________________
ગયો છે. ઝાંખો થઈ ગયો છે. ભગવાન કહે છે, “અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ.” આ જીવ સ્વરૂપ તે એ કે, બધા જ અનુભવને બાદ કરતાં કરતાં, જેના અસ્તિત્વને બાદ કરી શકાય નહીં. જીવના અસ્તિત્વને બાદ કરો તો બાકી બધું મીડું થઈ જાય. પણ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જેટલા ગણિત માંડવા હોય, માંડી શકાય. પાંચ ઇન્દ્રિયોના વિષયો, આંખના, કાનના, નાકના, જીભના, શરીરના જેટલા વિષય અને એના અનંતગુણા ભેદપ્રભેદ આ બધાનો અનુભવ લેવો હશે તો આત્માને બાદ કરી શકાશે નહીં. શિષ્ય પૂછ્યું છે, “બીજો પણ અનુભવ નહીં,' ગુરુએ કહ્યું, આત્માના સદ્ભાવમાં - જીવના સદ્ભાવમાં આ બધા અનુભવ લઈ શકાશે. જીવનો સદૂભાવ જો નથી તો દેહથી એકપણ અનુભવ મળે એમ નથી. ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.”
છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઈન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન. (૧૨) કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ ઈન્દ્રિય દીઠેલું તે કર્મેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઈંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે, તે પાંચે. ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા’ છે. અને ‘આત્મા’ વિના એકેક ઈન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે.
શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે, દેહ જ આત્મા અથવા ઈન્દ્રિય, પ્રાણ.’ એટલે શિષ્યનું કહેવાનું એમ હતું કે આ ઈન્દ્રિયો છે ને તે આત્મા છે. એટલે સદ્ગુરુ એને સમજાવે છે કે હે શિષ્ય ! તારા અંતરમાંથી જે શંકા નીકળી છે, એના સમાધાનનો પણ અંતરથી વિચાર કર. આ ઈન્દ્રિયને જ્ઞાન છે એ કેવું છે ? ઈન્દ્રિય પાંચ છે. તો પાંચે ઈન્દ્રિયો એક બીજાના વિષયને જાણતી નથી. આંખને કાનનું જ્ઞાન નથી, કાનને નાકના વિષયનું જ્ઞાન નથી. નાકને જીભના વિષયનું જ્ઞાન નથી. જીભને સ્પર્શનું જ્ઞાન નથી. “છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન.” “પાંચે ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન'. આ પાંચે ઈન્દ્રિયોના, અનંત વિષયો જે છે, એનો જે અનુભવ છે, એનું જ્ઞાન કોને થાય છે ? જોવાનું જ્ઞાન આંખને થયું. આંખે જોયું કે બહુ સરસ છે. પણ જો બહેરો હોય તો સાંભળી ન શકે. દશ્ય સરસ છે. પણ કાંઈ ખબર પડતી નથી. અને જે રેડિયો ઉપર કોમેન્ટ્રી સાંભળે તે કેવો ફટકો લગાવ્યો તે જોઈ શકે ? કાન તો ખુલ્લાં હતા પણ કાનથી કાંઈ જોવાતું નથી. કોળિયો આપણે મોઢામાં જ મુકીએ. બીજે ક્યાંય મુકાય નહીં. સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન હોય તે ગમે ત્યાં મુકવાથી સ્વાદ આવે નહીં. જીભ ઉપર મુકવાથી જ સ્વાદ આવે. કારણ કે જીભનો વ્યાપાર સ્વાદને પારખવાનો છે. આમ પ્રત્યેક ઈન્દ્રિયને પોતાના સ્વક્ષેત્રની મર્યાદામાં જ જ્ઞાન છે. અનુભવ છે. દરેક ઈન્દ્રિયને પોતાના સિવાયની બીજી ઈન્દ્રિયના વિષયનો અનુભવ નથી.
“છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન.” પણ આંખનું, કાનનું, જીભનું, નાકનું, સ્પર્શનું - બધાનું જ્ઞાન જેને છે તે “જીવ' છે. તું એમ કહેશે કે ઈન્દ્રિય તે આત્મા છે. તો કઈ ઈન્દ્રિયને આત્મા’
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 157 E=