________________
સમજાય. તે તો ઠીક પણ વિપરીત સમજી બેસશે. “હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર.’ મતાર્થીમાં એટલા અપલક્ષણ છે કે દૂધમાંથી પોરાં કાઢે. ગોશાળાની જેમ. વીર પ્રભુ પાસેથી માર્ગ તો ન લીધો. વીર પ્રભુનું સાન્નિધ્ય છોડ્યું, એનું શિષ્યત્વ છોડ્યું અને પાછો સામો થયો કે અમે સર્વજ્ઞ છીએ - તમે નથી. આ મતાર્થી જીવ વિપરીત - ઉલટો નિર્ધાર કરી લે. માટે આવું મતાર્થીપણું જીવમાં આવવું ન જોઈએ. આત્મા ભલે બે-ચાર ભવ મોડો પ્રાપ્ત થાય, પણ મતાર્થીપણું આ ભવની અંદર જીવમાંથી નીકળી જ જવું જોઈએ. અને સત્સંગ થયા પછી ફરી મતાર્થીપણું દાખલ ન થવું જોઈએ. એટલે ભગવાને આ જીવ માર્યો ન જાય એટલે એને વિનયથી સદ્ગુરુનું શરણ લઈને એમની આજ્ઞામાં વર્તવાનું સૂચન કર્યું.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
[ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 92 EF