________________
તે પોતાના સ્વચ્છંદના ઉદયને વેઠે છે.’ આ વસ્તુ સ્થિતિ છે. સદ્ગુરુના પ્રત્યક્ષ યોગ જેવું એકે ઉપકારી સાધન જીવને નથી. અને આવા યોગના વિયોગમાં પરમ સદ્ગુરુએ કહેલાં પરમ બોધનો આશ્રય અને એની ભક્તિ-સુપાત્રતા કેળવીને કરવી એના જેવો જીવને બીજો કોઈ આધાર નથી. એ બોધ ત્યારે જ પરિણમે, એ યોગ ત્યારે જ ફળીભૂત પામે જ્યારે જીવમાં વિનય માર્ગ હોય. આ જ્ઞાની પુરુષ પ્રત્યે વિનય આવવો જોઈએ. અરિહંતપદ પ્રાપ્ત થયા પછી પણ વિનયની મહત્તા આ પુરુષે ગાઈ છે.
વિતરાગમાર્ગના અદ્ભુત રહસ્યોને એમણે સાદી ભાષામાં આત્મસિદ્ધિમાં ગ્રંથિત કર્યા છે. એ વિતરાગ માર્ગમાં વિનયનું મહત્ત્વ શું છે એ તો કોઈ મુમુક્ષુ જીવ જ સમજી શકશે. જેને તર્કમાં, વાદવિવાદમાં, બુદ્ધિચાતુર્યમાં કે વાક્ચાતુર્યમાં જ રસ છે તે કોઈ દિવસ પરમાર્થ માર્ગનું રહસ્ય-ભેદ સમજી નહીં શકે. પણ જે મુમુક્ષુ છે, જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, સત્યની ઉપલબ્ધિ કરવી છે, અને સત્’રૂપ થવું છે - તેને આવો દૃઢ નિશ્ચય થયો છે, અને હું કાંઈ જાણતો નથી એવો નિર્ણય કરી સદ્ગુરુના શરણે જે જાય છે તે જીવ પરમાર્થમાર્ગના રહસ્યને પામે છે. પરમકૃપાળુદેવે કહ્યું કે આ બધી વાત, સદ્ગુરુનો ઉપકાર, શાસ્ત્રનો ઉપકાર, સ્વચ્છંદનો નાશ, વિનયની આરાધના, આ તો મુમુક્ષુ જીવ હોય તે જ સમજે. જે મતાર્થી હોય તે આ માર્ગને સમજી નહીં શકે કારણ કે તે ક્રિયાજડત્વ અને શુષ્કતામાં અટકી ગયા છે. એને આત્માનો લક્ષ જ ન થાય. હોય મતાર્થી તેહને થાય ન આતમ લક્ષ.’ આ મોટામાં મોટું મતાર્થી જીવનું નબળું પાસું હોય તો એ છે કે એને આત્માનો લક્ષ ન થાય. કારણ કે એની ગતિ છે ને એ ‘સત્’ને શોધવામાં નથી, મતમાં સ્થિર થયેલી છે. એટલે મતનો આગ્રહ કરવામાં, મત સ્થાપિત કરવામાં, મતનું આધિપત્ય બધા સ્વીકારે એના ઉપાય કરવામાં જ એ રચ્યોપચ્યો છે. એનો બધો પુરુષાર્થ મતની પ્રભાવના કરવામાં અને મતનું દુનિયામાં ઉત્કૃષ્ટપણું સ્થાપિત કરવામાં જ ચાલે છે. અને હું કહું છું એ સાચું છે’ એમ બધા માને એમાં જ એ ધર્મ માને છે. હોય મતાર્થી તેહને થાય ન આતમલક્ષ, તેહ મતાર્થી લક્ષણો અહીં કહ્યાં નિર્પેક્ષ.’ - આ લક્ષણો આપણામાંથી કાઢવાના છે.
પરમકૃપાળુદેવે લુપ્ત થયેલા મોક્ષમાર્ગને - આ ધરતીનું અમૃત એવા આત્મસિદ્ધિશાસ્ત્ર’માં ખુલ્લંખૂલ્લાં - અગોપ્ય રીતે આપણને બતાવ્યો છે. મને અને તમને આ મોક્ષમાર્ગનો લક્ષ થવો જોઈએ. માર્ગ ખબર હશે તો મંઝીલે પહોંચાશે. ગાડી હાથમાં હોય, જવાની બધી તૈયારી થઈ ગઈ હોય, ક્યાં જવું છે એ પણ ખબર હોય પણ એનો રસ્તો-માર્ગ ખબર ન હોય તો કઈ રીતે જવાય ? કોલંબસ જેવો ઘાટ થઈ જાશે. નીકળ્યો તો એક દેશ શોધવા. પહોંચ્યો બીજા દેશમાં. એમ તારે જવું છે મોક્ષમાં પણ જો માર્ગ ખબર નહીં હોય તો પહોંચી જઈશ રખડપટ્ટીમાં. મોક્ષમાર્ગ - આ વર્તમાનકાળમાં, લુપ્ત થયેલા મોક્ષમાર્ગને પરમકૃપાળુદેવે કૃપા કરીને પ્રગટ રીતે, અગોપ્ય - ખુલ્લંખુલ્લા ભાખ્યો છે, જે માર્ગ અનંતા જ્ઞાનીઓએ કહ્યો છે. અને ચાલનારને માર્ગની ગરજ છે. લક્ષ મળી જશે. માર્ગે ચાલતાં-ચાલતાં ગામ મળી જશે. ચાલવા માટેનો રસ્તો સાચો મળી જશે તો ખ્યાલ આવશે કે આ સ્થાન બહુ મજાનું છે. અહીં વિશ્રામ ક૨વા જેવું છે. સ્થાન જાણવામાં હશે પણ જો રસ્તાની ખબર નહીં હોય તો ગમે તેટલી યાત્રા કરશું તો પણ મંઝિલ મળશે નહીં. મુમુક્ષુને મોક્ષમાર્ગનું આવું મહત્ત્વ કૃપાળુદેવે બતાવ્યું. પણ એ માર્ગ ત્યાં સુધી
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 94
1