________________
થાય? એ નરકગતિનું માપ શું ? દેવગતિનું માપ શું ? એમાં વિમાન કેટલાં ? જીવ કયાં જાય ? નરકગતિમાં ગરમી કેટલી હોય ? ‘દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન.” એક જણ મેરૂ પર્વતની બુહ ચર્ચા કરતો હતો. કૃપાળુદેવે કહ્યું, “તારે મેરૂ પર્વતનો contract લેવો છે ?’ ‘એ કેવડો હોય ? કેટલા જોજનનો હોય ? કેટલું પાણી આવે ?’ તારે આ બધાનું શું કામ છે ? તારે આત્માનું કલ્યાણ કરવું છે કે નહીં?
કોઈએ પૂછ્યું, “પ્રભુ ! વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે અને શાસ્ત્રમાં આવે છે કે પૃથ્વી થાળી જેવી ગોળ છે. આમાં સાચું શું ?” કૃપાળુદેવે કહ્યું, ‘તને કેવી ગમે ? દડા જેવી હોય તો ગમે કે થાળી જેવી હોય તો ગમે ?? તો કહે, “અમને શું ખબર ? અમે તો અજ્ઞાની છીએ.’ ‘તો તને અજ્ઞાની એવા વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ છે કે સર્વજ્ઞના વચનમાં વિશ્વાસ છે ?” તીર્થંકરપદમાં પહેલાં શ્રદ્ધા છે ? તો પૃથ્વી કેવી છે એ વાત બાજુ પર મુકી દે, અને તીર્થકરે બતાવેલા માર્ગે ચાલ્યો જા તો પૃથ્વી દડા જેવી હશે કે થાળી જેવી હશે તને મોક્ષમાર્ગે જતાં આડી નહીં આવે. તારા આત્માની મુક્તિના માર્ગમાં, એની સાધનામાં, એની આરાધનામાં પૃથ્વી તને આડી નહીં આવે. એટલું કહું છું. બિનપ્રયોજનભૂત વાત. અને આવું જાણે તેને મતાર્થી જીવ જ્ઞાની ને વિદ્વાન માને. અરે ! નરકની વાત કરે તો આઠ દિવસ સુધી નરકની જ વાત કર્યા કરે. પણ ભાઈ ! અમારે ત્યાં નથી જાવું. જે ગામ જાવું ન હોય એની દિશા પૂછવાની જરૂર ખરી ? ના રે ના !
એક મુમુક્ષ હતા. તે એકેન્દ્રિય જીવ વિશે બહુ પુછપુછ કરતા હતા. કૃપાળુદેવે કહ્યું, “કેમ એકેન્દ્રિયમાં જાવું છે ?” આ પંચેન્દ્રિય મનુષ્યપણું મળ્યું છે તો પરમગતિની આરાધના કરવાની છે કે એકેન્દ્રિયની ચિંતા કરવાની છે ? જ્ઞાની પુરષ લક્ષ કરાવે છે. આ મતાર્થી જીવ અટવાઈ જાય છે. તે દેવગતિ અને નરકગતિ આદિના વર્ણનને શ્રુતજ્ઞાન સમજીને બેઠો છે. શ્રુતજ્ઞાન તો એ છે કે આત્માના ગુણો, આત્માનું સ્વરૂપ, આત્મા પરિભ્રમણથી કેમ મુક્ત થાય એ બધું જેમાં કહ્યું છે. “બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહી છે તે દર્શન મુક્તિનું કારણ છે. અને તે કહેવાને યોગ્ય જો કોઈ હોય તો તે તીર્થકર છે એમ અમે માનીએ છીએ, અને આ કાળે, આ ક્ષેત્રે, એ તીર્થકરનો આશય જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે કહીશું એમ અમારું દઢપણે માનવું છે.” ભાઈ ! આ બંધ અને મોક્ષનું શાસ્ત્ર આપણને હિતકારી છે. ગતિનું શાસ્ત્ર આપણને હિતકારી નથી. કઈ કઈ ગતિમાં આયુષ્ય કેટલું ? પલ્યોપમ કેટલું ? સાગરોપમ કેટલું ? કોડાકોડી કેટલાં ? એનો મોક્ષ ક્યારે થાય ? આવી નિરર્થક ચર્ચામાં તારું આયુષ્ય વહ્યું જાય છે. ઋષભદેવ મહારાજાની જેમ જો આયુષ્ય ૮૫ લાખ પૂર્વ વર્ષનું હોય ને તો આવી ચર્ચા કરીએ તો બરાબર. પણ આયુષ્ય ૬૦-૭૦ વર્ષનું છે ત્યાં આવી આત્માને હિતકારી નથી એવી નિરર્થક ચર્ચા શા માટે કરવી ?
જ્યાં કાળ અનિયત છે, આયુષ્ય અલ્પ છે, કર્મની બહુલતા છે, પુરુષાર્થની મંદતા છે અને ક્ષયોપશમનું તો ઠેકાણું જ નથી, વિનય નથી, વિવેક નથી. એ સમયે મહત્તાની અને મુદ્દાની વાત પકડ. આ ચારે ગતિની ભાંજગડ છોડ. તારે જવું છે રખડવા ચારે ગતિમાં ?
‘દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન.” શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ભગવાન કહે છે, “શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વ શાંતિરસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે.
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 102 EF