________________
છે પણ આ બધો ખેલ છે. અને આ સમયે-સમયે બદલાતો ખેલ છે. આપણા જ્ઞાનમાં પકડાતો નથી. પણ બદલાતો છે. કોઈને ખબર ન પડે કે આ વસ્તુ બગડી ગઈ.” તો એ જ્ઞાનનો વિષય છે. વસ્તુનું પરિણમન તો જે છે એ છે. બાળ જીવ હોય એને ખબર ન પડે કે દૂધ આમ રાખ્યું હોય તો બગડી જાય. એનો સ્વભાવ પલટાતો છે. એ આપણને ખબર ન હોય તો આપણા જ્ઞાનનો વિષય છે. વસ્તુ તો સ્વભાવે જ પરિણમનશીલ છે.
આવા બધા સંયોગો જગતની અંદર છે તે અનુભવનો, દશ્યનો વિષય છે. આ તો જોઈ શકાય છે. આ લાદી છે એ સમયે-સમયે ક્ષીણતાને પામે છે પણ એ આપણા જ્ઞાનનો વિષય નથી. કેમ કે એટલી સુક્ષ્મતા આપણી પાસે નથી. પણ આપણે જાણીએ છીએ કે શ્રેણિક મહારાજાના મહેલનો આરસપહાણ કે ભરત ચક્રવતીના રાજમહેલનો આરસપહાણ અત્યારે આપણે જોઈ શકતા નથી. તો એ ક્યાં ગયા ? ભાઈ ! જગતનો કોઈ પદાર્થ નિત્ય નથી. એનું સમયે-સમયે અવસાન થાય છે. સમયે-સમયે ક્ષીણતાને પામે છે. આપણું શરીર પણ જેમ અમુક ઉંમર સુધી વૃદ્ધિ પામે – પણ અમુક ઉંમર પછી ક્ષીણતાને પામે છે કે નહીં ? એ ક્ષીણતા સમયે-સમયે થાય છે કે નહીં ? આપણને પકડાતી નથી. પણ જો જાગૃત હોઈએ તો અનુભવમાં આવે કે નહીં ? આંખની ઝાંખપ આવે, દાંત ઢીલા પડે, કાનમાં સાંભળવામાં બહેરાશ લાગે – આ બધું ક્યાંથી થયું ? તેં તો કાન, આંખ, દાંત બધાની સારસંભાળ બરાબર લીધી હતી. તો પછી આમ કેમ થયું. કારણ કે બધું ક્ષીણતા પામતું જાય. પછી આપણે કહીએ કે અવસ્થા – અવસ્થાનું કામ કરે છે. હવે વિટામીન કાંઈ કામ કરશે નહીં. કારણ કે વસ્તુનો સ્વભાવ પલટાઈ ગયો. હવે એ દેહનાં પુદ્ગલ પરમાણુઓ ક્ષીણપણાને ભજે છે. વૃદ્ધિપણાને ભજતાં નથી.
વૃદ્ધિ પણાને ભજતા હતા ત્યારે એ પરમાણુ દૂધ અને ઘીની હષ્ટપુષ્ટ થતાં હતા. હવે ક્ષીણપણાને ભજે છે એટલે દૂધ અને ઘી એને માફક આવતાં નથી. દૂધ પચતું નથી. કારણ કે પરમાણુનો સ્વભાવ પરિવર્તનપણાને પામ્યો છે. એમ આ જગતનાં બધા સંયોગો દૃશ્ય – એટલે દેખાય પણ છે અને અનુભવાય પણ છે. પણ એવો કોઈ સંયોગ જગતમાં આજ સુધીમાં કોઈએ અનુભવ્યો નથી કે જેમાંથી આત્મા ઉત્પન્ન થયો. આ ગાથામાં જ્ઞાની કહે છે કે જગતનાં કોઈ પણ પદાર્થોના સંયોગો જોઈ શકાય અને અનુભવી શકાય – જેવું-જેવું જેનું જ્ઞાન. પણ અનુભવી શકાય. જગતની કોઈ પણ રચના જીવનો શાનથી બાહ્ય નથી અને વૈજ્ઞાનિકો પાસે આ જ્ઞાન હોવાના કારણે હવે શું રચના થશે તે પણ અગાઉથી કહી શકે છે કે આટલા વખત પછી ધરતીકંપ થશે. આટલા વખત પછી ગ્રહણ થશે. આટલા વખત પછી અહીંથી તારાઓ તૂટી જાશે. ઉલ્કાપાત થશે. કારણ કે એ જોઈ શકાય છે. ફક્ત એના માટે પરમાણુનું પદાર્થ વિજ્ઞાનનું વિશેષ જ્ઞાન જોઈએ અને આ પદાર્થ વિજ્ઞાનનું જેને વિશેષ જ્ઞાન છે તેને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ. પછી ભલે એ ખગોળ શાસ્ત્રી હોય કે ભૂસ્તર શાસ્ત્રી હોય. પણ જગતની કોઈ પણ રચના જોઈ શકાય પણ હજુ સુધી જગતમાં એવો કોઈ માઈનો લાલ પેદા થયો નથી કે જેણે ચેતનની ઉત્પત્તિ જોઈ. ચેતન કાંઈ લેબોરેટરીમાં પદાર્થો ભેળસેળ કરવાથી ઉત્પન્ન થતો નથી. જીવ-જેનામાં ચૈતન્ય હોય, જે બધું જાણે, જેનામાં સંવેદના હોય, વેદકતા હોય એવો જીવ ક્યાંય ઉત્પન્ન થાય એવું જગતમાં ક્યાંય દેખાતું
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 175 GિE