________________
અનાદિ છે. વસ્તુ અપેક્ષાએ અનાદિ નથી. આપણે બરાબર સમજી લઈએ. એટલે કે સિનેમાના પડદા ઉપર આપણને દૃશ્ય આવતા હોય – એટલે આપણને એક સાથે એ દશ્ય પ્રવાહ રૂપે કેવું લાગે ? અખંડિત. પણ એનું તો એકએક ચિત્ર જુદું છે. – ફિલ્મની પટ્ટી જોઈએ ત્યારે ખબર પડે પણ એ ચિત્ર એક સાથે ચાલ્યું આવે છે – અને હજી એકની અસર છે ત્યાં બીજું આવ્યું, બીજાની અસર છે ત્યાં ત્રીજું આવ્યું – એટલે આપણને એ અખંડ ધારારૂપે લાગે છે. એમ આ જગત આખું અખંડ લાગે છે. પણ સમયે-સમયે જો જગતની છબી લેવામાં આવે તો – આ જગત સમયે-સમયે જુદું છે. પ્રવાહથી આ જગત અનાદિ છે અને આ આત્મા સ્વભાવથી અનાદિ છે. જીવ સ્વભાવથી અનાદિ છે. એટલે જીવને જગતની ઉત્પત્તિ, જગતના પદાર્થોની ઉત્પત્તિ અને એનો વિનાશ – એ જીવના અનુભવનો વિષય છે, પણ આત્માની ઉત્પત્તિ એ. કોઈનાં અનુભવનો વિષય નથી. સર્વજ્ઞના પણ નહીં.
કપાળદેવે બીજી વાત પણ અહીં સંદર્ભમાં લીધી. “આ જીવ જ્યારથી ઉત્પન્ન થયો (આમ તો અનાદિથી) ત્યારથી અજ્ઞાન અવસ્થામાં છે. ત્યારથી મલિન છે. ત્યારથી કર્મના સંયોગમાં છે.
જડ-ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત;
કોઈ ન કર્તા તેહનો, ભાખે શ્રી ભગવત.” આ ભગવંત એવા કેવળજ્ઞાની, ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું કે “આ જડ-ચેતનનો સંયોગ અનાદિ છે.” મોક્ષસખએ આદિ અનંત છે. એનો પ્રારંભ થાય અને પછી એ કોઈ દિવસ નાશ પામતું નથી. જૈનદર્શનની અંદર જે આખો જ્ઞાનનો યોગ-પ્રસ્થાપિત કર્યો છે – અને એના માટેના જે પ્રમાણો આપ્યા છે, જો મધ્યસ્થતા, સરળતા રાખીને, સ્યાદવાદની દૃષ્ટિ રાખીને એકાંત અને મહાગ્રહ, મિથ્યા અભિમાન અને અભિનિવેશથી આપણી જાતને જો આપણે મુક્ત રાખી શકીએ – અને આ બુદ્ધિ જેવી છે, એવું જ એના ક્ષયોપશમ અને પ્રજ્ઞાને વફાદારીપૂર્વક જો વિવેકથી આપણે વિચાર કરીએ તો આ દર્શનના પરમ રહસ્યો આ જીવને સહજપણે સુલભ થાય છે. ‘સહજપણે.” હવે ભગવાન કહે છે,
જે સંયોગો દેખિયે, તે-તે અનુભવ દશ્ય;
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.” (૬) જે-જે સંયોગો દેખીએ છીએ તે-તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગોનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ આ સંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ નિત્ય’ સમજાય છે.”
‘અનુભવ દૃશ્ય. સંયોગો જેટલા છે આ જગતની અંદર, કોઈ પણ રચના માટેના સંયોગો છે, આ પુદ્ગલ પરમાણુઓનો જ ખેલ છે. જગતગુરુ શંકરાચાર્યજીએ આખા જગતને “માયા” કહ્યું છે. વેદાંતની અંદર આ જગતને “માયા’ કહ્યું છે. જૈનદર્શનમાં એને “ભ્રાંતિ’ કહ્યું. આપણને લાગે કે આ બધું વાસ્તવિક
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 174
=