________________
સંભળાય નહીં, ખાતાં હોવા છતાં સ્વાદનો ખ્યાલ આવે નહીં. જો મન અસ્વસ્થ થઈ ગયું હોય તો કેટલું ખાધું ? શું ખાધું ? એની પણ ખબર રહે નહીં. તો દોષ જીભ નામની ઈન્દ્રિયમાં નથી. પણ ઈન્દ્રિયની સત્તા નથી. આત્માની સત્તા વિના ઈન્દ્રિયનું પ્રવર્તન નથી. દરેક ઈન્દ્રિયને પોતાના વિષયની જાણકારી છે. દરેક ઈન્દ્રિય પોતપોતાના વિષયમાં નિષ્ણાંત છે. છતાં પણ જો આત્માની સત્તા ન હોય. એની પ્રેરણા શક્તિ ન હોય, જીવ જો પ્રેરણા ન આપે તો આ એકે ઈન્દ્રિય કામ કરે નહીં. પોતાની સ્વયં પ્રેરણાથી, સ્વયં ફુરણાથી આ એકે ઈન્દ્રિય કામ કરી શકે એમ નથી. આ આપણો નિત્ય અનુભવ છે. આંખ હોવા છતાં આપણે દેખતા ન હોઈએ, કાન હોવા છતાં આપણે સાંભળતા ન હોઈએ. નાક હોવા છતાં આપણને ગંધ આવે નહીં અને જીભ હોવા છતાં આપણે સ્વાદ પારખીએ નહીં અને સ્પર્શ હોવા છતાં પણ બરછટ જમીન છે કે ઠંડી છે કે ગરમી છે તે ખબર ન પડે. આવો કોઈ અનુભવ ન થાય. પૈસા કમાવા જાય ત્યારે સ્પર્શેન્દ્રિય શક્તિ કામ ન કરતી હોય. એનામાં શક્તિ છે પણ અત્યારે ઉપયોગ ઉઘરાણીમાં છે. ઈન્દ્રિયમાં નથી. “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” આ સગુરુ શિષ્યને સમાધાન આપે છે. શિષ્ય દેહને, ઈન્દ્રિયને, પ્રાણને આત્મા માને છે. એનાથી બીજું કાંઈ જુદું છે જ નહીં એમ શંકા કરે છે. “મિચ્યો જુદો માનવો’ એમ કહે છે કારણ કે બીજું કોઈ એંધાણ પણ નથી. એને સદૂગર સમાધાન આપે છે.
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય,
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. (૫૪) જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે. એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે. અર્થાતુ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે, કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી.”
શિષ્યએ કહ્યું કે, સાહેબ ! આ આત્મા જુદો હોય તો એનું કાંઈક તો એંધાણ હોવું જોઈએ કે નહીં ? ગુરુ જવાબ આપે છે કે, એનું એંધાણ તો સદાય છે. “સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.” તારી અવસ્થા સમયે સમયે પલટાતી છે. બાળક, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ. અવસ્થા પલટાણી પણ તું તો એનો એ જ છો. પછી જાગૃતિ, નિદ્રા, સ્વપ્ન અવસ્થા, આ બધી અવસ્થા પલટાણી. પણ તું તો એનો એ જ છો. મૂર્ખ અથવા મઢ, મતિમાન કે પ્રજ્ઞાવાન. આ બધી અવસ્થામાં પણ અવસ્થા બદલાણી. પણ તું તો એનો એ જ છો. શું પેલો મૂઢ, મતિમાન, હતો તે જુદો હતો ? હવે પ્રાજ્ઞ પુરુષ થયો તો જુદો થયો ? પેલો બાળક હતો તે પણ તું અને યુવાન અને પ્રૌઢ થયો તે પણ તું, તું ને તું. દેવના રૂપમાં હતો, નારકીના રૂપમાં હતો, તિર્યંચના રૂપમાં હતો ને હવે મનુષ્યના રૂપમાં છો. આ બધાંય રૂપ બદલાઈ ગયા, અવસ્થા બદલાઈ ગઈ. પણ આ બધામાં હતો તો તું જ ને ? ચંડકૌશિકના રૂપમાં રહેલો તાપસ ખરો કે નહિ ? તાપસના રૂપમાં રહેલો પૂર્વજન્મનો મુનિ ખરો કે નહિ ? આપણે ત્યાં એટલા માટે આવા ભગવંતોના પૂર્વ જન્મના ચારિત્રો
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 160 E