________________
એવા શાસ્ત્રનો પરિચય તે સશ્રુતનો પરિચય છે. જેમાં આત્મા ગાયો છે. જેમાં આ આત્માના નિસ્વરૂપની મહત્તા ગાઈ છે. એ શ્રુતનો તું આધાર લઈ લે. ભાઈ ! આ ગતિના શ્રત છે તે તો પરિભ્રમણના શાસ્ત્ર છે. આ જીવ ચૌદ રાજલોકમાં જ્યાં જ્યાં પરિભ્રમણ કરે છે એનું વર્ણન છે. એટલે કૃપાળુદેવે કહ્યું, “પૃથ્વી આદિકનું જેમાં વર્ણન છે એવાં શાસ્ત્રો વાંચવાની બદલે, જેમાં આત્મા અને એની ગુણસંપદાનું વર્ણન વધારે છે એવા આત્માદિ અસ્તિત્વનું જેમાં નિરૂપણ છે એવાં શાસ્ત્રોનો તું અભ્યાસ કર.” એને સત્કૃત કહેવાય છે. પણ “માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન.” આ બીજું લક્ષણ. પહેલાનો મત, પોતાનો વેશ, એનાથી જ મુક્તિ થાય એવો આગ્રહ. ‘આગ્રહ મુક્તિ નિદાન.” મારો મત અને મેં જ માનેલો વેશ. હાથમાં કંમડલ છે કે પાત્ર છે, દંડ છે કે રજોહરણ છે, શ્વેતાબંર છે કે દિગંબર છે, નિલાંબર છે કે પીતાંબર છે – આના ઉપર મોક્ષ થાશે કે નહીં એ નિર્ણય કરે છે. બાહ્ય લિંગ, ચિન્હ, વેશ, મુપત્તિ, માળા - એના આધાર ઉપર જીવના મોક્ષનો નિર્ણય થાય ? આ પદાર્થની એટલી તાકાત હોય ? આ સાધનો આત્મા કરતાં સર્વોપરી હોય ? એ સૌથી ઉત્કૃષ્ટ હોઈ શકે ? મોક્ષ એ તો અંતરની દશા છે. “દશા તે દશા છે. વાત તે વાત છે.”
કૃપાળુદેવે કહ્યું છે, “આમ લખ્યું હોય તો મોક્ષ થાય અને આમ ન લખ્યું હોય મોક્ષ ન થાય અને બંને લખ્યું હોય તો? તો પણ જીવની પોતાની યથા યોગ્યતા ન હોય, જીવ પોતે જ્યાં સુધી કષાયથી રહિત ન થાય, રાગ-દ્વેષ જ્યાં સુધી એનામાં હોય, એની પરિણતીથી મુક્ત ન થાય ત્યાં સુધી મોક્ષ સંભવે નહીં. મોક્ષ માળાથી નથી, મોક્ષ ચિન્ડથી નથી, મોક્ષ લિંગથી નથી, મોક્ષ વેશથી નથી, વર્ણથી નથી. મોક્ષ જીવની શુદ્ધતાથી છે. વિષય-કષાયની મલિનતાથી આ જીવ જેટલો શુદ્ધ થાય, એના પોતાના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મના આવરણો જેટલાં દૂર થાય, એટલો આ જીવ મોક્ષની સમીપ છે. નિજ મત અને નિજ વેશ એ તો દેશ, કાળ અને ગચ્છની સમાચારી છે. એ બધાં જ પોતાને સ્થાને યોગ્ય છે. કારણ કે ઉત્તમ નિમિત્ત વિના ઉત્તમ ભાવ પણ પ્રદર્શિત થતા નથી. પણ એના કારણે એ ભાવ ના જે સાધનો છે એને સાધ્ય ન માની લેવા. સાધનો ઉત્કૃષ્ટ છે. સિનેમાના થીયેટરમાં બેઠા હોય અને ઉપાશ્રયમાં બેઠા હોય ફરક પડે કે નહીં ? T. V. જોતાં હોય અને જિનેશ્વરની પ્રતિમાના દર્શન કરતાં હોય - ફેર પડે કે નહીં ? પડે જ. જીવના ભાવની ઉત્કૃષ્ટતાના આવા ઉત્કૃષ્ટ નિમિત્તો છે. ઉત્તમોત્તમ સાધનો છે. જે સર્વજ્ઞ ભગવાનોએ અને જ્ઞાની પુરુષોએ કહ્યાં છે. પણ એ સાધનોમાં દેશ-કાળ અનુસાર ભેદ હોય. કૃપાળુદેવે કહ્યું,
‘લિંગ અને ભેદો જે વ્રતનાં રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. મૂળ મારગ..”
પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ સચેલક હતા. મહાવીરનાં સાધુઓ સચેલક અને અચેલક બંને હતા. તો ભાઈ ! અચેકથી જ મોક્ષ એવો આગ્રહ તને કોણે પકડાવ્યો ? આ ડહાપણ ક્યાંથી આવ્યું ? પાર્શ્વનાથના સાધુ તો રંગબેરંગી વસ્ત્રો પહેરતાં હતાં. યુગલિયાના સમયની અંદર આખી વ્યવસ્થા જુદી જ હતી. પાત્રભેદે, દેશભેદે અને કાળભેદ, ધર્મની સાધનાનું જ સ્વરૂપ છે એના મહાન આચાર્યો ગીતાર્થ જ્ઞાનીઓ - એના બાંધા બાંધે છે. તેઓ એના અધિકારી છે. અરિહંતપદ, સિદ્ધપદ પછી આચાર્યપદની
E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 103 GિE