________________
શ્વેતાબંર, રક્તાબંર, પીતાંબર, નીલાંબર ? બધી જ જગ્યાએ વસ્ત્રના રંગ જુદાંજુદાં છે. વેષના પ્રકાર જુદાંજુદાં છે. વેષનું સ્વરૂપ જુદુંજુદું છે. ચિન્હ જુદાંજુદાં છે. એના નિશાન જુદાંજુદાં છે. એના લિંગ જુદાંજુદાં છે. કોઈએ ચિપિયા લીધા છે તો કોઈએ રજોહરણ. કોઈએ માળા તો કોઈએ રૂદ્રાક્ષ. કોઈએ કમંડળ લીધાં છે તો કોઈ કરપાત્ર બની ગયાં છે.
કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ;
એનો નિશ્ચય ના બને, ઘણાં ભેદ એ દોષ.” મને તો અવિરોધ ઉપાય હોય તો કહો. જો આમાંથી જ મારે ઉપાય લેવાનો હોય તો, આટલાં બધાં દર્શન, આટલાં બધાં મત, વળી આ જાતિ, વેષ – આમાં આપણુ કામ નથી. તો અમારે ત્યાં મોક્ષના ઉપાયમાં જેટલા ભેદ એટલા દોષ છે.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યાં તણો, શો ઉપકાર જ થાય ? (૫) ‘તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે.”
આ શિષ્ય તો ફરી-ફરીને ત્યાં જ આવે. ‘તેથી એમ જણાય છે. શું કામ ? ઘણાં મત-દર્શન, ઘણાં ભેદ, વળી અનેક ઉપાય કહે – પરસ્પર વિરોધી ઉપાય હોય, પાછા કોઈક જાતિનાં આધાર ઉપર વાત કરે, કોઈક વેષનાં આધાર ઉપર વાત કરે. કોઈ ચિન્હના કે લિંગના આધાર ઉપર વાત કરે. આમાં કેટલાં બધાં ભેદ છે અને એ પણ દોષ યુક્ત. એટલે મને એમ લાગે છે કે – આ મોક્ષમાર્ગના સ્વરૂપનાં બધાં સાધનો બતાવી અને શિષ્ય એમ કહે છે કે હું એમ માનું છું, ‘તેથી એમ જણાય છે તેથી – આ જે સ્થિતિ છે સાંપ્રત, આ કાળનું દુષમપણું, જે કહેવું હોય તે કહો – પણ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય.” મોક્ષનો ઉપાય તો છે જ નહીં. આ તો પહેલેથી આ જ વાત કરે છે. આત્માની વાત હતી ત્યારે એમ કહ્યું હતું કે, “માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય.” શિષ્ય છઠ્ઠી શંકામાં પણ આજ વાત મૂકી છે. કે “મળે ન મોક્ષ ઉપાય.’ “મોક્ષ છે.” પણ મોક્ષનો ઉપાય નથી અને મોક્ષનો ઉપાય ન હોય તો- ‘જીવાદિ જાણ્યાં તણો શો ઉપકાર જ થાય ?’ અને મોક્ષ ન હોય તો આ જીવ-અજીવ, આશ્રવ-બંધ, સંવર-નિર્જરા, ને અકામ નિર્જરાને સકામ નિર્જરા, આ જીવનું નિત્યપદ, કર્તાપદ, ભોક્તા પદ, આ નવ તત્ત્વ, આ છ પદ અને ષડ્રદર્શન, આ બધું જાણવાનો શું ઉપકાર થશે ? આમાં ક્યો હેતુ સરવાનો હતો? આમાં શું અર્થ છે? મોક્ષનો ઉપાય તો છે નહીં. આમાં બધી વાત સાચી, ‘આત્મા છે, તે નિત્ય છે, એ પોતાના વિભાવથી કર્મમાં બંધાય છે, ભાઈ ! સાચું સુખ તો તારા સ્વભાવમાં છે, એ ભોક્તાપણું તો એને અનંત કાળથી છે, તું અનંતકાળથી રખડશ, એ ભોક્તાપણામાં તારું અનંતકાળનું પરિભ્રમણ છે. તું છૂટો થઈ જા. નિવૃત્ત થઈ જા. એનાથી તને તારું સુખ
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 232 E