________________
પોતાની દશાનું વર્ણન કરતાં કહ્યું છે કે, ‘આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે અને દેહ એકબીજાના આભાસે કંઈ ને કંઈ ક્રિયા કર્યા કરે છે. એમને ઉદયપ્રયોગ એટલે વિચરવા આદિની ક્રિયામાં ઇચ્છા પ્રયોગ નહીં પણ સહજ અવસ્થા. ઉપયોગમય નિરિચ્છાપણું. પરમાં કે ઉદયમાં એકત્વ બુદ્ધિ નહીં, ઉત્સુક પરિણામ નહીં. આ અપ્રયોગ અવસ્થા. પ્રયોગ શબ્દ જ બહિરદૃષ્ટિપણું સૂચવે છે. કપાળુદેવે આ ગાથાના વિશેષ વર્ણનમાં જણાવ્યું છે કે,
સ્વરૂપસ્થિત, ઇચ્છારહિત, વિચરે પૂર્વ પ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત સદ્દગુરુ લક્ષણ યોગ્ય.” ‘પૂર્વ પ્રયોગ એટલે પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી વિચરે છે. વિચરવા આદિની જેની કામના નથી એવી એની સ્થિતિ છે.” જેમ કુંભારનો ચાક હોય અને એને ગતિ આપવામાં આવે અને ગતિ આપ્યા પછી દંડ ખસેડી લેવામાં આવે અને ત્યાર પછી કુંભાર ઘટની રચના કરે. દંડ ખસેડ્યા પછી પણ ચાકની ગતિ ચાલુ જ રહે છે. એ જે ચાકની ગતિ છે તે પૂર્વે દંડનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેના કારણે છે. એમ જ્ઞાનીએ પૂર્વે જ કર્મો નિબંધન કરેલા છે એ દ્રવ્યકર્મોના વિપાકના ઉદયના કારણે દેહાદિ જે ધારણ કર્યા છે અને દેહાદિના કારણે જે કર્મ સંયોગો ઉદયમાં આવ્યા છે, સંયોગો ઉત્પન્ન થયા છે અને જે સંગપ્રસંગ આદિ જીવને વર્તે છે તે વર્તનાની અંદર માત્ર પૂર્વના કર્મના વિપાકનું ઉદયપણું જ છે અને એ અવસ્થા એ એની પ્રયોગ અવસ્થા છે. ત્યાં જ્ઞાનીનું ઇચ્છાપણું નથી. નિરિચ્છાપણું છે. જ્ઞાની ઉદયમાં એક રૂપ થતો નથી. તેઓની દેહાદિ પ્રયોગ ક્રિયા પૂર્વ પ્રારબ્ધ વેદી લેવા પુરતી જ છે. કારણ કે તેઓ સંપૂર્ણપણે ઇચ્છારહિત છે. અને ઇચ્છારહિત હોવાના કારણે એમને પસંયોગોમાં, પરભાવમાં એકત્વ બુદ્ધિ નથી, ઉત્સુક પરિણામ નથી. દેખીતી સક્રિયતા છતાં આ એક અપ્રયોગ અવસ્થા છે.
ઇચ્છાપ્રયોગ એ સક્રિય અવસ્થા છે. પણ અહીં ઉદયપ્રયોગમાં આત્માના સંદર્ભમાં એ અવસ્થાને ઉદયપ્રયોગ અવસ્થા કૃપાળુદેવે કહી છે. અહીં એને સહજ અવસ્થા એમ ગણી શકાય. કૃપાળુદેવે કહ્યું છે, જ્ઞાની ઇચ્છા સહિત છે કે ઇચ્છારહિત છે એમ બંને પ્રકારે કહેવું ઘટતું નથી. કારણ કે જ્ઞાની ઇચ્છારહિત પણ નથી અને ઇચ્છાસહિત પણ નથી. કારણ કે જ્ઞાની સહજસ્વરૂપે સ્થિત છે. આવું જ્ઞાનીનું અદ્ભુતપણું કૃપાળુદેવે ઉદયપ્રયોગમાં કહ્યું છે. સંસારના આપણે જીવો, પ્રાયે આપણી વર્તના, આપણી સંસારની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક ચેષ્ટા ઇચ્છા પ્રયોગ છે. આપણા વિભાવયોગમાં આપણા મનનું રંજીતપણું છે. ઉદયયોગ કવચિત જ છે. સામાન્ય રીતે જગતના જીવો એવું કહે છે કે, “શું કરીએ ? અમારે તો આવો ઉદય છે એટલે કરવું પડે છે. પણ હકીકતમાં તો ઇચ્છા જ જોડાયેલી હોય છે. જગતમાં કોઈ પણ ક્રિયા કરતાં આપણે તેમાં જોડાઈ જઈએ છીએ. કૃપાળુદેવે કહ્યું કે, “ન ચાલતાં કરવો પડે એવો વ્યવહાર અને ઉદયપ્રયોગ કહી શકીએ. કે જે વ્યવહાર કરવામાં પણ ખેદ અને પશ્ચાતાપ, કરતી વખતે પણ ખેદ અને પશ્ચાતાપ અને કર્યા પછી પણ ખેદ અને પશ્ચાતાપ વર્તે, એવો જે વ્યવહાર છે – જે વ્યવહાર ન ચાલતાં કરવો પડે એવા વ્યવહારને જ્ઞાનીઓએ ઉદયપ્રયોગ કહ્યો છે.”
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 60
=