________________
દેહ તેને જાણતો નથી, ઈન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ.”
કૃપાળુદેવે ઉપદેશછાયામાં એક સરસ વાક્ય મુક્યું છે કે, ‘આત્મા નીકળી જાય, એટલે કે જીવના અભાવમાં આ શરીર તો મુડદા સમાન છે અને ઈન્દ્રિયો ગોખલા જેવી છે. દિવાલોની અંદર રહેલા ગોખલાનું શું મહત્ત્વ ? દિવાલમાં એક ખાડો છે, અવકાશ છે તે ગોખલો કહેવાય. એમ આ ઈન્દ્રિયો ગોખલા જેવી છે. એને પૂરવી પડે. ગોખલામાંથી યુવાક થાય. એટલે આત્મા નીકળી જાય ત્યારે ઈન્દ્રિયોને દબાવવી પડી. આંખો બંધ કરવી પડે. કાનમાં પૂમડાં નાખવા પડે. નાકમાં પૂમડાં નાખવા પડે. મોટું બંધ કરવું પડે. “અથવા દેહ જ આતમાં, અથવા ઈન્દ્રિય પ્રાણ” એ શંકાનું ગુરુ સમાધન આપે છે કે, દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય, પ્રાણ.” હે શિષ્ય ! આ દેહ, ઈન્દ્રિયને પ્રાણ પોતે પોતાને પણ જાણતા નથી અને પોતાની સ્વેચ્છાએ ચાલતાં નથી. શું જોવું-શું ન જોવું એ કોણ નક્કી કરે છે ? આંખ કે આત્મા ? જીવ નક્કી કરે છે. આપણે બરાબર ઉપયોગ મૂકી આપણા અનુભવોને યાદ કરી જાવાના. આપણે, આંખ ખુલ્લી હોય છતાં ન જોતાં હોઈએ એવું બને ખરું ?
T.V. સામે બેઠા છીએ. T.V. ચાલુ છે. આપણી આંખ ખુલ્લી છે. આપણે કોઈક વિચારમાં છીએ. અને એવા વિચારમાં છીએ કે કોઈની સ્મૃતિમાં છીએ. કોઈના સ્મરણમાં છીએ, કોઈ વિચારમાં કે ઉલઝનમાં ફસાઈ ગયા છીએ. તો આંખ ખુલ્લી હોવા છતાં આપણે તે દૃશ્ય જોઈ શકતા નથી. ધ્યાન ત્યાં નહોતું. પોતાનો ઉપયોગ જ્યારે બીજી જગ્યાએ હોય અને ઉપયોગ આંખમાં ન હોય તો, આંખની સત્તા હોવા છતાં, એનું function હોવા છતાં, એની કામગીરી હોવા છતાં – જોવાની કામગીરી હોવા છતાં, આંખ જોઈ શકતી નથી - ગમે તેટલો મોટો અવાજ પણ ઉપયોગ ન હોય તો સાંભળી શકાતો નથી. તો આ ઈદ્રિયોથી કામ કઈ રીતે થાય છે ? ‘આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” કાનની તાકાત ગમે તેટલી હોય, ખૂબ દૂરનું સાંભળવાની તાકાત હોય પણ તે સત્તા કાનની નથી, આત્માની છે. ગમે તેટલી સરસ અવલોકનની શક્તિ છે પણ આંખની સત્તાથી જોવાય છે કે આત્માની સત્તાથી ?
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.” પાંચે ઈન્દ્રિયના વિષયનું સમુચ્ચય, સમુહાત્મક, ચિંતનાત્મક, સમગ્ર જ્ઞાન કરનાર આત્મા છે. દેહની, પ્રત્યેક ઈન્દ્રિયની, પ્રાણની સત્તા, સ્વક્ષેત્રથી મર્યાદિત છે. દેહ, ઈન્દ્રિયોને પ્રાણ અચેતન છે - જડ છે - એટલે તેનામાં જાણપણું નથી. એટલે ક્યાં પ્રવર્તવું, ક્યાં ન પ્રવર્તવું એનું જાણપણું - જે-તે ઈન્દ્રિયમાં નથી. અને ઈન્દ્રિયોના વિષયોનું અનુભવજ્ઞાન અને પ્રવર્તન, એ જીવની સત્તા વડે થાય છે. જીવનું ઉપયોગ નામનું લક્ષણ છે, તેના વડે થાય છે. જીવ જ્યાં ઉપયોગ દેયે ત્યાં દેખાય. જીવ ઉપયોગ ન દે તો દેખાય નહીં,
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 159
=