________________
સંસારની પ્રવૃત્તિઓ ચાલે છે એવું નથી. પરંતુ ખરેખર તો પોતાના મનની વર્તમાન ઇચ્છાઓ પરના સંયોગોમાં થતી-અંદરથી ઉઠતી વૃત્તિઓ અને વૃત્તિને લીધે થતી ઇચ્છાઓ અને તે ઇચ્છાઓની પૂર્તિ માટે કરવામાં આવતા વ્યવહાર, અને તે વ્યવહારને કારણે થતાં કષાય પરિણામ. કારણ કે જગતના વ્યવહાર કષાય પરિણામ વિના થવા સંભવિત નથી. એ કષાય પરિણામના કારણે અને એમાં પણ એ વ્યવહાર જ્યારે આયોજનના રૂપમાં કરવામાં આવે કે પૂર્વપ્રયોગ નહીં, વર્તમાન પ્રયોગ નહીં પણ અહીં તો ભવિષ્યનો પ્રયોગ - કે જે સ્થિતિ આવવાની નથી તે પણ ઊભી કરીએ છીએ. એટલે એવો જે આયોજન પ્રયોગ છે એમાં રહેનારા જીવોને કર્મનો બંધ સતત થયા કરે છે. આવો વિભાવભાવ સમજવો જોઈએ.
જ્ઞાનીઓએ આવા સંસારમાં રહેવાનું હોય છે. પરંતુ એટલે જ કહ્યું છે કે મહાત્માનો દેહ બે કારણે વિદ્યમાન છે. એક તો પૂર્વે નિબંધન કરેલાં જે કર્મો છે તેનું વેદન કરી તેથી નિવૃત્ત થયું છે. અને બીજું કારણ - જગતનાં જીવોનું કલ્યાણ કરવું. ઇચ્છા નામની કોઈ ચીજ જ્ઞાનીના સ્વરૂપની અંદર સંભવતી નથી. આત્મભાવે કરીને કે રંજીતભાવે કરીને કોઈ પણ ક્રિયાયોગ જ્ઞાનીને સંભવિત નથી. આવું જ્ઞાનીનું અદૂભૂત સ્વરૂપ કપાળુદેવે કહ્યું છે. જેમાં વિચરે ઉદયપ્રયોગની અવસ્થામાં સહજ અવસ્થા અને અપ્રયોગની અવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે અને પછી કહે છે – ‘અપૂર્વવાણી પરમશ્રુત સદ્દગુરુ લક્ષણ યોગ્ય.” – આ લક્ષણ “અપૂર્વવાણી”. જ્ઞાનીની વાણી અપૂર્વ હોય છે. જ્ઞાનીનાં વચનો પૂર્વાપર અવિરોધ હોય છે. એ ક્યારે પણ – સવારે કાંઈ બીજું કહે, બપોરે બીજું કહે – રોજ ફેરફાર થાય એવી એમની વાણી હોતી નથી. એમની વાણી તો એવી અપુર્વ છે. અર્થાતુ નિજ અનુભવસ્થિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે.
કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીને ઓળખવા હોય તો એના વેણ અને નેણ જોવાં. વેણ અને નેણથી જ્ઞાની પુરુષ, મહાત્મા પુરુષ ઓળખાય છે. એની વાણીમાં અનુભવનો આધાર હોવાના કારણે જ્ઞાનીની વાત ત્રણ કાળમાં ફરે નહીં. એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાય હોય છે જ્યારે અનંતા જ્ઞાનીનો એક જ અભિપ્રાય હોય છે. કારણ એટલું જ કે જ્ઞાનીની વાણીમાં અનુભવનું સામર્થ્ય છે. અનુભૂતિનો રણકાર છે. અને સત્યની ઉપલબ્ધિ તર્કથી નહીં, વાદ-વિવાદથી નહીં અનુભૂતિથી થઈ શકે છે. સાકરનો સ્વાદ જ્યાં અનુભવમાં આવે ત્યાં પછી કોઈપણ પ્રકારના વિવાદને અવકાશ રહેતો નથી. ત્યાં બધાની સર્વસંમતિ હોય છે. ત્યાં અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય નિજસ્વરૂપની બાબતમાં એક જ સરખો હોય છે. સમાન હોય છે. કારણ કે એ અનુભવના આધાર ઉપર એની વાણી હોય છે. શબ્દભેદ પડી શકે. શબ્દ એ ભાષાવર્ગણાના પરમાણુઓ છે. અને કાળે કાળે, ક્ષેત્રે ક્ષેત્રે ભાષાનું સ્વરૂપ બદલાય છે. એનો અર્થ - Dictionary meaning – બદલાય, એની વ્યાકરણની સમાસ સંધિઓ બદલાય. પરંતુ ભાષા ભિન્ન ભિન્ન હોવા છતાં એનો ભાવ એક છે. કાળ અનુસાર યુગે યુગે ભાષા બદલાય. પણ ત્રણે કાળમાં જ્ઞાનીના વચનનો, એની વાણીનો, ભાવ, અંતરઆશય, રહસ્ય, ભેદ કદી ન બદલાય. ત્રણે કાળમાં જ્ઞાનીની વાતમાં એકપણું જ હોય. એ જ જ્ઞાનીના વચનનું લક્ષણ છે. અને એટલા જ માટે જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ પારખવો હોય તો એની વાણીથી પારખી શકાય. હર કોઈ અવસ્થામાં, કોઈપણ વિષય સંબંધી જ્ઞાનીએ વાત કરી હોય તો એની વાતમાં આત્માર્થનો
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 62 SિE