________________
અને જો આત્મા હોય તો જણાય નહિ ? ‘વળી આત્મા હોય તો જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો ઘટ પટ આદિ જેમ.” જ્ઞાની, ગુરુ એનું સમાધાન આપે છે. કહે છે, જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે, “હું અમુક ને જાણે છે અને અમુકને નથી જાણતોએમ નથી. છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. આ જીવનું અભિમાન છે કે, “ આને જાણું છું, તેને જાણું છું, મને બધીય ખબર છે. આખા જગતને જાણનારો જીવ એને નિત્યનું વિસ્મરણ ચાલ્યું આવે છે. અને પાછો કહે છે કે, “જીવ હોય તો જણાય નહીં ?” જ્ઞાની કહે છે તો, ‘જાણ્યું કોણે ?” ‘ઘટ, પટ આદિ જાણ તું તેથી તેને માન.” આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ ઘર છે એને હું માનું છું. આ માઈક છે. દેખાય છે. પણ આ બધાનો જાણકાર કોણ ? જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ?” આ તારું જ્ઞાન કેવું ? કે તું જેને જાણશ એને માનશ. પણ જાણનારને માનતો નથી. કેવો વિરોધાભાસ ? કેવી વિસંગતી ! જરાક આ જીવ વિચાર કરે તો એને તરત જ ખબર પડે. દેહ તે આત્મા નથી. આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે. તેમ દેહને જોનાર અને દેહને જાણનાર દેહથી ભિન્ન છે. ઘટપટ આદિ પદાર્થો જે જીવથી જાણવામાં આવે છે તેનું કારણ જીવનું પ્રકાશકપણું. એ છે. દીવાનો સહજ સ્વભાવ પદાર્થ પ્રકાશક છે. તેમ જીવના જ્ઞાનનો સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. પણ દીવો દ્રવ્ય પ્રકાશક છે. જીવ દ્રવ્ય અને ભાવ બંનેનો પ્રકાશક છે.
- જ્ઞાની પુરુષે ખૂબ સરસ સમજાવ્યું છે. અંધારામાં વસ્તુ પડી હોય તો ન દેખાય. પણ દીવો કરીએ તો રૂમમાં જેટલી વસ્તુ પડી હોય તે દેખાય. કારણ કે દીવાનો સ્વભાવ વસ્તુ પ્રકાશક છે. આ કબાટ છે, પલંગ છે, લાકડી છે, ટોપી છે. દીવાનું કામ બધું જ બતાવવાનું છે. એમ આ જગતમાં જેટલું જેટલું દેખાય એને જીવ જોઈ શકે. એ પ્રકાશક છે. જીવને જોવા માટે દીવાની જરૂર પડે નહીં. અજ્ઞાન હોય ત્યારે જરૂર પડે. આજે આપણને અંધકારમાં જોવા દીવાની જરૂર પડે. દિવસમાં પણ સૂર્યનો પ્રકાશ છે એટલે આપણને દેખાય છે. આપણે વાત કરી કે ચંદનબાળાના શરીર પાસેથી પસાર થતાં સર્પને મૃગાવતીએ ગાઢ અંધકારમાં જોયો. તેથી ચંદનબાળાએ પૂછ્યું, કે તમે કયા જ્ઞાનથી જાણ્યું ?” “આત્માના જ્ઞાનથી.” તેમણે જવાબ આપ્યો. તો જીવની અંદર પણ આવું પ્રકાશકપણું છે. કે જે પ્રકાશકપણાને કારણે જીવ આખા જગતના સર્વ પદાર્થોને જાણે છે. જીવની એક વ્યાખ્યા જૈન દર્શનમાં એવી છે કે તે લોકાલોક પ્રકાશક છે. જીવ વ્યાપક નથી પણ પ્રકાશક છે. દીવાનો સ્વભાવ તો પદાર્થ પ્રકાશક છે. પણ જીવ તો પદાર્થને પણ જાણે અને તેના ભાવને પણ જાણે. કોઈ જગ્યાએ સાપ પડ્યો હોય તો દિવો સાપ બતાવે. પણ જીવ એ જાણી શકે કે એ મરેલો છે કે જીવતો છે ? દીવાથી વસ્તુ પડેલી હોય તે ખબર પડે. પણ જીવથી તે વસ્તુ સાજી છે કે તુટેલી છે તે જાણી શકાય. દીવો દ્રવ્ય પ્રકાશક છે - એટલે વસ્તુનું બાહ્ય સ્વરૂપ દશ્યમાન સ્વરૂપ છે તે જાણી શકાય. દા.ત. ઘર હોય તો - રાત્રે દીવાથી જોઈ શકાય. પણ આ ઘર બંધ છે. અંદર કોઈ નથી એ જીવને ખબર પડે.
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 162 GF