________________
પુદ્ગલ પરમાણુથી પ્રાપ્ત થઈ જાય. એવી જ રીતે ગતની અંદર સંપત્તિ, પરિગ્રહ, માલ-સામાન, આ બધું જ જગતમાં નિર્માણ થયું. કેવી રીતે ? તો કે જેવું જીવનું વીર્ય, એના ભાવ. અને સામે પુગલનું અચિંત્ય સામર્થ્ય. એ બંનેના સંયોગથી ઉત્કૃષ્ટ જો હશે તો, દેવગતિની રચના, નિકૃષ્ટ હશે તો નારકીની રચના, મિશ્ર હશે તો, તિર્યંચ અને મનુષ્ય ગતિની મિશ્ર રચના, અને એના કારણે પરમાણુનો જે સ્વભાવ છે – ‘સંઘાત અને ભેદ,” આ પુદ્ગલ પરમાણુઓ એ રીતે જ જોડાઈ જાય અને આ રચના બને.
જ્યાં સુધી આપણા પ્રારબ્ધમાં, નસીબમાં, મકાનનું સ્વામીત્વ લખાયું હોય ત્યાં સુધી એ મકાન આપણું રહે. જેવું એ પુણ્ય ખતમ થાય, તો કાં મકાન વેંચાઈ જાય, કાં મકાન પડી જાય. અને કાં આપણે ચાલ્યા જઈએ. એ સંયોગથી આપણે દૂર ચાલ્યા જઈએ. કોઈ પણ પદાર્થ ક્યાં સુધી આપણા સંયોગમાં રહે ? જ્યાં સુધી આપણા જીવ વીર્યના ભાવ, અને એ અચિંત્ય સામર્થ્યવાળા પુદ્ગલ પરમાણું, એ બે વચ્ચેનું સામંજસ્ય, લેણદેણનું, ઋણાનુબંધનું છે, ત્યાં સુધી સંયોગ રહે. આને પ્રારબ્ધ કહેવાય. આ અનુસાર જગતમાં બધી જ વસ્તુ બની જાય. કોઈ મકાન સો વર્ષ જુનું હોય તો કાં તો વેંચાઈ જાય, કાં તો પડી જાય કારણ કે કોઈ જીવ તત્ત્વ એવું રહ્યું નહીં જેને એની સાથે ભોગવટાનું ઋણ બાકી હોય. માટે એ ગયું. હવે જેનું જેવું ઋણાનુબંધ હશે – એવી નવી ઈમારત ઊભી થશે. પહેલાં આખો બંગલો એક જ જીવની માલિકીનો હતો. એવું એનું પ્રચંડ પુણ્યનું સામર્થ્ય હતું. હવે ૧૦૦ જણાં ત્યાં આવશે. બધું બદલાઈ ગયું. રાજ મહેલ જેવું મકાન વેચાઈ જાય. ત્યાં બહુમાળી ઈમારત થાય. કારણ બીજા જીવોનાં કર્મો એ ધરતી. સાથેનું લેણું પોતાનું માંગી રહ્યા છે. જો એવું ન હોય તો આ Alexander આપણા ભાગે એક પ્લોટ ન આવવા દે, બધું પોતાના વારસને નામે કરી જાય. જગતની અંદર પુગલ-પદાર્થનું અચિંત્ય સામર્થ્ય છે. અને આ જ પદાર્થ એકને અઢળક મળે છે. એકને નથી મળતું. એક ખૂબ પરિશ્રમ કરે છે છતાં ભૂખ્યો સુવે છે. અને બીજાને વગર પરિશ્રમે મળે છે. છતાં ખાઈ નથી શકતો. કેમ કે પદાર્થની અપેક્ષાએ ઢગલાં ઘણાં છે. પણ આ તો પાછી મિશ્રગતિ છે. એટલે એની સાથે બીજું અશુભ કર્મ એવું છે, કે ભોગવી શકાતું નથી. શુભનો ઉદય એવો છે કે ઘરે જેટલી મીઠાઈ મંગાવવી હોય એટલી મંગાવી શકાય, જેટલી સ્વાદિષ્ટ વાનગી રચવી હોય એટલી રચી શકાય, એવી આર્થિક સ્થિતિ સારી છે, અખૂટ વૈભવ છે. પણ ડૉક્ટરની સૂચના છે કે આને જાણ્યે-અજાણ્યે પણ સાકર કે મીઠાશવાળો પદાર્થ આપવો નહીં. આના નસીબમાં એ પદાર્થ ભોગવવાનો યોગ નથી. આવા અંતરાય કર્મ ઊભા કર્યા હોય ત્યારે, ભોગવટો મળ્યો હોય, પરિગ્રહનો સ્વામી હોય પણ અંતરાય કર્મનું સ્વરૂપ છે કે બેયને ભેગા થવા દે નહીં. આ ભોગ અને ઉપભોગ ! અનંત પ્રકારનાં કર્મ, પદાર્થનું અચિંત્ય સામર્થ્ય, જીવનું અચિંત્ય વીર્ય, આ બંનેના યોગથી આ પુગલ પરમાણુઓ એવી રચનાને પામે કે એ ઇંટના રૂપમાં આવે, સોનાનાં રૂપમાં આવે, મહેલનાં રૂપમાં આવે, જેલનાં રૂપમાં આવે. એ મારુતિ કારના રૂપમાં આવે, બુલેટના રૂપમાં આવે, સૌને પોતપોતાની રીતે પોતાના ભાગ્ય અનુસાર બધું જ મળતું રહે. કેસેટ પૂરી થઈ ગઈ.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 216 GF