________________
વિચાર કર્યો. સ્વાધ્યાય પછી વિચાર. શ્રવણ પછી મનન, મનન પછી ચિંતન. આ ચિંતન નહીં થાય તો જે કાંઈ વાત આપણે સાંભળી છે તે Superflues થશે. શબ્દના રૂપમાં છે. શબ્દના રૂપમાં એ જાજો સમય નહીં રહે. આપણી સ્મૃતિ જેટલી હોય એટલો વખત રહે પણ શબ્દને જો ભાવમાં પરિવર્તિત કરી લઈએ તો શબ્દ ભલે ચાલ્યો જાય, ભાવ આત્માનો સંસ્કાર બને. એ સંસ્કાર ફક્ત આ ભવમાં જ નહીં – જન્માંતરમાં પણ રહે. માટે સાંભળેલું, વાંચેલું - જે શબ્દો ગ્રહણ કર્યા છે તે તો પદગલ છે. પણ પુગલમાંથી જો ભાવ પકડી લઈએ તો એ ચેતન છે. અને ચેતનનો ભાવ જો આ ચેતન સાથે જોડાઈ જાય તો સંસ્કાર બની જાય.
“મને કાંઈ યાદ રહેતું નથી, તો મારાથી ધર્મ કેવી રીતે થાય ?” ધર્મ યાદ રહેવાથી જ થાય એવું નથી. યાદશક્તિ એ ધર્મનું સ્વરૂપ નથી. થોડું યાદ રહે એની ચિંતા નહીં કર. પણ જ્ઞાની-પુરુષનો બોધ જો તેં એક અક્ષર પણ સાંભળ્યો છે તો એના ભાવ પકડી લે. તારી એકરૂપતા, તદ્રુપતા એ ભાવ સાથે થશે. શબ્દ ભલે ભૂલાઈ જાય. ભાવ આત્માનો સંસ્કાર છે. પારિણામીક ભાવ એ આત્માનું સ્વરૂપ છે. આત્માનું
સ્વરૂપ એના પાંચ ભાવમાં છે. આ ભાવ જો થઈ ગયો તો, એક વાર પણ સદ્દગુરુનો બોધ લઈને જો વિચારણામાં ઉતારી દીધો, તો સંસ્કારના રૂપમાં આત્મા સાથે એવો સંલગ્ન થઈ ગયો કે જન્મજન્માંતરમાં આ ભાવ મને સહાયકારી થશે. આ શિષ્ય અંતર વિચાર કરીને કહ્યું, પ્રભુ ! મને તો આત્માના અસ્તિત્વનો સંભવ થાય છે. પણ હવે બીજી શંકા થાય છે.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ;
દેહ યોગથી ઊપજે, દેહ વિયોગે નાશ. (૬૦) પણ બીજી એમ શંકા થાય છે કે, આત્મા છે તો પણ તે અવિનાશ એટલે નિત્ય નથી. ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને (દેહના) વિયોગે વિનાશ પામે.”
હવે શિષ્ય બીજી શંકા પૂછે છે કારણ કે એને પહેલી શંકાનું બરાબર સમાધાન મળ્યું છે. પ્રભુ ! કાં તો આત્મા અવિનાશી એટલે નિત્ય નથી. અને કાં તો ભવ પર્યતનું સ્વરૂપ છે આત્માનું. જન્મથી ! સુધી, એનું અસ્તિત્વ રહે. આમ તો દેખાતું નહોતું. પણ તમે કીધું એટલે હવે ખબર પડી કે દેહ જન્મ ધારણ કરે ત્યારે બીજું તત્ત્વ એની સાથોસાથ આવે છે અને તે આત્મા છે. એમ હવે સમજાય છે. પણ મારી માન્યતા એવી છે કે એ નિત્ય નથી. દેહ સાથે ઉત્પન્ન થાય અને દેહનો વિયોગ થાય એટલે આત્મા ચાલ્યો જાય.
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે, ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. (૬૧) ‘અથવા તો આ વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી.”
આ વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે. જે તમે કહ્યું તેનું સ્વરૂપ બદલાતું જોવામાં આવે છે. એક જ સરખું સ્વરૂપ અમે જોતાં નથી. આ દેહનું સ્વરૂપ, આ ચેતનનું સ્વરૂપ - આ ક્યારેક
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 170 EF