________________
લગાવીને વસ્તુને વસ્તુના સ્વરૂપમાં યથાતથ્ય ઓળખવાનો પ્રયત્ન કર અને એ વિવેક તને તારી કલ્પનાથી કે મતિજ્ઞાનથી નહીં આવે. સદ્ગુરૂના બોધથી અને સદ્ગુરૂનાં વચનથી વિવેક આવશે. માટે જો શાંતભાવ અને વિવેક આવશે તો બધા જ સિદ્ધાંત-જ્ઞાનનાં તત્ત્વો છે તે તું અનુભવીશ. ભાઈ ! આ આત્મા, દેહથી ભિન્ન છે એવો તને પ્રત્યક્ષ અનુભવ થશે. તારે કોઈને પૂછવા નહીં જાવું પડે. બહુ સરસ રીતે વાત કરી કે, 'કોનાં અનુભવ વશ્ય
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન;
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. (૬૩)
જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે – તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી. અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં.’ જો ભાઈ ! આ નિયમ છે કે જેને કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન હોય, તો એ જ્ઞાન કરનાર એ પદાર્થથી જુદો હોય તો જ એને એનું જ્ઞાન થાય. નહીં તો થાય નહીં. આપણને કોઈ પણ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે નાશ પામે છે એનું જ્ઞાન ત્યારે જ હોય કે જ્યારે આપણે એ વસ્તુથી જુદાં હોઈએ તો. આપણે જ ઈ વસ્તુ હોઈએ તો ખબર ન પડે. કેમ કે ઉત્પત્તિ થઈ એમ ખબર કોને પડી ? અને નાશ થયો એ કહેનાર કોણ બાકી રહ્યો ? કે નાશ થઈ ગયો. એ કોણે કીધું ? મૃત્યુ થયું – દેહ કહેવા આવ્યો ? કે ચેતન કહેવા આવ્યો ? શું થયું ? એટલે કહે છે કે
“તે તેથી જુદા વિના’ – આ સિદ્ધાંત છે કે જેનું ઉત્પત્તિ-લયનું જ્ઞાન જેના અનુભવમાં હોય એ પદાર્થ, એથી જો જુદો ન હોય તો એને એવું જ્ઞાન સંભવી શકે નહીં. એવો અનુભવ એને થઈ શકે નહીં. જગતના બધા પદાર્થનો આપણને અનુભવ છે એ એટલા માટે કે એ બધા પદાર્થ આપણાથી જુદાં છે. એટલે આખા જગતની ઉત્પત્તિ અને વિનાશ એનું જ્ઞાન – અને કંઈક અપેક્ષાએ એનો અનુભવ જગતના સર્વ જીવોને છે – બધા જ વોને છે. તારતમ્યના પ્રમાણે અને ક્ષોપશમ પ્રમાર્ગે અને તમામ આ જગતની રચના છે, એની ઉત્પત્તિ પણ થાય છે અને નાશ પણ થાય છે અને એ ઉત્પત્તિ અને નાશને જાણનાર એ તમામ જગતથી જુદો છે. માટે જીવ અને જગત એક નથી. જગતમાં જેટલી-જેટલી દૃશ્યમાન વસ્તુઓ છે, એ દૃશ્યમાન વસ્તુઓનો દૃષ્ટા એવો જીવ, એ ચૈતન્યસ્વરૂપ હોવાને કારણે, પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિને જાણે છે, એના વિનાશને પત્ર જાણે છે. કારા કે એ બધાથી તે જુદો છે અને જુદો છે માટે જ જાણે છે. જો જુદો ન હોય તો તે જાણી શકે નહીં.
સર્વજ્ઞ પરમાત્મા – કેવળ જ્ઞાની એનું જ્ઞાન કેવું ? જગતના તમામ પદાર્થોના, ત્રણ લોકના, ત્રણ કાળના, તમામ પર્યાયોનું જ્ઞાન એક સાથે જેને વર્તે છે તે સર્વજ્ઞ. કૃપાળુદેવે લખ્યું, “એ સર્વજ્ઞ પરમાત્માને પણ – જગતમાં પહેલો સિદ્ધ કોણ ? પુદ્ગલનો પહેલો પર્યાય ક્યો ? એમ પૂછવામાં આવે તો – જ્વાબ એક જ શબ્દમાં છે. અનાદિ' આ જીવ ક્યારે ઉત્પન્ન થયો ? એના જવાબમાં કહ્યું કે સર્વજ્ઞના ત્રિકાળી જ્ઞાનમાં પણ – જ્ઞાની પુરુષોએ એને અનાદિ કહ્યો. આત્મા અનાદિ છે. અને જગત નો પ્રવાહ અપેક્ષાએ
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 173