________________
પ્રવચન ૮
પ્રથમ પદ - સમાધાન.
u (ગાથા ૪૯થી ૫૮)].
સદ્દગુરુએ તો જિજ્ઞાસુ ને કીધું કે છ પદથી યુક્ત આત્મા છે. એમાં પહેલું પદ ‘આત્મા છે.” અને છેલ્લું પદ “મોક્ષનો ઉપાય છે.” અને શિષ્ય તો શંકા કરી કે આત્મા જ નથી. તો પછી મોક્ષના ઉપાયનો તો પ્રશ્ન જ રહેતો નથી. question does not arise - કારણ કે આત્મા દેખવામાં આવતો નથી. એનું વર્ણ કે રૂપ કઈ જણાતું નથી. બીજી ઇન્દ્રિયો દ્વારા પણ એ આત્માનો કોઈ અનુભવ થતો નથી, અને કાં તો દેહ, ઇન્દ્રિયો કે આ શ્વાસ એ જ આત્મા છે. શરીરથી આત્મા અલગ હોવાનું કોઈ એંધાણ છે નહીં જો આત્મા શરીરથી જુદો પદાર્થ હોય તો, જેમ જગતના અન્ય પદાર્થો, ઘટ, પટ આદિ જણાય છે તેમ આત્મા કેમ ન જણાય ? માટે પ્રભુ ! આ આત્મા છે નહીં અને તમારા મોક્ષના ઉપાયની વાત મિથ્યા છે. આ શિષ્યએ આત્માના અસ્તિત્વના નકારથી આત્માના છઠ્ઠા પદનો નકાર કરી દીધો. હવે સદ્ગુરુ કહે છે, ભાઈ ! સાંભળ. ગુર શા માટે સમાધાન આપે છે ? કારણ કે શિષ્યની જે શંકા છે ને તે અંતરની છે. જરા બોલવામાં અવિવેક થઈ ગયો હોય તો માફ કરજો. મારે તો આ અંતરની શંકા છે. અને મારે તો પ્રભુ ! સદુપાય જોઈએ છે. મારી શંકાનું સમાધાન કરે એવો સદુપાય મને આપો. અને ગુરુએ પહેલું પદ ‘આત્મા છે.” એની સ્થાપના કરી. અને જો આ પહેલું પદ, ‘આતમાં છે એ બરાબર બેસી જાય તો જ અધ્યાત્મમાં આપનો પ્રવેશ છે. જો આત્મા જ નથી એવી શંકામાં અને સંશયમાં આપણે હોઈએ તો આપણો આખો ધર્મ પ્રયત્ન શંકા સાથે થાય છે. સંદેહ સાથે થાય છે. સંશય સાથે થાય છે. અને શંકા સાથે કરવામાં આવતો કોઈ પ્રયત્ન ફળદાયી થાય નહીં. ગીતામાં કહ્યું છે – “સંશયાત્મા વિનશ્યતિ.” શંકા કરનાર એ તો પોતાનો સર્વનાશ નોતરે છે. માટે શંકા કાઢી નાખવી. અને અધ્યાત્મનું કેન્દ્ર, અધ્યાત્મનો આધાર એ તો આત્મા છું' એ પહેલા પદની શ્રદ્ધા છે. તો શંકામાંથી શ્રદ્ધામાં આવવું. અને શ્રદ્ધામાં આવવા માટે આપણી જે કલ્પના છે એનો ત્યાગ કરવો. સગુરુના બોધ વસ્તુનું સ્વરૂપ વિચારવું અને નિર્ણય લેવો. સદ્ગુરુ હવે
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. (૪૯)
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 149
=