________________
સુધી દેહપદના સુખ માટે જે પુરુષાર્થ થાય છે. એવો જ પુરુષાર્થ મારે નિજપદની પ્રાપ્તિ માટે કરવાનો છે કે મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. મને જે આ મારા મુક્તિના આવરણો છે તે તુટે, આ સંસારના બંધનો જે છે તે છેદાય અને આ પરિભ્રમણથી હું નિવૃત્ત થાઉં – એવો લક્ષ હજુ સુધી જીવને થયો નથી. અને એ લક્ષ ન થવાના કારણે એના જીવનમાં એ અર્થ અને કામ બે જ પુરુષાર્થ કરે છે કેમ કે, ધર્મ હજુ જીવનમાં પ્રાપ્ત થયો નથી. અને તેથી મોક્ષનો લક્ષ થયો નથી હજુ સુધી જીવને. અને એ લક્ષ ન થવાના કારણે
જીવમાં બે જ પુરુષાર્થ જાગે છે અર્થ અને કામ. કેમ કે ધર્મ પ્રાપ્ત થયો નથી એટલે મોક્ષનો લક્ષ થયો નથી, અને કાં તો મોક્ષનો લક્ષ નથી એટલે ધર્મ પુરુષાર્થ જાગતો નથી.
ચાર પુરુષાર્થ આધારિત ધર્મ કીધો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મનું અધિષ્ઠાન છે. અને મોક્ષનું લક્ષ છે. એમાં વચ્ચે અર્થ અને કામ – એ બંને મર્યાદાઓની વચ્ચે ચાલતો પુરુષાર્થ છે. પણ જગતના જીવોએ કાં તો હજુ ધર્મનો સ્વીકાર કર્યો નથી અને કાં તો ધર્મને પોતાની માન્યતાના આધાર ઉપર લીધો છે, કે જે ધર્મને અર્થ અને કામ સાથે જોડી દીધો છે. કારણ કે લક્ષનો અભાવ છે. એટલે જીવ ! સદ્ગુરુનું શરણ લે. સદ્દગુરુ સિવાય આ માર્ગ કોઈ પમાડી શકે એમ નથી. કૃપાળુદેવે કહ્યું છે કે, “સદ્દગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે, એ કાંઈ વગર કારણે કહ્યું નથી. માર્ગ તો સપુરુષથી જ છે. અનાદિથી ભ્રાંત એવા જીવને, પોતાને, પોતાની મેળે, પોતાના નિસ્વરૂપનું ભાન થવું અશક્ય છે. એમાં સંશય કેમ થાય છે ?” અશક્ય છે. ‘જીવ નિજછંદે ચાલીને અનંતકાળ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે.” આ સદ્ગુરુ કેવા હોય ? અમારે કેવા સદ્દગુરુના ચરણ સેવવાનાં? એનું ઓળખાણ શું ? એના લક્ષણ શું ?
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧૦) ‘આત્મધ્યાનને વિષે જેની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર-તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે. માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેની વિચરવા આદિની ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી જુદી પડે છે અને ષટ્રદર્શનના તાત્પર્યને જાણે છે તે સદ્ગુરુના લક્ષણો છે.”
આપણને ‘સમદર્શિતાનો શબ્દ આપ્યો. ‘ઉદયપ્રયોગનો શબ્દ આપ્યો. ‘ઉદય’ અને ‘પ્રયોગ’ આ બે વસ્તુ કેવી રીતે હોય. પણ એમણે ‘ઉદયપ્રયોગ’ કહીને અપ્રયોગની અવસ્થા કહી. કેમ કે જ્ઞાનીઓને વળી પ્રયોગ કેવો ? આત્મા તો સ્વભાવે અક્રિય છે. પ્રયોગે સક્રિય છે. કૃપાળુદેવે વ્યાખ્યાનસારમાં લખ્યું છે કે આત્મા સ્વભાવે અક્રિય છે અને પ્રયોગે સક્રિય છે. તો અહીં દેહધારી છે ત્યાં સુધી એને ક્રિયા તો છે જ. તો એ ક્રિયા ક્યા આધારે થાય છે ? એનું પ્રેરકબળ ક્યું ? એનું ચાલકબળ ક્યું ? તો કહે “પૂર્વ પ્રયોગ’. ઉદય પ્રયોગ. પૂર્વે નિબંધન કરેલાં કર્મો જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ અનાયાસે, સહજપણે, સ્વાભાવિકપણે કર્મને આધિન થઈને એની ક્રિયા ચાલ્યા કરે. અને આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિર રહે. પરમકૃપાળુદેવે
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 59 EE