________________
પ્રવચન પ
મતાથ લક્ષણો.
u (ગાથા ૨૪થી ૩૩) D
શ્રી ‘આત્મસિદ્ધિ’ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ પર્યુષણ પર્વમાં આપણે આત્મસિદ્ધિ દશાન્ડિંકા મહોત્સવ ઉજવી રહ્યા છીએ. જીવન મુક્તિનો માર્ગ મળે. અનંત કાળનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એટલે પર્યુષણ પર્વની આરાધના કરવાની છે. એ પર્યુષણમાં જો મોક્ષમાર્ગની ગવેષણા ન થાય, એની જો વિચારણા ન થાય તો આ આરાધનાનો હેતુ શું ? આ કાળમાં પરમ આત્મજ્ઞ અને પરમ સમયજ્ઞ, મહાન વિરલ વિભૂતિ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ જીવોને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરીને એમણે જગત ઉપર અનંતો ઉપકાર કર્યો. કારણ કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો, કોઈએ આત્માને ગાયો તો કોઈએ મોક્ષને ગાયો. પણ મોક્ષમાર્ગ રહી ગયો. અને જો મોક્ષમાર્ગ ન જાણીએ તો મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય ?
કોઈ માર્ગની રીત તો જોઈએ ને. આ રીત છે તે બહુ મહત્ત્વની છે અને સામાન્ય સાધકને તો મોક્ષની રીત જ પ્રથમ જોઈએ. આત્મા કેમ મળે ? મોક્ષ કેમ પ્રાપ્ત થાય ? અને આ કાળની વિષમતા એવી કે મોક્ષમાર્ગનો લોપ થઈ ગયો. આત્માની અને મોક્ષની વાત કરનારા પણ માર્ગના અજાણપણાને લીધે કોઈ ક્રિયાજડ થઈ ગયા તો કોઈ શુષ્કજ્ઞાની થઈ ગયા. ભગવાને “આત્મસિદ્ધિમાં કહ્યું અમને આવા જીવને જોઈને કરુણા આવે છે. કોઈ વાત એકાંતે પકડીને બેસે એ આત્માર્થી જીવનું લક્ષણ નથી. સાચો આત્માર્થી તો જ્યાં જ્યાં જે યોગ્ય હોય તે માન્ય કરે. એને સમજવાનું છે. અને જે પોતાના દિલ અને દિમાગ ખુલ્લા રાખે એને જ સમજણ મળી શકે. સમજણ એ અંતર્થક્ષનો વિષય છે. અને આવો માર્ગ સમજાવવા માટે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી આ જગત ઉપર અદ્દભુત ઉપકાર કર્યો.
જ્યાં જેટલું યોગ્ય છે એટલે માન્ય કરવાની જેની કોઈ તત્પરતા નથી, મનની સ્થિતિ નથી, એવા જગતના ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવોને - પરમાર્થમાર્ગની સાધના કરતાં હોવા છતાં ભગવાને મતાર્થી કહ્યાં. અને આના માટે એક જ ઉપાય છે. માર્ગને પ્રાપ્ત થયેલા પુરુષનું શરણ. સદ્દગુરુનું શરણ.
એમનો બોધ જ જીવને માર્ગ પમાડી શકે. સદ્દગુરુના આશ્રય વિના મોક્ષમાર્ગની જે જે કલ્પના છે તે માત્ર ભ્રાંતિ છે. એ જીવનો સ્વછંદ છે. “સદગુરુની આજ્ઞાને ઉપાસ્યા વિના જે મોક્ષનો નિર્ણય કરે છે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 93
=