________________
ગાયાં છે. નેમનાથ ભગવાનના નવ જન્મ. પાર્શ્વનાથના દસ જન્મ, મહાવીરના સત્યાવીશ પૂર્વ ભવની કથની, કહાની બધું જ કહેવાયું છે. આ ગતી, યોનિ, અવસ્થા બધું જ પલટાતું જાય. એક જન્મની અંદર પણ બાળપણ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ બધું પલટાતું જાય. મૂઢતા, શિક્ષિત, અશિક્ષિત, નિર્ધન, તવંગર, ગરીબ, સાક્ષર, નિરક્ષર – એટલી અવસ્થાઓ. એકને એક જીવની આ બધી અવસ્થાઓ બદલાતી(પલટાતી) જાય. દસ વર્ષ પહેલાં બેહાલ હતો. આજે સંજોગો સારા થઈ ગયા. આ બધી પલટાતી અવસ્થા એક જ જીવની છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો.’ આત્મા બધી જ અવસ્થામાં ન્યારો છે. પ્રગટ રૂપ ચૈતન્યમય.’ બધી અવસ્થાને એ જાણનારો છે. આ ચૈતન્યગુણ, જાણવાપણું, અનુભવવાપણું, આત્માનું છે. એમાં એનો અનુભવ છે. જો જ્ઞાન વધારે પ્રકાશે તો પૂર્વભવનો પણ અનુભવ થાય. તો પોતાને આજે યુવાન થયો તો બાળપણનો અનુભવ ખરો કે નહીં ? આજે શ્રીમંત થયો તો પોતાની નિર્ધનતાનો અનુભવ ખરો કે નહીં ? એક દિવસ ફૂટપાથ પર સુતા, શેઠની પેઢી પર સુતા, આ અનુભવ કોને થયો ? અનુભવ પોતાનો. આ બધા અનુભવમાં,
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.’
જો આવો અનુભવ જેનો છે, જે બધી જ અવસ્થાઓથી ન્યારો છે, પ૨ છે, પ્રત્યેક અવસ્થાને વિશે જે પોતે છે - છે ને છે, જે જાણવાનું કામ કરે છે, અનુભવવાનું કામ કરે છે એવો તારો આત્મા છે. એનું પ્રગટ એંધાણ એ છે કે આ બધી અવસ્થાને જાણનાર એવો ચૈતન્ય સ્વભાવ એ જ એનું એંધાણ છે. એ પ્રગટ છે. જગજાહેર છે. આમાં શંકા કરવા જેવું છે જ નહિ. પોતે જ પોતાના બધા પ્રકારના રૂપને, શરીરમાં થયેલી પીડાને, વેદનાને, સ્મૃતિમાં લે તો જાણી શકે છે. જાણે છે. અનુભવે છે. અત્યારે પોતે ખૂબ નિરોગી હોય છતાં ભૂતકાળમાં ભોગવેલી વેદનાનો તાદૃશ્ય અનુભવ કોને થાય છે ? આત્માને. આ બધી અવસ્થામાં તું તો ન્યારો ને ન્યારો જ છે. એ રોગી અવસ્થાવાળો દેહ જુદો - આજનો નિરોગી અને સ્વસ્થ દેહ જુદો. પણ એ અનુભવનું સાતત્ય કોને ? વેદનાનું સાતત્ય કોને ? જાણકારીનું સાતત્ય કોને ? એ જ તું છો. આ તારું એંધાણ છે તે પ્રગટ છે. છાનું નથી. ‘પ્રગટરૂપ ચૈતન્યમય’ સદાય છે.
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? (૫૫)
ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, તે છે” એમ માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણના૨ છે તેને માનતો નથી. એ જ્ઞાન તે કેવું કહેવું ?
શિષ્યે પૂછ્યું હતું કે, આત્મા હોય તો જણાય નહીં ? જો વસ્તુરૂપે, પદાર્થરૂપે હોય તો જણાય નહીં ? જુઓને આ ઘડો જણાય છે. આ પટ કહેતાં, વસ્ત્ર જણાય છે. દુનિયાની બધી જ વસ્તુ જણાય છે.
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 161 ITE