________________
હોય, પરબ્રહ્મ હોય, શિવ હોય, બ્રહ્મા કે વિષ્ણુ હોય, જે નામ દેવા હોય તે દઈ શકાય. શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું, કુમારપાળ મહારાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બ્રાહ્મણોએ કાન ભંભેર્યા કે જૈન આચાર્ય છે. તમે એને રાજગુરુ તરીકે બેસાડ્યા છે. પણ તમારા આ ધાર્મિક કાર્યમાં હેમચંદ્રાચાર્ય અનુમોદના ક૨શે નહિ, કારણ કે એ તો જૈન મુનિ છે. એટલે સોમનાથના મંદિરમાં આવવાના નહીં. કરો પરીક્ષા !
તેઓને એમ કે આ જૈનગુરુનો કાંકરો કાઢી નાખીએ. કુમારપાળ રાજાને થયું, એમ બને નહીં. મારા ગુરુ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ! એનો આવો ઉદ્દાત્ત દૃષ્ટિકોણ - વિતરાગ શાસ્ત્રની જેણે રચના કરી છે અને કુમારપાળ મહારાજાને જેણે ધર્મનાં સિંચન કર્યાં છે. રખડતા કુમા૨પાળને જેણે રાજગાદી સુધી પહોંચાડ્યો છે. ખંભાતમાં શાસ્ત્રના ભંડારમાં જેને છૂપાવી દીધા હતા શત્રુથી બચાવવા માટે, અને ઉપાશ્રયની અંદર પણ અભયદાન આપનાર એ શ્રી હેમચંદ્રાચાર્ય, અને કુમારપાળને ગાદીએ બેસાડ્યા પછી એ રાજ્યના-ગરવી ગુજરાતના એ વિદ્યાગુરુ અને પ્રજાના સંસ્કાર ગુરુ બની ગયા હતા.
કુમારપાળે એને વિનંતી કરી કે રાષ્ટ્રના ગૌરવ સમા સોમનાથના ઉદ્ધારનું કાર્ય પૂર્ણ થયું છે. અને એની પ્રાણ પ્રતિષ્ઠામાં હે ગુરુદેવ ! આપ આશીર્વાદ આપવા પધારશો.’ ગુરુએ કહ્યું, “બેશક ! તમે એવું મુર્હુત જોવડાવજો કે જેથી અમે વિહાર કરીને પાટણથી સોમનાથ પહોંચી શકીએ.’ ત્યારે તેઓ સિદ્ધરાજની રાજધાની સિદ્ધપુર પાટણમાં હતા. સોમનાથનું મંદિર પ્રભાસ પાટણમાં છે. એટલે બ્રાહ્મણોને થયું કે સોમનાથની બાજુમાં ચંદ્રપ્રભુનું ચૈત્ય છે. ત્યાં ઉપાશ્રયમાં બેસશે. એ કાંઈ મહાદેવના મંદિરમાં આવશે નહીં. પણ ઇતિહાસ કહે છે કે સોમનાથના મંદિરમાં જઈ હેમચંદ્રાચાર્યે સ્તોત્રની રચના કરી એ એમાં કહે છે, ભવનાં બીજના અંકુરોનો જેણે નાશ કર્યો છે એ તું શંકર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, એ જિનેશ્વર હોય, બુદ્ધ હોય - કે કોઈપણ હોય, મારા તને નમસ્કાર છે !’ આનંદઘનજી પણ ચોવીશીના પદમાં ગાય છે –
રામ કહો, રહેમાન કહો, કોઈ કહો મહાદેવ રી;’
અરે ! અમારે તો જે કર્મથી મુક્ત થયા છે, સંસાર પરિભ્રમણ જેણે સમાપ્ત કર્યું છે, ભવનાં બીજરૂપ અંકુરોનો જેણે નાશ કર્યો છે, આત્માના શુદ્ધ ચૈતન્ય સામર્થ્યને જેણે પ્રગટ કર્યું છે. અને તમારે જે નામ આપવું હોય તે આપો. અમે તો એને નમસ્કાર કરીએ છીએ. કારણ કે અમારે એ જ પદને પામવું છે. માનતુંગસૂરીશ્વરજી મહારાજે ભક્તામર-સ્તોત્ર’ની અંદર પણ એ જ કહ્યું, ‘તમે જ સાચા બુદ્ધ છો ! તમે જ સાચા શંકર છો ! તમે જ સાચા વિધાતા છો ! હે દેવાધિદેવ ! તમે જ સાચા જગતના ત્રાતા છો !” કોઈને - કોઈ પણ મહાન આચાર્યોને વાંધો નથી. હેમચંદ્રાચાર્ય હો કે માનતુંગસૂરીશ્વરજી હો કે પછી આનંદઘનજી હો – કોઈને વાંધો નથી. વાંધો તો બધા મતાર્થી જીવોને છે. આત્માર્થી જીવને કોઈ વાંધો નથી. એને તો પરમાત્માનું સાચું ઓળખાણ છે. અને તે ઓળખાણ તે – કર્મ કટે સો જિન વચન.’
કર્મને કાપવાના છે. પરમકૃપાળુદેવે સીધી વાત કરી. જિનેશ્વરના વચન કયા ? તો કે જીવને કર્મથી છોડાવે તે. બાકી નહીં. હે ભાઈ ! આમ ત્રણ કાળમાં પરમાર્થના માર્ગ બે હોય નહીં. એક જ હોય. પાત્રભેદે, દેશકાળ ભેદે, સમયભેદે એના સ્વરૂપ જુદાં-જુદાં હોય. પરંતુ માર્ગ એક જ છે. સમ્યજ્ઞાન,
- શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 117
11]