________________
તપાગચ્છ, અચલ ગચ્છ, ખેડતર ગુચ્છ, લીંબડીવાળા, બોટાદવાળા, ગોંડલવાળા – આમાં અમારે ક્યાં જાવું ? બધાંય જુદુંજુદું કહે. કોઈ એક રંગી સામાયિક, કોઈ ત્રિરંગી સામાયિક, કોઈ બહુરંગી સામાયિક કહે. અરે ! સામાયિકના તે કાંઈ રંગ હોય ? સામાયિકનો તો એક જ રંગ. સમતાનો રંગ. પણ નવું નવું કાંઈક-કાંઈક ચાલ્યા જ કરે છે.
શિષ્ય કહે છે, પ્રભુ ! આપ પધાર્યા છો. આ કાળમાં આપનું આવવું અહીં હોય નહીં. આ તો વનની મારી કોયલ જેવો ઘાટ થયો છે. અમને તો અપૂર્વયોગ થયો છે. પણ પ્રભુ ! આ કાળમાં અમારી દશા તો જુઓ કે મત દર્શન ઘણાં અને કહે ઉપાય અનેક !? સૌ ડાહ્યાં થાય. ‘એમાં મત સાચો ક્યો ? બને ન એહ વિવેક.” ભગવાન ! મારી દયા કરો. મારી પાસે એવો વિવેક નથી કે આટલા બધા મત-દર્શનમાંથી ક્યો મત, અને ક્યું દર્શન સાચું છે એ નક્કી કરી શકું ? મોક્ષ માર્ગ છે – મોક્ષ પદ છે – એનો ઉપાય છે – પણ જો એક વાત કરતા હોય તો સમજી શકાય – આ તો બધા અનેક ઉપાય કહે છે. એક તો મત-દર્શન છે ઘણાં બધાં અને એમાં પાછાં અનેક ઉપાય કહે છે. પાછા ઉપાય પણ વિરોધાભાસી કહે છે. એક મત કહે છે, કંદમૂળ ખાવાથી જ મોક્ષ થાય. બીજો મત કહે છે, કંદમૂળને અડાય જ નહીં. એક કહે છે કપડાં પહેરવાથી મોક્ષ થાય. બીજો કહે દિગમ્બર રહેવાથી જ થાય. વિરોધાભાસી કહે છે. ભગવાન ! મારે તો અવિરોધ ઉપાય જોઈએ છે. અવિરોધ ઉપાય હોય તો મને શ્રદ્ધા થાય ને ? કે આનું ચોક્કસ પરિણામ આવશે. કારણ કે આનો કોઈ વિરોધ નથી. પણ આ ઉપાય તો વિરોધી છે. ઉપવાસની અને વ્રતની વ્યાખ્યા બદલાય, સાધુની વ્યાખ્યા બદલાય. પ્રભુ ! હું ક્યાં જાઉં ? આ શિષ્યની મુંઝવણ છે. આ શિષ્ય, પંચમકાળનો, દુષમકાળનો શિષ્ય છે. અને ઉત્તમકાળમાંથી આવેલા ગુરુ છે. શિષ્ય કહે છે પ્રભુ ! આ કાળમાં ધર્મ કરતાં ધર્મ-મત વધી ગયાં છે. આત્માની મુક્તિનો ધર્મ, મતભેદથી અવરાઈ ગયો છે. આમાં અમને કોણ માર્ગ બતાવે ? કૃપાળુદેવે લખ્યું છે, પોતે જ શંકામાં ગળકાં ખાતાં હોય અને સિદ્ધ પદનો ઉપદેશ દેતાં હોય. તો આ જીવને રખડવાનું આ એક મોટું કારણ છે.
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ;
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. (૯૪) “બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી.”
વર્ણની અપેક્ષાએ કોઈ કહે કે બ્રાહ્મણ સિવાય કોઈનો મોક્ષ નથી. તો બ્રાહ્મણ કે ચાંડાળ કોનો મોક્ષ થાય ? વેદના આધાર ઉપર નક્કી કર્યું કે સ્ત્રીવેદમાં મોક્ષ ન થાય. જાતિના આધાર ઉપર નક્કી કર્યું, કે, ગોરા કે કાળા કેનો મોક્ષ થાય ? પશ્ચિમમાં કહે છે કે ગોરાઓનો જ મોક્ષ થાય, કાળિયાઓને સ્વર્ગમાં આવવા જ ન દે. “કઈ જાતિમાં મોક્ષ છે ?” ઉચ્ચ વર્ણમાં, નીચ વર્ણમાં, કાળી જાતિમાં, ગોરી જાતિમાં, આર્યમાં, અનાર્યમાં ? અનાર્યનો કોઈ દિવસ મોક્ષ ન હોય. આમાં હે પ્રભુ ! અમને તો ખબર નથી પડતી કે અમે કઈ જાતિમાં છીએ ? અને અમારી eligibility ખરી કે નહીં ? ક્યા વેષમાં મોક્ષ ? દિગમ્બર,
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 231
=