________________
આ જીવ કેટલો અંતર્મુખ છે. પણ એ સાધનાનું માહાસ્ય બતાવવામાં, એના ગુણગાન કરવામાં, એની મહત્તામાં સાધનાનું તેજ વિલય થઈ ગયું. બહિર્મુખ વૃત્તિ જોર કરી ગઈ. કેટલા પ્રયાસ પછી અંતર્મુખતા આવી હતી. તે અંતર્મુખતા ચાલી ગઈ, સાધનાનો પ્રભાવ હતો, એ સાધનાના ફળને એણે બહાર પ્રકાશિત કર્યું. ભગવાન કહે છે, વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને વ્રતના અભિમાનને લઈને બેઠો છે. એક નાના વ્રતનું - ચોવિહાર કે નવકારશી જેવા વ્રતનું પણ એને અભિમાન છે. ગામ આખામાં ગાજતો ફરે. આ જીવને ચોવિહાર છે એવું બતાવ્યા વિના ચેન પડે નહીં અને કોઈ પૂછે નહીં ત્યાં સુધી મજા આવે નહીં. ત્રણ ઉપવાસ કરે અને ત્રણ દિવસ સુધી કોઈ શાતા ન પૂછે તો આ જીવને અશાતા, અશાંતિ, અજંપો થઈ જાય. આ તપ શાંતિ કે સમાધિ માટે કરવાનું છે તો આકુળતા કેમ આવી જાય છે ? ઘરમાં કોઈ શાતા ન પૂછે તો જીવ બેબાકળો બની જાય. નાના એવાં વ્રતના પણ અભિમાનમાં રહેલો આ જીવ તપને પચાવી શકતો નથી. સાધનાને પચાવી શકતો નથી. આત્માના અદ્દભુત ગુણ, આત્માની અદ્ભુત શક્તિ, આત્માનો મહદ પ્રભાવ, જોગ જીવનમાં ઉત્પન્ન થાય. નાનું એવું તપ, દૃષ્ટિ સિદ્ધિ, સ્પર્શ સિદ્ધિ, નવનિધિ અને અષ્ટ મહાસિદ્ધિ જીવનમાં જાગૃત કરે. સમયે સમયે શુદ્ધ ભાવથી કરેલી આરાધના, એક નમસ્કાર મંત્ર ભવ સાગરને પાર પમાડે. એવી તાકાત જૈન દર્શનના યોગમાં છે. એક સામાયિક મોક્ષનું કારણ છે. એક નમસ્કાર જીવને તારી દે. આચાર્ય સિદ્ધસેન દીવાકરસૂરિશ્વરજી મહારાજે આ શ્લોક લખીને મહત્તા આપી છે.
इक्कोवि नमुक्कारो जिणवर :स्स वर्धमाणस्स,
संसार सागराओ तारेई नरं वा नारी वा. કે જિનેશ્વર વર્ધમાન સ્વામીને એક સાચા અંતઃકરણના ભાવથી કરેલો રૂવિ નમુવારો, - એક જ નમસ્કાર, એ નર હોય કે નારી અને સંસાર સાગરથી પાર કરાવી દે છે. જીવ નક્કી કરે કે હું હજાર ખમાસણા કરીશ. ભાઈ ! તું ભાવથી એક જ નમસ્કાર કર તો બસ છે.
બે વૈજ્ઞાનિક ફરવા નીકળ્યા. એક ગણિતશાસ્ત્રી અને બીજો ખગોળશાસ્ત્રી. બંનેએ વિચાર કર્યો કે આ ધરતીપૃથ્વી) અને આકાશ વચ્ચે અંતર કેટલું ? એટલે ગણિતશાસ્ત્રીએ હિસાબ માંડીને જવાબ આપ્યો કે ‘આટલું'. પછી ખગોળશાસ્ત્રીએ કહ્યું કે, એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી એમ માછલીઓ ગોઠવતા જઈએ તો કેટલી માછલી જોઈએ કે આપણે આકાશને અડી શકીએ ? એટલે ગણિતશાસ્ત્રી માછલીનો હિસાબ કરવા માંડ્યો. એણે કહ્યું, ‘કાગળ-પેન્સિલ જોઈએ. એના વિના આટલો મોટો સરવાળો, ગુણાકાર નહીં થાય.” કાગળ-પેન્સિલ લાવ્યા તો કહે હવે મારે કેક્યુલેટર જોઈએ. એના વિના નહીં થાય. જીવની દશા તો જુઓ. એના બધા જ ગણિત કેક્યુલેટરના આધાર ઉપર છે. ૨ + ૨ = ૪, કેક્યુલેટર કહે તો જ સાચું. – એટલે અહીં ગણિતશાસ્ત્રીએ કહ્યું કે હવે હું ગણિત માંડીને સાંજે કહીશ. એટલે ખગોળશાસ્ત્રીએ કહ્યું, “ભાઈ ! હિસાબ માંડવો રહેવા દે. આમાં અસંખ્ય માછલીની જરૂર નથી. One is quite enough if it is a long enough.’ એક જ માછલી બસ છે જો એ લાંબી હોય તો. એની
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 106