________________
બુદ્ધિમાં પણ બળદિયા જેવા. એને અને બુદ્ધિને કાંઈ સંબંધ જ નથી. શરીર ગમે તેવું હૃષ્ટપૃષ્ટ હોય એને બુદ્ધિ સાથે કાંઈ સંબંધ નથી. શરીરથી રૂડો રૂપાળો દેખાતો એવો જીવ “બુદ્ધિનો બામ’ હોઈ શકે. શરીર પ્રમાણ હોય, ઉંચો આડો બરાબર હોય, વજન સરખું હોય, personality સારી હોય પણ બુદ્ધિનું જ ઠેકાણું ન હોય એમ બને. કારણ કે બુદ્ધિ આત્માનો ગુણ છે. એને દેહ સાથે કંઈ લાગેવળગે નહીં.
પરમબુદ્ધિ કૃષ દેહમાં કૃષ એટલે જર્જરીત થયેલા દેહમાં પરમ બુદ્ધિનો આવિર્ભાવ. અને સ્થૂળ દેહ મતિ અલ્પ. સ્થૂળ દેહ - જાડો પાડો - બળદિયા જેવો પણ “મતિ અલ્પ.”
“દેહ હોય જો આતમા ઘટે ન આમ વિકલ્પ.” જો દેહ છે એ જ આત્મા હોય તો દુનિયામાં બુદ્ધિશાળી કોને ગણવા ? સ્થૂળ કાયાવાળા પણ બુદ્ધિશાળી ન હોય. અહીંયા ન્યાય આપે છે કે સ્થૂળતા એ પુદ્ગલાત્મક દેહના ગુણ છે. બુદ્ધિ જો પુદગલનો ગુણ હોત તો દેહના પ્રમાણ અને પરિમાણ પ્રમાણે બુદ્ધિની ન્યુનાધિક્તા હોત. પણ તેમ નથી. જ્ઞાનના ક્ષયોપશમના આધાર ઉપર બુદ્ધિની તીવ્રતા છે. તીવ્ર બુદ્ધિનો છે તો એ જ્ઞાનનો ક્ષયોપશમ છે. જ્ઞાનગુણ એ ચેતનનો ગુણ છો. જડનો ગુણ નથી. દેહનો ગુણ
નથી.
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એક પણે પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. (૫૭) “કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાના છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય
અહીં ભગવાને કહ્યું કે ભાઈ ! બંને પદાર્થ જુદાં છે. જડ એ જડ છે. ચેતન એ ચેતન છે. જડ ત્રણે કાળમાં જડ છે. ચેતન ત્રણે કાળમાં ચેતન છે. ચેતનથી જડ ન થાય. જડથી ચેતન ન થાય. અને બંને સાથે હોય, સહચારી હોય, સંયોગી હોય, તો પણ બંને વચ્ચે ક્યારેય એકપણું થાય નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં સિદ્ધાંત સમજાવે છે કે, “જિનનો સિદ્ધાંત છે કે, કોઈ કાળે જડ એ જીવ ન થાય અને જીવ એ કોઈ કાળે જડ ન થાય. ચેતનને ચેતન પર્યાય હોય, જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. પ્રત્યેક સમયે પ્રત્યેક પદાર્થમાં ફેરફાર થાય છે. બધો ફેરફાર થાય તો પણ બધી અવસ્થામાં એનું જડપણું કાયમ રહે. લાકડું અત્યારે મજાનું હોય અને દસ વર્ષ પછી સડી જાય તો પણ જડ જ રહે. એમાં ચેતનપણું ન આવે. શરીર બાળપણથી યુવાન થતું જાય, સરસ વૃદ્ધિપણાને પામે અને એ વૃદ્ધિ પામેલું શરીર, રોગ. આવતાં ક્ષીણપણાને પામે, એની અવસ્થા બદલાતી જાય, પણ એમાં ક્યારેય ચેતનપણું આવી શકે ખરું ? જિનેશ્વર ભગવાને સિદ્ધાંત કીધો છે કે બે દ્રવ્ય તત્ત્વતઃ જુદા છે. જડ, જડ જ છે અને ચેતન ચેતન જ છે.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 164 E