________________
પ્રવચન ૯
બીજું પદ : આશંકા - સમાધાન
u (ગાથા પત્થી ૭0)
અનંતા જ્ઞાની પુરુષોએ આ જીવ પર ઉપકાર કરીને, જીવને પરમાર્થ કેમ સમજાય તે માર્ગ બતાવ્યો સમજાવ્યો). કારણ કે જે ભૂલ થતી આવી છે તે સમજણની ભૂલ છે. અત્યાર સુધી આ જીવ સમજ્યો નથી. જ્યારે જ્યારે એણે કાંઈ પણ વાંચ્યું છે કે સાંભળ્યું છે, ત્યારે ત્યારે એનો મતાર્થ જ કર્યો છે. સમજણ નથી કરી. મત બાંધ્યો છે. મતનો આગ્રહ કર્યો છે અને એ આગ્રહને દુરાગ્રહમાં ફેરવ્યો છે. સમજણ ક્યારેય આવી નથી. સમજણ તો લક્ષની પ્રાપ્તિ કેમ થાય ? જીવનું કલ્યાણ કેમ થાય ? આત્માનું હિત શેમાં છે ? તે માર્ગ વિચારવો. શું કરવું - શું ન કરવું - વગેરે. તેમજ યથાયોગ્ય વિવેક જીવમાં જાગૃત થાય - લક્ષ ને અનુરૂપ વિવેક, લક્ષની પ્રાપ્તિને મદદરૂપ વિવેક અને સમજણ કહેવાય. જીવને સમજણ. નથી. જાણકારી ઘણી છે અને જાણકારીએ એના મતને ગાઢ બનાવ્યો છે. એક વડિલ સાથે ચર્ચા થતાં એમને પૂછ્યું કે સ્થિરતા કેમ નથી રહેતી ? પચાસ-પચાસ વર્ષથી આ પુરુષાર્થ કરો છો તો પણ સ્થિરતા કેમ નથી આવતી ? અજંપો કેમ થાય છે ? અશાંતિ કેમ છે ? તેમણે અડધા વાક્યમાં જ જવાબ દીધો કે, જાણકારી આડી આવે છે. સમજણ અને મેળવેલી જાણકારી એ બંને વચ્ચેનો ભેદ પારખો. સમજણ આવતાં જાણકારી ભૂલાઈ જાય કે શાસ્ત્ર ભૂલાઈ જાય તો એમાં કંઈ વાંધો નથી. જરૂર સમજણની છે. અહીં અનંતા જ્ઞાની પુરુષોએ - શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યાં છે એવા જ્ઞાની પુરુષોએ છ પદની જે સ્થાપના કરી છે, એમાં કહ્યું કે, આત્મા છે, તે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્યા છે, તે જ આત્મા પોતાના કર્મનો ભોક્તા છે, અને એ આત્માને પોતે કરેલાં કર્મના કર્તાપણામાંથી અને ભોક્તાપણામાંથી મુક્તિ છે, અને એ મુક્તિનો ઉપાય પણ છે અને એ ઉપાયને સુધર્મ કહેવામાં આવે છે. આ જૈનધર્મ તો પછી આવે છે. પહેલાં ઉપાય છે. આ બધું શાશ્વત છે. સનાતન છે. ત્રિકાળાબાધિત આ દાર્શનિક સ્વરૂપ છે. શિષ્ય પહેલાં પદમાં કહ્યું કે આત્માનું અસ્તિત્વ જ સમજાતું નથી. ગુરુએ કહ્યું કે, “શંકા કરનાર તું પોતે જ આત્મા છે. આ તો જગતમાં માપી ન શકાય એવું આશ્ચર્ય છે. એટલે શિષ્ય કહ્યું, “પ્રભુ ! કાંઈ વાંધો નહિ.”
આત્માના અસ્તિત્વના, આપે કહ્યાં પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. (૫૯)
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 167 E