________________
જ લક્ષ હોય. અને આત્મા, અનુભવજન્ય એનું તત્ત્વ હોવાના કારણે એની વાતમાં ક્યાંય ફેર પડે નહીં. એટલે જ પરમકૃપાળુદેવ આત્માને કેવી રીતે પામવો – તે સમજાવતાં કહે છે,
“તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું.” ભાઈ ! તારે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ આત્મસ્વરૂપ તને કેવી રીતે મળી શકે ? કોની પાસેથી મળી શકે ? અને આ માટે કેની વાત માનવી ? કોનું સાંભળવું ? સત્યાસત્યનો નિર્ણય કોના વચનને આધારે કરવો ? અજ્ઞાનીની વાત તો સંદર્ભે - સંદર્ભે બદલાય, સમયે સમયે વાત બદલાય, વ્યક્તિએ વ્યક્તિએ વાત બદલાય. સ્થાન-સ્થાન પર વાત બદલાય. આવી અજ્ઞાનીની વાણીમાં વિચિત્રતા હોય, વિરોધાભાસ હોય અને વિસંગતતા હોય છે. જ્ઞાનીની વાણી તો ‘એક’ હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. એ ‘એક જે છે તે અનંતા જ્ઞાનીઓ કોઈપણ કાળે એક જ વાત કહે. અરે ! જે વર્ધમાને કહ્યું એ જ આદિનાથ કહી ગયા છે. અને આદિનાથથી વર્ધમાન સુધી થયેલા ચોવીસે ભગવાને જે વાત કહી છે તે જ વાત પૂર્વે થઈ ગયેલા અનંતા તીર્થકરોએ કહી છે. વાતમાં ક્યાંય ભેદ નથી. શબ્દભેદથી ભાવભેદ ઉત્પન્ન થતો નથી. એવું તો જ્ઞાનીની વાણીનું પૂર્વાપર અવિરોધપણું છે. “જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.
વાણી ધર્મે વર્તતું શ્રુત પણ કોઈ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે એ એમનો ગુણ છે.” જ્ઞાનીની વાણીમાં વિરોધ નથી. કારણ કે અનુભવ છે. આવું જ્ઞાનીની વાણીનું અદ્ભુતપણું છે. અને અજ્ઞાનીની વાણીમાં વિરોધ ઠામ-ઠામ અને ઠેર-ઠેર દેખાય છે. એટલે જ અજ્ઞાનીની વાણીમાંથી જીવને સિદ્ધાંતબોધ કદાપી, ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં. જેને સિદ્ધાંતબોધ સમજવો છે, તત્ત્વને જાણવું છે, સમ્યક્દર્શનની પ્રાપ્તિ કરવી છે, અને જ્ઞાનીપુરુષની દેશના લબ્ધિની ઉપલબ્ધિ એ અનિવાર્ય હોય છે. અને એટલા માટે જ પરમકૃપાળુદેવ કહે છે, “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને આ જીવ બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તેને જ સમ્યક્દર્શન થાય છે. કારણ કે જ્ઞાનીનો અભિપ્રાય ત્રણ કાળમાં એક જ હોય છે. આવા જ્ઞાનીના વાણીના અભૂતપણાથી જ્ઞાની અને અજ્ઞાનીનું ઓળખાણ થાય છે. જીવ એનો ભેદ પાડી શકે છે. સાચો મમક્ષ આ ભેદ પરખી લે છે. જેમ મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખે છે. એ મુમુક્ષુ મહાત્માના દેહ ઉપર દૃષ્ટિ કરે અને મહાત્માની દશાનું ભાન એને થાય. એના નેણમાં રહેલી અવિકારી દૃષ્ટિ – આ વૈરાગ્યસભર મુમુક્ષુ પારખી લે છે કારણ કે, “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય’ અને જે મુમુક્ષુ સ્વયં જગતની મોહાસક્તિથી મુંઝાયેલો હોય તે આ પ્રકારની જ્ઞાનીની નિરાગીદશા, એની નિર્વિકાર દષ્ટિ એ તરત જ પારખી લે છે. એમ એ મુમુક્ષનું અંતરૂચહ્યું અને એના હૃદયના ભાવો જ્ઞાનીની વાણીમાંથી ઊઠતા ભાવોને પકડી લે છે. એ ભાવોનો પ્રતિભાવ મુમુક્ષના અંતરમાં એવો થતો હોય છે કે એ વાણી સાંભળતા જ લાગે છે કે જરૂર - આ કોઈ પ્રાપ્ત પુરુષ છે અને આ કોઈ આપ્ત પુરુષ છે. કારણ કે જ્ઞાનીની કોઈપણ વાણીમાં વિરોધ થવો સંભવિત નથી. જ્યારે અજ્ઞાનીની વાણીમાં એકવાર કંઈ બોલે -
-G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 63 GિE