________________
પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતાકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દૃઢ મુમુક્ષુ છે એવુ માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે.
આ મતાર્થી જીવ પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ક્યારેક થાય તો અવળો ચાલે. ‘વર્તે દૃષ્ટિ વિમુખ.’ એનાથી ઊંધો ચાલે. એનાથી દૂર ભાગે. એને એ ગુરુ અનુકૂળ ન પડે. કારણ કે એને જ્ઞાનીની દૃષ્ટિએ ચાલવું નથી. લોકની દૃષ્ટિએ ચાલવું છે કે લોક ક્યાં જાય છે ? મેળો ક્યાં ભેગો થાય છે ? ટોળું ક્યાં જાય છે ? Majority ક્યાં છે ? જેમ Democracy is a science of majority and majority consists fools. મૂર્ખાઓની પણ બહુમતી હોઈ શકે છે. એમાં જ્ઞાની એક જ હોય. એટલે સામાન્ય જનસમુદાય છે એ ટોળાનો અભિવાદક છે. એટલે અહીંયા કહે છે કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ મળ્યો હોય તો પણ વર્તે દૃષ્ટિ વિમુખ.’ જીવ જ્ઞાની પુરુષથી પીઠ ફેરવી લે. જીવ લોકદૃષ્ટિ જ્યાં સુધી વમે નહીં અને એમાંથી એની અંતવૃત્તિ ન છૂટે ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં કોઈ શંકા નથી.’
કૃપાળુદેવે આંક-૭૨૩માં કહ્યું છે, જ્ઞાનીની દૃષ્ટિથી વિમુખ થવાથી કલ્યાણનો માર્ગ નહીં મળે.’ જ્ઞાનીની દૃષ્ટિ અંતર્ગત થાય તો જ જ્ઞાનીનો લક્ષ પકડાય. લોકદૃષ્ટિને છોડી દે. કૃપાળુદેવ તો કરુણાસભર વાક્યો લખે છે. એમણે તો આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. કહે છે જ્ઞાનીની દૃષ્ટિને પકડી લે. ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ તો વાસ્તવિક ધર્મનો દ્રોહ છે.’ ઉપદેશનોંધમાં ભગવાને જણાવ્યું છે. શું કર્યું છે ? અસદ્ગુરુને દૃઢ કરે નિજ માનાર્થે મુખ્ય.’ અસદ્ગુરુને દૃઢ કરવાનું કારણ શું ? તો કે જીવનું માન ત્યાં જળવાય છે. આપણું નામ, આપણું પદ, આપણી પ્રતિષ્ઠા, બૉર્ડ ઉ૫૨ નામ આપણું લખાય છે, પત્રિકામાં સહી આપણી થાય છે. જીવનના અંત સુધીની બધી વ્યવસ્થા મતાર્થી જીવ કરી લે છે. કારણ કે એને છેલ્લે સુધી મિથ્યાત્વ રાખવું છે. એને તો સંસારમાં ભવોભવ આવું જ બધું જોઈએ છે. એને તો પ્રમુખ થવું છે, મંત્રી થવું છે, સચિવ થવું છે. અભિલાષા તો નિજમાનની વધારે છે અને નિજમાનમાં તો બસ આવું જ ચાલ્યા કરે. જીવને ખબર નથી કે મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ માન કોનું ? ચક્રવર્તીનું. એનાથી બીજી શ્રેષ્ઠ પર્યાય મનુષ્યગતિમાં નથી. માણસ તરીકે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદ ચક્રવર્તીનું છે. એનો વૈભવ ઈંદ્રને ઝાંખો પાડે એવો હોય છે. એ ચક્રવર્તી વિમાનમાં પ્રવાસ કરે છે અને ચિત્રકૂટ પર્વત પર આવે છે. ચિત્રકૂટ પર્વત ૫૨ આજ સુધી થયેલા બધા ચક્રવર્તીઓના નામ લખેલા હોય છે. એટલે વિમાન ઊભું રાખી એ પર્વત પર પોતાનું નામ લખાવાનો ચક્રવર્તીએ આદેશ આપ્યો. એટલે શિલ્પી ત્યાં જઈને પાછો આવ્યો કે, ભગવાન ! પૂર્વે એટલા બધા ચક્રવર્તી થયા છે કે તમારું નામ લખવાની ક્યાંય જગ્યા નથી.’ ચક્રવર્તી પોતે પર્વત પાસે જાય છે. તો બીજા ચક્રવર્તી આગળના કોઈ ચક્રવર્તીનું નામ ભૂંસીને પોતાનું લખતો હતો. આ ચક્રવર્તીને જ્ઞાન થયું કે આવા તો અનંત ચક્રવર્તી થઈ ગયા. આ કોઈનું નામ ભુંસે છે તો કાલે મારું નામ પણ ભુંસાઈ જશે. આવી સંસારની અવસ્થા છે. ‘અસદ્ગુરુને દૃઢ કરે.’ એવું આ મતાર્થી જીવના લક્ષણમાં કહ્યું છે. ચારે બાજુ ઠંભી, ઢોંગી, આડંબરયુક્ત એવા લોકોને મોટા કરે, એની વાહવાહ કરે, એના સત્કાર
૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 100
11]