________________
સમ્યક્દર્શન અને સમ્યફચારિત્ર – આ ત્રણેની એકતા થાય. આ ત્રણે અભેદ રૂપે, એક પણે અને અવિરુદ્ધપણે આ જીવની અંદર પરિણામ પામે, ત્યારે વર્તે તે આત્મા રૂપ. ત્યારે જીવનો મોક્ષ થાય. પછી તે ગમે તે દર્શનમાં હોય, પણ આ દશા જેની થઈ હોય તે મુક્તિ ને પામે. કર્મના અને રાગદ્વેષના પોટલાં સાથે રાખીને મોક્ષે જવાતું નથી. વાત એક જ છે. રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય તો મોક્ષ થાય. જૈન દર્શન સિદ્ધાંતની દૃષ્ટિએ બહુ સ્પષ્ટ છે. આના જેવો ગણિતાનુયોગ બીજો કોઈ જગતમાં નથી. ગણિતાનુયોગ એટલે ચોક્કસ વાત. લગભગ કે આશરે – એવી વાત નહીં. કદાચની વાત નહીં. અષ્ટકર્મથી રહિત થયા તો સિદ્ધ છો. ચાર ઘાતિકર્મનો નાશ કર્યો છે, તું અરિહંત છો. છત્રીસ ગુણો પ્રગટ થયાં છે, તે આચાર્ય છો. પચ્ચીસ ગુણ પ્રગટ કર્યા છે તો તું ઉપાધ્યાય છો. સત્યાવીશ ગુણ પ્રગટ કર્યા છે તો તું સાધુ છે. આમાં ગુણ-માપ-આંક બધું નક્કી છે. આ સ્પષ્ટ બેરોમીટર છે. આમાં ક્યાંય લગભગની કે ઉડામણીની વાત નથી. આ સ્પષ્ટતાની વાત છે. આ ગણિતાનુયોગ છે.
એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને
આવો ત્રણે કાળમાં જે એક છે, અખંડ વહેતો તે મોક્ષમાર્ગ. શાશ્વત, ક્યારેય ખંડિત થતો નથી. એ પરમાર્થ પ્રત્યે જે પ્રેરે, જે દોરે, જે લઈ જાય, એવો જે કોઈ પણ વ્યવહાર હોય તે અમને સમ્મત છે. પરમાર્થ પંથ - જૈન માર્ગ શું ? કપાળુદેવ કહે છે, “રાગ-દ્વેષ અજ્ઞાનનું જવું તે.” “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. ગાંધીજીએ આફ્રિકાથી પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ શું છે ?” “જીવને પોતાના
સ્વરૂપમાં સ્થિર કરાવે તે ધર્મનું સ્વરૂપ છે.” જૂઠાભાઈને પત્રમાં લખ્યું અને ઇચ્છાશંકર ત્રિપાઠીને પણ લખ્યું – મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પણ લખ્યું, જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.” ચૌદ વર્ષ પહેલાં લખાયેલી એમની પુષ્પમાળામાં એમણે એક વાક્ય લખ્યું જે વાક્ય વાંચીને ગાંધીજી અને વિનોબાજી ઝૂમી ઉઠ્યા હતા. “ભાઈ ! તું ગમે તે ધર્મમાં માનતો હો તેનો મને પક્ષપાત નથી. પણ જે રાહથી સંસારમળનો નાશ થાય તે રાહને અને તે સદાચારને તું સેવજે. ગાંધીજી કહે છે, “આ તો એનો આત્મયોગ છે. આની શું વાત થાય ? આને તો પૂર્વ જન્મની સાક્ષી છે. આ તો કોઈ જન્મ-જન્માંતરનો યોગીશ્વર છે.” એટલે એમણે મનસુખરામ સૂર્યરામને લખ્યું કે, “મને આ મત કે તે મતની આકાંક્ષા નથી. પણ રાગરહિત થવાની પરમ જિજ્ઞાસા છે. એને માટે જે જે સાધન કરવાં જોઈએ તે કરવાં એવી મારી દૃઢ માન્યતા છે. અને એના માટે મહાવીરના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે.” કારણ કે મહાવીરે જગતને રાગદ્વેષથી રહિત થવાનો, કર્મથી રહિત થવાનો માર્ગ કહ્યો છે. બોધ આપ્યો છે અને આત્માની જે મલિનતા છે, તે તેમાં રહેલાં કર્મ છે, અને કર્મનું કારણ તે જીવનાં કષાય, રાગ અને દ્વેષ છે. ત્રણ કાળમાં માર્ગ એક જ સ્વરૂપ છે, અખંડિત છે, એવા પરમાર્થ તરફ જે સાધન લઈ જાય, જે સાધનથી તે પરમાર્થ પ્રાપ્ત થાય તે અમારે સમ્મત છે.
આત્માર્થી જીવ કોઈ ક્રિયા-કાંડ કે વિધી-વિધાનથી બંધાયેલો નથી. એક જ વિચાર કે આનાથી મારાં રાગ-દ્વેષ ઓછાં થશે ? આનાથી કર્મના બંધન ઓછાં થશે ? વિષય-કષાયની મંદતા થશે ? જો થતી હોય તો તે ગમે તે સાધન હોય તું કર. લક્ષ એક જ કરવાનો છે કે આનાથી મારાં કષાયભાવનાં પરિણામ
| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 118 GિE