________________
સમારંભ કરે, એમાં ધર્મની પ્રભાવના નથી. પોતાના માનની ખેવના છે. આ મતાર્થી. જીવ જ્યારે માન કષાયમાં આવે છે ત્યારે કેટલી બધી અધમ કક્ષામાં એ ઉતરી જાય છે.
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન;
માને નિજ મત વેશનો, આગ્રહ મુક્તિ નિદાન. (૨૭) દેવ-નારકાદિ ગતિના “ભાંગા” આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે.
ભગવાન અદ્દભુત કરુણા કરીને આપણને મતાર્થીનું ઓળખાણ આપે છે. જીવ ક્યાંય ભૂલ ન કરે. મોક્ષમાર્ગની આરાધના ઓછી થાય તો જીવને વાંધો નથી પણ ખોટી થાય - એમાં ભૂલ થાય તો જીવને બહુ નુકશાન કરશે. મનુષ્યગતિમાં ભૂલ ન થાય. સમ્યકત્વની પ્રાપ્તિ ભલે મોડી થાય. કૃપાળુદેવ કહે છે કે, જે વસ્તુ પ્રાપ્ત કરવી છે તે પ્રાપ્ત થવામાં થોડો વિલંબ થાય તો વિલંબ સહન કરજો પણ ભ્રાંતિનું ગ્રહણ કરશો નહીં. માર્ગ મળવામાં થોડીવાર લાગે. આ ભવમાં કદાચ ફેંસલો ન આવે, કંઈ વાંધો નહીં. ઉતાવળ નહીં કરતાં. અનંતકાળ આમને આમ વ્યતિત થયો છે. પણ જો સંજ્ઞી પંચેન્દ્રિયના મનુષ્ય પર્યાયમાં એક ભૂલ કરી, કે ખોટો સંસ્કાર પડ્યો તો ભવાંતરમાં અનંતભાવ સુધી સાચું નજરે આવવા નહીં દે. સતુની સમીપ આ જીવ જઈ નહીં શકે.
એટલે ભગવાને પત્રાંક ૬૯૨માં કહ્યું છે, “દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો, પણ જીવનું કલ્યાણ થયું નહીં. પણ એ જ મનુષ્યદેહની સાર્થકતા છે – કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. અને એના આશ્રયે આ દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે.” ભલે સમકિત ન થાય, કર્મો થોડાં બાકી રહે, પરિભ્રમણ થોડું બાકી રહે, પણ પ્રભુ ! તારા આશ્રયે આ દેહ છૂટે. સતુના આશ્રયે. સત્પુરુષના આશ્રયે. જ્ઞાનીપુરુષના આશ્રયે. મતાર્થ નહીં. માનાર્થ નહીં. કેવળ સત્યાર્થ. આ મનુષ્ય જન્મમાં સને ઓળખવાની દૃષ્ટિ અને મતના મમત્વમાંથી મુક્તિ – એટલું તો થઈ શકે કે નહીં ? ઓછામાં ઓછું આપણે એટલું લક્ષ તો રાખીએ કે, “હે પ્રભુ ! અનાદિકાળના કુસંસ્કારોને લીધે મારું જે પરિભ્રમણ ચાલુ છે, અનંત દુઃખનો હું ભોક્તા છું. તો એટલું તો હું આ ભવમાં કરું કે મારા જીવનમાંથી આ મતને હું દૂર કરીને જાઉં અને ‘સતુ’ની ભક્તિ અને ‘સતુ’નું ઓળખાણ લઈને જાઉં.’
એટલે જ કપાળદેવે કહ્યું કે આવો મનુષ્યદેહ મળ્યો છે તો આ અનંતના જન્મ-મરણના ચક્કરમાંથી એક આંટો તો ઓછો કર. ‘તો યે અરે ! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો.” એક આંટો ઓછો થાય એટલું તો કર. તો શું કરવું ? તો કહે – ધર્મના નામે આવી મિથ્યા કલ્પનાઓ છે, મિથ્યા ભ્રાંતિઓ છે. એમાંથી તારી જાતને મુક્ત કર. જીવ શું માને છે ? “દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન.” આ શ્રુતજ્ઞાન કયું ? તો કે નરકગતિ, દેવગતિ, તિર્યંચ ગતિ, મનુષ્યગતિ એના કેટલા દંડક, એની કેટલી યોનિ ? એની અંદર શું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 101 E=