________________
એક માનતુંગસૂરીશ્વરજીના મોઢામાંથી બારાખડીના શબ્દોમાં જ ‘ભક્તામર-સ્તોત્રની રચના થઈ. એક સંતના મુખમાંથી ‘ઉવસગ્ગહરના સૂત્રો બહાર પડે છે. એક સંતના મુખમાંથી આગમની વાણી ઝરે છે. એક સંતના મુખમાંથી ‘આત્મસિદ્ધિની ગાથાઓ સરી પડે છે. કેટલી તાકાત છે ! અનેક કવિઓએ કેટલાય પદો રચ્યા હોય, પણ પુદ્ગલ-પુદ્ગલ છે પણ પુદ્ગલ સાથે જીવનો જ્યારે સંયોગ થયો છે ત્યારે જીવની જે તાકાત છે, જીવ ત્યારે જે ભાવ કરે છે અને ભાવથી પુગલ સાથે જોડાય છે ત્યારે એ ભાવ આમાં આવે છે. સદ્દગુરુએ કહ્યું કે આમાં અમે અગોપ્ય માર્ગ કહીએ છીએ તો આમાંથી એ અગોપ્ય સામર્થ્ય વાળો માર્ગ પ્રાપ્ત થાય છે. પાણી સાદું જ હોય. પણ એ સાદાં પાણીમાં જો કોઈ મંત્રીને પાણી આપે તો એમાં ચમત્કાર કેટલો હોય છે. મંત્રનો પ્રભાવ ! પાણી તો પુદ્ગલ છે. પણ જીવની શક્તિ, જીવનો ભાવ. જીવની પાસે ભાવશક્તિ છે અને પુદ્ગલ પાસે પરિણમન શક્તિ છે. પુદ્ગલ સ્વર્ગના રૂપમાં ફેરવાઈ જાય, નારકીના રૂપમાં પણ થઈ જાય, પુદ્ગલ કારના રૂપમાં ફેરવાઈ જાય, આગગાડી પણ થઈ જાય. જીવના સુખ સામગ્રીના, અનુકુળતાના બધા જ સાધનો અનુસાર પુદ્ગલ પરાવર્તિત થઈ જાય અને પ્રતિકુળતામાં એ જ પુદ્ગલ રોગના રૂપમાં પણ આપણી પાસે આવે અને આત્માને સ્પર્શે દુઃખ પણ આપે, સુખ પણ આપે. જેવા આ જીવે પૂર્વે ભાવ કર્યા છે તે પ્રમાણે પુદ્ગલ પરિણમે. જીવના વિભાવભાવથી, અજ્ઞાનથી એનો યોગ મેળવીને – આ પુદ્ગલ પરમાણુ છે એની બાજી ગોઠવાય છે.
આ પુદ્ગલ પરમાણુનું રૂપીપણું છે. એની પાસે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે અને આખા જગતની અંદર આ ચારગુણથી, પુદ્ગલમાં પરિણમનની શક્તિ છે. ભેદ અને સંઘાતની શક્તિ છે, સ્કંધ રૂપ થવાની શક્તિ છે, એટલે આ પગલો જેવી પ્રકારનું ધારીએ તેવા પ્રકારના સ્કંધના રૂપમાં આ જીવને આવે છે અને એટલા કાળ માટે રહી, જીવને ફળ આપી, પાછા પોતાનાં સ્થાને ચાલ્યા જાય છે. આત્માના પ્રદેશ કોઈ દિવસ વિખરાય નહીં. પણ સ્કંધના પરમાણુઓ વિખરાય જાય. આત્માની અંદર જે કાંઈ છે તેનું અવસ્થાંતર થાય. પણ આ મુદ્દગલની અંદર જે કાંઈ પર્યાયાતંર થાય છે એનાથી આ લોકનું સર્જન થાય છે. આવી વાત સગુરુનાં મોઢેથી સાંભળી શિષ્ય નક્કી કરી લીધું કે જીવ કર્તા-ભોકતા છે. પણ જીવ કર્તા-ભોક્તા હોય તો પણ એનો મોક્ષ નથી. “
વિત્યો કાળ અનંત, પણ વર્તમાન છે દોષ.” આ દોષ તો એનો વિદ્યમાન જ છે. આ જીવમાં કર્મનું કર્તાપણું અનંતકાળથી એમને એમ ચાલ્યું આવે છે. અને જ્યાં સુધી કર્તાપણું છે ત્યાં સુધી ભોક્તાપણું ઊભું રહે તો મોક્ષ ક્યાંથી થાય ? જો એનો મોક્ષ થવાનો હોય તો અત્યાર સુધી થઈ ગયો હોત. પણ થયો નહીં. કારણ કે એનો કર્મનો કરવારૂપી દોષ જે છે તે વર્તમાન છે. વર્તમાન” છે એટલે અનાદિકાળથી માંડીને, આ ક્ષણ પર્યત – એને વર્તમાન કહેવાય – આ ક્ષણ પર્યત એ દોષ જીવમાં એમને એમ છે. અજ્ઞાન પરિણામ ઊભું છે. મોક્ષ પરિણામ જીવમાં ઊભું છે અને અનંત કર્મોનું મૂળ જીવનું અજ્ઞાન છે. શિષ્ય કબુલ કરે છે કે જીવ કર્તા-ભોક્તા છે એ મને માન્ય છે. પણ જે કારણથી અને જે દોષથી એ કર્તા-ભોક્તા છે, એ દોષ હજુ એમને એમ ઊભો છે. આજની તારીખે, હું આપની સાથે વાત કરું છું ત્યારે પણ – એટલે ‘વર્તમાન’ શબ્દ છે – વર્તતી પળમાં પણ આ દોષ એનો વિદ્યમાન છે. માટે એનો મોક્ષ કેવી રીતે હોય ? અને તમે જે સિદ્ધાંત કીધો
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 219 E