________________
આ ભાવ છે. આ માણસ છે. દીવાએ તો બતાવ્યું. પણ જીવે જોયું કે તે થાકેલો છે. નંખાઈ ગયો છે. શ્રીમંત છે. આ જીવની - આ ચૈતન્યની જે જાણકારી છે તે દ્રવ્ય અને ભાવ પ્રકાશક છે. વસ્તુનું સ્વરૂપ સમયે સમયે પલટાય છે. આ પલટો કોણ જોઈ શકે છે ? એ પ્રકાશ નથી જોઈ શકતો. દીવાનો પ્રકાશ, મણિનો પ્રકાશ, સૂર્ય-ચંદ્રનો પ્રકાશ. એની પાસે આ ભાવ પ્રકાશકપણું નથી. આત્મા સર્વ ભાવ પ્રકાશક છે. કૃપાળુદેવે એક પત્રમાં એની ખૂબ સરસ છણાવટ કરી છે. કે સૂર્ય-ચંદ્ર, દીપ-મણિ, આ બધાની પ્રકાશક શક્તિને જોનાર આ જીવ, કે જેના થકી આ પ્રકાશ જણાય છે – એવો આ જીવ પોતાની ચૈતન્યસત્તાને ઓળખવાનો હજુ પ્રયત્ન કરતો નથી. માટે જાણનારને માન નહિ, કહીએ કેવું જ્ઞાન ?” દીવાની પાછળ પણ વસ્તુનું પર્યાય સ્વરૂપ યથાર્થબોધ, એનું પલટાતું સ્વરૂપ, પર્યાયાત્મક સ્વરૂપ, એનું નિશ્ચયાત્મક સ્વરૂપ - એ બંને જે જાણે છે તે જીવ છે. સૂર્ય-ચંદ્ર-દીવો એ તો ઉજાસ આપી દયે છે. પણ પછી વસ્તુનો યથાર્થ બોધ કોને થાય છે ? આ બોધ જેને થાય છે તે જીવ છે. કારણ કે જીવ દ્રવ્યને પણ જાણે છે. ભાવને પણ, પ્રકાશે છે.
પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ;
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. (૫૬) દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે.”
| શિષ્ય પ્રશ્ન કર્યો છે કે દેહ જ આત્મા છે. એનું એક સમાધાન અહીંયા સદ્ગુરુ બહુ સરસ આપે છે. પ્રત્યેકને પોતાના અનુભવમાં આવે એવું સમાધાન આપે છે. અહીં સગુરુ કહે છે કે - જે બુદ્ધિ તત્ત્વ છે એને જૈન દર્શનમાં ચેતન કીધી છે. અન્યત્ર બીજા દર્શનોમાં બુદ્ધિને જડ કીધી છે. એને શરીરના ભાગરૂપે મગજ સાથે સંકલિત કહી છે. શરીરના વિજ્ઞાનીઓએ બુદ્ધિનો સંબંધ હૃદયના કોષો સાથે લીધો છે. એટલે એને એ જડ ગણે છે. જૈન દર્શન કહે છે કે બુદ્ધિ એ ચૈતન્યનું અંગ છે. જેટલા પ્રમાણમાં એનું ચૈતન્ય પ્રકાશિત છે એટલા પ્રમાણમાં એનો બુદ્ધિનો કે મગજનો વ્યાપાર છે. હવે આ દેહ છે એ જ જો
મા હોય તો કેટલાય સુકલકડી કાયાવાળા પ્રખર તેજસ્વી બુદ્ધિમાન હોય, અને સ્થૂળ કાયાવાળા હોય એમાં બુદ્ધિ અલ્પ હોય. આવો વિરોધાભાસ કેમ ? બુદ્ધિ એ આત્માનું સ્વરૂપ છે. જો દેહ એ જ આત્મા હોય તો દેહના પ્રમાણમાં બુદ્ધિ હોવી જોઈએ ને ? તો તો ૩૦૦ કિલોવાળાને ખૂબ બુદ્ધિ હોય અને ૫૦ રતલવાળામાં જરાય બુદ્ધિ ન હોય. પણ ના. એમ નથી હોતું. આ ઘોર, મહા તપસ્વીઓ જ્ઞાનીઓ જેણે પોતાની કાયાને સુકવી નાખી છે. પરમકૃપાળદેવ – ૧૯૮ રતલ વજનમાંથી ૪૪ રતલ વજન થઈ ગયું. અને મુનિશ્રીએ પૂછ્યું, કે પ્રભુ ! આવી કૃષ કાયા?” તો કહે, ‘હા ! આ શરીર સામે અમે કજિયો માંડ્યો છે. અને એની સામે પડ્યા છીએ.” આવા કૃષ દેહમાં કેવી અગાધ અને અમાપ બુદ્ધિ હતી. ગાંધીજીની પણ કાયા સુકલકડી હતી. પણ બુદ્ધિ અમાપ હતી. આરબ દેશના બધા લોકો શરીરે બળદિયા જેવા અને
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 163
=