________________
થયો. કારણ કે આપણે અસદ્ગુરુની ઉપાસનાના રવાડે ચડી ગયા. મતમતાંતરમાં પડી ગયા. ધર્મના સ્વરૂપને ભૂલી ગયા. વિતરાગ ભૂલાયો, અને વિતરાગની બાહ્ય વિભૂતિના ઐશ્વર્યો, ચમત્કારો એ યાદ રહી ગયું. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, આમાં આપણે પડી ગયા. મહારાજ સાહેબને પણ પૈસા દઈ આવે, પરિગ્રહમાં પાડે. આ કહેવાતા ધર્મના ધારકો અને તારકો, ધર્મના ધુરંધરો એવા શ્રાવકો - આ બધી ભ્રાંતિમાંથી નીકળવું પડશે. મુમુક્ષુ સમુદાયે આ બધામાંથી પોતાની જાતને કાઢી લેવી પડશે. કારણ કે એને આત્માર્થી બનવાનું છે.
લહવું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.
(૨૮)
વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી અને હું વ્રતધારી છું.’ એવું અભિમાન ધારણ કર્યું છે. કવચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ્ય બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે ૫૨માર્થ ગ્રહણ કરે નહીં.
આ મતાર્થી જીવ વૃત્તિના સ્વરૂપને જાણતો નથી, વ્રતનું અભિમાન લઈને બેઠો છે, ૫૨માર્થ ગ્રહણ કરતો નથી. કારણ લેવા લૌકિક માન’. એને લૌકિક માન જોઈએ છે. જીવ જો એક સાદું કે સાચું વ્રત કરે તો એમાં મનગુપ્તિ આવે. કોઈને કહેવાય નહીં. મારી અંતરંગની ગમે તેટલી સાધના હોય એને મારાથી બહાર પ્રકાશિત ન કરાય અને સાધનાનું એક રહસ્ય છે, કે જેટલી જેટલી સાધના આપણે કરતા હોઈએ, એમાં આપણને જેટલી ઉપલબ્ધિ થાય, એનો જેટલો લાભ થાય, અને આત્મતત્ત્વની જેટલી જેટલી અનુભૂતિ થાય, , એ જેટલી પ્રકાશિત કરવામાં આવે એટલું એનું બળ તુટી જાય. જેટલું એનું બાહ્ય મહત્ત્વ બતાવવામાં આવે એટલું એનું બળ તુટી જાય. એનું તેજ વિલય થાય. એ બળ અંદર હોય અને પૂર્ણતાને પામે ત્યારે જ આત્મસ્વરૂપ પ્રકાશે.
એટલે બારમા ગુણસ્થાનક સુધી સાધક આ જ પ્રકારે સાધક રહે છે. માટે તેરમા ગુણસ્થાનકે એનું પૂર્ણ પ્રકાશિત તત્ત્વ ઉદિત થાય છે. એનું આત્મતત્ત્વ, એનું ચૈતન્ય પૂર્ણ પ્રકાશિત થાય છે. ત્યાં સુધીમાં ક્રમશઃ જેટલી લબ્ધિ, ઉપલબ્ધિ, જેટલી શક્તિ, જેટલું સામર્થ્ય, જેટલી સ્થિરતા, જેટલો ધર્મનો પ્રભાવ, કોઈ એવા બોધે, કોઈ એવી સાધનાએ, કોઈ એવા અનુષ્ઠાન આપણા જીવનની અંદર આવે અને આપણને લાગે કે, સ્થિરતા સારી રહે છે. શાંતિ અનુભવાય છે. સમાધિ થાય છે, ધ્યાનમાં વિકલ્પનું પ્રમાણ ઘટે છે – વગેરે જે કંઈ અનુભૂતિ થાય તે પોતાની જાતમાં શમાવી દેવાનું. સિદ્ધિને શમાવી દેતાં શીખવાનું છે.
જે સમજ્યા તે જ શમાયા. અધુરા છે તે છલકાયા.
જીવ એક દિવસ સામાયિક કરે તો બીજે દિવસે જ કહે કે મને લાભ થઈ ગયો. શું લાભ થાય ? બીજા પાસે બોલાય જ નહીં. કોઈ દિવસ પોતાની સાધનાની ઉપલબ્ધિને, સાધનાના તેજને વિલય થવા દેતા નહીં. કેટલાય સાધકો એવા છે જેની સાધનાની દશ વર્ષ પહેલાં ઉત્કૃષ્ટતા હતી, એને જોઈને લાગે કે
ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 105
1