાણ પણ નથી. એને સદૂગર સમાધાન આપે છે.
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય,
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. (૫૪) જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે. એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે. અર્થાતુ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે, કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી.”
શિષ્યએ કહ્યું કે, સાહેબ ! આ આત્મા જુદો હોય તો એનું કાંઈક તો એંધાણ હોવું જોઈએ કે નહીં ? ગુરુ જવાબ આપે છે કે, એનું એંધાણ તો સદાય છે. “સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.” તારી અવસ્થા સમયે સમયે પલટાતી છે. બાળક, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ. અવસ્થા પલટાણી પણ તું તો એનો એ જ છો. પછી જાગૃતિ, નિદ્રા, સ્વપ્ન અવસ્થા, આ બધી અવસ્થા પલટાણી. પણ તું તો એનો એ જ છો. મૂર્ખ અથવા મઢ, મતિમાન કે પ્રજ્ઞાવાન. આ બધી અવસ્થામાં પણ અવસ્થા બદલાણી. પણ તું તો એનો એ જ છો. શું પેલો મૂઢ, મતિમાન, હતો તે જુદો હતો ? હવે પ્રાજ્ઞ પુરુષ થયો તો જુદો થયો ? પેલો બાળક હતો તે પણ તું અને યુવાન અને પ્રૌઢ થયો તે પણ તું, તું ને તું. દેવના રૂપમાં હતો, નારકીના રૂપમાં હતો, તિર્યંચના રૂપમાં હતો ને હવે મનુષ્યના રૂપમાં છો. આ બધાંય રૂપ બદલાઈ ગયા, અવસ્થા બદલાઈ ગઈ. પણ આ બધામાં હતો તો તું જ ને ? ચંડકૌશિકના રૂપમાં રહેલો તાપસ ખરો કે નહિ ? તાપસના રૂપમાં રહેલો પૂર્વજન્મનો મુનિ ખરો કે નહિ ? આપણે ત્યાં એટલા માટે આવા ભગવંતોના પૂર્વ જન્મના ચારિત્રો
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 160 E
Page #161
--------------------------------------------------------------------------
________________
ગાયાં છે. નેમનાથ ભગવાનના નવ જન્મ. પાર્શ્વનાથના દસ જન્મ, મહાવીરના સત્યાવીશ પૂર્વ ભવની કથની, કહાની બધું જ કહેવાયું છે. આ ગતી, યોનિ, અવસ્થા બધું જ પલટાતું જાય. એક જન્મની અંદર પણ બાળપણ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ બધું પલટાતું જાય. મૂઢતા, શિક્ષિત, અશિક્ષિત, નિર્ધન, તવંગર, ગરીબ, સાક્ષર, નિરક્ષર – એટલી અવસ્થાઓ. એકને એક જીવની આ બધી અવસ્થાઓ બદલાતી(પલટાતી) જાય. દસ વર્ષ પહેલાં બેહાલ હતો. આજે સંજોગો સારા થઈ ગયા. આ બધી પલટાતી અવસ્થા એક જ જીવની છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો.’ આત્મા બધી જ અવસ્થામાં ન્યારો છે. પ્રગટ રૂપ ચૈતન્યમય.’ બધી અવસ્થાને એ જાણનારો છે. આ ચૈતન્યગુણ, જાણવાપણું, અનુભવવાપણું, આત્માનું છે. એમાં એનો અનુભવ છે. જો જ્ઞાન વધારે પ્રકાશે તો પૂર્વભવનો પણ અનુભવ થાય. તો પોતાને આજે યુવાન થયો તો બાળપણનો અનુભવ ખરો કે નહીં ? આજે શ્રીમંત થયો તો પોતાની નિર્ધનતાનો અનુભવ ખરો કે નહીં ? એક દિવસ ફૂટપાથ પર સુતા, શેઠની પેઢી પર સુતા, આ અનુભવ કોને થયો ? અનુભવ પોતાનો. આ બધા અનુભવમાં,
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.’
જો આવો અનુભવ જેનો છે, જે બધી જ અવસ્થાઓથી ન્યારો છે, પ૨ છે, પ્રત્યેક અવસ્થાને વિશે જે પોતે છે - છે ને છે, જે જાણવાનું કામ કરે છે, અનુભવવાનું કામ કરે છે એવો તારો આત્મા છે. એનું પ્રગટ એંધાણ એ છે કે આ બધી અવસ્થાને જાણનાર એવો ચૈતન્ય સ્વભાવ એ જ એનું એંધાણ છે. એ પ્રગટ છે. જગજાહેર છે. આમાં શંકા કરવા જેવું છે જ નહિ. પોતે જ પોતાના બધા પ્રકારના રૂપને, શરીરમાં થયેલી પીડાને, વેદનાને, સ્મૃતિમાં લે તો જાણી શકે છે. જાણે છે. અનુભવે છે. અત્યારે પોતે ખૂબ નિરોગી હોય છતાં ભૂતકાળમાં ભોગવેલી વેદનાનો તાદૃશ્ય અનુભવ કોને થાય છે ? આત્માને. આ બધી અવસ્થામાં તું તો ન્યારો ને ન્યારો જ છે. એ રોગી અવસ્થાવાળો દેહ જુદો - આજનો નિરોગી અને સ્વસ્થ દેહ જુદો. પણ એ અનુભવનું સાતત્ય કોને ? વેદનાનું સાતત્ય કોને ? જાણકારીનું સાતત્ય કોને ? એ જ તું છો. આ તારું એંધાણ છે તે પ્રગટ છે. છાનું નથી. ‘પ્રગટરૂપ ચૈતન્યમય’ સદાય છે.
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? (૫૫)
ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, તે છે” એમ માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણના૨ છે તેને માનતો નથી. એ જ્ઞાન તે કેવું કહેવું ?
શિષ્યે પૂછ્યું હતું કે, આત્મા હોય તો જણાય નહીં ? જો વસ્તુરૂપે, પદાર્થરૂપે હોય તો જણાય નહીં ? જુઓને આ ઘડો જણાય છે. આ પટ કહેતાં, વસ્ત્ર જણાય છે. દુનિયાની બધી જ વસ્તુ જણાય છે.
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 161 ITE
Page #162
--------------------------------------------------------------------------
________________
અને જો આત્મા હોય તો જણાય નહિ ? ‘વળી આત્મા હોય તો જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો ઘટ પટ આદિ જેમ.” જ્ઞાની, ગુરુ એનું સમાધાન આપે છે. કહે છે, જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે, “હું અમુક ને જાણે છે અને અમુકને નથી જાણતોએમ નથી. છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. આ જીવનું અભિમાન છે કે, “ આને જાણું છું, તેને જાણું છું, મને બધીય ખબર છે. આખા જગતને જાણનારો જીવ એને નિત્યનું વિસ્મરણ ચાલ્યું આવે છે. અને પાછો કહે છે કે, “જીવ હોય તો જણાય નહીં ?” જ્ઞાની કહે છે તો, ‘જાણ્યું કોણે ?” ‘ઘટ, પટ આદિ જાણ તું તેથી તેને માન.” આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ ઘર છે એને હું માનું છું. આ માઈક છે. દેખાય છે. પણ આ બધાનો જાણકાર કોણ ? જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ?” આ તારું જ્ઞાન કેવું ? કે તું જેને જાણશ એને માનશ. પણ જાણનારને માનતો નથી. કેવો વિરોધાભાસ ? કેવી વિસંગતી ! જરાક આ જીવ વિચાર કરે તો એને તરત જ ખબર પડે. દેહ તે આત્મા નથી. આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે. તેમ દેહને જોનાર અને દેહને જાણનાર દેહથી ભિન્ન છે. ઘટપટ આદિ પદાર્થો જે જીવથી જાણવામાં આવે છે તેનું કારણ જીવનું પ્રકાશકપણું. એ છે. દીવાનો સહજ સ્વભાવ પદાર્થ પ્રકાશક છે. તેમ જીવના જ્ઞાનનો સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. પણ દીવો દ્રવ્ય પ્રકાશક છે. જીવ દ્રવ્ય અને ભાવ બંનેનો પ્રકાશક છે.
- જ્ઞાની પુરુષે ખૂબ સરસ સમજાવ્યું છે. અંધારામાં વસ્તુ પડી હોય તો ન દેખાય. પણ દીવો કરીએ તો રૂમમાં જેટલી વસ્તુ પડી હોય તે દેખાય. કારણ કે દીવાનો સ્વભાવ વસ્તુ પ્રકાશક છે. આ કબાટ છે, પલંગ છે, લાકડી છે, ટોપી છે. દીવાનું કામ બધું જ બતાવવાનું છે. એમ આ જગતમાં જેટલું જેટલું દેખાય એને જીવ જોઈ શકે. એ પ્રકાશક છે. જીવને જોવા માટે દીવાની જરૂર પડે નહીં. અજ્ઞાન હોય ત્યારે જરૂર પડે. આજે આપણને અંધકારમાં જોવા દીવાની જરૂર પડે. દિવસમાં પણ સૂર્યનો પ્રકાશ છે એટલે આપણને દેખાય છે. આપણે વાત કરી કે ચંદનબાળાના શરીર પાસેથી પસાર થતાં સર્પને મૃગાવતીએ ગાઢ અંધકારમાં જોયો. તેથી ચંદનબાળાએ પૂછ્યું, કે તમે કયા જ્ઞાનથી જાણ્યું ?” “આત્માના જ્ઞાનથી.” તેમણે જવાબ આપ્યો. તો જીવની અંદર પણ આવું પ્રકાશકપણું છે. કે જે પ્રકાશકપણાને કારણે જીવ આખા જગતના સર્વ પદાર્થોને જાણે છે. જીવની એક વ્યાખ્યા જૈન દર્શનમાં એવી છે કે તે લોકાલોક પ્રકાશક છે. જીવ વ્યાપક નથી પણ પ્રકાશક છે. દીવાનો સ્વભાવ તો પદાર્થ પ્રકાશક છે. પણ જીવ તો પદાર્થને પણ જાણે અને તેના ભાવને પણ જાણે. કોઈ જગ્યાએ સાપ પડ્યો હોય તો દિવો સાપ બતાવે. પણ જીવ એ જાણી શકે કે એ મરેલો છે કે જીવતો છે ? દીવાથી વસ્તુ પડેલી હોય તે ખબર પડે. પણ જીવથી તે વસ્તુ સાજી છે કે તુટેલી છે તે જાણી શકાય. દીવો દ્રવ્ય પ્રકાશક છે - એટલે વસ્તુનું બાહ્ય સ્વરૂપ દશ્યમાન સ્વરૂપ છે તે જાણી શકાય. દા.ત. ઘર હોય તો - રાત્રે દીવાથી જોઈ શકાય. પણ આ ઘર બંધ છે. અંદર કોઈ નથી એ જીવને ખબર પડે.
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 162 GF
Page #163
--------------------------------------------------------------------------
________________
આ ભાવ છે. આ માણસ છે. દીવાએ તો બતાવ્યું. પણ જીવે જોયું કે તે થાકેલો છે. નંખાઈ ગયો છે. શ્રીમંત છે. આ જીવની - આ ચૈતન્યની જે જાણકારી છે તે દ્રવ્ય અને ભાવ પ્રકાશક છે. વસ્તુનું સ્વરૂપ સમયે સમયે પલટાય છે. આ પલટો કોણ જોઈ શકે છે ? એ પ્રકાશ નથી જોઈ શકતો. દીવાનો પ્રકાશ, મણિનો પ્રકાશ, સૂર્ય-ચંદ્રનો પ્રકાશ. એની પાસે આ ભાવ પ્રકાશકપણું નથી. આત્મા સર્વ ભાવ પ્રકાશક છે. કૃપાળુદેવે એક પત્રમાં એની ખૂબ સરસ છણાવટ કરી છે. કે સૂર્ય-ચંદ્ર, દીપ-મણિ, આ બધાની પ્રકાશક શક્તિને જોનાર આ જીવ, કે જેના થકી આ પ્રકાશ જણાય છે – એવો આ જીવ પોતાની ચૈતન્યસત્તાને ઓળખવાનો હજુ પ્રયત્ન કરતો નથી. માટે જાણનારને માન નહિ, કહીએ કેવું જ્ઞાન ?” દીવાની પાછળ પણ વસ્તુનું પર્યાય સ્વરૂપ યથાર્થબોધ, એનું પલટાતું સ્વરૂપ, પર્યાયાત્મક સ્વરૂપ, એનું નિશ્ચયાત્મક સ્વરૂપ - એ બંને જે જાણે છે તે જીવ છે. સૂર્ય-ચંદ્ર-દીવો એ તો ઉજાસ આપી દયે છે. પણ પછી વસ્તુનો યથાર્થ બોધ કોને થાય છે ? આ બોધ જેને થાય છે તે જીવ છે. કારણ કે જીવ દ્રવ્યને પણ જાણે છે. ભાવને પણ, પ્રકાશે છે.
પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ;
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. (૫૬) દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે.”
| શિષ્ય પ્રશ્ન કર્યો છે કે દેહ જ આત્મા છે. એનું એક સમાધાન અહીંયા સદ્ગુરુ બહુ સરસ આપે છે. પ્રત્યેકને પોતાના અનુભવમાં આવે એવું સમાધાન આપે છે. અહીં સગુરુ કહે છે કે - જે બુદ્ધિ તત્ત્વ છે એને જૈન દર્શનમાં ચેતન કીધી છે. અન્યત્ર બીજા દર્શનોમાં બુદ્ધિને જડ કીધી છે. એને શરીરના ભાગરૂપે મગજ સાથે સંકલિત કહી છે. શરીરના વિજ્ઞાનીઓએ બુદ્ધિનો સંબંધ હૃદયના કોષો સાથે લીધો છે. એટલે એને એ જડ ગણે છે. જૈન દર્શન કહે છે કે બુદ્ધિ એ ચૈતન્યનું અંગ છે. જેટલા પ્રમાણમાં એનું ચૈતન્ય પ્રકાશિત છે એટલા પ્રમાણમાં એનો બુદ્ધિનો કે મગજનો વ્યાપાર છે. હવે આ દેહ છે એ જ જો
મા હોય તો કેટલાય સુકલકડી કાયાવાળા પ્રખર તેજસ્વી બુદ્ધિમાન હોય, અને સ્થૂળ કાયાવાળા હોય એમાં બુદ્ધિ અલ્પ હોય. આવો વિરોધાભાસ કેમ ? બુદ્ધિ એ આત્માનું સ્વરૂપ છે. જો દેહ એ જ આત્મા હોય તો દેહના પ્રમાણમાં બુદ્ધિ હોવી જોઈએ ને ? તો તો ૩૦૦ કિલોવાળાને ખૂબ બુદ્ધિ હોય અને ૫૦ રતલવાળામાં જરાય બુદ્ધિ ન હોય. પણ ના. એમ નથી હોતું. આ ઘોર, મહા તપસ્વીઓ જ્ઞાનીઓ જેણે પોતાની કાયાને સુકવી નાખી છે. પરમકૃપાળદેવ – ૧૯૮ રતલ વજનમાંથી ૪૪ રતલ વજન થઈ ગયું. અને મુનિશ્રીએ પૂછ્યું, કે પ્રભુ ! આવી કૃષ કાયા?” તો કહે, ‘હા ! આ શરીર સામે અમે કજિયો માંડ્યો છે. અને એની સામે પડ્યા છીએ.” આવા કૃષ દેહમાં કેવી અગાધ અને અમાપ બુદ્ધિ હતી. ગાંધીજીની પણ કાયા સુકલકડી હતી. પણ બુદ્ધિ અમાપ હતી. આરબ દેશના બધા લોકો શરીરે બળદિયા જેવા અને
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 163
=
Page #164
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિમાં પણ બળદિયા જેવા. એને અને બુદ્ધિને કાંઈ સંબંધ જ નથી. શરીર ગમે તેવું હૃષ્ટપૃષ્ટ હોય એને બુદ્ધિ સાથે કાંઈ સંબંધ નથી. શરીરથી રૂડો રૂપાળો દેખાતો એવો જીવ “બુદ્ધિનો બામ’ હોઈ શકે. શરીર પ્રમાણ હોય, ઉંચો આડો બરાબર હોય, વજન સરખું હોય, personality સારી હોય પણ બુદ્ધિનું જ ઠેકાણું ન હોય એમ બને. કારણ કે બુદ્ધિ આત્માનો ગુણ છે. એને દેહ સાથે કંઈ લાગેવળગે નહીં.
પરમબુદ્ધિ કૃષ દેહમાં કૃષ એટલે જર્જરીત થયેલા દેહમાં પરમ બુદ્ધિનો આવિર્ભાવ. અને સ્થૂળ દેહ મતિ અલ્પ. સ્થૂળ દેહ - જાડો પાડો - બળદિયા જેવો પણ “મતિ અલ્પ.”
“દેહ હોય જો આતમા ઘટે ન આમ વિકલ્પ.” જો દેહ છે એ જ આત્મા હોય તો દુનિયામાં બુદ્ધિશાળી કોને ગણવા ? સ્થૂળ કાયાવાળા પણ બુદ્ધિશાળી ન હોય. અહીંયા ન્યાય આપે છે કે સ્થૂળતા એ પુદ્ગલાત્મક દેહના ગુણ છે. બુદ્ધિ જો પુદગલનો ગુણ હોત તો દેહના પ્રમાણ અને પરિમાણ પ્રમાણે બુદ્ધિની ન્યુનાધિક્તા હોત. પણ તેમ નથી. જ્ઞાનના ક્ષયોપશમના આધાર ઉપર બુદ્ધિની તીવ્રતા છે. તીવ્ર બુદ્ધિનો છે તો એ જ્ઞાનનો ક્ષયોપશમ છે. જ્ઞાનગુણ એ ચેતનનો ગુણ છો. જડનો ગુણ નથી. દેહનો ગુણ
નથી.
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એક પણે પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. (૫૭) “કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાના છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય
અહીં ભગવાને કહ્યું કે ભાઈ ! બંને પદાર્થ જુદાં છે. જડ એ જડ છે. ચેતન એ ચેતન છે. જડ ત્રણે કાળમાં જડ છે. ચેતન ત્રણે કાળમાં ચેતન છે. ચેતનથી જડ ન થાય. જડથી ચેતન ન થાય. અને બંને સાથે હોય, સહચારી હોય, સંયોગી હોય, તો પણ બંને વચ્ચે ક્યારેય એકપણું થાય નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં સિદ્ધાંત સમજાવે છે કે, “જિનનો સિદ્ધાંત છે કે, કોઈ કાળે જડ એ જીવ ન થાય અને જીવ એ કોઈ કાળે જડ ન થાય. ચેતનને ચેતન પર્યાય હોય, જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. પ્રત્યેક સમયે પ્રત્યેક પદાર્થમાં ફેરફાર થાય છે. બધો ફેરફાર થાય તો પણ બધી અવસ્થામાં એનું જડપણું કાયમ રહે. લાકડું અત્યારે મજાનું હોય અને દસ વર્ષ પછી સડી જાય તો પણ જડ જ રહે. એમાં ચેતનપણું ન આવે. શરીર બાળપણથી યુવાન થતું જાય, સરસ વૃદ્ધિપણાને પામે અને એ વૃદ્ધિ પામેલું શરીર, રોગ. આવતાં ક્ષીણપણાને પામે, એની અવસ્થા બદલાતી જાય, પણ એમાં ક્યારેય ચેતનપણું આવી શકે ખરું ? જિનેશ્વર ભગવાને સિદ્ધાંત કીધો છે કે બે દ્રવ્ય તત્ત્વતઃ જુદા છે. જડ, જડ જ છે અને ચેતન ચેતન જ છે.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 164 E
Page #165
--------------------------------------------------------------------------
________________
જડ ભાવે જડ પરિણમે, ચેતન, ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ.” ભાઈ ! પોતાનો સ્વભાવ છોડીને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં રૂપાંતરીત થતું નથી. જડ, ચેતનમાં રૂપાંતરીત થતું નથી. એની અવસ્થા બદલાય છે. તો પણ ચેતનના પર્યાય ચેતન જ છે. જડના પર્યાય જડ જ છે. નારકીના જીવના ચેતનના પર્યાય અને મનુષ્યના જીવના ચેતનના પર્યાયમાં બદલ છે. મનુષ્યના જીવના પર્યાયમાં, એનું જ્ઞાન, એના ગુણ એનો ઉઘાડ છે. અને અરિહંત પર્યાયની અંદર એ ચેતન પૂર્ણરૂપે પ્રકાશિત છે. પણ એના પર્યાય બધા ચેતન જ છે. અને જીવ મૂઢ હોય તો પણ એનું ચેતન એ ચેતન જ રહે. જડનું જડ જ રહે.
‘એક પણે પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ.” આ બંને પદાર્થના ભાવ એકરૂપ ક્યારેય થતા જ નથી. એ ક્યારેય એકરૂપ થઈ શકે જ નહીં. આવો શાશ્વત સિદ્ધાંત છે. આપણે સિદ્ધાંત જ્ઞાન સમજવું છે કે આ જીવનું અસ્તિત્વ છે પણ એ જીવ શરીરની સાથે રહીને ક્યારેય શરીરરૂપ થતો નથી. એટલે ભગવાને હવે શિષ્યને આ પદ માટે છેલ્લી સમજણ આપી,
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. (૫૮) આત્માની શંકા આત્મા આપ. પોતે કરે છે. જે શંકાનો કરનાર છે. તે જ આત્મા છે. તે જણાતો. નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે.”
શિષ્ય કહ્યું હતું, “એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.’
ભગવાન ! મારી આ અંતરની શંકા છે. મને ખરેખર નથી સમજાતું. પ્રભુ ! મને એનો ઉપાય કહો. આ અંદરથી આવેલી શંકા છે. ભગવાન કહે છે, “આ શંકા કોને થઈ ?” આ કંઈ ઈન્દ્રિયનો વિષય નથી. તો શંકા કોણે કરી ? “આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.” હું કહું છું કે આત્મા નથી.” “તો આ કહેનાર કોણ ?” “આત્માની શંકા કરે આત્મા પોતે આપ.” ભગવાન કહે છે, “શંકાનો કરનાર તે’ – આ જેટલાં પ્રશ્ન તેં પુછડ્યાં એ બધાનો પૂછનાર કોણ ? આત્મા. શિષ્યને સાત શંકા હતી, કે ‘દેખાતો નથી, એનું રૂપ જણાતું નથી. એકે ઈન્દ્રિયથી બીજો કોઈ અનુભવ થતો નથી. એ દેહ જ આત્મા છે. અથવા ઈન્દ્રિય કે પ્રાણ એ જ આત્મા છે.” આ બધી શંકા કરનાર કોણ ? આ બધી શંકા કરનાર આ તારો આત્મા છે. અને અમને એનું હવે અચરજ થાય છે. આ જ્ઞાની કહે છે, “અચરજ એહ અમાપ.” કોઈ એમ કહે કે, હું પોતે જ નથી. હું છું એવું સાબિત કરી દો.” અને કાં એમ કહે કે, “મારા મોઢામાં જીભ નથી.” તો બોલ્યું કોણ ? આ વાત તો વિરોધાભાસી થઈ. તું શેનાથી બોલ્યો ? બોલ્યો જીભથી. અને કહે છે કે, મારા મોઢામાં જીભ નથી. તો એ વાક્ય વિરોધાભાસી થયું. તો જ્ઞાની કહે છે કે, “આત્મા નથી, એવું તું ક્યાંથી શીખ્યો ? એ
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 165 EF
Page #166
--------------------------------------------------------------------------
________________
આત્માનું જ જ્ઞાન છે. એ શંકા આત્માએ જ કરી છે.” આ દેહનું કામ નથી. દેહ શંકા કરી શકે નહીં. આત્માની ઉપસ્થિતિ ન હોય તો દેહ શંકા કરે ? એટલે ભગવાન કહે છે કે, “આમ હશે કે આમ હશે ? અથવા આમ છે – એ ભાવ તે શંકા. અને સમજવા માટે વિચાર કરીને પૂછવું તે આશંકા.”
ભગવાન કહે છે કે આવો ભાવ કરવો અને આવો વિચાર કરવો એ બંને લક્ષણો જીવનાં છે. એટલે કે આત્માના છે. એટલે શંકા કરનાર પોતે આત્મા ઠરે છે. આમ પોતે જ પોતાની શંકા કરે છે એ ન કલ્પી શકાય એવું અમાપ આશ્ચર્ય છે. આ જગતની અંદર બાકીના તો કંઈક આશ્ચર્ય જોયા. પણ પોતે જ પોતાનો ઈનકાર કરે – પોતે જ પોતાનો નકાર કરે, પોતે જ પોતાના અસ્તિત્વની શંકા કરે. ભગવાન કહે છે આથી મોટું કોઈ આશ્ચર્ય છે નહીં. શિષ્યને ભગવાન કહે છે કે, હે શિષ્ય ! આ જે તેં બધી શંકા કરી, તે મેં સાંભળી, એનું સમાધાન આપ્યું. પણ તારું છેલ્લું સમાધન એ જ છે કે આ જે તેં સાતે શંકા કરી તે શંકાનો કરનાર તું પોતે જ આત્મા છો.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 166
=
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯
બીજું પદ : આશંકા - સમાધાન
u (ગાથા પત્થી ૭0)
અનંતા જ્ઞાની પુરુષોએ આ જીવ પર ઉપકાર કરીને, જીવને પરમાર્થ કેમ સમજાય તે માર્ગ બતાવ્યો સમજાવ્યો). કારણ કે જે ભૂલ થતી આવી છે તે સમજણની ભૂલ છે. અત્યાર સુધી આ જીવ સમજ્યો નથી. જ્યારે જ્યારે એણે કાંઈ પણ વાંચ્યું છે કે સાંભળ્યું છે, ત્યારે ત્યારે એનો મતાર્થ જ કર્યો છે. સમજણ નથી કરી. મત બાંધ્યો છે. મતનો આગ્રહ કર્યો છે અને એ આગ્રહને દુરાગ્રહમાં ફેરવ્યો છે. સમજણ ક્યારેય આવી નથી. સમજણ તો લક્ષની પ્રાપ્તિ કેમ થાય ? જીવનું કલ્યાણ કેમ થાય ? આત્માનું હિત શેમાં છે ? તે માર્ગ વિચારવો. શું કરવું - શું ન કરવું - વગેરે. તેમજ યથાયોગ્ય વિવેક જીવમાં જાગૃત થાય - લક્ષ ને અનુરૂપ વિવેક, લક્ષની પ્રાપ્તિને મદદરૂપ વિવેક અને સમજણ કહેવાય. જીવને સમજણ. નથી. જાણકારી ઘણી છે અને જાણકારીએ એના મતને ગાઢ બનાવ્યો છે. એક વડિલ સાથે ચર્ચા થતાં એમને પૂછ્યું કે સ્થિરતા કેમ નથી રહેતી ? પચાસ-પચાસ વર્ષથી આ પુરુષાર્થ કરો છો તો પણ સ્થિરતા કેમ નથી આવતી ? અજંપો કેમ થાય છે ? અશાંતિ કેમ છે ? તેમણે અડધા વાક્યમાં જ જવાબ દીધો કે, જાણકારી આડી આવે છે. સમજણ અને મેળવેલી જાણકારી એ બંને વચ્ચેનો ભેદ પારખો. સમજણ આવતાં જાણકારી ભૂલાઈ જાય કે શાસ્ત્ર ભૂલાઈ જાય તો એમાં કંઈ વાંધો નથી. જરૂર સમજણની છે. અહીં અનંતા જ્ઞાની પુરુષોએ - શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યાં છે એવા જ્ઞાની પુરુષોએ છ પદની જે સ્થાપના કરી છે, એમાં કહ્યું કે, આત્મા છે, તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્યા છે, તે જ આત્મા પોતાના કર્મનો ભોક્તા છે, અને એ આત્માને પોતે કરેલાં કર્મના કર્તાપણામાંથી અને ભોક્તાપણામાંથી મુક્તિ છે, અને એ મુક્તિનો ઉપાય પણ છે અને એ ઉપાયને સુધર્મ કહેવામાં આવે છે. આ જૈનધર્મ તો પછી આવે છે. પહેલાં ઉપાય છે. આ બધું શાશ્વત છે. સનાતન છે. ત્રિકાળાબાધિત આ દાર્શનિક સ્વરૂપ છે. શિષ્ય પહેલાં પદમાં કહ્યું કે આત્માનું અસ્તિત્વ જ સમજાતું નથી. ગુરુએ કહ્યું કે, “શંકા કરનાર તું પોતે જ આત્મા છે. આ તો જગતમાં માપી ન શકાય એવું આશ્ચર્ય છે. એટલે શિષ્ય કહ્યું, “પ્રભુ ! કાંઈ વાંધો નહિ.”
આત્માના અસ્તિત્વના, આપે કહ્યાં પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. (૫૯)
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 167 E
Page #168
--------------------------------------------------------------------------
________________
‘આત્માના હોવા પણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય
આ શિષ્ય કેવો છે ! આપણે આત્મસિદ્ધિના શિષ્યને ઓળખવો પડશે. શિષ્ય ઓળખાશે એટલે ગુરુનો બોધ એની મેળે આપણને સમજાઈ જાશે. ‘આપે આત્માના અસ્તિત્વના જે પ્રમાણ – જે પ્રકારથી મને સમજાવ્યા, અને એનો મેં અંતરથી વિચાર કર્યો એટલે મને સંભવ થાય છે કે, “આત્મા જેવી કોઈ ચીજ જરૂર છે.’ શબ્દ મુક્યો છે ‘સંભવ'. અને ગુરુએ જે કહ્યું તેનો પોતે અંતરથી વિચાર કર્યો છે. ગુરુએ કહ્યું કે, “ભાઈ ! આ દેહાધ્યાસથી તને આત્મા દેહરૂપ ભાસ્યો છે. આ બંને પ્રગટ લક્ષણથી ભિન્ન છે. જેમ અસિને મ્યાન ભિન્ન છે તેમ બંને પદાર્થ ભિન્ન છે. આ તો દૃષ્ટિનો દેખનાર, અને રૂપનો જાણનાર જે છે તે જ આત્મા છે. અને આ તો બધા ઈન્દ્રિયોના અનુભવથી અબાધ છે, અને દરેક ઈન્દ્રિયને પોતાના વિષયનું જ્ઞાન છે, પણ એનું સમુચ્ચય જ્ઞાન જેને વર્તે છે તે આત્મા છે. ભાઈ ! ઈન્દ્રિયજન્ય જ્ઞાનને દેહ, ઈન્દ્રિય કે પ્રાણ જાણી શકતા નથી. આ બધાનું પ્રવર્તન તો આત્માની સત્તાથી થાય છે. અને કર્માધીન બદલાતી બધી જ પરિસ્થિતિની અંદર આ તો ન્યારો છે. બધી જ અવસ્થાઓને જાણવાવાળો આ ચૈતન્ય સ્વરૂપ છે. આ પ્રગટ છે આ એનું એંધાણ છે. તું ઘટસ્પટ આદિ પદાર્થને જાણે છે એટલે એને માનશ. પણ જાણનારને માનતો નથી. આ તારું કેવું જ્ઞાન ? અને દેહ જો આત્મા હોય તો સ્થૂળ દેહવાળામાં મતિનું ઠેકાણું નથી, અને કષદેહમાં પરમ બુદ્ધિ છે. આ દેહને આત્મા જો એક હોય તો આવી ભિન્નતા સંભવી શકે ? નહીં. માટે જડ અને ચૈતન્યનો સ્વભાવ એ તો પ્રગટપણે ભિન્ન છે. એ કોઈ કાળે બંને સ્વભાવ એક-મેકમાં એકરૂપપણું પામે નહીં. અને છેલ્લે કહ્યું કે તેં જે શંકા કરીને તે શંકા કરનાર જ તું પોતે છો.
શિષ્ય કહ્યું. આ તમે જે બધી વાત કરી એનો મેં અંતરથી વિચાર કર્યો. આ જીવ વિચાર જ નથી કરતો. સાંભળે છે ઘણું. વાંચે છે ઘણું. ચર્ચા ઘણી કરે છે, વાદવિવાદ ઘણાં કરે છે, ધર્મની બાબતમાં પાંચ-છ કલાક સુધી ચર્ચા કરી શકે. પણ વિચાર કરતો નથી. કારણ કે વિચાર કરવાનો યોગ ક્યારે ઉત્પન્ન થાય ? સંસારનાં કાર્યોની પ્રવૃત્તિથી એ નિવૃત્ત થાય અને વૃત્તિને અંદરમાં લઈ જાય, અંતર્મુખ થાય તો વિચાર થાય. નહીં તો વિચાર ક્યાંથી થાય ? કલ્પના થયા કરે. બાહ્યમાં વૃત્તિ ફર્યા કરે, આ જીવનો ઉપયોગ જ્યાં સુધી બાહ્યમાં ચાલ્યા કરે ત્યાં સુધી એ બાહ્ય પદાર્થ લક્ષી, પરભાવ લક્ષી, પરવસ્તુ લક્ષી જ સતત વિચાર કરે. આ વિચાર નથી એ તો કલ્પના છે. એ તો વિકાર છે. જીવ અંતર્મુખ થાય ત્યારે જ જ્ઞાનીના બોધના આધાર ઉપર, જ્ઞાનીના બોધના આશ્રયે જીવમાં વિચારની પ્રક્રિયા શરૂ થાય. જેને સુવિચારણા કીધી છે. જ્ઞાનીઓ કહે છે આવી સુવિચારણા એ આત્માર્થી જીવમાં પ્રગટે છે. કૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું કે આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરે તો જીવમાં વિચારનો અવકાશ ઉત્પન્ન થાય. અને એ વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો એક માર્ગ ઉપાય આત્મજ્ઞાન છે. અને તે આત્મજ્ઞાન આત્મવિચારથી થાય છે. અને તે આત્મારૂપ પુરુષના આશ્રય વિના તે વિચાર પ્રાય ઉદ્દભવ થતો નથી. આ ગણિત બહુ સરળ છે. પણ જીવને વિચાર કરવા માટે જૈન દર્શનમાં જે યોગ કીધા છે – સામાયિક – આ વિચારનો યોગ છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 168 E=
Page #169
--------------------------------------------------------------------------
________________
૪૮ મિનિટ સંકલ્પ સાથે કરેમિ ભંતે ! સામાઇયે, સાવજુ જોગ પચ્ચખામિ.’ બધા જ સંસારના એવા પાપ વ્યાપારનો ત્યાગ કરીને હે પરમાત્મા ! તમારી સામે પ્રતિજ્ઞા કરું છું - “પચ્ચખામિ.” અને આ જીવ તો સામાયિક લે તો ચારે બાજુનું ધ્યાન રાખે. દૂધવાળો આવ્યો કે નહીં ? બેલ કોણે મારી ? બાજુમાં કોણ આવ્યું ? સામાયિક એવી જગ્યાએ બેસીને કરે કે પોતાનું ઘર અને આજુબાજુના તથા શેરીના બધા ઘર દેખાય અને બધાની ચોકી રખાય એમ ઘરના ઉંબરે બેસીને સામાયિક કરે. અરે ! આ જીવની દશા તો જુઓ. સામાયિકમાં સિવણકામ લઈને બેસે. અથવા ઘરનું અનાજ તપાવવા નાખ્યું હોય એની સામાયિકમાં ચોકી કરે – અરે ! સામાયિકમાં તો વિચારનો યોગ થવાનો છે અને વિચાર કરવાનો છે. એક સામાયિકમાં મોક્ષ છે. શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીરને પૂછ્યું, “ભગવાન ! આ તમારા સેવકની નરકગતિ ? કાંઈ ઉપાય ખરો કે નરકગતિનો બંધ તૂટે ?” ભગવાન કહે કે, “પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ તને મળે તો તારી આ ગતિમાંથી તારો છૂટકારો થઈ જાય. આ સમ્રાટ, મગધપતિ પૂણિયા શ્રાવક પાસે જાય છે અને એક સામાયિકનું ફળ માંગે છે. પૂણિયો કહે છે, “મને સામાયિકની કિંમત ખબર નથી. હું તો પૂણીનો વેપાર કરું છું, અને જે બે આના મળે એમાંથી મારું અને મારા કુટુંબનું ભરણપોષણ થાય છે. એક દિવસ હું ઉપવાસ કરું છું અને એક દિવસ મારાં ઘરવાળાં ઉપવાસ કરે છે. અને એમ અમારું ગુજરાન ચાલે છે. પ્રભુ ! મને મારા સામાયિકના ભાવની ખબર નથી. સામાયિકના સોદા ન થાય.” શ્રેણિક, ભગવાન પાસે જાય છે. ભગવાનને તો આ જ બોધ કરાવવો હતો કે જીવને પોતાનું સત્કર્મ જોઈએ. બીજાનું પુણ્ય પોતાને પણ ફળતું નથી. જીવે પોતે કરેલાં કર્મો પોતાને જ ભોગવવા પડે છે માટે ઉત્કૃષ્ટ એવી તું આરાધના કર. કે જેથી તારા આ જે નિકૃષ્ટ કર્મો બંધાયા છે તે કર્મનો બંધ તૂટે. આ કર્મશાસ્ત્રનું એક બીજું પણ રહસ્ય છે કે બંધાયેલા કર્મો તોડી શકાય છે સાધનાથી, આરાધનાથી, અને એટલા જ માટે નવ તત્ત્વની વિચારણામાં સંવર અને નિરા છે. જો બંધ થયા પછી વાત પૂરી થઈ જાતી હોય તો આ બે તત્ત્વ ક્યારેય આવે નહીં. એ તત્ત્વ છે સનાતન અને શાશ્વત. પણ એનો કોઈ વિચાર જ કરતું નથી.
સંવર છે તે – આશ્રયથી તું રોકાઈ જા. અને પૂર્વે અનંતકાળના, અનંત પરિભ્રમણમાં કરેલાં અનંત કર્મો, એને ખપાવી દેવા માટે એની પ્રકૃતિ બદલાવીને સંક્રમણ કરવા માટે તું નિર્જરાનો માર્ગ લે. અને નિર્જરાના માર્ગમાં, ‘તપસા સંવર, નિર્જરા ચ.” તપથી સંવર પણ થય અને નિર્જરા પણ થાય. અને એ તપ છ પ્રકારનું બાહ્ય અને છ પ્રકારનું અત્યંતર – આ બાર પ્રકારનું તપ ભગવાને કહ્યું છે અને એમાં પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે સ્વાધ્યાય જેવું ઉત્કૃષ્ટ તપ એકે નથી. કેવો મહિમા છે ! સંવર અને નિર્જરાનો માર્ગ આ જૈન દર્શનની અંદર આપ્યો છે. આખું કર્મ બંધારણ જેણે જાણ્યું છે, આખી સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે, અને એની અંદર શું શું પ્રકારનાં તત્ત્વો - પરમ રહસ્ય - અહીં જ્ઞાની પુરષોએ મુક્યા છે પણ આ જીવને એનો વિચાર કરવો નથી. પરમકૃપાળુદેવે લખ્યું છે કે નવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધાન થાશે તો પણ તારાં કર્મોના બંધન તુટી જાશે. આ નવ તત્ત્વની શ્રદ્ધાન કરવા માટે એ તત્ત્વની વિચારણા કરવાનો આપણી પાસે ટાઈમ નથી. સમય નથી આપણી પાસે. જેટલો સમય છે એટલો પરિભ્રમણનો જ સમય છે. છૂટવાનો સમય નથી આપણી પાસે. શિષ્ય કહે છે, પ્રભુ ! આપે જે વાત કરી તેનો મેં અંતરમાં
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 169 EE
Page #170
--------------------------------------------------------------------------
________________
વિચાર કર્યો. સ્વાધ્યાય પછી વિચાર. શ્રવણ પછી મનન, મનન પછી ચિંતન. આ ચિંતન નહીં થાય તો જે કાંઈ વાત આપણે સાંભળી છે તે Superflues થશે. શબ્દના રૂપમાં છે. શબ્દના રૂપમાં એ જાજો સમય નહીં રહે. આપણી સ્મૃતિ જેટલી હોય એટલો વખત રહે પણ શબ્દને જો ભાવમાં પરિવર્તિત કરી લઈએ તો શબ્દ ભલે ચાલ્યો જાય, ભાવ આત્માનો સંસ્કાર બને. એ સંસ્કાર ફક્ત આ ભવમાં જ નહીં – જન્માંતરમાં પણ રહે. માટે સાંભળેલું, વાંચેલું - જે શબ્દો ગ્રહણ કર્યા છે તે તો પદગલ છે. પણ પુગલમાંથી જો ભાવ પકડી લઈએ તો એ ચેતન છે. અને ચેતનનો ભાવ જો આ ચેતન સાથે જોડાઈ જાય તો સંસ્કાર બની જાય.
“મને કાંઈ યાદ રહેતું નથી, તો મારાથી ધર્મ કેવી રીતે થાય ?” ધર્મ યાદ રહેવાથી જ થાય એવું નથી. યાદશક્તિ એ ધર્મનું સ્વરૂપ નથી. થોડું યાદ રહે એની ચિંતા નહીં કર. પણ જ્ઞાની-પુરુષનો બોધ જો તેં એક અક્ષર પણ સાંભળ્યો છે તો એના ભાવ પકડી લે. તારી એકરૂપતા, તદ્રુપતા એ ભાવ સાથે થશે. શબ્દ ભલે ભૂલાઈ જાય. ભાવ આત્માનો સંસ્કાર છે. પારિણામીક ભાવ એ આત્માનું સ્વરૂપ છે. આત્માનું
સ્વરૂપ એના પાંચ ભાવમાં છે. આ ભાવ જો થઈ ગયો તો, એક વાર પણ સદ્દગુરુનો બોધ લઈને જો વિચારણામાં ઉતારી દીધો, તો સંસ્કારના રૂપમાં આત્મા સાથે એવો સંલગ્ન થઈ ગયો કે જન્મજન્માંતરમાં આ ભાવ મને સહાયકારી થશે. આ શિષ્ય અંતર વિચાર કરીને કહ્યું, પ્રભુ ! મને તો આત્માના અસ્તિત્વનો સંભવ થાય છે. પણ હવે બીજી શંકા થાય છે.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ;
દેહ યોગથી ઊપજે, દેહ વિયોગે નાશ. (૬૦) પણ બીજી એમ શંકા થાય છે કે, આત્મા છે તો પણ તે અવિનાશ એટલે નિત્ય નથી. ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને (દેહના) વિયોગે વિનાશ પામે.”
હવે શિષ્ય બીજી શંકા પૂછે છે કારણ કે એને પહેલી શંકાનું બરાબર સમાધાન મળ્યું છે. પ્રભુ ! કાં તો આત્મા અવિનાશી એટલે નિત્ય નથી. અને કાં તો ભવ પર્યતનું સ્વરૂપ છે આત્માનું. જન્મથી ! સુધી, એનું અસ્તિત્વ રહે. આમ તો દેખાતું નહોતું. પણ તમે કીધું એટલે હવે ખબર પડી કે દેહ જન્મ ધારણ કરે ત્યારે બીજું તત્ત્વ એની સાથોસાથ આવે છે અને તે આત્મા છે. એમ હવે સમજાય છે. પણ મારી માન્યતા એવી છે કે એ નિત્ય નથી. દેહ સાથે ઉત્પન્ન થાય અને દેહનો વિયોગ થાય એટલે આત્મા ચાલ્યો જાય.
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે, ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. (૬૧) ‘અથવા તો આ વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી.”
આ વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે. જે તમે કહ્યું તેનું સ્વરૂપ બદલાતું જોવામાં આવે છે. એક જ સરખું સ્વરૂપ અમે જોતાં નથી. આ દેહનું સ્વરૂપ, આ ચેતનનું સ્વરૂપ - આ ક્યારેક
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 170 EF
Page #171
--------------------------------------------------------------------------
________________
હર્ષમાં, ક્યારેક શોકમાં, આ ક્યારેક શુભમાં, ક્યારેક અશુભની અંદર, આ ક્યારેક રાગમાં, આ ક્યારેક દ્વેષમાં, જે આત્માની તમે વાત કરી તે તો સમયે સમયે પલટાતું સ્વરૂપ છે. માટે વસ્તુ ક્ષણિક છે ક્ષણે ક્ષણે પલટાય.” એ અનુભવથી પણ એમ થાય છે કે આત્મા છે ખરી. પણ નિત્ય નથી. એટલે આત્મા નિત્ય છે. એ વાત બેસતી નથી. એટલે ભગવાન તરત જ શિષ્યને સમાધાન આપે છે.
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય;
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? (૬૨)
દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દૃશ્ય એટલે બીજા કોઈ દૃષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનમાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુઓનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી. તેથી ચેતન તેમાં નાશ પન્ન પામવા યોગ્ય નથી. વળી તે દેહરૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળો છે, અને ચેતન દૃષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ કોણે જાણ્યું ? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? એ
આમ કહેનાર કોણ " ચેતન પહેલાં દેશના યોગથી ઉપજે છે અને દેશના વિયોગથી નાશ પામે છે. ભાઈ ! આ બંનેનું સ્વરૂપ સહચારીપણે છે. જીવ અને કાયા પદાર્થ પણે જુદા છે. પણ સંબંધ પણે સહચારી છે. પરમાર્થે તે જુદાં છે. પદાર્થપણે તે બંને તદ્દન ભિન્ન છે. કારણ કે દેહનું સ્વરૂપ એ તો પરમાણુનો સંયોગ છે. માતાના ગર્ભની અંદર, એક ચેતન ફરતો ફરતો પોતાનું ગતિ કર્મ લઈને આવે, અને માતા-પિતાના સંયોગનો સંબંધ મેળવી અને ત્યાં એ શરીરની રચના કરવાનું શરૂ કરે. ચેતન શરીર લઈને આવતો નથી. માતાના ઉદરમાં બંધાયેલું એ શરીર પછી જગતમાં આવે. અને ત્યાર પછી પણ ૩૦ વર્ષ સુધી એનું શરીર બંધાય છે તે પણ આહાર-પરમાણુના યોગથી આ શરીર બંધાય છે. અને એની આહાર અને વિહાર બંને ક્રિયાઓ ચાલે છે. શરીરની વૃદ્ધિ પણ થાય છે અને ઉત્સર્ગની ક્રિયા પણ ચાલુ રહે છે. માત્ર શરીરને બંધાવા માટે આહારના પરમાણુ લીધા અને કોઈને ઉત્સર્ગની ક્રિયા ન હોય તો ? મળ-મૂત્રપસીનો ન હોય તો ? આખા દેહની રચનાનું તંત્ર, પરમાણુનો સંઘાત અને ભેદ – પ્રમાણે ચાલે છે. આ પુલ પરમાણુઓ ભેળા થાય અને અનાવશ્યક પરમાણુઓ વીખરાઈ જાય, શરીરમાં આપણે કેટલાય પરમાણુઓ આહા૨માંથી, વાયુમાંથી, જડમાંથી, સૂર્યની અગ્નિમાંથી ગ્રહણ કરીએ, પૃથ્વીમાંથી ગ્રહણ કરીએ. આ શરીર એ પરમાણુનો સંયોગ છે. વાયુ વિનાની સ્થિતિમાં જીવને મુકી દેવામાં આવે તો જ આપણે માત્ર આહાર નથી લેતા. હવામાન પણ આપણને અસર કરે છે. કારણ કે વાયુમાંથી પણ આપણે પરમાણુ ગ્રહણ કરીએ છીએ. પાણી દૂષિત થઈ ગયું હોય અને આહાર ઉત્કૃષ્ટ હોય તો પન્ન શરીરને અસર થાય. કારસ કે બધાં પુદ્ગલના પરમાણુ છે. આ પુદ્ગલના પરમાણુનો સંઘાત અને ભેદ એ એનો ગુણ છે. ભેળા થવું
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 171
O
Page #172
--------------------------------------------------------------------------
________________
અને વીખરાવું – એવો પુદ્ગલ પરમાણુનો ગુણ છે. અને એ પુદ્ગલ પરમાણુઓ અનંતાઅનંત છે. એ એની જુદીજુદી વર્ગણાઓ છે. અને એમાં એક આહાર વર્ગણાના નામનું જુથ છે. એ આહાર વર્ગણાના પુદ્ગલ જીવ ગ્રહણ કરે છે ત્યારે એના શરીરનું બંધારણ થાય છે અને એ બંધારણમાંથી પાછા કેટલાય પુગલ પરમાણુ નાશ પામે છે. “દેહ માત્ર સંયોગ છે.” જેવો જભ્યો એવો જ જીવ જિંદગીભર નથી રહેતો. શરીરમાં-વજનમાં વધ-ઘટ થાય છે. માપ-સાઈઝ બધું બદલાય છે. તેથી એક જ સાઈઝના કપડાં જિંદગીભર ચાલતા નથી. છોકરાના કપડાં દર બાર મહિને નવાં કરાવવાં જ પડે. કારણ કે તેનું શરીર વધતું હોય તો આ શરીર શેનાથી વધું ? આ શરીરનું માપ શેના આધાર ઉપર છે ? શાશ્વત છે ? સનાતન છે ? ના. વધઘટ છે. કેમ કે તે પરમાણુનો સંયોગ છે.
દેહ માત્ર સંયોગ છે.” આ શરીરની પ્રક્રિયા છે. આપણે જેને અનુભવીએ છીએ એનો વિચાર આપણે કરતાં નથી. શરીરની વધ-ઘટ ચાલ્યા કરે. ચાલીસ વર્ષ થાય એટલે શરીર સ્થિર થઈ જાય. પછી અંદર ગમે તેટલું સાચું ઘી નાખો તો પણ હવે એનું બંધારણ નથી થતું. પછી કોઈક શરીર-વિજ્ઞાની કહે કે ભાઈ ! આમાં કોઈ ફેરફાર થાય નહીં અને પચાસ વર્ષ પછી શરીર ક્ષીણતાને પામે. એની મેળે, એનાં જે પરમાણુ ભેગાં થયા હતા – તે વિખરાવા મંડે. પછી ઘી-દૂધ-મેવા-મીઠાઈ-ખાંડ બધુ આપવા છતાં ચંટિયામાંથી શક્તિ ચાલી જાય છે. પહેલાં જેવી તાકાત નથી રહેતી. કળતર થાય છે. બેસતું નથી. ગોઠણ જકડાઈ જાય છે, હલાતું નથી. તો આ શક્તિ ક્યાં ગઈ ? શરીર તો એમને એમ જ છે. તો અંદરની શક્તિ અદશ્ય કેમ થઈ ગઈ ? આખા શરીરનો બાંધો અને એનું બંધારણ પરમાણુને આધિન છે. દેહ માત્ર સંયોગ છે, વળી જડ, રૂપી અને દૃશ્ય.” આ શરીરનું લક્ષણ જ્ઞાની આપણને સમજાવે છે. કે એ તો જડ છે. એનામાં જાણકારી નથી. એનામાં ચૈતન્ય ગુણ નથી. રૂપી છે – એ તો દેખાય એવું છે. શામળો હોય કે રૂપાળો હોય - પણ દેહ એ રૂપી છે. આ બધાં પુદગલનાં ખેલ છે. દૃશ્ય – એ તો કોઈ દેખનારનો વિષય છે. દૃષ્ટાનો વિષય છે.
“ચેતનનાં ઉત્પત્તિ લય કોનાં અનુભવ વય ?’ આ ચેતનની ઉત્પત્તિ કેવી રીતે થાય ? દેહની. ઉત્પત્તિ તો સમજાવી દીધી. અને ચેતન ઉત્પન્ન થયો — વિકસિત થયો – ક્ષીણ થયો – નાશ પામ્યો – એવો અનુભવ કોને થયો ? “દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ' આવું કીધું કોણે ? દેહ પછી ચેતન ઉત્પન્ન થયો તો દેહે જાણ્યું ? દેહ તો જડ છે અને ચેતન ગયો તો દેહ કેવી રીતે જાણે કે આનો-ચેતનનો નાશ થઈ ગયો ? આમાનો નાશ થઈ ગયો – એમ કહીશ તો કોણે જાણ્યું ? ભાઈ ! તું વિચાર કર. વિવેક લગાવ. આ વિવેકના – વિચારના અભાવમાં આ મુકેલી છે. એટલે પરમકૃપાળુદેવે કહ્યું,
એના વિચાર, વિવેક પૂર્વક, શાંત ભાવે જો કર્યા;
તો સર્વ આત્મિક જ્ઞાનના; સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” તું આ બધાનો વિચાર કર, પણ એના માટે તે શરત છે : (૧) એક તું જગતના સાવદ્ય પાપ વ્યાપારથી નિવૃત્ત થા અને શાંત થા અને (૨) બીજું વિવેક તારી બુદ્ધિની સંજ્ઞા – એ પ્રજ્ઞાપણું બરાબર
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 172
=
Page #173
--------------------------------------------------------------------------
________________
લગાવીને વસ્તુને વસ્તુના સ્વરૂપમાં યથાતથ્ય ઓળખવાનો પ્રયત્ન કર અને એ વિવેક તને તારી કલ્પનાથી કે મતિજ્ઞાનથી નહીં આવે. સદ્ગુરૂના બોધથી અને સદ્ગુરૂનાં વચનથી વિવેક આવશે. માટે જો શાંતભાવ અને વિવેક આવશે તો બધા જ સિદ્ધાંત-જ્ઞાનનાં તત્ત્વો છે તે તું અનુભવીશ. ભાઈ ! આ આત્મા, દેહથી ભિન્ન છે એવો તને પ્રત્યક્ષ અનુભવ થશે. તારે કોઈને પૂછવા નહીં જાવું પડે. બહુ સરસ રીતે વાત કરી કે, 'કોનાં અનુભવ વશ્ય
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન;
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. (૬૩)
જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે – તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી. અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં.’ જો ભાઈ ! આ નિયમ છે કે જેને કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન હોય, તો એ જ્ઞાન કરનાર એ પદાર્થથી જુદો હોય તો જ એને એનું જ્ઞાન થાય. નહીં તો થાય નહીં. આપણને કોઈ પણ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે નાશ પામે છે એનું જ્ઞાન ત્યારે જ હોય કે જ્યારે આપણે એ વસ્તુથી જુદાં હોઈએ તો. આપણે જ ઈ વસ્તુ હોઈએ તો ખબર ન પડે. કેમ કે ઉત્પત્તિ થઈ એમ ખબર કોને પડી ? અને નાશ થયો એ કહેનાર કોણ બાકી રહ્યો ? કે નાશ થઈ ગયો. એ કોણે કીધું ? મૃત્યુ થયું – દેહ કહેવા આવ્યો ? કે ચેતન કહેવા આવ્યો ? શું થયું ? એટલે કહે છે કે
“તે તેથી જુદા વિના’ – આ સિદ્ધાંત છે કે જેનું ઉત્પત્તિ-લયનું જ્ઞાન જેના અનુભવમાં હોય એ પદાર્થ, એથી જો જુદો ન હોય તો એને એવું જ્ઞાન સંભવી શકે નહીં. એવો અનુભવ એને થઈ શકે નહીં. જગતના બધા પદાર્થનો આપણને અનુભવ છે એ એટલા માટે કે એ બધા પદાર્થ આપણાથી જુદાં છે. એટલે આખા જગતની ઉત્પત્તિ અને વિનાશ એનું જ્ઞાન – અને કંઈક અપેક્ષાએ એનો અનુભવ જગતના સર્વ જીવોને છે – બધા જ વોને છે. તારતમ્યના પ્રમાણે અને ક્ષોપશમ પ્રમાર્ગે અને તમામ આ જગતની રચના છે, એની ઉત્પત્તિ પણ થાય છે અને નાશ પણ થાય છે અને એ ઉત્પત્તિ અને નાશને જાણનાર એ તમામ જગતથી જુદો છે. માટે જીવ અને જગત એક નથી. જગતમાં જેટલી-જેટલી દૃશ્યમાન વસ્તુઓ છે, એ દૃશ્યમાન વસ્તુઓનો દૃષ્ટા એવો જીવ, એ ચૈતન્યસ્વરૂપ હોવાને કારણે, પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિને જાણે છે, એના વિનાશને પત્ર જાણે છે. કારા કે એ બધાથી તે જુદો છે અને જુદો છે માટે જ જાણે છે. જો જુદો ન હોય તો તે જાણી શકે નહીં.
સર્વજ્ઞ પરમાત્મા – કેવળ જ્ઞાની એનું જ્ઞાન કેવું ? જગતના તમામ પદાર્થોના, ત્રણ લોકના, ત્રણ કાળના, તમામ પર્યાયોનું જ્ઞાન એક સાથે જેને વર્તે છે તે સર્વજ્ઞ. કૃપાળુદેવે લખ્યું, “એ સર્વજ્ઞ પરમાત્માને પણ – જગતમાં પહેલો સિદ્ધ કોણ ? પુદ્ગલનો પહેલો પર્યાય ક્યો ? એમ પૂછવામાં આવે તો – જ્વાબ એક જ શબ્દમાં છે. અનાદિ' આ જીવ ક્યારે ઉત્પન્ન થયો ? એના જવાબમાં કહ્યું કે સર્વજ્ઞના ત્રિકાળી જ્ઞાનમાં પણ – જ્ઞાની પુરુષોએ એને અનાદિ કહ્યો. આત્મા અનાદિ છે. અને જગત નો પ્રવાહ અપેક્ષાએ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 173
Page #174
--------------------------------------------------------------------------
________________
અનાદિ છે. વસ્તુ અપેક્ષાએ અનાદિ નથી. આપણે બરાબર સમજી લઈએ. એટલે કે સિનેમાના પડદા ઉપર આપણને દૃશ્ય આવતા હોય – એટલે આપણને એક સાથે એ દશ્ય પ્રવાહ રૂપે કેવું લાગે ? અખંડિત. પણ એનું તો એકએક ચિત્ર જુદું છે. – ફિલ્મની પટ્ટી જોઈએ ત્યારે ખબર પડે પણ એ ચિત્ર એક સાથે ચાલ્યું આવે છે – અને હજી એકની અસર છે ત્યાં બીજું આવ્યું, બીજાની અસર છે ત્યાં ત્રીજું આવ્યું – એટલે આપણને એ અખંડ ધારારૂપે લાગે છે. એમ આ જગત આખું અખંડ લાગે છે. પણ સમયે-સમયે જો જગતની છબી લેવામાં આવે તો – આ જગત સમયે-સમયે જુદું છે. પ્રવાહથી આ જગત અનાદિ છે અને આ આત્મા સ્વભાવથી અનાદિ છે. જીવ સ્વભાવથી અનાદિ છે. એટલે જીવને જગતની ઉત્પત્તિ, જગતના પદાર્થોની ઉત્પત્તિ અને એનો વિનાશ – એ જીવના અનુભવનો વિષય છે, પણ આત્માની ઉત્પત્તિ એ. કોઈનાં અનુભવનો વિષય નથી. સર્વજ્ઞના પણ નહીં.
કપાળદેવે બીજી વાત પણ અહીં સંદર્ભમાં લીધી. “આ જીવ જ્યારથી ઉત્પન્ન થયો (આમ તો અનાદિથી) ત્યારથી અજ્ઞાન અવસ્થામાં છે. ત્યારથી મલિન છે. ત્યારથી કર્મના સંયોગમાં છે.
જડ-ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત;
કોઈ ન કર્તા તેહનો, ભાખે શ્રી ભગવત.” આ ભગવંત એવા કેવળજ્ઞાની, ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું કે “આ જડ-ચેતનનો સંયોગ અનાદિ છે.” મોક્ષસખએ આદિ અનંત છે. એનો પ્રારંભ થાય અને પછી એ કોઈ દિવસ નાશ પામતું નથી. જૈનદર્શનની અંદર જે આખો જ્ઞાનનો યોગ-પ્રસ્થાપિત કર્યો છે – અને એના માટેના જે પ્રમાણો આપ્યા છે, જો મધ્યસ્થતા, સરળતા રાખીને, સ્યાદવાદની દૃષ્ટિ રાખીને એકાંત અને મહાગ્રહ, મિથ્યા અભિમાન અને અભિનિવેશથી આપણી જાતને જો આપણે મુક્ત રાખી શકીએ – અને આ બુદ્ધિ જેવી છે, એવું જ એના ક્ષયોપશમ અને પ્રજ્ઞાને વફાદારીપૂર્વક જો વિવેકથી આપણે વિચાર કરીએ તો આ દર્શનના પરમ રહસ્યો આ જીવને સહજપણે સુલભ થાય છે. ‘સહજપણે.” હવે ભગવાન કહે છે,
જે સંયોગો દેખિયે, તે-તે અનુભવ દશ્ય;
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.” (૬) જે-જે સંયોગો દેખીએ છીએ તે-તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગોનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ આ સંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ નિત્ય’ સમજાય છે.”
‘અનુભવ દૃશ્ય. સંયોગો જેટલા છે આ જગતની અંદર, કોઈ પણ રચના માટેના સંયોગો છે, આ પુદ્ગલ પરમાણુઓનો જ ખેલ છે. જગતગુરુ શંકરાચાર્યજીએ આખા જગતને “માયા” કહ્યું છે. વેદાંતની અંદર આ જગતને “માયા’ કહ્યું છે. જૈનદર્શનમાં એને “ભ્રાંતિ’ કહ્યું. આપણને લાગે કે આ બધું વાસ્તવિક
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 174
=
Page #175
--------------------------------------------------------------------------
________________
છે પણ આ બધો ખેલ છે. અને આ સમયે-સમયે બદલાતો ખેલ છે. આપણા જ્ઞાનમાં પકડાતો નથી. પણ બદલાતો છે. કોઈને ખબર ન પડે કે આ વસ્તુ બગડી ગઈ.” તો એ જ્ઞાનનો વિષય છે. વસ્તુનું પરિણમન તો જે છે એ છે. બાળ જીવ હોય એને ખબર ન પડે કે દૂધ આમ રાખ્યું હોય તો બગડી જાય. એનો સ્વભાવ પલટાતો છે. એ આપણને ખબર ન હોય તો આપણા જ્ઞાનનો વિષય છે. વસ્તુ તો સ્વભાવે જ પરિણમનશીલ છે.
આવા બધા સંયોગો જગતની અંદર છે તે અનુભવનો, દશ્યનો વિષય છે. આ તો જોઈ શકાય છે. આ લાદી છે એ સમયે-સમયે ક્ષીણતાને પામે છે પણ એ આપણા જ્ઞાનનો વિષય નથી. કેમ કે એટલી સુક્ષ્મતા આપણી પાસે નથી. પણ આપણે જાણીએ છીએ કે શ્રેણિક મહારાજાના મહેલનો આરસપહાણ કે ભરત ચક્રવતીના રાજમહેલનો આરસપહાણ અત્યારે આપણે જોઈ શકતા નથી. તો એ ક્યાં ગયા ? ભાઈ ! જગતનો કોઈ પદાર્થ નિત્ય નથી. એનું સમયે-સમયે અવસાન થાય છે. સમયે-સમયે ક્ષીણતાને પામે છે. આપણું શરીર પણ જેમ અમુક ઉંમર સુધી વૃદ્ધિ પામે – પણ અમુક ઉંમર પછી ક્ષીણતાને પામે છે કે નહીં ? એ ક્ષીણતા સમયે-સમયે થાય છે કે નહીં ? આપણને પકડાતી નથી. પણ જો જાગૃત હોઈએ તો અનુભવમાં આવે કે નહીં ? આંખની ઝાંખપ આવે, દાંત ઢીલા પડે, કાનમાં સાંભળવામાં બહેરાશ લાગે – આ બધું ક્યાંથી થયું ? તેં તો કાન, આંખ, દાંત બધાની સારસંભાળ બરાબર લીધી હતી. તો પછી આમ કેમ થયું. કારણ કે બધું ક્ષીણતા પામતું જાય. પછી આપણે કહીએ કે અવસ્થા – અવસ્થાનું કામ કરે છે. હવે વિટામીન કાંઈ કામ કરશે નહીં. કારણ કે વસ્તુનો સ્વભાવ પલટાઈ ગયો. હવે એ દેહનાં પુદ્ગલ પરમાણુઓ ક્ષીણપણાને ભજે છે. વૃદ્ધિપણાને ભજતાં નથી.
વૃદ્ધિ પણાને ભજતા હતા ત્યારે એ પરમાણુ દૂધ અને ઘીની હષ્ટપુષ્ટ થતાં હતા. હવે ક્ષીણપણાને ભજે છે એટલે દૂધ અને ઘી એને માફક આવતાં નથી. દૂધ પચતું નથી. કારણ કે પરમાણુનો સ્વભાવ પરિવર્તનપણાને પામ્યો છે. એમ આ જગતનાં બધા સંયોગો દૃશ્ય – એટલે દેખાય પણ છે અને અનુભવાય પણ છે. પણ એવો કોઈ સંયોગ જગતમાં આજ સુધીમાં કોઈએ અનુભવ્યો નથી કે જેમાંથી આત્મા ઉત્પન્ન થયો. આ ગાથામાં જ્ઞાની કહે છે કે જગતનાં કોઈ પણ પદાર્થોના સંયોગો જોઈ શકાય અને અનુભવી શકાય – જેવું-જેવું જેનું જ્ઞાન. પણ અનુભવી શકાય. જગતની કોઈ પણ રચના જીવનો શાનથી બાહ્ય નથી અને વૈજ્ઞાનિકો પાસે આ જ્ઞાન હોવાના કારણે હવે શું રચના થશે તે પણ અગાઉથી કહી શકે છે કે આટલા વખત પછી ધરતીકંપ થશે. આટલા વખત પછી ગ્રહણ થશે. આટલા વખત પછી અહીંથી તારાઓ તૂટી જાશે. ઉલ્કાપાત થશે. કારણ કે એ જોઈ શકાય છે. ફક્ત એના માટે પરમાણુનું પદાર્થ વિજ્ઞાનનું વિશેષ જ્ઞાન જોઈએ અને આ પદાર્થ વિજ્ઞાનનું જેને વિશેષ જ્ઞાન છે તેને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ. પછી ભલે એ ખગોળ શાસ્ત્રી હોય કે ભૂસ્તર શાસ્ત્રી હોય. પણ જગતની કોઈ પણ રચના જોઈ શકાય પણ હજુ સુધી જગતમાં એવો કોઈ માઈનો લાલ પેદા થયો નથી કે જેણે ચેતનની ઉત્પત્તિ જોઈ. ચેતન કાંઈ લેબોરેટરીમાં પદાર્થો ભેળસેળ કરવાથી ઉત્પન્ન થતો નથી. જીવ-જેનામાં ચૈતન્ય હોય, જે બધું જાણે, જેનામાં સંવેદના હોય, વેદકતા હોય એવો જીવ ક્યાંય ઉત્પન્ન થાય એવું જગતમાં ક્યાંય દેખાતું
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 175 GિE
Page #176
--------------------------------------------------------------------------
________________
નથી. માટે આત્મા છે એ નિત્ય' છે. કારણ કે જેની ઉત્પત્તિ ન હોય એનો નાશ પણ ન હોય. ઉત્પત્તિ હોય તો નાશ હોય. આ શરીરનો નાશ શું કામ છે ? ઉત્પત્તિ છે માટે.
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય;
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. (૬૫)
*ડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ
થાય નહીં
આ સદ્ગુરુ જે સમાધાન આપે છે ને એનો Cronological Order તો જુઓ. આ શૈલી કેવી તર્ક બદ્ધ છે, કેવી પ્રમાણ સાથે એકધારી, અખંડિત ચાલી આવે છે. એ કહે છે કે આખા જગતના સંયોગોને અમે જાણી શકીએ કેમ કે એ દૃશ્ય છે. અનુભવમાં લઈ શકાય એવા છે, પણ એવો અનુભવ અમે ક્યાંય જોયો નથી કે ચેતનની ઉત્પત્તિ થાય અને શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા દેહમાંથી જ ઉત્પન્ન થાય છે ” તો કહે છે કે જડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ ઊપજે – આવો અનુભવ કોઈને, ક્યારે, કદી ન થાય.
જગતમાં કેટલી રોજ રચનાઓ થાય છે. અનંતા-અનંત પરમાણુઓ પરિવર્તીત થયા જ કરે છે. રોજ નવાં નવાં રૂપ સાથે નવી રચના જોવા મળે છે. એટલે જ દુનિયામાં આપણને મજા આવે છે. નહીં તો થોડો સમય થાય એટલે ઘરમાં આપન્ને bore થઈ જાઈએ છીએ. કારણ – જગતની સાથે આ જીવનો એવો લગાવ છે કે એને હંમેશાં કાંઈક નવીનતા જોઈએ છે. change. માણસને change તો જોઈએ ને ? હવે એ પુદ્ગલમય થઈ ગયો છે. જડ સાથે એકાકાર થઈ ગયો છે. એટલે બદલાતારૂપને ભજનારો થઈ ગયો છે. એટલે એને એકને એક વસ્તુમાં મજા આવતી નથી. એને મીઠાઈ જોઈએ પણ પાછી રોજ મીઠાઈ મળે તો થાકી જાય. આ જીવનો સ્વભાવ તો જુઓ ! કારણ કે જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને પર પાર્થ સાથે જોડાઈ ગયો છે. જ્ઞાની કહે છે કે આ બધું દેખવામાં છે, અનુભવમાં છે પણ પદાર્થના વિજ્ઞાનના આવા મહાન વૈજ્ઞાનિકોમાંથી કોઈએ કીધું નથી કે જડથી ચેતન ઉત્પન્ન થાય, પણ આ મૂર્ખ જીવ – એને એમ થાય છે કે આ દીકરો મેં પેદા કર્યો. આ જુઓ, અજ્ઞાનની અવધિ ! આ મૂર્ખતાની પરાકાષ્ય, કૃપાળુદેવે કહ્યું, કે કોઈ-કોઈનો બાપ કે કોઈ જીવ કોઈનો પુત્ર (૫.૫૧૦) થાય એ વિશ્વની વ્યવસ્થામાં સંભવિત નથી.’ કોઈ બાપની તાકાત નથી કે ચેતનરૂપ દીકરાને જન્મ આપી શકે.
આ જીવે એક બીજા પ્રત્યે પિતા પણું – પુત્ર પણું ભાળીને માઠું કરવામાં મજા રાખી નથી.’ અનંતકાળના પરિભ્રમણમાં પોતે કેટલાનો પિતા, કેટલાનો પુત્ર, કેટલાયને ત્યાં સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, પશુપત, જંતુપર્શે – આ તે દેહ ધારણ કર્યા છે. ક્યો સંબંધ શાશ્વત ગળવો છે ? જેને હું બાપ ગન્નશ અને ત્યાં તું નોકર હતો. કોઈ જ્ઞાનીને પૂછ અરે કોઈ જન્મની અંદર અજ્ઞાનવશ એન્ને તારી હત્યા પણ કરી હોય અને કાં તેં એની કરી હશે. જગતમાં કોઈ નવાં આત્મા ઉત્પન્ન થતાં નથી. કેમ કે આત્માની અંદર વધઘટ થતી નથી. પુદ્ગલના પરમાણુ ભેળાં થાય અને વિખરાય. દેહનું આયોજન થાય અને વિખરાય. કારણ કે આહાર પરમાણુનાં પુદ્ગલો જ્યાં-જ્યાંથી આવ્યા હતાં, ત્યાં પાછાં વીખરાઈ જાય. જડ-જડમાં,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 176
Page #177
--------------------------------------------------------------------------
________________
વાયુ વાયુમાં, માટી-માટીમાં. એ બધા પુદ્ગલ પરમાણુ પાછાં યથાસ્થાન ચાલ્યાં જાય. એ રોજ પસીના વાટે, આંસુ વાટે, મેલ વાટે, ઉત્સર્ગ વાટે રોજ જતાં જ હોય છે. આ આત્મા જ ચૈતન્ય છે. એમાંથી કંઈ જતું નથી, અખંડ છે. અભંગ છે. અભેદ છે. એટલે કુપાળુદેવ કહે છે કે જડથી ચેતન ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને ક્યારેય થયો નથી. કે ચેતનથી જડ થાય એવો અનુભવ પણ નથી. એવું એકે ઉદાહરણ છે કે જડ પદાર્થ પર લેબોરેટરીમાં પ્રક્રિયા કરીને એમાંથી ચેતન બનાવ્યો ? કે પદાર્થરૂપે નવો જીવ થયો ? સંયોગરૂપે થયો ? શક્ય નથી. આ શક્ય નથી. એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય.”
જ્ઞાની કહે છે કે જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે. સમયે-સમયે જીવના પર્યાય બદલાયા જ કરે છે. પણ એ ચેતન જ હોય. જીવના પર્યાય જડ થાય ખરા ? અને પરમાણુ અચેતન હોવાથી એના પર્યાય પણ અચેતન છે. એટલે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં, જીવના પર્યાય અચેતન નથી. અને પરમાણુના પર્યાય સચેતન નથી. માટે જો પરમાણુના પર્યાયમાં જ ચેતનતા નથી તો મૂળ વસ્તુ વગર ચેતન ઉત્પન્ન કેવી રીતે થાય ? જડના પરમાણુમાં ચેતનપણું નથી. તો જડથી ચૈતન્ય એવો જવ ઉત્પન્ન કેવી રીતે થાય ?
મારે આજે સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવી છે. પણ એમાં જો સાકરનો ઉપયોગ ન કરવામાં આવે તો એ વાનગીમાં મીઠારા આવે ક્યાંથી ? એમ જો જવની રચના કરવી હોય તો જડમાંથી કોઈ ચેતનની પર્યાય હોય તો જડમાંથી ચેતન ઊપજે. પણ જડની પર્યાય તો જડ જ છે. આપણે સંયોગોથી કોઈ પદાર્થ બનાવીએ તો એની મેળવણી કરતી વખતે પચ્ચીસ જાતનાં મસાલા નાખીએ અને જેવા મસાલા નાખીએ તે પ્રમાણે એ વાનગી સ્વાદિષ્ટ બને. તો અંદર નાખેલી સામગ્રીમાં એ ગુણ છે જે વાનગીમાં આવ્યો છે. તો જો ચેતનની ઉત્પત્તિ કરવી હોય તો ચેતન પર્યાયવાળી કોઈ સામગ્રી તો જડમાં નાખવી પડશે ને ? હવે એવી જડની કઈ પર્યાય છે કે જે પર્યાય ચેતન છે ? કોઈ કાળની અંદર જડના પર્યાય સચેતન હોય નહીં. અને ચેતનના પર્યાય અચેતન હોય નહીં. એટલે ચેતનમાંથી યે જડ થાય નહીં. અને જડમાંથી કોઈ ચેતન થાય નહીં. આ સિદ્ધાંત. આ વ્યવસ્થા છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઘણાં એમ કહે છે કે ધર્મને અને વિજ્ઞાનને કાંઈ સંબંધ નથી. આથી વધારે બીજું વિજ્ઞાન ક્યાં લેવા જાશું ? વિતરાગ વિજ્ઞાન. આ વિજ્ઞાન – દુનિયામાં, પશ્ચિમના દેશોના હાથમાં આ જૈનદર્શન આવ્યું અને જ્યાં એ જર્મનીના ને બધા વૈજ્ઞાનિકોએ વાંચ્યું – તત્ત્વાર્થસૂત્ર'નું હમણાં ભાષાંતર થયું – અને બર્કીંગહામ પેલેસની અંદર મહારાત્રી વિક્ટોરિયાને જ્યારે આપવામાં આવ્યું – અને અમુક વૈજ્ઞાનિકોએ એ જોયું કે તત્ત્વનું સ્વરૂપ જ્યાં જૈનદર્શનની અંદર મુક્યું છે એનું Englishમાં ભાષાંતર હતું. હજુ English આ વાતને પકડી શકતું નથી. કારણ કે એ ભાષામાં જ સામર્થ્ય નથી. English માં એ શબ્દ આવે ક્યારે ? કોઈએ એ વસ્તુનો અનુભવ કર્યો હોય તો એ શબ્દની ઉત્પત્તિ થાય ને ?
શબ્દની ઉત્પત્તિ અનુભવમાંથી થાય. તો જ શબ્દનું સર્જન થાય. પણ જેણે જિંદગીમાં આત્મા શબ્દ = કે એની પર્યાય એ સાંભળ્યા નથી, ચેતન અને જડપણું ક્યાંય જોયું નથી, હજી મુંઝાય છે – હર્મન ઝેકોબીએ લખ્યું, અમારા વિજ્ઞાનની શોધ એ તો હજુ અમે કાંઠે બેસીને છબછબિયાં કરીએ છીએ. આ
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 177
O
Page #178
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીઓના ગ્રંથ વાંચીને એકવીસમી સદીનો વૈજ્ઞાનિક કહે છે કે, હજી અમે છબછબિયામાંથી બહાર આવ્યા નથી. અગાધ વિશ્વ છે, અગાધ સ્વરૂપ છે. આ કંઈ પકડાતું જ નથી. પણ આ વૈજ્ઞાનિકો તો એક પુદ્ગલને પકડીને બેઠાં છે તો પકડાય ક્યાંથી ? અને આ પુદ્ગલમાં જાણવાનો ગુણ નથી અને બદલાવાનો ગુણ છે. એટલે તમે જે પકડો છો તે બદલાઈ જાય છે. બદલાતા જગતને ઓળખવાનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક જ્યાં સુધી શાશ્વત અને નિત્ય તત્ત્વને પકડશે નહીં – કે જેના આધાર ઉપર આ બધી રમત ચાલે છે, ત્યાં સુધી તત્ત્વનું ઓળખાવ્ર નહીં થાય. અદ્ભુત વાત છે ! જૈનધર્મ - વિતરાગ વિજ્ઞાન જેવું વિજ્ઞાન જગતમાં નથી. જો સાચું ગ્રહણ કરવું હોય તો શાંતિથી સદ્ગુરુના શરણે રહે. અને આવું અદ્ભુત વિતરાગ વિજ્ઞાન આપણને આપણી ભાષામાં મળ્યું છે, એનો અભ્યાસ કરીએ. સદ્ગુરુનાં બોધનું વાંચન કરું અને વિચારણા કરું. માત્ર વાંચન અને શ્રવણ નહીં વિચારતા. શાંત ભાવથી કરૂં, વિવેક સાથે કર્યું. ઉપયોગની જાગૃતિપૂર્વક કર્યું. હું પણ વૈજ્ઞાનિક થઈ જઈશ. કારણ કે આ વિતરાગનું વિજ્ઞાન જે વાંચે છે એ વૈજ્ઞાનિક જ થાય છે. એની (વિતરાગની) દશાને પામે છે. એટલે અહીં કહે છે કે, આમ ઉત્પત્તિ અને લયના કોઈ પણ કારણો અને સંયોગોથી ૫૨ એવું એ જીવનું અસ્તિત્વ સ્વયંભૂ અને સ્વાભાવિક હોવાથી તે અવિનાશી છે. માટે તે નિત્ય છે. શાશ્વત છે.
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
(૬ ૬ )
જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે.
જો સંયોગથી ઉત્પત્તિ ન થાય તો, બીજો સિદ્ધાંત – કે એનો નાશ થાય નહીં કારણ કે નાશ થાય તો એ ભળે શેમાં ? નાશ ક્યારે થાય ? વસ્તુનું અસ્તિત્વ ત્યારે જ મટે જ્યારે એ કોઈમાં વિલિન થાય તો. હવે ચેતન કાંઈ જડમાં વિલિન થાય નહીં. એ જો જડમાં વિલિન થાય તો જડના પર્યાય પાછા સચેતન થાય. પણ પહેલાં જ કહ્યું કે જડને કોઈ દિવસ સચેતન પર્યાય હોય નહીં. ગમે તે અવસ્થામાં પણ જડ તો અચેતન-અચેતન અને અચેતન જ રહે.
આ T.V. આ રોબોટ - એ જે કામ કરે છે તે જાણકારી સાથે કામ નથી કરતા. યંત્રની સાથે કામ કરે છે. આપણે પદાર્થ વિજ્ઞાનથી એવા અંજાઈ ગયા છીએ કે આપણને એમ થાય છે કે આ બધું Automatic ચાલે છે. એ Automation માં પણ આવી એની રચના કરી - કે પદાર્થમાં - પરમાણુમાં શું તાકાત છે ! એ પ્રમાણે ગોઠવીને મુકાવનાર એ વૈજ્ઞાનિક ન હોય તો પદાર્થ એની મેળે કામ કરે છે ? એ પરમાણું એની મેળે ઘર સાફ કરી નાખે છે ? Nothing is automatic - જગતની રચનાની અપેક્ષાએ - અહીં હવે કહે છે કે,
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.’ જીવ તો નિત્ય છે. કારણ કે આ જીવનો નાશ થઈ શકે એવો કોઈ સંજોગ જોવામાં આવતો નથી. જેમ ઉત્પત્તિનો સંયોગ જોવામાં આવતો નથી એમ આના
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 178
Page #179
--------------------------------------------------------------------------
________________
વિનાશનો કોઈ સંયોગ જોવામાં આવતો નથી. એ પણ પર્યાય બદલાયા કરે છે. એની પણ અવસ્થા બદલાયા કરે છે. પરંતુ તેનો નાશ સર્વથા જોઈ શકાતો નથી.
‘એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” એક સમય જેનું વિદ્યમાન પણું છે તે હંમેશને માટે વિદ્યમાન છે.
ના સતે વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત” ગીતાની અંદર યોગદર્શનમાં પણ એ વાત મુકી છે કે, “જે “સત્’ છે એનું અસ્તિત્વ છે અને જેનું અસ્તિત્વ છે એ સદાય “સત્’ છે.’ હવે એનું ઉદાહરણ આપે છે.
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય,
પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. (૬ ૭) ‘ક્રોધ આદિ પ્રકૃતિઓનું વિશેષપણું, સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલેએ પૂર્વ જન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વ જન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે.”
જ્ઞાનીઓની શૈલી એવી હોય કે કોઈ સિદ્ધાંત સમજાવે અને સિદ્ધાંત પછી દૃષ્ટાંત આપે. સિદ્ધાંત સહજતાથી સમજી શકાય એવી પરિસ્થિતિ દૃષ્ટાંતમાં હોય. એટલે જો દગંતની યથાયોગ્ય આપણે વિચારણા કરીએ તો સિદ્ધાંત આપણને પરિમિત થાય. અહીં કહે છે, સર્પાદિક - એટલે સર્પ આદિ બીજા પશુઓ, બીજા પક્ષીઓ, બીજા પ્રાણીઓ - જે જગતમાં છે એની અંદર ‘ક્રોધાદિ તરતમ્યતા’ – ક્રોધ અને આદિ – ક્રોધ-માન-માયા-લોભ - આવા સ્વભાવનું તારતમ્યપણું. વિશેષતાએ હોય છે, અને ક્યાંક ઓછું છે – આવું જે દેખાય છે તે કોને કારણે હશે ? આ જન્મમાં તો એનો કોઈ અભ્યાસ નથી, કોઈ કેળવણી નથી, કોઈ તાલિમ નથી. અને છતાં જન્મજાત ક્રોધ કેવો છે ? સર્પ ફૂંફાડા મારતો જન્મે છે. વાઘ જન્મજાત કુર. એ કુરતા કોણે કરી ? જન્મજાત સાપમાં ક્રોધ કેમ ? વાઘમાં કુરતા કેમ ? કીડી વગેરે નાના જંતુઓમાં જન્મજાત લોભ કેમ ? નાગની અંદર જન્મજાત લોભ હોય છે. રાફડા ઉપર ફણીધરની જેમ બેસી જાય છે. આ બધાં જન્મજાત કષાયો, જન્મજાત સંસ્કારો, કે હજુ તો જ્યાં જન્મ થાય છે ત્યાં તીવ્રતા, તારતમ્યતા, એની High degree, high intensity, આ કેવી રીતે થાય છે ?
ભગવાન કહે છે કે પૂર્વ જન્મ સંસ્કાર તે.” એ ક્રોધ છે તે સર્પના શરીરનો સ્વભાવ નથી. જો સર્પના શરીરનો સ્વભાવ ક્રોધ હોય તો કાંચળીમાં ક્રોધ હોય. સાંપની કાંચળી કે વાઘના ચામડામાં ક્રોધ હોવો જોઈએ. પણ ના, એમ નથી. અહીં તો કહે છે કે શાંત થવું હોય અને સમાધિ પ્રાપ્ત કરવી હોય તો વ્યાઘ્રચર્મ ઉપર બેસ. એક દર્શનનો - સન્યાસની અંદર આ એક યોગ છે. ગીતામાં કહે છે, આસન કયું ? તો કહે – વ્યાઘ્રચર્મ. જે વાઘ જન્મજાત દુર છે. ભૂખ્યો હોય કે ન હોય પણ ક્રૂરતા એટલી બધી છે કે હિંસકવૃત્તિ એની જન્મજાત છે. સર્પની કાંચળીમાં ક્રોધ નથી. વ્યાઘ્રચર્મમાં ક્રોધ નથી. તો આ ક્રોધ જીવની અંદર ક્યાંથી આવ્યો ? અહીં જ્ઞાનીપુરુષ કહે છે કે ભાઈ ! “પૂર્વજન્મ સંસ્કાર તે.” પૂર્વજન્મના આ સંસ્કાર છે. “જીવ
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 179 GિE
Page #180
--------------------------------------------------------------------------
________________
નિત્યતા ત્યાંય.” એ સાબિત કરે છે કે જીવ નામનો પદાર્થ છે તે નિત્ય છે. આ શરીર અનિત્ય છે. શરીરમાં ક્રોધ નથી. આ જન્મમાં કોઈને દુઃખ નથી દીધુ, મરતાને મર નથી કહ્યું તે છતાં આ ઉપાધિ આવી તો ક્યાંથી આવી ? પૂર્વજન્મનાં પાપકર્મને લીધે આવી. કોઈ પૂર્વજન્મના કર્મનો એવો ઉદય છે જે મને પરિતાપ અને સંતાપ આપે છે. કેટલાકમાં પ્રકૃતિજન્ય જે દોષ છે તે દોષ ઉપર કૃપાળુદેવ આપણને લક્ષ કરાવે છે. કેટલાકની જન્મજાત પ્રકૃતિ જ લોભની હોય. એવો લોભિયો હોય કે સાત પેઢી ખાય તોયે ખુટે નહીં, અને પોતે સાત પેઢી સુધી જીવવાનો નથી એવી ખાત્રી છે - અને દિકરાઓ એનું ભાગ્ય લઈને આવ્યા છે તો યે એક રૂપિયો હાથમાંથી છૂટે નહિ - જગતના કોઈ જીવનું ભાગ્ય આપણા ઉપર આધારિત નથી. એના કર્મ ઉપર આધારિત છે. આવી જગતમાં કોઈ વ્યવસ્થા નથી કે તું કોઈ જીવની વ્યવસ્થા કર તો જ થાય. અજ્ઞાન તો આપણામાં ભારોભાર ભર્યું છે. એટલે ધર્મ પરિણિત થતો નથી. છોકરાં સારું તો રાખવું જોઈને ?” કેમ ? એ એનું ભાગ્ય લખાવીને નથી આવ્યા ? આપણે જ ફક્ત લખાવીને આવ્યા છીએ ? ભગવાને છઠ્ઠીના લેખ શું ફક્ત તારાં જ લખ્યાં છે ? છોકરાઓનાં લેખ લખવા વિધાતા નહોતી શું ?
પરિગ્રહ - સંગ્રહની વૃત્તિ તો કેટલાકમાં જન્મજાત હોય છે. સાપ અને ઉંદરની જેમ પોતાના સંગ્રહ અને પરિગ્રહની ઉપર પડ્યો જ હોય. અને જરૂર ન હોય તો યે સંગ્રહ કર્યા જ કરે. આ બધાં પ્રકતિજન્ય જે દોષ છે તે જ બતાવે છે કે જીવ ગમે તે અવસ્થામાં હોય, ગમે તે પર્યાયમાં હોય, ગમે તે દેહમાં હોય એનો સંસ્કાર એની સાથે જ હોય છે. એ પ્રકૃતિજન્ય દોષનો યથાર્થ વિચાર કરવામાં આવે તો એમાં, દોષ ઉપર ચિંતન કરતાં, જીવની નિત્યતા સમજાય તો પણ આપણું કામ થઈ જાય. દોષ હોય પણ તે દોષથી મને આજે ભાન થાય કે જીવ નિત્ય છે, તો એ ધર્મનો સંસ્કાર ભેગો જ આવશે. જો લોભનો અને કામનો સંસ્કાર સાથે લઈ આવ્યા છીએ, તો ધર્મનો સંસ્કાર પણ સાથે જ આવશે. કૃપાળુદેવે લખ્યું છે કે, “સંયમી મા-બાપના દિકરાઓ કામી અને વિકારી હોય. જો મા-બાપનું સર્જન હોય તો મા-બાપના જ બધા ગુણ એમાં ઉતરવા જોઈએ એવું નથી. એક જ માના બે દિકરામાં એક મૂઢ હોય - અને બીજો સુપ્રિમકોર્ટના ન્યાયાધિશ હોય. એક પહેલવાન જેવો તંદુરસ્ત હોય અને બીજો રોગીયલ હોય. પ્રત્યેક વ્યક્તિનું અસ્તિત્વ જુદું છે. એના કર્મ જુદાં છે, એની પ્રકૃતિ જુદી છે. કારણ કે એ સંતાન એ તો સંયોગ છે. એનું ચેતન તત્ત્વ કે એના સંસ્કાર એનાથી નથી ઘડાતા. અહીં હવે ગતિ વિશેષપણે કષાયોને કહે છે, સામાન્ય રીતે ક્રોધ - નારકીને વિષે વિશેષ હોય, માન કષાય મનુષ્યગતિમાં વધારે હોય, માયા કષાય તિર્યંચ યોનિમાં વધારે હોય અને લોભ કષાય દેવગતિમાં વધારે હોય. આ જન્મજાત હોય છે. આ ચંડકૌશિક પહેલાં તાપસ હતો, તેના પહેલાં મુનિ હતો. આ એનો ક્રોધ કષાયનો સંસ્કાર બતાવે છે કે જીવ નિત્ય છે. પુનર્જન્મનું
જ્યારે જ્ઞાન થાય, જાતિસ્મરણ જ્ઞાન થાય, ત્યારે આ વસ્તુ આપોઆપ ખુલી થાય કે પોતાના દોષના સંસ્કાર સાથોસાથ ચાલ્યા આવે છે. એટલે આ બધી પ્રકૃતિ છે. સર્પ અને નોળિયો, એને જન્મજાત વેર – આ ભવે તો કાંઈ કોઈનું બગાડ્યું નથી. છતાં એની વેરવૃત્તિ એનો દ્વેષ જન્મજાત. ઉંદર અને બિલાડી, વાઘ અને બકરી, સર્પ અને ગરૂડ. જોયો નથી કે ઉપાડ્યો નથી. આ જન્મજાત છે. આ બધી પ્રકૃતિમાંથી સમજવાનું શું છે ? જ્ઞાની કહે છે કે જીવની નિત્યતા સમજવાની છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 180 ]િ=
Page #181
--------------------------------------------------------------------------
________________
આત્મા વર્ષે નિત્ય છે. પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. (૬૮)
'આત્મા વસ્તુપર્ણ નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે. તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તો આત્માને વિભાવ પર્યાયથી છે અને બાળ અવસ્થા વર્તતાં, આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહિ, અર્થાત્ અવસ્થાઓ બદલા, પત્ર આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં *
શિષ્યે પ્રશ્ન કર્યો હતો કે, અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય.’ આત્મા ઉત્પન્ન થાય અને ચાલ્યો જાય એવો ક્ષણિક. બૌદ્ધ દર્શનમાં આત્માને સમયવર્તી કહ્યો છે. એમાં કહ્યું છે કે આ ચિત્તનો સંસ્કાર છે, એ સમયે સમયે ઉત્પન્ન થાય છે અને સમયે સમયે નાશ પામે છે. અને દેહમાં એ ચિત્તના સંસ્કારો જ્યાં સુધી છે ત્યાં સુધી એ દેહ ચૈતન્યસ્વરૂપ જણાય છે. અને એની વાસના અને વિકારને લીધે એ ઉત્પન્ન થાય છે. આ વાસના ટળી જાય, તૃષ્ણા મટી જાય, તો એ વિકાર સમાપ્ત થાય છે અને આત્મા પણ પછી રહેતો નથી. અને દેહ પણ સમાપ્ત થાય છે, એટલે પછી ત્યાં આત્માનું આવવાપણું રહેતું નથી. આવી પ્રકા૨ની એક દાર્શનિક માન્યતા છે. આપણને કૃપાળુદેવે છ પદનો બોધ કર્યો ત્યારે કહ્યું હતું કે આ છ પદ છે તે ષગ્દર્શન પણ તેહ.’ જેમ એક નાસ્તિક દર્શન એમ કહે છે કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. ચાર્વાક મુનિનું એમણે કહ્યું, ઋણું કૃત્વા, ધૃત પીબેત.’ દેવું કરીને પણ ઘી પીઓ. કોના ચુકવવા છે અને કોના રહી ગયા ? ભસ્મીભૂતસ્ય દેહસ્ય, પુનરાગમન કૃતઃ ” આ દેહ એક વાર ગયો પછી એનું ફરીથી આવવું કોને ખબર છે ? માટે આ દર્શનનો અભિપ્રાય છે કે “Eat, drink and be merry,'
- પી અને જલસા કર. મોજમજા કર. આનંદ-પ્રમોદ કર. મળ્યું છે એ ભોગવી લે ને. આવા જગતમાં ઘણા આપણને સમજાવનારા મળે. કે કાલની કોને ખબર છે ? અરે ! તારી નિત્યતાની તો ખબર નથી. જીવ નિત્યતા ત્યાંય. બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.” પ્રકૃતિ જન્મની સાથે જ જોડાયેલ હોય છે. કોઈ બિમારી નાનપણથી હોય, તો ત્યાર પછી તે યુવાન થયો, વૃદ્ધ થયો તો પણ એ તને યાદ છે કે મને નાનપણથી આ બિમારી છે. This is my born defect. એ તો આપણે દેહની પ્રકૃતિને જન્મજાત ઘટાવીએ છીએ. અહીં આત્માની પ્રકૃતિ સમજવાની છે.
દેહમાં એ જન્મજાત લંગડો હોઈ શકે, પણ બીજી વાર જન્મે તો લંગડો ન જન્મે. શું પછીના બધા પર્યાય લંગડા હોય ? ના. અરે ભાઈ ! ડાયાબિટીશ થયો છે, બ્લડપ્રેશર થયું છે. હાઈપર એસીડીટીનો રોગ છે, કૅન્સર લાગુ પડ્યું છે. ક્યાં સુધી ? સ્મશાને નથી ગયો ત્યાં સુધી. ડૉક્ટરની એકે દવા લાગુ ન પડી, પણ જેવો દેહનો અગ્નિસંસ્કાર થયો કે બધા રોગ નામશેષ થઈ ગયા. ડાયાબિટીસ, બ્લડપ્રેસર,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 181
Page #182
--------------------------------------------------------------------------
________________
કૅન્સર બધું ગયું. ફરીથી કાંઈ એ જ બીમારી સાથે નહીં જન્મ. એને કહેવાય (આ રોગોને, દેહયોગથી ઊપજે, દેહ વિયોગે નાશ.” એ પ્રકૃતિ દેહની છે. આ પ્રકૃતિ આત્માની છે. આત્માની પ્રકૃતિ તું સમજ. આત્માના સંસ્કાર તું સમજ. પણ જીવ વિચાર જ કરતો નથી ને ! જેને છાપું વાંચીને જ્ઞાન મેળવવું છે એનું શું કરવું ? જીવ મૅગેઝિન વાંચીને અને એકના એક સમાચાર દિવસમાં દસ વાર સાંભળીને પોતાને જાણકાર કહેવડાવે છે. પણ વારંવાર એ જ ઘટનાઓની બીજા જાણીને શું કામ કાળક્ષેપ કરવો ? આ જીવ, આ જ રીતે, આ પ્રકૃતિદોષથી, પર્યાયથી પલટાતો જાય છે, ‘આત્મા પ્રત્યે નિત્ય છે.” એની પર્યાય વિભાવ સાથે તદ્રુપ થઈ જાય છે. એટલે પલટાતું સ્વરૂપ જોયું પણ આ બધાનું જ્ઞાન કોને છે ? બાળપણનું, યુવાનીનું, વૃદ્ધત્વનું આ જ્ઞાન કોને છે ? આત્માને.
ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહિ તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.” આ દ્રવ્યથી આત્મા નિત્ય છે. અને “વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે.” અજબ સિદ્ધાંત કૃપાળુદેવે અહીં આપ્યો છે. ૫.૭૬૬માં કહ્યું છે, “વ્યય અને ધૃવત્વ પર્યાયના કારણે છે.’ નહીંતર વ્યય કેવી રીતે ઘટાવી શકાય ? ધૃવત્વ કેવી રીતે ઘટાવી શકાય ? પણ આ પલટાતી જીવની સ્થિતિ છે એ પરિણમન એ જીવનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ છે પરિણમવું. “પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય. દ્રવ્ય વિના પર્યાય ન હોય. બંને અનન્ય ભાવથી છે એમ મહામુનિઓએ કહેલ છે.” આવી નિત્ય સ્થિતિ છે આત્માની. બધી જ બદલાતી અવસ્થામાં એની નિત્યતા છે, બધી જ બદલાતી અવસ્થાઓનું જ્ઞાન આવે છે. અને આમ બનવું તો જ સંભવી શકે કે એક તત્ત્વ નિત્ય હોય, અને બાકીનું બધું બદલાતું હોય તો, બદલાતા બધા સંજોગોનું જ્ઞાન એક ને હોય, તો એ એક નિત્ય હોય તો જ એને જ્ઞાન હોય. એ અવસ્થાની સાથે જો પોતેય બદલાતો જાતો હોય તો જ્ઞાન કોને રહ્યું ? અને જ્ઞાન કોને થયું ? એટલે આગળની ગાથામાં એ તર્કને વધારે સ્પષ્ટતાથી કહે છે,
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. (૬૯) ‘વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાતુ. જાણનાર ક્ષણિક હોય નહીં, કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજી ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજી ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય
કરે.’
આત્મા ક્ષણિક છે. સમયે, સમયે ઉત્પન્ન થાય છે, સમયે સમયે નાશ થાય છે - તો જે ક્ષણે તને અનુભવ થયો ને – આત્માના કારણે - તો તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય. તે જ સમયે કહી શકાતો નથી. જે સમયે અનુભવ થાય છે તે સમયે કહેવાતું નથી. જૈન દર્શનમાં સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાતા સમય પસાર થાય છે. તો એક સમયે જે અનુભવ થયો તે બીજે સમયે કોણે કહ્યો ? કોણ કહેવા માટે બચ્યું ? ‘વદનારો તે ક્ષણિક નહીં.” આ અનુભવ જે કહે છે ને તે ક્ષણિક નથી. માટે કહે છે ‘કર અનુભવ નિર્ધાર.’ હું અનુભવથી આત્માની નિત્યતાનો નિર્ધાર કર. હે શિષ્ય ! તર્કથી નિર્ધાર કરવા
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 182
=
Page #183
--------------------------------------------------------------------------
________________
જઈશ તો તર્ક અને કુતર્કમાં અટવાઈ જઈશ. પણ તું અનુભવથી એનો નિર્ણય કર. શ્રદ્ધા ન કર. આ સમ્યગ્દર્શનનો આધા૨ યથાર્થ નિર્ધાર છે. જીવને એવો નિશ્વય થવો જોઈએ કે ક્યારેય ફરે નહીં. અને છેલ્લે સમાધાન કરતાં સદ્ગુરુ અને ચાવીસૂત્ર આપે છે.
ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
(૭૦)
વળી કોઈપણ વસ્તુનો કોઈપણ કાળે કેવળ તો નાશ થાય જ નહિ; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહિ. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભુકો થાય, તો પણ પરમાણુ સમૂહપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણું પણ ઘટે નહીં, કેમ કે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તો પણ કેવળ નાશ તો કહી શકાય જ નહીં; અવસ્થાંત૨રૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કહેવો યોગ્ય હોય તો તે શી સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કહેવો યોગ્ય હોય તો તે શી સ્થિતિમાં રહે ? અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તે અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે.’
ભગવાન કહે છે ક્યારેય પણ કોઈપણ વસ્તુનો કેવળ નાશ હોય નહિ, જેમ કે ઘડો હટી જાય તો એનું ઘડાપણું નાશ પામ્યું, એની માટી, એના ઠીકરાં, એ પરમાણુ એમને એમ રહ્યા અને માટી, માટીપણામાં ભળી ગઈ. ઘડાનો, ઘડાપન્નાનો પર્યાય નાશ થયો, પણ એનો માટીપન્નાનો પર્યાય ઊભો છે. આ ચેતનનો નાશ થાય તો શું થાય ? એ ઘડાની માટી તો માટીમાં મળી ગઈ. આ ચેતન શેમાં મળે ? વિચાર કર. કેમાં ભળે એ તપાસ. કેવળ નાશ થાય નહિ. એમ માટીના પરમાણુનો પણ કેવળ નાશ ન થાય. ફરીથી એમાંની એ માટીના સંયોગ ઉત્પન્ન થતાં ઘડો થાય. એમ આહારપરમાણુમાંથી શરીર થાય, વળી એ શરીર વીખરાય, એટલે આકાશ, વાયુ, જળ, પૃથ્વી એમાં એનાં પરમાણુ ભળી જાય. જ્યાંથી એ પરમાણુ આવ્યા હતા એમાં જ પાછા ભળી ગયા. ચેતન નાશ પામે તો એ શેમાં ભળે ? કેમ કે સમાન ગુણ જોઈએ. સમાન ધર્મ જોઈએ. તો જ એક વસ્તુ બીજામાં ભળી શકે. નહીં તો સમાનગુણ અને સમાનધર્મ ન હોય તો એક વસ્તુ બીજી વસ્તુમાં ભળી શકે નહિ. એકરૂપ થઈ શકે નહિ. હવે આ ચેતન શેમાં ભળે ? એનો નાશ કહેવો કેવી રીતે ? એટલે કહે છે કે અવસ્થાંતર થાય. પદાર્થનો સમૂળગો નાશ થાય નહીં. આજનું વિજ્ઞાન પાર્થ વિજ્ઞાનનાં આધાર ઉપર કહે છે, Energy never destroyed. એક એક પરમાણુ છે એ energy છે. ઊર્જા છે. અને ઊર્જાનો ક્યારેય કદી નાશ થાય નહિ. Energy is never destroyed. It can be
શ્રી આત્મસિગ્નિ-શાસ્ત્ર - 183
Page #184
--------------------------------------------------------------------------
________________
transformed. 272Electricity 24hiell Electronic - 274 21-ll gel gel 240 241 431 @ri એકને એક. પદાર્થમાં રહેલી ઊર્જાનું રૂપાંતર થાય એનો નાશ થઈ શકે નહીં. એમ આ પદાર્થ-૫ગલ જેમ પદાર્થ રૂપે છે તેમ ચૈતન્ય પણ પદાર્થ રૂપે છે. અને જો પદાર્થ રૂપે છે તો એનો કેવળ નાશ - સમૂળગો નાશ એનો શક્ય જ નથી. અને જો નાશ નથી. તો એ પદાર્થ સતત છે - છે ને છે. માટે આ નિત્ય છે. જો નાશ નથી તો એ પદાર્થ નિત્ય છે. જો મરી જાય તો આપણે કહીએ કે મૃત્યુ છે. પણ જો મરતો જ નથી તો અમર છે. વાત પૂરી થઈ ગઈ. આમાં બીજી દલીલને અવકાશ જ નથી. એટલે એણે કહ્યું કે,
હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” ભગવાન કહે છે, “ભાવનો નાશ થતો નથી. અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવપર્યાયના સ્વભાવથી થાય છે. “ના ભાવો વિદ્યતે સતઃ, ના સતઃ વિદ્યતે ભાવ:” આ ચેતન છે એ ભાવ છે. પુદ્ગલ છે એ ભાવ છે. ભાવ એટલે પદાર્થનું ગુણ, લક્ષણ અને ધર્મયુક્ત સ્વરૂપ. તો ચેતનનો ભાવ જે છે તે તો સદાકાળ રહે એમ પુદ્ગલ પણ સદાકાળ રહે. એ પણ નિત્ય છે. અવસ્થાતર એનું પણ થયા કરે. એ જ સુવર્ણપણામાંથી અનેક પ્રકારનાં ઘાટ ઘડીએ. એ ઘાટ નાશ પામે. પણ સુવર્ણપણું નાશ પામે ખરું ? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ ભાસે.” એવી જ રીતે આ ચેતના ૮૪ લાખ યોનિના, જુદા જુદા દેહમાં ઘાટ ઘે. આ ઘાટ ઘડાયા છે અને આ ઘાટ વીખરાયા છે પણ ચેતન, ચેતનપણે તો ઊભો જ છે અને આવું ૮૪ લાખનું પરિભ્રમણ એણે એકવાર નહિ અનંતવાર કર્યું છે. એક ૮૪ના ચક્કરથી જો પરિભ્રમણનો અંત આવી જતો હોય તો આપણને નિરાંત. પણ ભાઈ ! આ જ્ઞાન કહે છે કે આ ૮૪ના ચક્કરથી અંત આવતો નથી. અનંતકાળ આમને આમ ચક્કર ચાલ્યા કરે છે. માટે કેટલો પંથ બાકી છે એ ખબર નથી. સમ્યક્દર્શન થાય તો ખબર પડે કે મારો પંથ હવે કેટલો બાકી છે. માટે આત્મા નિત્ય છે. આ નિત્ય પદાર્થરૂપે છે માટે છે, ચેતન સ્વરૂપ છે માટે છે, ભાવ સ્વરૂપ છે માટે છે. આ ભાવ ત્રિકાળી ભાવ છે. એના ગુણ, લક્ષણ, ધર્મ. પર્યાયથી એની અવસ્થા થાય છે. દ્રવ્યથી એની નિત્યતા ત્રણકાળની અંદર અબાધિતપણે છે. માટે હે શિષ્ય ! તું તપાસ કરીને મને વાત કરજે કે આ ચેતનનો નાશ થઈ જાય તો ભળે કેમ ? તું સમજુ અને વિચારક છો. આ આત્માની નિત્યતાની જે બધી દલીલ મેં આપી, તેનો તું વિચાર કરીને મને કહેજે.'
આ ગુરુ શિષ્યથી સવાયા છે. તે શિષ્યને કહે છે કે, “તું જો આતમાં અનિત્ય કહેતો હોય તો મને એટલું જ કહેજે કે આતમા નાશ થાય ત્યારે એ શેમાં ભળે ?” બસ આટલું જ સમજીને પછી જવાબ આપજે.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 184
=
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦
ત્રીજું પદ ઃ આશંકા-સમાધાન
u (ગાથા ૭૧થી ૭૮) .
સદ્દગુરુએ શિષ્યની જિજ્ઞાસાને અનુરૂપ છ પદની સ્થાપના કરી. અને શિષ્યની શંકા સાથે તેનું સમાધાન બતાવ્યું. શિષ્યને આત્મા સમજાઈ ગયો, એની નિત્યતામાં શિષ્ય અટવાઈ ગયો. સદ્દગુરુએ એનું સમાધાન આપ્યું કે ભાઈ ! આ દેહ તો રૂપી, જડ, દશ્ય, પરમાણુનો સંયોગ છે. એવો દેહ તે ચેતનની ઉત્પત્તિ કે લયને સમજી ન શકે. ચેતનના ઉત્પત્તિ અને લયનો અનુભવ કરનાર છે કોણ ? આવો અનુભવ કરનાર તે પદાર્થથી ભિન્ન ન હોય તો તેને ક્યારેય અનુભવ થાય નહીં. જે જે સંયોગો દેખાય છે તે તે આપણે અનુભવી શકીએ છીએ. એવો કોઈ સંયોગ દૃષ્ટિગોચર થતો નથી કે જે સંયોગથી ચેતનની ઉત્પત્તિ સંભવિત થાય. સંયોગોથી જેની ઉત્પત્તિ ન હોય એનો વિનાશ પણ કોઈ કાળમાં હોય નહીં. ક્રોધાદિક પ્રકૃતિ જે જીવમાં જોવા મળે છે તે પૂર્વ સંસ્કારિત છે. આ ભવમાં અભ્યાસ ન હોવા છતાં તે પ્રકૃતિ દૃષ્ટિગોચર થાય છે. અનુભવ થાય છે. તો જરૂર આ પૂનર્જન્મ જીવની નિત્યતાને સિદ્ધ કરે છે. સમયે સમયે ગુણોના પરિણમનને કારણે દ્રવ્યની અવસ્થા બદલાય છે. પણ બધી જ બદલાતી અવસ્થાઓમાં, બધી જ બદલાતી પર્યાયોમાં આ દ્રવ્ય એવો જે આત્મા છે તે નિત્ય જ છે. કારણ કે અનુભવ કરનાર તે સતત છે. બધી જ અવસ્થાનો અનુભવ કરનાર તે એક અને અખંડરૂપે છે. વસ્તુ જો ક્ષણિક હોય એમ તારું માનવું હોય તો, એ ક્ષણિક અનુભવ કરનાર કહેવા પાછો ક્યાંથી આવ્યો ? અનુભવ કરનાર એક અને કહેનાર બીજો એવું પણ બની શકે નહીં. અને એનો એ હોય અને ક્ષણિક હોય તો પણ બની શકે નહીં. અને તને જો લાગે કે ક્ષણિક છે તો છેલ્લો પ્રશ્ન તું વિચારજે કે આ આત્મા જો ક્ષણિક હોય, નાશવંત હોય, નિત્ય ન હોય તો એ નાશ પામીને તેમાં ભળે એ કહેજે.
આ-આત્મસિદ્ધિનો શિષ્ય, એને સદ્દગુરુએ “આત્મા છે અને તે નિત્ય છે” એ બે પદની સ્થાપના કરી સમાધાન આપ્યું એટલે શિષ્ય એ માન્ય કરી લીધું. અને પછી આગળની આશંકા પૂછી –
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. (૭૧)
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 185 GિE
Page #186
--------------------------------------------------------------------------
________________
‘જીવ કર્મનો કર્તા નથી, કર્મનો કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય.”
હવે શિષ્ય ત્રીજા પદની આશંકા મુકી છે. બહુ જ મહત્ત્વનું પદ છે ત્રીજું અને ચોથું. આ જીવના સંસાર પરિભ્રમણને માટે કોઈ જવાબદાર હોય તો તે આત્માની ત્રીજા પદની અવસ્થા અને ચોથા પદની અવસ્થા. બાકી “આત્મા છે', 'નિત્ય છે”, “મોક્ષ છે. એ વાત તો સિદ્ધાંતની દૃષ્ટિએ, નિશ્ચય નયની દૃષ્ટિએ સ્વયં સિદ્ધ છે. પણ એની રખડપટ્ટી શું કામ ? એને બંધ ક્યાંથી ? પરિભ્રમણ ક્યાંથી ? એમાં ત્રીજું પદ બહુ સમજવા જેવું છે. શિષ્ય કહે છે કે, ‘આ જીવ છે તે કર્મનો કર્તા નથી. તમે જે જીવના લક્ષણ બતાવ્યા તેનાથી આ જીવ કર્મનો કર્તા બની શકે નહીં. કર્મ જ કર્તા કર્મ.” આ કર્મ છે તે જ પોતે કર્મને કર્યા કરે છે. અથવા તો “સહજ સ્વભાવ.” એ પુદ્ગલનો સ્વભાવ જ એવો છે કે સ્વય, અનાયાસે, પોતાની રીતે, કોઈના પણ નિમિત્તની અપેક્ષા વિના કર્મ થયા કરે છે. સહજ સ્વભાવથી થયા કરે છે. અને પ્રભુ ! જો તમે એમ ન માનતા હો કે કર્મ જ કર્મ કર્યા કરે છે, અથવા સહજ સ્વભાવથી પણ કર્મ થતાં નથી અને જીવ જો કર્મનો કર્તા છે એવી તમારી પ્રરૂપણા હોય તો એનો મતલબ એ થયો કે કર્મ જીવનો ધર્મ છે. અને જો ધર્મ હોય તો પછી ક્યારેય જીવથી છૂટી શકે નહીં. તો પછી કર્મ તો રહે જ. કારણ કે એ તો જીવનો ધર્મ થઈ ગયો.”
આત્મા સદા અસંગને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વએરણા, તેથી જીવ અબંધ. (૭૨) ‘અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છા રૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ છે.’
શિષ્ય કહે છે કે આત્માનું સ્વરૂપ જે તમે સમજાવ્યું - ‘આ તો અસંગ છે’ ‘કરે પ્રકૃતિ બંધ'. આ બંધ તો પ્રકૃતિ કરે છે. સત્ત્વ, તમસ, રજસ આ પ્રકૃતિ. આત્માના અનંતગુણ છે. એમાંના કેટલાંક ગુણ જ આ કર્મનો બંધ કર્યા કરતા હોય છે. એણે આ તર્ક લગાવ્યો છે. કે આત્માનો પ્રગટ જ્ઞાન ગુણ છે તે નહીં પણ બીજી જે પ્રકૃતિ છે ને તે જ કર્મનો બંધ કર્યા કરે છે. કેમ કે જીવમાં વિભાવથી અનેક પ્રકૃતિઓ છે. આપણે કહીએ કે સર્પની પ્રકૃતિ ક્રોધની છે. કોઈની પ્રકૃતિ લોભની છે. આ પ્રકૃતિ એ દ્રવ્ય કર્મનું સ્વરૂપ છે. આ પ્રકૃતિ એ કર્મ કર્યા કરે છે. અને કાં તો ઈશ્વર કર્મ કરાવ્યા કરે છે. ઈશ્વરની મરજી વિના પાંદડું હલતું નથી. માટે આ ઈશ્વર જો કર્મ કરાવે અને જીવકર્મ કર્યા કરે તો જીવને બંધ શું કામ પડે ? માટે જીવ અબંધ છે.
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મ તણું કર્તાપણું, કાં નહિ; કાં નહિ જાય. (૭૩)
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 186
Page #187
--------------------------------------------------------------------------
________________
‘માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ. જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી.”
શિષ્યના મગજમાં એક વાત બરાબર બેસી ગઈ છે, જે સગુરુએ મોક્ષના ઉપાયની વાત કરી છે તે. તેને થાય છે કે મોક્ષના ઉપાય વગર બધું નકામું છે. સાહેબ ! તમે જે વાત કરો છો, મોક્ષના ઉપાયની, આનો કોઈ અર્થ, આનો કોઈ હેતુ નથી. આ ધર્મ, આ મોક્ષ, એના ઉપાય. એક વાર જો આ વાત માની લઈએ પછી તો ખલાસ. એટલે શિષ્યને હજી સુધી માનવું નથી. આ જે કાંઈ સુખ-દુઃખ છે તે કર્મને કારણે છે એમાં આત્મા કાંઈ કરતો નથી. ‘આત્મા છે' એવું નક્કી થઈ જાય તો પછી મોક્ષની બાબતમાં તમે અમને ઘણું કહેવાનાં છો. ‘માટે મોક્ષના ઉપાયનો કોઈ ન હેતુ જણાય.” તમારો ઉપાય તો એ કરવો એમ છે ને, પણ આત્મા બંધ નથી કરતો પછી મોક્ષ કોનો કરવો ? જો આત્મા બંધ કરે છે, એમ હું માનું, એવી મારી શ્રદ્ધા થાય તો મોક્ષના ઉપાય મારે કરવા પડે ને ? એટલે એણે કારણ આપ્યા, કે આ તો કર્મ, કર્મની રીતે કર્મ કર્યા કરે છે, અથવા પ્રકૃતિ કર્મનો બંધ કરે, અને કાં તો ભગવાન કર્મો કરાવે. જીવ ક્યાં કર્મ કરવાનો હતો ? જીવ તો સદા અસંગ છે. કાં તો ઈશ્વર પ્રેરણા કર્યા કરે. અને ઈશ્વર પ્રેરણા કરે તો એ કર્મ કાંઈ જીવને ભોગવવું પડે ? જીવ તો અસંગ છે. માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય.” “કર્મ તણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.” શિષ્ય તો સ્પષ્ટ પ્રશ્ન ગુરુ સમક્ષ મૂક્યો છે કે કર્મનું કર્તાપણું કાં તો છે જ નહિ આત્મામાં, અને આત્મામાં જો કર્તાપણું હોય તો જાય નહિ. આ શિષ્યનો પ્રશ્ન છે. એની પ્રાર્થના નથી. “હે પ્રભુ ! આ મારું કર્મનું કર્તાપણું કેમ જાતું નથી ? કેમ જાતું નથી ?’ એમ આ પ્રાર્થના નથી. આ તો પ્રશ્ન કરે છે. અને કહે છે કે, “હે સદ્દગુરુદેવ ! આ જીવને કર્મનું કર્તાપણું નથી – “કાં નહીં. કાં તો છે જ નહિ. અને જો તમે કહેતા હો કે કર્મનું કર્તાપણું છે તો કોઈ દિવસ જાય નહિ? આ તો પડકારરૂપ વાત છે. શિષ્ય કહે છે કે, “કર્તાપણું છે જ નહીં. અને હોય તો ત્રણ કાળમાં કોઈ દિ જાય નહિ.” એણે તો સિદ્ધાંત મુક્યો છે. કેમ કે જીવની અંદર જો કર્તાપણું હોય તો એનો સ્વભાવ છે. અને સ્વભાવ કોઈ દિવસ જાય નહીં. જીવનો સ્વભાવ ત્રણકાળમાં કોઈ દિવસ ટળે નહીં. તમે જે આત્માનું સ્વરૂપ કીધું તે, નિત્ય કીધું, હવે આત્માની શક્તિ, આત્માના ગુણો તમે કહ્યું દરેક અવસ્થામાં સર્વ કાળે છે. તો હવે જો એનું કર્તાપણું હોય તો એ કર્તાપણું નિત્ય કે અનિત્ય ? આ શિષ્ય બે પદ બરાબર સમજ્યો છે. અને આ બે પદને જ પોતાના ત્રીજા પદની શંકાનો આધાર બનાવે છે. કે કાં તો કર્મનું કર્તાપણું નથી એમ કહો. અને હોય તો કોઈ દિવસ જાય નહિ.
‘આત્મસિદ્ધિના પ્રશ્નોથી જૈન સિદ્ધાંતના જે ભેદ છે, એનું જે રહસ્ય છે એ બહુ સરસ રીતે ખુલ્લું થાય છે. સામાન્ય રીતે જીવને કર્મના કર્તાપણાની અંદર એટલી બધી ભ્રાંતિ છે, એટલી બધી ગેરસમજણ છે, અણસમજણ છે, અને ક્યાંક તો તદ્દન સમજણનો અભાવ છે, અને ક્યાંક તો વિપરીત સમજણ છે. આ જીવ કર્મનો કર્તા કેવી રીતે ? ‘આત્મસિદ્ધિ’માં તો કૃપાળુદેવે પદ કીધું છે કે જીવ કર્મનો કર્યા છે. આ કર્તાપણું કેવી રીતે ? શિષ્ય વિકલ્પો આપ્યા છે.
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 187 E
Page #188
--------------------------------------------------------------------------
________________
૧. કર્મ જ કર્મનો કર્તા હોય. એટલે કર્મ સ્વયંભૂ કર્મ થકી થયા જ કરે. એક કર્મમાંથી બીજું કર્મ,
બીજામાંથી ત્રીજું કર્મ, એમ કર્મમાંથી કર્મ થયા જ કરે. એ ચાલ્યા જ કરે. આ પુદ્ગલની એક સ્વાભાવિક પરિણતિ છે. એમાં આત્માને કોઈ સંબંધ નથી. કર્મ ઉત્પન્ન થવાનો જીવનો સહજ સ્વભાવ હોય. એટલે દુનિયામાં અનાયાસે કર્મો થયા જ કરે. અનાયાસ - એટલે આપોઆપ કર્મનું ઉપજવું થાય. કર્મ સ્વયં એક પદાર્થ ભાવ હોય અને તે રૂપે પરિણમ્યા કરે છે. અથવા જો જીવનો ધર્મ હોય તો જીવ પોતાના ધર્મના સ્વભાવે કર્મ ઉત્પન્ન કર્યા કરે છે. જો આ
સ્થિતિ હોય તો કર્મનું કોઈ દિવસ ટળવાપણું હોય નહિ. ૪. શિષ્ય કહે છે કે મારી એવી કલ્પના છે કે આત્મા તો અસંગ છે અને સદા અસંગ હોવાને કારણે
એને એક પણ પરમાણુંનો સંગ નથી. આવા આત્માને કાં તો ઈશ્વર કર્મ કરાવે છે. આ ઈશ્વરની પ્રેરણાથી કર્મો થયાં કરે છે. અને જીવ અસંગી હોવાના કારણે એનો બંધ જીવને પડતો નથી.
જગતનો કર્તા અને જગતનો નિયંતા એવો ઈશ્વર એ જ જીવ પાસે કર્મ કરાવ્યાં કરે છે. અને જીવ તો અબંધ છે. કાં તો કોઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિથી આ જીવને કર્મનો બંધ થયા કરે છે. શિષ્ય આ શંકાઓ કરી છે. તેમાં છયે છ દર્શન આવી ગયા. વેદાંત, સાંખ્ય, યોગદર્શન આવી ગયું. ન્યાયદર્શન આવી ગયું. વૈશેષિક આવ્યું, ઈશ્વર આવી ગયો. કોઈ કહે છે ઈશ્વર કર્મ કરાવે છે. કોઈએ શોધી કાઢ્યું કે કર્મ સ્વયં થયા કરે છે. પુદગલનો સ્વભાવ છે પરિવર્તનનો. એટલે એ થયાં જ કરે છે. અને જીવને પહેલાં કર્મનો યોગ હતો એટલે કર્મ-કર્મને ઉત્પન્ન કર્યા કરે છે. જીવની અંદર પહેલેથી વિભાવની પ્રકૃતિ છે માટે એ પ્રકૃતિથી કર્મ બંધાય છે. જીવ તો અબંધ છે, અબદ્ધ છે, અસ્કૃષ્ટ છે. શુષ્કજ્ઞાનીઓએ એટલે શોધી કાઢ્યું કે “બંધ-મોક્ષ છે કલ્પના.” જીવને એમાં શું ? જીવમાં ઓછું કોઈ દ્રવ્ય આવી જાય ? અને જીવ તો શેમાંય ભળતો નથી. કોઈ દ્રવ્ય એમાં ભળતું નથી. વગેરે વગેરે - બધી અધુરી સમજણ. કારણ કે એને જીવ અને કર્મનો બંધ કેવી રીતે છે ? એ સમજાતું નથી. એટલે એને એમ છે કે જીવ અને કર્મ સેળભેળ થઈ ગયાં છે, એકમેકરૂપ થઈ ગયા છે, એકરૂપ થઈ ગયા છે. તદાકાર થઈ ગયા છે. પણ આવું નથી ભાઈ ! આખું જૈન દર્શન એ અધિષ્ઠાન ઉપર ઊભું છે કે આ વિશ્વની વ્યવસ્થા સ્વયં છે. એની મેળે આખું વિશ્વ સ્વયં સંચાલિત છે. એનું કોઈ નિયંત્રણ કરનાર, નિયામક, કે ઈશ્વર કોઈ છે જ નહીં. એટલે પહેલાં તો ઈશ્વરનો છેદ ઉડાડ્યો. કૃપાળુદેવે છે પદનાં પત્રમાં આ કર્મના કર્તાપણાનું ત્રીજું પદ બહુ સુક્ષ્મ રીતે સમજાવ્યું.
‘આતમાં કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ (ત્રણ પ્રકારે) શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે - પરમાર્થથી - પોતાના સ્વભાવના પરિણમનના કારણે, કારણ કે જીવ જડ નથી. જીવની પર્યાય કોઈ કાળે જડ થાય નહીં.
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 188 EF
Page #189
--------------------------------------------------------------------------
________________
જીવ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે તો પણ જડ નથી. કુટસ્થ નથી. વેદાંતની કલ્પનાથી અહીં ભિન્નતા પડે છે. જીવમાં કાળ દ્રવ્ય પ્રમાણે સમયે સમયે એની પરિણતિ છે. અને દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. તો સિદ્ધપદમાં એ જીવની પર્યાય કઈ ? સ્વભાવની પરિણતિ અને તે જે શુદ્ધ દ્રવ્યની શુદ્ધ પર્યાય છે, એટલે જ જીવ અનંત અવ્યાબાધ સુખનો સ્વામી છે. તો એ સ્થિતિમાં પણ એનું કર્તાપણું ચાલુ જ છે. પણ સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત - અનુભવમાં આવવા યોગ્ય - એવો વિશેષ સંબંધ શક્તિ-વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે.” અનુભવમાં આવે એવા સંબંધથી. એવા વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. આ રાગ-દ્વેષ – આ બધાં કષાય ભાવ એ બધા દ્રવ્યકર્મ છે. ‘ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.” આત્મા ત્રિવિધ કર્યા છે. અને એ કર્તાપણું કોણે વિવેચ્યું છે ? શ્રી જિને. અને આવું ત્રિવિધ કર્તાપણું આપણને અન્ય મતની અંદર, અન્ય ગ્રંથની અંદર, કે અન્ય સંપ્રદાયમાંથી જાણવા-સાંભળવા મળતું નથી. અને આ કૃપાળુદેવ કહે છે કે આ કર્તાપણું કર્મનું એ બંધની વ્યવસ્થા છે. તો બંધ-મોક્ષની વ્યવસ્થા જે દર્શનમાં પૂર્ણપણે કહેવામાં આવી હોય તે દર્શન જીવને મુક્તપણાનું કારણ છે. અને આવી વ્યવસ્થાને યથાર્થપણે કહેનાર જો કોઈ હોય તો તે શ્રી તીર્થકર છે. તે તીર્થકરના આશયને, આ ક્ષેત્રે, આ કાળે, જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે છીએ.” માટે આ કાળમાં પરમાર્થ માર્ગની આવી અદ્દભૂત રહસ્યભૂત વાતો બહુ જ સરળ શૈલીમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહી છે. કારણ કે
ઓગણીસસેં ને સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય.” આ ભગવાનના જીવનમાં અભુત ઘટના ઘટી ગઈ છે. એને જે જ્ઞાન થયું તે એટલું ઉત્કૃષ્ટ પ્રકારનું જ્ઞાન થયું, માત્ર જાતિસ્મરણ નહીં, ભૂતભવ અનુભવગમ્ય થાય એવું જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એમનો ભૂતભવ - એટલે ભગવાન મહાવીરના પોતે શિષ્ય હતા. ગૌતમ આદિ મુનિઓની સાથે, ઈડરના પહાડ વગેરે સ્થળે વિચરતા હતા. અઢી હજાર વર્ષનો ફાસલો તુટી ગયો. અને વચ્ચેના ગાળામાં અનંત દેહ ધારણ કર્યા હશે કે જે કંઈ જન્મો ધારણ કર્યા હશે તે બધું જ નીકળી ગયું. સીધું રાજચંદ્ર અને તેના પહેલાં મહાવીર, એટલે એમણે લખ્યું એક પત્રમાં(૩૧૩) ‘સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે દશા ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અને કળી શકે તેવાનો પ્રસંગ નથી.” “સહજ સ્મરણમાં પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. પૂર્ણ વિતરાગનો બોધ. મહાવીરનો બોધ યથાતથ્ય. અને મહાવીરે તથા અનંતાજ્ઞાની પુરુષોએ, જીવની, આ છ પદની અવસ્થા આ સમ્યક્દર્શનનું તાત્ત્વિક સ્વરૂપ, અને એ તાત્વિક સ્વરૂપનું એક પદ, ‘આ જીવ કર્મનો કર્તા છે.” ત્રણે પ્રકારે કર્યા છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્યા છે, અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કર્તા છે, ઉપચારથી ઘર-નગર આદિનો કર્યા છે. આવું શ્રી જિનેશ્વરે કહ્યું છે. આજે જીવ કર્મનો કર્તા પણ માનવા તૈયાર નથી. પોતાના રાગ-દ્વેષનો કર્તા પણ માનવા તૈયાર નથી. તો ઘર અને નગર આદિનો કર્તા - એ વાત ક્યાંથી માનશે ? અને જે જિનેશ્વરે કહ્યું છે તે આ ભગવાન સમજાવે છે. કે કર્મ શું ? તો - આત્માના સ્વભાવને જે આવરણ કરે તે કર્મ. કારણ કે આ તો જૈન પરિભાષા છે. સમજવી પડશે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 189
=
Page #190
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય કર્મ, વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય કર્મ. જૈન દર્શનમાં આને ‘કર્મ' કહ્યાં છે. જે કામ કરીએ લુહારનું, સુથારનું, સોનીનું એ તો બધી પ્રવૃત્તિ છે. એ ઉપાધિજન્ય પ્રવૃત્તિ છે. મારે દુકાને જવું, રસોઈ કરવી, ઘરનાં બીજાં કામ કરવાં, નોકરી કરવી એ કર્મ નથી. એ ઉપાધિ છે. જેને જેટલી ઉપાધિ લાગી હોય, એટલી એને પ્રવૃત્તિ હોય. એટલે બહોળો વ્યાપાર કરે તો એની પ્રવૃત્તિ ઘણી હોય. તેથી તે બહુ કર્મ કરે છે. એમ કર્મની પરિભાષા સમજવાની નથી. કર્મ તો “આત્માના ગુણને આવરણ કરે તે કર્મ.”
રાગાદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તેનું નામ કર્મ. શુદ્ધ અથવા અશુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ. અને તે કર્મ એ જડ વસ્તુ છે. ‘સહજ’નો અર્થ એ છે કે, પ્રારબ્ધ ઉદયથી પોતાની મેળે. થાય, જેમાં કંઈ કર્તવ્ય પરિણામ ન હોય, તે સહજ. એટલે શિષ્યએ કહ્યું, “સાહેબ ! તમે જે કર્મનું કર્તાપણું કહો છે તે પદ આતમાનું હોય એમ હું તો માનતો નથી. એટલે એણે વિકલ્પો આપી દીધાં અને શિષ્ય પણ સિદ્ધાંતમાં વાત કરી કે, “કર્મ જીવનો ધર્મ અને જો ધર્મ હોય તો ત્રણે કાળમાં લુપ્ત થાય નહીં. તો કાં તો કર્મનું કર્તાપણું છે નહીં, અને હોય તો કોઈ દિ જાય નહીં. હવે આ તો પરમગુરુ છે - તીર્થકરનું જેને સાન્નિધ્ય છે. તીર્થકરનો બોધ જેને યથાતથ્ય સાંભળી આવ્યો છે. તીર્થકર શું કહેતા હતા તે અત્યારે જેને અનુભવગમ્ય છે. એટલું જ નહીં એથી આગળ પણ કૃપાળુદેવે એક દશા બતાવી છે. પોતાના જીવનની – એમણે કહ્યું કે, ‘આ જે વાતો અમે લખીએ છીએ ને, તે તમને કદાચ સિદ્ધાંતના શાસ્ત્રમાં ક્યાંય નહીં મળે, ઉપશમ શ્રેણીનો આરાધક જીવ, ક્ષપક શ્રેણીનો આરાધક જીવ, અગિયારમેથી ઉપશમ શ્રેણી વાળો પડે, આજ્ઞાનું આરાધન હોય તો ન પડે, આવી બધી વાત - જેનો કોઈ શાસ્ત્રોની અંદર ક્યાંય તાણો-વાણો મળતો નથી. એટલે એમણે સૌભાગભાઈને લખ્યું છે કે, “કોઈ શાસ્ત્રની અંદર આ વાત મળે તો ઠીક છે, નહીં મળે તો એની ચિંતા કરશો નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. હવે જે પરમગુરુના શરણે(આશ્રયે) આપણે બેઠા છીએ, જે પરમગુરુના બોધથી - શ્રીમદ્ રાજચંદ્ર “વચનામૃત” એ સમકિતનું ઉત્કૃષ્ટ કારણ અને નિમિત્ત આપણને પ્રાપ્ત થયું છે – એમનાં વચનામૃત – એમણે આપેલી આત્મસિદ્ધિ’નો બોધ – એ માત્ર સમ્યક્દર્શન નહીં, પણ સમ્યક્દર્શનની સાથોસાથ, મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે એવો જબરદસ્ત યોગ, આ કાળની અંદર, આ પુરુષના પ્રતાપે આપણને પ્રાપ્ત થયો છે. એટલે હવે એ પુરુષ સમાધાન આપે છે કે હે શિષ્ય ! તેં કર્મ છે એટલું તો નક્કી કર્યું ને ? તો હવે કર્મનું કર્તાપણું કેવી રીતે છે તે સમજ. છે કર્તા નિજ કર્મ' – એ સમાધાન પરમગુરુ આપે છે. અને જો આ આત્મા કર્મનો કર્તા હોય તો ભૂલ મારી છે. આ સંસાર પરિભ્રમણની ભૂલ મારી છે. અને આ ભૂલ સુધારવી પણ મારે જ પડશે. આ ભગવાન મુમુક્ષુને એવી સરસ ભૂમિકા ઉપર મૂકે છે.
હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ,
જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭) ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ.’
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 190 E
Page #191
--------------------------------------------------------------------------
________________
ભાઈ ! આ કર્મ તો જડ છે અને જો ચેતનની પ્રેરણા ન હોય તો જડ કર્મ પોતાની મેળે આવીને આત્માને ચોંટતા નથી. દરેક જીવને જુદા જુદા પ્રકારનાં કર્મો આવીને ચોટે છે. તો જો ચેતનની પ્રેરણા ન હોય તો આ કર્મ આવીને આત્માને ચોંટ્યા કેવી રીતે ? અને રાગ-દ્વેષ વગેરે દ્રવ્ય કર્મ છે તે જડ છે, તે જો આત્માને ચોંટી શકે તો પછી જીવને ચોંટ્યા એમ અજીવને ચોંટી શકે કે નહીં ? તો પછી ઘડો છે – જે ઘટ અને પટ તે પણ શું ક્રોધાદિને ગ્રહણ કરે ? ના. તો તો આપણા ઘરનો થાંભલો પણ ક્રોધથી ગરમ થઈ જાય. મકાન પણ ગરમ થઈ જાય. જો ક્રોધ કરે તો – ભાઈ ! “ચેતનની પ્રેરણા ન હોય તો આ કર્મને કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવવા રૂપ સ્વભાવ જડનો છે જ નહિ. એમ હોય તો ઘટ-પટ આદિ પણ ક્રોધમાં પરિણમવા જોઈએ, અને કર્મના ગ્રહણ કરતા હોવા જોઈએ.’ પણ નહીં. જડમાં એ પ્રેરણા નથી. આખો પ્રેરક ભાવ. Motivating force. એનું ચાલકબળ એ ચેતનનું છે. જો ચાલકબળ એવા ચેતનનો અભાવ ગણવામાં આવે તો, ચેતનના અભાવની અંદર આ કર્મની પ્રકૃતિ, પ્રદેશ, રસ, સ્થિતિ, અનુભાગ કંઈ સંભવી શકે નહીં. એટલે પ્રેરણા એ ચેતનનું પરિણામ છે. જડતું નથી. જડનો સ્વભાવ કોઈ કાળે, દેખવાનો. વિચારવાનો, જાણવાનો, પ્રેરવાનો, એવો જડનો સ્વભાવ નથી. This is not the property of the matter. This is the property of the soul-spirit. એ ચેતનનો સ્વભાવ છે. એ ચેતનનું પ્રેરણાબળ છે. એ ચેતનની ચાલક શક્તિ છે, કે જે આ જીવને જે કાર્મણવર્ગણાઓ છે એને પોતાના તરફ ગ્રહણ કરે છે. અને એક પ્રદેશ ગ્રહણ થઈને, એ જીવને આવરણ આપે છે. અને બંધ કરે છે. અહીં પરમકૃપાળુદેવની હસ્તલિખિત “આત્મસિદ્ધિમાં જુઓ વિચારી મર્મ – મર્મ શબ્દ છે. મર્મ એટલે રહસ્ય. ગુપ્તભેદ, કે જડ અને ચેતન બંનેના સ્વભાવની અંદર જે તફાવત છે તે મર્મથી વિચાર કરો. અંતરભેદથી વિચાર કરો. અને આ વાતને કૃપાળુદેવે એક કાવ્યની રચનામાં બહુ ઉત્કૃષ્ટ ભાવે મુક્યું છે.
‘ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત,
જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત.” અરૂપી એવો આત્મા, રૂપી એવા કર્મોને ગ્રહણ કરે છે. કર્મના પુદ્ગલ પરમાણુઓ જે છે, કાર્પણ વર્ગણાના પરમાણું જે છે એને અરૂપી એવો આત્મા ગ્રહણ કરે છે. ‘જીવ બંધન જાણે નહીં. આ અજ્ઞાનભાવે ગ્રહણ કરે છે. એટલે જીવને ખબર નથી કે આથી પોતાને બંધ થાય છે. એવું અજ્ઞાન પરિણામ જીવનું છે. અને કપાળદેવ પત્રાંક ૫૧૧માં જીવની વ્યાખ્યા કરી છે, “અનંત કાળથી આ જીવ, સમયે સમયે અનંત કર્મોનો વ્યવસાયી છે. અને એના મૂળમાં જીવનું અજ્ઞાન અથવા મોહભાવ. જેને કારણે એ જીવ પરપદાર્થ પ્રત્યે મમત્વનો ભાવ, મોહયુક્ત આસક્તિપૂર્ણ બુદ્ધિ રાખે છે, જેના કારણે એ પરપદાર્થની કામણ વર્ગણાઓને પોતા તરફ આકર્ષે છે. જડનો સ્વભાવ નથી કે જીવને ચોટે કાશ્મણ વર્ગણાનો સ્વભાવ નથી કે જીવને લાગે. અહીં ભગવાન તર્ક આપે છે કે જો જડ કર્મ પ્રેરણા વગર જીવને લાગે તો જડ પદાર્થને પણ લાગે. એટલું જ નહીં. એથી આગળ પણ કૃપાળુદેવે સમજાવ્યું છે કે જો આ કામણ વર્ગણાના પરમાણુઓ સ્વયં જો જીવને લાગી શકતા હોય તો સિદ્ધ પરમાત્માને પણ લાગે. સિદ્ધ-શિલાની અંદર પણ પુદ્ગલ દ્રવ્યની ઉપસ્થિતિ છે. સિદ્ધશિલા “લોકમાં જ છે. “અલોક'માં નથી. અનંતા સિદ્ધ જ્યાં બીરાજમાન છે તે સિદ્ધ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 191
=
Page #192
--------------------------------------------------------------------------
________________
શિલા ક્યાં છે ? ‘લોકમાં અને આખો લોક” છ દ્રવ્યથી ઠાંસોઠાંસ ભરેલો છે. એમાં અનંતા અનંત પુગલ પરમાણુઓ છે. તો એ પરમાણુની ઉપસ્થિતિ ત્યાં પણ છે. હવે જો કાર્મણ વર્ગણાના પરમાણુ પોતાની મેળે જો આપણને લાગી જતા હોય તો સિદ્ધ પરમાત્માને લાગે કે ન લાગે ? અને જડ તો કાંઈ એવો ભેદ ન કરે. ચેતન હોય તો ભેદ કરે. ચેતન પક્ષપાત કરે. પણ જડ પક્ષપાત કરે નહીં. Electricityનો કરંટ હોય તેને જ્ઞાની કે અજ્ઞાની બંનેમાંથી કોઈ પણ અડે તો શોક લાગે જ. કારણ કે એ તો એનો સ્વભાવ છે. તેમ કર્મનો સ્વભાવ ચોંટવાનો છે. તે જો જીવને ચોંટતા હોય તો અજીવને પણ ચોટે. અને કર્મ, જીવમાં જ્ઞાની કે અજ્ઞાનીના ભેદ શું કામ કરે ? કાંઈ કારણ ? કર્મ કોઈ દિવસ જ્ઞાની, અજ્ઞાની વચ્ચે ભેદ કરે નહીં.
‘જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુ:ખ રહિત ન કોઈ,
જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.” એકવાર જો કર્મનો ઉદય થાય તો પછી એને જિનેન્દ્ર, શકેન્દ્ર, નાગેન્દ્ર કે ઇન્દ્ર, કોઈ રોકી શકતું નથી. ભગવાન મહાવીરને પણ કર્મએ છોડ્યા નથી. એને પણ કર્મ ભોગવવાં પડ્યાં છે. આવું તો કર્મનું સ્વરૂપ છે. જો જીવની પ્રેરણા ન હોય તો કર્મ સ્વયં જીવને લાગતું નથી. પણ જીવ કર્મ ગ્રહણ કરે છે. એટલે ગુરુદેવ પહેલાં જ શરૂઆતમાં કહે છે કે પ્રેરણા એ ચેતનનો સ્વભાવ છે. ચેતનનો ધર્મ છે. ચેતનની સંપત્તિ છે. માટે આ ચેતનની પ્રેરણા ન હોય તો કોણ રહે તે કર્મ ? આ કાર્મણ વર્ગણાને ગ્રહણ કોણ કરે. ‘જડ સ્વભાવ નહીં પ્રેરણા.” જડમાં એવો સ્વભાવ નથી.
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. (૭૫) ‘આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી. તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં. કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં; અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે. માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં.”
સદ્ગુરુ કહે છે કે જો ચેતન કરે નહિ તો કર્મ થાય નહીં. સિદ્ધ પરમાત્માને કર્મનો બંધ કેમ થતો નથી ? એ કરતાં નથી. ચેતન ન કરે તો કર્મનો બંધ થાય નહીં. ‘નથી થતાં તો કર્મ એટલે અનાયાસ આપોઆપ, સ્વયં, પોતે પોતાની મેળે કર્મ થયા જ કરે છે, કર્મ કર્મને ખેંચી લાવે છે, કર્મ ઉત્પન્ન થયાં જ કરે છે, જીવનાં અજ્ઞાતપણાંથી થયાં કરે છે, જીવ નથી કરવા ઇચ્છતો તોયે થયા કરે છે – આવી વાત નથી. હું કાંઈ નથી કરતો તો યે આ બધા કર્મ મને લાગુ પડી ગયાં, એવી વિશ્વમાં વ્યવસ્થા નથી, કે તું નિર્દોષ હો તો પણ તને ફાંસી મળે. આ લોકોત્તર ન્યાયમાં, વિતરાગ શાસનમાં આવી કોઈ વ્યવસ્થા નથી, મેં કોઈ અપરાધ, દોષ કે ભૂલ ન કર્યો હોય તો યે મારે સજા ભોગવવી પડે. આવું વિતરાગનાં શાસનમાં છે નહિ. માટે સહજરૂપમાં કર્મ થતાં નથી. તું કરે છે તો જ થાય છે. ચેતન જો ન કરે તો કર્મ થાય નહિ.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 192 T
Page #193
--------------------------------------------------------------------------
________________
માટે એ વનો ધર્મ છે એમ કહીશ મા ! કારણ કે ધર્મ હોય તો એનું ટળવાપણું હોય નહિ. પણ અહીં તો જો ચેતન ન કરે તો કર્મભાવ રહેતો નથી, કર્મ થતાં નથી. એનો મતલબ કે કર્મનું ટળવાપણું છે, અને કર્મનું ટળવાપણું છે એ બતાવે છે કે કર્મ જીવનો ધર્મ નથી. તેમ જ નહિ જીવ ધર્મ.’
કર્મ એટલે આ પ્રકારનું – એવું આત્માનું પરિણામ, જેના કારણે આવી પુદ્ગલ વર્ગકાઓ જીવની સાથે બંધાય. કેમ કે જેવો જીવ કર્મ કરે કે કર્મ બંધ પડે છે. જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે, અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.” ઉપદેશછાયા-૪-માં ભગવાને કહ્યું છે. તો ક્રિયા એ કર્મ. એ કર્મ બંધના રૂપમાં છે. આ બંધ સમજવા જેવો છે. એ પુદ્ગલ પરમાણુનો બંધ, વ પરભાવ પ્રત્યેની આસક્તિને કારણે, અજ્ઞાનના કારણે, મોહ પરિણામના કારણે, જે ભાવ કરે, તેના કા૨ણે એ પુદ્ગલનાં પરમાણુઓ છે તે વના ભાવનું નિમિત્ત મેળવીને જીવ સાથે જોડાઈ જાય છે. આત્માના પ્રદેશ સાથેનો બંધ પડે છે. અને જેવી પ્રકૃતિનો બંધ પડે તેવી પ્રકારનું પરિણામ આવતું જાય. જો જ્ઞાનાવરણીય કર્મ હોય તો જીવનાં જ્ઞાનગુણને આવરી નાંખે. જો દર્શનાવરણીય કર્મ હોય તો જીવનાં દર્શનગુન્નને આવરે. જો મોહનિય કર્મ હોય તો જીવને સ્વરૂપની ભ્રાંતિ જ કરી નાખે. પોતાની જાતને ઓળખવા ન દે. આવી પ્રકારનું કર્મનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ સહજ સ્વભાવથી નથી. ચેતન કરે તો થાય. અને ચેતન ન કરે તો ન થાય. એટલે ‘કર્મ જીવનો ધર્મ છે’ એ વાત પણ યથાર્થ નથી. એમ સદ્ગુરુ કહે છે.
કેવળ હોત અસંગ જો, ભારાત તને ન કેમ ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. (૭૬)
કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપુર્ણ ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? ૫રમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય.'
?
શિષ્ય કહે છે, “પ્રભુ ! જીવનું સ્વરૂપ તો અસંગ છે. તેમાં કર્મ ક્યાંથી આવ્યા ? પુદ્ગલ ક્યાંથી આવીને બંધાયા ? તમે જે પહેલાં અને બીજા પદમાં આત્માની વાત કરી, એમાં તો વનું સ્વરૂપ અસંગી, અરૂપી, અમૂર્ત છે એમ આપે કહ્યું તો એને આ કર્મ કેમ વળગ્યા ” એનો ગુરુ જ્વાબ આપે છે. કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ” હે શિષ્ય ! આ જીવ અસંગ છે. પણ કેવળ અસંગ નથી. એ જ્યારે પોતાની પરમશુદ્ધ, મુક્ત, ચૈતન્યમય અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એ અસંગ કહેવાય. અસંગ છે પરમાર્થથી.' ત્યાં સુધી એ સંગી છે. સંયોગી છે, અને એ જ વાત કૃપાળુદેવ જડ-ચેતન' પદમાં લખી છે. જડ-ચેતન સંયોગ આ ખાત્ર અનાદિ અનંત;
કોઈ ન ક તેહનો; ભાખે શ્રી ભગવંત.’
જિનેશ્વર ભગવંતોએ એમની દેશનામાં ભાખ્યું છે, એમને સર્વજ્ઞાન થયા પછી એ જ્ઞાન કે જેમાં એને ત્રણે કાળ, ત્રણે લોકના, જગતના બધા જ દ્રવ્યની, બધી જ પર્યાયોને જે યુગપથ જારે છે. આવું
= શ્રી આત્માસિદ્ધિ-શાસ્ત્ર - 193
-
Page #194
--------------------------------------------------------------------------
________________
નિરાવરણ જ્ઞાન, સામર્થયુક્ત જ્ઞાન થયા પછી એ ભગવાને જીવનું સ્વરૂપ કહ્યું છે કે આ જીવ અનાદિનો કર્મ સાથે જોડાયેલો છે. આનું સ્વરૂપ સંયોગી છે. ૫રમાર્થથી એનું સ્વરૂપ અસંગી છે. પણ અનંતકાળથી આજ સુધીની સ્થિતિ તો સંયોગી છે. જીવ કર્મ સાથે જોડાયેલો છે. જેવી રીતે ખાણમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય ત્યારે એ સુવર્ણ, લોઢા સાથે, બીજી ધાતુ સાથે, માટી સાથે, એ હંમેશાં ભળેલું હોય છે. સીધું - ૧૦૦ ટચનું સોનું, શુદ્ધ લગડી ક્યાંયથી પ્રાપ્ત થતી નથી. અનેક પ્રકારની ધાતુ, અને મલિન પદાર્થોથી મિશ્રિત, પરંતુ એનું કપ, તાપ અને છેદ, એ પ્રકારનાં પ્રયોગ કરીને એને શુદ્ધ કરવામાં આવે છે. અગ્નિના પ્રયોગ કર્યા પછી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. રીફાઈનરીની અંદર શુદ્ધ થયા પછી એ સોનાને મેલ લાગે તો બહારનો લાગે. પણ મૂળભૂત સોનું તો એનું એ રહે જ.
એવી જ રીતે આ આત્મા અસંગી છે. પણ પરમાર્થથી. એટલે જ્યારે પોતાની શુદ્ધ ચેતનારૂપ અવસ્થાને, પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરે ત્યારે – એ અસંગી કહેવાય. ત્યાં સુધી એ સંયોગી છે. જવનું સ્વરૂપ અનાદિકાળથી, કર્મ સાથે જોડાયેલો હોવાથી - સંયોગી છે. તો જડ કર્મ સાથે જોડાયેલો એવો ચેતન એનું સંયોગી સ્વરૂપ છે. પણ પરમાર્થથી, પોતાનું ભાન પ્રગટ્ય, પોતાનો સ્વભાવ પરિણમ્યેથી આ જીવ પૂર્ણ, શુદ્ધ પત્રે પ્રગટ થઈ શકે એવો અસંગી છે. માટે શિષ્ય કહે છે કે, જીવ અબદ્ધ છે, અસ્પષ્ટ છે - તો સદ્ગુરુ કહે છે કે તું તો અત્યારે છદ્મસ્થ અવસ્થામાં છો. અજ્ઞાન અવસ્થામાં છો. એટલે જ પામ્યો દુઃખ અનંત.’ અને અજ્ઞાન અવસ્થામાં જ જીવનું સ્વરૂપ સંયોગી છે. કર્મનો સંયોગ અને અનાદિથી છે. જીવમાં આવી અસંગીપણાની પર્યાય એક સમય માટે પણ આવી નથી. તું સંયોગી જ છો. વસ્તુસ્થિતિ જ આવી છે. ‘કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત.’ એવું જિનેશ્વર ભગવંતે ભાખ્યું છે. કેટલીક વાતને Basically સ્વીકારીએ. એમાં પછી આપણું ડહાપણ ન લગાવીએ. આ જે જીવનું અસંગી સ્વરૂપ છે – એ જીવને કેવળજ્ઞાન પ્રગટે ત્યારે જ સમજાય, જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટતું નથી ત્યાં સુધી ત્રણ કાળની વાત આપણાથી ક્યાંથી સમજાય ? ન સમજાય. તો આપણા જ્ઞાનની મર્યાદા જાણીને આપન્ને વસ્તુસ્થિતિને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીં કાઢ્યું છે કે ભાઈ ! આ કેવળ અસંગ નથી. કેવળ શબ્દ એટલા માટે મુક્યો છે કે, આત્માનું અસંગી સ્વરૂપ છે ખરું, પણ કેવળ નથી. અત્યારે નથી. ૫રમાર્થ પ્રાપ્ત થાય ત્યારની આ વાત છે. અને હવે –
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષ પ્રભાવ.
(૩૭)
જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વ૨ કર્તા કોઈ છે નહિ; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણવો જોઈએ; માટે ઈશ્વરની પ્રે૨ણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં.' શિષ્યે કહ્યું હતું કે ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું હલતું નથી. અને જે કાંઈ પાપકર્મ થાય છે તે પણ એ જ કરાવે છે. એટલે જેમ કોઈ ખૂની એમ કહે કે હું કાંઈ ખૂન કરતો નથી. આ બધું ભગવાન મારી પાસે કરાવે છે. આવી વાત થઈ. No reasoning. No logic. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. ઈશ્વર કોને કહેવાય ? ઈશ્વર કર્મ કરાવે ? આપણે પાપકર્મ અને
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 194
Page #195
--------------------------------------------------------------------------
________________
પુણ્યકર્મ બંને કરીએ છીએ. પુણ્યકર્મ ઈશ્વર કરાવે છે એમ કહીએ તો તો સારું. હે ભાઈ ! ઈશ્વરની કૃપાથી આ ધર્મ થાય છે. ભગવાને મને સુજાણ્યું એટલે મેં દાન દીધું. કોઈને મદદ કરી. પણ શું કોઈને લૂંટી લઈએ તોપણ ભગવાને સુજાડ્યું એમ કહેવાય ? આપણે તો ભગવાનને દોષ દેવાનું શરૂ કર્યું. ભગવાન ! સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે ભગવાન ! આત્માનું ઐશ્વર્ય જેને પ્રાપ્ત થયું છે તે ઈશ્વર ! અને આવો ઉંચર જગતના જ્વોને શુભ-અશુભ કર્મનો કરાવનાર કહેવાય ? કર્મની પ્રેરણા કરવાવાળો ઈશ્વર થાય ? તો તો ભગવાન ઉપર કેટલો બધો દોષ આવે ? જો આપણા આ બધા અવળચંડાઈના દોષ ભગવાનના કા૨ણે છે એમ કહેવામાં આવે તો ભગવાન હીનમાં હીન થાય. તો તો ભગવાન વિશ્વનું ઉત્કૃષ્ટ તત્ત્વ છે તે નિકૃષ્ટ ગણાય. માટે ઈશ્વર કર્મ કરાવે છે એ વાત બરાબર નથી. ઈશ્વર જો કર્મનો કરાવનાર, કે વળગાડનાર હોય તો જીવ નામનો વચ્ચે કોઈ પદાર્થ ન રહ્યો. કર્મ છે અને વળગાડનાર ઈશ્વર છે. તો પછી મેં કાંઈ કર્યું નથી. કેમ કે પ્રેરણાદિ ધર્મે કરી, તેનું અસ્તિત્વ સમજાતું હતું તે પ્રેરણાદિ ઈશ્વરકૃત કર્યા અને ઈશ્વરના ગુણ ઠર્યાં. તો જીવને તો કાંઈ કરવાનું છે જ નહીં. કારણ કે શંકા એમ છે કે ઈશ્વરની પ્રેરણાથી જ આ બધાં કર્મ થાય છે,
કૃપાળુદેવ કહે છે કે, ભાઈ ! આવી ભૂલ કર મા. ઈશ્વરને આમાં ક્યાંય વચ્ચે જોડ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. ઈશ્વર જો આવું કરે તો સામાન્ય મનુષ્ય ધર્મ કરીને ઈશ્વર થાય કે શેતાન થાય ? એ ભગવાન થાય. તો ભગવાન થઈને પછી એ જગતના જીવોને પાપકર્મ કરાવે ? પોતે તો પહેલાં કર્મ કરતો જ હતો. તે કર્મ કરવાનાં બંધ કર્યાં ત્યારે તો ભગવાન થયો. તો પાછો ભગવાન થઈને બીજા જીવ પાસે કર્મ કરાવે ? ભગવાનનું આ કામ નથી. ભગવાન એ તો શુદ્ધ સ્વભાવવાળો છે. પરમેશ્વર છે એ તો શુદ્ધ ચેતના છે. એ શુદ્ધ ચેતનાની કોઈ દિવસ જડ સાથેની આવી પિરણતી હોય નહીં. અને જો ભગવાન એવું કરે તો બધા જ જીવ એમ કરવા લાગે. તો પછી ભગવાનનું વિશેષપણું ક્યાં રહ્યું ? સામાન્ય મનુષ્ય પણ જો શુભ ભાવમાં હોય તો પુણ્ય કર્મ કરે – અવળાં કામ ન કરે. તો પછી સામાન્ય મનુષ્ય ભગવાન કરતાં ઊંચો ઠરે. કારણ કે ભગવાન સદાચાર અને દૂરાચાર બંનેને પ્રેરણા કરાવનાર ઠર્યો. તો પછી સજ્જન-સંત ચડે કે ભગવાન ? તો સજ્જ ચડી જાય - કારણ કે તે ફક્ત સદાચારમાં જ વર્તે છે. તો પછી તેં આ ઈશ્વરને ક્યાં મુકી દીધો ? માટે સદ્ગુરુ આ કલ્પના મુકવા કહે છે કે, ‘કર્યાં ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.” જીવ જ્યારે શુભ-અશુભ ભાવોથી પર ઊઠે છે અને એની શુદ્ધ ચેતના જ્યારે પ્રગટ થાય છે. ત્યારે તે ઈશ્વર કહેવાય છે. જગત આખાની અંદર જેને પૂર્ણજ્ઞાન અને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું છે તે ઇશ્વર છે. જો ભગવાનને કર્મનો પ્રેરક ગણવામાં આવે, કર્મનો કરાવનાર ગણવામાં આવે તો ભગવાનમાં દોષ ઉત્પન્ન થાય. તો ભગવાન સર્વગુણ સંપન્ન કહેવાય નહીં. તો ભગવાન સર્વશ કહેવાય નહીં. તો ભગવાન નિરંજન કહેવાય નહીં. ભાઈ ! તું ભગવાન આ કર્મ કરાવે છે એવું માન નહીં.
પછી શિષ્યે પૂછ્યું છે કે, “જો આત્માને કર્મનો કર્તા માનીએ તો એ એનો ધર્મ થઈ જાય છે. તેનો ઉચ્છેદ થાય નહીં. આત્માનો ધર્મ હોય તે જાય નહીં. તેના સ્વભાવનો નાશ થાય નહીં.” કૃપાળુદેવે આનું વિવેચન આપ્યું છે. સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે – એટલે કે જીવને કર્મનું કર્તાપણું
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર છે 195
Page #196
--------------------------------------------------------------------------
________________
હોય તો તે જાય નહીં, એવી ભ્રાંતિ ઘણાને છે – પણ વિચારવાની હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે.” આ તો એકાંતિક દૃષ્ટિ છે. કોઈ એક વાત પકડી લીધી, કે જીવ જે કરે તે હંમેશને માટે કરે – તો કહે છે કે વિચારવાન જીવનું આ લક્ષણ નથી. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય” અથવા ‘હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી.” એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કમેનું કતૃત્વ જણાવ્યું છે. કર્મનું કતૃત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી. આ જીવને જે કર્મનું કર્તાપણું કહ્યું છે, સહકારી ભાવે, એ કર્મ જીવે અજ્ઞાન ભાવથી કર્યા છે, અને અજ્ઞાન ભાવથી કર્મ ગ્રહણ કર્યા છે એટલે હવે એક સિદ્ધાંત આવ્યો.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. (૭૮) ‘આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્યા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે.”
જૈન દર્શનમાં જીવની બે અવસ્થા છે, એક અજ્ઞાન અવસ્થા અને એક સજ્ઞાન અવસ્થા. અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી આ જીવની અંદર અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ, મિથ્યા ભ્રાંતિઓ છે. એમાં સૌથી વિશેષ એનામાં અહંપણું અને મમત્વપણું છે. એ અહંપણું તે - દેહમાં એને આત્મબુદ્ધિ છે, અને મમત્વપણું એટલે આ દેહના સંબંધમાં જે જે પદાર્થો છે - પુત્ર, મિત્ર, કલત્ર, ભાત્ર, સ્વજન, સંબંધી, કુટુંબ, પરિવાર, આ બધાં જ તથા સંગ્રહ અને પરિગ્રહ, આ બધા પ્રત્યે મમત્વબુદ્ધિ વર્તે છે કે આ બધાં મારાં છે. આ મારાં હોવાની માન્યતાના કારણે એનામાં રતિ, અરતિ, રુચી, અરુચી, ગમો-અણગમો, ઈષ્ટપણું-અનિષ્ટપણું, લાભ-અલાભ, જય-પરાજ્ય, માન-અપમાન, હાસ્ય-શોક, ભય-જુગુપ્સા, આ બધા ભાવોની પરંપરા ઉત્પન્ન થાય છે. કારણ કે પદાર્થ પ્રત્યે જોવાની દૃષ્ટિ મમત્વથી યુક્ત છે. આ મારાં છે અને જેમાં એણે મારાપણું કર્યું કે મારાપણાના બધા જ અવગુણ એનામાં આવી ગયા. એ અવગુણને લીધે પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ થાય, આસક્તિ થાય, તીવ્રતા થાય, એટલું બધું રાગનું બંધન થાય અને રાગના બંધનનાં કારણે દ્વેષની પ્રક્રિયાઓ થાય. જીવમાં આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય. આ બધાનું કારણ એક જ છે કે એને પોતાના સ્વરૂપ વિશે અજ્ઞાન અવસ્થા છે. એટલે કપાળદેવે કહ્યું કે, “અનાદિ સ્વખદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે.” હવે આ ભાવ હોવાનાં કારણે એ જે જે પદાર્થના સંયોગમાં આવ્યો - (સંયોગી તો છે જ, એ સંયોગમાં આવે ત્યારે એની સાથે એકરૂપતા કરે છે, તાદસ્યતા કરે છે, તદુમય થઈ જાય છે. જે સ્થિતિ કે સંયોગ ઉત્પન્ન થાય એમાં એકરૂપ થઈ જાય છે.
શરીરમાં રોગ આવ્યો કે એમ થાય કે, “હાય ! હાય ! હું મરી ગયો.” આ શું થયું? વૃત્તિનું એકાકારપણું થઈ ગયું. દેહમાં જે રોગ થયો એની સાથે ચિત્તની જે વૃત્તિ ચેતન છે - એનું એકાકારપણું
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 196 EE
Page #197
--------------------------------------------------------------------------
________________
થઈ ગયું. કોઈ પદાર્થ ખોવાઈ ગયો તો લૂંટાવાનો ખેદ, લોટરી લાગી તો લાભ થવાથી હરખ થવો, હર્ષમાં - શોકમાં બધામાં એકપણું આ જીવ કર્યા કરે છે. આ એકપણાના કારણે આ પુદ્ગલ પરમાણુમાં એક એવી વર્ગણા છે, કાર્મણ વર્ગણા, એ આવીને જીવને ચોંટી જાય છે. આ કાર્મણ વર્ગણાના જ્ઞાનીઓએ આઠ ભાગ પાડ્યા છે. અત્યારે જે બોલાય છે ભાષા વર્ગણાના પરમાણુ છે. દુનિયામાં બધે જ જે બોલાતું હોય છે તે બધા ભાષા વર્ગણાના પરમાણુ છે. આપણે આપણા રેડિયો કે T.V. પર એ સાંભળી શકીએ. જો એના receptionના સાધન આપણી પાસે હોય તો પકડી શકાય. આ જે હું બોલું છું – તે શબ્દો - It can be Expanded - It can be louded, It can be stored. મારા બોલેલા શબ્દોના પરમાણુ (કેસેટમાં) સંગ્રહિત થાય છે. આ જેમ ભાષા વર્ગણાના પરમાણુ છે તેમ જગતની અંદર કાર્મણવર્ગણાના પરમાણુ છે. આ કાર્મણવર્ગણાના પરમાણુ જીવની આસપાસ ફરે અને જીવ જો આસક્તિ ભાવમાં, મમત્વમાં, રાગ-દ્વેષના ભાવમાં હોય તો એ જીવ એ પરમાણુ એના તરફ ખેંચે. અને ખેંચાયા પછી એ પરમાણુઓ જે કર્મના રૂપમાં પરિવર્તિત થાય. અને એ જે પરિવર્તિત થયા, કર્મના રૂપમાં, તે દ્રવ્યકર્મ છે. જીવના ભાવનું નિમિત્ત પામીને જગતમાં રહેલા કર્મના પુગલ પરમાણુઓ જીવની સાથે જોડાયા અને જેવો જીવનો ભાવ, જેવો જીવનો અધ્યવસાય, જેવી જીવની લેયા – એ પ્રકારે એ પરમાણુનું કર્મના રૂપમાં બંધારણ થયું. અને એ બંધારણમાં તે કર્મનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ – એ ચારે ભાગ એના નિર્માણ થયાં. એટલે બંધનું સ્વરૂપ આવી ગયું.
કોઈક જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડ્યો તો કોઈક દર્શનાવરણીયનો, મોહનીયનો અથવા અંતરાય કર્મનો. આમ તો કર્મ અનંત પ્રકારનાં છે પણ જ્ઞાનીઓએ એના આઠ ભાગ પાડ્યાં છે. એની સ્થિતિ અમુક અમુક સમય સુધીની નક્કી થાય – એનો રસ. એટલે કે ત્યારે કેવો અધ્યવસાય હતો, તીવ્ર હતો, મંદ હતો, ઉત્કટ હતો – એ પ્રમાણે બંધ થાય. આવી રીતે આ પરમાણુ કર્મરૂપે બંધાઈને જીવની સાથે જોડાઈ જાય. જીવને પાંચ જાતના શરીર હોય. ઔદારિક, તેજસ, કાર્પણ વગેરે. આ હાડકાં, માંસ, મજ્જા, લોહીચામડી એ ઔદારિક શરીર છે. અને કાશ્મણ શરીર – જીવ જ્યાં સુધી કર્મથી મુક્તિ ન મેળવે ત્યાં સુધી આ કાર્મણ શરીરના રૂપમાં અનંત કાળનાં પરમાણુઓ એની સાથે જ છે. જીવે જે કર્મો બાંધ્યા છે તે કર્મો એની સાથે જ છે. અનાદિકાળના અનંત કર્મો જીવની સાથે જ છે. નાના જંતુમાં પણ એ કર્મો શમાઈ જાય છે. આવું આ જૈનદર્શન છે. વિતરાગ વિજ્ઞાન છે આ. જેનાથી કર્મની સુક્ષ્મતા ખ્યાલમાં આવે. આવા કર્મના પરમાણુઓ જે પ્રકારે ઉદયમાં આવે તે પ્રકારનાં સ્થિતિ અને સંજોગોમાં આ જીવ મુકાય. ક્રોધ, માન, હાસ્ય, શોક – આ બધાં કર્મો ઉદયમાં આવે. ઉદયમાં આવે એટલે જીવ વિભાવ ભાવ કરે. એમાં ભળી જાય. એટલે પાછો નવા કર્મ બાંધે. આમ એનું કર્મનું ચક્કર ચાલુ ને ચાલુ રહે. આ કર્મ જીવને બાંધે છે. સંસારના પદાર્થથી મુક્ત થવા દેતાં નથી. એટલે જીવને કર્મની વળગણા છે. એટલે કપાળદેવે એક પદમાં મુક્યું, “કોના સંબંધે વળગણાં છે, રાખું કે એ પરિહરું ?” આ વળગણા કોના સંબંધે છે ? આ સંસાર, આ જંજાળ, આ ઉપાધિ, રાખવી કે છોડી દેવી ? જ્ઞાનીઓએ કહ્યું કે આ વળગણાં તારી જ છે. અજ્ઞાનભાવે તેં જે બાંધી છે તે જ ઉદયમાં આવી છે. સંસાર તો આખો અતિ વિસ્તીર્ણ છે. પણ મારો સંસાર તો એટલો
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 197 E
Page #198
--------------------------------------------------------------------------
________________
જ કે જે મેં અજ્ઞાન ભાવે બાંધ્યો છે અને જે મને ઉદયમાં આવ્યો છે. સંસારમાં પરિગ્રહ તો અમાપ છે. પણ મારો પરિગ્રહ તો એટલો જ કે જેની મેં માલિકીની ભાવના કરી છે. જેની સાથે હું તૃષ્ણાથી, વાસનાથી, ઈચ્છાથી, બંધાયેલો છું – ભલે પ્રાપ્ત નથી થયો. પણ ઇચ્છાથી બંધાયેલો છું - તો એટલો મારો પરિગ્રહ છે. આ જીવ જ્યાં મમત્વથી બંધાયો છે એટલો જ એનો સંસાર છે.
એટલે જ કબીર સાહેબે કહ્યું કે, “આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા.... ત્યારે દુનિયા - દુનિયાની રીતે પ્રવાહથી અખંડ છે. પણ તારી દુનિયા સમાપ્ત થઈ. તેં છોડી દીધું હોય તો વાત પુરી થઈ ગઈ. જગતમાં કેટલાય અભક્ષ્ય પદાર્થ આપણે છોડી દીધાં છે, માંસ, મદિરા, શિકાર, ચોરી, જુગટું, વેશ્યાગમન - વગેરે. તો એ પદાર્થો સંસારમાં છે. પણ આપણા સંસારમાંથી એ નિવૃત્ત થઈ ગયાં. એમ આ જીવે સંસારને પરિમિત કરતાં જાવાનો છે. તેં મમત્વથી વળગાડ્યો છે માટે તારો સંસાર છે. સંસાર જો મને ચોંટ્યો હોય તો, જુગટું, અભક્ષ્ય પદાર્થ મને પણ ચોટે. એ જડમાં જો એવી તાકાત હોય તો એ કોઈને ન છોડે. કર્મ જડ છે. કર્મરૂપી આ સંસાર છે. તો એણે મને પકડ્યો છે કે મેં એને પકડ્યો છે ? આ જ્ઞાનીઓ. કહે છે કે ભાઈ ! તેં એને પકડ્યો છે. મેં એને ગ્રહણ કર્યો છે. એણે તને નથી પકડ્યો. તેં કર્મ બાંધ્યા છે. અને એ કર્મના ઉદયમાં લાભ-અલાભ, શુભ-અશુભ, શાતા અને અશાતા, એ જ્યારે-જ્યારે થાય છે ત્યારે ત્યારે એની સાથે મમતા બુદ્ધિના કારણે બંધ થાય છે. જેમ કે મને એક મકાન મળે કે લોટરી લાગે તો છે તો પ્રારબ્ધનો જ ઉદય. પણ હું એમાં જોડાઈ ગયો તો મને હર્ષ થાય. અને પછી ખબર પડે કે લોટરીનો નંબર ખોટો હતો. નથી લાગી, તો શોક થાય, દુઃખ થાય, ખેદ થાય. કારણ કે પહેલાં એ ઉદયમાં જોડાઈ ગયો હતો. જે તારું હતું જ નહીં. ભાગ્યમાં નહોતું તો જતું રહ્યું. એનો પછી હર્ષ-શોક શો ? જો થોડીક વિચારણા વિવેકપૂર્વક કરવામાં આવે તો આ જીવ સમયે-સમયે કર્મ બાંધે છે. પરપદાર્થ, પરભાવમાં જીવ પોતાપણાનો, મમત્વ ભાવ કરે છે. પર સાથેનો સંબંધ, પરનો સંયોગ - એ સંયોગની અંદર મારાપણાનો ભાવ, મમતાની બુદ્ધિ, અને એને કારણે ઊભા થતાં રાગ-દ્વેષના પરિણામ આ જીવ પોતે કરે છે. વિભાવભાવ એ જીવનો ભાવ છે. જડનો ભાવ નથી. નિમિત્તના કારણે ક્રોધ થાય છે. પણ ક્રોધનો કરનાર તો હું જ છું ને ? ક્રોધ કરનાર ચેતન છે. વિભાવ પરિણામ એ ચેતન છે. પ્રેરણા આપનાર ચેતન છે. ચૈતન્યનો ધર્મ આ જડના ધર્મથી જુદો છે. માટે આ બધાં જે બંધ પડે છે તે પુગલનાં પરમાણુઓ કર્મના રૂપમાં પરિવર્તિત થાય છે. જીવના ભાવનાં નિમિત્ત વિના, પુગલ કર્મના રૂપમાં ફેરવાઈ ન જાય. દા. ત. માટી છે. એ માટી કરોડ વર્ષ પડી રહે તો પણ પોતાની મેળે એમાંથી ઘડો થાય નહીં. કુંભાર જ્યારે ઘડો બનાવવા પ્રયત્ન કરે ત્યારે ઘડો બને. પણ અનાયાસે, આપોઆપ, સ્વયંભૂ ઘડો ન થાય.
તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજે આપણને આ તત્ત્વનું સરસ સ્વરૂપ સમજાવ્યું છે. આ પુદ્ગલની અંદરના પરિણામ બે પ્રકારનાં છે. એક વિશ્રા પરિણામ અને બીજું મિશ્રણા પરિણામ. વિશ્રસા પરિણામ એટલે સાહજિક, અનાયાસ, સ્વય, આપોઆપ થતાં પરિણામ. આ પુગલ પરમાણુનાં સંઘાત અને ભેદનાં કારણે થતાં પરિણામ. વિજળીના કડાકા, વાદળોનું બંધાવું, મેઘ ગર્જના થવી, ઈન્દ્રધનુષની રચના થવી. આ બધાં પુદ્ગલ પરમાણુના સાહજિક પરિણામ છે. વિશ્રા પરિણામ છે. પહાડ છે તે
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 198 E
Page #199
--------------------------------------------------------------------------
________________
વિશ્રસા પરિણામ છે. પણ પહાડ ઉપર જે મંદિર બંધાયું છે તે મિસ્રસા પરિણામ છે. જીવ અને પદાર્થના સંયોગથી જે થાય તે મિસસા. ભાખરાનાંગલનો ડેમ છે તે મિસસા પરિણામ છે. કારણ કે પોતાની મેળે ન થાય. તો ડેમ છે એ મિસસા પરિણામ છે. પુદ્ગલ અને જીવ ભેગાં થાય ત્યારે જ એ બની શકે. માટીના ઢગલાં ચારે બાજુ હોય. પણ ઍફીલ ટાવર બાંધવો હોય તો ? મકાન બાંધવું હોય તો ? રસ્તો બાંધવો હોય તો ? હિમાલય એ વિસ્રસા પરિણામથી થશે. એકસો પચાસ માળનું એમ્પાયર બિલ્ડીંગ એ વિસસા નહીં પણ મિસસા પરિણામથી થશે. નદી અને સમુદ્ર પોતે વહે. પણ કુવો ગાળવો હોય તો ? આ પદાર્થના સ્વરૂપને સમજવું જોઈએ. આ કર્મ છે. તે પુદ્ગલ વર્ગણાઓમાંથી જ બન્યું છે. પણ જેમ લોટ પડ્યો હોય તો રોટલી પોતાની મેળે ન થાય, સાથે બીજા બધાં કારણો જોઈએ છે. એમ આ જગતના પુદ્ગલ પરમાણુઓ છે તે પોતે બંધાય છે, પણ એ બંધાવાની અંદર જો ચેતન કરતું નથી તો, નથી થતાં તો કર્મ.’ પુદ્ગલમાંથી કર્મ નામની જે અવસ્થા થાય છે, પુદ્ગલનું કર્મમાં જે રૂપાંતર થાય છે, એવું પર્યાયાત્મક સ્વરૂપ, એ ચેતનના કારણે થાય છે. એટલે આખું જગત છે તે જીવના વિભાવ(ભાવ)નું પરિણામ નું પરિણામ છે. આ કોઈ વસ્તુ પોતાની મેળે સ્વયંભૂ થાતી નથી. થઈ પણ નથી. જે કંઈ વસ્તુ થઈ છે, એ થવાનું કારણ, એ જ કે એની સાથે પુગલ ૫૨માણુમાં, આ જીવનો ભાવ ભળ્યો. એટલે મને પ્રારબ્ધની અંદર આ પ્રકારના સંયોગો, રચના જે કાંઈ મળી, કાંઈ સંગ્રહ-પરિગ્રહ મળ્યો, એનું એક જ કારણ જીવના પોતાના ભાવ. શુભ-અશુભ ભાવનું પિરણામ. કર્મ જીવ પોતે જ બાંધે છે. શુભ ભાવથી શુભ બાંધે છે. અશુભ ભાવથી અશુભ બાંધે છે. કર્મ કોઈ પણ હોય શુભ કે અશુભ, પણ કર્મ એ જીવનો બંધ જ છે. એમાં બીજો કોઈ વિકલ્પ છે નહિ. આવું કર્મનું સ્વરૂપ છે. જ્ઞાની કહે છે કે જીવ જો કર્મ ન બાંધે તો, પોતાનો જે ક્રિયા ભાવ છે, અર્થક્રિયાસંપન્નતા, એ ભાવ પોતાના સ્વભાવનું નિર્માણ કરી શકે. આજે જીવ જગતની રચના કરે છે. પણ પોતાના સ્વભાવની રચના કરતો નથી. એટલે છેલ્લી ગાથામાં કહ્યું,
ચેતન જો નિજ ભાનમાં, કઆપ સ્વભાવ,
વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.’
કર્મના પ્રભાવથી, જગતના જીવો, અજ્ઞાન ભાવે, મોહ પરિણામથી પોતાનું પ્રવર્તન કરી રહ્યાં છે. પણ પોતે જો પોતાના નિજભાનમાં આવી જાય – તો કર્મનું કર્તાપણું રહે નહીં. ‘શુદ્ધ આત્મા અક્રિય છે, કારણ કે તેને યોગ ક્રિયા નથી. પણ ચૈતન્ય આદિ સ્વભાવરૂપ સહજક્રિયા હોવાથી તે સક્રિય છે.’ ત્યાં પણ આત્માનું પરિણમવું છે. પણ તે એકાત્મ પણે જ છે. નિજ સ્વભાવમાં પરિણામ રૂપ હોવાથી એની સક્રિયતા એ નિજસ્વભાવનું કર્તાપણું છે. આ સિદ્ધ અવસ્થામાં, તે પરમ આનંદ, અવ્યાબાધ સુખ, અને અનંત આનંદનો તે કર્તા-ભોક્તા છે. જીવનું કર્તાપણું જ્ઞાન સહિત હોય તો એ અનંત સુખ અને અનંત આનંદનો કર્તા છે. જીવનું કર્તાપણું જો અજ્ઞાન સહિત હોય તો અનંત દુઃખનો એ કર્તા છે. આ જીવનાં કર્તાપણાની વિગત ભગવાને સમજાવી.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
✩
૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 199
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧
ચોથું પદ : આશંકા-સમાધાન
(ગાથા ૭૯થી ૮૬)n
અનંતી કૃપા જ્ઞાની પુરુષોની છે. અમાપ કરુણાથી આ સપુરુષોએ, સંસાર પરિભ્રમણથી મુક્તિના માર્ગની પોતે સાધના કરી. અને જગતના જીવોને એ માર્ગ સુલભ કરાવ્યો. પોતે તો ભવસાગરથી તર્યા, અને જગતના જીવોને ભવસાગરથી તરવા માટે સુગમપણાએ માર્ગનું નિરૂપણ કર્યું. મોક્ષને પામવો એ એક વાત છે અને જગતના જીવોને મોક્ષ પમાડવો એ જુદી વાત છે. મોક્ષ સમજાઈ જાય. પણ એ મોક્ષ કેવી રીતે પામવો, જગતના જીવો મોક્ષ કેમ પામે ? એ મહત્ત્વ મોક્ષમાર્ગનું છે. પરમકૃપાળુદેવનો અનન્ય ઉપકાર, આ કાળમાં, આ જીવો પ્રત્યે હોય તો એમણે લુપ્ત થયેલા મોક્ષ માર્ગને પ્રગટ, ખુલ્લંખુલ્લા આપણી સામે પ્રરૂપિત કર્યો છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર’ એ મોક્ષમાર્ગનું શાસ્ત્ર છે. અહીંયા મહત્ત્વ માર્ગનું છે. ઉપાયનું છે. જીવ છે; મોક્ષ છે, પણ એ મોક્ષ થાય કેવી રીતે ? અને મોક્ષ થાય તો એમાં પણ સમજવાનું છે કે બંધ કેવી રીતે છે ? બંધ સમજાય તો એ બંધને ટાળવાનો ઉપાય સમજાય. કર્મનો બંધ સમજવામાં જ્યાં મૂળભૂત ભૂલ હોય - જીવ બંધાયો છે કે નહીં એ જ જ્યાં શંકા છે - ત્યાં મોક્ષ માર્ગની શ્રદ્ધા જીવન વિશે થવી બહુ દુષ્કર છે. ધર્મ પ્રયત્ન પણ શંકા-સંદેહ સહિત થાય. જીવ અને અજીવ દ્રવ્ય – એમાંથી અજીવમાં પણ પુદ્ગલ દ્રવ્ય સાથે જીવને જે બંધ પડ્યો છે. એનું સ્વરૂપ સમજવું જોઈએ. પુગલ વર્ગણા અનંત છે. એમાં એક વિશેષ પ્રકારની વર્ગણા છે જેને કાર્મણવર્ગણા કહે છે. જેમ આહારવર્ગણા જગતના જીવોને ઔદારિક શરીર આપે છે દેહ. ભાષા વર્ગણા જીવને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે અક્ષરાત્મક સ્વરૂપ છે. એમ કાર્મણવર્ગણા નામનો પુદ્ગલનો એક વિભાગ છે કે જે વિભાગની અંદર એવી શક્તિ છે કે જીવના ભાવનું નિમિત્ત પામીને, જીવનો શુભ અધ્યવસાય, કે અશુભ અધ્યવસાય, એનું નિમિત્ત પામીને એ ભાવના કારણે એ કાર્મણ વર્ગણના પરમાણુઓ જીવના પ્રદેશ પ્રત્યે આકર્ષાય છે. અને જેવા જીવના ભાવ, એ ભાવની અંદર જેવી જીવની ઉત્કટતા-તીવ્રતા-શાંતિપણું-મંદતા-જેવું જીવનું તારતમ્યપણું છે, આસક્તિનું, મોહનું, તે પ્રમાણે જ તેને બંધ પડે છે. એ જ પ્રમાણે એની સ્થિતિ અને કાળની રચના થઈ જાય છે. જો જીવ આ કર્મ ન કરે તો થતાં નથી.
પરંતુ સર્વજ્ઞ કહે છે કે અનાદિ કાળથી આ જીવ કર્મના સંયોગથી જોડાયેલો છે. શિષ્યનો પ્રશ્ન છે કે, કર્મ હું કરતો નથી.” આ જ વાત પર બધાં દર્શન અને મતો ગુંચવાઈ ગયા છે. જીવ પોતાના દોષ
ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 200 EF
Page #201
--------------------------------------------------------------------------
________________
દેખતો જ નથી. એ તો કહે છે કે, હું તો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન છું. આનંદનું ધામ. હું તો કર્મ કરતો જ નથી.' આ જીવનું ડહાપણ જ એને નડે છે. મેં કાંઈ દોષ કર્યા જ નથી. દોષ મારો સ્વભાવ જ નથી. પછી થાય ક્યાંથી ? જુઓ ! આ ભ્રાંતિ ! તો પછી આ બે દ્રવ્યનો સંયોગ થયો તો જડ દ્રવ્યમાં તો પ્રેરણા શક્તિ નથી તો પછી તને સામેથી આવીને કેવી રીતે ચોટે ? જડનો તો એ સ્વભાવ જ નથી. વળગણાનો સ્વભાવ જીવનો છે. શિષ્ય કહે છે જીવ તો અસંગ છે – અબદ્ધ છે. કર્મ સહેજે થતા હશે અથવા ઈશ્વર કરાવતો હશે, અથવા કર્મ જ કર્મને ખેંચતા હશે. સદ્ગુરુ કહે છે, ભાઈ ! તું વસ્તુનું સ્વરૂપ સમજ. આ કર્મ જડ છે. આ પુદ્ગલ પરમાણુઓ છે. અને તેને એની જે વળગણા દેહરૂપે, સંબંધરૂપે, પરિગ્રહ રૂપે લાગી છે. એનું કોઈ કારણ તો હશે ને ? કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. તો કાર્ય શું થયું ? જીવના સ્વરૂપને આવરે એવી સ્થિતિથી આ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મથી બંધાયો છે.
પરમકૃપાળુદેવે કહ્યું છે, તેને કોઈપણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.’ હાથનોંધ-૧(૨) આ આત્મા છે. તેને કોઈપણ કારણથી બંધ દશા વર્તે છે. પહેલાં આનો નિશ્ચય કરો. સદ્ગુરુ સમાધાન આપે છે, હે ભાઈ ! ચેતન ન કરે તો કર્મ થાય નહિ. જડનો સ્વભાવ પ્રેરણાનો નથી. વસ્તુનું સ્વરૂપ સમજીને ચાલ. કે જડમાં પ્રે૨ણાનો સ્વભાવ નથી. જીવમાં બે ભાવ છે. એક સ્વભાવ અને એક વિભાવ. જડમાં પ્રેરણા કે સ્ફુરણા નથી. જીવ જ્ઞાનવંત છે. પણ એમાં બે સ્થિતિ છે. જ્ઞાન અને અજ્ઞાન. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને જ અશાન કહ્યું છે. ‘અજ્ઞાન' નામની કોઈ જુદી ચીજ નથી. કોઈ જુદો પદાર્થ નથી. અજ્ઞાન નામનો કોઈ ગુણ સ્વતંત્ર ગુણ નથી. જ્ઞાનની જ પર્યાય છે. એટલે શાસ્ત્રકારોએ તો કહ્યું, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, જ્યાં આ પરોક્ષ જ્ઞાન છે ત્યાં કુમતિ, કુશ્રુત અને અવધિ હોય. અજ્ઞાન જીવને વર્તે છે. કર્મને અજ્ઞાન નથી વર્તતું. જીવના અજ્ઞાનભાવને કારણે એનું વિભાવ પરિણામ, મોહ પરિણામ. એને કા૨ણે એને ૫૨૫દાર્થ પ્રત્યે આસક્તિ બુદ્ધિ, મોહબુદ્ધિ, પોતાના દેહ પ્રત્યેનો અહંભાવ અને દેહ સંબંધિત સંસાર પ્રત્યેનો મમત્વ ભાવ - આ જીવના બંધનું કારણ છે. આને કારણે એ પુદ્ગલ પરમાણુઓ, કાર્યન્ન વર્ગણાના ખેંચાઈને જીવ પાસે આવે છે. અને એ પરમાણુઓ, કાર્યણ-અણુઓ કર્મના રૂપની અંદર પરિવર્તિત થાય છે. એમાં જીવ કાંઈ નથી કરતો. પણ એનું નિમિત્ત કારણ આ જીવ છે. આ જીવ ન કરે તો કર્મ થઈ શકે નહીં. આ સિદ્ધાંતને સમજવી જોઈએ. કર્મનો કર્તા જીવ છે, પણ જીવ કરે તો જ કર્મ થાય. જીવ કર્મ કરવા ન ધારે તો કર્યું સંભવિત નથી. અહીં સિદ્ધ પરમાત્માનું દૃષ્ટાંત લઈએ કે સિદ્ધશિલા પર કામઁણ વર્ગજ્ઞા હોવા છતાં તેઓ કર્મ કરતા નથી તો એમને બંધ પડતો નથી. કારણ કે કર્મ ક્યારે થાય છે ? જ્યારે જીવ વિભાવ ભાવમાં હોય ત્યારે.
ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહીં નિજમાનમાં, કર્તા કર્મ પ્રભાવ."
બસ આ અવસ્થા જ સમજવાની છે. પોતાના ભાનમાં નથી. પોતાના સ્વભાવમાં નથી. પોતાના સ્વરૂપમાં નથી. અને જ્યારે આ સ્વભાવની સ્થિરતા ચલિત થઈ જાય છે ત્યારે આ જીવ સ્થિરતાં ચલિત થતાં અસ્થિર થાય છે. આત્માની કંઈ પણ ચપળ પરિસ્થિતિ થવી તેને શ્રી જિન કર્મ કહે છે.’ મન, વચન,
= શ્રી આ સિદ્ધિ-શાસ્ત્ર - 201
Page #202
--------------------------------------------------------------------------
________________
કાયાના યોગ છે. યોગ છે એટલે એની ક્રિયા છે. ક્રિયા છે એટલે એની ચપળતા છે. એની સ્થિરતા તૂટી ગઈ. એની અંદર આત્મા જોડાઈ ગયો. એ જોડાવાના કા૨ણે એની સ્થિરતા બાહ્યલક્ષી, પરલક્ષી થઈ. અને અહીં જ ભૂલ થઈ ગઈ. જીવે કર્મ બાંધવાની શરૂઆત કરી દીધી. પછી તો કષાયોનું જેટલું ઉત્કટપણું, કષાયોની જેટલી તીવ્રતા, ભાવનું જેટલું માહાપણું તેટલા પ્રમાણમાં કર્યું ઉત્કૃષ્ટ બંધાય, નહીં તો કર્મ મંદ બંધાય, શિથિલ બંધાય. પણ આ કર્મના પરમાણુના બંધની વ્યવસ્થા છે. ઈશ્વર નામનું કોઈ તત્ત્વ જગતમાં જીવનાં કર્મબંધમાં નિમિત્ત થતું નથી. માટે ત્યાં ઈશ્વરને દોષ દેવો નહીં. કારણ કે ઈશ્વર એ શુદ્ધ સ્વભાવ છે. જૈન દર્શનમાં દેવની કલ્પના વિતરાગ શબ્દથી સ્પષ્ટ કરી છે. ઇચ્છા વિનાનો દેવ, જેને લેશ પણ રાગ નથી. દ્વેષ નથી. એટલે એને કોઈ જીવનું કંઈ કરવાપણું છે જ નહીં એ પોતે શુદ્ધ સ્વરૂપ પામ્યા પછી કોઈ જીવને શા માટે બાંધે ? હવે શિષ્ય આ સમાધાન સ્વીકારીને આગળ પ્રશ્ન કરે છે.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય. (૭૯)
જીવને કર્મનો કર્તા કહીએ તો પણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમ કે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ' અર્થાત્ ફળદાતા થાય.'
શિષ્ય હવે ગુરુની વાત બરાબર પકડીને જ શંકા કરે છે કે ભગવાન ! જો જીવ કર્મનો કર્તા છે એમ માનીએ તો પણ આ કર્મ તો જડ છે. આપે જ કહ્યું કે, ‘જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” તો પછી એ જડ કર્મમાં પ્રેરણાનો સ્વભાવ નથી તો એ ફ્ળ કેવી રીતે આપે " કર્મને શું ખબર પડે કે આને શુભ ફળ આપવું ? આને અશુભ ફળ આપવું ? આને સુખી કરવો કે આને દુઃખી કરવો ? આને ઈષ્ટનો વિયોગ કરાવવો કે અનિષ્ટનો સંયોગ કરાવવો ? આ કર્મને શું ખબર પડે ? કર્મ તો જડ છે. એ આપણને શું ફળ આપે ? શિષ્યની દલિલ સમજવા જેવી છે. કે જીવને કર્મનો કર્તા માનીએ તો પણ ભોક્તા કેવી રીતે માનવો ? જીવ જે શાતા-અશાતા, સુખ-દુઃખ વેઠે છે તે શું કર્મ એને આપે છે ? એટલે જડ કર્મ, જેમાં કોઈ કાળે જાણવાનો સ્વભાવ નથી તે ફળનો આપનાર કેવી રીતે બને ? અને વર્ન ફળ ભોગવવું તો પડે છે. હવે આ ચોથું પદ – જીવ કર્મનો ભોક્તા છે,' એમ આપે કહ્યું તો એ જીવ કર્મનો ભોક્તા કેવી રીતે બને ? કોઈ ફ્ળ આપે તો એ જીવ કર્મનો ભોક્તા થાય કે એમને એમ થાય ? મને કોઈ મિાન ભાણામાં આપે તો હું એ ખાઈ શકું. કોઈ ન આપે તો ! તો આત્મા એક જ ચેતન છે. બાકી ? આખી સૃષ્ટિ જડ છે. તો આત્માને કર્મના ફળનો આપનાર કોણ ? ફળ આપવા માટે તો પ્રેરણા કે સ્ફુરણા જોઈએ. અથવા આપનાર તો કોઈક જોઈએ ને કે જે નક્કી કરે કે આને શુભ આપવું ? આને અશુભ આપવું ? જેમ ડૉક્ટર દર્દીને દવા આપે કે કઈ દવા હિતકારી છે. કઈ હિતકારી નથી ? તો કોઈક આપનાર તો જોઈએ. ભોક્તા જો આત્મા હોય તો ફળનો દાતા કોણ ? શું સમજે જડ કર્મ કે, ફ્ળ પરિણામી હોય ?” શિષ્યને આ ત્રીજા પદની શ્રદ્ધા બરાબર થઈ ગઈ છે. કે કર્મ તો જડ છે. પણ આ ફળ પરિણામી ક્યાંથી થાય ? ફળમાં શાતા અશાતા, અનુકૂળતા-પ્રતિકૂળતા, આ કોણ નક્કી કરે ? અને પછી તર્ક આગળ વધારીને કહે છે,
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 202
Page #203
--------------------------------------------------------------------------
________________
ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય;
એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. (૮૦) ‘ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેને ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે.”
શિષ્ય કહે છે કે ફળદાતા જો ઈશ્વર ગણો તો ભોક્તાપણું સધાય. તો તમે જે કહો છો કે આત્મા ભોક્તા છે તો બરોબર મેળ બેસી જાય. કોઈક ચિત્રગુપ્ત જેવો કર્મના હિસાબનો ચોપડો રાખનાર ઈશ્વર હોવો જોઈએ જે નક્કી કરે કે કોને પુણ્ય આપવું કે પાપ આપવું ? શાતા કે અશાતા આપવી ? કોને પુરસ્કાર આપવો કે સજા આપવી ? જો આવો કોઈ જગતનો કાજી, ન્યાયાધીશ કોઈ હિસાબનીશ એવો ઈશ્વર ગણીએ, તો ભગવાન ! કર્મનું ભોક્તાપણું છે એ વાત બરાબર બેસે. ફળદાતા ઈશ્વરગણ્ય ભોક્તાપણું સધાય; આ જીવને કર્મના ફળનો દાતા જો ઈશ્વર ગણો તો વાત હળવી થાય. કેમ કે કર્મ તો જડ છે. તે ‘ફળ પરિણામી’ કેવી રીતે થાય ? ફળદાતા જો ઈશ્વર ગણો તો, ‘ઈશ્વરના દરબારમાં બધો જાય છે.” ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ.” આ બધી વાત બરાબર બેસે. અહીં અન્ય દર્શનની વાત ગુંથી લીધી છે. કોઈ દર્શનનું નામ લીધા વિના, ટીકા કે ટીપ્પણી કર્યા વિના, નિષેધાત્મક થયા વિના, કોઈપણ ખંડનાત્મક શબ્દો મુક્યા વિના કૃપાળુદેવ શિષ્યને મોઢે આ વાત મુકાવીને એનું સમાધાન કેવું સરસ ગોઠવી દે છે. કે તમે ફળના દાતા તરીકે ઈશ્વર છે એમ કહી દો તો જીવ કર્મનો ભોક્તા છે એ વાત બરાબર બેસે. ‘એમ કહે ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય.” ભગવાન ! પણ જો ફળદાતા ઈશ્વર કહીએ તો આપે તો કહ્યું હતું કે, “ઈશ્વર શુદ્ધ સ્વભાવ.” ઈશ્વર એટલે પરમ શુદ્ધ ચૈતન્ય અવસ્થાને પામેલું જીવનું સંપૂર્ણ સ્વરૂપ. જેને પૂર્ણ જ્ઞાન પ્રગટે છે તે ભગવાન ! અને જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે છે તે ઈશ્વર. તો ફળદાતા ઈશ્વરને ગણશે તો એમાં પણ દોષ આવી જશે. આમ શિષ્ય કર્મની પણ બાદબાકી કરી અને ઈશ્વરની પણ બાદબાકી કરી. અહીં કૃપાળુદેવ એમ કહે છે કે, જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું, ઈશ્વરપણું જ રહેતું નથી. આ તો આપણે જે કલ્પના કરીએ છીએ તે કલ્પનાના મૂળ જ હલાવી નાખે છે. ઈશ્વરપદ જ જોખમમાં મૂકી દીધું કે, “ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય.”
એટલે કહે છે કે, “પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે.” આ ઈશ્વર જો આખો દિવસ અનંત જીવના કર્મનો હિસાબ કરવા બેસે તો એને અનેક જીવોનો સંગ થાય. આ વ્યવહારની પ્રપંચ છે. એટલે એની શુદ્ધતાનો ભંગ થઈ જાય છે. કારણ કે ઈશ્વરને સંકલ્પ, વિકલ્પ કરવાં પડે કે કોને શું ફળ દેવું ? કોનાં કેટલાં કર્મ બાકી રહ્યાં ? કઈ પ્રકૃતિના બાકી રહ્યાં ? કેટલાં કાળનાં બાકી રહ્યાં ? તો ઈશ્વરને તો આપણે નિર્વિકલ્પ કીધો છે. આ નિર્વિકલ્પ જો આવાં વિકલ્પ કરે તો એની શુદ્ધતાનો ભંગ થાય છે. “મુક્ત જીવ નિષ્ક્રિય છે. એટલે પરભાવ આદિનો કર્તા નથી, જો પરભાવ આદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર પણ જો પરને ફળ દેવા આદિ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 203 EF
Page #204
--------------------------------------------------------------------------
________________
આવે છે. તો ઈશ્વરને પણ પાછું સંસારમાં આવવું પડે. અહીં અન્ય ધર્મની વાત સરસ રીતે વણી લીધી છે. મુક્ત થયેલો આત્મા ફરી કોઈ દિવસ સંસારમાં આવી શકે નહીં. અને જો આવે તો મુક્તપણાની આપણી કલ્પના યથાર્થ નથી. ક્યાંક ભૂલ થાય છે. ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ.”
જૈનદર્શન અને ઇત્તર દર્શનનો ભેદ – ‘સંભવામિ યુગે, યુગે. અહીં કહે છે, “ન સંભવામિ કદાપિ ન ચ.” એકવાર આત્મા મુક્ત થયો ફરીથી દેહ ધારણ કરતો નથી. એને ક્યારેય નીચે અવતરણ કરવાની જરૂર પડતી નથી. એને ક્યારેય સંસારનું પરિભ્રમણ હોય જ નહીં. એની મુક્તતા છે એ એની શુદ્ધતા છે. મુક્તતા છે તે તેની પૂર્ણતા છે. મુક્તતા છે તે તેની વિતરાગદશા છે. એની પરમશુદ્ધ ચૈતન્યની અવસ્થા છે. એમાં “સંભવામિ યુગે યુગે.” સંભવિત થઈ શકે નહીં. ઈશ્વરને જન્મ ધારણ કરવાપણું રહે, તો તે ઈશ્વર કોઈકને દુઃખનો દેનાર કે દુઃખનો નાશ કરનાર થઈ શકે. “પરિત્રાણાય સાધુનામુ, વિનાશાય ચ દુષ્કૃતામ્' હજી મારે અનેક લોકોનું રક્ષણ કરવું છે. અનેક લોકોનો ઘાત કરવો છે. આ કલ્પના મુક્ત જીવને માટે બેસી શકતી નથી. ઈશ્વરનું આ સ્વરૂપ સંભવી શકે નહીં. કર્મથી મુક્ત થયેલો આત્મા દેહ ધારણ કેવી રીતે કરે ? અધ્યાત્મ દર્શનની અનેક સમસ્યાઓ, “આત્મસિદ્ધિ'માં એવી સરસ રીતે ગુંથી લીધી છે, એવી રીતે વણાઈ ગઈ છે કે, એટલે પ્રભુશ્રીએ કહ્યું, ‘કે આમાં કોઈ ધર્મનું કે દર્શનનું નામ આપ્યું નથી, કોઈની નિંદા નથી કરી, અને છતાંય એમાં છયે છ દર્શન સમાવી લીધા છે, અને વિતરાગ દર્શનની શ્રેષ્ઠતા સાબિત કરી છે. વાંચનાર અને વિચારનાર સાધક, પોતાની મેળે નિર્ણય લઈને પરમ સત્યની ઉપલબ્ધિને પામે. અને આ ઈશ્વરને જો ફરીથી સંસારપણું પ્રાપ્ત થાય તો ‘મુક્ત જીવ કરતાં તેનું ન્યુનત્વ ઠરે છે.” જો ફરી સંસાર પ્રાપ્ત થાય તો પછી મુક્ત શું કામ થયા ? તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે.” શિષ્ય કહે છે ફળનો દાતા ઈશ્વર હોય તો આ જીવ કર્મફળ ભોગવે. જો ફળ આપનાર કોઈ ન હોય તો ફળનો ભોક્તા કોણ ? અને જો કોઈ ફળનો ભોક્તા ન હોય તો મોક્ષના ઉપાય શું કામ કરવાના ? અમારે મનુષ્ય જન્મમાં ધર્મની આરાધના કરવાનું કામ શું છે ? અમને જે મળ્યું છે તે શાંતિથી ભોગવવા દો ને.
આ “બંધ” અને “મોક્ષ' ધર્મના બે અધિષ્ઠાન. જીવને કોઈપણ કારણે, બંધ દશા વર્તે છે. આ જીવ ગમે તેવા સુખના ઉદયમાં હોય, ચક્રવર્તીપણું એને પ્રાપ્ત હોય, કે દેવાધિદેવ એવા ઇન્દ્ર આદિકની પદવી એને પ્રાપ્ત હોય, તો પણ વિતરાગ વિજ્ઞાન કહે છે કે આ બંધ દશા છે. તું સ્વર્ગના અધિપતિ હો તો પણ બંધ દશામાં છો. અને પૃથ્વીનો અધિપતિ હો તો પણ બંધ દશામાં છો. ‘બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા - યથાર્થ શાસ્ત્ર - કોઈ પણ દર્શનને વિશે કહેવાઈ હોય તો તે જૈન દર્શનને વિશે છે.” અને જૈનદર્શનમાં બંધ અને મોક્ષની વ્યવસ્થા કહેવામાં, તીર્થકરો, કેવળીઓ, સર્વજ્ઞો એટલાં બધાં સ્પષ્ટ થયાં છે. કે આટલા પ્રકારની આ જીવની અવસ્થા, અસંદિગ્ધ રૂપની અંદર, શંકારહિતપણે સ્થાપિત કરવામાં, જૈન દર્શનમાં ક્યાંય વિરોધ આવતો નથી. એટલે કપાળદેવે કહ્યું કે અન્ય પણ જ્ઞાનનાં ગ્રંથો બધા શ્રેષ્ઠ છે. તમે આ ગ્રંથો વાંચો ત્યારે જો પરસ્પર વિરોધ આવે તો તમે એ વિરોધને શમાવી દેજો. અથવા વિરોધ બાજુ પર રાખીને આગળ ચાલજો. કેમ કે પરમકૃપાળદેવ એ ખંડનાત્મક શૈલીમાં નહોતા. એટલે એમણે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 204
=
Page #205
--------------------------------------------------------------------------
________________
વિતરાગશાસ્ત્ર માટે પણ આમ જ લખ્યું છે. આવો કરુણાવંત પુરુષ ! ધર્મના આચાર્ય તરીકે એનો જોટો પણ જડવો મુશ્કેલ છે. કારણ કે હવે તો બધા મતાચાર્ય થયા છે. દર્શનાચાર્ય મળવા મુશ્કેલ છે. છ યે દર્શન ‘આત્મસિદ્ધિ માં સમાવીને વાત કરનાર પ્રભુની વાણીમાં કોઈ નય દુભાતો નથી. એની વાણીમાં એણે કોઈ મતનું ખંડન સ્પષ્ટપણે કર્યું નથી. એની મંડનની શૈલી જ એવી છે કે આપોઆપ આપણને અનેક મતોનું સમાધાન થાય છે. તો હવે જીવને કર્મનો ભોક્તા બનાવવો છે, અને ફળનો દાતા કોઈ નથી તો ઈશ્વરનો આશ્રય ગ્રહણ કરે તો જ બને એવું છે. જો ઈશ્વરનો આશ્રય છોડી દઈએ તો ફળનો દાતા કોણ થાય ? પણ ત્યાં પાછું ઈશ્વરનું ઈશ્વરપણું નથી રહેતું - તો પછી ચિત્રગુપ્ત કે ધર્મરાજાને ફળદાતા ગણવા ? અધર્મ વધી ગયો તો ઈશ્વરે ફરી અવતાર ધારણ કરવો ? આવી કંઈક કલ્પનાઓ કરતાં ધર્મ સત્યથી દૂર ચાલ્યો ગયો. ધર્મના સ્વરૂપમાં કલ્પનાનો પ્રવેશ થઈ ગયો. તો વ્યવહારના હિસાબ-કિતાબ ધર્મમાં લાગુ પાડી દીધા. જીવે ખૂબ જાગૃતપણે ધર્મનો વિષય વિચારવો જોઈએ. ક્યાંય મતમાં તણાવું નહીં, લાગણી કે આવેશમાં આવવું નહીં. અંધશ્રદ્ધા કરવી નહીં. એનાથી નહીં ચાલે. જીવ ! તું જ્ઞાનીની ધારે ધારે ચાલ્યો જા. પરમકૃપાળુદેવે કહ્યું છે, “મારું કહ્યું ધાકડે ધાકડ માન્ય કરશો ?” આ તો મહાવીરનો સમીપગામી શિષ્ય છે એટલે એટલી પૂર્ણતા પ્રકાશે છે. કે, “તમારામાં જો યોગ્યતા હશે તો, માર્ગની પ્રાપ્તિ માટે, આવો સમર્થતાવાળો બીજો પુરુષ શોધવા જવું પડશે નહીં.” આ અભિમાન નથી. એ કહે છે કે પૂર્ણ માર્ગ વીતરાગનો જાણવો હોય તો આવો અમારી પાસે. “હે, દુષમકાળના દુર્ભાગી જીવો ! જન્મ-મરણના ચક્રમાં અટવાતા, સંસારતાપથી પીડાતા, એવા જીવો આ મહાવીર, આ બીજા રામ એને શરણે આવો. અમે તો અમૃતસાગર છીએ. અમે તો કલ્પવૃક્ષ સમાન છીએ.” જ્ઞાન અપેક્ષાએ. દર્શન અપેક્ષાએ. વ્યવહારમાં ભલે અમને પણ કર્મનો ઉદય છે, એ જે જ્ઞાન અમે જાણીએ છીએ એનું જ પરિણામ છે. જે તત્ત્વજ્ઞાનમાં અમને શ્રદ્ધા છે. તેનાથી જાણીએ છીએ કે આ કર્મો પણ અમારે જ ભોગવવા પડશે. અરે ! કમેં મહાવીરને છોડ્યા નથી. તો અમને ક્યાંથી છોડશે ? બાકી કેટલાંક કર્મો અઘાતિયાં છે. એના ઉપર તમે દૃષ્ટિ નહીં દો. એ કર્મોથી જ્ઞાન આવરીત થતું નથી. દર્શને આવરીત થતું નથી. એવું અદ્ભુત સ્વરૂપ પ્રગટ્યું છે એટલે કહે છે કે, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ આ પુરુષ જ કહી શકે. અને છતાં એ કોઈ જ્ઞાનીની અશાતના નથી કિરતા.
ઈશ્વર સિદ્ધ થયા વિના, ગત નિયમ નહિ હોય,
પછી શુભાશુભ કર્મના, ભોગ્ય સ્થાન નહિ કોય. (૮૧) ‘તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ હોઈ શકે નહિ. અને શુભાશુભ કર્મ ભોગવવાનો કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું ?”
શિષ્ય તર્ક સહિત દલીલ કરે છે કે ફળદાતા ઈશ્વર સિદ્ધ થાય એમ નથી. કેમ કે ભગવાન આપે જ કહ્યું છે કે કર્મ જડ છે અને ઈશ્વર સંપૂર્ણ શુદ્ધ છે. એટલે ઈશ્વર સિદ્ધ થાય એમ નથી. અને કર્મની તાકાત નથી તો પછી આ કર્મ ભોગવવાનો જગતનો નિયમ કેવી રીતે અમલમાં આવે ? કર્મ ભોગવવાનાં સ્થાન તો જોઈએ ને ? જો મેં ચોરી કરી હોય અને મને જેલની સજા થાય તો જેલ બનાવવા રાજા તો
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 205 ITE
Page #206
--------------------------------------------------------------------------
________________
જોઈએ ને ? કોર્ટની વ્યવસ્થા થાય, પોલીસની વ્યવસ્થા થાય, ન્યાયાધીશની વ્યવસ્થા જોઈએ. ત્યારે ન્યાય મળે ને ? તો આ જગતના જીવોને કર્મનો ભોગવટો કરવા માટે આ વ્યવસ્થા કરનાર કોણ ? એને ભોગવવાનાં
સ્થાન કોણ બનાવે ? એને માટે કોઈ જગતનો કર્તા, નિયંતા તો જોઈએ. તો જગતના જીવોને એના શુભાશુભ કર્મનું ફળ પ્રાપ્ત થાય. જીવ દેવગતિમાં જાય, નારકીમાં જાય, તિર્યંચમાં જાય, સ્વર્ગના સુખ ભોગવે, સૂર્ય, ચંદ્ર, તારા, જ્યોતિષ, અનુત્તર વિમાન, દેવવિમાન, આ બધામાં જાય, એવા પ્રકારના સંયોગો ઊભા થાય કે જીવ દુઃખ ભોગવે, સુખ ભોગવે, પણ આ બનાવે કોણ ? આની રચના કોણ કરે ? એટલે કહ્યું કે જગતની રચના ઈશ્વર કરે છે. નહીં તો પછી “જગત નિયમ નહીં હોય. આ ઈશ્વર સિદ્ધ થાય એમ છે નહીં અને ઈશ્વરસિદ્ધ ન થાય તો; આ જગતની કોઈક વ્યવસ્થા, જગતનો કોઈ નિયમ, એનું સંચાલન, એનો કોઈ વહિવટ, આ સંભવિત નથી. તો પછી શુભાશુભ કર્મનો ભોગ્યસ્થાન ક્યાં છે – તે કહો.
એવાં સ્થાનકોની વ્યવસ્થા શી રીતે થાય ? કેવો સુક્ષ્મ અને સરસ પ્રશ્ન છે, કે હું જે કાંઈ કર્મ કરું તેનું ફળ મને કેવી રીતે મળે ? અને મને જ મળે, બીજાને ન મળે ? કોઈના કર્મનું ફળ મળે ન મળે. આ સૃષ્ટિનાં વિધાનમાં, આ કર્મના સિદ્ધાંતમાં, આ કુદરતના કાનુનમાં, અનંતકાળથી આ વહીવટી તંત્ર ચાલે છે. આમાં ક્યાંય કોઈને અન્યાય થયો હોય એવું જાણ્યું નથી. કોઈને ખોટી તકલીફ આવતી નથી. અને જે જીવને લાગ્યું કે મને ખોટું દુઃખ પડે છે. એ જ્ઞાની પાસે ગયો, ત્યારે જ્ઞાનીએ કહ્યું કે, ભાઈ ! આ જન્મમાં નહીં પણ આટલા જન્મપૂર્વે, તેં આ જીવ સાથે જે અશુભ ભાવ કર્યો હતો તે ભાવથી બંધાયેલાં, તેં ગ્રહણ કરેલાં, કાર્મણ વર્ગણાના પુગલો કર્મના બંધરૂપે પરિણમી, એની કાળ સ્થિતિ પરિપક્વ થતાં, વિપાક પણાને પામીને ઉદયમાં આવ્યા છે એનું ફળ તું અત્યારે ભોગવે છે. એક પણ કર્મ છટકી શકતું નથી. અને જીવ પણ એકે કર્મના પરિણામથી છટકી શકતો નથી. હવે સદ્ગુરુ સમાધાન આપે છે.
ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ. (૮૨) ‘ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય ફરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે.”
હે શિષ્ય ! ભાવ કર્મ છે એનાથી દ્રવ્યકર્મ બંધાય છે. દ્રવ્યકર્મએ તો દશ્યપદાર્થનું, કર્મના પુદ્ગલનું રૂપી સ્વરૂપ છે. તો એ કર્મ બંધાતા પહેલાં એક ભાવ કર્મ નિર્માણ થાય છે. અને આ ભાવ કર્મ છે એ જીવનો સ્વભાવ છે. ભાવ કર્મ છે એ ભ્રાંતિના કારણે છે. અને ભ્રાંતિ છે એ જીવની પોતાની છે. બીજાની નથી. અજ્ઞાન પરિણામ જીવનું છે. મોહ પરિણામ જીવનું છે. એટલે પહેલાં ભાવ કર્મ બંધાયું. અને ભાવ કર્મના આધારે, આ કાર્મણ પુદ્ગલ પરમાણુઓ, દ્રવ્યકર્મના રૂપમાં બંધાયા અને આત્માની સાથે બદ્ધ અવસ્થાને પામ્યા. એક જ ક્ષેત્રે, આત્માના પ્રદેશ અને કર્મના અણુઓ એકપણાને પામ્યા. જેથી આત્માની શક્તિ ઉપર આવરણ આવી ગયું. વિભાવ પરિણામ એ જીવનું અજ્ઞાન છે. ભ્રાંતિ છે. ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. આત્મા ભાવકર્મ કરે છે. ત્યારે ત્યાં રહેલા પુદ્ગલ પરમાણુઓ કર્મભાવને
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 206
=
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થાય છે. અને ચેતન અને જડ, એક ક્ષેત્રે, અવગાઢતા પામે છે. જૈનદર્શને કર્મબંધની સ્થિતિ અત્યંતપણે સ્પષ્ટ કરી છે. ‘રાગ-દ્વેષ સહિત ૫૨માં પિરણમવું એ ભાવકર્મ છે.’ અને આ તારી કલ્પના છે. કોઈ ૫૨ (અન્ય) તારું નથી અને તું કોઈનો નથી. આ વાસ્તવિકતા છે.
હું પર તો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે, ધ્યાન કાળ, જીવ તે શાતા બને.'
આ સમ્યક્ત્વની ભાવના રોજ ભાવ પ્રતિક્રમણમાં લેવાની. એક પણ પરમાણુ મારું નથી. જગતની અંદર પુદ્ગલ પરમાણુ અજીવ તત્ત્વ છે, જડ છે, ચેતન પરમશુદ્ધ છે. જ્ઞાનદર્શન એના ગુણ છે. રંગ, રસ, રૂપ, વર્ણ જડના ગુણ છે. આ બન્નેના ગુણને ક્યાંય સામ્યતા નથી. એકરૂપતા ક્યારેય બની શકે એમ નથી. એકરૂપતા નથી થતી એટલે બંધનો સંબંધ આવ્યો છે અને બંધ છે એ અવરોધ છે. અંતરાય છે. જીવના પોતાના ગુણોના પ્રકાશમાં બંધ એ અંતરાય છે. જીવના ગુણો અવરાઈ જાય છે. આત્માને પોતાના નિજાનંદનો, સત્સુખનો વિયોગ થઈ જાય છે. એટલે પોતાના જે સુખ અને આનંદ છે એનો ભોગવટો કરી શકતો નથી. અને અજ્ઞાનભાવે, ૫૨૫દાર્થ સાથે, ભ્રાંતિના કારણે, રાગદ્વેષના કારણે, મોહભાવના કારણે, એકરૂપતા કરી બેસે છે અને પછી એ કર્મ પુદ્ગલ એની માયા રચે છે, એવા સંજોગો આપે છે, એવી રચના આપે છે અને આ જીવ એમાંને એમાં દુઃખી થતો-થતો એનો અનંત સંસાર વધાર્યાં કરે છે. કારણ કે જેવા પ્રતિકૂળ સંજોગો આવે એટલે એના પ્રત્યે પાછો દ્વેષ કરે. અનુકૂળ સંજોગો આવે તો રાગ કરે. આ રાગ-દ્વેષનું ચક્કર ક્યારેય બંધ થતું નથી.
જ્ઞાની કહે છે કે એક સમય તો એવો રાખ કે કર્મનો ઉદય ગમે તેવો આવે, સમભાવે બેસી જા, કે જેથી હવે નવાં કર્મ બંધાવાની પ્રક્રિયા તૂટે તો આ ચક્ર બંધ થઈ જાય ! જે ચક્કર ચાલે છે એની ગતિને રોકી કે, જીવ જો સામાયિક કે પ્રતિક્રમણમાં, સર્વ સાવધ વેપારનો ત્યાગ કરીને બેસી જાય તો, આજે અનંતકાલનું ચક્ર ચાલે છે તે રોકાઈ જાય. થંભી જાય. એમાં જો ભાવની ઉત્કૃષ્ટતા આવી તો ચક્કર ઊંધું ચાલે. એટલે કે છૂટવાના તરફ જાય. ઓલો બંધાવા તરફ જતો હતો. હવે છૂટવા તરફ જાય. એટલે અહીં કહે છે ભાવકર્મ એ તો જીવનો વ્યાપાર છે. જડનો નહીં અને જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડધૂપ.’ જીવ ભાવ ખોટાં કરે છે. આ એનો વેપાર છે. હંમેશાં ક્ષણ-પ્રતિક્ષણ ભાવ કરવાં એ જ એનો વેપાર છે. એ ખોટાં ભાવ કરે છે. એનાથી એની અંદર રહેલી અનંત શક્તિ, આત્માનું વીર્ય, એની ચાલક શક્તિ, જે પ્રત્યેક જીવમાં ક્રિયા શક્તિ છે, એને સ્વયં પોતાની અંદર એક Automation છે, ગતિશીલતાની શક્તિ છે, પ્રત્યેક પદાર્થ અક્રિયા સંપન્ન છે એવી શક્તિ સ્કુરાયમાન થાય છે અને આ ખોટા વિભાવભાવનું નિમિત્ત લઈને આ શક્તિ, આ વીર્ય, પરપદાર્થ પ્રત્યે જઈને પુદ્ગલ વર્ગણાઓને ગ્રહણ કરે છે. એ ગ્રહણ કરેલી કર્મવર્ગા, પોતાની રીતે પરિમિત થઈને કર્મનાં રૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કર્મ પોતાના સ્વભાવથી થશે. પણ એને ચોંટાડનાર કોણ ? એ કર્મ કાં જડને ન લાગ્યા ? સિદ્ધ પરમાત્માને ન લાગ્યા ? અહીં જીવનું ભાવકર્મ એ નિમિત્ત છે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 207
Page #208
--------------------------------------------------------------------------
________________
એટલે કહે છે કે ‘જીવવીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડધૂપ.' સ્ફૂરણા એ જીવના વીર્ય ગુણની શક્તિ છે. જે વડે જડ એવાં કર્મો જીવનાં પ્રદેશોથી ગ્રહણ થાય છે. કાર્પણવર્ગણાઓ જડ સ્વભાવી છે. માટે તે આપોઆપ જીવને ચોંટી ન શકે. એટલે ભગવાન કહે છે કે જીવની સ્ફુરણાથી જીવને આ કર્મ લાગેલાં છે. હવે શિષ્યને સિદ્ધાંત સમજાવે છે, કે કર્મ જડ છે પણ દ્રવ્યકર્મ જડ છે. ભાવકર્મ – ભાવ તો ચેતન વગર થાય નહીં માટે તે ચૈતન છે, તો કર્મ જડ પણ છે અને ચેતન પણ છે. જીવ વીર્યની સ્ફુરણા એ કર્મ બંધાવામાં નિમિત્ત કારણ છે. એ વિના કર્મ બંધાય નહીં, એ જીવ વીર્ય એ ચૈતનશક્તિ છે. તો તું એકાંતે કેમ એમ માની બેઠો છે કે કર્મ જડ છે ? જીવના સદ્ભાવ વિના, કાર્યણવર્ગણા અથવા ૫૨માણુમાંથી કર્મનું – દ્રવ્યકર્મનું સ્વરૂપ કોઈ કાળે થાય નહીં. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ,' સદ્ગુરુને કહેવું છે કે, કર્મમાં કેટલી તાકાત છે. સદ્ગુરુની શાસ્ત્રને કહેવાની યુક્તિ પણ સમજવી જોઈએ. કર્મ જડ કીધાં પછી આ સદ્ગુરૂએ સમાધાન આપ્યું છે. એને બતાવવું છે કે, આ કર્મના પરિણામરૂપે જે ફળ આવશે તે તારે ભોગવવાના છે. અને આ કર્મ જ તને પરિણામ આપશે. અને તું માનશ કે કર્મ જડ છે. પણ ભાઈ ! આ ભાવ કર્મ છે એ નિજકલ્પના છે માટે એ તો ચેતનરૂપ છે. એટલે અડધું સમાધાન અહીં થઈ ગયું કે આ જીવનાં જે કર્મો છે એમાં ચેતન તત્ત્વ એની પ્રેરણામાં પડેલું છે. જીવવીર્યની સ્ફૂરણા પડેલી છે. તો કાર્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુ જે જડ છે, તે દ્રવ્યપણાની સ્થિતિને પામે છે. કર્મને ‘જડ-ગ્રૂપ’ કીધાં. કર્મ તો જડ-ધૂપ” જેવાં છે પણ ગ્રહણ કરવાનું કારણ જીવવીર્યની સ્ફૂરણા છે. એટલે આ કર્મની અંદર ચેતનનું સ્વરૂપ છે. અને ચેતનનો ભાગ તે તો જીવ તત્ત્વનો જ છે. કારણ કે વ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં ચેતન ભાવ નથી. એટલે પહેલું પદ પાછું યાદ કરવું પડે કે ચેતન એ પ્રગટ લક્ષણ છે અને જીવ દ્રવ્ય સિવાય, જગતના બીજા પાંચ દ્રવ્યના જે અનંત પુદ્ગલ પરમાણુ છે, તે એકેમાં ચેતન નામનો ગુણ નથી.
જ
બીજા ગુણ કદાચ બીજા દ્રવ્યમાં પણ છે. જેમ કે અરૂપીપણું જીવમાં પણ છે અને આકાશમાં પણ છે. નિરંજનપણું જીવમાં પણ છે અને ધર્માસ્તિકાયમાં પણ છે. પણ જો ચૈતન્ય નામનો જે ગુણ છે, ચૈતન્ય નામનું જે લક્ષણ છે, ઉપયોગ નામનો જે ગુણ છે, એ જીવ સિવાય જગતમાં ક્યાંય નથી. આ વાત પહેલાં પણ કહેવાઈ છે. એ ચૈતન્ય ગુણ હોવાનાં કારણે, એ ચેતન જે છે તે કર્મમાં કારણભૂત છે. એના કારણે આ પુદ્ગલ પરમાØએ ચૈતનની સ્થિતિને ધારણ કરી છે.
ઝે૨ સુધા સમજે નહિ, જીવ ખાય ફળ થાય;
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. (૮૩)
ઝેર અને અમૃત પોતે જાણતાં નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તો પણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે.’
જુઓ સદ્ગુરુએ ફળદાતા તરીકે કર્મને જ બેસાડી દીધા. કેવી રીતે ? શિષ્યે પૂછ્યું છે – કે જડ કર્મને શું ખબર પડે ? ગુરુ કહે છે, જડ કર્મ ને કાંઈ ખબર ન પડે. વાત સાચી છે. પણ જેવું જડ લેવામાં
= શ્રી આત્મસિડિશાસ્ત્ર 208
Page #209
--------------------------------------------------------------------------
________________
?
આવે, તેવું પોતાના પરિજ્ઞામે તો પરિણમે કે નહીં ? પોતાના સ્વભાવથી પરિણમે. એટલે કહ્યું ઝેર અને સુધા, એક અમૃત અને એક ઝેર (poision) એ આપણે લઈએ તો એને ખબર નથી કે આ જીવને મારે શું ફળ આપવું છે ? એ પદાર્થ જડ છે. અમૃતને ખબર નથી, સાકરને ખબર નથી, મીઠાશ આપવી છે. લુણને ખબર નથી કે ખારાશ આપવી છે. પણ આપણે જે ચામાં નાખીએ છીએ, સાકર નાખીએ કે મીઠું નાખીએ તો પરિણામ તો એ જ પ્રમાણે આવે ને ? મીઠું નાખીએ તો ચા ખારી જ થાય. એ તો જડ છે અને ખારાશ એનો ગુણ છે. સાકરમાં મીઠાશ એ એનો ગુણ છે. એમ ઝેર અને અમૃત જે લે તેને તે પ્રમાણે ફળ થાય. આત્માએ પોતાના ભાવ અનુસાર જે પુદ્ગલ ૫૨માણુનાં કર્મ ગ્રહણ કર્યાં, શુભ ભાવથી શુભ કર્યા, અશુભ ભાવથી અશુભ કર્યા. હવે કર્મ પોતાની રીતે પશ્ચિમે એમાં એને ફળ આપવાનું ક્યાં રહ્યું ? કર્મ તો પોતાના સ્વભાવથી પરિત્રમે છે. અશુભ કર્મ અશુભ રીતે પરિણમે. શુભ કર્મ શુભ રીતે પરિણમે. આ કર્મ ક્યાંથી બંધાયા ? પુદ્ગલ વર્ગવામાંથી. આ પુદ્ગલવર્ગના કોણે ગ્રહણ કરી ? અને તે પણ બહારથી નથી આવતી. તારી પાસેના stockમાંથી જ થાય છે. આ કર્મનો ઉદય જે થાય છે તે પણ બહારથી નથી આવતો. કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે.
?
ભૌતિક શાસ્ત્રના વિજ્ઞાનની સૂક્ષ્મતા આપણે જોઈએ છે. code-less Phone, Fax, ગમે તે ભાષામાં લખેલું તરત જ translet થઈ જાય – આનું આપણને કેટલું આશ્ચર્ય લાગે ! પણ નાના બાળકને ન લાગે કારણ કે એનો એ subject છે પણ કોઈ વયસ્ક હોય તો એને એનું wonder લાગે, કારણ કે આ જીવને પોતાની ચૈતન્ય શક્તિનો અને પુદ્ગલ પરમાણુની તાકાતનો અંદાજ જ નથી. અહીં શાની કહે છે, ભાઈ ! ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, તેમ શુભાશુભ કર્મનું ભોક્તાપણું જણાય.’ એણે જે શુભ અને અશુભ ભાવથી પુદ્ગલ પરમાણુ પુદ્ગલ પરમાણુ – કર્મના ગ્રહણ કર્યા છે, તેમાંથી જે કર્મનું સર્જન થયું છે એ કર્મ એના વિપાક થયે, ઉદયમાં આવ્યે અવશ્ય એનું ફળ જીવને આપે જ છે. એમાં આને શું ફળ આપવું અને આને શું ફળ ન આપવું – એનો હિસાબ રાખવાની કે જાણવાની જરૂર નથી. કારણ કે એ પોતાની પાસે રહેલાં કર્મ છે તે જ પરિણમે છે. એટલે કર્મને કાંઈ વિચારવાની કે જાણવાની જરૂર નથી. કારણ કે એનું સ્વાભાવિક પરિણમન છે. સાકરનું સ્વાભાવિક પરિણમન મીઠાશ છે. લૂત્રનું સ્વાભાવિક પરિણમન ખારાશ છે. ઝેરનું સ્વાભાવિક પરિણામન પ્રાણઘાતક છે. અને અમૃતનું સાધારણ પરિઝમન અમરતા છે.
આ સ્વાભાવિક જ છે. એ પદાર્થ જડ જ છે અને એ કાંઈ જાણતા જ નથી અને એને જાણવાની કાંઈ જરૂ૨ પણ નથી. માટે ‘વાવો તેવું લણો’ અને ‘કરો તેવું પામો.’ આ વિધાતાનું વિધાન. આ કુદરતનો કાનુન. આ કર્મનો સિદ્ધાંત તો સમજાય. એમાંથી કહેવતો આવી છે. સદિઓનાં ડહાપણથી, ભાઈ ! તું એમ કહે કે લીંબોડી વાવીને, આંબાનું ફળ મળે. એમ ? ના. અત્યારે લીંબોડી વાવી છે તો કાળે-ક્રમે કરી, જ્યારે એ લીમડાનું ઝાડ થાશે ત્યારે એમાંથી લીંબોડી જ ઊતરવાની છે. આંબાના ફળની અપેક્ષા રાખવી નહીં. ભૂતકાળમાં આપણે લીંબોડી વાવીને આવ્યા છીએને હવે એમ કહીએ કે, ભગવાન ! તું મારા સામુંયે જોતો નથી. હું આટલો ધર્મ કરું છું તોયે ? ના. કારણ કે ભૂતકાળમાં એવાં જ કર્મ કરીને આવ્યા છીએ. તેં જેવું
= શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 209
Page #210
--------------------------------------------------------------------------
________________
કર્યું છે એવું જ તું પામી રહ્યો છે. તે જે વાવ્યું છે એવું જ તું લણવાનો છો. વસુંધરાના ન્યાયની અંદર કોઈ ગરબડ નથી. કુદરતના કાનુનમાં કોઈ ફેરફાર નથી. કર્મના સિદ્ધાંતમાં અટલતા છે. એમાં ચલવિચલપણું કે વિકળપણું પણ નથી. કાંઈ ફરે નહીં. એટલે શિષ્ય તો આભો થઈ ગયો ? કે કર્મ જ ફળનો દાતા થઈ ગયો. શિષ્ય કહે છે, કર્મ કંઈ જાણતું જ નથી. સગુરુ કહે છે, કર્મને કાંઈ જાણવાની જરૂર જ નથી. એ તો એના સ્વભાવ પ્રમાણે પરિણમે. અને એની મેળે તને એનું ફળ મળે
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વધે. (૮) ‘એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કરૂપપણું, સુરૂપપણું. એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.’
જુઓ – “Religious and science goes together.” પશ્ચિમના લોકોની કલ્પના જુદી છે અને આપણે એના ભ્રમમાં આવી ગયા છીએ. પણ Religion is nothing but science. It is it-self is science. સાચો ધર્મ છે એ જ વિજ્ઞાન છે. જ્યાં ખોટો ધર્મ છે તેઓ એમ કહે છે કે ધર્મને વિજ્ઞાન સાથે ક્યાંય મેળ નથી. મેળ નથી એનું કારણ કે તર્ક શુદ્ધ નથી. વસ્તુનો સ્વભાવ સાથે સંકલિત નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે હવે વસ્તુના સ્વભાવને જે જાણતો નથી, એ ધર્મની વાત કરે અને પછી તે વાતને બેસાડવા માટે પોતાની કલ્પના મૂકે, સિદ્ધાંતમાં કલ્પનાનું આરોપણ કરે, તો પછી ધર્મને અને વિજ્ઞાનને મેળ તૂટી જાય છે.
એટલે ઘણીવાર લાગે કે ધર્મની વાત વિજ્ઞાન સાથે સુસંગત નથી. પણ અહીં તો અસંગતિનું કોઈ કારણ જ નથી. કારણ કે કર્મનો, પુગલનો સ્વભાવ જાણીએ છીએ, ‘કર્મ સ્વભાવે પરિણમે.” એ પોતે પોતાના સ્વભાવથી થાય. એટલે શુભાશુભપણું આપ્યા જ કરે. એટલે ભોક્તાપણું થયા જ કરે. ભાઈ ! આ જગતમાં એક રાંક છે, એક નૃપ છે, એક પ્રધાન છે, એક પટાવાળો છે, એક Boss છે એક servent છે. એકને ખજાનો ખૂટે એમ નથી અને બીજાને ખાવાનું ઠેકાણું નથી. એકને ત્યાં પેટી બંધ વસ્ત્રો પડ્યાં છે, એકને તન ઢાંકવા માટે નાનું એવું વસ્ત્ર પણ ઉપલબ્ધ નથી. એક મહાવિદ્વાન બાહોશ છે, એક ગાંડો છે. એક સશક્ત છે અને બીજો લુલો, લંગડો અને પાંગળો છે. સંસારમાં જેટલા જીવો છે, એના પ્રત્યેકના વ્યક્તિત્વને જોતાં એની જે સંપદા છે, બધાય મનુષ્ય છે, all men are equal, છતાં બે વચ્ચે સમાનતા નથી. બુદ્ધિની સમાનતા નથી. શરીર સંપત્તિની સમાનતા નથી. દ્રવ્ય સંપત્તિની, શિક્ષણ સંપત્તિની, સમજણની, પરિગ્રહની, એના ભાવ અભાવની - કોઈની પણ સમાનતા નથી. જગતમાં આટલી વિચિત્રતા છે એટલે દરેક માણસ પોતાની રીતે જુદો છે. બે માણસ એક સરખા લઈ આવો જોઈએ. એની આંખ, કાન, શરીર કાંઈ પણ સમાન નથી. એક હાથની બધી જ આંગળીઓ કે એક જ વ્યક્તિની બે આંખ પણ સમાન નથી. ત્યેક વ્યક્તિના બે અંગુઠાની છાપ પણ સમાન નથી. આટલું વિચિત્રપણું ! કારણ કે આ દેહ છે તે કોઈ
E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 210 GિE
Page #211
--------------------------------------------------------------------------
________________
પણ પ્રકારે કર્મનો આકાર છે ! સંસારમાં આવા પ્રકારનું સંજોગોનું ચિત્ર-વિચિત્રપણું છે. પરમકૃપાળુદેવે ૨૫૪ના આંકના પ્રારંભમાં કહ્યું છે, ‘કર્મ અનંત પ્રકારનાં છે અને તે અનંતપ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. તેથી જીવનમાં પણ અનેક દોષ ભાસે છે. જીવની અંદર અનેક દોષ છે. એનું કારણ કર્મ અનંત પ્રકારનાં છે. કર્મથી મુક્ત થવા માટે, આ દોષથી મુક્ત થવા માટે, ભગવાને આપણને રોજનો એક ઉપક્રમ આપ્યો, વિચારવાનો
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું ? દીનાનાથ, દયાળ !
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. હે પ્રભુ ! તારા બોધને પામ્યા પછી તારા માર્ગની ઓળખાણ થયા પછી, તારા સ્વરૂપની ઓળખાણ થયા પછી, આ વિતરાગ દેવ ! આ નિગ્રંથગુરૂ અને એનો માર્ગ જે ધર્મ છે, એ ધર્મનું મને ઓળખાણ થયા પછી હવે મને લાગે છે કે હું અનંત દોષનું ભાજન છું. ભાજન એટલે સાધન – જેમાં બધાંજ દોષ શમાઈ શકે એવો હું છું. જગતમાં કોઈ દોષને રહેવા માટે ક્યાંય સ્થાન ન મળતું હોય તો એ દોષ મારામાં રહી શકે એવો હું છું. કેવો ?
અધમાધમ, અધિકો પતિત, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય ?’ એટલા-એટલા દોષનું વર્ણન કરીને છેલ્લે કહે છે કે, હે ગુરદેવ ! કેટલા દોષ વર્ણવવા ? નિશ્ચય કરી લે કે “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય–' કઈ અપેક્ષાએ ? દેહની અપેક્ષાએ. કર્મની અપેક્ષાએ. બાકી તો શુદ્ધ ચૈતન્ય હું. પણ જ્યાં સુધી આ અજ્ઞાન છે, જ્યાં સુધી આ વિભાવ છે, જ્યાં સુધી આ મોહ પરિણામ છે, જ્યાં સુધી આ સગુરુનો બોધ પરિણમ્યો નથી, ત્યાં સુધી હું જગતમાં અધમાધમ છું. કારણ કે જીવનમાં ક્યારે ક્યો દોષ પ્રવેશી જશે એ ખબર નથી. કારણ કે આત્મસ્વરૂપની જાગૃતિ નથી, ભાન નથી.
માનતુંગરિજીએ અરિહંત ભગવાનની સ્તવના કરતાં-કરતાં કહ્યું છે કે, “હે ભગવાન ! તને અમે સ્વપ્નમાં પણ દોષ સાથે જોયા નથી. “દોષો અહીં-તહીં ફરે દોષો તારી આજુબાજુ ફર્યા કરે છે. પણ તારામાં પ્રવેશ પામતા નથી. જેમ સિદ્ધની આજુબાજુ પણ કાર્મણ-વર્ગણા તો હોય જ ને ? અરે ! તું નિર્દોષ જ છો. પણ સ્વપ્નમાં પણ તારામાં દોષ સંભવી શકે એવી તારી સ્થિતિ નથી. જ્ઞાની પુરુષોએ પરમાત્માના આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું ઓળખાવ્યું છે ? આ જીવને નિશ્ચય થવો જોઈએ, કે જ્યાં સુધી હું ભ્રાંતિમાં છું ત્યાં સુધી હું દોષનું ભાજન છું. ગમે ત્યારે, ગમે તે દોષ મારા જીવનમાં પ્રવેશી શકે છે અને આવો દોષ ક્યારે પ્રગટ થશે એ પણ આપણે કહી ન શકીએ. જો જાગૃતિ ન હોય અને પૂર્વનું કોઈ કર્મ ઉદયમાં આવે અને તદ્રુપ ભાવથી જોડાઈ ગયાં હોઈએ તો આ જીવ દોષની પરંપરામાં પાછો લાગી પડે. કેટલો સંયમ આચારનાર એવા મહાન-મહાન આચાર્યોએ, આવા તપસ્વી મુનિવરો, સાધકો, જ્યાં-જ્યાં ઉપયોગ ચૂકી ગયા ત્યાં દોષની અંદર જોડાઈ ગયા. દોષ જુદા જુદા રૂપની અંદર આવે છે. કેવું એનું સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. સ્થૂલીભદ્ર આચાર્ય કોશાના વેશ્યાગૃહની અંદર ચાર્તુમાસ કરીને પાછા આવ્યાં. અણીશુદ્ધ રહીને આવ્યાં.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 211 TE
Page #212
--------------------------------------------------------------------------
________________
છ રસના ભોજન કર્યો. કોશાએ એને પતિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્રકારનાં નૃત્યો કર્યા, આભુષણ સર્જયા, પણ આ મુનિ સ્યુલીભદ્ર ગુરુની આજ્ઞા લઈને ત્યાં ચાર્તુમાસ કરવા ગયા હતા તે, અણીશુદ્ધ સંયમથી, વિતરાગ સંયમથી પાછા આવ્યા. ગુરુ કહે છે, “દુષ્કર ! દુષ્કર ! દુષ્કર ! આવું અદ્ભુત પરાક્રમ તો કોઈ સાધી શકે એમ નથી.” અને સિંહગુફાવાસી એવા ગુરભાઈને મનમાં મત્સરભાવ આવ્યો, ઇર્ષા થઈ કે મેં ચાર્તુમાસ સિંહની ગુફાના દ્વાર ઉપર કાઢ્યું. ગમે ત્યારે સિંહ ફાડી ખાય એવી રીતે ત્યાં ચાર માસ કાઢ્યા. તો પણ ગુરુએ મને દુષ્કર ! દુષ્કર ! દુષ્કર ! ન કહ્યું. થુલીભદ્રને કહ્યું. એટલે બીજા ચાતુર્માસમાં એણે કોશાને ત્યાં ચાતુર્માસ કરવાની આજ્ઞા માંગી. સ્વયંભૂસૂરી આચાર્યે કહ્યું, તારું કામ નથી. તો કહે, ‘તમને એના પ્રત્યે પક્ષપાત છે. મને આજ્ઞા આપો.” સિંહની ગુફાના દ્વાર ઉપર ચારિત્રનું જતન કરવું સહેલું છે પણ કામિનીના ઘેર ચારિત્રનું પાલન કરવું કઠિન છે. દુષ્કર છે. ગુરુ જ્ઞાનવંત છે. કર્મના ઉદયને જુએ છે. મુનિ કોશાને ત્યાં જાય છે અને પતિત થઈને રખડી મરે છે. જૈન કથાનુયોગમાં કહ્યું છે કે આવતી ૮૪ ચોવીસી સુધી સમાજ તેમને ભૂલશે નહીં. થુલીભદ્રની અમરતા કરી દીધી છે. એ ભગવાન મહાવીર ! ગણધર ગૌતમ ! એની સાથે સ્થૂલભદ્રની સ્તુતિ છે.
“મંગલમ્ ભગવાન વીરો ! મંગલમ્ ગૌતમ પ્રભુ ! મંગલમ્ સ્યુલીભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ્.” આ જૈન ધર્મનો એ સિતારો છે. આવતી ૮૪ ચોવીશી સુધી સ્યુલીભદ્ર પ્રાતઃ સ્મરણીય રહેશે. તેમની પરાકામતા જગતના પટ ઉપર સદાય ગવાતી રહેશે. આવી જીવની સ્થિતિ છે. એટલે જ કહે છે કે, કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ વૈદ્ય.” આ શુભ અને અશુભ આપણે જે વેદીએ છીએ, એનું કંઈક કારણ તો હશે ને ? કારણ વિના મને દુઃખ પડે છે ? કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે, “ઇચ્છા નથી છતાં જે દુઃખ વેદવું પડે છે તો તે દુઃખનું કોઈ કારણ હોવું જોઈએ. એમ સમજીને જ્ઞાની પુરષોએ પોતાનો વિચારયોગ શરૂ કર્યો. એમાંથી આત્મા, પરમાત્મા, મોક્ષ વગેરે સિદ્ધાંતનો આવિર્ભાવ થયો. સત્યની ઉપલબ્ધિ થઈ. વિચારમાંથી થઈ. એક વિચારની કણિકા, “મારી ઇચ્છા નથી. હું માંગતો નથી, ઇચ્છતો નથી, છતાં મારે દુઃખ ભોગવવું પડે છે. જે સ્થિતિ જે સંજોગો મારે જોઈતા નથી તે આવીને મારા ઉપર પડે છે. જેને માટે બધી જ પ્રકારની હું રક્ષા કરું છું છતાં એ વસ્તુ થઈને જ રહે છે. જરૂર એનું કોઈ કારણ હોવું જોઈએ. There can not be an effect, without having a cause. કોઈ પરિણામ દુનિયામાં એવું નથી કે જેના માટે થઈને દુનિયામાં કારણ ન હોય. આ અસર છે, પરિણામ છે તો જરૂર એનું કોઈને કોઈ કારણ હશે. જગતમાં કોઈ એવું પરિબળ કામ કરી રહ્યું છે જે મને આ સ્થિતિમાં મુકે છે. અને આજથી હજારો વર્ષો પહેલાં આ દાર્શનિકોએ, આ વિતરાગ દર્શનના વૈજ્ઞાનિકોએ આ શોધખોળ આદરી હતી. એમાંથી એમણે કર્મનો સિદ્ધાંત, આત્મા, પરમાત્મા, મોક્ષ સ્વરૂપ, આત્માના છ પદ વગેરે તત્ત્વ મેળવ્યું અને કહ્યું જો આ કારણ અને કાર્ય. આ કર્તાપદ અને ભોક્તા પદ, આ શોધી કાઢ્યું. આ આત્મસિદ્ધિ સરળ ભાષામાં આપણને વિતરાગ વિજ્ઞાન સમજાવે છે. આ આત્મસિદ્ધિનો મહાન ઉપકાર છે. ગાથાઓ વાંચ્યા કરવી, બોલ્યા કરવી. એના ઉપર ચિંતન કરવું, મનન કરવું. સૌને સમજાશે. સૌની સમજી શકાય
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 212
=
Page #213
--------------------------------------------------------------------------
________________
એવી સ્થિતિ છે. ભગવાને પોતે કહ્યું છે કે જે કોઈ મુમુક્ષુ આનું મુમુક્ષભાવથી રટણ કરશે તેને એની ફલશ્રુતિ થશે જ. આ જ્ઞાન, સમજણ આત્મામાં જ છે અને આત્મા તો મારી પાસે જ છે. તો મને જરૂર સમજાશે જ.
એટલે કપાળદેવે કહ્યું, ‘જીવ તો દિશામૂઢ થયો છે. એટલે એને સમજાતું નથી. પણ આ ધર્મની વાત એ તો પોતાની વાત છે. કેમ ન સમજાય ? આ જીવ જો સહજમાં વિચાર કરે તો સહજમાં મોક્ષ પામે. કારણ કે આ કોઈ બીજાના સ્વરૂપની વાત નથી. અન્યની વાત નથી કે છુપાવે, કે પુરેપુરી ન કહે. આપણી વાત આપણે કેમ ન જાણીએ ? આપણા દુષ્કૃત્યો આપણા ધ્યાનમાં કેમ ન આવે ? આપણો વિભાવ આપણને પકડાય કે નહીં? એટલે કહે છે હે શિષ્ય ! આ કર્મમાં ચેતન ભાગ ભજવે છે. એટલે અહીં કહ્યું,
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર;
કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. (૮૫) ‘ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે, અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે?
સદ્દગુરુ કહે છે, ભાઈ ! તું ઈશ્વરને વચમાં લાવજે જ નહિ. પરમેશ્વર કરશે એવું સમાધાન લેવું જ નહીં. હું જ મારા ભાગ્યનો વિધાતા છું. હું જ એનો કર્તા છું, હું જ એનો ભોક્તા છું અને હું જ મારા મોક્ષ પદનો સૃષ્ટા છું. આ સર્જનહાર બીજો કોઈ નથી. હું જ છું. મારા સ્વરૂપનું સર્જન કરનાર હું જ છું. જૈન દર્શનમાં દ્રવ્યની અખંડીતતા, આત્મદ્રવ્યની સ્વતંત્રતા, કેવી મુકી છે. અદ્દભુત છે ! એમાં કાંઈ ઈશ્વરની જરૂર નથી. ‘કર્મ સ્વભાવે પરિણમે અને થાય ભોગથી દૂર.” દરેક ચીજ એનો કાળ પુરો થાય એટલે નિઃસત્વ થઈ જા. દવા ઉપર Expiry-date લખી હોય કે નહીં ? ઔષધમાં જે શક્તિ છે તેની સમય મર્યાદા લખી હોય ત્યાં સુધીમાં જ એ અસર કરે. ત્યાં સુધી જ વપરાય. એમ કર્મ ઉદયમાં આવે એની કાળ સ્થિતિ છે. કાળસ્થિતિ પુરી થાય એટલે કર્મ ચાલ્યુ જાય – નહીંતર અનંતકર્મમાં આપણો વારો કે દી. આવે ? જગતમાં કોઈપણ સ્થિતિ, કોઈપણ પ્રસંગ, સુખ દુઃખ કાંઈ પણ કાયમી રહેતા નથી. (સન્યાસીએ રાજાને માદળિયું આપ્યું હતું જેમાં લખ્યું હતું, “આ પણ ચાલ્યું જાશે.')
‘સુખ-દુઃખ વાદળાં, શ્વેત ને શામળાં’ – કોઈ સ્થિતિ કાયમી નથી. શરીર કાયમી નથી તો દુઃખ ક્યાંથી કાયમી હોય ? બધી વસ્તુ કાળક્રમે કરીને નિવૃત્ત થાય. ઔષધનો power પણ ચાલ્યો જાય. હોમિયોપેથીક દવામાં ખાસ એવું બને. એમ કેટલાંક કર્મો એવાં હોય છે કે જરાક તપ કરો તો ભાગી જાય. ઊભાં ન રહે. જેના દર્શને તો અદૂભુત યોગ આપ્યો છે. જૈન દર્શન કહે છે કર્મના પ્રાદુર્ભાવની શક્તિને તું ક્ષીણ કરી નાખ. તેજાબ જલદ હોય. બાળી નાખે. પણ સાથે એક બાલદી પાણી નાખીએ એટલે એની અસર મંદ થઈ જાય. સીરપ લઈએ તો, એક ચમચી દવા + એક ચમચી પાણી. dilute કરી નાખો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 213 E=
Page #214
--------------------------------------------------------------------------
________________
એટલે પછી એની અવળી અસર થશે નહીં. એ તમને દઝાડશે નહીં. તપેલું ગરમ હોય તો ઉપાડવા સાણસી વાપરીએ. અગ્નિને ચિપિયાથી ઉપાડીએ. એમ જૈનદર્શનમાં સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, ભક્તિ, જ્ઞાન, દર્શન, ધ્યાન, માળા, આ બધાં સાધન આપ્યાં કે, કર્મ ઉદયમાં આવી જાશે. તું ધ્યાન રાખજે. હવે કર્મની તાકાતને ક્ષીણ કર. એને dilute કરી નાખે. એને મંદ કર. એને શિથિલ કર. એને ક્ષીણ કર. પરમકૃપાળુદેવે કહ્યું છે – છ પદનાં પત્રમાં કે, ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમાધિ, શીલ, વૈરાગ્ય આ બધાથી કર્મબંધ શિથીલ થાય છે. ક્ષીણ થાય છે. ક્ષય થાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ કોઈ દિવસ મુક્તિ ન પામે. માટે આ ધર્મ જીવને કર્મના પ્રાદુર્ભાવથી બચાવવા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માધ્યમ છે. કેટલાય કર્મને તો આવતા અટકાવી દયે. એટલે પ્રદેશ ઉદય થઈને ખરી જાય. એટલે એ શાસ્ત્રમાં સિદ્ધાંત સમજાવ્યો છે. એ કર્મ પ્રદેશ ઉપર આવીને ચાલ્યુ જાય. એના વિપાકનો ઉદય જીવને આપી ન શકે. આ પણ સ્થિતિ થઈ શકે છે. કર્મનું સંક્રમણ, અપક્રમણ, એનું વિક્રમણ, એની ઉદીરણા, અશુભ કર્મ, શુભ કર્મની પ્રકૃતિમાં પલટાય. શુભ અશુભમાં પલટાય. એની કાળ સ્થિતિમાં ફેર થાય. એનો અનુભાગ ઘટે. એની સ્થિતિ લંબાય. આ કર્મના સિદ્ધાંત છે. આ બધું તપના કારણે થાય. તપમાં એટલું જબરજસ્ત સામર્થ્ય છે કે કરોડો વર્ષોના, અનંત કોટિ કર્મોનો ઘડીના ભાગમાં નાશ કરી શકે છે. એટલે જૈન દર્શનમાં તપને કેન્દ્રમાં રાખી દીધું. ‘તપસા સંવર નિર્જરા ચ.” તપ કરો. આ જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન છે. શરૂઆતમાં, આત્મજ્ઞાન નહીં હોય ત્યાં સુધી તપ, કર્મોને નબળા પાડશે. પાતળાં કરશે. કર્મો હળવા બનશે. તપ એ પુણ્ય છે. અને પુણ્ય એ સોનાની બેડી છે એવી વાત નહીં કરવી. આપત્તિ આવશે તે દિ સોનું યે વેચવા કામ લાગશે. (એક કણબી પટેલ પાંચ તોલાના સોનાનાં બટન કાયમ પહેરે. કે અધવચ્ચે મૃત્યુ થાય તો આપણો અગ્નિસંસ્કાર તો કોઈ સારી રીતે કરે.)'
આપણે હજુ છદ્મસ્થ અવસ્થામાં છીએ. એટલે ભગવાન કહે છે કર્મ ભોગથી દૂર થાય. તું સમભાવે પણ કર્મ ભોગવી લે. રોઈને પણ ભોગવવા તો પડશે જ. કર્મ એક મિનિટ લાંબુ રોકાવાનું નથી. અને રોવાથી પણ કર્મ જાશે નહીં.
દર્દોની આ પીડા રોવાથી મટશે નહીં, કલ્પાંત કરું તો યે આ દુઃખ તો ઘટશે નહીં” કોઈનો વિયોગ થયો હોય તો કલ્પાંત કરવાથી એ જીવ પાછો આવે ? જીવે દર્શાન ન કરવું. કાળસ્થિતિ પરી થા પછી કર્મ રોકાય નહિ. ડૉક્ટરની દવા ન લીધી હોય તોયે તાવ ઉતરી જાય. શ્રદ્ધા બેસવી આકરી છે. પણ સમય પૂરો થતાં કર્મ ટકે નહીં. આ સિદ્ધાંત સમજવો.
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. (૮૬) ‘ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવ પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્ય સ્થિતિ, એમ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 214
=
Page #215
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્ય સ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય ! જડ ચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે.’
અદ્દભૂત વાત છે ! શિષ્યની વાત હતી કે ઈશ્વર સિદ્ધ નહીં થાય તો પછી જગતનો કોઈ નિયમ, એનું સંચાલન, એની વ્યવસ્થા, એનો વહીવટ કેમ ચાલે ? આ શુભાશુભ કર્મ ભોગવવાની વ્યવસ્થા તો જોઈએ ને ? એ સંચાલન કરનાર કોણ ? ભોગ્ય સ્થાન. સ્વર્ગ, નરકની રચના, કોઈને મહેલ કોઈને જેલ, આ બધું કેવી રીતે મળે ? ઈશ્વર નથી. જડ કર્મ તો ફળ આપે. પણ ફળ આપીને પછી ભોગ્યનું સ્થાન કેવી રીતે નિર્માણ થાય ? ૮૪ લાખ યોનિ, ૨૪ દંડક, ચાર ગતિ, આ જીવને પોતાના શુભાશુભ કર્મ ભોગવવા માટેની સ્થિતિ – જે આપણે રોજ ખામણામાં બોલીએ છીએ. આ જીવ એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, દેવલોકમાં, આ જીવ નારકીમાં, આ જીવ મિશ્ર ગતિમાં, તિર્યંચ અને મનુષ્ય એ મિશ્ર ગતિ છે. ઉત્કૃષ્ટ શુભ કર્મો કર્યા હોય જીવે તો એનું પરિણામ ભોગવવા માટે દેવગતિમાં જાય. જ્યાં કેવળ સુખ, સુખ અને સુખ. ઉત્કૃષ્ટ અશુભ કર્મો કર્યા હોય, પાપ કરતાં પાછું વાળીને જોયું ન હોય, નારકીનાં બંધ કર્યા હોય. તીવ્ર હિંસા આદિનાં ભાવ કર્યો હોય, એવાં અનાચારને વ્યાભિચાર કર્યા હોય તો એ નારકીમાં જાય. કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ. પણ ક્યાંક શુભ અને ક્યાંક અશુભ એવાં પણ ભાવ કર્યો હોય જીવ એવા પણ કર્મ બાંધીને આવ્યા છે, કે જેની અંદર અશુભ અને શુભ કર્મ મિશ્ર છે, અથવા સંચિત થયેલાં કર્મ છે તો તિર્યંચ ગતિ અથવા મનુષ્ય ગતિ - આ મધ્યમ છે. આ બધી વ્યવસ્થા ગતિની કોણ કરે ? કોઈને એવો શુભ કર્મનો ઉદય આવે કે એની પાસે પાંચ બંગલા હોય, તો આ બંગલા કોણ બનાવે ? અથવા તો એવા અપરાધ કર્યા છે કે જેથી કરીને નારકીની ઘોર યાતના ભોગવવી પડે. કે જ્યાં પૃથ્વી જેવો લોખંડનો ગોળો પણ પડે તો નરકની ઉષ્ણતાથી ત્યાં પહોંચતા પહેલાં એનો રસ થઈ જાય. આવા કર્મોની સજા ભોગવવા આવી નારકીની રચના કોણ કરે ? આવી ઉષ્ણતા પેદા કોણ કરે ?
સદ્દગુરુ કહે છે કે, હે શિષ્ય ! તારાં ભોક્તાપણાની અંદર, આ જગતની રચના, આખું જગત, એ જગતનાં તમામ જીવોનાં, શુભાશુભ કર્મનું દૃશ્ય સ્વરૂપ છે. મારા અને તમારાં શુભાશુભ કર્મનો વિપાક એટલે આ જગત ! દશ્યમાન જગત ! પુગલની આ રચના. પણ આ રચના થઈ કેવી રીતે ? એનો અહીં સદ્દગુરુ એક સંકેત કરે છે. “સ્થાનક દ્રવ્ય સ્વભાવ.” આ તો દ્રવ્ય સ્વભાવ છે. એટલે ભોગવવાનાં સ્થાનકો, ભોગવવાની સામગ્રી અને ભોગવવાનાં જે કાંઈ પદાર્થ છે એની રચના થઈ જાય છે. આ જીવ નામનું દ્રવ્ય અને પુગલ નામનું દ્રવ્ય, એ બે જ દ્રવ્યની રમત છે. ચાર દ્રવ્ય તો નિષ્ક્રિય છે, શાંત છે, એને ક્યાંય આપણે વિચારવાનો નથી. પણ જીવ અને પુગલ આ બંને દ્રવ્યનો સ્વભાવ શું ? સગુરુ કહે છે કે, બંને દ્રવ્યના સ્વભાવની વિશેષતા, એ છે કે, આ જીવ છે એમાં અચિંત્ય એવું વીર્ય છે. એની તાકાત ! કોઈ કલ્પના ન થઈ શકે એવું અચિંત્ય જીવ વીર્ય છે. અને પુદ્ગલ નામનાં દ્રવ્યમાં અચિંત્ય એવું સામર્થ્ય છે. તો જીવ વીર્ય અને પુદ્ગલનું સામર્થ્ય, આ બંને સામર્થ્ય જ્યારે ભેગાં થાય ત્યારે એવી રચના થાય કે પુગલ એ જ રૂપે પરિણમે. મારે નામ કર્મ અનુસાર, જેવા દેહની પ્રાપ્તિ થવી જોઈએ, એવો દેહ મને આહારવર્ગણાના
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 215T
Page #216
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલ પરમાણુથી પ્રાપ્ત થઈ જાય. એવી જ રીતે ગતની અંદર સંપત્તિ, પરિગ્રહ, માલ-સામાન, આ બધું જ જગતમાં નિર્માણ થયું. કેવી રીતે ? તો કે જેવું જીવનું વીર્ય, એના ભાવ. અને સામે પુગલનું અચિંત્ય સામર્થ્ય. એ બંનેના સંયોગથી ઉત્કૃષ્ટ જો હશે તો, દેવગતિની રચના, નિકૃષ્ટ હશે તો નારકીની રચના, મિશ્ર હશે તો, તિર્યંચ અને મનુષ્ય ગતિની મિશ્ર રચના, અને એના કારણે પરમાણુનો જે સ્વભાવ છે – ‘સંઘાત અને ભેદ,” આ પુદ્ગલ પરમાણુઓ એ રીતે જ જોડાઈ જાય અને આ રચના બને.
જ્યાં સુધી આપણા પ્રારબ્ધમાં, નસીબમાં, મકાનનું સ્વામીત્વ લખાયું હોય ત્યાં સુધી એ મકાન આપણું રહે. જેવું એ પુણ્ય ખતમ થાય, તો કાં મકાન વેંચાઈ જાય, કાં મકાન પડી જાય. અને કાં આપણે ચાલ્યા જઈએ. એ સંયોગથી આપણે દૂર ચાલ્યા જઈએ. કોઈ પણ પદાર્થ ક્યાં સુધી આપણા સંયોગમાં રહે ? જ્યાં સુધી આપણા જીવ વીર્યના ભાવ, અને એ અચિંત્ય સામર્થ્યવાળા પુદ્ગલ પરમાણું, એ બે વચ્ચેનું સામંજસ્ય, લેણદેણનું, ઋણાનુબંધનું છે, ત્યાં સુધી સંયોગ રહે. આને પ્રારબ્ધ કહેવાય. આ અનુસાર જગતમાં બધી જ વસ્તુ બની જાય. કોઈ મકાન સો વર્ષ જુનું હોય તો કાં તો વેંચાઈ જાય, કાં તો પડી જાય કારણ કે કોઈ જીવ તત્ત્વ એવું રહ્યું નહીં જેને એની સાથે ભોગવટાનું ઋણ બાકી હોય. માટે એ ગયું. હવે જેનું જેવું ઋણાનુબંધ હશે – એવી નવી ઈમારત ઊભી થશે. પહેલાં આખો બંગલો એક જ જીવની માલિકીનો હતો. એવું એનું પ્રચંડ પુણ્યનું સામર્થ્ય હતું. હવે ૧૦૦ જણાં ત્યાં આવશે. બધું બદલાઈ ગયું. રાજ મહેલ જેવું મકાન વેચાઈ જાય. ત્યાં બહુમાળી ઈમારત થાય. કારણ બીજા જીવોનાં કર્મો એ ધરતી. સાથેનું લેણું પોતાનું માંગી રહ્યા છે. જો એવું ન હોય તો આ Alexander આપણા ભાગે એક પ્લોટ ન આવવા દે, બધું પોતાના વારસને નામે કરી જાય. જગતની અંદર પુગલ-પદાર્થનું અચિંત્ય સામર્થ્ય છે. અને આ જ પદાર્થ એકને અઢળક મળે છે. એકને નથી મળતું. એક ખૂબ પરિશ્રમ કરે છે છતાં ભૂખ્યો સુવે છે. અને બીજાને વગર પરિશ્રમે મળે છે. છતાં ખાઈ નથી શકતો. કેમ કે પદાર્થની અપેક્ષાએ ઢગલાં ઘણાં છે. પણ આ તો પાછી મિશ્રગતિ છે. એટલે એની સાથે બીજું અશુભ કર્મ એવું છે, કે ભોગવી શકાતું નથી. શુભનો ઉદય એવો છે કે ઘરે જેટલી મીઠાઈ મંગાવવી હોય એટલી મંગાવી શકાય, જેટલી સ્વાદિષ્ટ વાનગી રચવી હોય એટલી રચી શકાય, એવી આર્થિક સ્થિતિ સારી છે, અખૂટ વૈભવ છે. પણ ડૉક્ટરની સૂચના છે કે આને જાણ્યે-અજાણ્યે પણ સાકર કે મીઠાશવાળો પદાર્થ આપવો નહીં. આના નસીબમાં એ પદાર્થ ભોગવવાનો યોગ નથી. આવા અંતરાય કર્મ ઊભા કર્યા હોય ત્યારે, ભોગવટો મળ્યો હોય, પરિગ્રહનો સ્વામી હોય પણ અંતરાય કર્મનું સ્વરૂપ છે કે બેયને ભેગા થવા દે નહીં. આ ભોગ અને ઉપભોગ ! અનંત પ્રકારનાં કર્મ, પદાર્થનું અચિંત્ય સામર્થ્ય, જીવનું અચિંત્ય વીર્ય, આ બંનેના યોગથી આ પુગલ પરમાણુઓ એવી રચનાને પામે કે એ ઇંટના રૂપમાં આવે, સોનાનાં રૂપમાં આવે, મહેલનાં રૂપમાં આવે, જેલનાં રૂપમાં આવે. એ મારુતિ કારના રૂપમાં આવે, બુલેટના રૂપમાં આવે, સૌને પોતપોતાની રીતે પોતાના ભાગ્ય અનુસાર બધું જ મળતું રહે. કેસેટ પૂરી થઈ ગઈ.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 216 GF
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨
પાંચમું પદ : આશંકા
સમાધાન
છઠ્ઠું પદ : આશંકા - સમાધાન
-
D (ગાથા ૮૭થી ૯૬)n
શ્રી ‘આત્મસિદ્ધિ-શાસ્ત્ર’માં, ગુરુ શિષ્યના સંવાદથી, જે મોક્ષમાર્ગની પ્રરૂપણા પરમ સદ્ગુરુ એવા પરમકૃપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કરી છે. એવા સંવાદના ચાર પદ, આત્મા છે,’ જે ‘આત્મા છે તે નિત્ય છે,’ જે છે ‘તે પોતાના કર્મનો કર્તા છે,’ અને જે આત્મા છે તે પોતાના કર્મનો ભોક્તા છે.’ આની વિચારણા કરી. હવે શિષ્ય આગળ વધે છે. આ છ પદથી સમ્યક્દર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકની સ્થાપના શ્રી સદ્ગુરુએ કરી છે તું આત્માનો આ છ પદથી વિચાર કર. છ પદથી આત્માનો વિચા૨ ક૨વાથી તને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. જૈન પરિપાટીમાં સમ્યગ્દર્શનથી આત્મધર્મનો પ્રારંભ થાય છે. એક વાર આત્માનું ઓળખાણ થયું એટલે એની પ્રાપ્તિનો પુરુષાર્થ સફ્ળ થાય. જે વસ્તુનો લક્ષ ન થયો હોય જેનું ઓળખાણ ન થયું હોય, એના માટે કરવામાં આવતો પ્રયત્ન લક્ષ વિનાના બાણ જેવો છે. એ બાણમાં ગતિ કદાચ વધારે હોય, જોશ પણ હોય પણ બાણ લક્ષ પર પહોંચે નહીં. માટે લક્ષની સ્પષ્ટતા કરવાની સૌથી પ્રથમ આવશ્યકતા છે. અને એ સંદર્ભની અંદર સદ્ગુરુએ આત્માની ઓળખાણ કરાવતાં આ ચાર પદ કહ્યાં. હવે શિષ્ય કહે છે.
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ.
(૮૭)
‘કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમ કે અનંતકાળ થયો તો પણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે.’
શિષ્ય હવે સ્વીકાર કરે છે કે પ્રભુ ! આપે કહ્યું તેમ આ જીવ કર્મનો કર્તા છે, અને કર્તા છે માટે ભોક્તા છે. જીવના વિભાવ પરિણામનો યોગ પામીને આસપાસ રહેલાં કાર્મણ વર્ગણાઓના પુદ્ગલ પરમાણુઓને આ જીવ અજ્ઞાન ભાવે ગ્રહણ કરે છે, અને જેવા ભાવથી, જેવા પરિણામથી કર્મ બાંધે છે તેવું ફળ પામે છે. ઉત્કૃષ્ટ શુભ ભાવ કર્યો હોય તો શુભ ફળ. અને અશુભ ભાવ કર્યો હોય તો અશુભ ૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર૦ 217 ITE
Page #218
--------------------------------------------------------------------------
________________
ફળ. તીવ્ર કષાયભાવે કર્યા હોય તો અનંત કર્મ બંધાય અને કષાયભાવ મંદ હોય તો હળવો કર્મબંધ પડે. આ બધાં જીવનાં ભાવ ઉપર છે. કર્મનો બંધ મન-વચન અને કાયાના યોગની જીવની જે ક્રિયા છે તેથી કર્મની, પ્રદેશ અને પ્રકૃતિ બંધાય છે. અને કષાયભાવ છે તેનાથી કર્મની સ્થિતિ અને રસ બંધાય છે. પણ આ બંધાયેલા કર્મ અનુસાર એ કર્મનું ભોક્તાપણું હોય છે. જે કર્મ છે એમાં દૂગલમાં એવી અદૂભૂત તાકાત છે કે જીવે જેવા ભાવે કર્મ બાંધ્યું હોય તેવી પ્રકારના, વિપાકના સમયે, એ કર્મ એવું રૂપ ધારણ કરે છે. કારણ કે પુગલ પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને વર્ણ છે. એટલે પદાર્થના પરમાણુની અચિંત્ય સામર્થ્યની શક્તિ છે. જેવી પ્રકારનું એને પરિણમન કરાવીએ, તેવી પ્રકારનું પરિણમન તે કરી શકે છે. આખો લોક એ આ જીવના અને પરમાણુનાં સંયોગનું પરિણામ છે. આ દશ્યમાન જગત એ અનંતા જીવોએ કરેલાં ભાવ, અને પુદ્ગલનાં અચિંત્ય સામર્થ્યવાળા અનંતા પરમાણુઓનું સંયોજન છે. આ સૃષ્ટિ સાંયોગિક છે. જેટલી જેટલી જગતમાં રચના છે તે સાંયોગિક છે. એટલા માટે આ મારો દેહ છે તે સાંયોગિક છે. અને એ દેહની રચનામાં, મેં પોતે પૂર્વે કરેલા કર્મોનો નિબંધન ભાવ અને એની સાથે આ દેહવર્ગણાના પરમાણુઓ – આ બન્નેના સંયોગથી જીવને દેહની પ્રાપ્તિ થાય છે. આ દેહ દુનિયામાં સ્વયં કોઈ રીતે, કોઈ કાળે નિર્માણ ન થાય.
કોઈ પુદગલ પરમાણના આધાર ઉપર, કોઈ વૈજ્ઞાનિક દેહની રચના ન કરી શકે. દેહની રચના જીવનાં અભાવમાં ન થાય, જીવનાં સદૂભાવથી થાય. એ જીવનો સદૂભાવ એટલે જીવનું હોવાપણું. એમાં જીવને બાકાત કરો તો રચના ન થાય. માટીમાંથી ઘડો થાય. પણ એમાંથી જીવ તત્ત્વ બાદ કરો તો કોઈ કાળે ઘડો ન થાય. ઇંટ, ચૂનો, પથ્થર, સિમેન્ટ એમાંથી મોટા મહાલયો થાય, ડેમ થાય, બંધ બંધાય, રસ્તાઓ થાય પણ સંયોગથી થાય. વિસ્રસા પરિણામ. જગતમાં જે અનંતા અનંત પુદ્ગલ પરિણમે છે તેમાંથી ક્યાંક ટેકરા કે ક્યાંક ખીણ થાય. પણ કેનાલ ન થાય, ડેમ ન થાય. ટેકરા થાય એને સાહજિક પરિણામ કીધું છે. પુલ પરમાણુઓથી વાદળાં બંધાય, જબરજસ્ત અવાજ થાય પણ શબ્દ ન થાય. શબ્દમાં જીવનો સદ્ભાવ જોઈએ. ભાષા વર્ગણાના પરમાણુઓ જડ જ છે. કેટલી બધી તાકાત છે. જીવનો સંયોગ એ પુદ્ગલમાં ભળે એટલે કેટલી તાકાત છે. એ સમજવા માટે કે જડ પરમાણુઓ જીવના સદૂભાવથી શબ્દમાં ફેરવાઈ જાય છે. કારણ કે એ ભાષા વર્ગણાના પરમાણુઓ જડ છે. એ Enlarge કરી શકાય છે. Storage કરી શકાય છે. એનું પ્રક્ષેપણ થઈ શકે છે અને એ ભાષા વર્ગણાના પરમાણુઓને ફેંકવામાં આવે તો frequencyના રૂપમાં એને ફેરવી શકાય છે અને એને કારણે રેડિયો કે T.V.થી દુનિયાના કોઈ પણ ભાગમાં એ શબ્દોનું ગ્રહણ થાય છે. કારણ કે એ પુદ્ગલ છે પણ એનું સામર્થ્ય કેટલું ! ગમે તે માણસ એ શબ્દ બોલે અને એક સંતના મોઢામાંથી એ શબ્દો બહાર પડે એનું સામર્થ્ય કેટલું ? શબ્દ જડ જ છે, પણ તીર્થકરની વાણીની દેશનાનો પ્રભાવ-એનું પ્રભુત્વ, એક સંતની વાણીનો પ્રભાવ ! અને એક સામાન્ય જીવ. દુનિયામાં બધા જીવ રોજનાં લાખો શબ્દ બોલે છે. પણ એની શું કિંમત છે ? પણ આ વચને વર્ગણા, ભાષા વર્ગણાના પરમાણુઓ જડ હોવા છતાં એક સંતના મોઢેથી મંત્રના રૂપમાં જ્યારે બહાર પડે છે ત્યારે એની તાકાત કેટલી?
E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 218 GિE
Page #219
--------------------------------------------------------------------------
________________
એક માનતુંગસૂરીશ્વરજીના મોઢામાંથી બારાખડીના શબ્દોમાં જ ‘ભક્તામર-સ્તોત્રની રચના થઈ. એક સંતના મુખમાંથી ‘ઉવસગ્ગહરના સૂત્રો બહાર પડે છે. એક સંતના મુખમાંથી આગમની વાણી ઝરે છે. એક સંતના મુખમાંથી ‘આત્મસિદ્ધિની ગાથાઓ સરી પડે છે. કેટલી તાકાત છે ! અનેક કવિઓએ કેટલાય પદો રચ્યા હોય, પણ પુદ્ગલ-પુદ્ગલ છે પણ પુદ્ગલ સાથે જીવનો જ્યારે સંયોગ થયો છે ત્યારે જીવની જે તાકાત છે, જીવ ત્યારે જે ભાવ કરે છે અને ભાવથી પુગલ સાથે જોડાય છે ત્યારે એ ભાવ આમાં આવે છે. સદ્દગુરુએ કહ્યું કે આમાં અમે અગોપ્ય માર્ગ કહીએ છીએ તો આમાંથી એ અગોપ્ય સામર્થ્ય વાળો માર્ગ પ્રાપ્ત થાય છે. પાણી સાદું જ હોય. પણ એ સાદાં પાણીમાં જો કોઈ મંત્રીને પાણી આપે તો એમાં ચમત્કાર કેટલો હોય છે. મંત્રનો પ્રભાવ ! પાણી તો પુદ્ગલ છે. પણ જીવની શક્તિ, જીવનો ભાવ. જીવની પાસે ભાવશક્તિ છે અને પુદ્ગલ પાસે પરિણમન શક્તિ છે. પુદ્ગલ સ્વર્ગના રૂપમાં ફેરવાઈ જાય, નારકીના રૂપમાં પણ થઈ જાય, પુદ્ગલ કારના રૂપમાં ફેરવાઈ જાય, આગગાડી પણ થઈ જાય. જીવના સુખ સામગ્રીના, અનુકુળતાના બધા જ સાધનો અનુસાર પુદ્ગલ પરાવર્તિત થઈ જાય અને પ્રતિકુળતામાં એ જ પુદ્ગલ રોગના રૂપમાં પણ આપણી પાસે આવે અને આત્માને સ્પર્શે દુઃખ પણ આપે, સુખ પણ આપે. જેવા આ જીવે પૂર્વે ભાવ કર્યા છે તે પ્રમાણે પુદ્ગલ પરિણમે. જીવના વિભાવભાવથી, અજ્ઞાનથી એનો યોગ મેળવીને – આ પુદ્ગલ પરમાણુ છે એની બાજી ગોઠવાય છે.
આ પુદ્ગલ પરમાણુનું રૂપીપણું છે. એની પાસે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે અને આખા જગતની અંદર આ ચારગુણથી, પુદ્ગલમાં પરિણમનની શક્તિ છે. ભેદ અને સંઘાતની શક્તિ છે, સ્કંધ રૂપ થવાની શક્તિ છે, એટલે આ પગલો જેવી પ્રકારનું ધારીએ તેવા પ્રકારના સ્કંધના રૂપમાં આ જીવને આવે છે અને એટલા કાળ માટે રહી, જીવને ફળ આપી, પાછા પોતાનાં સ્થાને ચાલ્યા જાય છે. આત્માના પ્રદેશ કોઈ દિવસ વિખરાય નહીં. પણ સ્કંધના પરમાણુઓ વિખરાય જાય. આત્માની અંદર જે કાંઈ છે તેનું અવસ્થાંતર થાય. પણ આ મુદ્દગલની અંદર જે કાંઈ પર્યાયાતંર થાય છે એનાથી આ લોકનું સર્જન થાય છે. આવી વાત સગુરુનાં મોઢેથી સાંભળી શિષ્ય નક્કી કરી લીધું કે જીવ કર્તા-ભોકતા છે. પણ જીવ કર્તા-ભોક્તા હોય તો પણ એનો મોક્ષ નથી. “
વિત્યો કાળ અનંત, પણ વર્તમાન છે દોષ.” આ દોષ તો એનો વિદ્યમાન જ છે. આ જીવમાં કર્મનું કર્તાપણું અનંતકાળથી એમને એમ ચાલ્યું આવે છે. અને જ્યાં સુધી કર્તાપણું છે ત્યાં સુધી ભોક્તાપણું ઊભું રહે તો મોક્ષ ક્યાંથી થાય ? જો એનો મોક્ષ થવાનો હોય તો અત્યાર સુધી થઈ ગયો હોત. પણ થયો નહીં. કારણ કે એનો કર્મનો કરવારૂપી દોષ જે છે તે વર્તમાન છે. વર્તમાન” છે એટલે અનાદિકાળથી માંડીને, આ ક્ષણ પર્યત – એને વર્તમાન કહેવાય – આ ક્ષણ પર્યત એ દોષ જીવમાં એમને એમ છે. અજ્ઞાન પરિણામ ઊભું છે. મોક્ષ પરિણામ જીવમાં ઊભું છે અને અનંત કર્મોનું મૂળ જીવનું અજ્ઞાન છે. શિષ્ય કબુલ કરે છે કે જીવ કર્તા-ભોક્તા છે એ મને માન્ય છે. પણ જે કારણથી અને જે દોષથી એ કર્તા-ભોક્તા છે, એ દોષ હજુ એમને એમ ઊભો છે. આજની તારીખે, હું આપની સાથે વાત કરું છું ત્યારે પણ – એટલે ‘વર્તમાન’ શબ્દ છે – વર્તતી પળમાં પણ આ દોષ એનો વિદ્યમાન છે. માટે એનો મોક્ષ કેવી રીતે હોય ? અને તમે જે સિદ્ધાંત કીધો
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 219 E
Page #220
--------------------------------------------------------------------------
________________
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. (૮૮)
શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મ રહિત કોઈ સ્થળે હોય નહીં.”
આ જીવ આ સંસારમાં ચૌદ રાજલોકમાં, ચાર ગતિમાં જાય, ૮૪ લાખ યોનિમાં જાય કે ૨૪ દંડકમાં જાય – જ્યાં જાય ત્યાં એનાં કર્મ તો એની સાથેને સાથે જ છે. કર્મ તો જોડાયેલાં જ છે. જેમ પ્રકાશમાં, જીવની છાયા, કાયાની સાથે જ હોય તેમ જીવની સાથે આ કર્મ તો છે શુભ હોય તો શુભનું ફળ ! અશુભ હોય તો અશુભનું ફળ ! મિશ્ર હોય તો મિશ્ર ફળ. પણ ‘કર્મ રહિત ન ક્યાંય.’ પ્રભુ ! માટે હું કહું છું કે આનો મોક્ષ નથી. આ જીવ અનંતકાળથી કર્તા-ભોક્તા છે અને અનંતકાળ કર્તા-ભોક્તા રહેવાનો છે. તો પછી આનો મોક્ષ હોઈ શકે નહીં. શિષ્ય કહે છે, શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય.
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.’ કૃપાળુદેવ કહે છે, ‘કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી ન શકે. તો પણ શુભ અને અશુભ કર્મ સફળ છે એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં. કર્મ એ આત્માનો ભાવ વ્યાપાર છે. જીવની પાસે ભાવ છે અને કર્મની પાસે પરિણમવાની શક્તિ છે. મારી પાસે ભૌતિક (લૌકિક) સુખ મેળવવાનો ભાવ છે, અને પુદ્ગલ પરમાણુમાં એ શક્તિ છે કે એને અનુરૂપ સાધનસામગ્રીમાં એની રચનાના રૂપમાં એ ફેરવાઈ જાય અને બેયનો સંયોગ બરોબર થઈ ગયો હોય તો મને એ સુખ આપે છે. પણ આ બંધુ સુખ પરમાણુઓને આધીન છે. તો પરમાણુનું સુખ તો ક્ષણિક છે ભાઈ ! કાળસ્થિત ને સમયવર્તી છે. સનાતન નથી. સમયે-સમયે પલટવું એ એનો સ્વભાવ છે. માટે કહ્યું કે એ સુખની પાછળ તો દુઃખ છે જ. એટલે ભગવાને કહ્યું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.’ આ પરમાણુ રચના કરીને તને સુખ આપે, એ પદાર્થના રૂપમાં આવીને તને સુખ આપે તો તારું સુખ પરાધીન થઈ ગયું. આવો ચૈતન્ય સત્તાવાન જીવ એને પોતાને સુખનાં પિરણામ લેવા માટે આ પુદ્ગલ પરમાણુ પર આધારીત થવું પડ્યું. માટે જ્ઞાની કહે છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. સુખ હોય તો સ્વાધીન હોવું જોઈએ, સુખ અવ્યાબાધ હોવું જોઈએ. અને સુખ અનંત હોવું જોઈએ. અને સુખ મેળવવા કર્મને રવાડે ચડ્યો તો જીવ સમયે-સમયે અનંત કર્મ બાંધે. તો આમાં સેળભેળ કેટલી થાય ? ક્યાંક નામ કર્મ સારું બંધાઈ ગયું તો થયો તો મોટો. પણ મોટાના દુઃખ મવડીને પૂછ-ક્યાંક ગોત્ર કર્મની અંદર ચૂકી ગયો. ક્યાંક પદ, પ્રતિષ્ઠા અને પૈસાનું સુખ લેવા ગયો તો શરીરનું સુખ સુકાઈ ગયું.
આ બધું સુખ તો એવું છે કે જેમાં હજારો કર્મની સેળભેળ થાય. તો ક્યારે ક્યું સુખ આપું આવી જાય અને બધું હોવા છતાં કાંઈ ભોગવવા ન મળે. કાંતો એકલા સુખમાં ચાલ્યો ગયો. કાં તો એકલા દુઃખમાં ચાલ્યો ગયો. કાં મિશ્રમાં ચાલ્યો ગયો – કારણ કે બધું પરાધિન. બધું પુદ્ગલની માયાને આધીન. પુદ્ગલની માયાનું સુખ ઘટતું હોય અને સ્વભાવનું સુખ સ્થિર હોય, અવ્યાબાધ હોય, જ્ઞાની કહે
છે,
૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 220 마
Page #221
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો એક પળ તમને હવો !!!”
હે જીવ ! લક્ષ્મી, કુટુંબ, પરિવાર, સંગ્રહ, પરિગ્રહ, પદ, પદવી, પ્રતિષ્ઠા, કીર્તિ, યશ, આ બધું જ જેમાં તને લાગે છે કે હું સુખી-સુખી થઈ ગયો, કહે તો ખરો કે આમાં શું સુખ મળ્યું ? “વધવાપણું સંસારનું.” આ તો તેં તારો સંસાર વધારી મૂક્યો. આ તો પદાર્થનું સુખ છે. પદાર્થની અપેક્ષાએ છે. તારું નથી. ભૂલી ગયો તું ચૂકી ગયો કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.” આ બધાની પાછળ તો દુઃખ જ આવે. આ સાચા સુખનું સ્વરૂપ નથી. જીવ સુખનું સ્વરૂપ ભુલી ગયો છે. એટલે એ આ સુખનું ઉદ્ભવ સ્થાન, મૂળ સ્ત્રોત ભુલી ગયો છે કે આ સુખ ક્યાંથી મળશે ? એટલે શિષ્ય અહીં કહ્યું કે પ્રભુ ! આ શુભ કર્મ કરશે તો સ્વર્ગનું સુખ મળશે અને અશુભ કર્મ કરશે તો નરકનું દુઃખ મળશે. આ જીવ કર્મરહિત ક્યાંય નથી. અમારે તો મોક્ષ જોઈએ છે. મોક્ષનું સુખ જોઈએ છે, જે સંપૂર્ણ છે, પરીપૂર્ણ છે, સ્વયંપૂર્ણ છે, સ્વાધીન છે. શાશ્વતું છે, અવ્યાબાધ છે, અનંત છે, અક્ષય છે, અખંડ છે. અમારા સુખની ધારા ક્યારેય ખંડિત થાય નહીં. એવું અમારા અસ્તિત્વ સાથે જોડાયેલું સુખ, એવા સ્વાભાવિક અને સાહજીક સુખના પ્રવાહ સાથે અમારું જોડાણ થવું જોઈએ. આ ભાવ અમે પરની સાથે કરીએ છીએ અને પરનું સુખ લેવા જાઈએ છીએ ત્યાં ખત્તા ખાઈએ છીએ. જો એક વાર અમારો ભાવ અમારી સાથે જોડાઈ જાય, એટલે હવે સદ્ગુરુ એને માર્ગદર્શન કરે છે. કારણ કે પોતાની ઇચ્છાએ, જાણતાં કે અજાણતાં, આ જીવે કોઈ દોષ તીવ્રપણે કે શીથીલપણે કર્યો હોય તો તેનું ફળ તો ભોગવવા યોગ્ય થાય, થાય ને થાય જ.
અનાદિકાળથી આ લોકમાં થતું જીવનું પરિભ્રમણ ગતિ યુક્ત હોય છે અને જીવનાં શુભાશુભ કર્મ અનુસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, એનાં ફળો એ ભોગવ્યા જ કરે છે. કર્મરહિત સ્થિતિ પરિભ્રમણમાં ક્યાંય નથી. જ્યાં સુધી જીવનું સંસારમાં – સંસરવું થાય છે ત્યાં સુધી એને કર્મ રહિત પણે ક્યાંય છે નહીં. એટલે જ્ઞાની ભગવંતો કહે છે કે ભ્રાંતિના કારણે સ્કુરાયમાન થયેલ જીવ વીર્ય, અનંત શક્તિરૂપ એવું જીવ વીર્ય, જડ એવી કાર્મણ વર્ગણાઓને ગ્રહણ કરે છે અને તે વર્ગણાઓ કર્મરૂપે પરિણમીને અને પોતાના અચિત્ય સામર્થ્યને કારણે અને ગુણોના આધાર ઉપર એનામાં જે પરિણમન શક્તિ છે, એ જગતની અંદર પૌદગલિક પદાર્થની રચના કરે છે. જે રચના શાશ્વત નથી. જગતનું કોઈ સ્વરૂપ શાશ્વત નથી. વાડી, વજીફા, લાડી, ગાડી, કુટુંબ, પરિવાર, સંગ્રહ, પરિગ્રહનું કોઈ સ્વરૂપ, T.V., S.T.D, લાખોની સંખ્યામાં ગણ્યા કરો, એકે વસ્તુ શાશ્વત નથી, બદલાતું છે. કારણ કે એની રચનામાં-મૂળમાં રહેલાં પરમાણુ પરિવર્તનશીલ છે. ગુણના આધાર ઉપર પરિવર્તન થયાં કરે છે. મેવા-મીઠાઈ બધું કાળ સ્થિતિને આધીન છે. કોઈ મીઠાઈ હંમેશને માટે એવીને એવી રહે ખરી ? બધા પદાર્થની સ્થિતિ નક્કી છે. તારી સાથે જે બંધ પડ્યો છે ને એ બંધમાં પદાર્થની સ્થિતિ નક્કી થઈ છે. એમાં પણ ઘટતી જાતી સ્થિતિ છે. ત્યાં સુધી જ એ રહે. કાળ પૂરો થયે બધું ચાલ્યું જાય છે. દેહ ચાલ્યો જાય છે તો દેહ સંબંધીત સંસાર ક્યાંથી ઊભો રહે ?
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 221
Page #222
--------------------------------------------------------------------------
________________
એટલું સરસ સગર સમજાવે છે કે ભાઈ ! આ બધા રાય-રંકના જે ભેદ છે. વિચાર તો સૌએ સુખી થવા માટે કર્યો છે. પણ પર પદાર્થ આધારિત સુખ છે એટલે રાગ-દ્વેષની પરિણતી આપણા કાબુમાં રહેતી નથી. એટલે કરવા જાઈએ રાગ અને થઈ જાય દ્વેષ. આપણે ઉત્કૃષ્ટ ભાવ ભાવીએ કે ઇન્દ્રપુરીમાં ઇન્દ્રનો રાજા થાઉં. પણ ભાઈ ! એમ બનતું નથી. જીવ કલ્પના કરીને પોતાનું જ ભુંડું કરી નાખે છે. ઉધ રવાડે ચડી જાય છે અને પછી જ્યારે પરિણામ આવીને ઊભું રહે ત્યારે કહે કે મેં આવું નહોતું ધાર્યું. આ તો બધા પુગલના ખેલ છે. એમાંથી જો શાશ્વત સુખ પ્રાપ્ત થતું હોત તો આ બધા સિદ્ધ પરમાત્મા, સંસાર છોડીને, સિદ્ધલોકમાં ન જાત. આ ઋષભદેવ, મહાવીર, બધા મહાન યોગિશ્વરો ! સંસારને પૂંઠ દઈને ચાલ્યા ગયા છે. જો સંસારમાં સુખનો છાંટો હોત ને તોયે એ લોકો અહીં રોકાઈ જાત. કારણ કે સુખને તો સૌ ઝંખે છે અને એ પણ આત્મા જ હતા ને ? જીવ માત્ર સુખને ઝંખે પણ એમને ખબર પડી કે આ સુખ નથી. સુખની ભ્રાંતિ છે. આ સુખાભાસ છે. સંસાર તો એકાંતે કરીને દુઃખથી બળતો છે. ત્રિવિધ તાપથી જલતો છે. સંસાર એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિનું સ્વરૂપ ! તાપ, ઉતાપ અને સંતાપ એટલે સંસાર છે ! જ્ઞાનીઓએ આ જોયું એટલે કહ્યું કે આ સંસારમાં રહીને કોઈ ક્યારેય સુખ પામે એમ નથી. સંસાર અસાર છે, સંસાર અશરણ છે. સંસારની સ્થિતિ અનિત્ય છે અને સંસારનો ભરોસો કરવા જેવો નથી. જ્ઞાની પુરુષોએ આ વિચાર કર્યો કે જો પુદ્ગલ દ્રવ્ય એ સુખનું સાધન થઈ શકે તો ચેતન દ્રવ્ય એ સુખનું સાધન થાય કે નહીં ? એમ વિચાર કરીને સદ્ગુરુ હવે સમજાવે છે
જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” (૮૯) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યા અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે, માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે, અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે. એમ હે વિચક્ષણ ! તું વિચાર.”
સદ્દગુરુ કહે છે, તે ચાર પદ સમજ્યો અને આ જીવનું કર્તાપણું અને ભોક્તાપણું એવું જબરજસ્ત તત્ત્વજ્ઞાન, વિતરાગનું વિજ્ઞાન એ તેં જો ગ્રહણ કરી લીધું છે તો તે વિચક્ષણ ! કર્મ કરવાથી જો આ સ્થિતિ પ્રાપ્ત થાય છે તો ન કરવાથી પણ આ સ્થિતિ પ્રાપ્ત થાય એ સમજ. જૈનદર્શનની અંદર કાંઈ ન કરવું – એ જ મોટું કરવું છે. નિવૃત્તિ. ભગવાને છ પદનાં પત્રની અંદર-પાંચમાં મોક્ષપદ માટે લખ્યું છે.
પાંચમું પદ – “મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરુપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે-તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.” ભાઈ ! આ નિવૃત્તિ સરળ છે. જો કર્મની પ્રવૃત્તિનું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 222
=
Page #223
--------------------------------------------------------------------------
________________
પરિણામ આવતું હોય તો એની નિવૃત્તિનું પણ પરિણામ આવે. જીવનો કોઈ પણ વ્યાપાર એ ભાવનો વ્યાપાર છે અને આ ભાવનો વ્યાપાર પરલક્ષી છે. એ ભાવનો વ્યાપાર જો સ્વલક્ષી થાય તો પણ પરિણામ મળે જ. એટલે કહ્યું કે કર્મ સફળ હોવાથી એ કર્મને જેમ આત્મા ભોગવે છે, એમ આ બંધ વૃત્તિઓ છે એને નિવર્તવામાં આવે તો અબંધપણું પ્રાપ્ત થાય છે. “નિવૃત્ત વાળો અવસર સંપ્રાપ્ત કરી, અધિક-અધિક મનન કરવાથી, વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થાય છે.’ પત્રાંક ૯૧૫માં પરમકૃપાળુદેવે કહ્યું, ‘હે જીવ ! તું નિવૃત્તિનો વિચાર કર.’ પર૫દાર્થ સંબંધી, રાગ-દ્વેષના પિરણામ કર્યા વિના, કષાય ભાવાના પરિણામ કર્યા વિના, રતિ-અરતિના પરિણામ કર્યા વિના, રૂચિ-અરૂચિના પરિણામ કર્યા વિના, એની સાથેની મોહબુદ્ધિનો સંબંધ તોડી દે. આસક્તિ, મમત્વભાવ તોડી નાખ. અને જે પ્રકારે, જે સંજોગો ઉદયમાં આવે, તે પ્રકારે માત્ર એનો તું સાક્ષી બન.
તું નિવૃત્ત થઈ જા. તારા ભાવ છે એ એની સાથે જોડ મા. તારા ભાવ તારા સ્વરૂપ સાથે જોડી દે. સ્વરૂપ સાથે જોડવાથી એ બહારની દૃષ્ટિએ નિવૃત્ત થઈ વૃત્તિઓને બહારના પદાર્થ સાથે, બહારના સંયોગ સાથે જોડીએ એ પ્રવૃત્તિ છે. આ વિષયનું અર્થઘટન અધ્યાત્મની દૃષ્ટિએ કરીએ છીએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આને અહીં લૌકિક દૃષ્ટિએ સમજવાનું નથી. પણ આત્માનો જે અંતરવ્યાપાર, ઉપયોગનો જે વ્યાપાર છે એ બહીર્લક્ષી વ્યાપાર હોય એને પ્રવૃત્તિ કહેવાય. અને આત્માના ચૈતન્યનો અંતર્લક્ષી વ્યાપાર છે તેને નિવૃત્તિ કહેવાય. નિવૃત્તિમાં પણ એનો વ્યવહાર અને વ્યાપાર ચાલુ જ છે. આત્માનો પુરુષાર્થ ચાલુ છે. એનું સમયે-સમયે થતું ભાવનું પરિણમન પણ ચાલુ જ છે. ત્યાં કાંઈ બંધ થઈ ગયું નથી. આત્મા ક્યારેય કુટસ્થ થતો નથી. જીવે વૃત્તિઓનો આંત્યિક ક્ષય કરવો. વૃત્તિઓની નિવૃત્તિથી કર્મબંધની નિવૃત્તિ થાય છે. જીવમાં સમયે-સમયે વૃત્તિ ઊઠે. એ વૃત્તિ ઉઠે એટલે એની સાથે એની ઇચ્છા જોડાય. એની ઇચ્છા જોડાય એટલે તરત જ એની અંદર જીવનું વીર્ય - રૂચ અનુયાયી વીર્ય થાય. એટલે તે ઇચ્છાની પૂર્તિ માટે જીવની શક્તિરુચિ અનુયાયી થાય અને જીવનો ક્રિયા યોગ શરૂ થઈ જાય. મન-વચન-કાયાનો ઇચ્છાપૂર્તિ માટે ક્રિયાયોગ શરૂ થઈ ગયો. હવે ઇચ્છિત પરિણામ લેવા માટે, ક્રિયાયોગ કરવા માટે, રાગ-દ્વેષ અને કષાયનું અવલંબન લેવું પડે છે. એના વગર ક્રિયા યોગ થાય નહીં. મન-વચન અને કાયાના યોગ અને કષાય ભાવ બંને ભેગાં થયાં એટલે પુદ્ગલ પરમાણુ સાથે જીવનો કર્મ સંબંધ થયો. અને એ કર્મ સંબંધ એને બંધનું કા૨ણ થયો. એટલે કહે છે કે તું નિવૃત્તિમાં ચાલ્યો જા. કૃપાળુદેવે એને વ્યવહારિક સ્વરૂપ પણ આપ્યું છે કે, નિવૃતિ ક્ષેત્ર, નિવૃતિ દ્રવ્ય, નિવૃતિ કાળ અને નિવૃત્તિ ભાવને આ જીવે સેવવાં.' જેને કર્મબંધથી છૂટવું છે એણે નિવૃતિનો અભ્યાસ કરવો. ચાલતાં જીવનમાં પણ નિવૃતિ લેવી. મહિને દહાડે બે-ચાર દિવસ નિવૃતિ લેવી. કૃપાળુદેવનાં જીવનચરિત્રમાં પણ આવે છે કે, આવો પ્રવૃત્તિનો ઉદય હતો છતાં, નિવૃતિ લઈને આખા ચરોતરના પ્રદેશમાં, ઇડરના પહાડોમાં, ઉત્તરસંડાના વનક્ષેત્રમાં, અનેક જગ્યાએ એ ભગવાન દર વર્ષે નિવૃતિ લઈને નીકળી જતાં હતા. નિવૃતિ કરવાથી, આત્માને પોતાના સ્વરૂપ સાથે અનુસંધાન કરવાનો અવકાશ મળે છે. આત્મવિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવ નિવૃતિ લેતો નથી અને બહિર્લક્ષી પ્રવૃત્તિમાં પડ્યો છે, પોતાનું ઘર, બાર, કુટુંબ, પિરવાર, સંસાર, એની અંદર જ જોડાયેલો છે. ત્યાં સુધી
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 223
1.
Page #224
--------------------------------------------------------------------------
________________
જીવ, પોતાના સ્વરૂપ સાથે એકરૂપતા કરી શકતો નથી. એ વાત ગમે એટલી કરે કે મારે ઘરે કાંઈ કામ નથી. હું તો દુકાને પણ ખાલી બેસું જ છું. નિવૃત જ છું. બસ ખાલી મારી હાજરીની જ જરૂર છે. અરે ! તારી હાજરીએ તો તારું સત્યાનાશ કાઢી નાખ્યું. તું તારી જાતને છેતરી રહ્યો છો. જીવ જ્યાં સુધી આ દંભમાંથી, ડોળમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી પોતાના જૂઠાણામાં જ ફસાયેલો છે. આત્મવંચના જેવું બીજું એક મહાન પાપ નથી. હું નિવૃત છું' એમ બોલતાં પહેલાં વિચાર કરવો કે સમયે સમયે ભાવનો વ્યાપાર સ્વલક્ષી છે કે પરલક્ષી છે ? જજમેન્ટ એના ઉપરથી લેવાય છે. તું જે કરે છે એ આખો સંસારનો જ વહેવાર છે. આખી ભાવની રમત તો તું સંસારના વ્યાપાર, ભાવ અને પ્રસંગમાં જ કરે છે. નિવૃત ક્યારે થવાનું ? આ જ્ઞાની પુરુષે તો ભાવનાબોધ લખીને નિવૃતિનો ઉપદેશ આપ્યો. અને એમાં લખ્યું,
અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ વાય નેત્રને નિહાળ રે, નિહાળ તું;
નિવૃતિ શીધ્રમેવ ધારી, તે પ્રવૃતિ બાળ તું. હે જીવ ! જ્યાં અનંત સુખનો માર્ગ પડ્યો છે ત્યાં તારી મિત્રતા નથી. કદાચ દુઃખ હશે તો નામનું હશે. કારણ કે આ જીવ સુખશીલિયો છે. શાતાશીલિયો છે એટલે એને નિવૃતિમાં થોડીક અગવડ લાગે. ટેસ ન આવે. નામનું દુઃખ છે પણ એનાથી જે સુખની પ્રાપ્તિ છે તે અનંત સુખ છે. નામનું દુઃખ છે. ત્યાં તારી મિત્રતા નથી. પણ અનંત દુઃખ અને નામ સુખ - આ સંસારના પ્રસંગ અને પ્રકારમાં, અનંત પ્રકારનાં દુઃખનું ઉપાર્જન તે સમયે સમયે કરી રહ્યો છો, અને એમાં કદાચ સુખ મળે તો પણ નામનું સુખ હોય. કૃપાળુદેવે કહ્યું, “પ્રાયે જગતના જીવો અશાતાનો જ ઉદય વેદે છે. અને કવચિત એને શાતાનો ઉદય દેખાય તો પણ અંતર-દાહ તો બળ્યા જ કરે છે.” ક્યાંક સુખની ઝાંખી આવી જાય. અને ભ્રાંતિમાં આ જીવ એને સુખ માની લે. એક ઝબકી આવી જાય. પ્રેમ ત્યાં વિચિત્રતા.” ત્યાં તારો પ્રેમ છે. આ વિચિત્રતા તો જો. ‘ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે ! નિહાળ તું !” અરે ! તારા ન્યાયના નેત્રને તો ઉઘાડ. કે તારો પ્રેમ
ક્યાં હોવો જોઈએ ? અને ક્યાં છે ? ‘નિવૃતિ શીઘ્રમેવ ધારી.” તું શીધ્ર નિવૃત્તિ ને લે. અને તારી પ્રવૃત્તિને બાળ. બાળ’ શબ્દ વાપર્યો છે. પ્રવૃત્તિ એટલે આત્માનો, ચિત્તની વૃત્તિઓનો બહીલક્ષી વ્યાપાર, જ્યાં થતો હોય ત્યાં હું પ્રવૃત્તિમાં છું એમ સમજી લેવાનું. ધર્મ સ્થાનમાં બેઠા હોઈએ અને ચિત્તની વૃત્તિઓનો વ્યાપાર બહાર હોય તો આપણે નિવૃતિમાં નથી. ભ્રાંતિમાં રહેવું નહીં. અને આ પરમકૃપાળુદેવ, લોકોને દેખાતા'તા પ્રવૃત્તિમાં અને હતા નિવૃતિમાં. એટલે એમણે કહ્યું, “લઈએ છીએ, દઈએ છીએ, વેપાર કરીએ છીએ. પણ આત્મા ક્યાંય જોડાતો નથી. આત્માની સમાધિનું અખંડ દૃષ્ટિપણું તેથી બાધા પામતું નથી. ઉપાધિ મધ્યે પણ અમારો સમાધિ યોગ અખંડ છે. ચો તરફ ઉપાધિની જ્વાળાઓ પ્રજ્વલિત હોય ત્યારે પણ ચિત્તની સમતા એ કોઈ પરમ જ્ઞાનીઓને શક્ય છે. પણ અમારો એવો અનુભવ છે. પ્રવૃત્તિ અને નિવૃતિ – ઉપયોગનો બહીલક્ષી વ્યાપાર, અને ઉપયોગનો સ્વલક્ષી વ્યપાર.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 224 EF
Page #225
--------------------------------------------------------------------------
________________
આત્માનું ચૈતન્ય, જીવની અનંત શક્તિ અને એનું વીર્ય, અને જ્ઞાન, દર્શનરૂપી એનો ઉપયોગ. આ જે અદ્ભુત અને અચિંત્ય સામર્થ્ય જીવનું છે, એ સામર્થ્યનો ઉપયોગ જીવનો સ્વલક્ષી થાય, સ્વરૂપલક્ષી થાય એ નિવૃત્તિની વ્યાખ્યા છે કે જેમાંથી અનંત સુખનું સર્જન થાય. એટલે ભગવાન કહે છે કે આ નિવૃત્તિ સફળ છે. આપણે એમ સમજીએ કે નિવૃત્તિ નિષ્ફળ છે. જીવને એમ થાય કે હજુ સંસારમાં થોડુંક કરી લઈએ. ૬૫ થયા. પણ હજી પાંચ વરસ સંસારમાં વાંધો આવે એમ નથી. આમને આમ ઉંલી જાઈશ. હજુ પાંચ હજાર રૂપિયા કમાઈ લેવા હોય તો વાંધો નથી. કહેનેવાલા ભી દિવાના, ઔર સુનનેવાલા ભી દિવાના.’ ભાઈ ! આ તારો જે અત્યારે યોગ છે, તારું જે સામર્થ્ય છે, ઈન્દ્રિયો સતેજ છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું, કે ઈન્દ્રિય સતેજ છે ત્યારે ધર્મનો વ્યાપાર નહીં કર અને કર્મના વ્યાપારમાં જ લાગી રહીશ તો પછી ક્યારે ધર્મ કરીશ ?” મોઢામાંથી લાળ પડતી હોય, આંખે સૂઝે નહીં, કાને કોઈ સંભળાય નહીં, શરીર ઠીક રહે નહીં, એક નવકારનો કાઉસગ્ગ ન થાય, એક માળામાં પણ હાથ ધ્રુજતો હોય, તે જ દિવસે નું ધર્મ કરવા નીકળીશ ? એટલો લોભી આ જીવ છે ! અને છતાં દંભી છે. એટલે પોતાની આર્થિક પ્રવૃત્તિ, સંસારની પ્રવૃત્તિ છોડવા તૈયાર નથી. અને પાછો કહે કે, ‘આપણાથી થાય એટલું બધું કરવું જોઈએ. આ તો કર્તવ્ય છે.’ આ તો જાતને અને જગતને છેતરવા નીકળ્યો છે. પણ જ્ઞાની પાસે તારો હિસાબ બહુ ચોખ્ખો છે. કે આ તારી કર્મની પ્રવૃત્તિ છે. આ તારા મરવાના અને રખડવાના ધંધા છે. આમાં ડહાપણવાળો અને જાણકાર વધારે પટકાય. અજ્ઞાની કોઈક દિ તરી જાશે. કારણ કે શુભ ભાવ કરે છે કે, હે ભગવાન ! હું પાપ કરી રહ્યો છું. મને આમાંથી બચાવજે. મારી સ્થિતિમાં ચાલી શકે એમ નથી. એટલે ના ઈલાજે, ન છૂટકે હું વેપાર કરું છું. મને તું બચાવજે. પણ જે દંભી છે, ડોળ રાખનાર, બધું ચાલી શકે એવું છે છતાં જે પ્રવૃત્તિમાં પડ્યો છે એને તો અનંતગણું વિપરીત પરિણામ આવે છે.
આ સંસાર સાગરની અંદર ડાહ્યા ડુબી જાય. દિવાના દરિયો તરે.' એવો આ ખેલ છે. જેટલું જાણપણું છે, જેટલો થોપશમ છે એ જ પ્રકારે પ્રવૃત્તિનું સંચાલન ચાલવું જોઈએ. જાણકારી અને વ્યવહાર વર્તના જુદી હોય એને જૈન દર્શનમાં ક્યાંય માફ નથી કર્યો. કૃપાળુદેવે એટલા માટે લખ્યું છે કે, ‘જીવ ગમે તે પ્રકારે કહે, કર્મ ભૂલથાપ ખાતું નથી.' હોય મોહ ને ઘટાવે મોહદયા. તો કર્મ ભૂલથાપ ખાતું નથી. અનુકંપાની વાત કરે પણ જો મોહનો ભાવ હોય તો એની ખતવણી અનુકંપામાં થાય નહીં. કર્મનો હિસાબ બહુ ચોખ્ખો છે. કર્મનો કર્તા અને ભોક્તા જીવ સ્વયં છે. એના ભાવ પરિણામ છે. આ પુદ્ગલનું એક તત્ત્વ બહુ સરસ છે કે એનામાં રાવપણું નથી. એટલે એ ક્યાંય mistake ભૂલ કરે નહિ. પક્ષપાત કરે નહીં. આ જડની એક વિશેષતા છે. એ તો હોય એવું જ ફળ આપે. કર્મ કોઈની લાજ-શરમ રાખે નહીં. જૈન ધર્મનો સિદ્ધાંત બહુ સરસ છે. જ્ઞાની કહે છે આગળ -
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦)
= શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 225
Page #226
--------------------------------------------------------------------------
________________
‘કર્મ સહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો. પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય.”
સદૂગર કહે છે કે, “બરોબર છે. અનંતકાળ તેં આ રીતે વીતાવ્યો છે. કાં શુભ કર્યું, કાં અશુભ કર્યું, સમયે સમયે કાં શુભ ભાવ કર્યો, કાં તો અશુભ ભાવ કર્યો. સમયે સમયે આ જીવનાં પરિણામ, એની વૃત્તિ ચળ, વિચળ થયાં કરે છે. નિમિત્તાધિન વૃત્તિ છે. આ નિમિત્તાધિન વૃત્તિ પછી વિષયાધિન બને છે. અને પછી કષાયાધિન બને છે. આ એનો ક્રમ છે. નિમિત્ત ઉત્પન્ન થયું એટલે તરત જ જીવ જાગૃત થયો. જોડાઈ ગયો. કોઈ કર્મનો ઉદય આવ્યો, કોઈ સંજોગ આવ્યાં, નિમિત્ત ઉત્પન્ન થયું અને જોડાઈ ગયો. ઉદય થયો એટલે કર્મના પ્રભાવમાં આવ્યો કે આપ સ્વભાવમાં છે ? તો જેવું ભાન ચુકી ગયો કે આ ચક્કર ચાલું થઈ ગયું. વૃત્તિ એની સાથે જોડાઈ ગઈ. ઇચ્છાનું રૂપ ધારણ કર્યું. કઈ ઈન્દ્રિયનો વિષય છે એ વૃત્તિને ? આંખનો, કાનનો, નાકનો ? એ ઈન્દ્રિય સતેજ થઈ ગઈ. એણે વ્યાપાર શરૂ કરી દીધો. અને એ પછી ઈન્દ્રિયનો વ્યાપાર વિષયની અંદર શરૂ થયો. એનું ઇચ્છિત પરિણામ લાવવા માટે કષાય શરૂ કરી દીધો. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ. અનેક પ્રકારના વ્યવહાર પ્રપંચ એની આખી એવી માયા ચાલે, પછી તો આ પોતાના વશમાં નથી. પછી તો કર્મના વશમાં છે. નિમિત્તના વશમાં છે. પદાર્થના વશમાં છે. આ જીવ વિષય-કષાયને અને નિમિત્તને આધિન છે. જેવું ભાન ભૂલ્યો કે એક જ પગથિયું ચુકી ગયો. આખો માર્ગ એની અંદર એને કર્મના બંધનો ચાલ્યો. આવી રીતે અનંતકાળ વીતી ગયો, ભાઈ ! શુભ અને અશુભમાં વીતી ગયો. અનુભવ એ છે કે પ્રભુ ! વાત ભલે શુભની હોય. શુભનું એક સ્મરણ અત્યારે મને હવે નથી. પણ જે મનુષ્ય પર્યાયમાં છું, એની અંદર તો સ્પષ્ટપણે લાગે છે કે, શાતા થોડી, અશાતા ઘણેરી, એવો છે આ સંસાર;” અનુભવ તો એ થાય છે કે શાતા થોડી અને અશાતા ઘણી છે.
જીવનનો સરવાળો ૬૦-૭૦ વર્ષની ઉંમરે, પોતાના આખા આયુષ્યની જે ઉપલબ્ધિ છે. આવો કાળ, આવું સાધન, આવું વૈજ્ઞાનિકપણું, આવું શિક્ષણ, આવી સ્થિતિ સંપન્નતા, આવા જાગૃતિક સાધનોની વચ્ચે કોઈક દિવસ સરવાળો માંડીએ ત્યારે ખબર પડે કે, હે જીવ ! તેં શું પ્રાપ્ત કર્યું? તારી ઉપલબ્ધિ શું ?
What you have achieved ? What you have gained ? અને પછી એમ થાય કે What was the purpose of the life ? અરે મારા જીવનનું લક્ષ શું હતું? લક્ષનું ભાન થયું ત્યાં તો જીવન પૂરું થયું. કે ના ! ના ! જીવન તો આ લક્ષે જ વીતાવવું જોઈએ. આ મનુષ્ય દેહમાં તો આ જ પ્રાપ્ત કરવું જોઈએ. એવી,
જ્યાં સમજણ આવી, ત્યાં તો એ અસ્તાચળના આરે આવીને ઊભો છે. અને પછી એમ થાય કે What was the meaning of my action ? સમાજની અંદર મેં તો ઘણા કામો કર્યા, ઘણાં કાર્યો કર્યા, સંસારમાં બહુ કર્યું. પણ What was the meaning ? આ બધું અર્થહિન છે. આ જેને મારા માન્યા'તા એય મારા રહ્યા નહીં. અને જે મારું માન્યું તું એય મારું રહ્યું નહીં. આ તો બધું લુંટાઈ ગયું. બધુંય ગયું. અને આપણા માન્યા'તા એય બધાં મોઢું ફેરવીને બેઠાં. આમાં તો કોઈ મારું નથી ? હવે સમજાયું ? આ જ સ્થિતિ છે. આવો અનંતકાળ પસાર થયો છે.
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 226 GF
Page #227
--------------------------------------------------------------------------
________________
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેઠતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.'
સદ્ગુરુ કહે છે, હે શિષ્ય ! આ શુભાશુભ ભાવને તું છેદી નાખ, ભગવાન ! કેવી રીતે છેદાય ? સમભાવ. સમતા. મમતા જેમ બંધનું કારણ છે એમ સમતા એ મુક્તિનું કારણ છે. હે જીવ ! સમભાવમાં આવ. સમત્વમાં આવ. પ્રાપ્ત પરિસ્થિતિ વિશે ઉદાસીન બની જા. ન રાગ-ન દ્વેષ. ન આસક્તિ ન તિરસ્કાર. કશું જ નહીં. જેમ છે તેમ સંયોગોનો સ્વીકાર સંયોગો બદલી શકાશે નહીં. સંયોગો પૂર્વે બાંધેલા કર્મોને આધિન છે. તેનો સ્વીકાર કરી શકાશે. બદલવાની અંદર જીવને સંઘર્ષની ભૂમિકા લેવી પડશે. સંઘર્ષની ભૂમિકા કષાય વિના નહિ થાય. સંયોગોના સ્વીકારમાં જીવને સમાધાનની ભૂમિકા લેવી પડશે. સમાધાનની ભૂમિકા સમભાવ વિના ન આવે. આખરે મનુષ્યએ સંયોગોનો સ્વીકાર કરવો જ પડે. એ માને કે ન માને. અને કોઈ જીવ કદાચ એવો હોય, વનભર અવળચંડાઈ કરી હોય અને મૃત્યુ સુધી અવળચંડાઈ કરવા ધારે કે હું સંયોગો બદલી નાખીશ.' તો આવી તીવ્ર લેશ્યાની અંદર અને આવા તીવ્ર દ્વેષ ભાવની અંદર, તીવ્ર રૌદ્ર ધ્યાન અને આર્તધ્યાન અંદર, જો એનો દેહ છૂટી જાય તો એવી ભયંકર ગતિને પામે છે. જ્ઞાનીઓ કહે છે એ અનંતાનુંબંધીમાં ચાલ્યો જાય છે. અને કેટલાય વખત સુધી નીકળી શકતો નથી. ઉદાહરણ ચંડકોશિકનું આ દેખાડવા, પુરતું છે. કે સાધુ વનની અંદર પણ ક્રોધની પર્યાય છેલ્લે છૂટી નહીં. ઉપાશ્રયની અંદર થાંભલા સાથે માથું અથડાઈ ગયું ત્યારે પર્યાય ક્રોધની હતી અને દેહ છૂટી ગયો. સમતા નહોતી. એટલે તાપસ થયો. અને તાપસમાં પણ એ ક્રોધની પર્યાય ચાલુ રહી એટલે ચંડકૌશિક થયો. અને ચંડકોશકે જ્યારે દે છોડયો ત્યારે ક્રોધની પર્યાય છોડી દીધી હતી. અને સમનાની પર્યાય ધારણ કરી હતી. અને માટે ચંડકૌશિકની ગતિ કઈ ? તો કહે સદ્ગતિ. વિતરાગના વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ. આ સંસારની આંટીઘુંટીમાંથી બહાર નીકળવું છે. આપણું ડહાપણ કામ આવે એવું નથી. આપણા મગજમાં, આપણી માન્યતાનું જે ખોટું ગણિત બેસી ગયું છે એનાથી પર થાવું પડશે. એને દૂર કરવું પડશે.
હે પ્રભુ ! આ મુક્તિનું વિજ્ઞાન હું જાણતો નથી. આપ બધા અનુભવી છો. અનંતા જ્ઞાની પુરુષોએ આ માર્ગને પોતે જીવતા જાણ્યો છે, અને જે જે પુરુષોથી કહી શકાય તેમણે કહ્યો છે. કા૨ણે કે કૃપાળુદેવે કહ્યું કે, “મહાત્માનો દેહ આ જગતમાં બે કારણોને લીધે વિદ્યમાન હોય છે. એક તો પૂર્વે બાંધેલા કર્મોના નિવર્તન માટે અને બીજું જગતના જીવોની કરુણા માટે જે જે જીવ આવા જિજ્ઞાસુ છે. આવા આત્માર્થી છે, સાચા સુખની ઝંખનાવાળા છે, આવા જીવોને માર્ગ બતાવવો એ સત્પુરુષોનું લક્ષણ છે. આવા પુરુષોનો સનાતન સંપ્રદાય છે કે આખા જગતના જીવો, પ્રાણીમાત્ર કલ્યાણને પામે, સમાધિને પામે, શાંતિને પામે. એનું મંગલ થાય. જન્મ-જા મરાના દુઃખથી સર્વ જીવો મુક્ત થાય. કર્મના ચક્કરમાંથી જીવ છૂટે. પુદ્ગલના ખેલમાંથી એ જીવ છૂટી જાય અને પોતાના સ્વરૂપથી જોડાઈ જાય. આવી કચુલા અનંત તીર્થંકરોની છે. અનંતા કેવળીઓની છે. અનંતા ગીતાર્થ જ્ઞાનીભગવંતોની છે. અને એટલા જ માટે એમણે, પોતાને માર્ગ પ્રાપ્ત થઈ ગયો, પોતાને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, અબંધપણું પ્રાપ્ત થઈ ગયું પછી પણ
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 227
Page #228
--------------------------------------------------------------------------
________________
જગતના જીવો સામે આ માર્ગ પ્રકાશિત કર્યો. કેવળ નિષ્કારણ કરુણા. વિતરાગી કરુણા. કરુણાનો એક પ્રકાર આ છે. આપણી કરુણા તો ક્યારેક મોહજનિત કરુણા છે. મોહજનિત કરુણા અને વિતરાગી કરુણાનો તફાવત સમજવો જોઈશે. જીવનમાં કરુણા હોય, જગતના જીવો સાથે આ પ્રકારનું ઉપકારીપણું હોય, પરસ્પરોપકારો ગ્રહો જીવાણાં.” એનાથી જ આ સંસારનાં જીવો મુક્ત થાય છે. મુક્ત જીવો બીજા મુક્ત જીવોને માર્ગ બતાવે છે. પ્રેરણા કરે છે. પુરુષાર્થની અંદર એને સહાયતા કરે છે. એનું યોગબળ અનેક જીવોને મોક્ષમાર્ગ સરળ કરાવે છે. કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે, “યોગબળ યુક્ત પુરુષ એટલે જેના બોધથી, વધુમાં વધુ લોકોને, થોડામાં થોડા પરિશ્રમથી કલ્યાણની પ્રાપ્તિ થાય. એને યોગબળ કહેવાય. મહાવીરનું યોગબળ કેટલું ? એમણે પોતે દેહ છોડી દીધો છે, એમનું નામ ચાલ્યું ગયું છે, રૂ૫ ગયું છે, નામ કર્મ, ગોત્ર કર્મ, બધું જ ભગવાન નિર્વાણ પામ્યા તે દિવસે ગયું. ૨૫૦૦ વર્ષના વહાણાં વીતી ગયાં. પણ કહે છે કે હજુ આવતા ૧૮૫૦૦ વર્ષ સુધી જ્યાં સુધી આ પંચમકાળ વિદ્યમાન છે, ત્યાં સુધી, એના છેલ્લા સમય સુધી, આ ભગવંતનું યોગબળ એના શાસનના રૂપમાં વિદ્યમાન છે. કોઈ પણ જગતનો મુમુક્ષુજીવ, આત્માર્થી જીવ, પોતાના કલ્યાણ માટે આ બોધનો આશ્રય લે તો સંસાર-સાગરને પાર કરી શકશે. એવું ભગવાન મહાવીરનું યોગબળ છે. આને શાસનનું યોગબળ કહેવાય. જ્ઞાનીપુરુષો આવું યોગબળ જગત ઉપર ફેલાવતાં હોય છે. આપણા પર સત્પુરુષની કૃપા થવી જોઈએ. એનો અનુગ્રહ આપણે માંગવો જોઈએ. એટલા માટે કે એના યોગબળ સાથે આપણે જોડાઈએ. ભક્તિથી આપણું જોડાણ એનાં યોગબળ સાથે થાય છે. જેમ Reception center બધી frequency પકડતાં હોય એમ જ્ઞાની પુરુષોની free quency ચાલુ જ છે. ચેતન સત્તા છે. Dead નથી. જડ નથી. મુક્ત થયા. ભલે સિદ્ધલોકમાં ગયા. પણ છે તો લોકમાં જ. કેટલાય આત્માના યોગબળ છે. અતુલ અને અમાપ જેનું યોગબળ છે એને તીર્થકર કહેવાય. અને બીજાનું એથી જરા ઓછું યોગબળ હોય. પણ યોગબળ તો હોય જ. આવા યોગબળ સાથે આપણે જોડાવાનું છે. ‘તેહ શુભાશુભ છેદતાં.” સમત્વથી આ શુભાશુભ છેદાશે. મોક્ષનો સ્વભાવ પ્રગટ થશે. સાંસારિક પ્રાપ્ત વિષયો, તેમ જ પદાર્થોના ભોગ-ઉપભોગ, પરિભોગ, શાતા-અશાતા, વિના પુરુષાર્થે પણ, બાંધ્યા છે તે મુજબ જ ભોગવવાના છે. અરે સંસારના ભોગ ભોગવવાના એ તો કર્મને આધિન છે. એમાં કર્મોનો વિપાક થતાં એ તો એના સ્વભાવથી પરિણમે છે. એટલે ઉપયોગને એમાં રાખી, ચિંતા કરી, કાળ ગુમાવવાની કાંઈ જરૂર નથી. આત્માર્થ કે જે અંતર્મુખ ઉપયોગના પુરુષાર્થથી થવાનો છે. એ ત્યાં ચુકી જવાય છે. જીવની જે સ્થિતિ થવાની હશે ને તે તું ઉપયોગ નહીં આપે તો યે થવાની જ છે. તો કારણ વગર એમાં કાળક્ષેપ શું કામ કરે છે ? પુરુષાર્થના સમયનો, ઉપયોગનો વ્યય શું કામ કરે છે ? એના કરતાં આત્માર્થનું કલ્યાણ જે છે તે ઉપયોગથી થવાનું છે. અંતર્મુખ ઉપયોગથી. એમાં પુરુષાર્થને લગાડ. એમાં જેટલો પુરુષાર્થ લગાવીશ એટલા પ્રમાણમાં જીવનું કલ્યાણ થશે. “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરવી એને જ્ઞાનીઓએ અંતર્મુખ વૃત્તિઓનો પુરુષાર્થ કીધો છે. સત્પુરુષના બોધનું ઉલ્લાસિત ચિત્તથી, રટણ, એનું ઘોલન, એનું મનન, એનું ચિંતન, એનું નિદિધ્યાસન, એની અનુપ્રેક્ષા, એનું ધ્યાન. એ રૂપ એમના શબ્દો આપણા ધ્યાનમાં મંત્ર બની જાય. અને ધ્યાતા ધ્યેયમય બની જાય. ત્યાં સુધીની ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાની આ સાધના છે.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 228 E
Page #229
--------------------------------------------------------------------------
________________
એટલે ભગવાન કહે છે, “શુભાશુભ ને છેદી નાંખ.” અંર્તમુખ થાતાં તે શુભાશુભ છેદાઈ જાશે. જીવ જેવો અંતર્મુખ થાય કે શુભાશુભ છેદાઈ જાય. બહાર ઉપયોગ હોય તો કાં શુભમાં અને કાં અશુભમાં પણ અંતર્મુખની અંદર ? નથી શુભ કે નથી અશુભ. એટલે ત્યાં બંધ નથી પડતો એની રીત બતાવી દે છે.
દેહાદિક સંયોગન, આત્યંતિક વિયોગ,
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. (૯૧) ‘દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે ફરી પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય.’
ભગવાન કહે છે કે, તે દેહ તો કેટલી વાર છોડ્યા છે ? દેહનો વિયોગ એ તારા માટે નવું નથી. કારણ કે શિષ્ય કહ્યું હતું કે, “ભગવંત, અનંત કાળથી હું તો આથડું છું. એટલે દેહ તો મળ્યા જ કરે છે.
ક્યાંક ૨૫ વર્ષ રહ્યો, ક્યાંક ૫૦ વર્ષ રહ્યો, ક્યાંક હજાર વર્ષ રહ્યો. ક્યાંક લાખ વર્ષનું આયુષ્ય હતું. તો પણ દેહ તો છૂટ્યો જ ને ? અમર દેહ લઈને કોઈ સંસારમાં રહેતું નથી. કોઈ આત્મા એમ નથી કહેતો કે જે દેહ ધારણ કર્યો છે એ એક જ દેહે અનંતકાળથી પરિભ્રમણ કરું છું. ભગવાન એની રીત બતાવે છે કે હવે એવી રીતે દેહ છોડ કે ફરી એનું ધારણ કરવાપણું રહે નહીં. દેહ કર્મથી બંધાય.
કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે કપાળદેવ પત્રાંક ૫૦૯ માં લખ્યું છે કે “કોઈ કહે કે કર્મ જીવને વળગ્યા છે. પણ અમને દેખાતા તો નથી. તો કહે આ તારો દેહ છે તે તો કર્મ છે. એટલે કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. તો જેને પ્રાણ ધારણ કરવાપણું નથી. અને જેને સર્વથા એનો અભાવ થયો છે. એવું જેનું સ્વરૂપ છે એવા સિદ્ધ - એવા મોક્ષપદની પ્રાપ્તિ કર. ત્યાં દેહને ધારણ કર્યા વિના અનંત સુખનો ઉપભોગ થઈ શકે. અત્યાર સુધી તે દેહ છોડ્યો છે. પણ હવે એવી રીતે દેહ છોડ કે ફરીથી દેહનું ધારણ કરવાપણું રહે નહિ. એટલે કે દેહ ધારણ કરવો પડે એવા કોઈ કર્મ સત્તામાં રહે નહીં. એટલે કર્મનો ક્ષય કર. કર્મ નહીં હોય તો દેહનું ધારણ કરવાપણું નહીં રહે. અને દેહનું ધારણ કરવાપણું જો નહીં રહે તો મોક્ષ પદ જ છે. તો “સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.” માટે હવે લક્ષ એક જ રાખ કે, મારે દેહ ધારણ કરવો પડે નહીં. આ મંત્ર બરાબર પકડી લે. તો દેહ ધારણ કરવો પડે એવા કોઈ સંજોગો મારે હવે ઉભા કરવા નથી. આ અહીં મંત્ર આપ્યા છે કે, દેહ છે તે સંયોગે કરીને આત્માનાં સંબંધમાં છે. અને કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. આ દેહથી તું વિરક્ત થઈ જા. હંમેશને માટે વિરક્ત થઈ જા. તો તું શાશ્વત એવા મોક્ષ પદને પામીશ. કારણ કે એકવાર મોક્ષપદ પ્રાપ્ત થયા પછી, એમાં કર્મબંધ ન હોવાના કારણે એ પદથી શ્રુત થવાનું રહેતું નથી. હવે “મોક્ષનો ઉપાય' એ છઠ્ઠા પદમાં આપણે પ્રવેશ કરીએ છીએ. અને એ છઠ્ઠ પદ એ આત્મસિદ્ધિનો અર્ક છે. અને આ શિષ્યની આશંકામાં આપણી બધી ગુંચવણ અને મુંઝવણ આવી જાય છે.
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? (૯૨)
ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 229 IિF
Page #230
--------------------------------------------------------------------------
________________
મોક્ષપદ કદાપિ હોય તો પણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય
જો મોક્ષ પદ કદાચ હોય તો તે પ્રાપ્ત થવાનો અવિરોધ ઉપાય, એટલે એમાં કોઈ વિરોધ ન આવે, સર્વસંમત, જેની બાબતમાં કંઈ અપીલ નહીં એવો ઉપાય તો મને ક્યાંય દેખાતો નથી. અને કદાચ ઉપાય હોય તો આ અનંત કાળનાં કર્મો, આવા અલ્પ આયુષ્યમાં કેમ છેદાય ? હવે તમે ઉપાય આપો તો તે ઉપાય કરવા માટે જીવવું તો પડે ને ? પણ અમારું તો આયુષ્ય પણ અલ્પ જ રહ્યું છે. આ આપણો બધાનો પ્રશ્ન છે કે, આમને આમ અનંતકાળ અજ્ઞાનતામાં ગુમાવ્યો, પણ આ સંજ્ઞીપણાનો કાળ પણ અજ્ઞાનતામાં ગયો. મનુષ્ય પર્યાયનો કાળ પણ કાગડા-કુતરા જેવા ભવની રીતે ગયો. વ ક્યાંય સોધ પામ્યો નહીં. સદ્ગુરુનાં શાસનમાં આવ્યો, વિતરાગ દર્શનમાં આવ્યો, અધ્યાત્મભૂમિ ભારતમાં એનો જન્મ થયો, જે ભૂમિના પાણીના એકએક બુંદમાં અધ્યાત્મિકતા છે, હવાના એક એક ઝોરામાં આધ્યાત્મિકતા છે. ચારેબાજુ એજ વાતાવરણ. ત્યાગ અધિષ્ઠિત સંસ્કૃતિ. એનો એને વારસો મળ્યો. આવા સદ્ગુરુ, આવી ત્યાગીઓની અદ્ભુત પરંપરા, આવા શાસ્ત્રોની ગ્રંથરાશિ, જેને જોવા માટે આખું વિશ્વ તલસી રહે, એવો આવો અધ્યાત્મ યોગ પ્રાપ્ત થયો તો પણ આ મૂર્ખ જીવનનાં ૭૦-૮૦ વર્ષ આમને આમ કાઢી નાખ્યા. એટલે કહે છે કે પ્રભુ ! આમ તો મુક્તિનો માર્ગ છે નહીં, પણ કદાચ જો મળી જાય તો હવે તે આરાધવા જેવું આપણી પાસે કાંઈ રહ્યું નહીં. અમે તો એક પગ સ્મશાનમાં અને એક પગ સંસારમાં રાખીને બેઠા છીએ. અને હવે પેગડે પગ અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. આવી અમારી સ્થિતિ છે. એમ શિષ્ય કહે છે
પ્રભુ ! આ અનંતકાળનાં કર્મો શાથી છેદાય ?
અથવા
મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક;
તેમાં મત સાચો ક્યો, બને ન એક વિવેક. (૯૩)
*અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તો પણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત્ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં ક્યો મત સાચો એ વિવેક બની શકે એવો નથી.'
શિષ્ય કહે છે કે મેં કહ્યું તેમ મોક્ષના અવિરોધ ઉપાય તો નથી. પણ મત દર્શન પણ કેટલાં છે ? સૌને આત્માની મુક્તિ જોઈએ છે. પણ ધર્મ કરતાં ધર્મ-મત વધી ગયાં અને દેવ કરતાં ગુરુ વધ્યાં. દર્શન ઘણાં, મત ઘણાં, અને પાછા એક મત કે દનવાળાં ઉપાય અનેક બતાવે. એક ઉપાયની વાત નથી કરતાં. જેમ શરદી થઈ હોય તો સામાં મળે એ બધાં જ ઉપાય બતાવે. એ બધાં ઉપાય કરીએ તો વહેલા ઉકલી જઈએ. કારણ કે બધા ઊંટવૈદ્ય જ હોય. આ આપણને આ જ વાંધો છે. કેટલા મત, સંઘ, સંઘાડા, સંપ્રદાય. અરે ! જૈનમત, બૌદ્ગમત, શિખમત, ઇસાઈમત. એમાંય રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય,
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 230 (
Page #231
--------------------------------------------------------------------------
________________
તપાગચ્છ, અચલ ગચ્છ, ખેડતર ગુચ્છ, લીંબડીવાળા, બોટાદવાળા, ગોંડલવાળા – આમાં અમારે ક્યાં જાવું ? બધાંય જુદુંજુદું કહે. કોઈ એક રંગી સામાયિક, કોઈ ત્રિરંગી સામાયિક, કોઈ બહુરંગી સામાયિક કહે. અરે ! સામાયિકના તે કાંઈ રંગ હોય ? સામાયિકનો તો એક જ રંગ. સમતાનો રંગ. પણ નવું નવું કાંઈક-કાંઈક ચાલ્યા જ કરે છે.
શિષ્ય કહે છે, પ્રભુ ! આપ પધાર્યા છો. આ કાળમાં આપનું આવવું અહીં હોય નહીં. આ તો વનની મારી કોયલ જેવો ઘાટ થયો છે. અમને તો અપૂર્વયોગ થયો છે. પણ પ્રભુ ! આ કાળમાં અમારી દશા તો જુઓ કે મત દર્શન ઘણાં અને કહે ઉપાય અનેક !? સૌ ડાહ્યાં થાય. ‘એમાં મત સાચો ક્યો ? બને ન એહ વિવેક.” ભગવાન ! મારી દયા કરો. મારી પાસે એવો વિવેક નથી કે આટલા બધા મત-દર્શનમાંથી ક્યો મત, અને ક્યું દર્શન સાચું છે એ નક્કી કરી શકું ? મોક્ષ માર્ગ છે – મોક્ષ પદ છે – એનો ઉપાય છે – પણ જો એક વાત કરતા હોય તો સમજી શકાય – આ તો બધા અનેક ઉપાય કહે છે. એક તો મત-દર્શન છે ઘણાં બધાં અને એમાં પાછાં અનેક ઉપાય કહે છે. પાછા ઉપાય પણ વિરોધાભાસી કહે છે. એક મત કહે છે, કંદમૂળ ખાવાથી જ મોક્ષ થાય. બીજો મત કહે છે, કંદમૂળને અડાય જ નહીં. એક કહે છે કપડાં પહેરવાથી મોક્ષ થાય. બીજો કહે દિગમ્બર રહેવાથી જ થાય. વિરોધાભાસી કહે છે. ભગવાન ! મારે તો અવિરોધ ઉપાય જોઈએ છે. અવિરોધ ઉપાય હોય તો મને શ્રદ્ધા થાય ને ? કે આનું ચોક્કસ પરિણામ આવશે. કારણ કે આનો કોઈ વિરોધ નથી. પણ આ ઉપાય તો વિરોધી છે. ઉપવાસની અને વ્રતની વ્યાખ્યા બદલાય, સાધુની વ્યાખ્યા બદલાય. પ્રભુ ! હું ક્યાં જાઉં ? આ શિષ્યની મુંઝવણ છે. આ શિષ્ય, પંચમકાળનો, દુષમકાળનો શિષ્ય છે. અને ઉત્તમકાળમાંથી આવેલા ગુરુ છે. શિષ્ય કહે છે પ્રભુ ! આ કાળમાં ધર્મ કરતાં ધર્મ-મત વધી ગયાં છે. આત્માની મુક્તિનો ધર્મ, મતભેદથી અવરાઈ ગયો છે. આમાં અમને કોણ માર્ગ બતાવે ? કૃપાળુદેવે લખ્યું છે, પોતે જ શંકામાં ગળકાં ખાતાં હોય અને સિદ્ધ પદનો ઉપદેશ દેતાં હોય. તો આ જીવને રખડવાનું આ એક મોટું કારણ છે.
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ;
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. (૯૪) “બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી.”
વર્ણની અપેક્ષાએ કોઈ કહે કે બ્રાહ્મણ સિવાય કોઈનો મોક્ષ નથી. તો બ્રાહ્મણ કે ચાંડાળ કોનો મોક્ષ થાય ? વેદના આધાર ઉપર નક્કી કર્યું કે સ્ત્રીવેદમાં મોક્ષ ન થાય. જાતિના આધાર ઉપર નક્કી કર્યું, કે, ગોરા કે કાળા કેનો મોક્ષ થાય ? પશ્ચિમમાં કહે છે કે ગોરાઓનો જ મોક્ષ થાય, કાળિયાઓને સ્વર્ગમાં આવવા જ ન દે. “કઈ જાતિમાં મોક્ષ છે ?” ઉચ્ચ વર્ણમાં, નીચ વર્ણમાં, કાળી જાતિમાં, ગોરી જાતિમાં, આર્યમાં, અનાર્યમાં ? અનાર્યનો કોઈ દિવસ મોક્ષ ન હોય. આમાં હે પ્રભુ ! અમને તો ખબર નથી પડતી કે અમે કઈ જાતિમાં છીએ ? અને અમારી eligibility ખરી કે નહીં ? ક્યા વેષમાં મોક્ષ ? દિગમ્બર,
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 231
=
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્વેતાબંર, રક્તાબંર, પીતાંબર, નીલાંબર ? બધી જ જગ્યાએ વસ્ત્રના રંગ જુદાંજુદાં છે. વેષના પ્રકાર જુદાંજુદાં છે. વેષનું સ્વરૂપ જુદુંજુદું છે. ચિન્હ જુદાંજુદાં છે. એના નિશાન જુદાંજુદાં છે. એના લિંગ જુદાંજુદાં છે. કોઈએ ચિપિયા લીધા છે તો કોઈએ રજોહરણ. કોઈએ માળા તો કોઈએ રૂદ્રાક્ષ. કોઈએ કમંડળ લીધાં છે તો કોઈ કરપાત્ર બની ગયાં છે.
કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ;
એનો નિશ્ચય ના બને, ઘણાં ભેદ એ દોષ.” મને તો અવિરોધ ઉપાય હોય તો કહો. જો આમાંથી જ મારે ઉપાય લેવાનો હોય તો, આટલાં બધાં દર્શન, આટલાં બધાં મત, વળી આ જાતિ, વેષ – આમાં આપણુ કામ નથી. તો અમારે ત્યાં મોક્ષના ઉપાયમાં જેટલા ભેદ એટલા દોષ છે.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યાં તણો, શો ઉપકાર જ થાય ? (૫) ‘તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે.”
આ શિષ્ય તો ફરી-ફરીને ત્યાં જ આવે. ‘તેથી એમ જણાય છે. શું કામ ? ઘણાં મત-દર્શન, ઘણાં ભેદ, વળી અનેક ઉપાય કહે – પરસ્પર વિરોધી ઉપાય હોય, પાછા કોઈક જાતિનાં આધાર ઉપર વાત કરે, કોઈક વેષનાં આધાર ઉપર વાત કરે. કોઈ ચિન્હના કે લિંગના આધાર ઉપર વાત કરે. આમાં કેટલાં બધાં ભેદ છે અને એ પણ દોષ યુક્ત. એટલે મને એમ લાગે છે કે – આ મોક્ષમાર્ગના સ્વરૂપનાં બધાં સાધનો બતાવી અને શિષ્ય એમ કહે છે કે હું એમ માનું છું, ‘તેથી એમ જણાય છે તેથી – આ જે સ્થિતિ છે સાંપ્રત, આ કાળનું દુષમપણું, જે કહેવું હોય તે કહો – પણ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય.” મોક્ષનો ઉપાય તો છે જ નહીં. આ તો પહેલેથી આ જ વાત કરે છે. આત્માની વાત હતી ત્યારે એમ કહ્યું હતું કે, “માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય.” શિષ્ય છઠ્ઠી શંકામાં પણ આજ વાત મૂકી છે. કે “મળે ન મોક્ષ ઉપાય.’ “મોક્ષ છે.” પણ મોક્ષનો ઉપાય નથી અને મોક્ષનો ઉપાય ન હોય તો- ‘જીવાદિ જાણ્યાં તણો શો ઉપકાર જ થાય ?’ અને મોક્ષ ન હોય તો આ જીવ-અજીવ, આશ્રવ-બંધ, સંવર-નિર્જરા, ને અકામ નિર્જરાને સકામ નિર્જરા, આ જીવનું નિત્યપદ, કર્તાપદ, ભોક્તા પદ, આ નવ તત્ત્વ, આ છ પદ અને ષડ્રદર્શન, આ બધું જાણવાનો શું ઉપકાર થશે ? આમાં ક્યો હેતુ સરવાનો હતો? આમાં શું અર્થ છે? મોક્ષનો ઉપાય તો છે નહીં. આમાં બધી વાત સાચી, ‘આત્મા છે, તે નિત્ય છે, એ પોતાના વિભાવથી કર્મમાં બંધાય છે, ભાઈ ! સાચું સુખ તો તારા સ્વભાવમાં છે, એ ભોક્તાપણું તો એને અનંત કાળથી છે, તું અનંતકાળથી રખડશ, એ ભોક્તાપણામાં તારું અનંતકાળનું પરિભ્રમણ છે. તું છૂટો થઈ જા. નિવૃત્ત થઈ જા. એનાથી તને તારું સુખ
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 232 E
Page #233
--------------------------------------------------------------------------
________________
મળો' પણ મોક્ષનો ઉપાય છે " જો ઉપાય નથી તો બધી વાત રહેવા દે ને. જો મોક્ષનો ઉપાય ન હોય ભગવાન ! તો વાદિ જાણ્યા તો શો ઉપકાર થાય ?" કહો તો ખરા. આનાથી મારું ભલું શું થાય ? મને શો લાભ થાય ? આ શિષ્ય કેવો છે ! ગુરુ પાસેથી હવે છેલ્લી વાત લેવી છે. કારણ કે ઉપાય મળી જાય તો કામ થઈ જાય. પછી મારે તત્ત્વ જાણવાની ક્યાં જરૂર હતી ? મને જો શ્રદ્ધા છે કે આ પુરુષ સાચા છે, તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે. તો પછી તત્ત્વ-તત્ત્વની રીતે છે. મારે તત્ત્વ જણવાની ક્યાં જરૂર હતી ! તત્ત્વ એનું કામ કરશે ? તત્ત્વ એની રીતે પરિણમશે. હું જાણું કે ન જાણું. એટલે કહે છે–
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ;
સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય-ઉય સદ્ભાગ્ય. (૯૬)
આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ઉદય' ઉદય’ બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે.’
હે પરમગુરુદેવ ! હે કૃપાનાથ ! હે દયાનિધિ ! આપે કહ્યાં તે પાંચે ઉત્તરથી મારી શંકાનું સમાધાન થયું છે. પણ હવે જો મોક્ષ ઉપાય સમજું તો ઉદય-ઉદય સદ્ભાગ્ય. આ શિષ્યને મોક્ષનો ઉપાય જાણવાની કેવી ઝંખના છે ! તાલવેલી છે ! ઝુરણા છે ! અને મોક્ષનો ઉપાય મળે તો પોતાનું પરમ ભાગ્ય ! અનંતકાળનું પરિભ્રમણ ભલે મેં કર્યું, પણ આજે સફળ છે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. જાગ્યા ત્યાંથી સવાર. ભલે અનંતકાળ ગુમાવી દીધો, પણ એક વાર મોક્ષનો ઉપાય, આ પરમપુરૂષ, આ આખ પુરુષ, આ પ્રાપ્ત પુરુષ જો આપે તો શિષ્ય કહે છે, ઉદય-ઉદય સદ્ભાગ્ય !” મારે તો સોનાનો સૂરજ ઊગ્યો. આથી વિશેષ મારે શું જોઈએ ? સંસારની અનંત સંપત્તિઓ લેવાં આજ સુધી ઝાંવા જ માર્યા છે. પણ કાંઈ મળ્યું નથી. પણ આ પ્રભુ જો મને શાશ્વત સુખનો માર્ગ બતાવી દયે તો ઉદય-ઉદય-ભાગ્ય.” આ સામાધાન એ મોક્ષ પદની જિજ્ઞાસાનું તીવ્રપણું બતાવે છે. કેટલી તીવ્રતા છે હવે ! હે પ્રભુ ! મેં તમારા પાંચ ઉત્તર સાંભળ્યા છે. અને એ પાંચ ઉત્તરથી મને આત્માના પાંચે પદનું સમાધાન થઈ ગયું છે. મને હવે કાંઈ શંકા નથી. આત્મા છે. તે દેહથી જુદો છે, આત્મા ને દેહ એક જ નથી. એક જ સાથે રહેલાં હોવા છતાં, પદાર્થ રૂપે ભિન્ન છે. અને ગુણ, લક્ષણ અને ધર્મની રીતે પણ ભિન્ન છે. બન્નેનું અસ્તિત્વ જુદું છે. આ આપણું વ્યક્તિત્વ જેને આપણે કહીએ છીએ એ અસ્તિત્વ દ્વય છે. એક શ૨ી૨નું અસ્તિત્વ છે અને એક ચેતનનું અસ્તિત્વ છે.
જડ-ચેતનનો સમન્વય એટલે આપણે બધી વ્યક્તિઓ. એમાં રહેલું ચેતનનું અસ્તિત્વ તે નિત્ય છે' અને જડનું બદલાતું છે. પરિવર્તિત પામતું છે. ગતિ બદલાય, નામ બદલાય, યોનિ બદલાય, રૂપ બદલાય, એનો કાળ બદલાય, એનું સ્થળ બદલાય. આ બધું બદલતું છે. અંદર રહેલો ચેતન શાશ્વત છે. એ ‘આત્મા નિત્ય છે.” પ્રતીતિ છે સાહેબ ! હું જે મારું માનતો હતો એવો આ દેહ તો વિનશ્વર છે. અનિત્ય
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 233
Page #234
--------------------------------------------------------------------------
________________
છે. સંયોગથી ઉત્પન્ન થયો છે. એનો વિનાશ છે. પણ કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ નથી થઈ એવો મારો ‘આત્મા નિત્ય છે.” પણ એ આત્મા અજ્ઞાનનાં કારણે, મોહ પરિણામનાં કારણે, જગતના પદાર્થો સાથે પોતાની ભિન્નતા ન અનુભવી શકવાના કારણે, એ પદાર્થ સાથે મોહબુદ્ધિથી જોડાયો. અને એને જ કારણે પુગલ પરમાણુઓ એને ચોંટ્યા. એ ગ્રહણ થયાં અને સંસારનો ખેલ શરૂ થઈ ગયો. અને એથી એનું કર્તાપણું ચાલુ છે. કર્તાપણું ચાલુ છે એટલે ભોક્તાપણું ચાલુ છે. કર્તાપણામાં અજ્ઞાન છે એટલે શુભ કરતાં અશુભ જ વધારે કરે છે. એટલે ભોક્તાપણાની અંદર પણ સુખ કરતાં દુઃખને જ વેદે છે. અનંતકાળની રખડપટ્ટીનું એક જ પરિણામ છે કે “પામ્યો દુઃખ અનંત.” અનંતકાળ ભમ્યો છું તો પામ્યો સુખ અનંત’ એવું ક્યાંય કહ્યું નથી. કારણ કે સંસારની સામગ્રીમાં સુખ મળે એમ હું માનું છું. આ પૈસા, દીકરા, લાડી, વાડી, ગાડી, આમાં મેં સુખ માન્યું છે.
તો શું આવું મને ક્યારેય નહીં મળ્યું હોય ? ભાઈ ! જ્યાં લાખોના હિસાબ થતાં હોય ત્યાં પાઈની કિંમત થાય ? એમ નામનું સુખ તને ક્યાંક મળી ગયું હોય, પણ આભાસરૂપે, ખરેખર તો અનંતકાળની પરિભ્રમણની યાત્રામાં તું કેવળ દુઃખને પામ્યો છે. તો કર્તાપણા અને ભોક્તાપણાના દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ? આવો છિન્નવિચ્છિન્ન થયેલો માર્ગ. લુપ્ત થયેલો માર્ગ. આવો ભેદભેદનો અને મતવાદનો માર્ગ. ચારે બાજુ મત ઊભા થઈ ગયા છે. “જ્યાં-જ્યાં જઈને પૂછીએ, સહુ થાયે અહમેવ.” પ્રભુ ! જ્યાં જાઈએ છીએ ત્યાં સૌ પોતાના ગાણા ગાય છે. શું કરવું ? આ પરમકૃપાળુના શિષ્યની જિજ્ઞાસાની તીવ્રતા છે. અને એણે જે પૂછ્યું કે, “કઈ જાતિમાં, ક્યા વેષમાં, મોક્ષ છે ? આ જ સંશય અને મતમાં બધા મૂંઝાયા
“જે મતભેદે કરીને આ જીવ પ્રહાયો છે, તે મતભેદ જ તેના સ્વરૂપને વાસ્તવિક આવરણ છે.” પરમકૃપાળુદેવે સ્વહસ્તાક્ષરથી નોંધમાં લખ્યું છે. આ જીવ કોઈને કોઈ પ્રકારનું મતભેદથી અવરાયેલો છે. એનું જ્ઞાન અવરાયેલું છે. એ જ્યાં પરમાર્થિક જ્ઞાન માને છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક મતની છાંટ છે. અભિનિવેશની છાંટ છે. મત અને અભિનિવેશ – મત છે ત્યાં સુધી સત્યની ઉપલબ્ધિ નથી. અને અભિનેવેશ જેવું કોઈ મિથ્યાત્વ નથી. શિષ્ય કહે છે પ્રભુ ! પાંચે ઉત્તરનું સર્વોચ્ચે સમાધાન થઈ ગયું. સાંગોપાંગ હું સમજી ગયો છું. કોઈ શંકા રહી નથી. જીવનાં સ્વરૂપમાં અને આ જીવે અત્યાર સુધી જે ભૂલ કરી છે - એમાં મને હવે કોઈ શંકા નથી. પણ ભૂલને સુધારવા માટે સાચો રાહ બતાવો. સાચો માર્ગ બતાવો. અનંતના પરિભ્રમણથી હવે હું થાક્યો છું. ‘ભવે ખેદ છે પ્રભુ. માત્ર મોક્ષની અભિલાષા છે. હું શિષ્ય છું આપનો. કષાયની ઉપશાંતતા કરી લીધી છે. હવે એક પણ ચક્કર આ સંસારનું પરિભ્રમણમાં કરવાની ઇચ્છા નથી. ગમે તેવું કોઈ ઇન્દ્રાદિકનું પદ આપે કે, ચક્રવર્તીનું promise આપે, મારે આ સંસારમાં હવે ફરી જન્મવું નથી. આવી મારી મનઃસ્થિતિ છે. અને આપ જેમ જગતના જીવો પર દયા કરો છો એમ મને પણ જગતના જીવો પર દયા છે કે, આ જીવો સુખની ભ્રાંતિ રાખીને ખોટેખોટાં પીડાયા કરે છે. જગતના જીવો પણ શાશ્વત સુખનો માર્ગ, સનાતન સુખનો માર્ગ, તીર્થકરોનો અને સર્વજ્ઞોનો માર્ગ પામે એવી મારી પણ અભિલાષા છે. હે ભગવાન ! કૃપા કરીને હું તમારામાં ‘આસ્તિકય', આસ્થા રાખું છું. એવી શ્રદ્ધા
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 234 E
Page #235
--------------------------------------------------------------------------
________________
રાખું છું. તમે મને મારગ બતાવો. હું પણ જગતના જીવોને મારગ બતાવીશ. પરમાર્થની પ્રભાવના તમે મને કરશો તો હું પણ કરીશ.
એક વાર જો નજરે નિરખો, તો કરો મુજને તુમ સરીખો;
જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારાં ગાશે.” પ્રભુ અમે પણ તમારાં ગુણ ગાઈને જગતમાં આ માર્ગની પ્રભાવના કરીશું. તમે પણ જગતના જીવોને આ માર્ગ કરુણાથી બતાવ્યો. આમાં તમારો કોઈ સ્વાર્થ નથી. અમે પણ શાસનની પ્રભાવના, ધર્મની પ્રભાવના કરશું આ જૈનશાસન એમ જ જયવંત રહે છે, કે જે માર્ગને પામ્યા છે એ માર્ગની પ્રભાવના કરે છે. અમારે એ પ્રકારે પુરુષાર્થમાં ઉદીત થયું છે. અમને આ ભાગ્ય પ્રાપ્ત થાય. જો તમે અમને અવિરોધ માર્ગ બતાવો તો. એ અવિરોધ માર્ગ શું છે ? એ સગુરુની દેશનાની વિચારણા હવે પછી.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 235
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૩
છઠ્ઠું પદ = મોક્ષના ઉપાય
D (ગાથા ૯૭થી ૧૦૩)
અનંતકૃપા જ્ઞાની પુરુષોની છે. અનાદિથી અનંત કાળનાં પર્યટનમાં, જન્મ મરણનાં ભવચક્રમાં અટવાતા, અથડાતા એવા જીવને સંસાર પરિભ્રમણથી મુક્તિનો માર્ગ બતાવ્યો. તત્ત્વની વાતો કરનારા ઘણાં છે. પણ પરબ્રહ્મની પ્રાપ્તિ કરીને, પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા તો કોઈ વિરલ જીવો છે. જગત આખું તો મોહાંધ અને મતાંધમાં સપડાયેલું છે. કોઈ શુષ્ક તર્કથી તો કોઈ ક્રિયાજડતાથી મોક્ષ માને છે. પરંતુ જેણે મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરી છે. એવા જ્ઞાનીપુરુષોને, જગતનાં જીવોનું આ મોહાંધ અને મતાંધપણું જોઈ અને કરુણા ઉપજે છે અને આવી વિતરાગી કરુણા, નિષ્કારણ કરુણા, જ્ઞાની પુરુષોને મોક્ષમાર્ગનો પ્રતિબોધ કરવા માટે પ્રેરે છે. પરમકૃપાળુદેવે ‘આત્મસિદ્ધિ-શાસ્ત્ર’નું નિરૂપણ, લુપ્ત થયેલા એવા મોક્ષમાર્ગને
જેવો વિતરાગે કહ્યો તેવો યથાતથ્ય, અગોપ્ય સ્વરૂપની અંદર ‘આત્મસિદ્ધિ' દ્વારા કહ્યો, ગાયો, ભાખ્યો. ગુરુ-શિષ્યના સંવાદથી કહ્યો. જે શૈલી સમજવામાં સુગમમાં સુગમ, એવી શૈલીમાં કહ્યો. શંકા અને સમાધાન. આવું ઊંચું તત્ત્વજ્ઞાન આવી શૈલીથી કહેવું એ પણ ઘણું દુષ્કર કામ છે. છએ છ પદની સ્થાપના કરી અને એક એક પદ ઉપર શિષ્યે પોતાનો સંદેહ, પોતાની શંકા, પોતાની અણસમજણ વ્યક્ત કરી. પ્રભુ ! મને આ કંઈ લક્ષમાં બેસતું નથી, કારણ કે શિષ્યની પાસે અનાદિથી જે મત સંગ્રહિત થયો છે, અભિપ્રાય જે બંધાયો છે, તે એણે વ્યક્ત કર્યો. કે હું તો આવું બધું માનું છું. હવે એમાં તમે તમારું પદ કેવી રીતે સત્ય છે તે કહો.
-
ગુરુએ પાંચે પદનું સમાધાન આપ્યું. પાંચે પદનાં સર્વાંગ સમાધાનથી શિષ્ય સંતુષ્ટ થાય છે. અને એક વાત એણે સદ્ગુરુ પાસે મુકી કે પ્રભુ ! મોક્ષ હોય તો એનો અવિરોધ ઉપાય નથી. પરસ્પર વિરોધી મત, અનેક પ્રકારનાં ઉપાય, અનંત કાળનાં કર્મો છેદવા માટે આ અલ્પ આયુષી એવો દેહ, અને એમાં પણ પ્રભુ હવે કેટલું બાકી રહ્યું. આપનો યોગ થયો અને પછી આ ભાન થયું. તો હવે મારું શેષ આયુષ્ય તો અલ્પ છે. આવા અલ્પ આયુષ્યવાળા દેહમાં, અનંતકાળનાં કર્મો છેદવાની વાત આપ કરો છો તો સંભવિત થાય ખરું ? ઘણાં બધાં મત અને દર્શન છે. ધર્મ અને સંપ્રદાય છે. અને બધાં મળીને એક વાત નથી કરતાં. અનેક ઉપાય કહે છે. એક જ મતવાળાં પણ ઉપાય અનેક કહે છે. એક દર્શનને પકડો, એક પંથને પકડો, એક મત, એક ગચ્છ, એક સંઘાડાને લ્યો, તો પણ ઉપાય તો અનેક નીકળે. કેમ કે જ્યાં જાઉં ત્યાં
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 236 IDE
Page #237
--------------------------------------------------------------------------
________________
બધા પોતપોતાની ગાતા હોય. એટલે આ બધા ઉપાયની એકતા બતાવતા નથી. એ ઉપાય બધા પરસ્પર પૂરક પણ નથી. પરસ્પર વિરોધી છે. ભગવાન ! મારી માંગણી એટલી છે કે મને અવિરોધ ઉપાય બતાવો. આ બધામાં શું સાચું - શું ખોટું ? એવો સાચા અને ખોટાનો વિવેક મારાથી થઈ શકે એમ નથી. પ્રભુ ! મારી કોઈ ક્ષમતા નથી. મારી સમજણ, અને મારી મતિ, અતિ અતિ અલ્પ છે. કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ ? આવા કેટલાય ભેદરૂપ દોષ છે. આ દોષની અંદર મોક્ષમાર્ગનો સાચો નિશ્ચય મારાથી થઈ શકે એમ નથી. હવે આપે આ પાંચ પદનો નિશ્ચય કરાવ્યો છે તો મોક્ષપદનો નિશ્ચય કરાવો ને પ્રભુ ! આ કારણોથી મોક્ષનો ઉપાય નથી એમ મને જણાય છે. અને જો મોક્ષનો ઉપાય નથી તો આ જીવ આદિ તત્ત્વો જાણવાનો મને કોઈ ઉપકાર નહીં થાય. આપનો સંગ થયો, આપનો સમાગમ થયો. અનાદિકાળમાં ન બનવા જોગ જોગ થયો, પણ મને એનો લાભ તો ત્યારે જો મોક્ષમાર્ગ બતાવી દયો તો. તમે ‘આત્મા’ બતાવ્યો. ‘આત્મા નિત્ય છે” એ બતાવ્યો તમે એમ કહો કે આ તારો જ આત્મા તારા ‘કર્મનો કર્તા છે” અને તું જ તારા ‘કર્મનો ભોક્તા છો,” તું જ તારા કર્મના ફળ ભોગવી રહ્યો છો. તારો તો “મોક્ષ છે.” તું તો આવો મહાન આનંદસ્વરૂપ છો. તું જ સુખસ્વરૂપ છો. પણ તું જ ભ્રાંતિમાં પડ્યો છો. પણ આવું બધું કહેવાથી મને શું લાભ ? જો મારું પરિભ્રમણ ચાલુ જ રહેવાનું હોય, મારું કર્તા અને ભોક્તાપણું ચાલુ જ રહેવાનું હોય, અને કર્મરહિતપણું જો ક્યાંય ન હોય, અથવા કર્મરહિતપણું પ્રાપ્ત થઈ શકે એવી કોઈ અવસ્થા જ ન હોય, કે જે અવિરોધ છે, એવો કોઈ માર્ગ જો હોય તો, અને તમે મારા ઉપર આટલી કપા કરીને મને પાંચ પદ સમજાવ્યા છે. તો હે પ્રભુ ! આ મોક્ષનો ઉપાય જો હું સમજી જાઉં ને તો મારે તો અનંતભવનું સાટું એક ભવમાં વળી જાય. ભલે મારું અનાદિનું પરિભ્રમણ થયું, આ ફેરો થયો, ભલે અત્યાર સુધી હું અજ્ઞાનથી આથડ્યો, પણ હે પ્રભુ ! મોક્ષનો જો અવિરોધ ઉપાય આપ મને બતાવો તો મારા સદ્ભાગ્યનો ઉદય - ઉદય થઈ જાય. હે પ્રભુ ! હું કૃતકૃત્ય થઈ જાઉં. હે પ્રભુ ! મને આ મનુષ્ય જન્મ, પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, અને છ પર્યાપ્તિ યુક્ત આવા માનવદેહની પ્રાપ્તિ થઈ છે. જે મોક્ષમાં જવા માટેનું બારણું છે. જો આ વખતે મને ઉપાય મળી જાય તો મારા તો ધન ભાગ્ય ! ધન્ય ઘડી ! હે નાથ ! કૃપા કરો !
શિષ્યની ઉત્કંઠતા, શિષ્યની ઝરણા, શિષ્યની જિજ્ઞાસા, પરાકાષ્ટાએ પહોંચી છે. અને હવે સર એને સમાધાન આપે છે. ‘આત્મસિદ્ધિ’ એ આખો મોક્ષમાર્ગ છે. પરમકૃપાળુદેવ આ જગતના જીવોને, જન્મજરા-મરણથી મુક્ત થવાનો ઉપાય, એટલે માર્ગ, મોક્ષમાર્ગ બતાવે છે. છઠું પદ એ મોક્ષમાર્ગનું પદ છે.
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. (૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદૂગુરુએ કહ્યાં છે તે જેને પાંચે પદની શંકા. નિવૃત્ત થઈ છે તેને મોક્ષઉપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 237
Page #238
--------------------------------------------------------------------------
________________
જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી તે વચન) કહ્યાં છે; એમ સદ્ગુરુનાં વચનનો આશય છે.”
“થશે.' પાંચે ઉત્તરની જો તને પ્રતીતિ થઈ તો મોક્ષની પ્રતીતિ હવે સહજરૂપમાં થશે. એ કઠિન નથી. પણ પાંચે ઉત્તરમાં જો ગડમથલ ચાલતી હશે તો ઉપાય સાથે સુસંગતતા આવવાની નથી. ‘આત્મા છે જે “આત્મા છે તે નિત્ય છે, જે આત્મા છે તે પોતાના કર્મનો ‘કર્તા છે.” અને જે આત્મા કર્મનો કર્તા છે તે જ પોતાનાં કર્મનો ભોક્તા છે. અને એ કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું ટળી શકે એમ છે. એવો આત્માનો મોક્ષપદ રૂપ સ્વભાવ એ પણ ઉપલબ્ધ છે. આવું એનું સ્વરૂપ છે. આ પાંચ ઉત્તરની જો તને પ્રતીતિ થઈ હોય તો મોક્ષમાર્ગની, મોક્ષના ઉપાયની તને સહજ પ્રતીતિ થશે. એની પ્રતીતિ થતાં હવે વાર નહીં લાગે. આ સદ્ગુરુ શિષ્યને એવું આશ્વાસન આપે છે, એવી ધારણા આપે છે, જો પાંચ બાબતમાં તને પ્રતીતિ થઈ છે તો હવે અધીરો થા મા. હવે ઉતાવળ નહીં કર. હવે ધીરજથી, શાંતિથી, સાંભળ. તને અવિરોધ ઉપાય કહું છું. એટલે ‘આત્માના અસ્તિત્વથી માંડીને નિર્વાણ સુધીના બધાં જ પદ સાચાં છે. અત્યંત સાચી છે કેમકે અનુભવમાં આવે છે.’ કૃપાળુદેવે પત્રાંક ૭૨૦માં કહ્યું છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવ ગોચર છે. અનુમાન છે તે માપણી છે. અનુભવ છે તે હોવાપણું છે. પ્રતીતિ સંદેહરહિતપણે જે અનભવ થાય એને માટે જૈનદર્શનમાં પ્રતીતિ શબ્દ છે. પ્રતીત થયો એટલે અનુભવમાં આવ્યો. અને અનુભવમાં આવ્યો એટલે, ‘આમ હશે કે આમ હશે ? આ હશે કે બીજું હશે ?” એવા શંકાના ભાવથી રહિત, નિઃસંદેહપણે, અસંદિગ્ધપણે, નિઃશંકિતપણે, માનવું છે. સમ્યક્દર્શનનું પહેલું લક્ષણ નિઃશંકા. “નિ:શંકપણાથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે, અને તેથી જ નિઃસંગતા હોય છે.” નિઃસંગતા ત્યારે જ આવે જ્યારે જીવ નિર્ભય થાય. નિર્ભય ત્યારે જ થાય જ્યારે જીવ નિઃશંક બને. (૨૫)
તો અહીં કહે છે, “સહજ.” અનાયાસે. વિના પ્રયાસે, સહજપણે તને હવે મોક્ષનો ઉપાય સમજાશે. પાંચ પદની તેં જો શ્રદ્ધા કરી છે તો છઠ્ઠા પદની શ્રદ્ધા તને જરૂર થશે. એવું અભયવચન અહીં સદ્ગુરુ શિષ્યને આપે છે. આત્મસિદ્ધિની અંદર આ મોક્ષમાર્ગના ઉપાય કહ્યા છે. ઉપાયની અંદર એક-એક ગાથામાં કૃપાળુદેવે માર્ગ મુક્યો છે મોક્ષનો. અને એના પાંચ ઉપાય મુક્યા છે. અને શિષ્ય માંગણી કરી છે એના સંદર્ભમાં ભગવાન આ પાંચ ઉપાય કહે છે. આ સગુરુ હવે અવિરોધ ઉપાય બતાવે છે. પૂર્વના બધાય ઉપાયનું જ્ઞાન-મત-ગચ્છ-સંઘ, સંપ્રદાયે બતાવેલા વિરોધી, અનેક ઉપાયોનું જ્ઞાન વિસ્મરણ કરી, હે પ્રભુ ! હું કંઈ જાણતો નથી આવી ભૂમિકાથી આપણે ભગવાનનો મોક્ષમાર્ગ સમજવાનો પ્રયત્ન શરૂ કરીએ. એટલે આપણું ડહાપણ ક્યાંય વચમાં આડું ન આવે. ભગવાન કહે છે,
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) ‘કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે, અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે.”
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 238 E
Page #239
--------------------------------------------------------------------------
________________
માર્ગનું અવિરોધ સ્વરૂપ બતાવતાં ભગવાન કહે છે, કર્મભાવ છે એ તો જીવનું અજ્ઞાન છે. ભલે અનાદિકાળથી છે. ભલે અનંતકાળથી છે. પણ અજ્ઞાનદશારૂપ સ્વપ્ન યોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, તે જ પરિભ્રમણનો હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે.' 'રસહજ સ્વરૂપે જીવની પરિણતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે.” (૫૩)
હે ભાઈ ! આ અજ્ઞાનભાવ - શું અજ્ઞાન છે " કે જગતમાં આ છ દ્રવ્ય છે. છ એ દ્રવ્ય જુદાં છે. દરેકને પોતાનું અસ્તિત્વ છે. દરેક દ્રવ્યને પોતાનાં ગુણ છે, પોતાનાં લક્ષણ છે, પોતાના ધર્મ છે. અને આ અનાદિ એવા જગતમાં છ એ દ્રવ્યનું પરિણમન પોતાના સ્વભાવ પ્રમાણે થયાં જ કરે છે. પણ પોતાનાં ગુણમાં જ પરિણમન થાય છે. કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ પલટીને અન્ય દ્રવ્યમાં પરિણમતું નથી. કે કોઈ દ્રવ્ય એ બીજા દ્રવ્યની સાથે એકરૂપ પન્ન થતું નથી. આ છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય તો અજીવ છે. પણ એક જીવ દ્રવ્ય છે તે સાવ છે. એટલે ચૈતન્યયુક્ત છે. ચૈતન્યયુક્ત છે એટલે એને જ્ઞાન, દર્શન છે. એનામાં જાણકારી છે. ઉપયોગ છે. અને આ જાણકારીને લીધે જ બધી ગરબડ થઈ ગઈ છે. આ જીવ, પુદ્ગલ પરમાણુ જે અનંત છે, અને તેના ગુણ, વર્ગ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ સહિત છે, તેનાથી ભ્રાંતિને લીધે જોડાઈ ગયો છે એટલે જીવ પુદ્ગલને પોતાના કરવા ગયો. વ્યવસાય શરૂ કર્યો. આ પુદ્ગલ જે અનેક જુદાં-જુદાં રૂપે છે, આજે પંખા રૂપે છે, કાલે T.V. રૂપે છે, ફ્રીઝ રૂપે થશે, માઈક રૂપે થશે. આ પુદ્ગલ તો જુદી જુદી રીતે આવે છે. જે અનાજ રૂપે છે, એ જ મિષ્ટાન્ન રૂપે થાય છે, એ જ વિષ્ટા રૂપે પરિણમે. એ જ ખાતર રૂપે થશે, એ જ વૃક્ષ રૂપે થાય. આ પુદ્ગલની માયા ચાલ્યા કરે છે. જે ઘર રૂપે છે, એ જ ટેકરા રૂપે થશે. એ જ માટી રૂપે અને એ જ ઈંટ રૂપે થશે. એ જ સીમેન્ટ રૂપે થશે. એ જ ખાતરમાં જઈને છોડરૂપે થશે. ઈ જ વસ્ત્ર રૂપે આવશે. એ જ પૃથ્વીની અંદર ધાતુ રૂપે થશે. ક્યાંક કોલસો થશે. ક્યાંક હીરો થશે, ક્યાંક લોખંડ થશે, ક્યાંક ત્રાંબુ થશે, ક્યાંક પિત્તળ થશે. જગતમાં જેટલા પદાર્થો છે તે તમામ પુદ્ગલ પરમાત્રુઓના સંઘાત અને ભેદનું પરિણામ છે. સમાન જાતિ, સમાન ગુણ. રૂક્ષતા અને સ્નિગ્ધતા એનો ગુણ છે. આ આખું પદાર્થવિજ્ઞાન મુક્યું છે. કયા ગુણોનું પ્રભુત્વ થાય ત્યારે એનું સ્વરૂપ શું થાય ? અને એટલા માટે જ પારામાંથી સોનું કેમ બને ! તાંબામાંથી કેમ બને ? આનું આમ કેમ થાય ? આ સ્થિતિ નષ્ટ કેમ થાય ? આ બધા સિદ્ધિ યોગ આત્મતત્ત્વને જાણનાર એવા ઋષિમુનિઓને, આ અષ્ટસિદ્ધિ અને નવ નિધિ – એ સહેજે સાધ્ય હતા. કેમકે એ પુદ્ગલનો ખેલ બરાબર જાણે છે. પુદ્ગલના સ્વરૂપને બરાબર જાત્રે છે. મુઠ્ઠી બંધ કરીને હાથમાં મિષ્ટાન્ન લાવી દે. કારણ કે એ પુદ્ગલનું પરિણમન છે. અને એ પરિણમન ત્યારે થાય છે જ્યારે જીવનાં ભાવનો સંયોગ થાય છે ત્યારે. એ સાંયોગિક ક્રિયા છે. મિષ્ટાન્ન છે એ સાહજિક ક્રિયા નથી. સાંયોગિક ક્રિયા છે. અને આ યોગીઓ પોતાનાં જીવનું ભાવબળ લગાવે. જીવનું અચિંત્ય વીર્ય, એનું ભાવ બળ, અને પુદ્ગલનું અચિંત્ય સામર્થ્ય દુનિયામાંથી ઘણી નવી ભભૂતિઓ પણ પેદા કરી દે. પણ આ મુક્તિનો માર્ગ નથી. આ તો આત્માની મોહજન્ય ગ્રંથિ છે. એટલે જૈન દર્શન એ રિદ્ધિ-સિદ્ધિને ઓળંગીને જવાની વાત કરે છે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 239
Page #240
--------------------------------------------------------------------------
________________
પરમ નિધાન, મુખ આગળ, જગત ઉલ્લંઘી જાય જિનેશ્વર !” આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રભુ ! ધર્મનાથ સ્વામી, તારી ભક્તિ કરવાથી, તારા ગુણ ગાવાથી, એવું પરમ નિધાન આ જીવમાં પ્રગટે છે. “પરમ નિધાન’ જેમ સાગર, રત્નાકરના પાણી હટી જાય અને મહા અમૂલ્ય નવ રત્ન નિધાન ખૂલ્લા થઈ જાય. તો પણ તારો આરાધક આ નિધાન ઓળંગીને ચાલ્યો જાય. છોકરાં તો પાંચીકા વીણવાય રોકાય. પણ આ જીવ રત્ન વીણવાય રોકાતો નથી. આ આત્માની સાધનાની, મુક્તિના માર્ગમાં આગળ વધો તેમ નિધાન પ્રગટે. ગૌતમ ગણધરને વિશે આવો મહતુ પ્રભાવી, લબ્દિ નિધાનનો યોગ - અનંત નિધાન - એમને એ યોગ સહજ હતો. સૂર્યના રમિ-કિરણ. એ કિરણને પકડીને ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર આરોહણ કરે છે. અને પંદરસો તાપસીને પોતાના અંગુઠાની લબ્ધિથી ખીરનું પારણું કરાવે છે. આ બધી લબ્ધિ છે. પુદ્ગલના ચમત્કાર છે. પણ એમાં જીવનો ભાવ યોગ હોય છે. પરમ સત્ રીબાતું હોય ત્યારે સત્પુરુષો પોતાના પરચાં પણ આપે છે. અને “ભક્તામર સ્તોત્ર'ની ‘ઉવસગ્ગહરં સ્તોત્રની આ બધી રચના શું કામ થઈ ? જૈન મુનિઓએ આવા બધાં ચમત્કારો કેમ બતાવ્યાં છે ? તો જ્યારે-જ્યારે શાસનની પ્રભાવનાનો પ્રશ્ન ઉભો થયો છે - જ્યારે જ્યારે એ પરમ તત્ત્વની, મહાસત્તા પ્રગટ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે આ આચાર્યોએ, એમની આત્માની જે મહાન શક્તિ છે, ચૈતન્યની શક્તિનો પરચો આપી વિતરાગ શાસનને ફરીથી ઊંચું કર્યું છે. જૈન શાસનને જયવંતુ કર્યું છે. પછી હીરવિજયસૂરી અને અકબરનો પ્રસંગ હોય, મહારાજા કુમારપાળ અને સિદ્ધરાજનો પ્રસંગ હોય કે એમની સાથે હેમચંદ્રાચાર્ય સૂરિશ્વરજીનો પ્રસંગ હોય, એક એક આચાર્યોએ ધારા નગરીના રાજા ભોજની સાથે, માનતુંગસૂરિનો પ્રશ્ન હોય, એક-એક આચાર્યોએ, ધર્મની આવી કસોટીની પળની અંદર, એક પણ જાતની પોતાની કોઈ પણ વાંછના રાખ્યા વિના, કોઈ માનની અપેક્ષા રાખ્યા વિના, કંઈ બદલાની અપેક્ષા વિના, શાસનને પ્રભાવી કર્યું છે. પણ જગત પાછું ચમત્કારમાં મોહી ગયું છે. અને ભક્તિને ભૂલી ગયું છે. એ ચમત્કાર એ તો side business છે, by product છે.
જિનેશ્વરની ભક્તિ, મૂળ જિનેશ્વરની ભક્તિ કરીએ તો આ બધું તો સહજ સાધ્ય છે. “કર્મ ભાવ અજ્ઞાન છે.” જીવે આ પુદ્ગલને જે પોતાનાં માન્યાં છે, અને આ પુદ્ગલમાં જે ક્ષણિક સુખ છે, સુખાભાસ છે, જેની પાછળ દુ:ખ ચાલ્યું આવે છે, દુઃખની છાયા જેની સાથે જોડાયેલી છે, એવા પુદ્ગલના સુખ નામના પદાર્થની પાછળ આ જીવ અજ્ઞાન બુદ્ધિનાં કારણે એ જ ભાવમાં નિરંતર રહે છે. એટલે શુભાશુભ ભાવ એ કર્મ ભાવ છે. એ કર્મ ભાવની અંદર જીવની જે સતત પરિણતિ છે તેને જ્ઞાની પુરુષો અજ્ઞાન કહે છે. મોક્ષનો અવિરોધ ઉપાય જોતો હોય તો મોક્ષભાવ નિજવાસ.” તું તારા પોતાના સ્વરૂપમાં વાસ કર. રહે. જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે. પણ સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. નિજ વાસ.” સ્વરૂપ સ્થિતિ. આત્મરમણતા. સ્વભાવની સ્થિરતા. આ અંતર્મુખપણું આવે તો આ થાય. “સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિગ્રંથનો પરમ ધર્મ છે.” આપણી સાધનાનું સુત્ર અંતર્મુખતા. થવી જોઈએ. નિજવાસ.” પરમાર્થની કોઈ પણ સાધના કરીએ, ધર્મની આરાધનામાં કોઈપણ સાધનનો સ્વીકાર કરીએ – ચિંતા નહીં કે ક્યું સાધન છે – પણ સદૂગરના આશ્રયે કરીએ અને એનો લક્ષ એવો
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 240 [E]=
Page #241
--------------------------------------------------------------------------
________________
હોવો જોઈએ કે કોઈપણ સાધન, આત્માને મુક્તિ સાથે જોડે એનું નામ યોગ. એવો કોઈપણ વ્યવહાર પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત” એમ જ્ઞાની પુરુષો કહે છે. માટે આપણે હાથમાં માળા લઈએ, સ્વાધ્યાયનું પુસ્તક લઈએ, કોઈ ભક્તિનું પદ, પરમાત્માનું ગાઈએ, અથવા કોઈપણ પ્રકારનાં વ્રત, નિયમ, સામાયિક, પ્રતિક્રમણ, તપ, આવાં કોઈ પણ યોગ કરીએ. આ બધાં જૈન યોગ છે. કાઉસગ્ગ, પ્રત્યાખ્યાન વગેરે. બધા જૈન યોગ છે. એ જેન યોગમાંનો કોઈપણ યોગ, આત્માને મુક્તિ તરફ લઈ જવાને માટે પર્યાપ્ત છે. કારણ કે અનુભવ પ્રાપ્ત એવા ગીતાર્થ આચાર્યોએ આપણને આવો યોગ ધર્મ, વ્યવહાર ધર્મ, આચાર ધર્મ આપ્યો છે. કે જે ક્રિયા કરવાથી તજન્ય, તથારૂપ ભાવ ઉત્પન્ન થાય. તથારૂપ ભાવ ઉત્પન્ન કરવાનું જીવનું લક્ષ હોવું જોઈએ, તો થાય. નમસ્કાર કરવાથી વિનયનો ભાવ આવે જ. પણ એમાં જો લક્ષ ન હોય તો નમસ્કાર યંત્રવત્ થાય અને વિનયનો ભાવ અદૃશ્ય થઈ જાય. બધી જ ક્રિયા ભાવથી જ થાય. અને ભાવને ઉત્પન્ન કરવા માટે પણ થાય.
જેમ વૈરાગ્યથી આત્મજ્ઞાન સફળ થાય, પણ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવામાં વૈરાગ્ય પણ જોઈએ. એમ જ્ઞાન અને ક્રિયાનો સંબંધ એક સિક્કાની બે બાજુ છે. કોઈએ તોડવાનો પ્રયત્ન નહીં કરવાનો. એવું અજ્ઞાન કોઈ દિવસ નહીં કરવાનું. જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ રહેલાં છે. અભિન્ન છે, અવિનાભાવી છે. એક ન હોય તો બીજું ન હોય. આવાં પ્રકારની વસ્તુ સ્વરૂપની સ્થિતિ છે. માટે જ્ઞાની પુરુષો કહે છે મોક્ષભાવ નિજવાસ. પરમકૃપાળુ દેવે ‘આત્મસિદ્ધિ'માં એક પણ પારિભાષિક શબ્દ વાપર્યો નથી. એટલે ‘આત્મસિદ્ધિ' વાંચતા કોઈ પણ ધર્મને કે કોઈ પણ મતને માનનારને એમ ન લાગે કે આ “આત્મા’ સિવાય બીજી કોઈ વાત કરે છે. આ સ્થિતિ છે તે સમ્યફચારિત્ર છે. નિજવાસ છે એ સમ્યક્રચારિત્ર છે. પણ પરમકૃપાળુદેવે શબ્દ મુક્યો નિજવાસ.” આ પરમકૃપાળુદેવની વિશેષતા છે. પૂ. લઘુરાજસ્વામીએ કહ્યું છે કે, એમાં તો આત્મા જ ગાયો છે. ગમે તે મતને માનનાર હશે એને “આત્મસિદ્ધિ પોતાની જ લાગવાની કારણ કે એમાં એમણે કોઈ મતની સ્થાપના કરી નથી. એટલે અહીં કહ્યું કે નિવાસ’ છે. તે આત્માની મુક્તિનો માર્ગ છે. આ ઉપાય અવિરોધ છે. શિષ્યને કહે છે કે અજ્ઞાન છે ને એ અંધકાર જેવું છે. અને અંધકારને હટાવવાનો અવિરોધ ઉપાય કયો? તો કે પ્રકાશ. અંધકારને લાકડી લઈને મારીએ, કે અંધકારની ચર્ચા કરીએ તો અંધકાર જાય નહીં. તો જો કેટલાય સમયનું અંધારું દૂર કરવું હોય તો, જૂના બંધ મકાન કે ભોંયરામાંથી અંધકારને દૂર કરવો હોય તો અવિરોધ ઉપાય એક જ છે. પ્રકાશ. બેટરી, લાઈટ, કોઈ ડાયનેમો, કોઈ જનરેટર. જેનાથી દૂર થાય એનાથી, પણ પ્રકાશ જોઈશે. ઈલોરા અજંટાની ગુફા જોવા જઈએ તો અંદર ગાઢ અંધકાર હોય. તો એક જણ કલાઈ ચડાવેલા જસતના પતરાં લઈને સૂર્યની દિશામાં ઊભો રહે. સૂર્યનાં કિરણો એના ઉપર પડે એનું પ્રતિબિંબ આખી ગુફામાં પડે અને ગુફા પ્રકાશિત થઈ જાય. એટલે જે અદૂભૂત ચિત્રો છે એ ચિત્રો આપણે જોઈ શકીએ. સૂર્યની Lightથી. પણ અંધકારને દૂર કરવા માટે પ્રકાશ એ અવિરોધ ઉપાય છે.
| ‘અજ્ઞાન અંધકાર સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” કર્મભાવ છે એ અજ્ઞાન છે અને નિજવાસ છે એ જ્ઞાન છે. આ નિજવાસ, સ્વરૂપની સ્થિતિ, સ્વરૂપની રમણતા એ અવિરોધ ઉપાય છે. અજ્ઞાનને ટાળવું હોય
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 241 E
Page #242
--------------------------------------------------------------------------
________________
તો જ્ઞાન રૂપી પ્રકાશથી ટળી જાશે. ચિંતા કર મા કે અંધકારનો પ્રકાર કેવો છે, અંધકાર કેટલો જૂનો છે એવી કોઈ ચિંતા ન કરવી. તેમ અજ્ઞાન ગમે તેટલું જૂનું હોય, ગમે તે પ્રકારનું હોય, કાંઈ વાંધો નહીં. જેમ દર્દ ગમે તેટલું જુનું હોય, ગમે તે પ્રકારનું હોય - તેમ. જીવ તો દર્દનાય મલાવા કરે છે. સમજતો નથી કે આ પાપનો ઉદય છે. પોતાના મેલેરિયા અને ડાયાબિટિશનાં પણ ગાણા ગાતો ફરે. રોગનો મલાવો કરે. જીવ અજ્ઞાન અવસ્થામાં હોય ને ત્યારે કેને વળગી પડે ખબર ન પડે ! અને એમાં એને આનંદ આવે. જીવને દેહભાવ કેટલો છે ? અહંભાવ કેટલો છે ? રોગમાં પણ જીવને આનંદ આવે, વિકારમાં, પાપના ઉદયમાં પણ જીવને આનંદ આવે, એ જીવનાં અજ્ઞાનની કોઈ સીમા ખરી ? ત્યારે એને પરમેશ્વરનું શરણ યાદ આવતું નથી. રત્નાકર-પશ્ચિસીમાં કહે છે – મેં રોગના ઉપચાર કર્યા પણ જિનેશ્વરની ભક્તિ ને ભાવી નહીં કે જરૂર હું કોઈ જિનેશ્વરની ભક્તિના માર્ગથી જુદો પડી ગયો છું એટલે અટવાયો છું.
ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું.” ધર્મ ચિંતવ્યો નહીં પણ ઔષધ અને રોગની ચિંતા કરી. અને રોગનું માહાત્મય વેદાય છે. જિનેશ્વરનું માહાસ્ય વેદાતું નથી. અજ્ઞાનનું માહાસ્ય વેદાય છે. જ્ઞાનનું માહાભ્ય વેદાતું નથી. આ આપણી સ્થિતિ જોઈ ? અજ્ઞાનના પ્રકાર કોઈ પણ હોય – ત્યારે જ્ઞાની કહે છે કે, વિતરાગ દર્શનનો પ્રકાશ ગમે તે જીવનું, ગમે તે પ્રકારનું અને ગમે તેટલું જુનું અજ્ઞાન હોય, તો પણ તેને ટાળવા માટે સમર્થ છે. પછી તે ગૌતમનું અજ્ઞાન હોય કે રોહિણિયા ચોરનું અજ્ઞાન હોય. પણ ભગવાન મહાવીરનો બોધ ચંડકૌશિયા જેવા, તિર્યંચમાં રહેલા જીવના અજ્ઞાનને પણ, ટાળી શકે છે. કારણ કે આ જ્ઞાન અદ્ભુત છે. તારું અજ્ઞાન ગમે તે પ્રકારનું હોય પણ આ જ્ઞાન અદ્ભુત છે. આ વિતરાગના જ્ઞાનની જ્યોતિ છે. આ જ્યોતિ પાસે જગતનો અજ્ઞાનરૂપી અંધકાર ટકી શકશે નહીં. આ અવિરોધ ઉપાય. “મોક્ષભાવ નિવાસ.” કર્મભાવ તો અજ્ઞાન છે. આ અજ્ઞાન ટાળવા માટે નિજવાસમાં આવી જા. અંતર્મુખ ઉપયોગે સ્થિતિ કર. અને આ સતુપુરષોએ આપેલી વિતરાગ વિજ્ઞાનની જ્યોતિ હાથમાં લઈ લે. એક સદ્ગુરુની મશાલ જો હાથમાં પકડી છે, મશાલ ન પકડાય તો મીણબત્તી હાથમાં પકડી છે તો પણ તું ન્યાલ થઈ જાઈશ. અનંતનો માર્ગ તારો ખુલ્લો થઈ જાશે. પૂર્ણ પ્રકાશિત થઈ જાશે.
ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઊભા છો.” હે પ્રભુ ! સામે કાળ ભલે કઠિન હોય, પણ જેમ ઘનઘોર રાત્રીમાં કડાકા ને ભડાકા ચાલતા હોય તો પણ આપ દીવો લઈને ઊભા છો તો મને કશાની ભીતી નથી. મારો માર્ગ પ્રશસ્ત છે. આવી શ્રદ્ધા સાથે, આવા સમર્પણ સાથે ગુરુએ બતાવેલા માર્ગને સમજવા પ્રયત્ન કરીએ. પહેલો અવિરોધ ઉપાય “નિજવાસમાં જવું તે. તું તારામાં સ્થિર થા. જગત તરફની દૃષ્ટિ ફેરવી લે. કૃપાળુદેવે કહ્યું કે, “સઘળાં વ્રત, તપ, જપ, આ બધું જ કરવાનો ઉદ્દેશ, એક જ લક્ષ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.’ આ નિજવાસ છે. નિજવાસમાં પહેલાં જિનની અંદર વાસ કર એટલે નિજની અંદર વાસ થઈ જાશે. કારણ કે સીધે સીધું નિજ પકડાતું નથી. માટે જિનના સહારે નિજમાં ચાલ્યો જા. કારણ કે જિનપદ-નિજપદ એકતા.” આ તો સરળ માર્ગ છે.
નEશ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 242 GિE
Page #243
--------------------------------------------------------------------------
________________
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. (૯) જે જે કારણો કર્મ બંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે.'
હવે આ બીજો ઉપાય કહે છે. જે જે કારણ બંધનાં છે, જેનાથી જીવને બંધ થાય છે, શુભ કે અશુભ, પણ જેનાથી જીવને બંધ થાય છે, પુદ્ગલ પરમાણુ જે પર છે એને જીવ ગ્રહણ કરે છે, જીવનું વીર્ય સ્કુરાયમાન થઈને પર પદાર્થને પોતાના તરફ ખેંચે છે, સુખની ભ્રાંતિના કારણે – આ માર્ગ બંધનનો માર્ગ છે. જે કારણોથી આ જીવ એ તરફ જાય છે એ કારણોની છેદક દશા એ મોક્ષપંથ અને ભવનો અંત છે. આશ્રવના, બંધના કારણો તત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યાં છે, “
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ: બંધ્ધ હેત્વઃ બંધના હેતુઓ છે. પણ કૃપાળુદેવે અહીં એ તાત્ત્વિક પરિભાષા ન મુકી. શિષ્ય ઉપર મુકી દીધું કે તને આ બંધના જે જે કારણ છે, શુભ કે અશુભ. તે કારણોની છેદકદશા' કર.
એ દશા કેવી રીતે છેદાય ? “છેદકદશા.” એ શબ્દ પ્રયોગ કૃપાળુદેવે એટલી સરસ રીતે કર્યો છે. એ એ દશા છેદવી પડે છે. જો છેદે નહીં તો એ દશાની અંદર છૂટી ન શકાય. કેમ કે બંને એવા એક રૂપ જોડાઈ ગયા છે કે જો એ દશા છેદે નહીં તો એ દશાથી મુક્ત થવાય નહિ. જ્યારે બે પદાર્થ ભેગા થઈ ગયા હોય ને ત્યારે એને છેદવો પડે. બેયને જુદાં પાડવાં પડે. એ જુદાં પાડવાની પ્રક્રિયા કરવી પડે. સુવર્ણ અને પથ્થર એ બે ભેગાં થઈ ગયાં હોય – આનંદઘનજી મહારાજે પદ્મપ્રભુના સ્તવનમાં કહ્યું છે, કારણ-જોગે હો બંધ બંધન રે, કારણ મુક્તિ મુકાય; જે કારણ જોગથી આ બંધ થાય છે, અને એ કારણ જોગ જો એની અંદરથી ખેંચી લેવામાં આવે તો બંને વસ્તુ જુદી પડી જાય.
માટે હે પ્રભુ ! મારો ને તારો આંતરો પડી ગયો છે એનું કારણ એ છે કે, “પરપદાર્થમાં ભળી ગયો છું અને તેં તારી જાતને પર પદાર્થમાંથી મુક્ત કરી છે. માટે કહે છે કે બંધના કારણો છેદવાં. ‘દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે.” સમજણ અવળી ક્યાં થઈ ? તો કે તારું દર્શન ખોટું. જેની દષ્ટિ ખોટી એનું દર્શન ખોટું. જેનું દર્શન ખોટું એનું જ્ઞાન ખોટું. જેનુ જ્ઞાન ખોટું એનું આચરણ ખોટું. સમજણ પહેલેથી જ ઊંધી. વિપરીત દૃષ્ટિ. આ વિપરિત દૃષ્ટિમાં આવેલો જીવ, પરંપરાએ ભૂલ કર્યા કરે છે. એ ભૂલમાંથી જો એની છેદકદશા ઉત્પન્ન થાય તો એ ભૂલની પરંપરામાંથી અટકી શકે છે. પરમકૃપાળુદેવે એક બોધ વાક્યમાં સરસ કહ્યું છે, “કોઈ બાંધનાર નથી. જીવ પોતાની ભૂલથી બંધાય છે.” આ વચનામૃતપ-માં છે. એટલે સત્તરમાં વર્ષ પહેલાં ભગવાને આ વાત લખી છે. એમાં લખ્યું છે. જ્યારે જ્યારે બંધના કારણ હોય, ત્યારે ત્યારે. એક બંધાનાર, બીજો બાંધનાર, ત્રીજું બંધન અને ચોથું એ બંધ-દશા. આ ચાર સ્થિતિનો વિચાર કરવો. હવે અહીં બંધાનાર પોતે, બાંધનાર પોતે, બંધન કર્મનું અને આ બંધ દશા - તે જે ભોગવી રહ્યો છે તે. આ પોતાની જે મિશ્રિત અવસ્થા છે તે જીવને કર્મનું બંધન છે તે છે. દ્રવ્યની પરિભાષામાં જો વિચારીએ તો આ ચેતન જીવ બંધન સાથે બેઠો છે. આપણા બધાની જે સ્થિતિ છે એમાં એક ચૈતન્ય છે. નિત્ય, શાશ્વત, સનાતન એવો, ત્રિકાળી પદાર્થ. જ્ઞાયક. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 243 EF
Page #244
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર, અનંત વીર્ય યુક્ત એવો એક પદાર્થ, જે બધું જ જાણે છે, બધું જ જુએ છે. અને એક જે કાંઈ જાણતું નથી, કાંઈ જોતું નથી, જેનામાં કોઈ પણ પ્રકારની શક્તિ નથી, એવું આ શરીર જડ, મરેલું, ખોખુંસાંપની કાંચળી જેવું છે. નિષ્ક્રિય. જડ. જેનામાં જાણવાનો સ્વભાવ નથી તે જડ. એવું આ શરીર. આ બંનેનો સંયોગ છે. અને આ સંયોગી અવસ્થા એ બંધ દશા છે. હવે આમાં બંધાયો કોણ ? ચેતન બંધાયો. વિવેક બરાબર જાગૃત રાખવો. બંધાયો કોણ ? ચેતન. બાંધનાર કોણ ? શું જડ કમેં તને બાંધ્યો ? “જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” જડમાં તો પ્રેરણા નથી. જડમાં એવી કોઈ જાણવાની શક્તિ નથી કે આને બાંધી દઉં, આને ન બાંધું. આને ટાઈટ બાંધું, અને આને ઢીલો બાંધું – આવી કોઈ પ્રકૃતિ જડના સ્વભાવમાં નથી. (જડનો એનો કોઈ એવો ગુણ, એવું લક્ષણ કે એવો ધર્મ નથી કે જીવને બાંધે. બંધાનાર પોતે. બાંધનાર પોતે. બંધન કર્મનું. પરપદાર્થનું. પોતાને જે જોઈતું ‘તું તે જ લીધું છે. પાછું પરિણામ આવે ત્યારે કહે કે મારે આ નહોતું જોઈતું. મેં ક્યાં આવું માંગ્યું'તું ? પણ ખરેખર તો તારા માંગ્યા વિના આ મળે નહીં. કર્મ કાંઈ દેવા ન આવે. હજી સમજી લઈએ કે, ‘મને જે દુઃખની પ્રાપ્તિ છે એ મારું માંગેલું દુઃખ છે. એનું tender ભર્યું'તું મેં. એની demand note આપી’તી. એની માંગણી મૂકી હતી મેં. Indent ભર્યું હતું. નહોતું તો બીજા લોકમાંથી મંગાવ્યું. જેમ કોઈ માલ આ દેશમાં ન મળતો હોય તો વિદેશથી મંગાવીએ. એમ કેટલાક સ્થિતિ, સંજોગો એવાં હોય કે આ દેશમાં ઉપલબ્ધ નથી. તો કહે ભરો Indent. Import License લો. બધી જ પ્રોસીજર કરો. પણ મારે એ જોઈએ જ. નરક જેવાં દુઃખ પણ ત્યારે જ મળે છે જ્યારે જીવ ઇચ્છા કરે છે અને કર્મ બંધાય છે. એ કર્મ એનાં કાળે પાકે અને પાકીને એનાં સ્વભાવે પરિણમ્યા. અને એનું પરિણામ આવે ત્યારે પાછો હટે તો ન ચાલે.
તો કર્મ કહે કે અમે અમારી મેળે આવ્યા નથી. કેમ કે એવી પ્રેરણાનો સ્વભાવ અમારામાં નથી. અમે તો તમે જે માંગો તે આપીએ તમને. કેવી વ્યવસ્થા છે ! કર્મની વ્યવસ્થા બરાબર સમજી લઈએ. આ પુદ્ગલનો સ્વભાવ અને જીવનો સ્વભાવ સમજી લઈએ. જીવનાં ભાવનું પરિણામ પામીને, કર્મના પુદ્ગલ પરમાણુમાં કે જેમાં અચિંત્ય એવું સામર્થ્ય છે અને એની પરિવર્તન પર્યાયની શક્તિ છે કે ગમે તેવું રૂપ ધારણ કરી શકે. એનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એવાં છે કે સ્વર્ગની રચના પણ કરી શકે અને નરકની રચના પણ કરી શકે. આ જગતની અંદર કોઈ પણ રૂપી પદાર્થની રચના છે એ પુદ્ગલની રચના છે. એ એટલી સરસ કરી શકે, પણ પોતાની મેળે ન કરી શકે, પોતાની મેળે થાય. એનું વિસસા પરિણામ ખરું ? પણ જીવને સંયોગ નહીં એનો. પણ જીવને સંયોગ થાય એવું પરિણામ છે કે આપણું શરીર, આપણો પરિગ્રહ, આપણાં સગાંવહાલાં, આપણો સંસાર, આપણું જગત. જગત તો બહુ વિસ્તૃત છે. પણ આપણું જગત કેટલું ? જેની સાથે આપણું જોડાણ છે એટલું. તો કર્મ આપણને આપણા ભાવ પ્રમાણે આપણું જગત આપે. જેવું આપણે ઇચ્છડ્યું છે એવું જ આપે. એટલે જ્યારે જ્યારે મુશ્કેલી આવે, જ્યારે જ્યારે પ્રતિકૂળતા આવે, જ્યારે જ્યારે દુઃખ આવે, જ્યારે કોઈ અનિષ્ટ યોગનો પ્રસંગ પ્રાપ્ત થાય, ત્યારે જીવે વિચારવું કે આ કોઈએ મોકલ્યું નથી. આ મારા કારણે જ મળ્યું છે. અને મેં મંગાવ્યું છે. Pre-paid કરીને મંગાવ્યું છે. This is not V.P.P. but this is Pre-paid. તેં ચુકવી દીધું છે. એટલે આ પાર્સલ પાછું નહીં મોકલાય. પેલો નાખી જ જાશે.
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 244 [E]=
Page #245
--------------------------------------------------------------------------
________________
કર્મ ભેગું થઈને એ પુદ્ગલ પરમાણુ દુઃખ રૂપે આવવાના હોય એટલે આવી જ જાય. શરીરમાં રોગ કે દુઃખાવો અમથા નથી થતાં. વગર મંગાવ્યું નથી આવ્યા. પુદ્ગલ પરમાણુ કહે છે અમે કોઈ સાથે રાગદ્વેષ નથી કરતાં. આ તો જીવનું કામ છે. અજ્ઞાન ભાવ જીવનો છે. જડનો નથી. કેટલી સરસ વ્યવસ્થા છે. એટલે કહે છે કે આ કારણો જીવનાં છે તે જીવે પોતે ઊભાં કર્યાં છે તો તેની છેદકદશા પણ તારે જ પ્રાપ્ત કરવી પડશે.
તું પરપદાર્થની ઇચ્છાથી, તૃષ્ણાથી, રહિત થા. આ છેદક દશા છે. પણ છતાંય જ્ઞાની પુરુષોએ – આ જૈન દર્શનની પરિપાટીમાં નવ તત્ત્વમાં કહ્યું છે કે, “સંવર’ અને ‘નિર્જરા’ આ છેદકદશાનાં સાધનો છે. જો તું સંવરની આરાધના કર તો કર્મનો આશ્રવ અટકે. આશ્રવ અટકે એટલે કર્મ બંધાય એવા પુદ્ગલનું ગ્રહણ તારાં મન, વચન, કાયાના યોગથી થાય નહીં. અને ગ્રહણ ન થાય એટલે પુગલનું કર્મ રૂપે બંધાવું થાય નહીં, અને બંધાવું ન થાય તો ઉદયની કોઈ વાત રહેતી નથી. માટે છેદકદશા” એટલે “સંવર' અને ‘નિર્જરા.” સંયમ અને તપ. તપ અને તિતિક્ષા. વૃત્તિ અને વ્રત. સતત કર્યા કરો. કારણ કે નહીં તો છેદકાદશા નહીં આવે. જીવ બંધક દશામાં જશે. ત્રણ દશા છે. બંધકદશા, છેદકદશા અને મુક્તદશા. પણ મુક્તદશા મેળવવા માટે છેદકદશા જરૂરી છે. આજે જગતના જીવો ભ્રાંતિમાં છે. કે અજ્ઞાન છે તે બંધદશા છે અને મુક્ત દશાની વાત કરે છે. પણ છેદકદશા થયા વિના મુક્તદશા આવે ક્યાંથી ? સંવર અને નિર્જરાની આરાધના વિના, તપ અને સંયમની આરાધના વિના, વૃત્તિ અને વ્રતની આરાધના વિના છેદકદશા નહીં આવે. વૃત્તિઓને શમાવો. વ્રતને આદરી. તપની આરાધના કરો. અને તિતિક્ષા એટલે સહન કરો. પરિષહ તો સહન કરવો પડે. ઉપસર્ગની વાત તો જુદી છે. જે સ્થિતિમાં આપણે રહીએ છીએ ત્યાં શીત પરિષહ, ઉષ્ણ પરિષહ, ક્યાંક ક્ષુધા પરિષહ, ક્યાંક તૃષા પરિષહ, ક્યાંક જંતુનો પરિષહ, આવા જિનેશ્વર ભગવાને ૨૨ પ્રકારનાં પરિષહ કીધાં છે. જે સહન કરવા જીવમાં તિતિક્ષા-સહનશીલતા જોઈએ.
જગતમાં બધી જાતનું વાતાવરણ છે. થોડું સહન કરતાં શીખ. તારી ઇચ્છા પ્રમાણેનું આ જગત નથી. અનેક જૂની ઇચ્છાઓનું મિશ્ર આ જગત છે. તેમાં કોઈની ઇચ્છા તારા કરતાં power-ful હશે. અને પુગલ પરમાણુંનું વિસસા પરિણામ પણ હશે. જેમ તારું પુદ્ગલ સાથે પોતાનું, નિમિત્ત પરિણામ, પ્રાયોગિક પરિણામ, વિશ્રા પરિણામ છે. તેમ પુગલનું પોતાનું પણ વિસ્રસા પરિણામ હશે. અને એ પરિણામ છે તો જીવે સહન કરવું પડે ભાઈ ! તિતિક્ષા. જૈન દર્શનમાં એને કહે છે ખંતી, ક્ષતિ, દેતી. ક્ષતિ એટલે ક્ષમાના ધારણ કરનાર એવા ગુરુવરો ! ભાઈ ! પરિસ્થિતિ તો છે તે છે. એનાં રોદણાં ન રોવાય. એને જોયા કરાય. સંયોગોના સ્વીકાર સિવાય એનો બીજો કોઈ વિચાર ન કરાય. સમભાવથી બધું જ વેદવું. આ છેદકદશામાં આવી જા. અને આ છેદક દશામાં આવવા માટે જૈન દર્શનમાં સંવર અને નિર્જરાનું મહાન તત્ત્વ, નવતત્ત્વમાં આપ્યું છે અને સંવરના પ૭ યોગ જ્ઞાની પુરુષોએ આપ્યા છે. સામાયિક છે એ સંવર છે. કાઉસગ્ગ છે એ સંવર છે. બધા જ પ્રકારના તપ, વ્રત, ઉદ્યમ એ છેદકદશા છે. બંધક દશાની નિવૃત્તિ માટે, મુક્ત દશાની પ્રાપ્તિ માટે, છેદકદશાની આરાધના અનિવાર્ય છે. આ છેદકદશા એટલે, જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ.” ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં પ્રારંભનું સૂત્ર લખ્યું. સમ્યકૂજ્ઞાન સાથે કરવામાં
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 245 E
Page #246
--------------------------------------------------------------------------
________________
આવેલી ક્રિયા મોક્ષનું કારણ છે. એટલે જ્ઞાન સાથે ક્રિયા, અને ક્રિયા સાથે જ્ઞાન. આ બંનેને એકમેક સાથે જોડી દીધાં છે. આ બંને જુદાં છે જ નહિ. એ બંનેનું સંયુક્ત નામ ધર્મ. ધર્મ એકાંગી ન હોય. વ્યવહાર વિનાનો ધર્મ એ ખોટી વ્યાખ્યા છે. એ શબ્દની ભ્રમજાળ છે. નિશ્ચયનું સ્વરૂપ અને વ્યવહારનું સ્વરૂપ મળીને ધર્મ. કારણ કે જે આત્માને મુક્તિ અપાવે તે ધર્મ. કારણ કે છેદકદશા સમજાવી જોઈએ. પણ આ છેદકદશા જીવને સમજાતી નથી. બંધ દશા આકરી લાગે છે અને મુક્ત દશાની માંગણી કરે છે.
કૃપાળુદેવ કહે છે કે ભાઈ ! બંધક દશામાંથી છેદકદશામાં આવીશ તો તારો મોક્ષ થઈ જાશે. ભવનો અંત થઈ જાશે. ગમે તેટલી ચિંતા કર્યાથી બંધ છૂટે નહીં. પણ છેદકદશાથી છૂટે. અનંતા કર્મોથી બંધાયેલા જીવને કર્મનું બંધન છે, એટલે ગાંધીજીએ પ્રશ્ન કર્યો હતો કે, “કોઈને ખબર પડે કે એની આ ભવમાં મુક્તિ થાશે ?” ભગવાન કહે છે, ખબર પડે. ગાઢ બંધનથી બંધાયો હોય એની એક એક ગાંઠ છટતી જાય તો જીવને ખબર ન પડે ? હળવાશ ન અનુભવે ? જેમ ગિર્દી ઘટે-બસમાં-ટ્રેનમાં તો તને મુક્તપણાનો અનુભવ થાય કે નહીં ? એમ બંધન દશામાં, સંવર-નિર્જરાથી તારા કર્મ ઓછાં થાય તો તને અનુભવ થાય કે નહીં કે તું છેદકદશામાં હવે છો ? તું છેદવાનો પ્રયત્ન જ ન કર તો બંધન કેમ જાય ? ખાલી ચિંતા કરવાથી નહીં થાય. પુરુષાર્થ કરવો પડશે. કર્મને તોડી નાખ, એનું જોર તોડી નાખ, એને શિથિલ કર, કર્મને સહન કરી લે, કર્મને હળવાં કરી નાખે, આ બધી છેદક દશા છે. અને એ સંવર અને નિરાથી થશે. આ શુદ્ધ વ્યવહારનો માર્ગ છે. પ્રેરે તે પરમાર્થને.” પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર. એની આરાધના કર. શાસ્ત્રો પણ એ જ માટે ઉપદેશ્યા છે. આ ઉપાય પણ અવિરોધ છે. કારણ કે છેદકદશા આવે તો મોક્ષ થઈ જાય. એમાં પછી ક્યાં શંકા જ રહે છે ?
રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. (100) રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાતુ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે.”
આ ત્રીજો ઉપાય છે. કેટલી અદ્દભુત વાત છે. બંધક દશામાં મહત્ત્વનું પરિબળ કયું છે તે બતાવ્યું છે. આ લોટ છે તેનો પીંડ બંધાય શેનાથી ? એની અંદર મોણ નાખીએ તો બંધાય. લાડવો બનાવે ત્યારે ઘી રૂપી સ્નિગ્ધતા અંદર નાખવામાં આવે તો એનો સ્કંધ બરોબર રહે છે. એમ આ પુદ્ગલ પરમાણુઓ છે એમાં જ્યારે કષાય રૂપી ચીકાશ ભળે છે, ક્રોધ-માન-માયા અને લોભ. આ કષાયભાવ રૂપી ચીકાશ જે છે ને એ જ્યારે એની અંદર ભળે છે, આ રાગ દ્વેષ છે ને એ મોણ જેવાં છે. અને આજનાં જમાનાના આપણાં રાગ દ્વેષ તો fevicol જેવાં છે. એટલે ગાઢાં ચીકણાં કર્મ બંધાય છે.
આ રાગ દ્વેષ fevicol જેવાં છે. મરી જાઉં પણ વળ છોડું નહીં. સળગી મરીશ પણ તારી તો વાત સહન કરીશ નહીં. એટલે ચારે બાજુ આપઘાતના કિસ્સા સંભળાય છે. તારાં ગોળાનાં પાણી હરામ ! પગ ન મૂકું કોઈ દિ તારા ઘરમાં. અરે ભાઈ ! રાગ દ્વેષનું આટલું ઉત્કૃષ્ટપણું ! આટલું બધું ! એક
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 246 E=
Page #247
--------------------------------------------------------------------------
________________
ભાઈએ સરસ પ્રશ્ન કર્યો, કે બધા જવો જો પરમાત્મા જેવાં છે અને બધાં જ આત્મામાં જો આવા સમાન ગુણ છે તો ભગવાને અભવી આત્મા કેમ કીધાં હશે ? સત્તાની અપેક્ષાએ ? શક્તિની અપેક્ષાએ ? ગુણની અપેક્ષાએ - ધર્મની અપેક્ષાએ એમાં કાંઈ ઉણપ છે ? ખામી છે ? ના, એવું કંઈ નથી. પણ એની વર્તનાની અપેક્ષાએ, કોઈપણ સ્થિતિમાં એ ઉત્કટપણે પરિણમે છે. અને જે ઉત્કટપણે ન પરિણમે અને મંદપણે પરિણમે તે છૂટો થતો જાય. એટલે ભગવાને એની પરિણતિની અપેક્ષાએ કહ્યું કે આ જીવ અભવી છે. જ્યાં સુધી ભાવનું આવું ઉત્કટપણું છે ત્યાં સુધી મુક્તિ પામે જ નહીં, કારણ કે સમયે સમયે અનંતાનુબંધી કર્યા કરે છે. અનંત સંસારનો અનુબંધ એને થયા જ કરે છે. ભગવાન કહે છે,
રાગ-દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ.' આ ગાંઠ, આ પકડ બહુ જ મજબૂત છે. દોરડી તૂટે પણ ગાંઠ છૂટે નહીં જુઓ તો જીવનાં પરિણામ ! રાગ દ્વેષ રૂપી કષાયનાં કારણે આ પુદ્ગલ પરમાણુનો બંધ થાય છે. રેતીનો લાડવો વળે ? અને થોડી ઘણી ભીની કરીને લાડવો વાળી દિવાલ ઉપર ફેંકીએ તો છૂટી પડી જાય. પણ જો એની અંદર માટી હોય તો ? અને એમાંય કાળી કે ચીકણી માટી હોય તો ? દિવાલ પડી જાય પણ ગોળો-લાડવો એમને એમ ચોંટ્યો રહે. આવી દશા છે જીવની ! ભયંકરમાં ભયંકર કષાય ભાવ ! પુદ્ગલ કર્મનો બંધ ! જ્ઞાની પુરુષોને કેવળજ્ઞાન થાય ત્યારે દેહની ક્રિયા ચાલુ હોય, છતાં કર્મનો બંધ ન થાય. કારણ કે એમાં કષાય નામનું મેળવણ નથી. એ અકષાયી થયા છે. અકષાયી ભાવનાં કારણે બંધ નથી. કૃપાળુદેવે છ પદનાં પત્રમાં કહ્યું છે કે, જો આત્મા કષાયભાવ કરે તો તેનું પરિણામ થાય અને અકષાય ભાવ કરે તો એનું પરિણામ થાય. નદીના તટે કપડાં સુકાવે તો એમ થાય કે રેતી ચોંટશે. રેતી ક્યાં સુધી ચોંટે ? કપડું ભીનું છે ત્યાં સુધી. કપડું સુકાઈ ગયું કે રેતી ખંખેરી નાખી. વાત પુરી થઈ ગઈ. એમ આ જ્ઞાનીઓનાં કર્મો બધાં ખંખેરાઈ જાતાં હોય. પણ આપણા ખંખેરતા નથી. આપાને તો કર્મો ભેગાં ખેંચી જાય છે. કા૨ણ કે fevicolથી ચોંટાડ્યા છે. જ્ઞાની કહે છે,
‘રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષનો પંથ.’
અને રાગદ્વેષની નિવૃતિ શેનાથી થાય ? સમકિતથી. સમ્યકૂદર્શનથી રાગદ્વેષની નિવૃતિ થાય. જ્ઞાની પુરુષનાં વચનની, ભક્તિપૂર્વક, યથાર્થ જીવ વિચારણા કરે તો સમ્યકદષ્ટિને પામે. છ પદનાં પત્રમાં કૃપાળુદેવે કહ્યું છે, જીવ જો જાગૃત થઈ સહજમાં વિચારે તો સમ્યદર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.’ પણ જીવ જો વિચારે તો - આ જીવ જ્ઞાનીના વચનની વિચારણા કરતો જ નથી. એના સિવાય બાકીનું બધું કરે છે. જ્ઞાનીનાં વચનનો વિચાર નથી. એટલે અજ્ઞાન પુષ્ટ થાય છે. રાગદ્વેષને પુષ્ટી મળે છે. અહં મજબુત થાય છે. મમત્વ વિસ્તૃત થાય છે. ક્યાંયથી નિવૃતિનો માર્ગ આવતો નથી. ‘કર્મગ્રંથ’ની નિવૃત્તિ કરવા, સમભાવ, સમતા, ઉદાસીનતા, આ બધાં એના પ્રયોગ છે. સામાયિક એ જબરજસ્ત પ્રયોગ છે. સમતાનો પ્રયોગ - સમતા સ્વભાવનો જવની અંદર અભ્યાસ. એ અભ્યાસ કરવાથી. ઉદાસીનતાનો અભ્યાસ કરવાથી, રાગદ્વેષની મંદતા થાય, શિથિલતા થાય, ક્ષીણતા થાય અને કાળે ક્રમે
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 247
Page #248
--------------------------------------------------------------------------
________________
કરીને તેનો ક્ષય થાય. “સમ્યક્દર્શન’ એટલે પદાર્થનું જ સ્વરૂપ છે તે સ્વરૂપે તેને જાણવું, ઓળખવું અને વેદવું. વેદન. ગુણ, લક્ષણ અને અનુભવથી એનું વેદન કરવું. કૃપાળુદેવ કહે છે. માત્ર ગુણથી નહિ, માત્ર લક્ષણથી નહીં, માત્ર વેદનથી. સ્વસંવેદ્યપદ એને આનંદઘનજી મહારાજે કહ્યું છે. તું એ પદનો અનુભવ કર. અનુભૂતિમાં જા. રાગ દ્વેષ તુટી જાશે. એક વાર જીવનું માહાભ્ય લક્ષમાં આવશે ને, સંસાર આખો તુચ્છ લાગશે. રાગ દ્વેષ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી વસ્તુનું તુચ્છપણું ભાસ્યું નથી. વસ્તુનું માહાસ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ દ્વેષ થાય. મારી પાસે કોઈ વસ્તુ છે, જેનું મને માહાત્મ છે. એ વસ્તુ કોઈ લઈ લે કે આઘીપાછી થાય તો મને રાગ દ્વેષ થાય. માહાત્મ ભાવમાં છે. જેવું માહાભ્ય ગયું કે પછી રાગ દ્વેષ ન થાય. વસ્તુનું સ્વરૂપ શું ? તો કે યોગ હશે એટલે આવી હશે. હવે એનો યોગ પુરો થઈ ગયો તો વસ્તુ ગઈ. આવી સ્થિતિ કરવાની છે. જો કે આકરું છે. પણ પુરુષાર્થ એ જ કરવાનો છે. જ્ઞાની પુરુષ જ્યારે આત્માના ધર્મની વાત સમજાવે છે ત્યારે કહે છે રાગ-દ્વેષ, કોઈ પણ સ્વરૂપમાં કર્યા હોય, કોઈ પણ હેતુથી કર્યા હોય, તો પણ તે તારા કલ્યાણનું કારણ નથી. રાગ દ્વેષ એ જીવનાં કલ્યાણનું કારણ નથી. તો સમ્યક્દર્શનની વાતમાં પહેલાં રાગદ્વેષ ટાળવાનાં છે.
આત્મા સત્ ચૈતન્ય મય, સભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. (૧૦૧) ‘સતુ” એટલે “અવિનાશી.” અને ચૈતન્યમય’ એટલે “સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો, કેવળ' એટલે “શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે.”
આ ચોથો ઉપાય બતાવે છે. જેથી કેવળ આત્મા પમાય એવી રીતે તું પ્રવર્તન કર. તો આત્મા ખબર પડે, તો એ રીતે પ્રવર્તન થાય. તો કહે છે આત્મા “સતુ' છે. “સતુ’ એટલે ત્રણે કાળને વિશે જેનું હોવાપણું છે તે. તે “સત્’. અવિનાશી છે. જેનું સ્વરૂપ “સ” છે. હોય તો એનો કોઈ દિવસ નાશ ન હોય. અને ન હોય તો કોઈ દિ ઉત્પન્ન થાય નહીં. એનું નામ “સત્'. આ જગતની બધી જ વસ્તુ “અસ” છે. કારણ કે એ જે સ્વરૂપે છે તે સ્વરૂપે કાયમ ટકતી નથી. એનો નાશ થાય છે. પુદ્ગલ છે એ ભેળા થાય છે. વીખરાય છે. જુદી જુદી રચનાઓ થઈ જાય છે. ક્યાંક ચોપડીના રૂપમાં, ક્યાંય ચશમાના રૂપમાં, ક્યાંક માઈકના રૂપમાં, વસ્ત્રના રૂપમાં, બંગલાના રૂપમાં, આભુષણના રૂપમાં – એમ આવ્યા જ કરે. આ યુગલની માયા ચાલુ જ છે. બધા પુદ્ગલ પરમાણુ ત્રિકાળ એમને એમ છે ? નથી. જો હોય તો manufacturing company ઓ શું કામ હોય ? Industrialization કરવું જોઈએ. કેટલાંય પુદ્ગલ પરમાણુ છે જેનું રોજ રૂપાંતર થઈ શકે. પદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન રોજેરોજ વધતું જાય છે. અને વધતાં જ્ઞાન નવાં-નવાં પદાર્થની શોધ કરે છે. લોખંડમાંથી પ્લાસ્ટીક શોધાયું કે નહીં ? એમાંથી વળી બીજું કાંઈ આવશે. એની ઉત્પત્તિ થાય પણ એ બધી વસ્તુઓ સમયવર્તી છે. આત્મા, નથી ઉત્પન્ન થતો. નથી એનો નાશ થતો. ત્રણે કાળમાં એનું વિદ્યમાનપણું છે, એનું હોવાપણું છે. ‘સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.” એને “સતુ’ કીધો છે.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 248 GિE
Page #249
--------------------------------------------------------------------------
________________
અવિનાશી.. અને બીજો કહ્યો છે ચૈતન્યમય.” પ્રદેશે પ્રદેશે ચૈતન્યમય છે. સતત ગમે તે અવસ્થામાં જાણપણું, જાણપણું અને જાણપણું. સર્વ ભાવને પ્રકાશવારૂપ જાણપણું, સર્વભાવ એટલે ચૈતન્ય-પુદ્ગલ જે ભાવમાં જે સ્થિતિ છે, જેવી છે એને એ જાણે, એવું સામર્થ્ય. પછી આવરણ હોય તો ઓછું જાણે, પત્ર એની શક્તિ અમાપ છે. સર્વભાવને પ્રકાશવારૂપ, અનંત જ્ઞાન એનું છે. એવી એની શક્તિ છે. સર્વભાસ રહિત.’ પાછો આભાસ નહીં. આત્માને પામવામાં જે સાધના કરવામાં આવે, જે મોક્ષમાર્ગની રીત અપનાવવામાં આવે, આમાં ક્યાંય આભાસી તત્ત્વ ન થવું જોઈએ. કે મને અહીં જ્યોતિ દેખાય છે, મને અહીં કમળ દેખાયું, સાક્ષાત ભગવાન દેખાયા, આવા આભાસમાં ન રહેવું. આમાં આત્મા પ્રાપ્ત નથી. આ કોઈ ઈશ્વરની પ્રાપ્તિ નથી. આમાં કોઈ અન્ય પદાર્થ નથી. આત્માના સાક્ષાત્કારમાં અન્ય કોઈની હાજરી નથી. જિનનું અવલંબન પણ છૂટી જાય અને સ્વયં જિનરૂપે થાય. આભાસની અંદર બધા દર્શનો અને આખું જગત અટવાઈ ગયા છે. મનની કલ્પનાઓ જ ચાલે છે. અાનનો એક પ્રકાર ચાલી રહ્યો છે. આભાસ. જેમાં ભગવાન દેખાય. દિવ્યતાનો અનુભવ થાય. શું થયું ? તારા સ્વચ્છંદના ઉદયને વેદી લીધો. તું તો સર્વત્ર પ્રકારના ભાસથી રહિત છો, અને તને જ્યારે તારી પ્રતીતિ થાય ત્યારે બીજા કોઈનું અસ્તિત્વ ત્યાં વચમાં નથી. કોઈ મધ્યસ્થીની જરૂ૨ નથી. તારે માધ્યસ્થ થવાની જરૂર છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત જ્યારે આત્માનું સ્વરૂપ, યથાતથ્ય, કેવળજ્ઞાન મય, કેવળ ઉપયોગમય, કેવળ ચૈતન્યમય અવસ્થા અને એ ચૈતન્ય એક પણ પ્રદેશે અવરાયેલું ન હોય - આવી નિરાવરણ શુદ્ધ અવસ્થા. પરમ શુદ્ધ અવસ્થા. ‘સમયસાર’ જેને કીધો છે, ભગવાન કુંદકુંદાચાર્યજીએ. આવી અવસ્થા પ્રાપ્ત થાય એવો સર્વાભાસ રહિત આત્મા
જો જો સાધનામાં સાધકની મુશ્કેલી ઘણી છે. આવા ચમત્કારમાં કે લોભામણા આકર્ષણમાં અનેક જીવો અટવાઈ જાય છે. આ વાત સંસારીઓની નથી. સંસારીઓ તો આમાં પડતા જ નથી. આ સાધક જીવોની જ વાત થાય છે. અને જેમ મતભેદ જુદા છે તેમ સાધકો પણ આવા આભાસી મળી આવે છે. કે ભગવાન આવા છે અને ભગવાન આવા છે. કહેનેવાલા ભી દિવાના, સુનર્નવાલા ભી દિવાના. જો જો આવો ઘાટ ન થાય. ભગવાને આ ચોથા ઉપાયમાં કીધું છે કે જો જે, વચમાં આ બધાં મહા ભયંકર સ્થાન છે. આત્માને જ્યારે મેળવવો છે અને એ પ્રવર્તન કરવું છે ત્યારે એ આત્મા સર્વાભાસ રહિત તને મળવો જોઈએ. આભાસી નહીં કોઈ તત્ત્વનું જોડાણ આત્મા સાથે નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો.' અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? પૂર્ણ કલંક રહિત. આ ચંદ્રની અંદર કલંક છે એવો આત્મા નથી. એક પણ કર્મનું કલંક નહિ, કષાયની કાલિમા નહીં. રાગદ્વેષની લાલીમા નહીં. શુદ્ધ. એક પણ રંગ નથી એને. એક પણ રંજત ભાવ નથી. નિરંજન છે. અમૂર્ત છે. અસંગી છે. અભેદ છે. અબદ્ધ છે. અસ્પષ્ટ છે. એવો આત્મા. કોઈ આભાસ વચમાં લાવીશ નહીં. એક પત્ર આભાસ આવે તો સમજજે કે સાધનામાં ક્યાંય ત્રુટી છે. ક્યાંક કલ્પના જોડાઈ ગઈ છે. સત્ અને કલ્પનાને મેળ નથી.
સન્’ આત્મા, સત્” ચૈતન્યમય, સર્વાભાસ રહિત જેથી કેવળ' પામીયે. કેવળ આત્મા આત્મા
= શ્રી આત્માસિદ્ધિ-શાસ્ત્ર - 219
Page #250
--------------------------------------------------------------------------
________________
સિવાય બીજું કશું જ નહીં. જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.’ જા પ્રયત્ન કર. આ ઉપાય આપ્યા છે. તું કર. આવી જે સાધના, ઉપાસના, આવી પદ્ધતિ, આવી જે સાધકદશા તે આત્માને પામવાની રીત છે. પદ્ધતિ છે. શુદ્ધ સાધના. શુદ્ધ આરાધના એને સુધર્મ કહેવાય. સાચો ધર્મ – સમયે સમયે આત્મત્વની વિશુદ્ધિ પ્રાપ્તિ કરાવે તે. વિશુદ્ધ આત્માનું ઓળખાણ કરાવે છે. એની ઉપલબ્ધિ કરાવે તે.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨)
‘કર્મ અનંત પ્રકા૨નાં છે, પણ તેમાં મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું.’
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩)
‘તે મોહનીય કર્મ બે ભેદે છે ઃ એક “દર્શન મોહનીય’ એટલે ‘૫૨માર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ. અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ.’ બીજુ ‘ચારિત્ર મોહનીય;’ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નો-કષાય’ તે ચારિત્ર મોહનીય.
દર્શન મોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. કેમ કે મિથ્યાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વિતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે - તે તેનો અચૂક ઉપાય છે – તેમ બોધ અને વિતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે.’
અવિરોધ ઉપાય તરફ સદ્ગુરુનાં આ બોધનું પ્રવચન આગળ વધી રહ્યું છે. ચાર ઉપાય કહ્યાં. સમ્યક્ચારિત્રનો કહ્યો, સમ્યાન અને ક્રિયા, સમ્યક્દર્શન. સુધર્મ. એવી પદ્ધતિ આરાધનાની હોવી જોઈએ. આપણી સાધના એવી હોવી જોઈએ કે જેમાંથી કેવળ આત્મા પમાય. કોઈ જગતનું સુખ પમાય નહીં. કોઈ જગતની કલ્પના સાકાર થાય નહીં. કોઈ મનના ઇચ્છિત ભાવને સાકાર કરવા માટે આપણી સાધના હોઈ શકે નહીં. રીત પદ્ધતિ. સાધના. આરાધના, ઉપાસના.
કૃપાળુદેવે કહ્યું છે,
ઉપાસના જિન ચરણની અતિશય ભક્તિ સહિત,
મુનિજન સંગતિ રતિ, અતિ, સંયમ યોગ ઘટીત.’
ઉપાસના એવી હોવી જોઈએ. ઉપાસના જિન ચરણની.’ જિનેશ્વરના ચરણની ઉપાસના. ચરણ
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 250
1.
Page #251
--------------------------------------------------------------------------
________________
શબ્દનો અર્થ આજ્ઞા થાય છે. શાસ્ત્રમાં જિનેશ્વર ભગવાને જે આજ્ઞા કહી છે તેની ઉપાસના. ‘આણાએ ધમ્યો. આણાએ તવો.’ ‘આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. આજ્ઞાનું આરાધન એ જ તપ.” મને સર્વજ્ઞ દેવ વિતરાગમાં શ્રદ્ધા છે. એ માત્ર પ્રાપ્ત પુરુષ નથી. આપ્તપુરુષ પણ છે. જેનામાં વિશ્વાસ મુકી શકાય એવા. અને આપ્તપુરુષ છે એટલે એના વચનમાં મને શંકાનું કોઈ કારણ નથી. હું સમજી શકું કે ન સમજી શકું એ મારા જ્ઞાન અજ્ઞાનનો વિષય છે. પણ એમણે કહેલો બોધ, એમણે બતાવેલું સત્ય એ તો પૂર્ણ છે. ‘વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષનાં યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. પ. ૫૦૫) મને ન સમજાય. મારે અનુઅધિકારીપણું છે. પુરુષનો યોગ નથી. પરંતુ જો જિનેશ્વરનું વચન હોય, શ્રી જિનનું પ્રવચન હોય, આવા પ્રાપ્ત પુરુષ પ્રત્યે શ્રદ્ધા કરીને મેં એને આપ્ત માન્યાં હોય તો મારે એની આજ્ઞા ઉપાસવી જ જોઈએ. આપ્ત ન માન્યા હોય ત્યાં સુધીની વાત જુદી છે. એક વખત મેં એને આપ્ત માન્યા છે. હું માનું કે સંસારની અંદર તીર્થકર એ પૂર્ણ પુરુષ છે. સર્વજ્ઞ એ પૂર્ણપુરુષ છે. પૂર્ણ વિતરાગ એ પૂર્ણ પુરુષ છે. વાણીનો યોગ છેલ્લે અરિહંતમાં હોય. અરિહંતપદ સમાપ્ત થયું અને સિદ્ધપદમાં ગયાં, પછી કોઈ આત્મા જગતને કાંઈ કહેવા આવતાં નથી. એ કાંઈ ધર્મનું સ્વરૂપ બતાવતાં નથી. એ સિદ્ધાંતના, નીતિના, આચારના બાંધા, સિદ્ધ અવસ્થામાં કોઈ આત્મા બાંધતો નથી. તીર્થની સ્થાપના જે કરે છે, માર્ગને ઉદ્યોત જે કરે છે, મોક્ષમાર્ગને ઉદ્યોત જે કરે છે તે અરિહંત.
ધન, ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા.” વીરવિજયજી મહારાજ, પૂજાની ઢાળમાં અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં કહે છે કે, હે અરિહંત પરમાત્મા ! તને અમે એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે તેં તો લોકને ઓળખાવ્યો. માર્ગને અજવાળ્યો. માર્ગને ઉદ્યોત કર્યો. આપણે ભક્તામર સ્તોત્રનો પ્રારંભમાં કહીએ છીએ, “હે પ્રભુ ! આ અવસર્પિણી કાળની અંદર તે મોક્ષમાર્ગને ઉદ્યોત કર્યો છે.” એમ લુપ્ત થયેલા માર્ગને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આલોકિત કર્યો છે. ઉદ્યોત કર્યો છે. એટલે અહીં કહે છે કે, ભાઈ ! આવો આત્મા જેનાથી પમાય એવી રીત, એવી જ સાધના, એવો જ સુધર્મ તું પકડજે કે, જે ધર્મથી કેવળ આત્મા, કેવળ આત્મા, કેવળ આત્મા જ પમાય. કોઈ પણ આભાસ વિનાનો આત્મા, ‘સતુ’ આત્મા. અવિનાશી આત્મા, ચૈતન્યમય આત્મા જ પમાય. એ સિવાય બીજું કોઈ લક્ષ સાધનાનું નથી. એને તું લેજે. ધર્મનું સ્વરૂપ. મતભેદથી રહિત. આમાં બીજો શું વિરોધ આવે ? કોઈ વિરોધ નથી. અવિરોધ ઉપાયમાં હવે સદ્દગુરુ કહે છે કે, આ જીવને જે બંધન છે, તે બધી જ વસ્તુ સમજાવવી છે. પૂર્ણ કૃપા કરવી છે.
‘ચારૂતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી.”
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 251 E
Page #252
--------------------------------------------------------------------------
________________
હે ભગવાન ! તેં કાંઈ બાકી રાખ્યું નથી. આત્માને મોક્ષનો માર્ગ સમજાવવા માટે આ પ્રભુએ પૂર્ણ કૃપા કરી છે. આ કાળના જીવોને, જેટલું જેટલું એ સમજી શકે, પાત્ર ભેદે ઉપદેશ આપ્યો છે. અને જેટલું એને સમજાવવા માટેનું યોગ્ય છે, જેટલું એને હિતકારી છે એટલું બધું આપ્યું છે. અહીં કહ્યું છે, “કર્મ અનંત પ્રકારનાં કારણ કે જીવની વૃત્તિ અનંત પ્રકારની છે. અનંત વૃત્તિઓ હૃરી છે તે આશ્રવ છે. ઇચ્છા અનંત છે. આકાશ જેટલી. અને જગત મર્યાદિત છે. ઇચ્છા પાસે જગત મર્યાદિત છે. આમ તો જગત પણ અનંત છે. Economics નો સિદ્ધાંત કે wants are many, ends are less. અને એટલે જ આ જગતની અંદર there is a structure of price, demand & supply. અર્થશાસ્ત્રનો પ્રારંભનો નિયમ. and man is a bundle of wants. આ માણસ, ઇચ્છાનો, તૃષ્ણાનો, વાસનાનો પીંડ છે. મેરુ પર્વત જેટલું દ્રવ્ય એને આપી દેવામાં આવે તો પણ એની ઇચ્છા તો ઊભી જ હોય. કાંઈક હજી વધારે લઈ લઉં. મમ્મણ શેઠ એનું ઉદાહરણ છે. આવી મમ્મણશેઠની વૃત્તિવાળા જીવો આ સંસારમાં છે. કર્મો અનંત પ્રકારનાં છે. પણ જ્ઞાનીઓએ એ કર્મોના વિભાગીકરણ કર્યા છે. કારણ કે અનંતનો વિષય ગ્રહણ કરી શકે એવી આ જીવની ક્ષમતા નથી. માટે કહ્યું, મુખ્ય કર્મો આઠ પ્રકારનાં છે. સાહેબ ! પણ આ આઠે યાદ રહે એમ નથી. syllabus લાંબું છે. કાંઈ વાંધો નહીં. એમાં એક જ યાદ રાખ. તેમાં મુખ્ય મોહનીય.” એ મોહનીય હણાય એનો હું તને પાઠ કહું છું. તારા બધાં કર્મોમાં, સૌથી powerful, તને રખેડાવનાર કોઈ કર્મ હોય તો તે મોહનીય છે. એટલું જ નહીં, મોટા મોટા તપસ્વીઓને, સાધકોને, મહામુનિઓને, આ મોહનીય કર્મે પછાડીને ભોં ભેગા કરી દીધાં છે. રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધાં છે. આ મોહનીય કર્મ એ કર્મોનો રાજા છે. આ જીવને સંસારમાંથી છૂટવા દેતો નથી. મોક્ષમાં જવા દેતો નથી. આ મોહનીયના બે ભાગ છે. એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. એનો હું તને પાઠ કહું છું.
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચરિત્ર નામ,
હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ.” હવે આ કર્મોનો તારે નાશ કરવો હોય તો દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વિતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. આ ભગવાને આ છેલ્લો પાંચમો ઉપાય શિષ્યને બતાવ્યો કે, અનંત કર્મો સામે લડવાનું છોડી દે. આઠ યાદ રાખ. અને એમાંથી પણ એક મોહનીયને પકડી લે. એક મોહનીય રાજા જેવો છે. એના પણ બે ભાગ કરી નાખીએ. અડધો ભાગ તારો અને અડધો. મારો.
“કર્મ મોહનીય ભેદ છે. દર્શન ચારિત્ર નામ.” દર્શન મોહનો નાશ આત્મબોધથી થાય. ‘હણે બોધ વિતરાગતા.” ભગવાન કહે છે કે બોધ સદુગરનો અને વિતરાગતા તારી. આ તારે તો અડધું જ માન્ય કરવાનું છે. આ બોધ અને વિતરાગતા મોહનીય કર્મને હણી નાંખશે. જ્ઞાની ભગવંતો કહે છે, મોહનીયનો નાશ થાય એટલે બાકીનાં કર્મો તો અંતમુહૂર્તમાં નાશ થઈ જાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને ચારિત્ર મોહનીયના કર્મો ગમે તેવાં પ્રબળ હોય, બારમું ગુણસ્થાનક-ક્ષીણ મોહ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં, મોહનીય
| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 252 GિE
Page #253
--------------------------------------------------------------------------
________________
કર્મનો ક્ષય થતાં, અંતમુહૂર્તમાં એ જીવને કેવળજ્ઞાન પ્રગટે છે. આ મોહનીયનો નાશ કરવાના અચૂક ઉપાયમાં ભગવાને કહ્યું કે એના બે ભાગ કરી નાખ. એનો નાશ કરવા માટે એક બોધ અને બીજું વિતરાગતા. બોધ સદ્ગુરુનો. સદ્દગુરુને શીર ઉપર લઈ લે. માથા ઉપર જિનાજ્ઞા ધરી લે. દેવ ગુરુને માથે રાખે. અને પછી તું આંધળો હો તો યે ચાલ્યો જા. એ માર્ગ બતાવે એમ ચાલ્યો જા. આ દાવાનળ લાગ્યો છે સંસારમાં પણ તું એમાંથી માર્ગ કરીને ચાલ્યો જા. તું નીકળી જાઈશ. સદ્દગુરુના બોધનું અવલંબન અને તારી વિતરાગતા તારે પુરુષાર્થ શેમાં કરવાનો છે વિતરાગતામાં.
‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.” કોઈ કાળમાં તું ત્યાગ અને વૈરાગ્ય વિના, સંયમ અને તપની સાધના વિના, આ મુક્તિનો માર્ગ પામી શકે એવું છે નહીં. અને આ સદ્ગુરુ આમ અચૂક ઉપાય કહે છે.
શિષ્ય અવિરોધ ઉપાય માંગ્યો હતો. અને સદ્દગુરુએ આપ્યો કેવો ? ‘અચૂક.’
અવિરોધ ઉપાય એટલે માંગ્યો હતો કે, ઉપાયમાં મત-ભેદ હોય તો તે ઉપાય સફળ થાય કે ન થાય. પરસ્પર વિરોધી હોય તો ઉપાય ઓછું પરિણામ આપે. આ તો અચૂક ઉપાય આપે છે. રામબાણ. જાય તો પાછું ફરે નહીં. લક્ષ વીંધીને આવે. રાધાવેધ થયે જ છૂટકો. આમ અવિરોધ વાત બતાવી સદ્દગુરુ અચૂક ઉપાય આપે છે. અહીં સમ્યગુદર્શન અને જ્ઞાન, સદ્ગુરુના બોધ સાથે મુક્યાં છે. અને સમ્યફચારિત્ર એ શિષ્યને આપ્યું છે. અપૂર્વ અવસરની ગાથામાં આવે છે,
દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે
દેહ ભિન, કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.” આ સદ્ગુરુ થકી પ્રાપ્ત થાય. આ જવાબદારી સદ્દગુરુને સોંપી દે. અને એ જે કહે એ સ્વીકારી લે. અને વિતરાગતા. આત્મયોગની સ્થિરતા. જગત તરફથી પાછા વળવાનું. સદ્દગુરુએ બતાવેલા બોધ અનુસાર ઉપાસના કરવાની. સાધના કરવાની. આટલું કામ તો હે જીવ ! તારે પોતે જ કરવું પડશે. એ કામ સદૂગર નહીં કરી શકે. એ કરે તો એ મોક્ષે જાય. એ તો કરે જ છે. પણ જે બોધ પ્રમાણે ઉપાસના કરે એ જ મોક્ષે જાય. જે સાધના કરે એને જ એનું ફળ મળે. પણ તારે કાંઈક તો કરવું જ પડશે. આવો અચૂક ઉપાય આપ્યો છે.
આત્મસિદ્ધિમાં પાંચ ઉપાય.
૧. નિજવાસ.
૨.
છેદકદશા.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 253
-
Page #254
--------------------------------------------------------------------------
________________ 3. કર્મગ્રંથિથી નિવૃતિ. 4. રીત, ઉપાસના, સાધના - જેનાથી કેવળ, આભાસ વિનાનો આત્મા પકડાય એજ લક્ષ. એના સિવાય બીજું લક્ષ નહીં. એવી સાધના. એવી આરાધના. એવી ઉપાસના. 5. વિતરાગતા - સદ્ગુરુના બોધ, સદ્ગુરુનાં આશ્રયે. એમણે જે વસ્તુનું સ્વરૂપ કહ્યું છે એમાં એની વાત માન્ય કરવી. અને તારો પુરુષાર્થ, તારું પરાક્રમ, તારું વીર્ય બળ સાધનામાં લગાડ. અમે તો સાધુને એટલે વંદના કરીએ છીએ કે, “સંયમ શૂરા બનવા રે.” સંયમમાં શૂરવીર તું બનજે. અને બોધ, સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ બતાવશે. સદ્દગુરુ તને દૃષ્ટિ આપશે અને કર્મેન્દ્રિયનું જોર તું લગાવજે. પુરુષાર્થમાં મંડી પડજે. આ અચૂક ઉપાય છે. આ ઉપાય વ્યર્થ નહીં જાય, fail નહીં થાય. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 254 GiE