________________
દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્ય સ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય ! જડ ચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે.’
અદ્દભૂત વાત છે ! શિષ્યની વાત હતી કે ઈશ્વર સિદ્ધ નહીં થાય તો પછી જગતનો કોઈ નિયમ, એનું સંચાલન, એની વ્યવસ્થા, એનો વહીવટ કેમ ચાલે ? આ શુભાશુભ કર્મ ભોગવવાની વ્યવસ્થા તો જોઈએ ને ? એ સંચાલન કરનાર કોણ ? ભોગ્ય સ્થાન. સ્વર્ગ, નરકની રચના, કોઈને મહેલ કોઈને જેલ, આ બધું કેવી રીતે મળે ? ઈશ્વર નથી. જડ કર્મ તો ફળ આપે. પણ ફળ આપીને પછી ભોગ્યનું સ્થાન કેવી રીતે નિર્માણ થાય ? ૮૪ લાખ યોનિ, ૨૪ દંડક, ચાર ગતિ, આ જીવને પોતાના શુભાશુભ કર્મ ભોગવવા માટેની સ્થિતિ – જે આપણે રોજ ખામણામાં બોલીએ છીએ. આ જીવ એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, દેવલોકમાં, આ જીવ નારકીમાં, આ જીવ મિશ્ર ગતિમાં, તિર્યંચ અને મનુષ્ય એ મિશ્ર ગતિ છે. ઉત્કૃષ્ટ શુભ કર્મો કર્યા હોય જીવે તો એનું પરિણામ ભોગવવા માટે દેવગતિમાં જાય. જ્યાં કેવળ સુખ, સુખ અને સુખ. ઉત્કૃષ્ટ અશુભ કર્મો કર્યા હોય, પાપ કરતાં પાછું વાળીને જોયું ન હોય, નારકીનાં બંધ કર્યા હોય. તીવ્ર હિંસા આદિનાં ભાવ કર્યો હોય, એવાં અનાચારને વ્યાભિચાર કર્યા હોય તો એ નારકીમાં જાય. કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ. પણ ક્યાંક શુભ અને ક્યાંક અશુભ એવાં પણ ભાવ કર્યો હોય જીવ એવા પણ કર્મ બાંધીને આવ્યા છે, કે જેની અંદર અશુભ અને શુભ કર્મ મિશ્ર છે, અથવા સંચિત થયેલાં કર્મ છે તો તિર્યંચ ગતિ અથવા મનુષ્ય ગતિ - આ મધ્યમ છે. આ બધી વ્યવસ્થા ગતિની કોણ કરે ? કોઈને એવો શુભ કર્મનો ઉદય આવે કે એની પાસે પાંચ બંગલા હોય, તો આ બંગલા કોણ બનાવે ? અથવા તો એવા અપરાધ કર્યા છે કે જેથી કરીને નારકીની ઘોર યાતના ભોગવવી પડે. કે જ્યાં પૃથ્વી જેવો લોખંડનો ગોળો પણ પડે તો નરકની ઉષ્ણતાથી ત્યાં પહોંચતા પહેલાં એનો રસ થઈ જાય. આવા કર્મોની સજા ભોગવવા આવી નારકીની રચના કોણ કરે ? આવી ઉષ્ણતા પેદા કોણ કરે ?
સદ્દગુરુ કહે છે કે, હે શિષ્ય ! તારાં ભોક્તાપણાની અંદર, આ જગતની રચના, આખું જગત, એ જગતનાં તમામ જીવોનાં, શુભાશુભ કર્મનું દૃશ્ય સ્વરૂપ છે. મારા અને તમારાં શુભાશુભ કર્મનો વિપાક એટલે આ જગત ! દશ્યમાન જગત ! પુગલની આ રચના. પણ આ રચના થઈ કેવી રીતે ? એનો અહીં સદ્દગુરુ એક સંકેત કરે છે. “સ્થાનક દ્રવ્ય સ્વભાવ.” આ તો દ્રવ્ય સ્વભાવ છે. એટલે ભોગવવાનાં સ્થાનકો, ભોગવવાની સામગ્રી અને ભોગવવાનાં જે કાંઈ પદાર્થ છે એની રચના થઈ જાય છે. આ જીવ નામનું દ્રવ્ય અને પુગલ નામનું દ્રવ્ય, એ બે જ દ્રવ્યની રમત છે. ચાર દ્રવ્ય તો નિષ્ક્રિય છે, શાંત છે, એને ક્યાંય આપણે વિચારવાનો નથી. પણ જીવ અને પુગલ આ બંને દ્રવ્યનો સ્વભાવ શું ? સગુરુ કહે છે કે, બંને દ્રવ્યના સ્વભાવની વિશેષતા, એ છે કે, આ જીવ છે એમાં અચિંત્ય એવું વીર્ય છે. એની તાકાત ! કોઈ કલ્પના ન થઈ શકે એવું અચિંત્ય જીવ વીર્ય છે. અને પુદ્ગલ નામનાં દ્રવ્યમાં અચિંત્ય એવું સામર્થ્ય છે. તો જીવ વીર્ય અને પુદ્ગલનું સામર્થ્ય, આ બંને સામર્થ્ય જ્યારે ભેગાં થાય ત્યારે એવી રચના થાય કે પુગલ એ જ રૂપે પરિણમે. મારે નામ કર્મ અનુસાર, જેવા દેહની પ્રાપ્તિ થવી જોઈએ, એવો દેહ મને આહારવર્ગણાના
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 215T