________________
કૃપાળુદેવે એના દશ લક્ષણ કહ્યાં છે. “સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી.” એમ શિષ્યને બોધની અભિલાષા જાગી છે. શિષ્યને જે જિજ્ઞાસા છે એનું સ્વરૂપ એ છે કે, દલિલ કરવા ખાતર દલિલ નહીં. તર્ક ખાતર દલિલ નહીં, પોતાના અભિમાન કે મદ ખાતર દલિલ નહીં. અંતરની જિજ્ઞાસા. કોઈ વ્યવહારિક ચાતુર્ય કે લૌકિક પ્રતિષ્ઠા, પદ કે જ્ઞાન એ બધું બાજુએ મૂકીને માત્ર સની જિજ્ઞાસુ - આત્માર્થી છું. આ અંતરની શંકા છે. એને ભગવાને આશંકા કીધી છે. સત્યને પામવાની તાલાવેલી છે. તમન્ના છે, ઝરણા છે, વેદના છે. અનાદિના પરિભ્રમણ છતાં સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. માર્ગ મળતો નથી. અનેકવાર જુદી જુદી રીતે માર્ગની ઉપાસના કરી છે. પણ સની પ્રાપ્તિ થઈ નથી. આ અનંતનું પરિભ્રમણ મારું નિરર્થક કેમ થાય છે ? કેમ માર્ગ મળતો નથી ? આ રીતે જે મુંઝાયો છે. આવી જેની મુંઝવણ છે તે ખરો શિષ્ય. કપાળદેવ લખે છે, ‘અનંતકાળનું મુંઝન ટાળવાનું છે.” આ મુંઝવણ મારી સાચી છે. એટલે શિષ્ય કહે છે, “હે ભગવાન ! હું જે કાંઈ કહ્યું છે તે અંદરના ભાવથી કહું છું. આ મારી અંતરની શંકા છે. આ આત્મા ક્યાં છે ? હોય તો કેમ જણાતો નથી ? જો ન હોય તો મોક્ષના ઉપાય કરવાનાં બંધ કરી દઈએ. નહીંતર બાવાના બેય બગડશે. સાચા ગુરુ મળ્યા એટલે શિષ્ય તડ-જોડના માર્ગે પૂછે છે. જો આત્મા હોય તો મોક્ષના ઉપાય શરૂ કરી દઈએ. અને આત્મા જો નથી તો અમે સંસારના માર્ગે પાછા જાઈએ. આ રીત શિષ્ય પોતાની શંકાઓ મુકી છે. અંતરશંકા મુકી છે. આ તાલાવેલી ! આ ઝરણા ! આ ઝંખના ! આ તમન્ના ! આ વેદના ! કપાળુદેવે આ વેદનાને રોજની પ્રાર્થનામાં મુકી દીધી.
પ્રભુ ! પ્રભુ ! લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય ?'
આવી વેદના, ઝંખના લાગ્યા પછી શિષ્ય કયો ઉપાય માંગે છે ? “સમજાવો સદુપાય.” ભગવાન ! અમારી આશંકાને ટાળે એવો ઉપાય બતાવો સત્ + ઉપાય માંગે છે. જે ઉપાયનું પણ હોવાપણું છે. ઉપાય છે તે વ્યવહાર છે. આખું જૈન દર્શન યાદવાદથી સમજવું પડશે. વ્યવહાર છે. શિષ્ય કહે છે, આપ જે કહેશો તે ઉપાય તો સદ્-ઉપાય જ છે.
આગળની લીટીમાં આજ શિષ્ય કહે છે કે, “મિથ્યા મોક્ષ ઉપાય.’ અને આવું તો આજે ઘણા અજ્ઞાનથી પણ કહે છે કે મોક્ષનો બધા ઉપાય મિથ્યા છે. પણ આ શિષ્ય કહે છે, “ના પ્રભુ ! આ તો મારી અંતરની શંકા છે. માટે તમે સદુપાય બતાવો.” આવી સ્વસ્થ ઝંખના જ્યારે જાગે છે, આવી સ્વસ્થ ભૂમિકા જ્યારે છે, ત્યારે એ ભૂમિકામાં સત્યનું દર્શન થાય છે. અને ગુરુ “આત્મા છે.” એ આત્મપદની સ્થાપના કરે છે અને શિષ્યની આશંકાનું સમાધાન કરે છે.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 148 GિE