________________
‘તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમ કે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળ-સૂક્ષ્મ આદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી, એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે.’
શિષ્ય પૂછયું હતું કે આત્મા “નથી દૃષ્ટિમાં આવતો અને નથી જણાતું રૂ૫.” આ તો દેખાતો પણ નથી અને એનું કોઈ રૂપ પણ જણાતું નથી. આ ભગવાને જવાબ દીધો, કે દેખનાર કોણ છે ? જે દૃષ્ટા છે દૃષ્ટિનો.” તને દૃષ્ટિથી દેખાતો નથી. પણ આ દૃષ્ટિનો માલિક કોણ છે ? આ દૃષ્ટિ ગુણનો ધારક કોણ ? આ દેહની તાકાત નથી. ચેતનની તાકાત છે. દેખે છે કોણ ? મડદું દેખે છે કે જીવતો જાગતો માણસ દેખે છે ? આપણે કહીએ છીએ કે એ નહીં દેખી શકે કારણ કે એનામાં જીવ નથી. તો દેખનાર તો જીવ થયો. જે દૃષ્ટા છે દૃષ્ટિનો.” એ જે દેખનાર છે ને એ જ આત્મા છે. જે જાણે છે રૂ૫.” આ કાળું છે - ધોળું છે, લાલ છે, પીળું છે, આવું છે, તેવું છે, રૂપાળું છે, કદરૂપું છે. આ બધા રૂપને જાણનાર કોણ ? તારું શરીર રૂપને જાણે છે ? ના. જીવ હોય તો જ જણાય. જીવ ન હોય તો રૂપ જાણી શકાય નહીં. અને પછી મેં કહ્યું, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ.” ભગવાન કહે છે, “અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવસ્વરૂપ.” બધી ઈન્દ્રિયોના પ્રયોગ કરીએ, નાક, કાન, આંખ, તો બધા અનુભવની બાદબાકી થાશે પણ અનુભવકર્તાની બાદબાકી નહીં થાય. અનુભવર્તાના અભાવમાં કોઈ ચીજનું જ્ઞાન નથી. અને એના સર્ભાવમાં આખા જગતનું જ્ઞાન છે. તારાં બધા તર્ક, જજમેન્ટ, અભિપ્રાય, ન્યાય, તારી બધી પ્રવૃત્તિ આત્માને આધિન છે. જો એક આત્માને બાદ કરીશ તો પછી ગાય કોણ ? સાંભળે કોણ ? બોલે કોણ ? ખાય કોણ ? પીએ કોણ ? અબાધ્ય અનુભવ જે રહે – બધા જ અનુભવને બાદ કરતાં-કરતાં આંખના, કાનના, નાકના, જીભના – પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયો જ્ઞાનીઓએ કહ્યાં છે અને તે ત્રેવીશ વિષયના ભેદ અને ભાંગા તો અનંત છે.
આ જૈન દર્શન છે. એના મંડાણ અનંતમાં થયા છે. અનંત –(માઈનસ) અનંત = અનંત that is Jainism. આ અનંતનું ગણિત સમજાવું જોઈએ. જગતમાં જીવો કેટલાં? અનંત. દ્રવ્યની આખી સૃષ્ટિ છે. એમાં એક જીવ દ્રવ્ય છે. બાકીનાં પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ કેટલાં? અનંત. એમાંથી મોક્ષે કેટલાં ગયા ? અનંત. સંસારમાં કેટલાં? અનંત. એમાંથી કેટલાં મોક્ષે જશે ? અનંત. બાકી કેટલાં રહેશે ? અનંત. અરે પ્રભુ આ જૈન દર્શન ! અને એનો ગણિતાનયોગ ! સર્વજ્ઞપણે જરા ખ્યાલમાં લેવું. આ તીર્થકરનું સર્વશપણું ! એની સર્વજ્ઞતાની અંદર, આ આખા વિશ્વનું સ્વરૂપ જોઈને કહ્યું છે ! ભગવાન મહાવીરે કાળને મુઠ્ઠીમાં લીધો. અને એણે કંઈક જીવોને ઉર્ધ્વ ગતિમાં જોયા. અધોગતિમાં જોયા, ઉપર ચડતા જોયા. આ કેવું સ્વરૂપ છે ! કૃપાળુદેવે મહાવીરની સર્વજ્ઞતાનું દર્શન કરાવ્યું છે. અદ્ભુત છે ! અને પછી એક વાક્ય લખ્યું કે જે જ્ઞાન મહાવીર વિશે હતું તે જ જ્ઞાન જગતના સર્વ જીવો વિશે છે. આવિર્ભાવ થવું જોઈએ. જ્ઞાન અપેક્ષાએ મહાવીર અને મુમુક્ષુમાં કોઈ ભેદ નથી. સત્તામાં પડેલું જ્ઞાન સમાન છે. આવિર્ભાવ થવું જોઈએ. જે જ્ઞાનથી મહાવીરે જગતને જોયું હતું તે જ જ્ઞાન જગતના સર્વે જીવોમાં છે. પણ તે જ્ઞાન તિરોહિતપણાને પામ્યું છે. મોહના કારણે, અજ્ઞાનના કારણે, કર્મબંધના કારણે, એ જ્ઞાનસ્વભાવ મંદ થઈ
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 156 EE