________________
આત્માનું જ જ્ઞાન છે. એ શંકા આત્માએ જ કરી છે.” આ દેહનું કામ નથી. દેહ શંકા કરી શકે નહીં. આત્માની ઉપસ્થિતિ ન હોય તો દેહ શંકા કરે ? એટલે ભગવાન કહે છે કે, “આમ હશે કે આમ હશે ? અથવા આમ છે – એ ભાવ તે શંકા. અને સમજવા માટે વિચાર કરીને પૂછવું તે આશંકા.”
ભગવાન કહે છે કે આવો ભાવ કરવો અને આવો વિચાર કરવો એ બંને લક્ષણો જીવનાં છે. એટલે કે આત્માના છે. એટલે શંકા કરનાર પોતે આત્મા ઠરે છે. આમ પોતે જ પોતાની શંકા કરે છે એ ન કલ્પી શકાય એવું અમાપ આશ્ચર્ય છે. આ જગતની અંદર બાકીના તો કંઈક આશ્ચર્ય જોયા. પણ પોતે જ પોતાનો ઈનકાર કરે – પોતે જ પોતાનો નકાર કરે, પોતે જ પોતાના અસ્તિત્વની શંકા કરે. ભગવાન કહે છે આથી મોટું કોઈ આશ્ચર્ય છે નહીં. શિષ્યને ભગવાન કહે છે કે, હે શિષ્ય ! આ જે તેં બધી શંકા કરી, તે મેં સાંભળી, એનું સમાધાન આપ્યું. પણ તારું છેલ્લું સમાધન એ જ છે કે આ જે તેં સાતે શંકા કરી તે શંકાનો કરનાર તું પોતે જ આત્મા છો.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 166
=