________________
ગણવી ? આંખને, કાનને, નાકને, જીભને ? ભગવાન કહે છે, “ભાઈ ! એની અંદર જે ઉપયોગ છે, ઉપયોગ લક્ષણ, જ્ઞાન અને દર્શન. એટલે આ બધા ઈન્દ્રિયોના વ્યાપારની અંદર, એમાંથી જે અનુભવરૂપી જ્ઞાનની ધારણા બંધાય છે જીવને – તે જ્ઞાન કોને છે ?” “પાંચ ઈન્દ્રિયના વિષયનું - સમુચ્ચયજ્ઞાન - સમગ્રપણે અનુભવ - તે આત્માને એનું ભાન છે.” ઈન્દ્રિયોને જ્ઞાન અને આત્માને ભાન. અનુભવસહિતની જે જાણકારી છે એને ભાન કહેવાય. અનુભવસહિતની જે પ્રતીતિ છે તેને ભાન કહેવાય. કે જેને અનુભૂતિનો સ્પર્શ છે. નહીં તો જ્ઞાન કહેવાય. હું જાણું છું કે આ વસ્તુ first-class છે. સાકરમાં મીઠાશ છે - એવું મેં વાંચ્યું એટલે કહું છું. પણ મીઠાશનું ભાન છે ? મીઠાશ કેવી હોય એ ખબર છે ? સાકર ખાનારને માત્ર મીઠાશનું જ્ઞાન નથી પણ સાથે અનુભૂતિ છે એટલે જ્ઞાન સાથે ભાન છે.
ડૉક્ટર અને દર્દી હોય તો ડૉક્ટરને દર્દનું જ્ઞાન છે, ભાન નથી. આખી રાત તરફડિયા માર્યા હોય, સખત પીડા હોય, સહન ન થાય એવું દર્દ હોય તો ડૉક્ટરને એની જાણકારી છે - જ્ઞાન છે - પણ ભાન નથી. એનું ભાન તો દર્દીને જ છે. રસ્તામાં ભીખારીને સખત ભૂખ લાગી હોય તો આપણે જાણી શકીએ. આપણને જાણકારી છે એ ભૂખ્યો છે. પણ ભૂખના દુઃખનું ભાન આપણને નથી. એની ભૂખનું, એની તૃષાનું, એના દુઃખનું ભાન તો તેને જ હોય કે જે જીવ અનુભવે છે, વેદે છે, જેને એની અનુભૂતિ છે, દર્દની જેને અનુભૂતિ છે એને દર્દનું ભાન છે. અને જેણે દર્દના ચોપડા વાંચ્યા છે અને એનું જ્ઞાન છે. અહીંયા ભગવાને આ “ભાન' શબ્દનો પ્રયોગ અનેકવાર કર્યો છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોનું આત્માને ભાન છે. જ્ઞાનીની વાણીમાં કોઈ દિવસ વિરોધપણું આવે નહીં. ‘ભાન' પ્રતીતિપૂર્વક, અનુભૂતિ પૂર્વકની જાણકારી એને ‘ભાન” કહેવાય. પાંચ ઈન્દ્રિયના વિષયની દરેક ઈન્દ્રિયને પોતપોતાના વિષયની જાણકારી છે. આંખને આંખના વિષયની પુરેપુરી જાણકારી છે. પણ આંખને ભાન નથી. ભાન તો અંદર રહેલાં જીવને છે. દા.ત. આ દશ્ય ખતરનાક છે. ન જોવાય. એ જીવ નક્કી કરે. કાન તો સાંભળવાનું કામ કરે પણ આ “સુશ્રાવ્ય છે કે કુશ્રાવ્ય’ છે એ તો અંદર રહેલો જીવ નક્કી કરે. કારણ કે એને ભાન છે. બાકી કાન નક્કી ન કરી શકે કે આ ભાષા બરાબર નથી. કે આ ભાષા બોલાય નહીં. જીભ તો સ્વાદ નક્કી કરી દયે. પણ આ અમૃત છે કે ઝેર છે એનું ભાન કોને છે ? આત્માને. જીવ ઈન્દ્રિયોથી ભિન્ન છે. ઈન્દ્રિયો, પોતાના વિષયમાં, સ્વક્ષેત્રની મર્યાદામાં જ એમની જાણકારી હોઈ શકે. પોતાના ક્ષેત્રની બહાર એમની જાણકારી નથી. ઈન્દ્રિયો તો Information આપે. પણ એનું જે understanding છે. એની જે સમજણ છે તે તો જીવની છે. એ faculty જીવની છે. જીવની એ સંપત્તિ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઈન્દ્રિયનું લક્ષણ નથી. એટલે કહે છે, “પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” આત્મા જ પાંચે ઈન્દ્રિયના વિષયનું સંકલન કરે છે. પાંચે ઈન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયને જાણે છે. કોઈ પણ ઈન્દ્રિયને, અન્ય ઈન્દ્રિયના વિષયમાં અંતઃપ્રવેશ નથી. તેની સત્તા પોતાના સ્વક્ષેત્ર પૂરતી મર્યાદિત છે. પણ આત્માની સત્તા છે તે ભાન છે જે બધી જ ઈન્દ્રિયોના બધા જ પ્રકારના વેપારને જાણે છે. અનુભવસહિત જાણે છે.
દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. (૧૩)
ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 158 EF