________________
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. (૮૮)
શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મ રહિત કોઈ સ્થળે હોય નહીં.”
આ જીવ આ સંસારમાં ચૌદ રાજલોકમાં, ચાર ગતિમાં જાય, ૮૪ લાખ યોનિમાં જાય કે ૨૪ દંડકમાં જાય – જ્યાં જાય ત્યાં એનાં કર્મ તો એની સાથેને સાથે જ છે. કર્મ તો જોડાયેલાં જ છે. જેમ પ્રકાશમાં, જીવની છાયા, કાયાની સાથે જ હોય તેમ જીવની સાથે આ કર્મ તો છે શુભ હોય તો શુભનું ફળ ! અશુભ હોય તો અશુભનું ફળ ! મિશ્ર હોય તો મિશ્ર ફળ. પણ ‘કર્મ રહિત ન ક્યાંય.’ પ્રભુ ! માટે હું કહું છું કે આનો મોક્ષ નથી. આ જીવ અનંતકાળથી કર્તા-ભોક્તા છે અને અનંતકાળ કર્તા-ભોક્તા રહેવાનો છે. તો પછી આનો મોક્ષ હોઈ શકે નહીં. શિષ્ય કહે છે, શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય.
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.’ કૃપાળુદેવ કહે છે, ‘કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી ન શકે. તો પણ શુભ અને અશુભ કર્મ સફળ છે એ નિશ્ચય જીવે વિસ્મરણ કરવો નહીં. કર્મ એ આત્માનો ભાવ વ્યાપાર છે. જીવની પાસે ભાવ છે અને કર્મની પાસે પરિણમવાની શક્તિ છે. મારી પાસે ભૌતિક (લૌકિક) સુખ મેળવવાનો ભાવ છે, અને પુદ્ગલ પરમાણુમાં એ શક્તિ છે કે એને અનુરૂપ સાધનસામગ્રીમાં એની રચનાના રૂપમાં એ ફેરવાઈ જાય અને બેયનો સંયોગ બરોબર થઈ ગયો હોય તો મને એ સુખ આપે છે. પણ આ બંધુ સુખ પરમાણુઓને આધીન છે. તો પરમાણુનું સુખ તો ક્ષણિક છે ભાઈ ! કાળસ્થિત ને સમયવર્તી છે. સનાતન નથી. સમયે-સમયે પલટવું એ એનો સ્વભાવ છે. માટે કહ્યું કે એ સુખની પાછળ તો દુઃખ છે જ. એટલે ભગવાને કહ્યું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.’ આ પરમાણુ રચના કરીને તને સુખ આપે, એ પદાર્થના રૂપમાં આવીને તને સુખ આપે તો તારું સુખ પરાધીન થઈ ગયું. આવો ચૈતન્ય સત્તાવાન જીવ એને પોતાને સુખનાં પિરણામ લેવા માટે આ પુદ્ગલ પરમાણુ પર આધારીત થવું પડ્યું. માટે જ્ઞાની કહે છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. સુખ હોય તો સ્વાધીન હોવું જોઈએ, સુખ અવ્યાબાધ હોવું જોઈએ. અને સુખ અનંત હોવું જોઈએ. અને સુખ મેળવવા કર્મને રવાડે ચડ્યો તો જીવ સમયે-સમયે અનંત કર્મ બાંધે. તો આમાં સેળભેળ કેટલી થાય ? ક્યાંક નામ કર્મ સારું બંધાઈ ગયું તો થયો તો મોટો. પણ મોટાના દુઃખ મવડીને પૂછ-ક્યાંક ગોત્ર કર્મની અંદર ચૂકી ગયો. ક્યાંક પદ, પ્રતિષ્ઠા અને પૈસાનું સુખ લેવા ગયો તો શરીરનું સુખ સુકાઈ ગયું.
આ બધું સુખ તો એવું છે કે જેમાં હજારો કર્મની સેળભેળ થાય. તો ક્યારે ક્યું સુખ આપું આવી જાય અને બધું હોવા છતાં કાંઈ ભોગવવા ન મળે. કાંતો એકલા સુખમાં ચાલ્યો ગયો. કાં તો એકલા દુઃખમાં ચાલ્યો ગયો. કાં મિશ્રમાં ચાલ્યો ગયો – કારણ કે બધું પરાધિન. બધું પુદ્ગલની માયાને આધીન. પુદ્ગલની માયાનું સુખ ઘટતું હોય અને સ્વભાવનું સુખ સ્થિર હોય, અવ્યાબાધ હોય, જ્ઞાની કહે
છે,
૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 220 마