________________
જડ ભાવે જડ પરિણમે, ચેતન, ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ.” ભાઈ ! પોતાનો સ્વભાવ છોડીને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં રૂપાંતરીત થતું નથી. જડ, ચેતનમાં રૂપાંતરીત થતું નથી. એની અવસ્થા બદલાય છે. તો પણ ચેતનના પર્યાય ચેતન જ છે. જડના પર્યાય જડ જ છે. નારકીના જીવના ચેતનના પર્યાય અને મનુષ્યના જીવના ચેતનના પર્યાયમાં બદલ છે. મનુષ્યના જીવના પર્યાયમાં, એનું જ્ઞાન, એના ગુણ એનો ઉઘાડ છે. અને અરિહંત પર્યાયની અંદર એ ચેતન પૂર્ણરૂપે પ્રકાશિત છે. પણ એના પર્યાય બધા ચેતન જ છે. અને જીવ મૂઢ હોય તો પણ એનું ચેતન એ ચેતન જ રહે. જડનું જડ જ રહે.
‘એક પણે પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ.” આ બંને પદાર્થના ભાવ એકરૂપ ક્યારેય થતા જ નથી. એ ક્યારેય એકરૂપ થઈ શકે જ નહીં. આવો શાશ્વત સિદ્ધાંત છે. આપણે સિદ્ધાંત જ્ઞાન સમજવું છે કે આ જીવનું અસ્તિત્વ છે પણ એ જીવ શરીરની સાથે રહીને ક્યારેય શરીરરૂપ થતો નથી. એટલે ભગવાને હવે શિષ્યને આ પદ માટે છેલ્લી સમજણ આપી,
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. (૫૮) આત્માની શંકા આત્મા આપ. પોતે કરે છે. જે શંકાનો કરનાર છે. તે જ આત્મા છે. તે જણાતો. નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે.”
શિષ્ય કહ્યું હતું, “એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.’
ભગવાન ! મારી આ અંતરની શંકા છે. મને ખરેખર નથી સમજાતું. પ્રભુ ! મને એનો ઉપાય કહો. આ અંદરથી આવેલી શંકા છે. ભગવાન કહે છે, “આ શંકા કોને થઈ ?” આ કંઈ ઈન્દ્રિયનો વિષય નથી. તો શંકા કોણે કરી ? “આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.” હું કહું છું કે આત્મા નથી.” “તો આ કહેનાર કોણ ?” “આત્માની શંકા કરે આત્મા પોતે આપ.” ભગવાન કહે છે, “શંકાનો કરનાર તે’ – આ જેટલાં પ્રશ્ન તેં પુછડ્યાં એ બધાનો પૂછનાર કોણ ? આત્મા. શિષ્યને સાત શંકા હતી, કે ‘દેખાતો નથી, એનું રૂપ જણાતું નથી. એકે ઈન્દ્રિયથી બીજો કોઈ અનુભવ થતો નથી. એ દેહ જ આત્મા છે. અથવા ઈન્દ્રિય કે પ્રાણ એ જ આત્મા છે.” આ બધી શંકા કરનાર કોણ ? આ બધી શંકા કરનાર આ તારો આત્મા છે. અને અમને એનું હવે અચરજ થાય છે. આ જ્ઞાની કહે છે, “અચરજ એહ અમાપ.” કોઈ એમ કહે કે, હું પોતે જ નથી. હું છું એવું સાબિત કરી દો.” અને કાં એમ કહે કે, “મારા મોઢામાં જીભ નથી.” તો બોલ્યું કોણ ? આ વાત તો વિરોધાભાસી થઈ. તું શેનાથી બોલ્યો ? બોલ્યો જીભથી. અને કહે છે કે, મારા મોઢામાં જીભ નથી. તો એ વાક્ય વિરોધાભાસી થયું. તો જ્ઞાની કહે છે કે, “આત્મા નથી, એવું તું ક્યાંથી શીખ્યો ? એ
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 165 EF